Book Title: Kaccha Vagadna Karndharo
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shantijin Aradhak Mandal Manfara
Catalog link: https://jainqq.org/explore/008966/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ // શ્રી પવા-જીત-હીર-કનક-દેવેન્દ્ર-કલાપૂર્ણ-કલાપ્રભસૂરિગુરુભ્યો નમઃ | કચ્છ વાગડના કર્ણધારો (પૂ. પદ્મ-જીત-કનક-દેવેન્દ્ર-કલાપૂર્ણ-કલાપ્રભસૂરિજી તથા પૂ.સા. આણંદશ્રીજી મ.ના જીવન ચરિત્રો) - આશીર્વાદ ;પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજયકલાપ્રભસૂરીશ્વરજી મ.સા. પૂજ્ય પંન્યાસજી શ્રી કલ્પતરુવિજયજી મ.સા. -: લેખક :પૂજ્ય પંન્યાસજી શ્રી મુક્તિચન્દ્રવિજયજી મ. પૂજ્ય પંન્યાસજી શ્રી મુનિચન્દ્રવિજયજી મ. -: વિમોચન :વર્તમાન સમુદાયનાયકપૂ. ગુરુદેવ આ શ્રી વિજય કલાપ્રભસૂરીશ્વરજી મ.સા.ની મંગળ નિશ્રામાં ચાતુર્માસ પ્રવેશના મંગલ દિવસે, શ્રેષ્ટિવર્ય શ્રી ખીમજીભાઇ ખેરાજ ગાલા, આધોઇ-કચ્છ (પૂના) દ્વારા. વિ.સં. ૨૦૬૬, અષા.સુ.૨, તા. ૧૩-૦૭-૨૦૧૦, ભુજ-કચ્છ, આરાધના ભવન, પૂ. કલાપૂર્ણસૂરિ ચોક, -: સંપાદક :પૂ. મુનિ શ્રી મુક્તિશ્રમણવિજયજી મ. -: પ્રકાશક :શ્રી શાન્તિ-જિન આરાધક મંડળ મિનફરા, કચ્છ-વાગડ. Page #2 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક : કચ્છ વાગડના કર્ણધારો // શ્રી પદ્મ-જીત-હીર-કનક-દેવેન્દ્ર-કલાપૂર્ણ-કલાપ્રભસૂરિગુરુભ્યો નમઃ | કિંન્ને પા-નીતાદા: લેખક : પૂજ્ય પં. શ્રી મુક્તિચન્દ્રવિજયજી મ. પૂજય પં. શ્રી મુનિચન્દ્રવિજયજી મ. સહાયક : મુનિ શ્રી મહાગિરિવિજયજી મુનિઓ મુનિ શ્રી મુક્તિશ્રમણવિજયજી મુનિ શ્રી મુક્તિચરણવિજયજી મુનિ શ્રી મુક્તિ મનનવિજયજી વિમોચન : વર્તમાન સમુદાયનાયક પૂજય ગુરુદેવ આચાર્ય શ્રી વિજય કલાપ્રભસૂરીશ્વરજી મ.સા.ની મંગળ નિશ્રામાં ચાતુર્માસ પ્રવેશના મંગલ દિવસે, શ્રેષ્ઠિવર્ય શ્રી ખીમજીભાઇ ખેરાજ ગાલા, આધોઇ- કચ્છ (પૂના) દ્વારા. વિ.સં. ૨૦૬૬, અષા.સુ. ૨, તા. ૧૩-૦૭-૨૦૧૦, ભુજ-કચ્છ, આરાધના ભવન, પૂ. કલાપૂર્ણસૂરિ ચોક, પ્રકાશક : શ્રી શાન્તિ-જિન આરાધક મંડળ PO, મનફરા, શાન્તિનિકેતન, તા. ભચાઉ, જી. કચ્છ, પીન-૩૭૦ ૧૪૦. આપણા શ્રી જૈન સંઘમાં આ મંગલ શ્લોક ખૂબ જ પ્રસિદ્ધ છે : मंगलं भगवान् वीरो, मंगलं गौतमप्रभुः । मंगलं स्थूलभद्राद्या, जैनधर्मो ऽस्तु मंगलम् ॥ દિગંબર પરંપરામાં પણ આ શ્લોક પ્રસિદ્ધ છે, પણ થોડોક ફરક છે : मंगलं भगवान् वीरो, मंगलं गौतमो गणी । मंगलं कुन्दकुन्दाद्या, जैनधर्मो ऽस्तु मंगलम् ॥ જૈનેતર-વૈદિક પરંપરામાં પણ આ પદ્ધતિનો એક શ્લોક પ્રસિદ્ધ છે : मंगलं भगवान् विष्णुः, मंगलं गरुडध्वजः । मंगलं श्रीमुकुन्दश्च, मंगलायतनं हरिः ।। (જૈન-અજૈન વચ્ચે પહેલેથી જ આ રીતે અનુસરણ તથા આદાનપ્રદાન થતું રહ્યું છે. આજે પણ ચાલુ છે.) તેરાપંથીઓએ આને અનુસરીને પોતાની ગુરુપરંપરાનો મંગલ શ્લોક આ રીતે બનાવ્યો છે : मंगलं मतिमान् भिक्षुः, मंगलं भारमल्लकः । मंगलं श्रीजयाचार्यः, 'तेरोपंथोऽ'स्तु मंगलम् ।। (मंगलं तुलसी गणी) વિ.સં. ૨૦૫૮ (ઇ.સ. ૨૦૦૨)માં ચાતુર્માસ પછી અમે ભુજ મહોત્સવ પ્રસંગે તથા મનફરા (મહા સુદ-૨ના સ્થાપના હતી)માં નૂતન શાન્તિનિકેતનની સ્થાપના અને પ્રભુના આગમન પ્રસંગે કચ્છ તરફ જઇ રહ્યા હતા. ગાગોદરમાં સામૈયા વખતે વિચાર આવ્યો કે પ્રવચન પહેલાં વાગડ સમુદાયના પૂજય ગુરુવયોંનું મંગલ નામ-સ્મરણ થાય તેવો કોઇ સંક્ષિપ્ત શ્લોક હોય તો સારું ! ને તરત જ ‘જવાન વીરો' ના અનુસરણરૂપે નીચે મુજબ શ્લોક તૈયાર થયો : मंगलं पद्म-जीताद्या, मंगलं कनको गुरुः । મંાતે મૂર્તિઃ તાપૂડતુ જાતમ્ | કચ્છ વાગડના કર્ણધારો +3 આવૃત્તિ : પ્રથમ, વિ.સં. ૨૦૬૬ સંપર્ક સૂત્ર : શાંતિલાલ | ચંપક બી. દેઢિયા C/o, વેરાઇટી ગ્રેન સ્ટોર્સ ધીરજ ભવન, એલ.બી.એસ. માર્ગ, ઘાટકોપર (વેસ્ટ), મુંબઇ-૪૦૦ ૦૮૬. મો. ૯૮૧૯૦ ૬૫૫૮૮, ૯૮૧૯૦૧ ૦૧૨૩૨ : Tejas Printers F/5, Parijat Complex, Swaminarayan Mandir Road, Kalupur, AHMEDABAD-380 001. (M) 9825347620 PH.() (079) 22172271 Page #3 -------------------------------------------------------------------------- ________________ ત્યાર પછી રાધનપુરમાં એક શ્રાવકે ગુરુ-ગુણનો શ્લોક વ્યાખ્યાનપૂર્વે બોલવાનું જણાવ્યું : બધા સમુદાયવાળા બોલે છે, તો આપ કેમ નથી બોલતા ? એમની વાત અમને ગમી ગઇ. પછીથી પત્રિકા વગેરેમાં પ્રગટ થયેલો આ શ્લોક સમુદાયમાં પ્રાયઃ સર્વત્ર સ્વીકૃત બન્યો. પૂજ્ય અધ્યાત્મયોગી ગુરુદેવની હાજરીમાં બનેલો આ છેલ્લો શ્લોક છે. શ્લોકમાંના પાંચેય ગુરુ ભગવંતો કચ્છ-વાગડના લોકો માટે ભગવાન તુલ્ય છે. થોડો વિચાર કરવામાં આવે તો કેટલીક ખૂબીઓ પણ એમાંથી નીકળે. જેમ કે આપણે ત્યાં જ્ઞાનાચાર આદિ પાંચ આચાર પ્રસિદ્ધ છે. આ પાંચેય ગુરુ ભગવંતોમાં ક્રમશઃ એકેકની મુખ્યતા જણાશે. (૧) જ્ઞાનાચારનો સંબંધ પૂ. પદ્મવિજયજી સાથે જણાશે. એમણે કરેલા વિશિષ્ટ જ્ઞાનાભ્યાસથી જ શ્રીપૂજ્યનો માર્ગ છોડી સંવેગી પરંપરા અપનાવી. દર્શનાચારમાં ભક્તિ આવે. મનફરામાં રહેલા શાન્તિનાથ ભગવાનની ભક્તિથી જેમલની આંખોમાં નજર આવી અને આખરે તેઓ જીતવિજયજી બન્યા. ચારિત્રાચારમાં આચાર-પાલનની ચુસ્તતા આવે. પૂજય કનકસૂરિજી મ.ની આચાર-પાલનની ઉત્કૃષ્ટ વાતો પૂ. લબ્ધિસૂરિજીના મુખે સાંભળીને જ પૂ. કમળવિજયજીએ ગૃહસ્થપણામાં વાગડ સમુદાયમાં દીક્ષા લેવાનું નક્કી કરેલું ને તેના કારણે પૂ. કલાપૂર્ણસૂરિજી પણ અહીં આવ્યા. તપાચાર, પૂ. દેવેન્દ્રસૂરિજી મ.ને તપ ખૂબ જ પ્રિય હતો, તે કોણ નથી જાણતું ? વર્ધમાન તપની ૮૭ ઓળી કરેલી તથા લગભગ ૧૨ વર્ષની ઉંમરથી (પૂ. જીતવિજયજી મ.ના જીવનમાંથી પ્રેરણા પામીને) ચૌદસના ઉપવાસ કરવાનું શરૂ કર્યું. તે ઠેઠ જીવનના છેલ્લા દિવસ સુધી ટકાવ્યું. એક પણ ચૌદસ ઉપવાસ વગરની નથી ગઇ. કાળધર્મના દિવસે પણ ઉપવાસ ! (૫) વીર્યાચારના ૩૬ ભેદ છે, તે જ્ઞાનાદિ ચાર આચારોના ભેદોનો જ સરવાળો છે. અર્થાતુ વીર્ય-ઉત્સાહ-ઉલ્લાસ વિના બાકીના એકેય મંગલં પદ્મ-જીતાધાઃ + 4 આચારનું પાલન ન થઇ શકે. દરેક આચારમાં વીર્યાચાર છે ને વીર્યાચારમાં દરેક આચાર છે, એમ પણ કહી શકાય. ચારેય પૂજ્ય ગુરુભગવંતોના જ્ઞાનાદિ ગુણોનો સમાવેશ પૂજ્ય કલાપૂર્ણસૂરિજી મ.માં થયેલો છે, એવું કોઇ પણ સુજ્ઞ વ્યક્તિનિઃશંકપણે કહી શકશે. પૂજ્યશ્રીના જ્ઞાન-ભક્તિ-આચાર અને તપ પ્રત્યેનો પ્રેમ કોણ નથી જાણતું ? હજુ બીજી ખૂબી જોઇએ. પૂ. હરિભદ્રસૂરિજીએ પોડશક પ્રકરણમાં ધર્મસિદ્ધિનાં પાંચ લક્ષણો બતાવ્યાં છે. औदार्य दाक्षिण्यं, पापजुगुप्साऽथ निर्मलो बोधः । लिङ्गानि धर्मसिद्धेः, प्रायेण जन-प्रियत्वं च ॥ ઔદાર્ય, દાક્ષિણ્ય, પાપ-જુગુપ્સા, નિર્મળ બોધ અને લોકપ્રિયતા - ધર્મસિદ્ધિનાં આ પાંચ લક્ષણો છે. (૧) ઉદારતા તો પૂ. પાવિજયજી મ.ની, જેમણે પોતાના શિષ્ય રત્ન વિજયજીને અન્ય સમુદાયમાં સોંપી દીધા. (તેમને જરૂર હતી માટે.) (૨) દાક્ષિણ્ય તો પૂ. જીતવિજયજી મ.નું, જેમણે વિ.સં. ૧૯૬૯, મુન્દ્રા ચાતુર્માસમાં સ્થાનકવાસી આઠ કોટિ મોટી પક્ષના આ. કર્મસિંહજીની વિનંતીથી તેમને નિર્ધામણા કરાવી. પાપ-જુગુપ્સા તો પૂ. કનકસૂરિજી મ.ની, જેમણે પોતાના પર ચપુથી હુમલો કરનાર વ્યક્તિને પણ માફી આપી દીધી, ક્રોધરૂપ પાપ પ્રત્યેની કેવી જુગુપ્સા ! (૪) નિર્મળ બોધ તો પૂ. દેવેન્દ્રસૂરિજી મ.નો, જેમને ૫૦-૬૦ વર્ષ પહેલાંનું ભણેલું પણ અક્ષરશઃ યાદ રહેતું. મૃત્યુના આગલા દિવસે પણ સ્વાધ્યાયમાં અત્યારે કેટલામી ગાથા ચાલે છે ? તે કહી આપવાની શક્તિ ! કેટલી નિર્મળ પ્રજ્ઞા ! (૫) લોકપ્રિયતા તો પૂ. કલાપૂર્ણસૂરિજી મ.ની, જ્યાં પગલા પડે ત્યાં લોકોના ટોળે-ટોળા દર્શનાર્થે ઉભરાય. સર્વ ગચ્છ અને સર્વ સંપ્રદાય-માન્ય અજાતશત્રુ વ્યક્તિત્વ ! કચ્છ વાગડના કર્ણધારો + 5. Page #4 -------------------------------------------------------------------------- ________________ હજુ ત્રીજી ખૂબી પણ જોઇએ. પાંચ પરમેષ્ઠીનો સંબંધ પણ ખૂબ જ મળતો આવે. (૧) સાધુ પદ (પાંચ પરમેષ્ઠીમાં પ્રવેશ કરવો હોય તો સાધુ પદથી જ કરી શકાય. ઉત્પત્તિનો ક્રમ ઉલ્ટો છે.) પૂ. પદ્મવિજયજી મ. એ શ્રીપુજ્યની જાહોજલાલી છોડી સાચું સાધુપણું સ્વીકાર્યું. (૨) ઉપાધ્યાય પદ : પૂ. જીતવિજયજી મ.ને ભણાવવામાં ખૂબ જ રસ, પોતાના પ્રશિષ્ય પૂ. કનકસૂરિજી મ.ને પૂ. સિદ્ધિસૂરિજી મ., પૂ. સાગરજી મ. વગેરે પાસે ભણાવવા માટે એમણે જ મોકલેલા. (૩) આચાર્ય પદ : પૂ. કનકસૂરિજી આ શાખામાં પ્રથમ આચાર્ય થયા. વિ.સં. ૧૭૦૭ પછી, પૂ. સિંહસૂરિજી મ. ના સ્વર્ગગમન પછી લગભગ ૨૮૨ વર્ષ પછી વિ.સં. ૧૯૮૯માં તેઓ આ શાખામાં પ્રથમ આચાર્ય બન્યા. ભાવ આચાર્યના તમામ લક્ષણો ધરાવનાર પૂજયશ્રી હતા, તે કોણ નથી જાણતું ? આશ્ચર્યની વાત એ છે કે આચાર્ય-પદ પહેલાં પૂ. સિંહસૂરિજીનું નામ કનકવિજયજી હતું. આ પણ કનકસૂરિ ! કેવો યોગાનુયોગ ! (૪) સિદ્ધ પદ : સિદ્ધો અણાહારી હોય છે. પૂ. દેવેન્દ્રસૂરિજી મ. અણાહારી પદના, તપ પદના અત્યંત આરાધક હતા. (૫) અરિહંત પદ : પૂજ્ય કલાપૂર્ણસૂરિજી મ. અરિહંત પ્રભુના અનન્ય ભક્ત હતા, તે તો બધા જ જાણે છે. હજુ આવી બીજી પણ ખૂબી શોધી શકાય. શોધનાર પાસે દષ્ટિ જોઇએ. ઘણા સમયથી વિચાર હતો કે આ ઉપકારી પૂજય ગુરુ ભગવંતોનું માહિતીપૂર્ણ જીવન લખી એક જ પુસ્તકમાં પ્રકાશિત કરવું, પણ એ માટે સમયની અનુકૂળતા મળતી નહોતી. આ વર્ષે પૂનામાં એ અનુકૂળતા મળતાં જ તરત જ કામ હાથમાં લીધું અને પૂજયોના અનુગ્રહથી પૂર્ણ પણ થયું. આ પુસ્તકમાં પૂ. પદ્મ-જીત-કનક-દેવેન્દ્ર-કલાપૂર્ણસૂરિજી તેમજ વર્તમાન સમુદાય નાયક પૂ. ગુરુદેવ આચાર્ય શ્રી વિજય કલાપ્રભસૂરિજી મ.નું જીવન લખ્યું છે. કેટલીક અપ્રગટ માહિતી અને પ્રેરક પ્રસંગો પણ મંગલં પદ્મ-જીતાધાઃ + 6 મૂક્યા છે. વાગડ સમુદાયનાં બે શ્રમણી રત્નો સા. આણંદશ્રીજી તથા સા. જ્ઞાનશ્રીજીનું જીવન પણ આપ્યું છે. પાછળ પૂજ્ય ગુરુ ભગવંતો અંગેનું પદ્ય સાહિત્ય (સજઝાય, ઢાળીયા, સ્તુતિ, ગીત વગેરે) મૂક્યું છે. આ કાર્યમાં અનુગ્રહ દાતા પૂજય ગુરુદેવ આચાર્યદેવ શ્રીમદ્ વિજય કલાપ્રભસૂરીશ્વરજી મ. તથા પૂજય પંન્યાસજી શ્રી કલ્પતરુવિજયજી મ.ના ચરણોમાં અમે વંદન કરીએ છીએ. આ અંગેનું ઉપયોગી સાહિત્ય મોકલનાર ઉમેદ વી. મહેતા (લાકડીયા) ધન્યવાદાઈ છે. પૂ. ભદ્રકરસૂરિજી લિખિત – પૂ. દાદા શ્રી જીતવિજયજી, સાધુતાનો આદર્શ (પૂ. કનકસૂરિજીનું જીવન), પૂ.પં. કલ્પતરુવિ. લિખિત - આદર્શ વિભૂતિ (પૂ. દેવેન્દ્રસૂરિજીનું જીવન), સા. ચતુર શ્રીજી લિખિત - સા. આણંદશ્રીજીનું જીવન (દેવવંદન-માળા પુસ્તકમાં પ્રકાશિત થયેલું છે) વગેરે પુસ્તકોનો આધાર લઇને અહીં લખાણ કરવામાં આવ્યું છે. આ બધાનું કૃતજ્ઞતાપૂર્વક સ્મરણ કરીએ છીએ. ગુરુ ગુણનું વર્ણન, સ્મરણ તેમજ કથન એ પણ એક પ્રકારનો સ્વાધ્યાય જ છે, એમ શાસ્ત્રોમાં કહ્યું છે. વળી, ઉન્નત ભવિષ્યના સર્જન માટે ભૂતકાળનું અવિસ્મરણ જરૂરી છે. જે પ્રજા ભૂતકાળ ભૂલી જાય છે, તે ઉત્તમ ભવિષ્યનું નિર્માણ કરી શકતી નથી, એમ ચિંતકોએ કહ્યું છે. આથી વાચકો આ પુસ્તકની ઉપાદેયતા સમજી શકશે. પૂજય ગુરુવર્યોના ચરણોમાં વંદનાપૂર્વક આ પુસ્તક ગુરુ ભક્તોના કરકમળમાં સમર્પિત કરીએ છીએ. ૫. મુક્તિચન્દ્રવિજય પં. મુનિચન્દ્રવિજય આદિનાથ સોસાયટી, પૂના (મહારાષ્ટ્ર) વિ.સં. ૨૦૬૬, ફા.સુ. ૧૫, તા. ૨૮-૦૨-૨૦૧૦, રવિવાર કચ્છ વાગડના કર્ણધારો છે ? Page #5 -------------------------------------------------------------------------- ________________ વિષયાનુક્રમ ક્રમ વિષય (૧) મંગલ પદ્મ-જીતાડ્યાઃ .......... (૨) પૂજ્યોની જીવન ઝલક .......... (૩) પૂ. પદ્મવિજયજી મ. .......... (૪) પૂ. જીતવિજયજી મ........... (૫) પૂ. કનકસૂરિજી મ. ..... (૬) પૂ. દેવેન્દ્રસૂરિજી મ. .......... (૭) પૂ. કલાપૂર્ણસૂરિજી મ. .......... (૮) પૂ. કલાપ્રભસૂરિજી મ. ............. .................. (૯) પુ. સા. આણંદ શ્રીજી મ. ................ • • • • ••••••• (૧૦) પદ્ય-વિભાગ (સજઝાય-સ્તુતિ વગેરે) ................. ૩૩૨ (૧૧) પૂના – ગુણાનુવાદ સભા .......... ......... કચ્છ વાગડના કર્ણધારો - 8 Page #6 -------------------------------------------------------------------------- ________________ કચ્છ-વાગડ સમુદાયના આદ્ય મહાત્મા પૂજ્ય દાદા શ્રી પદ્મવિજયજી * જન્મ ભૂમિ : ભરૂડીયા (કચ્છ-વાગડ) જ જન્મ સમય : વિ.સં. ૧૮૬૬, ઇ.સ. ૧૮૧૦ સંસારી નામ : પરબતભાઇ જ માતા-પિતા : રૂપાબેન દેવસીભાઇ સત્રા (વીશા ઓસવાળ) જ શ્રીપૂજ્ય દીક્ષા : વિ.સં. ૧૮૮૩, ઇ.સ. ૧૮૨૭ શ્રીપૂજ્ય ગુરુ પરંપરા : તપાગચ્છીય પૂ. સેનસૂરિજીના શિષ્ય ઉપા. કીર્તિવિ, ઉપા. માનવિ., રંગ-લમી-હંસ-ગંગવિ. ના શિષ્ય વિવિજયજી જ સંવેગી દીક્ષા : વિ.સં. ૧૯૧૧, ઇ.સ. ૧૮૫૫ સંવેગી વડી દીક્ષા : વિ.સં. ૧૯૨૪, ઇ.સ. ૧૮૬૮ સંવેગી ગુરુ પરંપરા : તપાગચ્છીય પૂ. સેનસૂરિજીના શિષ્ય દેવસૂરિસિંહસૂરિ-સત્ય-કપૂર-ક્ષમા-જિન-ઉત્તમ-પદ્મ-રૂપ-કીર્તિ-કસ્તૂરવિજયજીના શિષ્યરત્ન પૂ.પં. શ્રી મણિવિજયજી સ્વર્ગવાસ : વિ.સં. ૧૯૩૮, વૈ.સુ.૧૧, પલાંસવા (કચ્છ-વાગડ) જ ઉત્તરાધિકારી : પૂજય દાદા શ્રી જીતવિજયજી મ. કચછ વાગડના કર્ણધારો - ૧ Page #7 -------------------------------------------------------------------------- ________________ કચ્છ-વાગડ દેશોદ્ધારક પૂજ્ય દાદા શ્રી જીતવિજયજી મહારાજ ♦ જન્મ ભૂમિ : મનફરા (કચ્છ-વાગડ) * જન્મ સમય : વિ.