________________
પ૦
સામ્યશતક બ્લોક-પ૦
लवणो दन्वतो यः स्यादगाधबोधने विभुः ।
अलंभविष्णुः सोऽप्यस्य नैव वैभवसंविदे ।। અર્થ – જે પુરુષ લવણ સમુદ્રની અગાધતાને જાણવા સમર્થ હોય, તે પુરુષ પણ આ લોભના વૈભવને જાણવા સમર્થ થતો નથી. ભાવાર્થ – મધ્યલોકની મધ્યમાં આવેલા જંબુદ્વીપની ફરતે આવેલો લવણસમુદ્ર બે લાખ યોજન પહોળો છે, જેના મધ્યતલમાં ૧,૦૦૦ પાતાળ આવેલો છે. સામાન્ય માનવી આ લવણસમુદ્રની અગાધતા જાણી શકવા સમર્થ નથી, તે છતાં કોઈ મહાસામર્થ્યવાન તેની અગાધતા જાણી પણ શકે. પરંતુ લોભરૂપી સમુદ્રની અગાધતા, તેનો વૈભવ જાણવા કોઈ સમર્થ નથી. લોભી સદા ભિખારી જ રહે છે. તેની પાસે ગમે તેટલી સંપત્તિ હોય તો પણ તેને ક્યારે પણ તૃપ્તિ થતી નથી. તેને અધિક ને અધિક સંપત્તિ પ્રાપ્ત કરવાની આકાંક્ષા રહે છે. વિશેષ મેળવવાની તૃષ્ણામાં તે પાપ કરતાં અટકતો નથી, નીચ આચરણ કરતાં ક્ષોભ પામતો નથી. લોભના અસીમ સ્વરૂપને દર્શાવવા, તેની અનંતતા સમજાવવા ગ્રંથકારે વૈભવ' શબ્દ પ્રયુક્ત કર્યો છે.