________________
સામ્યશતક બ્લોક-૫
आस्तामयं लयः श्रेयान् कलासु सकलास्वपि । ..
निष्कले किल योगेऽपि स एव ब्रह्मसंविदे ।। અર્થ – સર્વ કળાઓમાં શ્રેષ્ઠ લય છે એ વાતને છોડો, પરંતુ સંપૂર્ણ (નિષ્કલ) યોગમાં પણ એ જ લય બહ્મજ્ઞાન માટે બને છે. ભાવાર્થ – જ્યારે મન, વચન અને કાયાની પ્રવૃત્તિનો સંપૂર્ણપણે નિરોધ થાય છે ત્યારે યોગસ્થિરતા આવે છે. આ સ્થિરતાને લય કહેવાય છે. આ લયલીનતા સર્વ કળાઓમાં શ્રેષ્ઠ તો છે જ, પણ માત્ર તેનું આટલું જ માહાભ્ય નથી. યોગમાં આ લયલીનતા અખંડપણે આવી જાય તો બહ્મજ્ઞાન પ્રાપ્ત થાય છે, આત્માનુભવ થાય છે. તેથી યોગીઓ તેનું નિરંતર સેવન કરે છે.