________________
૫૨
સામ્યશતક
બ્લોક-પર
यस्मै समीहसे स्वांत! वैभवं भवसंभवम् ।
अनीहयैव तद्वश्यमवश्यं श्रय शंसुखम् ॥ અર્થ – હે હૃદય જે સુખ માટે તું સંસારના વૈભવો ઇચ્છે છે, તે સુખને અનિચ્છાથી વશ કરીને, શમસુખનો આશ્રય કર. ભાવાર્થ – દરેક જીવ સુખી થવા માટે પ્રયત્ન કરે છે, પણ તેને કોઈ વસ્તુ, વ્યક્તિ કે પરિસ્થિતિમાંથી સુખ મળી શકતું નથી. અજ્ઞાનવશ તેને પરપદાર્થોનાં રહણમાં સુખ ભાસે છે, તેથી તે સંસારના ભૌતિક વૈભવ ઇચ્છે છે; પરંતુ તે પદાર્થો મળે કે ન મળે, તે તો દુઃખી જ થાય છે, કારણ કે સુખ બહાર નહીં પણ અંતરમાં છે. ગ્રંથકાર કહે છે કે જો તારે સુખી થવું હોય તો ભૌતિક વૈભવ પ્રાપ્ત કરવાની ઇચ્છાનો ત્યાગ કર, તેની લાલસાથી પણ દૂર રહે, જેથી ચિત્તમાંથી આકુળતા-વ્યાકુળતા દૂર થતાં તને પ્રશમસુખની અનુભૂતિ થશે. આ પ્રશમસુખ અદ્ભુત છે, અનુપમ છે, પ્રત્યક્ષ મોક્ષસુખ જ છે.