સં. ૧૮૯૬, ચૈત્ર સુદ-૨, ઇ.સ. ૧૮૪૦ ♦ માતા-પિતા : અવલબાઇ ઉકાભાઇ મહેતા (વીશા શ્રીમાળી) સંસારી નામ : જયમલ્લભાઇ આંખની પીડા : વિ.સં. ૧૯૦૮, ઇ.સ. ૧૮૫૨ ♦ આંખોમાં રોશની (પ્રાર્થનાનો પ્રભાવ) : વિ.સં. ૧૯૧૨, ઇ.સ. ૧૮૫૬ ચતુર્થવ્રત સ્વીકાર : પ્રાયઃ વિ.સં. ૧૯૧૫, ઇ.સ. ૧૮૫૯ દીક્ષા વિ.સં. ૧૯૨૫, વૈ.સુ.૩, ઇ.સ. ૧૮૬૯, આડીસર (કચ્છ-વાગડ) ♦ગુરુદેવ ઃ તપાગચ્છીય પૂજ્ય સત્ય-કપૂર-ક્ષમા-જિન-ઉત્તમ-પદ્મ-રૂપકીર્તિ-કસ્તૂર-મણિવિજયજીના શિષ્ય પૂ. પદ્મવિજયજી મહારાજ સ્વર્ગવાસ : વિ.સં. ૧૯૭૯ (કચ્છી સંવત્ ૧૯૮૦), અષા.વ.૬, ઇ.સ. ૧૯૨૩, પલાંસવા (કચ્છ-વાગડ) ઉત્તરાધિકારી : પૂ. દાદા શ્રી હીરવિજયજી તથા પૂજ્ય આચાર્ય શ્રી વિજયકનકસૂરીશ્વરજી મહારાજ કચ્છ વાગડના કર્ણધારો ૨ વિનયમૂર્તિ પૂજ્ય શ્રી હીરવિજયજી મહારાજ જન્મ ભૂમિ : પલાંસવા (કચ્છ-વાગડ) જન્મ સમય : વિ.સં. ૧૯૧૫ની આસપાસ સંસારી નામ : હરદાસભાઇ ઓધવજી ચંદુરા (વીશા શ્રીમાળી) દીક્ષા : વિ.સં. ૧૯૩૮, માગ.સુ.૩, ઇ.સ. ૧૮૮૧ દીક્ષા ભૂમિ : પલાંસવા (કચ્છ-વાગડ) ગુરુદેવ : પૂજ્ય દાદા શ્રી જીતવિજયજી વિશેષતા : આજીવન અખંડ ગુરુ ભક્તિ સ્વર્ગવાસ : વિ.સં. ૧૯૮૬, આસો વદ-૧૧, ઇ.સ. ૧૯૩૦, પલાંસવા (કચ્છ-વાગડ) ♦ ઉત્તરાધિકારી : પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજયકનકસૂરીશ્વરજી મ. કચ્છ વાગડના કર્ણધારો ૨ ૩ Page #8 -------------------------------------------------------------------------- ________________ વાત્સલ્ય વારિધિ પૂજ્ય દાદા શ્રી કનકસૂરીશ્વરજી મહારાજ * જન્મ ભૂમિ : પલાંસવા (કચ્છ-વાગડ) જ જન્મ સમય : વિ.સં. ૧૯૩૯,ભા.વ.૫, ઇ.સ. ૧૮૮૩ જે માતા-પિતા : નવલબેન નાનજીભાઇ ચંદુરા (વીશા શ્રીમાળી) જ સંસારી નામ : કાનજીભાઇ * માતા-પિતાનું મૃત્યુઃ ક્રમશઃ વિ.સં. ૧૯૪૭-૪૯ (ઇ.સ. ૧૮૯૧-૯૩) જ પ્રતિબોધ : પૂ.સા. આણંદશ્રીજી જ બ્રહ્મચર્યવ્રત સ્વીકાર : વિ.સં. ૧૯૫૮, ઇ.સ. ૧૯૦૨, સિદ્ધાચલ પર; આણંદશ્રીજીના મુખે દીક્ષા : વિ.સં. ૧૯૬૨, માગ.સુ.૧૫, ઇ.સ. ૧૯૦૫, ભીમાસર (કચ્છ-વાગડ) જ દીક્ષા-દાતા : પૂ. દાદા શ્રી જીતવિજયજી મહારાજ જ વડી દીક્ષા : વિ.સં. ૧૯૬૨, મહા વદ-૨, ઇ.સ. ૧૯૦૬, છાણી જ ગુરુદેવ : પૂજય જીતવિજયજી મ.ના શિષ્ય પૂ. હીરવિજયજી મ. જ દીક્ષા નામ : પૂ. કીર્તિવિજયજી જ વડી દીક્ષા નામ : પૂ. કનકવિજયજી જ ગણિ-પંન્યાસપદ:વિ.સં. ૧૯૭૬, કા.વ.૫, ઇ.સ. ૧૯૧૯, પાલીતાણા જ ઉપાધ્યાયપદ વિ.સં. ૧૯૮૫, મહાસુ.૧૧, ઇ.સ. ૧૯૨૯, ભોંયણીતીર્થ જ આચાર્ય પદ વિ.સં. ૧૯૮૯, પોષ વદ-૭, ઇ.સ. ૧૯૩૩, અમદાવાદ જ વડી દીક્ષા-પંન્યાસ-ઉપાધ્યાય-આચાર્ય પદ પ્રદાતા: પૂજ્ય આચાર્ય શ્રી વિજયસિદ્ધિસૂરીશ્વરજી મ. (પૂ. બાપજી મ.) જ સ્વર્ગવાસઃવિ.સં. ૨૦૧૯, શ્રા.વ.૪, ઇ.સ. ૧૯૬૩, ભચાઉ (કચ્છ-વાગડ) જે ઉત્તરાધિકારી પૂજ્ય આચાર્યદેવ શ્રીમવિજયદેવેન્દ્રસૂરીશ્વરજી મહારાજ કચ્છ-વાગડ-ઓસવાળ ઉદ્ધારક પૂજ્ય આચાર્ય શ્રી વિજયદેવેન્દ્રસૂરીશ્વરજી મ.સા. * જન્મ ભૂમિ : લાકડીયા (કચ્છ-વાગડ) જ જન્મ સમય : વિ.સં. ૧૯૪૮, ફા.વ.૧૨, ઇ.સ. ૧૮૯૨ જ માતા-પિતા : મૂળીબેન લીલાધરભાઇ મહેતા જ સંસારી નામ : ગોપાળજીભાઇ જ પિતાજીનો સ્વર્ગવાસ : વિ.સં. ૧૯૬૨, ઇ.સ. ૧૯૦૬ જ ચતુર્થવ્રત સ્વીકાર : વિ.સં. ૧૯૭૨, ઇ.સ. ૧૯૧૬ - દીક્ષા : વિ.સં. ૧૯૮૩, પો.વ.૬, ઇ.સ. ૧૯૨૭, લાકડીયા જે દીક્ષા પ્રદાતા તથા ગુરુદેવ : પૂજય પં. શ્રી કનકવિજયજી મ. (પૂ. કનકસૂરિજી મ.). જે દીક્ષા મુહૂર્ત પ્રદાતા : પૂજય દાદા ગુરુ શ્રી હીરવિજયજી જ વડી દીક્ષા : વિ.સં. ૧૯૮૩, ચૈત્ર વદ-૩, ઇ.સ. ૧૯૨૭, સમી જ પંન્યાસ પદવી: વિ.સં. ૨00૪, ઇ.સ. ૧૯૪૮, મહી સુ. ૫, રાધનપુર જ આચાર્ય પદ : વિ.સં. ૨૦૨૦, ઇ.સ. ૧૯૬૪, વૈ.સુ. ૧૧, કટારીયા જ સ્વર્ગવાસઃ વિ.સં. ૨૦૨૯, ઇ.સ. ૧૯૭૩, ચૈત્ર સુ. ૧૪, આધોઈ-કચ્છ જ વિશેષતા : તીવ્ર વૈરાગ્ય, તીવ્ર સ્મરણ શક્તિ, અત્યંત ક્રિયા ચુસ્તતા, બુલંદ અને મધુર અવાજ, આકર્ષક પ્રવચનો, સરળતા, પરોપકાર, ઓસવાળ ઉદ્ધાર ઇત્યાદિ. વિહાર ક્ષેત્ર : કચ્છ-વાગડ, સૌરાષ્ટ્ર, ગુજરાત, મારવાડ આદિ. જ શિષ્યો : પૂ. ઉપા. શ્રી પ્રીતિવિજયજી, પૂ. મુનિ શ્રી દર્શનવિજયજી, પૂ. મુનિ શ્રી વિવેકવિજયજી આદિ. ઉત્તરાધિકારી : પૂ.આ. શ્રી વિજયકલાપૂર્ણસૂરીશ્વરજી મહારાજ. કચ્છ વાગડના કર્ણધારો : ૪ કચ્છ વાગડના કર્ણધારો કે પ Page #9 -------------------------------------------------------------------------- ________________ જ્યોતિર્વિદ્ પૂજ્ય મુનિશ્રી કંચનવિજયજી મહારાજ • જન્મ ભૂમિ : ફલોદી (રાજ.) * જન્મ સમય : વિ.સં. ૧૯૫૬ (ઇ.સ. ૧૯૦૦)ની આસપાસ ♦ કર્મભૂમિ : મદ્રાસ (ચેન્નઇ) * સંસારી નામ : લક્ષ્મીચંદભાઇ માણેકચંદ કોચર * દીક્ષા : વિ.સં. ૧૯૯૩, વૈ.સુ.૧૦, ઇ.સ. ૧૯૩૭, ભુજ-કચ્છ ♦ દીક્ષિત પત્ની તથા સાળી : સા. નિર્મળાશ્રીજી (તારાબેન), સા. નિર્જરાશ્રીજી (કુ. આણંદી) ♦ શિષ્ય પરિવાર : પૂ.આ. શ્રી વિજયકલાપૂર્ણસૂરિજી મ., પૂ. મુનિ શ્રી કમલવિજયજી મ. ♦ સ્વર્ગવાસ : વિ.સં. ૨૦૨૮, કા.વ.૨, ઇ.સ. ૧૯૭૧, ભચાઉ-કચ્છ. કચ્છ વાગડના કર્ણધારો ૦૬ અધ્યાત્મયોગી પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજયકલાપૂર્ણસૂરીશ્વરજી * જન્મ : વિ.સં. ૧૯૮૦, ઇ.સ. ૧૯૨૪, વૈ.સુદ-૨, ફલોદી (રાજ.) * માતા : ક્ષમાબેન પાબુદાનજી લુક્કડ ♦ પિતા : પાબુદાનજી લક્ષ્મીચંદજી (લછમણલાલ શા) લુક્કડ (વીશા ઓસવાળ) ♦ગૃહસ્થી નામ : અક્ષયરાજજી ♦ બહેનો : ચંપાબાઇ તથા છોટીબાઇ * પુત્ર : (૧) જ્ઞાનચંદજી (પૂ.આ. વિજયકલાપ્રભસૂરિજી) (૨) આસકરણજી (પૂ.પં. કલ્પતરુવિજયજી) * પત્ની : રતનબેન (પૂ.સા. સુવર્ણપ્રભાશ્રીજી) ♦ સસરા : મિશ્રીમલજી (પૂ. કમલવિજયજી) * સાળા : નથમલજી (પૂ. કલહંસવિજયજી) ♦ પિતરાઇ ભત્રીજા ઃ હેમચંદભાઇ (પૂ.પં. કીર્તિચન્દ્રવિ.), હીરાભાઇ (પૂ. કીર્તિદર્શનવિ.) ♦ વ્યવસાય ભૂમિ : રાજનાંદગાંવ (છત્તીસગઢ) ♦ દીક્ષા વિ.સં. ૨૦૧૦, ઇ.સ. ૧૯૫૪, વૈ.સુદ-૧૦, ફલોદી (રાજ.) ♦ દીક્ષા દાતા : ભક્તિપ્રેમી તપસ્વી પૂ. મુનિ શ્રી રત્નાકરવિજયજી * વડી દીક્ષા : વિ.સં. ૨૦૧૧, ઇ.સ. ૧૯૫૫, વૈ. સુદ-૭, રાધનપુર (ગુજરાત) * વડી દીક્ષા દાતા : પૂ.આ. શ્રી વિ. કનકસૂરીશ્વરજી મ.સા. *દીક્ષા ગુરુ : પૂ. આચાર્ય શ્રી વિજયકનકસૂરિજી મ.સા. ♦ વડી દીક્ષા ગુરુ : પૂ. મુનિ શ્રી કંચનવિજયજી ♦ સમુદાય : તપાગચ્છીય સંવિગ્ન શાખીય કચ્છ-વાગડ સમુદાય ♦ પરંપરા : પદ્મ-જીત-હીર-કનકસૂરિ-દેવેન્દ્રસૂરિ-કંચનવિજયજી * પંન્યાસ પદઃ વિ.સં. ૨૦૨૫, ઇ.સ. ૧૯૬૯, મહા સુદ-૧૩, લોદી (રાજ.) કચ્છ વાગડના કર્ણધારો - ૭ Page #10 -------------------------------------------------------------------------- ________________ જ આચાર્ય પદ : વિ.સં. ૨૦૨૯, ઇ.સ. ૧૯૭૨, માગ .સુ.૩, ભદ્રેશ્વર તીર્થ (કચ્છ) જ પંન્યાસ-આચાર્ય પદ પ્રદાતા : પૂ.આ. શ્રી વિજયદેવેન્દ્રસૂરીશ્વરજી ઉત્તરાધિકારી : વર્તમાન પટ્ટવિભૂષક પૂ.આ.શ્રી વિ. કલાપ્રભસૂરીશ્વરજી જ ગૃહસ્થપણામાં જીવન ઘડતર : મામા શ્રી માણેકચંદભાઇ બાગમલજી ગુલેચ્છા જ દીક્ષિત અવસ્થામાં જીવન ઘડતર : પૂ. કનકસૂરિજી જ્ઞાનદાતાપૂજ્યોઃ પૂ. કનકસૂરિજી, પૂ. દેવેન્દ્રસૂરિજી, પૂ.પં. મુક્તિવિ., પૂ. રામચન્દ્રસૂરિજી, પૂ.પં. ભકરવિ., પૂ. મુક્તિચન્દ્રસૂરિજી. પૂ. તત્ત્વાનંદવિ., પૂ. ગુણરત્નસૂરિજી, પૂ. વિચક્ષણસૂરિજી, પૂ. કૈલાસસાગરસૂરિજી, પૂ. માનતુંગસૂરિજી, પૂ. જંબૂવિજયજી. સાધના ગુરુ : પૂ.પં. ભદ્રંકરવિજયજી ગણિવર જ ગૃહસ્થ અધ્યાપકો : ૫. વ્રજલાલજી, પં. અમૂલખભાઇ, પં. આણંદજીભાઇ, . હરગોવનદાસ આદિ. જીવલેણ બિમારી : વિ.સં. ૨૦૧૬, ઇ.સ. ૧૯૬૦માં ટી.બી., વિ.સં. ૨૦૪૬, ઇ. સ. ૧૯૯૦માં ગાયનો ધક્કો, વિ.સં. ૨૦૫૦માં લીવરમાં પાણી, વિ.સં. ૨૦૫૧માં સતત હેડકી. તપશ્ચર્યા : વડી દીક્ષાથી માંડીને વિ.સં. ૨૦૪૬ સુધી નિત્ય એકાસણા, વીશસ્થાનક, ૧૬-૮ ઉપવાસ, વર્ધમાન તપની ૩૪ ઓળી. જ શાસનપ્રભાવના અનેક છ'રીપાલકસંઘ, દીક્ષા, પ્રતિષ્ઠા, ઉપધાન આદિ. ચાતુર્માસ ક્યાં-કેટલા ? : ૧૯ કચ્છમાં (વાગડમાં ૯), ૮ રાજસ્થાનમાં, ૧૪ ગુજરાતમાં, ૧ મહારાષ્ટ્રમાં, ૧ મધ્યપ્રદેશમાં, ૧ છત્તીસગઢમાં, ૩ તામિલનાડુમાં, ૧ કર્ણાટકમાં. જ પ્રથમ-અંતિમ ચાતુર્માસ : ફલોદી (રાજ.), જ દીક્ષા પર્યાય : ૪૮ વર્ષ સાધના : દિવસે ભક્તિ, સ્વાધ્યાય, વ્યાખ્યાન, વાચના, હિતશિક્ષા વગેરે. રાત્રે કાયોત્સર્ગ, ધ્યાન, જાપ વગેરે. કચ્છ વાગડના કર્ણધારો + ૮ જ કાળધર્મ : વિ.સં. ૨૦૫૮, મહા સુદ-૪, શનિવાર, તા. ૧૬-૦૨ ૨૦૦૨, કેશવણા (રાજ.) જ પૂજ્યશ્રીની વિશેષ ઘટનાઓ માટે જુઓ : || કલાપૂર્ણ // સ્મૃતિગ્રંથ, ભાગ-૧-૨ જ મુખ્ય કર્મભૂમિ : કચ્છ-વાગડ જ વિહાર ક્ષેત્ર : કચ્છ-ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, મહારાષ્ટ્ર, કર્ણાટક, તામિલનાડુ, આંધ્રપ્રદેશ વગેરે... સાહિત્ય : તત્ત્વજ્ઞાન પ્રવેશિકા, તાર હો તાર પ્રભુ !, અધ્યાત્મગીતા, સર્વજ્ઞકથિત સામાયિક ધર્મ, પરમ તત્ત્વની ઉપાસના, ધ્યાનવિચાર, મિલે મન ભીતર ભગવાન, યોગસાર, કહે કલાપૂર્ણસૂરિ ભાગ-૧ થી ૪, સહજ સમાધિ વગેરે. જ વિદ્યમાન શિષ્યો-પ્રશિષ્યો : (૧) પૂ.આ.શ્રી વિજય કલાપ્રભસૂરિજી (૨) પૂ.પં. શ્રી કલ્પતરુવિજયજી (૩) પૂ.પં. શ્રી કીર્તિચન્દ્રવિજયજી (૪) પૂ.પં. શ્રી મુક્તિચન્દ્રવિજયજી (૫) પૂ.પં. શ્રી પૂર્ણચન્દ્રવિજયજી (૬) પૂ.પં. શ્રી મુનિચન્દ્રવિજયજી (૭) પૂ.પં. શ્રી કુમુદચન્દ્રવિજયજી આદિ ૭૩ સાધુ તથા ૫૪પ સાધ્વીજી ભગવંતો. (વિ.સં. ૨૦૬૬) કચ્છ વાગડના કણધારો : ૯ Page #11 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન પ્રભાવક પૂજ્ય આચાર્યશ્રી વિજયકલાપ્રભસૂરીશ્વરજી મ. જ જન્મ ભૂમિ : રાજનાંદગાંવ (છતીસગઢ) મૂળ વતન, ફલોદી, રાજ. * જન્મ સમય : વિ.સં. ૨૦OO, કા.સુ.૯, ઇ.સ. ૧૯૪૩ જ માતા-પિતા : રતનબેન અક્ષયરાજ લુકડ (વીશા ઓસવાળ) જ સંસારી નામ : જ્ઞાનચન્દ્રજી જે દીક્ષા : વિ.સં. ૨૦૧૦, વૈ.સુ.૧૦, ઇ.સ. ૧૯૫૪, ફલોદી, રાજ . જ દીક્ષા પ્રદાતા : પૂજય મુનિ શ્રી રત્નાકરવિજયજી મ. છે ગુરુદેવ : પૂજય આચાર્ય શ્રી વિજય કલાપૂર્ણસૂરીશ્વરજી મ.સા. જ લઘુબંધુ : પૂજય પં. શ્રી કલ્પતરુવિજયજી મ.સા. જ વડી દીક્ષા : વિ.સં. ૨૦૧૧, વૈ.સુ.૭, ઇ.સ. ૧૯૫૫, રાધનપુર જ વડી દીક્ષા પ્રદાતા: પૂજ્ય આચાર્યદેવ શ્રીમવિજયકનકસૂરીશ્વરજી મ.સા. ગણિ પંન્યાસ પદ : વિ.સં. ૨૦૪૬, મહા સુ. ૬, ઇ.સ. ૧૯૯૦, આધોઇ, કચ્છ-વાગડ આચાર્ય પદ : વિ.સં. ૨૦૫૬, મહા સુ.૬ , ઇ.સ. ૨૦૦, વાંકી તીર્થ, કચ્છ જ પંન્યાસ+આચાર્ય પદ-પ્રદાતા : પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજય કલાપૂર્ણસૂરીશ્વરજી મ.સા. જ શિષ્યો-પ્રશિષ્યોઃ પૂ.પં. શ્રી મુક્તિચન્દ્રવિજયજી, પૂ.પં. શ્રી મુનિચન્દ્ર વિજયજી આદિ. કલિકાલ ચંદનબાલાવતાર પૂ. સાધ્વીજી આણંદશ્રીજી જ જન્મ ભૂમિ : પલાંસવા જન્મ સમય : વિ.સં. ૧૯૧૭, ઇ.સ. ૧૮૬૧, જેઠ સુદ-૧ જ માતા-પિતા : નવલબેન મોતીચંદ માનસંગ દોશી જ સંસારી નામ : અંદરબેન જ માતાનું મૃત્યુ : વિ.સં. ૧૯૨૭, ઇ.સ. ૧૮૭૧ + ચતુર્થ વ્રત સ્વીકાર : વિ.સં. ૧૯૩૨, ઇ.સ. ૧૮૭૬ જ જ્ઞાનવૈરાગ્ય દીક્ષા દાતા : પૂજ્ય પદ્મવિજયજી મ. જ દીક્ષા : વિ.સં. ૧૯૩૮, માગ.સુ.૩, પલાંસવા - પરમ સાથી : ગંગાબેન (સા. જ્ઞાનશ્રીજી) જ ગુરુવર્યા : સરકારી ઉપાશ્રયવાળા પૂ.સા. રળીયાતશ્રીજીના શિષ્યા સા. નિધાનશ્રીજી જ શિષ્યા : સા. માણેકશ્રીજી, સા. ચંદનશ્રીજી, સા. મુનિશ્રીજી જ આગમ વાચના : પૂ. ખાન્તિવિજયજી જ પ્રતિબોધ : પૂ. કનકસૂરિજી, પૂ. ધીરવિ., પૂ. કાન્તિવિ. આદિ જ આજ્ઞાવર્તિત્વ: પૂ. પદ્મવિ., પૂ. જીતવિ., પૂ. હીરવિ., પૂ. કનકસૂરિજી જ સ્વર્ગવાસ : વિ.સં. ૧૯૯૩, ઇ.સ. ૧૯૩૭, દીવાળી, રાધનપુર * * * કચ્છ વાગડના કર્ણધારો ૨ ૧૦ કચ્છ વાગડના કર્ણધારો + ૧૧ Page #12 -------------------------------------------------------------------------- ________________ વાગડ સમુદાયના આદ્ય મહાત્મા પૂજ્ય પદ્મવિજયજી મહારાજ કચ્છ વાગડનું ભરૂડીયા ગામ ! રણના કિનારે આવેલા આ ગામને વાગડ સમુદાયનું વૃંદાવન પેદા કરનાર પૂજ્ય દાદા શ્રી પદ્મવિજયજી મહારાજની જન્મભૂમિ બનવાનું સૌભાગ્ય મળેલું છે. વિ.સં. ૧૮૬૬, ઇ.સ. ૧૮૧૦માં ઓસવાળ વંશના સત્રા ગોત્રના રૂપાબેન દેવસીભાઇને ત્યાં પરબતભાઇનો જન્મ થયેલો. આ પરબતભાઇ તે જ પૂ. પદ્મવિજયજી મહારાજ. પરબતભાઇને એક બળદ ખૂબ જ પ્રિય હતો. એક વખત વાડ કૂદવા જતાં પડી જતાં બળદ ખૂબ જ ઘવાયો. આ મરણતોલ ફટકાથી આખરે એ મૃત્યુ પામ્યો. પરબતભાઇના હૃદયમાં આ પ્રસંગે વૈરાગ્યની જ્યોત પ્રગટાવી. મનમાં સંસાર ત્યાગની પ્રબળ ભાવના પેદા થઇ. તે વખતે કચ્છ-વાગડમાં ઠેર-ઠેર શ્રીપૂજ્યોની ગાદીઓ હતી, એમનો પ્રભાવ હતો. વિ.સં. ૧૮૮૩, ઇ.સ. ૧૮૨૭ માં સત્તર વર્ષની ઉંમરે પરબતભાઇએ વિવિજયજી નામના શ્રીપૂજ્ય પાસે દીક્ષા લીધી. આ વિવિજયજી કોણ હતા ? એમની પરંપરા કઇ હતી ? એમના ગુરુ કોણ ? વગેરે ઘણી વાતો અજ્ઞાત હતી. ખૂબ જ શોધખોળના અંતે અમને તેમની ગુરુ પરંપરા આ પ્રમાણે મળી છે : અકબર પ્રતિબોધક જગદ્ગુરુ શ્રી હીરવિજયસૂરિજી-૫૮, સેનસૂરિજી-૫૯, ઉપા. કીર્તિવિ.૬૦, ઉપા. માનવિ.-૬૧, રંગવિ.-૬૨, લક્ષ્મીવિ.-૬૩, હંસવિ.