________________
८
સામ્યશતક
શ્લોક
अष्टांगस्यापि योगस्य
रहस्यमिदमुच्यते । यद् विषयासंगत्यागान्माध्यस्थ्य सेवनम् ॥
અર્થ વિષયોની આસક્તિનો ત્યાગ કરી, માધ્યસ્થ્યભાવ(સમતા)ને સેવવો, એ અષ્ટાંગ યોગનું રહસ્ય કહેવાય છે. ભાવાર્થ યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ એ આઠ યોગ છે. યોગનાં આ આઠ અંગનો અભ્યાસ કરવાથી ચિત્તવૃત્તિનો નિરોધ થાય છે, વિષયોમાં રહેલી આસક્તિનો ત્યાગ થાય છે. આસક્તિ ઘટતાં, મન શુભાશુભ વિકલ્પોથી પાર થતાં માધ્યસ્થ્યભાવની પ્રાપ્તિ થાય છે. આમ, સમત્વની પ્રાપ્તિ એ અષ્ટાંગ યોગનું ફ્ળ છે.
-