________________
સામ્યશતક
૯૯
બ્લોક-૯૯
औदासीन्योल्लसन्मैत्रीपवित्रं वीतसंभ्रमम् ।
कोपादिव विमुंचन्ति स्वयं कर्माणि पुरुषम् ।। અર્થ – ઉદાસીનતાથી ઉલ્લાસ પામતા, મૈત્રી ગુણથી પવિત્ર થયેલા, સંજમથી રહિત એવા પુરુષને કર્મો સ્વયં જ જાણે રોષથી છોડી દે છે! ભાવાર્થ – સર્વ પરદ્રવ્ય અને પરભાવથી ઉદાસીન થનારને કોઈ દુઃખી કરી શકતું નથી, તેમને ક્યારે પણ હર્ષ-શોકાદિ થતા નથી અને તેથી તેઓ સદા આનંદિત રહે છે, સદા ઉલ્લાસમાં જીવે છે. વળી, મૈત્રી આદિ ભાવનાઓ જેમના ચિત્તમાં વસેલી છે, તેમનું ચિત્ત એટલું પવિત્ર બને છે કે
ત્યાં ઈર્ષા, દ્વેષ, કલહ આદિ મલિન વાસનાઓ જીવી શકતી નથી. જેઓ મોહ-અજ્ઞાન રહિત થયા છે, જાગૃત થયા છે, તેઓ રાગ-દ્વેષાદિનું સેવન કરતા નથી. આમ, શુદ્ધ થયેલા ચિત્તમાં કર્મબંધનું કોઈ કારણ વિદ્યમાન રહેતું નથી, તેથી કર્મો સ્વયં તેમને છોડીને જતા રહે છે, અર્થાત્ કર્મોથી તેઓ સદા માટે મુક્ત થાય છે.