-૬૪, ગંગવિજયજી-૬૫ ના શિષ્ય યતિ શ્રી રવિવિજયજી-૬૬ હતા. તેમના શિષ્ય શ્રી પદ્મવિજયજી સુધર્માસ્વામીની ૬૭મી પાટે હતા. ૧૮ વર્ષની ઉંમરે લગભગ પહેલું કે બીજું ચાતુર્માસ તેમણે (પદ્મવિજયજીએ) મુન્દ્રામાં કર્યું હતું. એ ચાતુર્માસમાં તેમણે ક્ષેત્રસમાસના અંતે પુષ્પિકામાં પોતાની ગુરુ પરંપરા ઉપર પ્રમાણે બતાવી છે. પૂ. પદ્મવિજયજી મહારાજ - ૧૨ વિ.સં. ૧૮૯૨, વૈ.સુ.૯ ના દિવસે (ઇ.સ. ૧૮૩૬) કચ્છવાગડના આડીસર ગામમાં તેમણે કર્મગ્રંથનો ટબો પોતાના હાથે લખીને પૂર્ણ કર્યો છે. ૨૬ વર્ષની ઉંમરે સ્વચ્છ અક્ષરોમાં લખાયેલો એ ટબો તેમના વિદ્યા-વ્યાસંગને બતાવે છે. યંતિ અવસ્થામાં હોવા છતાં પણ તેઓ ખૂબ જ ચારિત્રના પ્રેમી હતા. તે તેમની કારકિર્દી પરથી જણાઇ આવે છે. પલાંસવા જૈન સંઘે જુનું લાકડાનું દેરાસર તોડીને પત્થરનું સુંદર જિનાલય બનાવેલું . એ જિનાલયમાં મૂળનાયક શ્રી શાન્તિનાથ ભગવાનની પ્રતિષ્ઠા માટે (વિ.સં. ૧૯૧૦, ઇ.સ. ૧૮૫૪) શ્રી સંઘે શ્રી પદ્મવિજયજીને બોલાવ્યા હતા. બીજા અનેક યતિઓ વિદ્યમાન હોવા છતાં પલાંસવાના સંઘે તેમને બોલાવ્યા તે તેમની ચારિત્ર સંપન્નતાથી પ્રાપ્ત થયેલી લોકપ્રિયતા સૂચવે છે. એમનો અંતરાત્મા વૈરાગ્ય વાસિત હતો. શાસ્ત્ર-વિરુદ્ધ પોતાની આચરણા તેમને અંદરથી ડંખ્યા કરતી હતી. આથી જ તેમણે સાહસ કરીને વિ.સં. ૧૯૧૧, ઇ.સ. ૧૮૫૫ માં સંવેગી દીક્ષા સ્વીકારી. ૧૩ વર્ષ પછી વિ.સં. ૧૯૨૪, ઇ.સ. ૧૮૬૮ માં તેમની વડી દીક્ષા થઇ. તેમના ગુરુ બન્યા : સંવેગીશાખાના સુધર્માસ્વામીની ૭૧મી પાટે આવેલા પૂ.પં. શ્રી મણિવિજયજી. આ અરસામાં એક ઘટેલી ઘટના તેમના હૃદયની વિશાળતાને સૂચવે છે. એમના એક શિષ્યનું નામ રત્નવિજયજી હતું. ગુરુની સાથે તેમણે પણ સંવેગી શાખા સ્વીકારી હતી. એ વખતે અમદાવાદના ડેલાના ઉપાશ્રયે મુનિ શ્રી સૌભાગ્યવિજયજીનો પરિચય થયેલો. વાતચીતમાં સૌભાગ્યવિજયજીએ કહ્યું : મારે કોઇ શિષ્ય નથી. હું વૃદ્ધ થયો છું. ડેલાની આ પરંપરા કોણ સ્વીકારશે ? ત્યારે પદ્મવિજયજીએ કહ્યું : સાહેબજી ! અત્યારે તો મારી પાસે એક જ રત્નવિજયજી શિષ્ય છે, પણ જો બીજો કોઇ શિષ્ય થશે તો હું આને આપના ચરણોમાં અવશ્ય ભેટ ધરીશ. કચ્છ વાગડના કર્ણધારો - ૧૩ Page #13 -------------------------------------------------------------------------- ________________ વિ.સં. ૧૯૨૫, વૈ, સુ.૩, ઇ.સ. ૧૮૬૯ ના મનફરાના ૨૯ વર્ષીય જેમલભાઇ આડીસરમાં દીક્ષા સ્વીકારી મુનિ શ્રી પદ્મવિજયજીના બીજા શિષ્ય બન્યા. નામ પાડ્યું : મુનિ શ્રી જીતવિજયજી. વચન પ્રમાણે ઉદારહૃદયી પદ્મવિજયજીએ પોતાના પ્રથમ શિષ્ય રત્નવિજયજીને સૌભાગ્યવિજયજીના ચરણોમાં સોંપ્યા. વિ.સં. ૧૯૨૮, ઇ.સ. ૧૮૭૨ માં અમદાવાદમાં આ મુનિ શ્રી રત્નવિજયજી પંન્યાસપદવિભૂષિત બન્યા. સા. આણંદશ્રીજીની વડી દીક્ષા આ જ રત્નવિજયજીની નિશ્રામાં થયેલી. રત્નવિજયજીની તસ્વીર આજે પણ ડેલાના ઉપાશ્રયમાં છે. પૂ. પાવિના સ્વર્ગવાસ પછી પણ જીતવિ. સાથે તેમના સંબંધો રહ્યા હતા. તેમ તેમના પત્ર વ્યવહારથી જણાય છે. રત્નવિ.નો પત્ર આજે પણ સુરક્ષિત છે. આની કંઇક ઝલક બુટ્ટરાયજી મહારાજ દ્વારા લખાયેલ ‘મુહપત્તિ ચર્ચા' નામના પુસ્તકમાં પેજ નંબર-૩૨ પર વાંચવા મળે છે. પલાંસવાના વીરદાસ નામના એક કવિએ પદ્મવિજયજીનો રાસ બનાવ્યો છે. (હીરવિજયજી, આણંદશ્રીજી આદિની દીક્ષાનું મુખ્યતયાએ તેમાં વર્ણન છે.) તેમાં પણ પદ્મવિજયજીના બે શિષ્યો (જીતવિજયજી તથા રત્નવિજયજી) ગુરુની સેવા કરી રહ્યા છે, એવું વર્ણન થયેલું છે. આજે પણ એ રાસ ઉપલબ્ધ છે. શ્રી પદ્મવિજયજી નિમિત્ત-જ્યોતિષ આદિમાં પણ ખૂબ જ કુશળ હતા. લીંબડીમાંથી પડેલી એક લીંબોડીના આધારે તેમણે વરસાદની આગાહી કરેલી ને ખરેખર તે જ વખતે વરસાદ આવેલો, એમ પલાંસવાના વૃદ્ધો કહેતા હતા.. જંઘાબળ ક્ષીણ થતાં તેમણે ફતેગઢ તથા પલાંસવામાં સ્થિરતા કરી, છેલ્લા વરસો પલાંસવામાં ગાળ્યા. એ વર્ષોમાં તેમણે ૧૩ વર્ષની એક અંદરબેન નામની કન્યાને વૈરાગ્યવાસિત બનાવીને ચતુર્થવ્રત અપાવ્યું. ત્યાર પછી તેને ખૂબ જ ભણાવી. છતાં સંબંધીઓ દીક્ષા માટે રજા આપતા ન હતા. વિ.સં. ૧૯૩૭, ઇ.સ. ૧૮૮૧ માં પદ્મવિજયજીએ તેમના પૂ. પદ્મવિજયજી મહારાજ જે ૧૪ માતા-પિતાને કહ્યું : વૈરાગ્યવાસિત બનેલી આ છોકરીને હવે ક્યાં સુધી અટકાવશો ? હવે હું પણ વૃદ્ધ થયો છું. મારા જીવનકાળ દરમ્યાન આ અંદરબેનની દીક્ષા થઇ જાય તેવું ઇચ્છું છું. એના માતા-પિતાએ કહ્યું : “ગુરુદેવ ! આપ મુહૂર્ત ફરમાવો, પણ એ મુહૂર્ત આપ્યા પછી ચોમાસામાં વરસાદ થવો જોઇએ. અમારા ઘરમાં કોઇનું મૃત્યુ ન થવું જોઇએ, આબાદી પણ વધવી જોઇએ.” જયોતિર્વેતા મુનિ શ્રી પદ્મવિજયજીએ ખૂબ સૂક્ષ્મતાપૂર્વક વિ.સં. ૧૯૩૮, માગ.સુ.૩ (ઇ.સ. ૧૮૮૧)નું મુહૂર્ત આપ્યું. વૈશાખ કે જેઠ મહિનામાં આ મુહૂર્ત આપેલું. એ વર્ષે વરસાદ પડ્યો. આબાદી વધી. કોઇનું મૃત્યુ પણ ન થયું એટલે ખૂબ જ હર્ષોલ્લાસપૂર્વક પલાંસવામાં ચાર જણની દીક્ષા થઇ. હીરવિ., જીવવિ., આણંદશ્રીજી અને જ્ઞાનશ્રીજી. એ વખતે ૧૮ દિવસ ચાલેલા મહોત્સવમાં ૮૦ હજાર કોરી (કચ્છી નાણું)નો ખર્ચ થયેલો. ૮૦ ગામના સંધ આવેલા. દીક્ષાના દિવસે ૧૦ હજાર માણસ એકઠા થયેલા. ૧૮ દિવસ સુધી ત્રણેય ટાઇમ સાધર્મિક ભક્તિ ચાલી હતી. ત્યારે એક ટંકમાં ૨૧ મણ ઘીનો શિરો તૈયાર થતો - એવો ઉલ્લેખ મળે છે. આવા મહામહોત્સવના નિશ્રાદાતા પૂજય પદ્મવિજયજી હવે અત્યંત વૃદ્ધ થયા હતા. પોતાના જીવનનો અંતકાળ નજીક જોઇ રહ્યા હતા. અને ખરેખર એમ જ થયું. એ જ વર્ષે પલાંસવામાં (વિ.સં. ૧૯૩૮, ઇ.સ. ૧૮૮૨) વૈ.સુ.૧૧ ના દિવસે રાત્રિના પ્રથમ પ્રહરે અત્યંત સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા. ઘણી વાર હું એકનું એક સ્તવન વારંવાર બોલું છું. ઘણાને થશે : એકનું એક સ્તવન શા માટે ? પણ જેમ જેમ એ શબ્દો ઘૂંટાતા જય તેમ તેમ કતાનો ભાવ વધુ સ્પશતો જાય. શબ્દો કતના ભાવોના વાહક છે. - કહે કલાપૂર્ણસૂરિ-ર (પં.નં. ૬૪), તા. ૨૪-૦૩-૨000, સી.વ.૪ કચ્છ વાગડના કર્ણધારો ૧૫ Page #14 -------------------------------------------------------------------------- ________________ ત્યાગમૂર્તિ પૂજ્ય દાદા શ્રી જીતવિજયજી મહારાજ કચ્છ પ્રદેશ તેની ભૌગોલિક રચનાના કારણે વિશિષ્ટ તરી આવે છે. ચોમાસામાં તો ચારેબાજુ પાણી ઘેરાઇ જતાં એ નાનકડું બેટ બની જાય છે. ચોમાસા પછી પણ પોષથી માંડીને ફાગ.સુ.૮ સુધી જ કચ્છમાં આવી શકાતું કે કચ્છમાંથી નીકળી શકાતું. (જ્યારે રોડ-રેલવે ન્હોતા ત્યારની વાત છે.) આવા કચ્છમાં સંવિગ્ન સાધુઓનું વિચરણ ઓછું જ હોય તે સ્વાભાવિક છે. એક વખત વાગડ સમુદાયના મહાત્મા કિરણવિજયજી માણાબા (સૌરાષ્ટ્ર)થી કાનમેર-કચ્છમાં આવતા હતા. રાત રાવટીમાં રણમાં ગાળી. પણ રાત્રે સમુદ્રની ભરતીના પાણી આવતાં આખી રાત ઊભા-ઊભા વિતાવવી પડી. સવારે ગાગોદરના લોકોએ તાપણા કર્યા ત્યારે માંડ જીવ બચ્યો. કચ્છનો વિહાર આવો હતો. પ્રાચીન કાળથી કચ્છ દેશ અનેક નરરત્નોની ખાણ તરીકે ચમકતો રહ્યો છે. ચક્રવર્તી ભરતના દિગ્વિજયમાં કચ્છ દેશનો ઉલ્લેખ મળે છે. જંબુદ્રીપ પ્રજ્ઞપ્તિમાં કચ્છ દેશને આભીરોના દેશ તરીકે વર્ણવેલો છે. હમણાં ઉત્ખનન દ્વારા પ્રાપ્ત થયેલા ધોળાવીરાના અવશેષો કચ્છની અતિ પ્રાચીનતા જાહેર કરે છે. કાનમેરમાં આજે પણ કોઇ જાપાની સંસ્થા પાંચ હજાર વર્ષ પ્રાચીન નગરના ઉત્ખનન માટે વ્યસ્ત છે. આપણા જૈન શાસ્ત્રોમાં અતિ પ્રાચીનકાળમાં થયેલા શીલવાન દંપતી વિજય શેઠ અને વિજયા શેઠાણી કચ્છ દેશના જ નરરત્નો હતા. કચ્છ દેશે અનેક નરરત્નો આપેલા છે. દાનવીર જગડુ શાહ કચ્છના રત્ન હતા. ૧૫૦-૨૦૦ વર્ષ પહેલાં થયેલા નરસી નાથા, નરસી કેશવજી વગેરે પણ કચ્છના હતા. કચ્છનો પૂર્વ વિભાગ વાગડ તરીકે પ્રસિદ્ધ છે. કચ્છ-વાગડનું મનોહર મનફરા ગામ માત્ર વાડીઓથી નહિ, પણ લોકોથી પણ પૂ. દાદા શ્રી જીતવિજયજી મહારાજ ૭ ૧૬ રળિયામણું હતું. કચ્છ દેશના મનોહ૨પુરમાં તપાગચ્છાચાર્ય શ્રીવિજયપ્રભસૂરિજી (વિ.સં. ૧૬૭૭) મ.નો જન્મ થયો હતો, એવા ઉલ્લેખો ઇતિહાસમાંથી મળે છે. આ મનોહરપુર એ જ આજનું મનફરા. હજુ હમણાં સુધી બહેનો લગ્ન વગેરેના ગીતોમાં ‘આજ મારા ‘મણગર’ ગામમાં મોતીડે મેં વરસ્યા રે.’ મનોહરમાંથી અપભ્રંશ થયેલું ‘મણગર’ તે જ આજનું મનફરા. જૂના ચાતુર્માસ-આદેશ-પટ્ટકોમાં “મનરા (મનફરા)” આવો ઉલ્લેખ મળે છે. વિજયપ્રભસૂરિજીની જન્મભૂમિ-મનરામાં લહિયા કે સંપાદકોએ મુનરા અને મુનરાનું મુદ્દા કર્યું છે. પરંતુ મુન્દ્રા તો કચ્છના મહારાવ શ્રી ભોજરાજજીના સમયમાં વિ.સં. ૧૭૦૦ (ઇ.સ. ૧૬૪૪)માં વર્ધમાન શેઠે વસાવ્યું છે. જ્યારે વિજયપ્રભસૂરિજીનો જન્મ તો વિ.સં. ૧૬૭૭માં થયેલો છે. મનફરા વિ.સં. ૧૬૦૭ (ઇ.સ. ૧૫૫૧)માં વસેલું છે. એમ મનફરાના રત્ન ઇતિહાસ રસિક પૂ.આ. શ્રી વિજયઅરવિંદસૂરિજીએ શોધી કાઢ્યું છે. આવા મનફરાની પુણ્યભૂમિ પર વિ.સં. ૧૮૯૬, શૈ.સુ.૨ ના એક તેજસ્વી મહાપુરુષનો જન્મ થયો. માતા અવલબાઇ અને પિતા ઉકાભાઇ મહેતા (વીશા શ્રીમાળી)ના આ લાડકવાયાનું નામ ‘જેમલ’ પાડવામાં આવેલું. (તપઃપરાયણ માતા અવલબાઇએ માત્ર બાજરીના રોટલા અને પાણી દ્વારા ૯૨ આયંબિલ કરેલા. તે જમાનામાં આયંબિલખાતા ન્હોતા.) ૧૨ વર્ષની ઉંમરે જેમલના જીવનમાં એવી ઘટના ઘટી કે જેથી તેની સંપૂર્ણ જીવન દિશા જ બદલાઇ ગઇ. આંખોમાં ભયંકર પીડા થવા માંડી. ધીરે ધીરે જોવાનું બંધ થવા લાગ્યું. વૈદ્યો વગેરેના ઘણા ઉપચારો કરવા છતાં જે બનવાનું હતું તે બની જ ગયું. ૧૬ વર્ષની ઉંમરે જેમલને પૂર્ણરૂપે અંધાપો આવી ગયો. દેખાવમાં આંખના ડોળા બરાબર લાગે, પણ અંદરની દૃષ્ટિ ગાયબ ! જેમલ દુ:ખી-દુઃખી થઇ ગયો, પણ તે નિર્મળ બુદ્ધિવાળો હતો. તેણે વિચાર્યું : રચે શું વળે ? મારા કરેલા કર્મો મારે જ ભોગવવાના છે. મેં જ પૂર્વ જન્મમાં કોઇકની આંખ ફોડી હશે. એનું જ આ ફળ છે. કર્મસત્તાએ ભલે મારી આંખોમાંથી રોશની લઇ લીધી, મારા હૃદયમાં કચ્છ વાગડના કર્ણધારો - ૧૭ Page #15 -------------------------------------------------------------------------- ________________ વિવેકની રોશની અકબંધ છે. કર્મસત્તામાં તાકાત છે તો ધર્મસત્તા કંઇ કમ નથી. કર્મસત્તાને હંફાવવા ધર્મસત્તાનું જ શરણું લેવું પડે. ધર્મસત્તાના માલિક ભગવાન છે. જે શાન્તિનાથ ભગવાનના દર્શન-પૂજન વગેરે હું બાળપણથી કરતો આવ્યો છું, તેમની પાસે હું ભાવથી પ્રાર્થના કરું. શાસ્ત્રોમાં લખ્યું છે કે અરિહંત પ્રભુની ભક્તિથી પૂર્વ સંચિત પાપકર્મનો ક્ષય થાય છે. (ત્તર fનવરિંદ્રાને વિનંતિ પુષ્યસંવિના HI ) જેમલે ભાવપૂર્વક મનફરામાં બિરાજમાન શાન્તિનાથ ભગવાન પાસે પ્રાર્થના કરી : “હે પ્રભુ ! જો મારી આંખોમાં રોશની આવે તો મારે દીક્ષા સ્વીકારવી.” પ્રભુ પ્રાર્થનાના અનન્ય પ્રભાવે જેમલ દેખતો થયો, ને પોતાના સંકલ્પ મુજબ વિ.સં. ૧૯૨૫, વૈ.સ.૩ ના કચ્છના આડીસર ગામમાં પૂ. ગુરુદેવ શ્રી પદ્મવિજયજી મ.ની પાસે દીક્ષા સ્વીકારી. દીક્ષા વખતે જેમની ઉંમર ૨૯ વર્ષની હતી. કદાચ ગુરુને શોધતાંશોધતાં આટલો વખત નીકળી ગયો હશે ! મા-બાપ તરફથી જલ્દી રજા પણ નહિ મળી હોય. તે વખતે કચ્છમાં સંવેગી સાધુઓનું વિચરણ અલ્પ પ્રમાણમાં હતું. વળી, કરચ્છની ભૌગોલિક સ્થિતિ પણ એવી હતી કે જલ્દી સાધુઓ આવી પણ ન શકે. પોષ મહિનાથી ફાગણ સુદ-૮ સુધી જ કચ્છમાં આવી શકાતું કે કચ્છથી બહાર નીકળી શકાતું. આવા કચ્છમાં સંવેગી સાધુઓ જલ્દી શી રીતે આવી શકે ? પૂ. જીતવિ.મ.ની જ્યાં દીક્ષા થયેલી ત્યાં રાયણનું સૂકું વૃક્ષ નવપલ્લવિત બન્યું ને જે કૂવામાંથી સ્નાન કરેલું તેનું ખારું પાણી મીઠું થઇ ગયું. આડીસર ગામ રણના કિનારે જ છે. ત્યાં કૂવામાં ખારાં પાણી હોય તે સ્વાભાવિક જ છે. હમણાં આડીસર ગયેલા ત્યારે ત્યાંના વાડીલાલભાઇ, વર્ધીભાઇ વગેરેને પૂછેલું કે પૂ. જીતવિજયજી મ.ની દીક્ષા થઇ તે ખેતર કર્યું ? ઘણી તપાસના અંતે તેમણે તે ખેતર શોધી કાઢેલું ને સાથે-સાથે એ પણ શોધી કાઢયું કે ત્યાં ૯૦ વર્ષ પહેલાં રાયણની વાડી હતી, એમ ખેતરના વૃદ્ધ માલિકે કહેલું, એમ પણ તેમણે અમને જણાવ્યું. અસ્તુ. પૂ. દાદા શ્રી જીતવિજયજી મહારાજ • ૧૮ પૂ. જીતવિજયજી આજીવન ગુરુચરણ સેવી રહ્યા હશે, એમ તેમનું જીવન વાંચતાં સ્પષ્ટ લાગે છે. અખંડ ગુરુ સેવાના કારણે ગુરુદેવના ઉત્કૃષ્ટ આશીર્વાદ પ્રાપ્ત કર્યા હશે ને તેથી જ ઉત્કૃષ્ટ પુણ્ય-વૈભવ સર્જાયો હશે ! ફતેગઢમાં વિ.સં. ૧૯૩૫ના જૂના ચોપડામાં અમે પૂ. જીતવિજયજી મ. દ્વારા વિરચિત સ્તવન જોયું : ‘ઋષભ જિનેશ્વર સ્વામી રે... અરજી માહરી’ (ચોપડામાં શાન્તિનાથજીનું નામ હતું. કારણ કે ત્યાંના મૂળનાયક શાન્તિનાથજી હતા.) આથી લાગે છે કે સંયમના શૈશવકાળમાં જ આ સ્તવન તેમણે રચેલું હશે ! પ્રભુ તરફની ગાઢ આસ્થા તેમને બચપણમાં જ મળી હતી અને દીક્ષા પછી પ્રભુ ભક્તિના સંસ્કારો અતિ દેઢ બનાવ્યા હશે ! વિ.સં. ૧૯૩૮, માગ સુ. ૩ ના પલાંસવામાં હરદાસભાઇ, જો ઇતારામ, અંદરબેન અને ગંગાબા આ ચારની અત્યંત જાહોજલાલીપૂર્વક પૂ. પદ્મવિ.મ.ની નિશ્રામાં દીક્ષા થયેલી. શ્રીસંઘે ત્યારે ૮૦ હજાર કોરી (કચ્છી નાણું) ખર્ચેલી. ચારના ક્રમશઃ હીરવિ., જીવવિ., આણંદશ્રીજી તથા જ્ઞાનશ્રીજી એમ નામ પડેલા. ત્યારે પૂ. પદ્મવિ. અતિ વૃદ્ધ હતા. એટલે બીજું બધું સંચાલન પૂ. જીતવિ. એ જ કર્યું હશે, એમ માની શકાય. આ પ્રસંગે પધારવા ગુરુભાઇ રત્નવિજયજીને પલાંસવા સંઘે લખેલો વિજ્ઞપ્તિ પત્ર (જેમાં અંદરબેન તથા ગંગાબેનની પણ સહી છે) આજે પણ પલાંસવાના ભંડારમાં વિદ્યમાન છે. દીક્ષાની એ જાહોજલાલીનું વર્ણન પલાંસવાના વીરદાસ નામના કોઇ કવિએ પોતાની કૃતિમાં કરેલું છે. એમાં પવિ.