________________
* ૮૫
સામ્યશતક શ્લોક-૪૫
निःसंगतां पुरस्कृत्य यः साम्यमवलम्बते ।
परमानन्दजीवातौ योगेऽस्य क्रमते मतिः ।। અર્થ - જે પુરુષ નિઃસંગતાને આગળ કરીને સામ્યગુણનો આશ્રય કરે છે, તે પુરુષની બુદ્ધિ પરમાનંદને જીવન આપનારી યોગવિદ્યામાં પ્રવેશ કરે છે. ભાવાર્થ – આત્મસ્વરૂપનો સમ્યક નિર્ણય થતાં જીવને પોતાનાં સુખ, સલામતી સ્વમાં ભાસે છે, તેથી સ્વસ્વરૂપમાં લીન થઈ, પરમાનંદ પામવાની તેમને તાલાવેલી લાગે છે. પરંતુ પરસંગ તેમાં અવરોધરૂપ બનતો હોવાથી તેઓ પર પ્રત્યે ઉદાસીન થાય છે. સર્વસંગનો પરિત્યાગ કરી પૂર્ણપણે નિઃસંગ થવાની તેમને અભીપ્સા જાગે છે, પણ પૂર્વસંસ્કાર અને પૂર્વક તેમાં બાધારૂપ બનતાં હોવાથી તેઓ સામ્ય ગુણનો આશ્રય ગ્રહણ કરે છે. સમતાયોગની પ્રાપ્તિ થતાં તેમને આત્માનુભૂતિ થાય છે અને ક્રમશઃ તેઓ શાશ્વત પરમાનંદ પામે છે.