________________
૯૮
मैत्र्यादिवासनामोदसुरभीकृतदिङ्मुखम् । पुमांसं ध्रुवमायान्ति सिद्धिभृंगांगनाः स्वयम् ॥
સામ્યશતક શ્લોક
1
અર્થ
મૈત્રી વગેરેની વાસનારૂપ સુગંધથી જેણે દિશાઓનાં મુખ સુવાસિત કરેલાં છે, એવા પુરુષની પાસે સિદ્ધિરૂપ ભમરીઓ સ્વયં અવશ્ય આવે છે.
1
-
ભાવાર્થ મૈત્રી, પ્રમોદ, કરુણા અને માધ્યસ્થ્ય ભાવનાઓ નિત્ય નિરંતર ભાવતાં તે વાસનારૂપ બની જાય છે, એટલે કે તેના સંસ્કાર દૃઢ થાય છે. મૈત્રી આદિ ભાવનાઓથી વાસિત થયેલું મન દરેક સંગ-પ્રસંગે પોતાની સુવાસ ફેલાવે છે. જે એમાં રમમાણ રહે છે તેના જીવનમાં, તેની વૃત્તિ-પ્રવૃત્તિમાં એનો પ્રભાવ દૃષ્ટિગોચર થાય છે. તે તો એનાથી સુખી થાય છે, સાથે સાથે બીજાને પણ આનંદ-સુખનું કારણ બને છે. વળી, રિદ્ધિ-સિદ્ધિરૂપ સાંસારિક ઐશ્વર્ય પણ તેને સામેથી આવીને મળે છે. વળી, જેનું જીવન મૈત્રી આદિ ભાવનાઓથી મઘમઘતું હોય તેનો મનુષ્યભવ સાર્થક થાય છે. તેનો સંસાર સાંત થાય છે અને તેને મોક્ષસુંદરી સામે ચાલીને વરે છે.