મ.નું વર્ણન કરતાં લખ્યું છે કે જેમને જીતવિ. તથા રત્નવિ નામના બે શિષ્યો સેવા કરે છે ! આથી એમ જણાય છે કે પૂ. રત્નવિ. દીક્ષા પ્રસંગે પધાર્યા હશે ! વળી, એ વર્ષનું રત્નવિ.નું ચાતુર્માસ સાંતલપુર હતું. એ જ વર્ષે (વિ.સં. ૧૯૩૮) વૈ.સુ.૧૧ ની સાંજે પૂ. પદ્મવિ.નો સ્વર્ગવાસ થયો. એ પછી પૂ. જીતવિ.મ.નો દરેક પ્રસંગે પ્રસંગે પૂ. રત્નવિ. સાથે સંપર્ક ચાલુ હશે. કેટલાક સચવાયેલા પત્રો એ વાતની સાખ પૂરે છે. પૂ. પદ્મવિ.મ.ના સ્વર્ગવાસ પછી એમના અગ્નિસંસ્કાર વખતે વિવાદ થયેલો, જૈન સંઘે જે જગ્યા અગ્નિસંસ્કાર માટે નક્કી કરી એ કેટલાક કચ્છ વાગડના કર્ણધારો + ૧૯ Page #16 -------------------------------------------------------------------------- ________________ જૈન વિરોધી તત્ત્વોને પસંદ ન પડી. તેમણે ઠાકોરને કાન ભંભેરણી કરી કે— ગામમાં ક્યારેય બે સ્મશાન ન હોય. ઠાકોરના મગજમાં આ વાત બેસી ગઇ. આથી શ્રીસંઘે ચતુરાઇ વાપરી. જાહેર પાલખીમાં માત્ર રૂ ભરી તેને મૃતદેહનો આકાર આપી - બધા લોકો સાથે સ્મશાનમાં અગ્નિદાહ આપ્યો ને આ બાજુ તક જોઇ મૃતદેહને નક્કી કરેલા સ્થળે જઇને ગુપ્ત રીતે અગ્નિદાહ આપ્યો. ઠાકોર હાથ ઘસતા રહી ગયા. પછી સંઘે ઠાકોરને પણ રાજી કરી દીધા. આજે પણ પલાંસવામાં એ સ્થાને પૂ. પદ્મવિ. આદિની ચરણ પાદુકાઓ છે. પલાંસવાના વૃદ્ધો પાસેથી આ સાંભળેલું છે. પૂ. જીતવિ. એ પોતાના ગુરુ મ.ની ચિરવિદાય પછી ગુજરાતકચ્છ સિવાય મેવાડ-મારવાડ આદિ પ્રદેશોમાં પણ વિચરણ કર્યું. સોજતપાલી વગેરે સ્થાને ચાતુર્માસ કર્યા. સિંધમાં પણ તેમણે વિચરણ કરેલું છે. કારણ કે એમણે પ્રતિબોધ આપેલા કેટલાક કુટુંબોને એમણે વીશા શ્રીમાળી તપાગચ્છની પરંપરામાં સમ્મિલિત કર્યા. વાગડના બેલા ગામમાં વસતા આ પરિવાર આજકાલ સતના (એમ.પી.)માં રહે છે. તેઓ કહે છે કે અમારા વડવાઓને પૂજ્ય જીતવિજયજીએ પ્રતિબોધ આપ્યો છે. વિ.સં. ૧૯૫૫માં વાવ ચાતુર્માસમાં સંવત્સરીના દિવસે પ્રતિક્રમણ સમયે આખું આકાશ વાદળાઓથી ઘેરાઇ ગયેલું હતું. હમણાં જ વરસાદ તૂટી પડશે, એમ સૌને લાગતું હતું. પ્રતિક્રમણ માટે ઉપાશ્રય નાનો પડતાં બહાર મંડપ બાંધેલો હતો. પૂજ્યશ્રીએ કહ્યું : ‘ચિંતા ન કરો, બધું સારું થશે.' ખરેખર તેમ જ થયું. પ્રતિક્રમણ સુધી વરસાદ ન આવ્યો, પણ પુરું થતાં જ વરસાદ ધોધમાર તૂટી પડ્યો. પૂજ્યશ્રીની આવી વચન લબ્ધિ જોઇ બધા શ્રાવકો પૂજ્યશ્રીના ચરણે ઝૂકી પડ્યા. આજે પણ વાવના વૃદ્ધ શ્રાવકો પરંપરાનુસાર સાંભળેલી આ વાત વાગોળતા રહે છે. વિ.સં. ૧૯૫૬માં પૂજ્યશ્રીનું ચાતુર્માસ સૂઇગામમાં હતું. ચાતુર્માસના પ્રારંભમાં રાત્રે આકાશ તરફ મીટ માંડતા એમના મુખમાંથી શબ્દો સરી પડ્યા : હવે તો એવા દિવસો આવશે કે જેની પાસે ધાન હશે તેની પાસે ધન હશે. બાજુમાં સૂતેલા પોપટલાલ નેણસીએ આ વાત પૂ. દાદા શ્રી જીતવિજયજી મહારાજ • ૨૦ સાંભળી લીધી ને ધાન્યનો મોટો જથ્થો એકઠો કર્યો ને ખરેખર દુકાળ (છપ્પનિયો દુકાળ) પડતાં તેમણે ૧૨ લાખની કમાણી કરેલી. આજે પણ એમના વંશજો સુરતમાં વસે છે ને કૃતજ્ઞભાવે પૂજ્યશ્રીને યાદ કરે છે. જો ખરેખર એ ધાનનું એમણે દાન કર્યું હોત તો તેઓ ‘જગડુ શાહ’ બની જાત, પણ બધાના આટલા ભાગ્ય ક્યાંથી ? પણ, આનાથી પૂજ્યશ્રીની વચન-સિદ્ધિ અને જ્ઞાનશક્તિના દર્શન અવશ્ય થાય છે. એક વખત પૂજ્યશ્રી કચ્છ-આંબરડી ગામમાં પધાર્યા. દૈનિક પ્રવચનોમાં એક દિવસ ગુલાબચંદ ઝોટા ન દેખાતાં બીજા દિવસે તેમને કારણ પૂછ્યું. ગુલાબચંદભાઇએ કહ્યું : “પગની તકલીફ હોવાથી લાકડાની ઘોડી વિના હું ચાલી શકતો નથી. ગઇ કાલે ઘોડી તૂટી ગયેલી. એના કારણે હું ન આવી શક્યો.” “ઘોડીની ગુલામીમાંથી છુટવું છે ?” ‘હાજી’ ‘તો એક કામ કર. હમણાં જ નવકારની પાંચ માળા ગણ.’ ‘તત્તિ’ કહીને ગુલાબચંદભાઇએ ઊભાં-ઊભાં માળા ગણવાનું શરૂ કર્યું. પાંચમી માળા અર્ધી થતાં જ ઘોડી પડી ગઇ ને પછી જીવનભર વગર ઘોડીએ ચાલવા લાગ્યા. આંબરડીના વૃદ્ધો આ વાત સારી પેઠે જાણે છે. પ્રાયઃ વિ.સં. ૧૯૫૭માં રાધનપુરમાં ભોગીલાલભાઇની દીક્ષા હતી. દીક્ષા દાતા પૂજ્ય જીતવિજયજી હતા. ભોગીલાલભાઇ નગરશેઠના પુત્ર હતા. એમના દીક્ષા પ્રસંગે રાધનપુરના નવાબ હાજર રહેલા તથા શાહી વાજીંત્રો દરેક પ્રસંગમાં વપરાયેલા. આ ભોગીલાલભાઇ તે જ ભક્તિવિજયજી ને આગળ જતાં તે પૂ. ભદ્રસૂરિજી તરીકે પ્રસિદ્ધ થયા.તેઓ પૂ. સિદ્ધિસૂરિજી મ.ના પ્રશિષ્ય હતા. વિ.સં. ૧૯૬૯માં પૂજ્યશ્રીનું મુન્દ્રામાં ચાતુર્માસ હતું. ત્યારે આઠ કોટી મોટી પક્ષના આચાર્ય શ્રી કર્મસિંહજીનું પણ ત્યાં જ ચાતુર્માસ હતું. એ વખતે એમના હૃદયમાં છેલ્લી જીંદગી સુધારી લેવા અનશનની તીવ્ર ભાવના હતી, પણ શિષ્યો કોઇ પણ રીતે રજા આપતા ન્હોતા. આખરે કચ્છ વાગડના કર્ણધારો - ૨૧ Page #17 -------------------------------------------------------------------------- ________________ આ. કર્મસિંહજી એ તેમને કહ્યું : “દાદા શ્રી જીતવિજયજી અતિ પવિત્ર અને અતિ પ્રસિદ્ધ મહાત્મા અહીં વિદ્યમાન છે, તેઓ જો કહે તો તો રજા આપશો ને ?’ ‘હા જી.' બધા શિષ્યોએ એકી સાથે આનંદપૂર્વક જવાબ આપ્યો : “એમના જેવા મહાપુરુષો હા પાડે પછી ના પાડનાર અમે કોણ ?” આખરે પૂ. જીતવિજયજી મ.ની હી આવતાં આ. કર્મસિંહજીએ અનશન સ્વીકાર્યું. નિર્ધામણા કરાવવા દરરોજ પૂ. દાદાશ્રી ત્યાં જતા. અન્ય સંપ્રદાયના સાધુઓમાં પણ પૂજયશ્રીનું કેટલું આદરણીય નામ ? આજે પણ આ. કર્મસિંહજીના ગુણાનુવાદ પ્રસંગે આઠ કોટિ મોટી પક્ષ (સ્થાનકવાસી)માં પૂજયશ્રીનો નામોલ્લેખ બહુમાનપૂર્વક થાય છે. વિ.સં. ૧૯૭૬માં પૂજ્યશ્રી પોતાની જન્મભૂમિ મનફરામાં પધારેલા. ત્યાં દર વર્ષે દશેરાના દિવસે પીર બાવા (મનફરામાં પીરબાવાનું રાજય ચાલતું. મનફરાની સ્થાપનાથી માંડી આઝાદી સુધી ૧૭ પીર બાવા થયા છે.) જાગીરમાં ભૈરવના મંદિરમાં પાડાનું બલિદાન આપતા. વર્ષોની આ પરંપરા હતી. પૂજ્યશ્રીની કરૂણામય ઉપદેશ ધારાથી પીર બાવાનું હૃદય બદલાયું ને એ બલિદાનની કુપ્રથાને કાયમ માટે તિલાંજલિ આપી. એ જ રીતે કાનમેરમાં પ્રાણીના બલિદાનની પ્રથા પૂજ્યશ્રીના ઉપદેશથી અટકી. પૂજયશ્રી વૃદ્ધાવસ્થાના છેલ્લા વર્ષોમાં પલાંસવામાં સ્થિરવાસ રહેલા હતા. એક વખત બહિર્ભમિએ ગયેલા હતા. ત્યાં કોઇએ સમાચાર આપ્યા કે આડીસરમાં વાલજીભાઇ અંતિમ અવસ્થામાં છે. આપને યાદ કરે છે કે પૂજ્ય ગુરુદેવ નિર્ધામણા કરાવવા આવે તો સારું ! ઉપાશ્રયમાં ગયા વગર ત્યાંથી જ સીધા પૂજયશ્રી આડીસર પહોંચ્યા. વાલજીભાઇને અંતિમ નિર્ધામણા કરાવી. વાલજીભાઇએ સમાધિપૂર્વક દેહનો ત્યાગ કર્યો. (આ વાલજીભાઇના પ્રપૌત્ર આજે મુનિ શ્રી અનંતયશવિ. તરીકે સુંદર સંયમ જીવન પાળી રહ્યા છે.) પૂજયશ્રી માનતા કે બીજાને સમાધિ આપીએ તો જ આપણને સમાધિ મળે. પૂજયશ્રી પરમ ક્રિયારુચિ, પ્રભુ ભક્ત અને પરમ તપસ્વી હતા. દીક્ષાના જીવનથી માંડી છેલ્લે સુધી એકાસણા કર્યા હતા. મહિનામાં ૧૦ પૂ. દાદા શ્રી જીતવિજયજી મહારાજ જે ૨૨ તિથિ ઉપવાસ કરતા. છેલ્લે વૃદ્ધાવસ્થામાં છ તિથિ ઉપવાસ કરતા. મુહપત્તિના ઉપયોગપૂર્વક બોલતા. બીજાને પણ તે રીતે બોલવા પ્રેરણા આપતા. ચાલતી વખતે ઇર્યાસમિતિના પાલનપૂર્વક નીચું જોઈને ચાલતા. તેઓ અવારનવાર કહેતા નીચી નજરે ચાલતાં, ત્રણ ગુણ મોટા થાય; કાંટો ટળે, દયા પળે, પગ પણ નવિ ખરડાય. પૂજયશ્રી જ્યાં જતા ત્યાં સૌને પ્રિય બની જતા. અનાયાસે જ એમનો ભક્ત વર્ગ તૈયાર થઇ જતો. પૂજયશ્રી પોતાની પાસે ભણવા આવનાર મુમુક્ષુઓને સંયમની ઉત્કૃષ્ટ તાલીમ આપતા હતા. પોતે તો મુહપત્તિનો ઉપયોગ રાખીને બોલતા, પણ મુમુક્ષુઓને પણ આવી જ તાલીમ આપતા હતા. વિ.સં. ૧૯૬ ૧માં પૂજયશ્રીનું ચાતુર્માસ આડીસરમાં હતું. જ્યારે એમના શિષ્ય પૂ. ધીરવિજયજી મ.નું ચાતુર્માસ ભુજમાં હતું. સા. આણંદશ્રીજી પણ ભુજમાં હતા. ત્યારે પૂ. ધીરવિજયજી મ.એ આડીસર - પોતાના ગુરુદેવ પર લખેલો એક પત્ર મળી આવ્યો છે. જેમાં લખે છે કે- “ડુંગરશી અને કાનજી બરાબર અભ્યાસ કરી રહ્યા છે. અત્યારે ૧૦મો ગણ ચાલે છે. તેઓ મુહપત્તિ વગર બોલે છે, એવું કોણે કહ્યું ?” મુમુક્ષુઓને તેઓ કેવી તાલીમ આપતા હતા, તે આના પરથી જણાય છે. આ કાનજી તે જ આપણા ઉપકારી પૂ. કનકસૂરિજી મ.બન્યા. વિ.સં. ૧૯૬૨, માગ.સુ.૧૫, ઇ.સ. ૧૯૦૫ ના ડુંગરશી તથા કાનજીની ભીમાસર મુકામે દીક્ષા થઇ હતી. પલાંસવા તથા ફતેગઢની પણ પોતાને ત્યાં દીક્ષા કરાવવાની ખૂબ જ વિનંતી હતી. ત્યારે પૂજયશ્રીએ વચલો માર્ગ કાઢયો : સંતાન પલાસવાના, ખર્ચ ફતેગઢનો પણ ભૂમિ ભીમાસરની ! ત્રણેય સંઘ ખુશ ખુશ થઇ ગયા. ‘ઉપાયે સતિ સૂર્તવ્ય, સર્વેષો વિત્તરનમ્ I’ તે આનું નામ ! કાનજીભાઇનું નામ કીર્તિવિજયજી (વડી દીક્ષામાં કનકવિજયજી) પાડ્યું ને વડી દીક્ષા તથા અભ્યાસ વગેરે માટે તેમને પૂ.આ. શ્રી કચ્છ વાગડના કર્ણધારો + ૨૩ Page #18 -------------------------------------------------------------------------- ________________ પૂજ્ય દાદા શ્રી જીતવિજયજી ચાતુર્માસ સૂચિ વિજયસિદ્ધિસુરીશ્વરજી (ત્યારે પં.મ.) પાસે મોકલ્યા. વિ.સં. ૧૯૭૧, ઇ.સ. ૧૯૧૫માં કનેકવિજયજી મ.ને પૂ. સાગરાનંદસૂરિજી મ. ની પાટણમાં ચાલતી આગમ વાચનામાં મૂકેલા. ત્યાં ચાતુર્માસ પૂ. સાગરજી મ.ની નિશ્રામાં કરેલું. પોતાના શિષ્ય જ્ઞાન-ચારિત્ર વગેરેમાં આગળ વધે તે માટે તેઓ સતત ઉઘત રહેતા હતા. પંન્યાસ પદ વગેરેની વાત પોતાની પાસે કેટલીયે વાર આવેલી, પણ પૂજ્યશ્રી તદ્દન નિઃસ્પૃહ જ રહ્યા. પોતે એ પદવી ન લેતાં પોતાના પ્રશિષ્ય કનકવિજયજી મ.ને પૂ. સિદ્ધિસૂરિજી મ. પાસેથી પંન્યાસ પદવી અપાવી. વિ.સં. ૧૯૭૬, ઇ.સ. ૧૯૨૦ માં પંન્યાસ પદથી વિભૂષિત થયેલા પોતાના શિષ્યના સામૈયામાં પણ પૂજયશ્રી ઉપસ્થિત રહ્યા હતા. તે તેમનો શિષ્ય પ્રત્યેનો અથાગ વાત્સલ્યભાવ જણાવે છે. આવા અનેક ગુણોના ભંડાર પૂજયશ્રી વિ.સં. ૧૯૭૯ (કચ્છી સંવતું ૧૯૮૦) (ઇ.સ. ૧૯૨૩)ના પલાંસવાની પુણ્ય ભૂમિ પર અષા.વ.૬ ની વહેલી સવારે સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા. સવારે પ્રતિક્રમણમાં સકલ તીર્થ ચાલતું હતું ત્યારે ‘સિદ્ધ અનંત નમું નિશ-દિશ’ એ પંક્તિ આવતાં શ્વાસ રૂંધાયો. સિદ્ધ ભગવંતોના ધ્યાનમાં જ એમણે પોતાનો દેહ છોડ્યો. પૂજયશ્રીના પાર્થિવ દેહનું જ્યારે સ્નાન કરાવવામાં આવ્યું ત્યારે એક પણ ટીપું બહાર પાડ્યું હોતું. એમના વાળ વગેરે વસ્તુઓ લેવા માટે પડાપડી થઇ હતી. એ પાર્થિવ દેહનો ફોટો પાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો, પણ પડી શક્યો નહિ, એમ વૃદ્ધો (નારણભાઇ વગેરે) કહેતા હતા. જ્યાં પૂ. પદ્મવિ.મ.નો અગ્નિ સંસ્કાર થયેલો એ જ સ્થાને પૂજ્યશ્રીનો અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યો. શ્રીસંઘે ત્યાં પધરાવેલી ચરણ પાદુકા આજે પણ વિદ્યમાન છે. | વિ.સં. | ઇ.સ. | ગામ - તે વર્ષની મુખ્ય ઘટનાઓ | ૧૯૨૫ | ૧૮૬૯ | ભીમાસર (કૂવાનું પાણી મીઠું, રાયણ વૃક્ષ નવપલ્લવિત) ૧૯૨૬ ૧૮૭૦ પલાંસવા ૧૯૨૭ ૧૮૭૧ અમદાવાદ ૧૯૨૮ ૧૮૭૨ જામનગર ૧૯૨૯ ૧૮૭૩ અમદાવાદ ૧૯૩૦ ૧૮૭૪ | ધાનેરા ૧૯૩૧ ૧૮૭૫ | રાધનપુર (પુણ્યવિ. નિધાનશ્રીજી દીક્ષા) | ૧૯૩૨ ૧૮૭૬ પલાંસવા (અંદરબેન, ગંગાબેનને ચોથું વ્રત) | ૧૯૩૩ | ૧૮૭૭ | ફતેહગઢ ૧૯૩૪ | ૧૮૭૮ | પલાંસવા ૧૯૩૫ ૧૮૭૯ પલાંસવા ૧૯૩૬ ] ૧૮૮0 | પલાંસવા ૧૯૩૭ ૧૮૮૧ | પલાંસવા ૧૯૩૮ ૧૮૮૨ પલાંસવા (હીરવિ., જીવવિ., આણંદશ્રીજી, જ્ઞાનશ્રીજીની દીક્ષા) (પૂ. ગુરુદેવશ્રી પદ્મવિ.નો સ્વર્ગવાસ) ૧૯૩૯ | ૧૮૮૩ | રાધનપુર ૧૯૪૦ | ૧૮૮૪ | અમદાવાદ ૧૯૪૧ ૧૮૮૫. ઉદયપુર (કેશરીયાજી યાત્રા) | ૧૯૪૨ | ૧૮૮૬ | સોજત ૧૯૪૩ | ૧૮૮૭ | પાલી | ૧૯૪૪ | ૧૮૮૮ | ડીસા હું કદી વશીકરણ કરતો નથી. પન્ન એટલું જાણું છું કે પ્રેમ આપો તો પ્રેમ મળે. - કહે કલાપૂર્ણસૂરિ પૂ. દાદા શ્રી જીતવિજયજી મહારાજ - ૨૪ કચ્છ વાગડના કર્ણધારો ૨૫ Page #19 -------------------------------------------------------------------------- ________________ વિ.સં. | ઇ.સ. | ગામ - તે વર્ષની મુખ્ય ઘટનાઓ ૧૯૭૦ | ૧૯૧૪ | ફતેહગઢ (ઉપધાન). ૧૯૭૧ ૧૯૧૫ | ફતેહગઢ (સિદ્ધાચલ સંઘ, નિશ્રા : હીરવિ.) ૧૯૭૨ ૧૯૧૬ | ફતેહગઢ (વિવેકશ્રી દીક્ષા) ૧૯૭૩ ૧૯૧૭ | | ફતેહગઢ ૧૯૭૪ ૧૯૧૮ ફતેહગઢ ૧૯૭૫ ૧૯૧૯ પલાંસવા (કીડીયાનગર, જિનાલય પ્રતિષ્ઠા) ૧૯૭૬ ૧૯૨૦ પલાંસવા (મનફરામાં અમારિ પ્રવર્તન, પાડાનો વધ બંધ કરાવ્યો) ૧૯૭૭ ૧૯૨૧ પલાંસવા | ૧૯૩૮ | ૧૯૨૨ | પલાંસવા | ૧૯૭૯ | ૧૯૨૩ | પલાંસવા (અષા.વ.૬ ની સવારે દેહત્યાગ) વિ.સં. | ઇ.સ. | ગામ - તે વર્ષની મુખ્ય ઘટનાઓ | ૧૯૪૫ | ૧૮૮૯ | પાલનપુર ૧૯૪૬ | ૧૮૯૦ | પલાંસવા ૧૯૪૭ | ૧૮૯૧ | પાલીતાણા ૧૯૪૮ | ૧૮૯૨ | દાઠા ૧૯૪૯ ૧૮૯૩ લીંબડી (વીરવિ. દીક્ષા) ૧૯૫૦ ૧૮૯૪ અમદાવાદ ૧૯૫૧ ૧૮૯૫ | અમદાવાદ ૧૯૫૨ ૧૮૯૬ અમદાવાદ ૧૯૫૩ ૧૮૯૭ | બીજાપુર (માણેકશ્રીજી દીક્ષા) ૧૯૫૪ ૧૮૯૮ | ડીસા ૧૯૫૫. ૧૮૯૯ | વાવ ૧૯૫૬ ૧૯OO સૂઇગામ (ધીરવિ. દીક્ષા, ચાતુર્માસ પૂર્વે દુષ્કાળની ગૂઢવાણી રૂપે આગાહી) | ૧૯૫૭ | ૧૯૦૧ | રાધનપુર ૧૯૫૮ ૧૯૦૨ ડીસા ૧૯૫૯ ૧૯૦૩ | ભાભર ૧૯૬૦ ૧૯૦૪ | સાંતલપુર ૧૯૬૧ ૧૯૦૫ | આડીસર ૧૯૬૨ ૧૯૦૬ | લાકડીયા (કનકસૂરિ - હર્ષવિ. - દીક્ષા) ૧૯૬૩ ૧૯૦૭ અંજાર ૧૯૬૪ ૧૯૦૮ | રાયણ ૧૯૬૫ ૧૯૦૯ માંડવી ૧૯૬૬ ૧૯૧૦ ભુજ (મનફરા જિનાલય પ્રતિષ્ઠા) ૧૯૬૭ ૧૯૧૧ | વાંઢીયા ૧૯૬૮ | ૧૯૧૨ | બીદડા (મુક્તિશ્રી - ચતુરશ્રી - દીક્ષા) ૧૯૬૯ ૧૯૧૩ | મુન્દ્રા પૂ. દાદા શ્રી જીતવિજયજી મહારાજ - ૨૬ કચ્છ વાગડના કર્ણધારો ૨૭ Page #20 -------------------------------------------------------------------------- ________________ પૂ. દાદા શ્રી જીતવિજયજી મહારાજ - ૨૮ પૂજ્યપાદ દાદા શ્રી જીતવિજયજી મહારાજના શિષ્ય પ્રશિષ્યાદિ નામ સંસારી નામ ગામ | દીક્ષા-સંવત્ દીક્ષા-ભૂમિ મુનિ શ્રી પુણ્યવિજયજી | પુનમચંદ | રાધનપુર | | ૧૯૩૧ દાદા શ્રી જીતવિ. | રાધનપુર મુનિ શ્રી હીરવિજયજી | ચંદુરા હરદાસ | પલાંસવા મા .