________________
સામ્યશતક
૧૧
બ્લોક-૧૧
विहाय विषयग्राममात्माराममना भवन् ।
निर्ममत्वसुखास्वादान्मोदते योगिपुंगवः ।। અર્થ - વિષયોના સમૂહનો ત્યાગ કરી, પોતાના આત્મામાં મનને રમાડતો ઉત્તમ યોગી, નિર્મમત્વના સુખનો સ્વાદ લઈ આનંદ પામે છે. ભાવાર્થ – અનાદિ કાળથી જીવ રાગ-દ્વેષ સહિત વિષયોમાં રમણતા કરી સુખી થવા પ્રયત્ન કરે છે, પરંતુ તેને સુખના બદલે દુઃખ મળે છે. શાશ્વત સુખ તો એકમાત્ર નિર્મમત્વના સેવન વડે આત્મામાં રમણતા કરવાથી મળે છે, બાકીનું બધું સુખાભાસ છે. આ તથ્યના જાણકાર યોગી ઇન્દ્રિયવિષયો પ્રત્યે અનાસક્ત રહી, તેનો ત્યાગ કરે છે. તેઓ પોતાનાં નિર્મળ મનને આત્માના ગુણોમાં રમાડી, નિર્મમતાના સુખથી આનંદ પામે છે.