________________
સામ્યશતક
શ્લોક-૪
स्नाननिर्वाणचेतसाम् ।
जयताल्लयः ||
साम्यपीयूषपाथोधि योगिनामात्मसंवेद्यमहिमा
અર્થ સમતારૂપી અમૃતના સાગરમાં સ્નાન કરવાથી જેમનાં ચિત્ત શાંત થયાં છે, તેવા યોગીઓનો આત્મજ્ઞાનમાં તન્મય થવારૂપ લય જય પામો; કે જે લયનો મહિમા આત્માનુભવરૂપ છે.
ભાવાર્થ ચિત્તશાંતિનો રાજમાર્ગ છે ક્ષણેક્ષણ સમતાભાવમાં રમણતા. રાગ-દ્વેષ-મોહ ઘટાડતાં, વિષય-કષાયમાં અનાસક્ત થતાં સમતા આવિર્ભાવ પામે છે. આ સમતારૂપી સાગરમાં સદૈવ નિમજ્જન કરનાર યોગીઓ આત્મજ્ઞાનમાં લયલીન થાય છે, આત્મામાં એકતા થાય છે. આત્માનુભવ કરાવનાર આ લયલીનતાનો મહિમા અનેરો છે. અનંત શાંતિ બક્ષનાર, પરમાનંદ આપનાર લયલીનતા સદા જયવંત રહો!