સુ.૩, ૧૯૩૮ દાદા શ્રી જીતવિ, | પલાંસવા | મુનિ શ્રી જીવવિજયજી | કોઠારી જોઇતાદાસ | પલાંસવા || મા .સુ.૩, ૧૯૩૮ (દાદા શ્રી જીતવિ. | પલાંસવા મુનિ શ્રી વીરવિજયજી | કોઠારી વાઘજીભાઈ | પલાંસવા | જે.સુ. ૧૦, ૧૯૪૯ દાદા શ્રી જીતવિ. | અમદાવાદ | મુનિ શ્રી ધીરવિજયજી | મેતા ડોસલભાઇ | કીડીયાનગર| ૧૯૫૬ દાદા શ્રી જીતવિ. | રાધનપુર | ૬ | મુનિ શ્રી હરખવિજયજી | દોશી ડુંગરશી | પલાંસવા | મા.સુ. ૧૫, ૧૯૬૨ |દાદા શ્રી જીતવિ. | ભીમાસર K|| ૭. | આ.શ્રી વિજય | ચંદુરા કાનજીભાઇ | પલાંસવા | મા.સુ.૧૫, ૧૯૬૨ પૂ. મુનિ શ્રી ભીમાસર કનકસૂરીશ્વરજી હીરવિજયજી પૂજ્ય જીતવિજયજીએ શ્રાવિકાઓને આપેલી દીક્ષા કચ્છ વાગડના કર્ણધારો + ૨૯ વિ.સં. ઇ.સ. સંસારી નામ ગામ | દીક્ષા-ભૂમિ દીક્ષિત નામ ૧૯૩૧ ૧૮૭૫ | નંદુબાઇ રાધનપુર | રાધનપુર | નિધાનશ્રીજી (પૂ. ગુરુ પદ્મવિજયજીની સાથે) | ૧૯૩૮, ભાગ. સુ.૩ | ૧૮૮૧ | કુ. અંદરબેન | પલાંસવા | પલાંસવા | આણંદશ્રીજી " | ૧૯૩૮, માગ .સુ. ૩ ૧૮૮૧ | કુ. ગંગાબેન | પલાંસવા પલાંસવા | જ્ઞાનશ્રીજી ” | ૧૫૩, વૈ.સુ.૧૫ ૧૮૯૭ મણિબેન ચોટીલા | બીજાપુર | માણેકશ્રીજી ૧૯૬૭, મહા.સુ.૧૦ | ૧૯૧૧ | મીઠીબાઇ માંડવી | માંડવી | મુક્તિશ્રીજી | ૧૯૬૭, મહા.સુ.૧૦ | ૧૯૧૧ | કુ. પાર્વતીબેન | માંડવી | માંડવી | ચતુરશ્રીજી ૧૯૭૨ , મહા .સુ. ૧૩ | ૧૯૧૬ | વેજુબેન ભીમાસર વિવેકશ્રીજી Page #21 -------------------------------------------------------------------------- ________________ | દીક્ષા-ભૂમિ | af |_P>e-alp alg] I←*t éeJelp & veet h ગામ । સંસારીનું નામ નામ *]21F1)* _JR ૧૯૬૧ SL กษ ભીમાસર ૧૯૬૨, મા.સુ.૧૫, મુનિ શ્રી હીરવિ. પલાસવા 31u4+15 ele || ૧. | મુનિ શ્રી બુદ્ધિવિજયજી કનકસૂરીશ્વરજી . | આ. શ્રી વિજય *]>IA #JE ૯૬૭ 20000 @b]FPP] ]] ^h | ^£ // પૂ. દાદા શ્રી જીતવિજયજી મહારાજ • ૩૦ વાત્સલ્યમૂર્તિ પૂજ્ય આચાર્ય શ્રી વિજયકનકસૂરીશ્વરજી મહારાજ “બેટા કાનજી ! તું ભણવામાં હોંશિયાર છે. સમજદાર છે. નમ્ર અને શાંત છે. તો મારા મનમાં એક વિચાર આવે છે કે તને વિલાયતઇંગ્લેન્ડ મોકલું. ત્યાં તું બેરિસ્ટર બની આવ. આજ-કાલ રાજામહારાજાઓના દીકરાઓ ને બીજા ઘણા હોંશિયાર વિદ્યાર્થીઓ બેરિસ્ટર બનવા જાય છે. તું બેરિસ્ટર બની આવ, એ માટેની બધી જ યોગ્યતા તારામાં છે. બોલ, તૈયાર છે તું ?’ ના... જી. મારે બેરિસ્ટર નથી બનવું.’ ‘કાનજી ! કદાચ તને ખર્ચ માટે વિચાર આવતો હશે ! પણ એનીયે ચિંતા તારે કરવાની નથી. હું બેઠો છું ને ! વિલાયત જવાનો, ભણવાનો વગેરે તમામ ખર્ચની જવાબદારી મારી ! પછી તને શો વાંધો ?’ ‘પણ, મારે બેરિસ્ટર બનવું જ નથી ને ! સો વાતની એક વાત !’ ‘તું બેરિસ્ટર બને તો માત્ર પલાંસવા કે કચ્છમાં નહિ, આખા ભારતમાં તારું નામ થઇ જશે.’ “મારે એવું નામ નથી કરવું, મારે તો મનુષ્ય ભવ સફળ થાય એવું કામ કરવું છે.’ ‘તું જે આ જવાબ આપે છે, તે કોની સામે આપે છે, તેની તને ખબર છે ?’ ‘હા જી ! એ પલાંસવાના ઠાકોર છે.' ‘ઠાકોર નારાજ થશે, તેની તને ચિંતા નથી ?” ‘મારા ભગવાન નારાજ ન થવા જોઇએ. એની જ મને ચિંતા છે.’ કાનજી નામના આકિશોરના આવા હિંમતભર્યા અને નિઃસ્પૃહતાભર્યા જવાબથી ઠાકોર ખુશ થઇ ગયા અને તેને છાતી સરસો ચાંપ્યો. આ પલાંસવાનો કાનજી તે બીજો કોઇ નહિ, પણ આપણા મહાન ઉપકારી કચ્છ-વાગડ દેશોદ્ધારક પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજયકનકસૂરીશ્વરજી મહારાજ. કચ્છ વાગડના કર્ણધારો ૨ ૩૧ Page #22 -------------------------------------------------------------------------- ________________ વિ.સં. ૧૯૩૯, ભા.વ.૫, ઇ.સ. ૧૮૮૩ ના શુભ દિવસે પિતા નાનચંદજી ચંદુરા અને માતા નવલબેનને ત્યાં આ કાનજીનો જન્મ થયેલો. તેમનાથી બે મોટાભાઇ (પોપટભાઇ અને ડુંગરશીભાઇ) અને એક નાના ભાઇ (વાલજી) હતા. કાનજીનો ત્રીજો નંબર હતો. પલાંસવાના ઠાકોરને બેરિસ્ટર બનવાની નમ્રતા અને મક્કમતાપૂર્વક ના પાડનાર આ કાનજીને ખબર હતી કે મારે આ માનવ ભવમાં શું બનવું છે ? નદીમાં પાંદડા પણ તરે અને વહાણ પણ તરે, પણ પાંદડા આડાઅવળા ગમે ત્યાં જાય, જ્યારે વહાણ પોતાના ધ્યેય તરફ જ આગળ ધસે. આ કાનજી સંસારની નદીમાં જ્યાં ત્યાં અથડાય તેવો પાંદડા જેવો નહોતો. એ તો વહાણ હતો. જીવનના વહાણની દિશા સ્પષ્ટ હતી : આત્મ-કલ્યાણની. ના પાડવાથી ઠાકોર નારાજ તો ન થયા, ઉલ્ટા તેનાથી પ્રભાવિત થયા. એટલું જ નહિ, એમના પુત્રાદિ પરિવાર પર પણ આ પ્રભાવ કાયમ રહ્યો. તેમના પુત્ર જીવણસિંહજી વાઘેલા જીવનભર પૂજ્યશ્રીના ભક્ત રહ્યા. શ્રા.વ.૪ ના જીવનના છેલ્લા દિવસે પૂજયશ્રીના હાથનો છેલ્લો વાસક્ષેપ લેવામાં એ જ ભાગ્યશાળી રહ્યા. કાનજી આઠ વર્ષનો થયો ત્યાં (વિ.સં. ૧૯૪૭, ઇ.સ. ૧૮૯૧) માતાનું મૃત્યુ થઇ ગયું ને ૧૦ વર્ષનો થયો ત્યાં પિતાનું પણ (વિ.સં. ૧૯૪૯, ઇ.સ. ૧૮૯૩) મૃત્યુ થઇ ગયું. ૧૦ વર્ષનો બાળક, જે માતા-પિતાનું છત્ર ગુમાવી દે, એનું શું ભવિષ્ય ? એનો કોણ રખેવાળ ? પણ ના, ભવિષ્યમાં જિનશાસનના છત્ર બનનાર આ બાળકને જાણે માતા-પિતાના છત્રની કદાચ જરૂર નહોતી. પૂર્વજન્મની અધૂરી સાધના પૂરી કરવા માટે જન્મેલા યોગીઓ પોતાની જીવનદિશા સ્વયં નિશ્ચિત કરતા હોય છે અથવા તો ભગવાનની કૃપા એમના પર એવી વરસે છે કે એમને એવા જ સંયોગો મળે છે, જે તેને સાધનાના માર્ગે વધુને વધુ ઉન્નત તરફ લઇ જાય. પૂ.આ. શ્રી વિ. કનકસૂરીશ્વરજી ૨૩૨ વ્યાવહારિક અભ્યાસ કર્યા પછી કાનજીએ ધર્મ અભ્યાસમાં પોતાનું મન પરોવ્યું ! એના પુણ્યથી કલિકાલમાં ચંદનબાળા જેવા ગણાયેલાં સા. આણંદશ્રીજી મ.નો સમાગમ થયો. સા. આણંદશ્રીજીએ તેને ધાર્મિક અભ્યાસ સાથે વૈરાગ્યનું અમૃત પણ પીવડાવ્યું. કાનજીભાઇએ તેમની પાસેથી પાંચ પ્રતિક્રમણ, નવ સ્મરણ, ચાર પ્રકરણ, ત્રણ ભાષ્ય, છ કર્મગ્રંથ, બૃહત્સંગ્રહણી, લઘુ ક્ષેત્ર સમાસ, વૈરાગ્ય શતક, સંબોધ સિત્તરી, ઇન્દ્રિય પરાજય શતક, દાનાદિ ૨૦ કુલકો વગેરે કંઠસ્થ કર્યું. દીક્ષાની પ્રબળ ભાવનાથી વિ.સં. ૧૯૫૮, ઇ.સ. ૧૯૦૨ માં ૧૯ વર્ષની વયે સિદ્ધાચલ પર શ્રી આદિનાથ પ્રભુ સમક્ષ સા. આણંદશ્રીજીના મુખે આજીવન બ્રહ્મચર્ય વ્રતનો સ્વીકાર કર્યો. (પૂ. જીતવિ.મ., પૂ. કનકસૂરિજી મ.ની આજ્ઞાથી વાગડ સમુદાયની પરંપરા પ્રમાણે સાધ્વીજી ભગવંતો સાધુ મ. ન હોય ત્યારે પુરુષો સમક્ષ પણ વ્યાખ્યાન આપે છે, તે આનાથી સમજાય છે.) કાનજીની તો પાલીતાણામાં જ દીક્ષા લેવાની ભાવના હતી, પણ ભાઇઓ વગેરેની ૨જા ન મળવાથી તે ત્યારે સફળ ન બની, પણ કાનજી દીક્ષાની ભાવનામાં મક્કમ રહેતાં આખરે પરિવારે સંમતિ આપી. તેટલા ગાળામાં કાનજીએ પોતાના ગુરુદેવ પૂ. દાદા શ્રી જીતવિજયજી તથા પૂ. ગુરુદેવ શ્રી હીરવિજયજી (સંસારી કાકા) મ. પાસે ધાર્મિક અભ્યાસ ચાલુ રાખ્યો. કેટલોક સમય ભુજમાં રહી સંસ્કૃતનો પણ અભ્યાસ કર્યો. વિ.સં. ૧૯૬૨, માગ.સુ.૧૫, ઇ.સ. ૧૯૦૫ ના પૂજ્ય દાદા શ્રી જીતવિજયજી મ.ના વરદ હસ્તે ભીમાસરની ભૂમિ પર કાનજીની દીક્ષા થઇ. પલાંસવા તથા ફતેગઢ સંઘનો પણ દીક્ષા પોતાને ત્યાં થાય તેવો આગ્રહ હતો, તેથી પૂ. દાદા શ્રી જીતવિજયજી મ.એ વચલો રસ્તો કાઢેલો : પુત્ર પલાંસવાનો, પૈસા ફતેગઢના અને ભૂમિ ભીમાસરની ! દાદાશ્રીના નિર્ણયને સૌએ મસ્તકે ચઢાવેલો. દીક્ષા વખતે તેમનું નામ કીર્તિવિજયજી પડેલું, પણ વડી દીક્ષામાં કનકવિજયજી નામ પડ્યું. કચ્છ વાગડના કર્ણધારો ૨૩૩ Page #23 -------------------------------------------------------------------------- ________________ (એમની સાથે ડુંગરશીભાઇની પણ દીક્ષા થયેલી. તેમનું નામ હરખવિજયજી પડેલું ને તેઓ પૂ. જીતવિ.ના શિષ્ય બનેલા. જયારે કનકવિજયજી પોતાના સંસારી કાકા પૂ. હીરવિજયજીના શિષ્ય બનેલા.) દીક્ષા મહોત્સવ વખતે ૧૧ જમણવાર થયા હતા. તે બંનેની વડી દીક્ષા વિ.સં. ૧૯૬૨, મહા વદ-૨, ઇ.સ. ૧૯૦૬ ના છાણીમાં થઇ. તેમણે પ્રથમ ચોમાસું ભરૂચમાં પૂ. સિદ્ધિવિ. ગણિ વગેરે સાથે કર્યું. ત્યાં અનુપચંદ મલકચંદ નામના પંડિત સુશ્રાવક પાસે અધ્યયન ક્યું. ત્યાર બાદ વિ.સં. ૧૯૬૬, ઇ.સ. ૧૯૧૦ માં પણ બીજું ચાતુર્માસ ભણવા માટે ભરૂચમાં કરેલું. પૂજ્યશ્રીના દસવૈકાલિકથી માંડીને ભગવતી સૂત્ર સુધીના તમામ યોગ અને આચાર્ય પદ સુધીની તમામ પદવીઓ સંઘસ્થવિર પૂજ્ય આચાર્ય શ્રી વિજયસિદ્ધિસૂરીશ્વરજી મહારાજ દ્વારા થયેલી હતી. (વિ.સં. ૧૯૭૬, કા.વ.૫, બુધવાર, ઇ.સ. ૧૯૧૯ પાલીતાણામાં ગણિ-પંન્યાસ પદ. વિ.સં. ૧૯૮૫, મહા સુદ-૧૧, ઇ.સ. ૧૯૨૯, ભોંયણીમાં ઉપાધ્યાય પદ. (આ વખતે પૂ. સાગરજી મ. પણ હતા તથા ઉપાધ્યાય પદ લેનારા બીજા બે મહાત્મા પણ હતા : પૂ.પં. શ્રી મનોહરવિજયજી તથા પૂ.પં. શ્રી માણેકસાગરજી મ.) વિ.સં. ૧૯૮૯, પોષ વદ-૭, ઇ.સ. ૧૯૩૩ અમદાવાદમાં આચાર્ય પદ) (આચાર્ય પદવી શેઠ આણંદજી કલ્યાણજી પેઢીના પ્રતિનિધિ શેઠ મયાભાઇ સાકળચંદ વગેરે અમદાવાદના મોટા શ્રેષ્ઠીઓની વિનંતીથી થયેલી.) - પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ, ઉદારતા, ધીરતા, ગંભીરતા, વાત્સલ્ય, ક્ષમા, સરળતા વગેરે અનેક ગુણોથી પૂજયશ્રી સૌને આદરણીય બન્યા હતા. આથી જ એમની નિશ્રામાં અનેક પ્રકારના શાસન પ્રભાવક કાર્યો થયા કરતા હતા. પૂ.આ. શ્રી વિ. કનકસૂરીશ્વરજી ૨ ૩૪ એમના આવા ગુણોને, વચન સિદ્ધિને તથા પુણ્ય પ્રભાવને જણાવનારા કેટલાક પ્રસંગો આપણે જોઇએ. (૧) એક વખત અમદાવાદ - જમનાદાસ ભગુભાઇના બંગલે પૂજયશ્રી બિરાજમાન હતા. અમદાવાદના શ્રેષ્ઠીઓ સાથે કોઇ અગત્યની ચર્ચા ચાલી રહી હતી. ત્યારે એક વ્યક્તિ કોઇક પ્રશ્નો લઇને આવી. બધાની વચ્ચે પ્રશ્નો તેણે પૂછવા માંડ્યા. પૂજયશ્રી મૌન રહ્યા. પૂજ્યશ્રીનો એ સ્વભાવ હતો કે જરૂર હોય તો જ બોલવું. જવાબ પણ જરૂર હોય તો જ આપવો. નહિ તો મૌન એ જ જવાબ ! પૂજયશ્રીના મૌનથી અકળાઇ ઊઠેલી પેલી વ્યક્તિએ ખભા પર ચપ્પ ઝીંક્યું ને સીધી એ વ્યક્તિ ભાગી ગઇ. પૂજ્યશ્રીના ખભા પરથી લોહી વહેવા માંડયું... પણ ત્યાં બેઠેલા શેઠીયાઓ હવે કાંઇ છોડે ? પેલી વ્યક્તિને પકડી લાવ્યા ને કહ્યું : સાહેબજી ! હવે અમે છોડવાના નથી. કાયદેસર અમે કેસ કરીશું. અમે બધા આ ઘટનાના સાક્ષી છીએ. આપના જેવા આચાર્ય ભ, પર આવો હુમલો થાય અને અમે બેઠા રહીએ ? અપરાધીને તો સજા થવી જ જોઇએ. આખું વાતાવરણ ગરમાગરમ હતું. બધા જ કાર્યવાહી કરવાના પક્ષમાં હતા. પેલી પકડાયેલી વ્યક્તિ થર-થર ધ્રુજી રહી હતી. પૂજ્યશ્રીએ કહ્યું : “જુઓ ભાગ્યશાળીઓ ! ક્યારેક માણસ આવેશમાં આવીને કોઇ અકૃત્ય કરી બેસે તેને કારણે તે હંમેશ માટે એવો જ હોય તેવું માની લેવાની જરૂર નથી. તેને પશ્ચાત્તાપ પણ થઇ શકે છે. આપણે એને એના કૃત્ય પર પુનર્વિચારની કે પસ્તાવાની તક આપવી જોઇએ. આવેશમાં આવેલો માણસ ક્ષણવાર ગાંડો સમજવાનો ! ગાંડાનું કોઇ પણ કૃત્ય પ્રમાણભૂત કઇ રીતે ગણાય ? વળી, અપરાધીઓને સજા કરનાર આપણે કોણ ? અપરાધીઓના અપરાધભાવ કેમ ટળે એ આપણે જોવાનું છે.” આમપૂજયશ્રીએ એવી ઉપશમભરી વાણી વહેવડાવી કે આખું વાતાવરણ શાંત થઈ ગયું ! જાણે ધગધગતા દાવાનળ પર અમૃતના વાદળ વરસ્યા ! પૂજયશ્રીની ઉપશમ-લબ્ધિથી પ્રભાવિત થયેલી પેલી વ્યક્તિનું હૃદય પણ આર્દ્ર બની ગયું. એ વ્યક્તિ પૂજ્યશ્રીના ચરણોમાં ઝૂકી પડી. દરિયાવ કચ્છ વાગડના કર્ણધારો ૨ ૩૫ Page #24 -------------------------------------------------------------------------- ________________ પૂ. હંસસાગરજી મ. છક્ક થઇ ગયા. હવે એમને કશું કહેવાનું રહેતું નહોતું. બંને મહાપુરુષોને એક બીજા પ્રત્યે કેટલો વિશ્વાસ અને કેટલો આદરભાવ હતો ? તે આ ઘટના આપણને જણાવે છે. દિલના પૂજયશ્રીએ તેને માફી આપી. જો કે, માફી આપેલી જ હતી, પણ હવે પેલી વ્યક્તિએ એને અનુરૂપ પ્રતિભાવ આપ્યો. * * * (૨) એક વખત પૂજ્યશ્રી પાલીતાણા બિરાજમાન હતા. તિથિ વિષયક વાતાવરણ ગરમાગરમ હતું. એ વખતે પૂજ્યશ્રીના નામથી કોઇએ પત્રિકા બહાર પાડી, જેમાં શ્રીસંઘના મહાનું આચાર્ય ભગવંતો વિષે (પૂજ્યશ્રી કોઇને ય ક્યારેય ઉન્માર્ગગામી કે મિથ્યાત્વી કહેતા નહિ ને તેમ માનતા પણ નહિ) મિથ્યાત્વી, ઉન્માર્ગગામી વગેરે એલફેલ શબ્દો લખેલા હતા. આ પત્રિકા પૂ. સાગરજી મ.ના શિષ્ય પૂ. હંસસાગરજી મ. પાસે પહોંચી. તેઓ સીધા પોતાના ગુરુભગવંત પૂ. સાગરજી મ. પાસે પત્રિકા લઇને પહોંચી ગયા અને કહેવા લાગ્યા : ‘જોયું ? આ તમારી પાસેથી ભણનારા કનકસૂરિજીનું પરાક્રમ ? આપ કહો છો કે એ બહુ શાંત છે, ઉત્તમાત્મા છે. આપ જેવા ઉપકારી પ્રત્યે પણ કેવા કેવા શબ્દોનો પ્રયોગ થયો છે આ પત્રિકામાં ?” ‘હંસસાગર ! પત્રિકામાં ભલે લિ. તરીકે એમનું નામ હોય, પણ મારો અંતરાત્મા એમ કહે છે કે એ મહાત્મા ન હોઇ શકે. હું એમને બરાબર જાણું છું.' શું ન હોય ? ચોખું નામ જ લખેલું છે. હું હમણાં જ જાઉં ને ખુલાસો માંગી આવું.' ‘ત્યાં જાય છે, પણ કોઇ ઉગ્ર શબ્દો બોલતો નહિ.' ‘હાજી.’ પૂ. હંસસાગરજી મ. પૂજ્યશ્રી પાસે પહોંચ્યા અને એ પત્રિકા વિષે પૂછ્યું. પૂજ્યશ્રીએ શાંતિથી જવાબ આપતાં કહ્યું : “જુઓ હંસસાગરજી મહારાજ ! હું આ પત્રિકા વિશે કશું જ જાણતો નથી. કોણે મારું નામ ચડાવી દીધું એની પણ મને ખબર નથી, છતાં તમારા ગુરુમહારાજ જો આ સાચું માનતા હોય તો તમે પણ સાચું માની લેજો .” પૂ.આ. શ્રી વિ. કનકસૂરીશ્વરજી ૨ ૩૬ (૩) વિ.સં. ૨૦૦૫, મહા સુ.૫, ઇ.સ. ૧૯૪૯ ના ગાગોદરમાં પ્રતિષ્ઠા હતી. એ અવસરે પૂજ્યશ્રીની ત્યાં સ્થિરતા હતી. જિનાલયની ભમતી ફરતાં ત્યાં મંગલ ઘરમાં બેઠેલા ભાઇનું મોટું જો ઇ પૂજયશ્રીને લાગ્યું : આ ભાઇના મોઢામાં કંઇક હોય તેવું લાગે છે. કેમ સ્વરૂપચંદભાઇ ! મોઢામાં શું છે ?' ‘સાહેબજી ! સોપારી છે.’ એ તમે છોડી ન શકો ?” ‘રોજ ૨૨ સોપારીની આદત છે. એમ કેમ છુટે ? ‘છોડવી હોય તો બધી એકીસાથે છૂટે. સૂરજના એક જ કિરણે આખી દુનિયાનું અંધારું એકી સાથે જ ભાગી છૂટે છે ને !' ‘બાધા લેવા તો તૈયાર છું, પણ ઘણીવાર એવું થતું હોય છે કે બાધા લેતાં તો લેવાઇ જાય, પણ પછી પસ્તાવો થયા કરે : ક્યાં આ બાધા લીધી ? હવે નથી રહેવાતું ! આવું કાંઇ થાય તો મારે બાધા નથી લેવી.” | વિશ્વાસ રાખો. કાંઇ જ નહિ થાય. આપણે માનીએ છીએ : આપણાથી જ બધું થાય છે. હકીકત એ છે કે ભગવાનની કૃપાથી જ બધું થાય છે. આપણે નાહક અહંકારનો ભાર ઉપાડીને ફરીએ છીએ. માથે ભગવાન જેવા શક્તિશાળી બેઠા હોય પછી આપણને શાની ચિંતા ? તેમને આગળ રાખીને કાર્ય કરવામાં આવે તો ક્યારેય નિષ્ફળતા ન જ મળે.' ‘તો સાહેબજી ! આપો બાધા.” પૂજ્યશ્રીએ બાધા આપી. સોપારીની આદત ગઇ તે સાવ ગઇ. અમે વિ.સં. ૨૦૪૬માં માધાપર ચાતુર્માસ હતા. ત્યારે સ્વરૂપચંદભાઇ અમને કહેતા હતા : મહારાજ ! આજે સોપારી છોચ્ચે ૪૧ વર્ષ થયા. કચ્છ વાગડના કર્ણધારો ૨ ૩૭ Page #25 -------------------------------------------------------------------------- ________________ પણ મને ક્યારેય સોપારી ખાવાનો વિચાર સુદ્ધા નથી આવ્યો. એના પહેલાં કેટલીયવાર પ્રયત્ન કરેલો, પણ સફળતા ન્હોતી મળી. (૪) અમદાવાદ – શાહપુરનાં મોંઘીબેન પરમ ધાર્મિક. પૂજયશ્રી પ્રત્યે અનન્ય ભક્તિભાવ, પણ એમના પતિ સ્થાનકવાસી હોવાથી એમને આ બધું પૂજા વગેરે ગમે નહિ, એક વખત તો એટલા ગુસ્સામાં આવ્યા કે પૂજા, પ્રતિક્રમણ, પુસ્તક વગેરેના તમામ ઉપકરણો બાજુના કૂવામાં કે ટાંકામાં નાંખી દીધા. મોંઘીબેનને આ વાતની ખબર પડી. તરત જ ટાંકા પાસે ગયા. પૂજય કનકસૂરિજી મ.નું ગુરુદેવ તરીકે નામ, સ્મરણ કરીને એ બધા ઉપકરણો બહાર કાઢ્યા ને જોયું કે એ ઉપકરણો જરા જેટલા પણ ભીંજાયા નહોતા. પુસ્તક પણ ભીંજાયું નહોતું ! સાક્ષાત્ આ પ્રભાવ જોઇને એમના પતિ પણ પૂજયશ્રી તરફ ગાઢ આસ્થા ધરાવનાર બની ગયા અને સન્માર્ગમાં આવી ગયા. પૂજયશ્રી પ્રત્યે અનન્ય ભક્તિભાવ ધરાવતા મોંઘીબેને શાહપુર જિનાલય પાસે પૂજ્યશ્રીની ગુરુમૂર્તિ પધરાવી છે. જે આજે પણ ત્યાં વિદ્યમાન છે ને મોંઘીબેનની ગુરુભક્તિને પ્રસારિત કરે છે. ‘ન જાવ તો સારું.' ‘સાહેબજી ! વાત આપની સાચી, પણ અમે સંસારી માણસ રહ્યા. કામોની વણથંભી વણઝાર અમારી વાટ જોતી ઊભેલી જ હોય. એટલે રાત્રે પણ નીકળવું પડે. શું થાય ? પૂજયશ્રી મૌન રહ્યા, પણ મનમાં એમ ખરું કે ન જાય તો સારું ! પણ મહાપુરુષો ક્યારેય વધુ આગ્રહ ન કરે. સામી વ્યક્તિ જો ન જ માને તેમ જણાય તો પોતાનો આગ્રહ છોડી દે. - પન્નાલાલભાઇ પોતાના મુકામે (ધર્મશાળામાં) ગયા. થોડો સમય વીત્યા બાદ પૂજયશ્રીને એકાએક કંઇક ઝબકારો થયો ને તરત જ તેમણે રાત્રે જ એક વ્યક્તિને જગાડીને કહ્યું : “પેલા રાધનપુરવાળા પન્નાલાલભાઇ આવેલા છે ને પેલી બાજુની ધર્મશાળામાં ઊતર્યા છે ને ! તેને જઇને કહી આવો કે રાત્રે ન જાય. મારા તરફથી કહેજે .” પેલી વ્યક્તિ તો બાજુમાં જઇ ના પાડી આવી. હવે, પન્નાલાલભાઇને વિચાર આવ્યો કે આવા મોટા આચાર્ય ભગવંત વારંવાર ના કહે તો મારે જવું સારું નહિ. ચલો, આજની રાત રોકાઇ જઇએ. ને, એ રાત્રે રોકાઇ ગયા. બીજા દિવસે સવારે ગયા. પછીથી, તેમને જાણવા મળ્યું કે જે બસમાં પોતે જવાના હતા તે બસનું એક્સીડેન્ટ થયેલું છે, એક ઊંટગાડી સાથે એ બસ ટકરાઇ છે. તરત જ તેમને પૂજય આચાર્યશ્રીનું વચન યાદ આવ્યું : ‘રાત્રે ન જવાય તો સારું !' ખરેખર એ બસમાં હું ગયો હોત તો ? પૂજ્યશ્રીની આ વચન સિદ્ધિ જ કહેવાય ને ! (પન્નાલાલ મશાલીઆએ સ્વયે આ પ્રસંગ કલ્યાણ’ નામના જૈન માસિકમાં લખીને પ્રસિદ્ધ કર્યો હતો. પૂજ્યશ્રીના કાળધર્મ પછી પ્રાયઃ ૪૫ વર્ષે કલ્યાણમાં આ લેખ પ્રસિદ્ધ થયો હતો.) (૫) વિ.સં. ૨૦૧૩, ઇ.સ. ૧૯૫૭ માં પૂજયશ્રી માંડવી બિરાજમાન હતા. રાધનપુરથી શ્રાવક શ્રી પન્નાલાલ મશાલીઆ (રાધનપુરના નગરશેઠ) વંદનાર્થે આવ્યા. પૂજયશ્રીનું નિર્મળતાભર્યું તેજ:પુંજયુક્ત મુખારવિંદ જોઇ અત્યંત પ્રસન્ન થઇ ગયા. સાંજે પ્રતિક્રમણ પછી “મર્થીએણ વંદામિ - ત્રિકાળ વંદના' કહી કહે : ‘સાહેબજી ! રાત્રે હું રાધનપુર જાઉં છું. કાંઇ કામ હોય તો ફરમાવો.' ‘રાત્રે જાવ છો ? રાત્રે ન જવાય.’ ‘પણ, મારે ત્યાં કામ છે. એટલે જવું પડે તેમ છે.' પૂ.આ. શ્રી વિ. કનકસૂરીશ્વરજી ૨ ૩૮ કચ્છ વાગડના કર્ણધારો ૨ ૩૯ Page #26 -------------------------------------------------------------------------- ________________ ગયું. ગામમાં રહેલા તમામ લોકોને લાગ્યું કે – આ પવિત્ર મહાપુરુષના અસ્તિત્વથી જ આપણે બચ્યા છીએ. રાત્રે જ લોકો વંદનાર્થે આવી પહોંચ્યા. બીજા દિવસે સવારે તો જૈન-અજૈન તમામ લોકો પૂજ્યશ્રીને વંદન કરવા અને કૃતજ્ઞતા વ્યક્ત કરવા પહોંચી આવ્યા હતા. ખરેખર સંયમની શુદ્ધિના પ્રભાવથી ઊભી થયેલી પૂજ્યશ્રીની આ બેઠી પ્રચંડ તાકાત હતી. (૬) વિ.સં. ૨૦૧૨, ઇ.સ. ૧૯૫૬, અષા.સુ. ૧૪ નો દિવસ. ભચાઉ ગામ. આરાધક લોકો પૂજયશ્રીની નિશ્રામાં ચોમાસી પ્રતિક્રમણ કરી છેલ્લે સામાયિક પારી રહ્યા હતા ને ત્યારે ધરતી ધણધણી ઊઠી. ત્યારે હું (મુક્તિચન્દ્રવિજય) ગૃહસ્થપણામાં મનફરામાં ચોમાસી પ્રતિક્રમણ કરીને ઘેર આવીને ખાટલામાં સુવાની તૈયારી કરતો હતો. તે જ વખતે માતૃશ્રી ભમીબેને મને પકડી લીધો અને બારણા નીચે અમે બંને ઉભા રહી ગયા. થોડીવાર સુધી મકાન જોરથી ધ્રુજી રહ્યું હતું. લોકોમાં શોરબકોર શરૂ થઇ ગયો હતો, પણ સદ્ભાગ્યે અમારા મનફરા ગામમાં કોઇ મકાન વિગેરે પડ્યા નહોતા કે જાનહાનિ થઇ નહોતી. ત્યારે હું ૧૦ વર્ષનો હતો. આજે પણ એ દેશ્ય નજર સામે તરવરે છે. મનફરાથી માત્ર ૨૨ કિ.મી. ભચાઊ દૂર છે.). કેટલાક લોકો તો સામાયિક જેમ તેમ પારીને કે નહિ પારીને સીધા ઉપાશ્રય બહાર ભાગ્યા. લોકોનું આમ ભાગવું સ્વાભાવિક પણ હતું. કારણ કે, ઉપાશ્રય સાવ જ નવો હતો. છતે હમણાં જ ભરાઇ હતી. છત ઉપર પાંચ હજાર મણ જેટલા પત્થરો (છતની સાઇડ પર દિવાલ બનાવવા માટેના) પડ્યા હતા. ધણધણાટ એટલી ભયંકર હતી કે લોકોને એમ જ લાગ્યું : બધું હમણાં જ પડશે. આવા ભૂકંપના ભયથી ભરેલા વાતાવરણમાં પણ પૂજ્યશ્રી એકદમ શાંત અને સ્થિર હતા. બીજાને પણ શાંતિપૂર્વક નવકાર ગણવાનું કહેતા હતા. પણ ત્યારે સાંભળે કોણ ? પણ, આશ્ચર્ય ! આવો ભયંકર ભૂકંપ થવા છતાં પણ ઉપાશ્રય તો ન જ પડ્યો, પણ ગામના કિલ્લાની અંદર રહેલું એક મકાન પણ પડ્યું નહિ. કિલ્લા બહાર નવી બની રહેલી સ્કૂલ પડી ગઇ, પણ ગામમાં કોઇ જ નુકશાન નહિ. ભચાઊની બાજુમાં જ રહેલું ધમકડા નામનું આખું ગામ જમીનદોસ્ત થઇ ગયેલું. અંજાર પણ અર્થે ખલાસ થઇ ગયેલું. સેંકડો લોકો માર્યા ગયા ! જાનમાલની પારાવાર નુકશાની થઇ. પણ ભચાઊ આબાદ બચી પૂ.આ. શ્રી વિ. કનકસૂરીશ્વરજી + ૪૦ (૭) પલાંસવાના સુપ્રસિદ્ધ વૈદરાજ સોમચંદભાઇના પુત્ર દલીચંદની આંખે દેખાતું બંધ થયું. સોમચંદભાઇ પોતે જ વૈદ હતા. પોતાની રીતે ઘણા જ ઉપચારો કર્યા, પણ કાંઇ ફરક ન પડયો. વૈદની ચિંતાનો પાર ના રહ્યો. પુત્રના દુ:ખે કયા પિતા દુ:ખી અને ચિંતિત ન થાય ? પણ એનો ઉપાય શું ? એમને પૂજય ગુરુદેવ યાદ આવ્યા. આખરે અશરણને શરણરૂપ કેવળ દેવ, ગુરુ અને ધર્મ જ છે ને ? પુત્રની આંખે સુધારો થાય એ ધ્યેયને મનમાં રાખી પૂજ્યશ્રી પાસે આવ્યા. વાસક્ષેપ કરાવીને બ્રહ્મચર્યનો અભિગ્રહ લીધો. બીજા પણ કેટલાક નિયમ લીધા. વિ.સં. ૨૦૦૮માં. પલાંસવા ગયા પછી થોડા દિવસોમાં ચમત્કાર સર્જાયો. આંખોમાં અજવાળા રેલાયા. આંખે દેખાતું થયું. આ ઘટનાથી વૈદરાજશ્રીની પૂજયશ્રી પ્રત્યે આસ્થા ખૂબ જ વધી ગઇ. હવે જીવનભર બ્રહ્મચર્ય વ્રતનો નિયમ લઇ ન્યાય-નીતિ અને અલ્પ પરિગ્રહપૂર્વક જ સત્યના રાહે જીવવું એવો તેમણે દઢ સંકલ્પ કર્યો. એમની આવી નિષ્ઠાથી એમને વચન-સિદ્ધિ પેદા થઇ. વૈદશ્રીની વચન-સિદ્ધિના અનેક પ્રસંગો આજે પણ કચ્છ-વાગડની બત્રીશીએ ગવાઇ રહ્યા છે. આ બધો પ્રભાવ પૂજ્ય ગુરુદેવશ્રીનો જ છે, એમ વૈદરાજ પોતે હંમેશ માટે કહેતા. એમની પાસે જનાર દર્દીને વૈદરાજ જો જૈનેતર હોય તો માંસદારૂ વગેરે છોડાવતા. જૈન હોય તો આયંબિલ વગેરે પણ કરાવતા. કચ્છ વાગડના કર્ણધારો + ૪૧ Page #27 -------------------------------------------------------------------------- ________________ અમારા ગામ (મનફરા)માં ત્યારે ડૉકટર કે દવાખાનું નહોતું. બીમારી આવે ત્યારે ઘરગન્થુ ઉપચારથી લગભગ સારું થઇ જતું. ન મટે તો આવા કોઇ વૈદને ત્યાં લોકો જતા. અમારા ગામના ભચુ રૂપા રાંભીયાને વૈદે ૮૧ આયંબિલ કરાવેલા. અમારા પિતા શ્રી ભચુભાઇને છ મહિના છાસ પર રાખેલા. છેલ્લા ત્રણ મહિના લાલ ચોખા વાપરવાની છુટ આપેલી. બીજા પણ ઘણા લોકોએ આ વૈદશ્રીની દવા કરી હતી અને આરોગ્ય મેળવ્યું હતું. * * * (૮) એક વખત ભચાઊના ધરમશી ભણશાળીએ પૂજ્યશ્રીને પૂછ્યું : ‘ગુરુદેવ ! આપ છો ત્યાં સુધી તો બરાબર છે, પણ આપના પછી કોણ છે ?' પૂજ્યશ્રીએ કાંઇ જવાબ ન આપતાં એક મુનિશ્રી તરફ આંગળી ચીંધીને ઇશારાથી જણાવ્યું. પૂજ્યશ્રી આમ પણ ઓછું બોલતાં. એમાંય ઇશારાથી પતે તો બોલવાનું જ નહિ. જે મુનિશ્રી તરફ ઇશારો કરેલો એ હતા : મુનિ શ્રી કલાપૂર્ણવિજયજી. આખું જગત જાણે છે કે મુનિશ્રીમાંથી આચાર્યશ્રી બનેલા એ મહાત્માએ (પૂજય કલાપૂર્ણસૂરિજીએ) સમુદાય અને શાસનનું નામ કેવું રોશન કર્યું છે ! પૂજ્યશ્રીની ક્રાંતર્દષ્ટિનો આ ઉત્કૃષ્ટ દાખલો છે. આથી જ આશ્વસ્ત રહેલા પૂજ્યશ્રીએ કદાચ છેલ્લે સમયે કોઇ ભલામણ, કોઇ સૂચના કે કોઇ પટ્ટક વગેરે બનાવવાનું જરૂરી નહિ માન્યું હોય. * * * (૯) અંજારમાં ભૂકંપ થવાથી જિનાલયને નુકશાન થયેલું. જીર્ણોદ્ધાર કરવાની તાત્કાલિક જરૂર પડી. દેવદ્રવ્યની ત્યારે એટલી રકમ હતી નહિ. બહારથી રકમ લાવવા પ્રયત્નો શરૂ કર્યા. પૂ.આ. શ્રી વિ. કનકસૂરીશ્વરજી ♦ ૪૨ પૂજ્યશ્રીની સૂચનાથી મૂલચંદભાઇ રાયશી વોરા વગેરે કલકત્તા ગયા. પણ ત્યાં જઇને કોને કહેવું ? કોણ સાંભળે ? કોઇએ તેમની વાત સાંભળી નહિ. આમ પણ ટ્રસ્ટીઓ વગેરે લેવાની વાત હોય ત્યારે સાંભળે, દેવાની વાત આવે ત્યારે કાનના દરવાજા ને તિજોરીના દરવાજા બંધ જ થઇ જાય ! મુંઝાયેલા મૂલચંદભાઇએ કચ્છમાં બિરાજમાન પૂજ્યશ્રી પર તાર કર્યો : “સાહેબજી ! શું કરીએ ? અહીં તો કોઇ દાદ દેતું નથી. ખાલી હાથે પાછા આવી જઇએ ?” પૂજ્યશ્રીએ તારથી વળતા જવાબમાં કહેવડાવ્યું : “કોઇ ચિંતા કરતા નહિ. દેરાસરમાં મૌનપૂર્વક છઠ્ઠ કે અક્રમ કરીને બેસી જાવ. બાકીનું બધું જ શાસનદેવ સંભાળી લેશે.” મૂલચંદભાઇ એ પ્રમાણે પચ્ચક્ખાણ લઇ દેરાસરમાં બેસી ગયા. લાંબા સમય સુધી ત્યાં માળા લઇને મૌનપૂર્વક બેસી રહેનારા મૂલચંદભાઇ તરફ સૌનું ધ્યાન ખેંચાયું. ટ્રસ્ટીઓ પણ આવી પહોંચ્યાં. તપનું પારણું પણ થયું અને દેવદ્રવ્યનું કામ પણ થઇ ગયું ! આવા વચનસિદ્ધ હતા પૂજ્યશ્રી ! * * * (૧૦) સા. સુભદ્રાશ્રીજી, સા. સુલસાશ્રીજી આદિને પૂજ્યશ્રીએ મનફરા ચાતુર્માસ જવા આજ્ઞા ફરમાવી. મનફરા જેવા નાનકડા ગામમાં જવા સાધ્વીજીનું મન માનતું નહોતું. લોકો પણ લગભગ નિરક્ષર. આવા ગામમાં જઇને શું કરવું ? સાધ્વીજીઓનું મન પામી ગયેલા પૂજ્યશ્રી બોલી ઊઠ્યા : વિચાર શું કરો છો ? તમે પ્રેમપૂર્વક જાવ. ત્યાં જવાથી તમને ચોક્કસ લાભ થશે. ને, ખરેખર એમ જ થયું. ત્યાં એક બેન (મણિબેન) મુમુક્ષુ તરીકે તૈયાર થયા ને પૂજ્યશ્રીના હાથે જ તેમની દીક્ષા થઇ. ગુરુણી બન્યા; સા. સુલસાશ્રીજી અને મણિબેનનું નામ પડ્યું ઃ સા. સુવર્ણરેખાશ્રીજી. (વિ.સં.૨૦૧૭) કચ્છ વાગડના કર્ણધારો ૨ ૪૩ Page #28 -------------------------------------------------------------------------- ________________ એના પછી તો એમનાં બેનો તથા ભત્રીજીઓ પણ ખેંચાયા. આ બધાની પાછળ પૂજ્યશ્રીની વચન-સિદ્ધિનું બળ છુપાયેલું હતું. (૧૧) પૂજ્યશ્રી વિક્વેષણા, પુત્રેષણા કે લોકેષણાથી પર હતા, એવું જણાવનારા કેટલાય પ્રસંગો છે. એક પ્રસંગ જોઇએ. વિ.સં. ૨૦૦૫, ઇ.