________________
आत्मनः
सततस्मेरसदानन्दमयं
વપુઃ I
स्फुरल्लुकाजिलस्फातिः कोपोऽयं ग्लपयत्यहो ।
સામ્યશતક
શ્લોક-33
-
અર્થ
આત્માના નિરંતર વિકાસ પામેલા શ્રેષ્ઠ આનંદથી વ્યાપ્ત એવા આ શરીરને, પ્રજ્વલિત જ્વાળાઓના વિસ્તારથી સ્ફુરાયમાન એવો ક્રોધ ગ્લાનિ પમાડે છે.
૩૩
—
ભાવાર્થ
મનુષ્યદેહ વડે જો આત્માનંદની પ્રાપ્તિની સાધના કરવામાં આવે તો તે રત્નચિંતામણિ તુલ્ય છે અને જો વિષયકષાય પાછળ વેડફવામાં આવે તો ફૂટી બદામની કિંમતનો પણ નથી, તેથી યોગીઓ રત્નચિંતામણિ તુલ્ય એવા આ મનુષ્યદેહનો ઉપયોગ મોક્ષપ્રાપ્તિ અર્થે કરે છે. આત્મરમણતા કરતા આવા યોગીઓનો દેહ પણ પવિત્ર બની જાય છે, અદ્ભુત કાંતિયુક્ત બની જાય છે. પરંતુ જો ક્ષણાર્ધ માટે પણ ક્રોધ કરવામાં આવે તો તે હજારો વર્ષનાં તપને બાળી નાંખે છે, પવિત્ર બનેલા આ દેહને અપવિત્ર કરી નાંખે છે અને તેના તેજને હણી નાંખે છે.