________________
૭૮
સામ્યશતક
શ્લોક-94
ममत्वं माम भावेषु वासनातो, न वस्तुतः ।
સૌરાપરત્રા િ પુત્રવત્સત્યનીચતે || અર્થ – પદાર્થોમાં વાસનાથી જ મમત્વ છે, વસ્તુથી નથી. જેમ પોતાના ઔરસ પુત્ર સિવાય પણ બીજે પુત્રવાત્સલ્ય જોવા મળે છે.
તે ભાવાર્થ – જ્યાં જ્યાં જીવને મોહ, વાસના હોય છે ત્યાં ત્યાં તેને મમત્વ થાય છે, પછી તે વસ્તુ-વ્યક્તિ તેની પોતાની ગણાતી હોય કે બીજાની માલિકીની હોય. સંસારમાં પોતાના પુત્રમાં આસક્તિ, મોહ હોવાથી તેના માટે મમત્વ જાગે છે, પરંતુ અન્ય કોઈ બાળક પ્રત્યે જો મોહ જાગે તો તેના માટે પણ પુત્રવાત્સલ્ય જાગે છે, મમત્વ જાગે છે. આ ઉપરથી એમ સિદ્ધ થાય છે કે વસ્તુ કે વ્યક્તિને લઈને મમત્વ નથી, પણ તેમાં રહેલી આસક્તિના કારણે, વાસનાના કારણે મમત્વ છે. તેથી વસ્તુ-વ્યક્તિનો માત્ર ત્યાગ કરવાથી ધર્મ થાય છે એમ માનવું તે ભાંતિ છે. તે પ્રત્યેનો મોહ, આસક્તિ છૂટે તો મમત્વનો નાશ થાય અને આત્મધર્મ સાધી શકાય.