સ. ૧૯૪૯ ની આસપાસની આ ઘટના છે. ઉત્તર ગુજરાત - બનાસકાંઠાના એક પિતા-પુત્ર દીક્ષાની ભાવના સાથે પૂજ્યશ્રી પાસે આવી પહોંચ્યા. પૂજયશ્રીની સંયમની સુવાસ એવી ફેલાયેલી હતી કે મુમુક્ષુઓ સામેથી આવતા. પિતા-પુત્ર બંનેનું દીક્ષા માટે લગભગ મુહૂર્ત નીકળવાની પણ તૈયારી હતી. ત્યાં પિતાજીના મનમાં કંઇક વિચાર આવ્યો અને પૂજ્યશ્રી પાસે પહોંચી ગયા. તેમણે પૂજયશ્રીને કહ્યું : મેં સાંભળ્યું છે ને મને જોવા પણ મળ્યું છે કે આપને ત્યાં બધા સાધુઓએ એકાસણા કરવાના હોય છે, પણ મારા પુત્ર મુનિને આપે બેસણા કરાવવાના રહેશે. તો જ અમે અહીં દીક્ષા લઇશું. પૂજ્યશ્રીના મનમાં થયું : બાલમુનિને જરૂર પડે તો બેસણા શા માટે ? નવકારશી પણ કરાવીએ. પણ દીક્ષા પહેલા જ આવી શરત ? શરત હોય ત્યાં સમર્પણ શી રીતે આવે ? સમર્પણ વિના સંયમ કેવું ? પૂજ્યશ્રીએ મક્કમતાથી કહ્યું : જુઓ ભાઇ, અહીં તો સમુદાયની પરંપરા પ્રમાણે એકાસણા જ કરવાના રહેશે. મરજી હોય તો અહીં દીક્ષા લો. અમારો કોઇ આગ્રહ નથી કે- અમારી પાસે જ દીક્ષા લો. પછી, એ પિતા-પુત્રની જોડીએ અન્ય સમુદાયમાં દીક્ષા લીધી. સમુદાયની પરંપરા સાચવવાની કેટલી ધગશ ! શિષ્યો બનાવવા માટેની કેટલી નિઃસ્પૃહતા ! સાચે જ પૂજયશ્રી પુત્રેયણા (શિષ્યષણા)થી પર હતા. (૧૨) પ્રાયઃ વિ.સં. ૧૯૯૪, ઇ.સ. ૧૯૩૮માં પૂ.આ. શ્રી લબ્ધિસૂરિજી મ. ફલોદી (રાજ.) ચાતુર્માસ બિરાજમાન હતા. તે વખતના શ્રાવકો તત્ત્વજ્ઞાનના ભારે જિજ્ઞાસુ અને અભ્યાસી પણ હતા. રોજ રાત્રે પૂજય આચાર્યશ્રીની સાથે તત્ત્વજ્ઞાન કર્મગ્રંથ વગેરે પદાર્થોની ચર્ચા ચાલે. ફૂલચંદજી ઝાબક તત્ત્વજ્ઞાનના રસિક અને સારા અભ્યાસી હતા. એક વખત રાત્રે તેમણે પૂછ્યું : ગુરુદેવ ! આ કાળમાં સર્વોત્કૃષ્ટ સંયમી કોણ હશે ? આપની નજર કોના પર ઠરે છે ? પૂજય લબ્ધિસૂરિજીએ તરત જ જવાબ આપ્યો : આચાર્ય શ્રી વિજય કનકસૂક્રિજી મ. આ નામ તો અમે ખાસ સાંભળ્યું નથી. તેઓ ક્યાં વિચરે છે ?” મોટા ભાગે કરચ્છ-વાગડમાં વિચરણ કરતા આ મહાત્મા પ્રસિદ્ધિથી અત્યંત પર છે.” આ વખતે મિશ્રીમલજી ત્યાં જ હતા. બધો વાર્તાલાપ એકાગ્રતાપૂર્વક સાંભળી રહ્યા હતા. તેમણે ત્યારે જ મનમાં ગાંઠ વાળેલી : આ જીવનમાં કદાચ દીક્ષા ઉદયમાં આવે તો પૂ. કનકસૂરિજી મ.ના જ સમુદાયમાં દીક્ષા લેવી. એમની પુત્રી રતનબેનના અક્ષયરાજજી સાથે વિ.સં. ૧૯૯૬, ઇ.સ. ૧૯૪૦માં લગ્ન થયા. દસેક વર્ષ પછી જમાઇ અક્ષયરાજજીને દીક્ષાના ભાવ જાગ્યા ને પોતાનો મનોરથ સસરા મિશ્રીમલજીને જણાવ્યો. દીક્ષા ક્યાં લેવી તે નક્કી નહોતું. પણ મિશ્રીમલજીએ કહ્યું : “તમે જો દીક્ષા લેતા હો તો મારે પણ દીક્ષા લેવી છે ને મારે તો વાગડવાળા પૂ. કનકસૂરિજી મ. પાસે જ દીક્ષા લેવી છે.” વડીલની ઇચ્છા પ્રમાણે અક્ષયરાજજીએ પણ આ સમુદાયમાં દીક્ષા લીધી. મિશ્રીમલજી તે પૂ. કમલવિજયજી મ. અક્ષયરાજજી તે વિશ્વવિભૂતિ પૂ. કલાપૂર્ણસૂરિજી મ. કચ્છ વાગડના કર્ણધારો + ૪૫ પૂ.આ. શ્રી વિ. કનકસૂરીશ્વરજી ૨ ૪૪ Page #29 -------------------------------------------------------------------------- ________________ ફલોદીમાં જન્મેલા ને છતીસગઢમાં વ્યવસાય કરતા પૂજય કલાપૂર્ણસૂરિજી મ. ને અહીં ખેંચી લાવનાર પૂજ્યશ્રીની સંયમ સુવાસ હતી. (૧૩) વિ.સં. ૨૦૧૮, ઇ.સ. ૧૯૬૨ જેઠ મહિનો પૂજયશ્રી ભચાઉમાં બિરાજમાન હતા. ત્યારે મારવાડથી વિહાર કરીને સા. દર્શનશ્રીજી (પૂ. કનકચન્દ્રસૂરિજી મ.ના બેન મ.) ભચાઊ આવેલા હતા. બીજા દિવસે લાંબો વિહાર હોવાથી વહેલી સવારે વંદન કરવા માટે આવ્યાં. તેમને ભુજ તરફ જવાનું હતું. વહેલા-વહેલા સાધ્વીજીઓને વંદન કરવા આવેલા જોઇ પૂજ્યશ્રી એકદમ બોલી ઊઠ્યા : વંદનની આટલી શી ઊતાવળ છે ? પછી નથી અવાતું ? સાધ્વીજીઓ તો વંદન કર્યા વિના જ નીકળી ગયાં. પછી, પૂજયશ્રીને બીજા સાધુઓ દ્વારા ખ્યાલ આવ્યો કે સવારે વહેલા વંદન કરવા આવનાર એ સાધ્વીજીઓ અન્ય સમુદાયના હતાં અને વિહાર કરવાના હતાં. પૂજ્યશ્રીના હૃદયને ઝટકો લાગ્યો : આ રીતે હું બોલ્યો તે સારું ન કહેવાય. એ જ વર્ષે પર્યુષણ-ક્ષમાપનાની (પૂ.આ. શ્રી કનકચન્દ્રસૂરિજી મ.ની) ટપાલ આવેલી. તેના જવાબમાં પૂજ્યશ્રીએ ખાસ લખેલું : સા. દર્શનશ્રીજી આદિ વિહાર કરતી વખતે મને વંદનાર્થે આવેલ, પણ મને તે ખ્યાલ ન હતો. તેથી તેમને તે અવસરે મેં એ રીતે જણાવેલ, તેથી તેમને જે અપ્રીતિ કે મનદુ:ખ ઉપર્યું હોય તેને અંગે મારા તરફથી તેમને ક્ષમાપના જણાવશો.” કોઇ પણ આત્માને દુ:ખ ન પહોંચે, એ માટે પૂજયશ્રીની કેટલી તકેદારી ! પૂ.પં. શ્રી અભયસાગરજી મ.સા.ની પણ વાચનાઓ ચાલી રહી હતી. ધ્રાંગધ્રાવાળા પન્નાલાલ ગાંધીના પણ દ્રવ્યાનુયોગ વિષયક વક્તવ્યો અને મન ભરીને માણી રહ્યા હતા. આ પ્રસંગે ફા.સુ.૩ ના ૭-૮ દીક્ષાઓ પણ હતી. અમે કોઇ કાર્ય પ્રસંગે બહાર નીકળેલા હતા. રસ્તામાં એક ભાઇએ અમને પૂછ્યું : “મહારાજશ્રી ! આપકા કૌનસા સમુદાય ?' અમે કહ્યું : ‘પૂજ્ય કનકસૂરિજી મ.કા’ ક્યા વાગડવાલે કનકસૂરિજી ?” ‘હા.' ‘વે તો મેરે ગુરુ હૈ.' આપ કહો કે હૈ ?' આંધ્રપ્રદેશ - આદોની કા.’ વહાં તો પૂ. કનકસૂરિજી મ. કભી ગયે હી નહીં. ફિર ગુરુ કૈસે બને ?” ‘વિ.સં. ૨૦૦૧મેં મેં પાલીતાણા યાત્રા કરને ગયા થા, તબ વે મુઝે યાત્રા કે સમય મિલે થે. ઉન્હોને મુઝે પરિગ્રહ-પરિમાણ કી મહિમા બતાઇ થી ઔર મુઝે અભિગ્રહ ભી દિયા થા. ઉસકે બાદ તો મેરે યહાં પરિમાણ સે જ્યાદા ધને બઢતા હી ગયા. બઢતા હી ગયા ઔર મેં ઇસ ધન કો મેરે પાસ ન રખ કર બાંટને લગા, સત્કાર્યો મેં વ્યય કરને લગા.’ ‘આપકા નામ ?” મુઝે લોગ “ઇંદરચંદજી ધોકા’ કે રૂપ મેં જનતે હૈ.' આ નામ સાંભળતાં જ અમને એમની દાતા તરીકેની પ્રસિદ્ધિ યાદ આવી. દક્ષિણ ભારતમાં દાનવીર તરીકે એમનું બહુ મોટું નામ. આદોનીમાં આયંબિલ ખાતું વગેરેમાં, સિકન્દ્રાબાદથી સમેતશિખરના છ'રી પાલક સંઘમાં સહયોગી દાતારૂપે – આમ તેમણે ઘણા-ઘણા સ્થાને પોતાની લક્ષ્મીનો વ્યય કર્યો છે. પણ તેઓ આમાં પૂજય કનકસૂરિજી મ.ની કૃપા જોતા હતા ને તેમને “ગુરુ તરીકે માનતા હતા. પૂજયશ્રીએ આપેલી પ્રતિજ્ઞાનો પણ કેટલો પ્રભાવ ! (૧૪) વિ.સં. ૨૦૪૨, ઇ.સ. ૧૯૮૬, ફાગણ સુદનો સમય હતો. અમે પૂ. ગુરુદેવશ્રી કલાપૂર્ણસૂરિજી મ.ની છત્રછાયામાં શંખેશ્વર તીર્થમાં (ફા.સુ. ૨ થી ફા.સુ.૯ સુધી) રોકાયા હતા. એ દરમ્યાન પૂજ્યશ્રીની તથા પૂ.આ. શ્રી વિ. કનકસૂરીશ્વરજી ૨ ૪૬ કરછ વાગડના કર્ણધારો ૨ ૪૭ Page #30 -------------------------------------------------------------------------- ________________ (૧૫) વિ.સં. ૨૦૪૨, ઇ.સ. ૧૯૮૬ અમે કચ્છ-ગાગોદરમાં ચાતુર્માસ હતા. ત્યાંના વયોવૃદ્ધ સોમચંદ હરચંદ મહેતા અમને ઘણીવાર કહેતા : પૂજ્યશ્રી (પૂ. કનકસૂરિજી) પાસે ઘણીવાર હું જતો ને કહેતો : ‘સાહેબજી ! મારે આપની નિશ્રામાં ઉપધાન કરાવવા છે.” લગભગ પૂજ્યશ્રી મૌન જ રહેતા. કદાચ કહે તો એટલું જ કહે : ‘જો ઇશું. અવસરે વાત.” આમ કરીને મારી વાતને લગભગ ટાળતા જ રહેતા હતા. ભગત આવ્યો છે ને ભાવના છે તો હમણાં જ લાભ આપી દઇએ, એવી કોઇ ઉત્સુકતા પૂજ્યશ્રીમાં મને જોવા મળી નથી. પૂજ્યશ્રીમાં અજબ-ગજબની નિઃસ્પૃહતા હતી. વગરની અકળામણ થતી. આવી તબિયતમાં અમદાવાદ ન જાવ તો સારું, એમ રાધનપુરના ભક્તોએ બહુ વિનંતી કરેલી, પણ પૂજ્યશ્રીએ અમદાવાદ ભણી પ્રયાણ શરૂ જ કરી દીધું. પણ, આખરે જે થવાનું હતું તે થયું જ. પહેલું જ મુકામ હતું : ગોચનાદ. એ ગામમાં જે મકાનમાં ઊતરેલા ત્યાં ગરમી પારાવાર હતી. પૂજ્યશ્રીનું દર્દ પણ અત્યંત વધી ગયું. જરા પણ આગળ વધી શકાય તેમ ન હતું. આથી કેટલાક ભક્તોએ ફરી પૂ. બાપજી મ.ને તારથી સમગ્ર પરિસ્થિતિ જણાવી. પરિસ્થિતિ સમજી ચૂકેલા પૂ. બાપજી મ.એ તારથી જ જણાવ્યું : “હવે તમે ત્યાં જ ચાતુર્માસ કરશો. અહીં આવવાની કોશીશ કરતા નહિ. તબિયત બગાડીને અવાતું હશે ! આ મારી આજ્ઞા છે, ઇચ્છા છે.” આવી સ્પષ્ટ લિખિત આજ્ઞા આવી પછી જ પૂજયશ્રી રાધનપુર પાછા પધાર્યા. આટલા સમયમાં રાધનપુરમાં અન્ય મહાત્માનું ચાતુર્માસ નક્કી થતાં પૂજ્યશ્રીએ એ વર્ષે સાંતલપુર ચાતુર્માસ કર્યું. (૧૬) વિ.સં. ૨૦૧૧નો (ઇ.સ. ૧૯૫૫)નો સમય હતો. જેઠ મહિનાની ભયંકર ગરમી હતી. ચાતુર્માસ માટે રાધનપુર સંઘની ખૂબ જ આગ્રહભરી વિનંતી હતી. પૂજયશ્રી જવાબમાં કહેતા : પૂ. બાપજી મ. (પૂ. સિદ્ધિસૂરિજી મ.)ની આજ્ઞા પ્રમાણે હું કરીશ. બાપજી મ.ની ત્યારે એવી ઇચ્છા હતી કે કનકસૂરિજી આ વખતે મારી સાથે રહે તો સારું. રાધનપુર સંઘ પૂ. બાપજી મ. પાસે જઇને પત્ર લઇ આવ્યો. પત્રમાં બાપજી મે. એ લખેલું હતું : “તમારી ઇચ્છા હોય તો તમે રાધનપુર ચાતુર્માસ કરી શકો છો. મારી રજા છે.” - પૂજ્યશ્રી કહે : જુઓ, આ પત્રમાં આજ્ઞા નથી, પણ અનુજ્ઞા છે. મારે તો પૂ. બાપજી મ.ની ઇચ્છાને જ અનુસરવાનું છે. એમની ઇચ્છા એ જ મારા માટે આજ્ઞા. હું તો અમદાવાદ ચાતુર્માસ કરવા જવાનો.” ને, એ મુજબ પૂજયશ્રીએ અમદાવાદ તરફ વિહાર શરૂ જ કરી દીધો. એ અરસામાં પૂજ્યશ્રીની તબિયત બરાબર રહેતી નહોતી. વારંવાર પેટમાં ગોળાની તકલીફ થઇ આવતી ને અસહ્ય ગરમીના કારણે પાર પૂ.આ. શ્રી વિ. કનકસૂરીશ્વરજી + ૪૮ (૧૭) પૂજ્યશ્રી શાસ્ત્ર-વાંચનના અત્યંત પ્રેમી હતા. રોજ ઓછામાં ઓછા ૧૫૦૦ શ્લોક તો વાંચવાના જ. આ તેમનો વણલખ્યો નિયમ હતો. તેમનું શાસ્ત્રીય વિશાળ વાંચન હતું. પણ ગંભીરતા એટલી કે પ્રસંગ વિના કોઇને ખ્યાલ ન આવે કે આ મહાત્મા આટલા વિદ્વાન હશે. શાસ્ત્રજ્ઞાન માત્ર જાણકારી પૂરતું ન હતું, પણ હૃદયમાં ભાવિત થયેલું હતું. એમના જીવનના કેટલાય પ્રસંગો એમના હૃદયની ભાવિતતાને સૂચવે છે. શ્રા.વ.૪ નો જીંદગીનો છેલ્લો દિવસ હતો. છેલ્લા કલાકો ગણાઇ રહેલા હતા. પરિસ્થિતિ પામી ગયેલા પાસેના મુનિઓએ “આપને શું સંભળાવીએ ?” એવું પૂછ્યું ત્યારે પૂજ્યશ્રીએ ‘પંચસૂત્રનું નામ આપ્યું. કચ્છ વાગડના કર્ણધારો + ૪૯ Page #31 -------------------------------------------------------------------------- ________________ મૃત્યુની ભયંકર વેદના વખતે પંચસૂત્રનું યાદ આવવું, એમની શાસથી ભાવિત મતિને બતાવે છે. (૧૮) શરીર પરની એમની સંલીનતા અભુત હતી. નિરર્થક હાથપગ હલાવવા, નિરર્થક વાણી-વિલાસ કરવો કે નકામા વિચારો કરવા એમની પ્રકૃતિમાં જ નહોતું. પૂજયશ્રી સાચા અર્થમાં ‘ત્રિગુપ્તિએ ગુપ્ત’ હતા. આવા જ ગુણના કારણે પોતાના સંયમના ઉપકરણોની કાળજી અને સાચવણી અદ્ભુત કોટિની હતી. દીક્ષા વખતે પૂજય દાદા શ્રી જીતવિજયજી મ.સા.એ આપેલા ચાર ઉપકરણો (દાંડો, ઓઘાની દાંડી, પાટો અને તરપણી) જીવનભર ચલાવ્યા હતા. (દીક્ષાપર્યાય પ૭ વર્ષ હતો.) છાસવારે ને છાસવારે આજે નવા-નવા ઉપકરણો જયારે નીકળી રહ્યા હોય ત્યારે આ વાત આપણા જેવાના મગજમાં ઊતરવી પણ મુશ્કેલ બને છે. ઉપકરણો પ્રત્યે એમની ઉપકાર બુદ્ધિ ઘણી પ્રબળ હશે ! કદાચ એ જ કારણે મૃત્યુના સમયે જ એમની ઘડિયાળ બંધ થઇ ગઇ હતી. સદા સાથે રહેનારી ઘડિયાળને કદાચ થયું હશે : સમયનો સંપૂર્ણ સદુપયોગ કરનારા તો ચાલ્યા ગયા. હવે મારે ચાલુ રહીને શું કામ છે ? હવે મને ઉપકાર બુદ્ધિથી કોણ જોશે ? એવું ‘વિચારીને’ શું ઘડિયાળને આઘાત લાગ્યો હશે ? જડ પર પણ પૂજ્યશ્રીનો કેવો પ્રભાવ ? લાકડીયાવાળા વેલજી દામજી ભણશાળી પૂજ્યશ્રીને વંદનાર્થે આવેલા. વંદન કરીને પૂછ્યું : ‘પૂજ્યશ્રી ! કાંઇ કામ છે ?' પૂજ્યશ્રીએ ઇશારો કરીને બેસી જવા કહ્યું. વેલજીભાઇ બેસી ગયા. પૂજ્ય શ્રી ક્રિયા કરાવતા રહ્યા. વેલજીભાઇના મનમાં એમ કે ક્રિયા પૂરી થયા પછી પૂજ્યશ્રી કામ બતાવશે, પણ ક્રિયા જયાં પૂરી થઇ ત્યાં પૂજ્યશ્રીએ કહ્યું : “કામ પૂરું થઇ ગયું. હવે તમારે જવું હોય તો જઇ શકો છો.’ ‘પણ સાહેબજી ! મને કાંઇ આમાં સમજાયું નહિ. હું તો બેઠો જ રહ્યો હતો. કાંઇ આપનું કામ કર્યું જ નથી. પછી કામ કેવી રીતે થઇ ગયું ? સંકોચ નહિ કરતા. કોઇ પણ કામ આપ મને ચીંધી શકો છો.’ | ‘જુઓ, વેલજીભાઇ ! અહીં બધા સાધ્વીજીઓ વચ્ચે હું એકલો જ હતો. પુરુષ તરીકે કોઇની હાજરી જરૂરી હતી. આથી જ મેં તમને અહીં બેસાડેલા. હવે ક્રિયા થઇ ગઇ. સાધ્વીજીઓ જતા રહ્યા. હવે તમે જઇ શકો છો.’ - વેલજીભાઇ તો પૂજ્યશ્રીની બ્રહ્મચર્ય માટેની આવી ઉત્કૃષ્ટ સાવધાની જોઈ આભા જ થઇ ગયા. આ પ્રસંગ વેલજીભાઇ ઘણીવાર જાહેર સભામાં કહેતા. બ્રહ્મચર્યની આવી નિર્મળતાના પ્રભાવથી જ ૨૫૦ સાધ્વીજીઓને પૂજ્યશ્રી આજ્ઞાંકિત બનાવી શક્યા હતા. એમની આજ્ઞા કોઇ લોપી શકતું નહિ. (૧૯) પૂજયશ્રી અતિ નિર્મળ બ્રહ્મચર્યના પાલક હતા. એ માટે નવેય વાડોના પાલનમાં અતિ જાગરૂક હતા. એક વખત રાધનપુરમાં સાધ્વીજીઓને જોગની ક્રિયા કરાવતા હતા. તે વખતે સમસ્ત સાધ્વીજીઓ વચ્ચે એકલા જ હતા. પૂ.આ. શ્રી વિ. કનકસૂરીશ્વરજી ૨ ૫૦ (૨૦) એક વખત હળવદમાં પૂજ્યશ્રી સાધ્વીજીઓના ચાતુર્માસ નક્કી કરી રહ્યા હતા. પૂજયશ્રી સાધ્વીજીઓનાં નામ દઇને કહેતા : દા.ત. ‘તમારે આધોઇ જવાનું છે.' સાધ્વીજીઓ તરફથી જવાબ આવતો : ‘તહત્તિ’ બીજી કોઇ દલીલ કે ફરિયાદ નહિ. કચ્છ વાગડના કર્ણધારો + ૫૧ Page #32 -------------------------------------------------------------------------- ________________ પૂજ્યશ્રીને પૂછ્યું પણ ખરું. “ગુરુદેવ ! આ કામ તો માણસ પાસેથી પણ કરાવી શકાય. આપ શા માટે કરો છો ?” ભાઈ ! તમારી વાત સાચી. માણસ કામ તો કદાચ કરી આપે, પણ જયણા રાખે ખરો ? જયણા માટે જ આવું કામ પણ અમે જ કરી લઇએ.” પૂજ્યશ્રીનો ઉત્તર સાંભળી કાન્તિભાઇનું મસ્તક ઢળી પડ્યું. હૃદય બોલી ઊઠ્ય : ધન્ય જયણા ! આમ પોતાના મગજમાં ગોઠવેલા ચાતુર્માસ સ્થળો અને સાધ્વીજીઓનાં નામ પૂજયશ્રી બોલતા ગયા અને સાધ્વીજીઓ ‘તહત્તિ ‘તહત્તિ' બોલતા ગયાં ! થોડીવારમાં તો ચાતુર્માસ ગોઠવવાનું કામ પૂરું થઇ ગયું. બાજુમાં પૂ. પ્રેમસૂરિજી મ.ના સમુદાયના પૂ.પં. કાન્તિવિજયજી મ. આ બધું જોઇ રહ્યા હતા ને મનમાં વિચારી રહ્યા હતા : અમારે તો આટલા વખતમાં એક સાધુ મ.