________________
૧૪
સાભ્યશતક
બ્લોક-૧૪
भुव्यभिष्वंग एवायं तृष्णाज्वरभरावहः ।
निर्ममत्वौषधं तत्र विनियुंजीत योगवित् ।। અર્થ – આ જગતમાં અતિ આસક્તિ તે જ તૃષ્ણારૂપ જ્વરનો મોટો ભાર છે. તે જ્વરને દૂર કરવા યોગીએ નિર્મમત્વરૂપ ઔષધનો ઉપયોગ કરવો જોઈએ. ભાવાર્થ – વિષયતૃષ્ણાના કારણે જીવ અનંત કાળથી હેરાનપરેશાન થયો છે, દુઃખમાં તરફડિયાં મારી રહ્યો છે. જ્યારે અતિ આસક્તિના કારણે અનેક તૃષ્ણાઓ જાગે છે ત્યારે તેની આંતર-બાહ્ય સ્થિતિ ગંભીર બની જાય છે. આવા દુઃખપૂર્ણ તૃષ્ણારૂપી તાવને ઉતારવા માટે નિર્મમત્વરૂપ ઔષધનો નિર્દેશ જ્ઞાની ભગવંતોએ કર્યો છે. આ એક અદ્વિતીય ઔષધ છે, જેનું વિના વિલંબે નિત્ય સેવન કરી, આત્મશાંતિના ભોક્તા બની શકાય છે.