________________
૩૨
સામ્યશતક
શ્લોક-૩૨
स्पष्टं दुष्टो ज्वरः क्रोधः चैतन्यं दलयन्नयम् ।
सुनिग्राह्यः प्रयुज्याशु सिद्धौषधिमिमां क्षमाम् ।। અર્થ – સ્પષ્ટ રીતે જ ક્રોધ દુષ્ટ જ્વર છે, તે ચૈતન્યનો નાશ કરનાર છે. માટે ક્ષમારૂપી સિદ્ધ ઔષધિનો પ્રયોગ કરી, તે(ક્રોધ)નો નાશ કરવો જોઈએ. ભાવાર્થ – ક્રોધ જીવની બુદ્ધિને ભ્રષ્ટ કરે છે અને તે વખતે જીવ ભાનરહિત થઈ જાય છે, અવિવેકી બની જાય છે. એનાં લક્ષણ જીવની કાયા ઉપર, તેમજ વચનમાં સ્પષ્ટ જણાઈ આવે છે. વળી, એ ક્રોધ કરનારનું તો અહિત કરે જ છે, પણ જેના ઉપર ક્રોધ કરવામાં આવે છે, તેને વિશેષ દુઃખી અને અશાંત કરે છે. આમ, ક્રોધરૂપી દુષ્ટ જ્વર જીવના ચૈતન્યને હણે છે, તેથી જીવે ક્ષમારૂપી ઔષધ રહણ કરી ક્રોધ ઉપર કાબૂ મેળવવો જોઈએ. વીતરાગ ભગવંતોએ દર્શાવેલ ક્ષમાધર્મ એક એવું સિદ્ધ ઔષધ છે કે તે અચૂક ક્રોધને હણે છે. જો ક્ષમા આત્મસાત્ થઈ જાય, તે વાસનારૂપ બની જાય તો જીવ ક્રોધથી મુક્ત થઈ શકે છે. .