________________
સામ્યશતક
૭૭
શ્લોક
इदं कृत्रिमकर्पूरकल्पं संकल्पजं सुखम् ।
रंजयत्यंजसा मुग्धानंतरज्ञानदुःस्थितान् ॥ અર્થ – બનાવટી કપૂરના જેવું સંકલ્પથી ઉત્પન થયેલું સુખ, આંતર જ્ઞાનરહિત મુગ્ધ જીવોને તત્કાળ રાજી કરે છે. ભાવાર્થ – જેમ બનાવટી કપૂરની સુગંધ અલ્પકાલીન હોય છે, તેમ વિચારોમાંથી - માન્યતામાંથી જન્મ લેતું સુખ ક્ષણજીવી હોય છે. અજ્ઞાની જીવ સુખનું સ્વરૂપ જાણતો ન હોવાથી, આત્માના અતીન્દ્રિય શાશ્વત સ્વાધીન સુખનું તેને કોઈ જ્ઞાન ન હોવાથી, વળી ક્ષણિક સુખ સાચા સુખનો ભાસ આપતું હોવાથી, તે આ ક્ષણિક સુખને જ સાચું સુખ માને છે, સમજે છે. તેથી તે આ સુખ મેળવવાના પ્રયત્ન કરે છે અને પુણ્યોદયે ઇચ્છિત સુખ મળી જાય તો તે પોતાને સુખી માને છે. તેને એની પાછળ રહેલું દુઃખ નજરે પડતું ન હોવાથી આવા સુખથી તે રંજાયમાન થાય છે.