________________
૧૦૨
સામ્યશતક બ્લોક-૧૦૨
अहो , वणिक्कला कापि मनसोऽस्य महीयसी ।
निवृत्तितुलया येन, तुलितं दीयते सुखम् ॥ અર્થ - અહો! મનની આ વણિકકળા કેવી મોટી છે કે જે મન નિવૃત્તિરૂપ ત્રાજવાથી તોળીને જેટલું જોઈએ તેટલું સુખ આપે છે! ભાવાર્થ – મન બંધ અને મોક્ષનું કારણ છે. તે જો સંસારમાં ભટક્યું તો દુઃખનું કારણ બને છે અને જો પરદ્રવ્ય-ભાવથી નિવૃત્ત થાય તો સુખ જ સુખ છે. જેટલા પ્રમાણમાં તે નિવૃત્ત થાય, તેટલા પ્રમાણમાં સુખી થવાય. સર્વભાવથી સંપૂર્ણ નિવૃત્ત થતાં અનંત મોક્ષસુખ પ્રાપ્ત થાય છે. એટલે સંથકારે મનને વાણિયાની ઉપમા આપતાં કહ્યું કે મન નિવૃત્તિના પ્રમાણમાં સુખ આપે છે. જેમ જેમ સામ્યભાવ પુષ્ટ થાય તેમ તેમ અત્યંતર નિવૃત્તિની વૃદ્ધિ થાય અને તેટલા પ્રમાણમાં આત્મસુખમાં રમણતા થાય. આત્મસુખની પ્રાપ્તિ આંતર નિવૃત્તિ વિના થતી નથી, એટલે અત્યંતર નિવૃત્તિ લેવા ઉપર લક્ષ હોવો ઘટે છે.