________________
સામ્યશતક શ્લોક-હું
नित्यानन्द सुधारश्मेरमनस्ककलामला ।
अमृतं स्यादिमं बीजमनपाया जयत्यसौ ।। અર્થ – નિત્ય આનંદસ્વરૂપ ચંદ્રની અમનસ્કતારૂપ નિર્મળ કળા અમૃત(મોક્ષ)નું મૂળ બીજ છે. એવી એ શાશ્વત કળા જય પામે છે. ભાવાર્થ - અમનદશામાં મન-વચન-કાયાના યોગ સંપૂર્ણપણે નિશ્ચળ હોવાથી, રાગ-દ્વેષનો સંપૂર્ણ અભાવ હોવાથી શાશ્વત સહજ આનંદની અનુભૂતિ થાય છે. આ અનુભૂતિ વાણીથી કહી શકાતી નથી. તે માત્ર અનુભવગોચર છે. જેમ ચંદ્રની કળા અમૃતનું બીજ છે, તેમ અમનસ્કતા - ચિદાનંદની કળા કેવળજ્ઞાનનું બીજ છે. આ શાશ્વત કળાનો સદા જય હો!