________________
સાભ્યશતક
બ્લોક-૨૨
ममत्वपंकं निःशंकं परिमाष्टुं समंततः । , वैराग्यवारिलहरी परिरंभपरो भव ।। અર્થ - મમતાના કાદવને ચારે બાજુથી નિઃશંકપણે ધોઈ નાંખવા વૈરાગ્ય જળનો સંપર્ક કરવા તત્પર થા. ભાવાર્થ – સર્વ દુઃખોનું મૂળ મમત્વ છે. મમત્વના કાદવથી ખરડાયેલા જીવને લેશમાત્ર પણ સુખ મળી શકતું નથી. જો મમત્વનો કાદવ ધોવો હશે તો બીજું કોઈ જળ કામ નહીં આવે, એકમાત્ર વૈરાગ્યજળ જ મમત્વનો કાદવ ધોઈ શકે છે. ચિત્ત જ્યારે વૈરાગ્યથી ભાવિત થાય છે ત્યારે વિભાવનો દાહ શાંત થાય છે, તૃષ્ણારૂપી તૃષા છિપાય છે અને મમત્વરૂપી કાદવ ધોવાય છે. માટે હે જીવ! તું ત્વરાથી વૈરાગ્યજળની પ્રાપ્તિનો ઉપાય કર.