________________
સામ્યશતક' શ્લોક-૧
अहंकारादिरहितं निःछद्मसमतास्पदम् ।।
आद्यमप्युत्तमं किंचित् पुरुषं प्रणिदध्महे ।। અર્થ – અહંકાર આદિ દોષોથી રહિત, સ્વાભાવિક સમતાના સ્થાનરૂપ અને સર્વપ્રથમ થયેલા ઉત્તમ એવા કોઈ અનિર્વચનીય પુરુષનું અમે ધ્યાન કરીએ છીએ. ર૧ થી નહી ભાવાર્થ – આચાર્યશ્રી વિજયસિંહસૂરિજી “સામ્યશતક' ગ્રંથનો મંગળ પ્રારંભ કરતી વખતે શ્રેષ્ઠ એવા આદ્ય પુરુષનું ધ્યાન કરે છે. વીતરાગ પરમાત્માના અનંત ગુણોમાંનો એક ગુણ છે સમતા. આ ગ્રંથમાં સમતા ગુણનું પ્રતિપાદન કરવાનું હોવાથી, સ્વાભાવિક સમતાના ધારક એવા પરમાત્માનું ધ્યાન કરીને તેઓ પોતાને એ ભાવમાં ઓતપ્રોત કરે છે કે જેથી સમત્વનું સમ્યક સ્વરૂપ સમજાવી શકે, તેમજ ગ્રંથનું અધ્યયન કરનાર આ વિષયનું તાત્પર્ય ગ્રહણ કરી શકે.