________________
સામ્યશતક
લોક-૧૨
येऽनिशं समतामुद्रां विषयेषु नियुअते ।
करणैश्वर्यधुर्यास्ते योगीनो हि नियोगिनः || અર્થ – જે યોગીપુરુષો (ઇન્દ્રિયોના) વિષયોમાં સદૈવ સમતાની મુદ્રા યોજે છે, તે યોગીપુરુષો ઇન્દ્રિયોના નિયામકપણાને વહન કરનારા સાચા સત્તાધીશ અધિકારી છે. ભાવાર્થ – જેમ કોઈ દેશના ઐશ્વર્યના, એની સમૃદ્ધિના પૂર્ણ નિયામક બનવા માટે સત્તાધીશ પોતાની મુદ્રા, મહોર સ્થાપિત કરે છે અને એ દેશ ઉપર પોતાની સત્તા ચલાવે છે; તેમ યોગી ઇન્દ્રિયો ઉપર પોતાની સત્તા સ્થાપિત કરવા, ઇન્દ્રિયોના નિયામક બનવા ઇન્દ્રિયવિષયો ઉપર સમતાની મહોર મારે છે. ભોગી જીવો ઉપર ઇન્દ્રિયોની સત્તા ચાલે છે, જ્યારે યોગી મહાત્મા ઇન્દ્રિયો ઉપર સમત્વ વડે પોતાની સત્તા ચલાવે છે.