નું ચાતુર્માસ પણ નક્કી ન થઇ શકે. અમારે એમને કેટલીયે રીતે સમજાવવા પડે, ત્યારે માંડ માંડ પેલા તૈયાર થાય. સાધુઓને તો હજુયે સમજાવી શકાય, પણ સાધ્વીજીઓને સમજાવવા તો એથી પણ મુશ્કેલ ! કારણ સ્ત્રી-સહજ પ્રકૃતિ ખરી ને ! પણ અહીં તો સાધ્વીજીઓ હોંશે-હોંશે પૂજ્યશ્રીની આજ્ઞા વધાવી રહ્યા છે. આ તો કલિકાલનું આશ્ચર્ય કહેવાય. નિર્મળ બ્રહ્મચર્યનો આ અદ્ભુત પ્રભાવ કહેવાય. પછીથી પૂજ્યશ્રી માટે ૫.પં. કાન્તિવિજયજી મ. બોલી ઊઠેલા : આ તો (પૂજ્યશ્રી) કલિકાલના યૂલિભદ્રજી છે.” (૨૧) શ્રી અક્ષયરાજજી (પૂ. કલાપૂર્ણસૂરિજી)એ પૂજયશ્રીને પત્ર લખ્યો : ‘મને ધ્યાન માટે અલગ ઓરડી મળી શકશે ? ૩-૪ કલાક એના માટે જોઇશે.’ “તો હિમાલયની ગુફામાં ચાલ્યા જાવ.” પૂજ્યશ્રીનો જવાબ આવ્યો. ‘શિષ્ય બનાવવા માટે કંઇક અનુકૂળતા કરી આપું' આવી કોઇ વાત જ નહિ. (૨૩) અમારા હાથમાં સા. ચતુરશ્રીજીની લખેલી એક ડાયરી આવેલી. પૂજયશ્રીના જીવન અંગે લખેલું હતું. તેમાં એક સ્થળે લખ્યું હતું કે પૂજયશ્રી ખૂબ જ વિનીત હતા. એમાં પણ પોતાના ચાર ઉપકારીઓ (પૂ. દાદા શ્રી જીતવિજયજી મ., પૂ. ગુરુવર્ય શ્રી હીરવિજયજી મ., પૂ.આ. શ્રી સિદ્ધિસૂરિજી મ., પૂ.આ. શ્રી મેઘસૂરીશ્વરજી મ.) પ્રત્યે તો એટલો બધો વિનયભાવ કે ગમે તેટલું કામ પડતું મૂકીને તેમની પાસે હાજર થઈ જાય. તેઓશ્રી તેમને બોલાવે : “કનકવિજયજી ! અહીં જરા આવજો તો.’ કનકવિજયજીનો ‘ક’ સંભળાતાં જ પૂજયશ્રી આસન પરથી ઊભા થઇ જાય અને ઉપકારી ગુરુવર્યો તરફ ચાલવા માંડે. જે સ્વયં વિનીત બને તે જ બીજાને વિનીત બનાવી શકે ને ? જે સ્વયં વિનીત બને તે જ ઉત્તમ શિષ્ય બની શકે ને ઉત્તમ શિષ્ય બને તે જ ઉત્તમ ગુરુ બની શકે. ચંદાવિજઝય પયજ્ઞામાં કહ્યું છે : “હંતૂણ સવસાણં સીસો હોઊણ તાવ સિMાહિ | સીસસ્ત હુંતિ સીસા, ન હુંતિ સીસા અસીસસ્સ II” “બધું માન છોડીને તું સૌ પ્રથમ શિષ્ય બન. જે શિષ્ય બને તે જ ગુરુ બની શકે છે.'' એટલે જ પૂજયશ્રી ઉત્તમ ગુરુદેવ બની શક્યા હતા. * * * (૨૪) અંગ્રેજો દ્વારા ભારતને આઝાદી આપવાનું તથા હિન્દુસ્તાન અને પાકિસ્તાનના ભાગલા પાડવાનું નક્કી થઇ ગયું હતું. કચ્છ વાગડના કર્ણધારો ૫૩ (૨૨) એક વખત લાકડીયાવાળા કાન્તિલાલ ઘેલાભાઇ પૂજ્યશ્રીના વંદનાર્થે સાંતલપુર ગયા. ત્યારે પૂજ્યશ્રી બોક્ષ પર રહેલા કંતાનને પોતાના હાથે સીવતા હતા. કાન્તિભાઇને નવાઇ લાગી : આવા મોટા આચાર્યશ્રી આવું કામ જાતે કરે ? બીજા કોઇ માણસ વગેરે પાસેથી ન કરાવી શકે ? પૂ.આ. શ્રી વિ. કનકસૂરીશ્વરજી ૨ પ૨ Page #33 -------------------------------------------------------------------------- ________________ રાધનપુરના નવાબની ઇચ્છા હતી કે રાધનપુર પાકિસ્તાનમાં જાય. મુસલમાનો ખુશ હતા. કોઇ કોઇ મુસ્લિમ તો વળી જૈનોના મોટા-મોટા મકાનો સામે આંગળી ચીંધીને બોલતા : આ મકાનમાં હું રહીશ. રાધનપુર પાકિસ્તાનમાં જશે.’ એ અફવાથી જૈનોમાં ખળભળાટ મચી ગયો. કેટલાય જૈનો તો રાધનપુર છોડીને મુંબઇ ભેગા થઇ ગયા. આવા ગભરાટના સમયે પૂજ્યશ્રી રાધનપુરમાં બિરાજમાન હતા. કોઇકે પૂછ્યું : “સાહેબજી ! શું થશે ? રાધનપુરના દેરાસરોનું શું થશે ?'' પૂજ્યશ્રીએ કહ્યું : ‘કશું નહિ થાય. રાધનપુર ભારતમાં જ રહેશે. ખોટો ભય ન રાખો.’ ને, ખરેખર એમ જ થયું. રાધનપુર ભારતમાં જ રહ્યું. આ હતી પૂજ્યશ્રીની વચન-સિદ્ધિ ! * * * (૨૫) વિ.સં.૨૦૧૩, પૂજ્યશ્રી માંડવી (કચ્છ) ચાતુર્માસ બિરાજમાન હતા. ત્યારે રાયચંદ ડુંગરશી સત્રા (વઢવાણ) પોતાના પુત્રવધૂ લીલાબેન તથા પૌત્રી હંસાની દીક્ષા માટે મુહૂર્ત કઢાવવા આવેલા. દીક્ષાનું મુહૂર્ત લીધા પછી રાચયંદભાઇ વઢવાણ જવા તૈયાર થયા ત્યારે પૂજ્યશ્રીએ કહ્યું : “હમણાં ત્યાં ન જાવ તો સારું !” ‘પણ હું ન જાઊં તો ચાલે તેમ નથી. નોકરીમાં તો સમયસર હાજર થવું જ પડે.’ બે દિવસ મોડા જાવ તો શું ફરક પડે છે ? કચ્છની પંચતીર્થી થઇ જાય ને !' પૂજ્યશ્રીની વાત સ્વીકારીને રાચયંદભાઇ પંચતીર્થી કરવા જનાર અન્ય લોકોની સાથે યાત્રા કરવા ઉપડી ગયા. બે દિવસ પછી વઢવાણ પહોંચ્યા તો પોતાની જગ્યાએ જે ભાઇ કામ કરતા હતા તેને એક લાખ રૂપિયા ભરવાની દંડરૂપે સજા ફટકારવામાં આવી હતી. પોલીસની ગાડી ત્યારે ત્યાં જ ઊભી હતી. પૂ.આ. શ્રી વિ. કનકસૂરીશ્વરજી ♦ ૫૪ રાયચંદભાઇને પૂજ્યશ્રી યાદ આવી ગયા ને મનોમન બોલી ઊઠ્યા : ઓ પૂ. ગુરુદેવ ! આપની વાત ન માની હોત ને હું અહીં જલ્દીજલ્દી આવી ગયો હોત તો એક લાખ રૂપિયાનો દંડ મારા માથા પર આવત. હે ઉપકારી ! આપના વચનના પાલનથી હું એ દંડથી બચી ગયો. હૈ ઉપકારી ! આપનો આ ઉપકાર ક્યારેય નહિ ભૂલાય. લીલાબેન તે સા. પૂર્ણકલાશ્રીજી રૂપે પૂ. સા. પુષ્પચૂલાશ્રીજીનાં શિષ્યા બન્યાં ને દીક્ષા જીવનથી જ આયંબિલનો તપ શરૂ કર્યો. ભચાઊમાં વિ.સં. ૨૦૧૫, ભા.વ.૧ ના દિવસે તેઓશ્રી સમાધિપૂર્વક કાળધર્મ પામ્યાં. તે દિવસે તેમને ૪૯૦મું આયંબિલ હતું. અર્થાત્ દીક્ષા લધી પછી મોઢામાં વિગઇ નાંખી જ નથી. હંસાબેન તે સા. હંસકીર્તિશ્રીજી બન્યાં. જેઓને આજે (વિ.સં. ૨૦૬૬) ૨૮૯મી વર્ધમાન તપની ઓળી પૂરી થઇ ગઇ છે. એમના અદ્ભુત તપની વાત જગત જાણે છે. તપસ્વિની માતાનાં પુત્રી પણ તપસ્વિની જ હોય ને ! આ બધા પ્રસંગોમાંથી પૂજ્યશ્રીના ક્ષમા, નમ્રતા, સરળતા, પવિત્રતા, કરુણા, ક્રિયારુચિ વગેરે અનેક ગુણો જાણવા મળે છે. આવા અનેક ગુણ ભંડાર પૂજ્યશ્રીએ અંતિમ વર્ષોમાં કચ્છ-ભચાઊ મુકામે સ્થિરતા કરેલી. વિ.સં. ૨૦૧૯ના અંતિમ ચાતુર્માસમાં પૂ. બાપજી મ.ના પૂ.પં. શ્રી ભદ્રંકરવિજયજી મ. આદિ પૂજ્યશ્રીની નિશ્રામાં ખાસ પધારેલા. એ વર્ષે પૂજ્યશ્રીએ પોતાના શિષ્ય પૂ.પં. દીપવિજયજીને સામખીયાળી ચાતુર્માસ અર્થે મોકલેલા. ગાંધીધામ સંઘના અતિ આગ્રહથી ખાસ પોતાની પાસે ચાતુર્માસાર્થે બોલાવેલા પૂ. મુનિશ્રી કલાપૂર્ણવિજયજી મ. આદિ ત્રણને પણ ગાંધીધામ મોકલ્યા. સંઘ પરનું પૂજ્યશ્રીનું કેટલું વાત્સલ્ય ! ચાતુર્માસમાં જોત-જોતામાં શ્રા.સુ.૧૫ નો દિવસ આવી પહોંચ્યો. પોતાનો અંતિમ સમય આવી પહોંચેલો છે, એમ અંદરથી સમજી ગયેલા પૂજ્યશ્રીએ પોતાનો લોચ તે દિવસે કરી લીધો. ત્યાર પછી તબિયત કચ્છ વાગડના કર્ણધારો - ૫૫ Page #34 -------------------------------------------------------------------------- ________________ બગડવા માંડી, છાતીમાં દુઃખાવો વધવા લાગ્યો. આવું પહેલાં પણ થતું, અને થોડા ઉપચારોથી મટી પણ જતું એટલે બીજાને ખાસ ચિંતાજનક ન લાગ્યું. છતાં અંજારથી પરમ સેવાભાવી ડૉ. શ્રી યુ. પી. દેઢિયાને બોલાવવામાં આવ્યા. તેમની આપેલી દવા (હોમિયોપથી) પર પૂજ્યશ્રીને વિશ્વાસ. એ દવાથી આરામ પણ થઇ જતો. પણ આ વખતે ખાસ કોઇ ફાયદો થયો નહિ. શ્રા.વ.૪ ના દિવસે દુઃખાવો વધતાં બોલાવવામાં આવેલા ડૉકટરે ઇન્જેકશન તૈયાર કર્યું, પણ પૂજ્યશ્રીએ મક્કમતાથી ના પાડી દીધી અને સખત નારાજગી બતાવી. આજે સવારથી શુદ્ધ પાણી સિવાય કશું જ લીધું નથી. કેટલાક ભક્તિધેલા શિષ્યોએ ગુલ્કોઝવાળું પાણી આપતાં પૂજ્યશ્રીએ સખત નારાજગી બતાવેલી. આથી શિષ્યોએ નક્કી કરેલું કે પૂજ્યશ્રી નારાજ થાય, તેવો કોઇ ઉપચાર કરવો નહિ. પૂજ્યશ્રીએ ઇન્જેકશન માટે ઘસીને ના પાડી દીધી. જીવનમાં ક્યારે પણ જેમણે ઇન્જેકશન લીધું ન હોય તે અંત સમયમાં શી રીતે લે ? ઇન્જેકશનનું છોડો, પૂજ્યશ્રીએ એલોપથીની કોઇ ગોળી પણ પોતાના જીવનમાં લીધી નથી. અંતિમ સમયમાં પૂજ્યશ્રીએ પંચસૂત્ર શ્રવણની ઇચ્છા વ્યક્ત કરી. તે મુજબ પંચસૂત્ર સંભળાવવામાં આવ્યું. ત્યાર પછી નમસ્કાર મહામંત્રનું શ્રવણ કરાવવામાં આવ્યું. બરાબર બપોરે ૩.૧૦ વાગે પૂજ્યશ્રીના દિવ્ય આત્માએ દેહનું પાંજરું છોડી પરલોક તરફ પ્રયાણ કર્યું. બરાબર તે જ સમયે બાજુમાં રહેલી પૂજ્યશ્રીની ઘડિયાળ પણ બંધ થઇ ગઇ. પૂજ્યશ્રી ગુણ દેહે આજે પણ અમર છે. સુધર્માસ્વામીની ૬૧મી પાટે પૂજ્ય આચાર્ય શ્રી સિંહસૂરિજી મ. થયા. (સ્વ. વિ.સં. ૧૭૦૭ ની આસપાસ) ત્યાર પછી પં. સત્યવિજયજી મ.ની સંવેગી શાખામાં (સત્યકપૂર-ક્ષમા-જિન-ઉત્તમ-પદ્મ-રૂપ-કીર્તિ-કસ્તુર-મણિ-પદ્મ-જીતહીરવિજયજી) લગભગ ૨૮૦ વર્ષ સુધી કોઇ આચાર્ય ન્હોતું. પૂજ્ય કનકસૂરિજી મ. આ શાખામાં પ્રથમ આચાર્ય બન્યા હતા અને સુધર્મા સ્વામીની ૭૫મી પાટ શોભાવી હતી. પૂ.આ. શ્રી વિ. કનકસૂરીશ્વરજી ♦ ૫૬ એ પૂજ્યશ્રીના ચરણે કોટિ-કોટિ વંદન. પૂજ્યશ્રીના કુલ ૧૪ શિષ્યો હતા. આંબાની ડાળને કોયલનો સાથ મળે તો તે આંબો કેવો શોભી ઊઠે ? પૂજ્યશ્રી પણ આવી શિષ્ય સંપદાથી શોભાયમાન હતા. એમના કેટલાક શિષ્ય-પ્રશિષ્યોની કેટલીક વિશેષતા જોઇએ. * પૂ.પં. મુક્તિવિજયજી મ. : મૂળ વાંઢિયાના આ મહાત્મા સંસ્કૃત વાંચન અને ગ્રંથ સંશોધનમાં પરમ નિષ્ણાત હતા. કોઇ પણ ગ્રંથ વાંચીને તેમાં અશુદ્ધિ હોય તો સુધારતા. એટલું જ નહિ, એની નોટ પણ બનાવતા. એમની આવી ૧૭ જેટલી નોટો સાંતલપુરના ભંડારમાં છે. સંસ્કૃત વાંચનમાં તેમની સારી ગતિ હતી. અધ્યાત્મયોગી પૂજ્ય ગુરુદેવશ્રીએ તેમની પાસે સંસ્કૃત વાંચન કરેલું છે. રાત્રે ૩.૦૦ વાગે ઊઠીને તેઓ વૃદ્ધાવસ્થામાં પણ કંઠસ્થ ગ્રંથોનો સ્વાધ્યાય કરતા. અભિધાન ચિન્તામણિ નામમાલા તથા પ્રાકૃત વ્યાકરણનું તો રોજ પુનરાવર્તન કરતા. તેમણે પૂજ્ય રામચન્દ્રસૂરિજી મ.ના સાધુઓને ભણાવેલું પણ છે. મુંબઇમાં લાલબાગ, ઇર્લ અને મલાડ વગેરે સ્થાનોમાં ચાતુર્માસ પણ કરેલા છે. ઇર્લાના જૂના ઉપાશ્રયમાં તેમનો ફોટો પણ હતો. ભાભરમાં વિ.સં. ૧૯૬૭માં દીક્ષિત થયેલા તેઓશ્રી વિ.સં. ૨૦૧૮ લાકડીયામાં સ્વર્ગવાસી બન્યા હતા. * પૂ. મુનિ શ્રી ક્ષમાવિજયજી : લોદરાણીના આ મહાત્માએ વિ.સં. ૧૯૭૬, કા.વ.૫ ના પૂજ્ય ગુરુદેવની પંન્યાસ પદવી સાથે પાલીતાણામાં દીક્ષા લીધી હતી. આ મહાત્મા પૂજ્યશ્રીની ભક્તિમાં એક્કા હતા. પૂજ્યશ્રી માટે ગમે તેટલી વખત ગોચરી જવાનું હોય કે કાપ કાઢવાનું હોય, બધા કાર્યો માટે તેઓશ્રી હંમશા અપ્રમત્ત રહેતા હતા. કચ્છ વાગડના કર્ણધારો - ૫૭ Page #35 -------------------------------------------------------------------------- ________________ વિ.સં. ૨૦૦૯, કા.સુ.૪, ઇ.સ. ૧૯૫૨ પત્રીમાં તેમનો સ્વર્ગવાસ થયો હતો. પૂ. મુનિ શ્રી કાન્તિવિજયજી : કીડીયાનગરના આ મહાત્માએ સા. આણંદશ્રીજી દ્વારા પ્રતિબોધિત બનીને વિ.સં. ૧૯૮૧, મહા સુ.૫, ઇ.સ. ૧૯૨૫ ના કીડીયાનગરમાં દીક્ષા લીધી હતી. ગુરુ સમર્પિત આ મહાત્મા અત્યંત સંયમી હતા. વિ.સં. ૧૯૯૩, મહા સુ.૨, ઇ.સ. ૧૯૩૭ ના ધીણોજમાં તેમનો સ્વર્ગવાસ થયો હતો. મૃત્યુ નજીક હોવા છતાં તેમને કેવો ગુરુ આજ્ઞા તથા સંયમનો પ્રેમ હતો ? તે જાણવા જેવું છે. વિ.સં. ૧૯૯૨, ઇ.સ. ૧૯૩૬ નું પૂજ્યશ્રીનું ચાતુર્માસ ચાણસ્મામાં હતું. ચાતુર્માસ પછી ૧૯૯૩માં કાર્તક મહિને ધીણોજમાં ઉપધાન હોવાથી પૂ. બાપજી મ.ની આજ્ઞાથી પૂજ્યશ્રી ધીણોજ પધાર્યા. ત્યારે કાન્તિવિ.મ.ને ટી.બી. થયેલો હતો. પ્રશાંત સાધક એવા આ મહાત્માનો ઇલાજ ઝીંઝુવાડાના પાનાચંદભાઇ નામના વૈદ કરતા હતા. ઇલાજથી ક્યારેક સારું જણાય. ફરી ૧૫ દિવસ પછી તબિયત બગડે. આમ ચાલ્યા કરવાથી વૈદે કહ્યું : મોસંબીનો રસ તથા અન્ય ફળો આપવાની જરૂર છે. પણ ત્યાગી મુનિશ્રીને આ પસંદ નહોતું. ઘસીને ના પાડી દીધી. શ્રીસંઘે આ વાત પૂજ્યશ્રીને જણાવી. પૂજ્યશ્રીએ આ માટે પૂ. બાપજી મ. ની આજ્ઞા પ્રમાણે વર્તવા જણાવ્યું. (પોતે ગુરુ હોવા છતાં કેટલી નમ્રતા !) પૂ. બાપજી મ.ની આજ્ઞાથી બે દિવસ ફળો લીધા ખરા, પણ લેતાં લેતાં માથું કુટે ! મનમાં બળાપાનો પાર નહિ. શરીરમાં ટી.બી.નું દર્દ તો છે જ, હવે મનમાં આ દર્દ ક્યાં ઊભું કરવું ? આવું વિચારીને સંઘે મુનિશ્રીની સંપૂર્ણ પરિસ્થિતિ પૂ. બાપજી મ.ને જણાવતાં તેમણે પણ સંયમ ભાવનાને બિરદાવી ફળાહાર માટે આગ્રહ નહિ કરવાનું વૈદરાજને જણાવી દીધું. ગુરુ આજ્ઞાપાલન, સંયમની ચુસ્તતા, મનમાં સમાધિ આવા બધા તેમના ગુણોથી ધીણોજ સંઘ અત્યંત પ્રભાવિત થઇ ગયો હતો. પૂ.આ. શ્રી વિ. કનકસૂરીશ્વરજી • ૫૮ * પૂ.પં. શ્રી દીપવિજયજી (પૂ.આ. શ્રી દેવેન્દ્રસૂરિજી) : પૂજ્ય દેવેન્દ્રસૂરિજી મ.નું જીવન જુઓ. પૂ. મુનિ શ્રી ધન્યવિજયજી (પૂજ્યશ્રીના પ્રશિષ્ય હતા) : યેવલા (મહારાષ્ટ્ર)ના આ મહાત્માએ વિ.સં. ૧૯૯૩, અંજારમાં દીક્ષા લીધેલી. સંયમના ખપી આ મહાત્માનું જીવન અદ્ભુત હતું. છેલ્લી અવસ્થા જણાતાં તેઓ આડીસરથી વિહાર કરીને ખાસ પલાંસવા આવેલા. એમના અંતિમ કાર્ય માટે ભચાઊથી પૂ. કંચનવિ.મ. એક દિવસમાં (લગભગ ૬૪ કિ.મી.) વિહાર કરીને સાંજે પલાંસવા પહોંચ્યા હતા. “પ્રાયઃ વિ.સં. ૨૦૧૨ માં પૂ. ધન્યવિ. તથા પૂ. દેવવિ. વાંકાનેરમાં ચાતુર્માસ હતા. સમગ્ર ચાતુર્માસ દરમ્યાન લગભગ ઓળીઓ જ. પારણામાં પણ એકાસણા જ. આખો દિવસ જ્ઞાન-ધ્યાનમાં લીનતા. કોઇ પંચાત નહિ. આજે પણ એ દિવસો યાદ આવતાં રોમાંચ ખડા થઇ જાય છે.” એમ હમણાં જ પૂના-કાત્રજમાં એક વાંકાનેરના ભાઇએ કહેલું. ત્યાર પછી તરત જ વિ.સં. ૨૦૧૩માં એ મહાત્મા કાળધર્મ પામી ગયા હતા. * પૂ. મુનિ શ્રી કંચનવિજયજી : મૂળ ફલોદી (રાજ.)ના લક્ષ્મીચંદભાઈ વ્યવસાય નિમિત્તે મદ્રાસ (ચેન્નઇ) જઇને વસ્યા હતા. એમના પ્રયત્નોથી ત્યાં આયંબિલ શાળાની સ્થાપના થઇ હતી. દીક્ષા લેવાના ભાવ જાગતાં સૌ પ્રથમ પત્ની તથા સાળીને દીક્ષા અપાવી. સદ્ગુરુની શોધ માટે તેઓ પાંચેક વર્ષ સુધી પાલીતાણામાં રસોડું ખોલીને રહ્યા હતા અને છેવટે તેમણે પસંદગીનો કળશ પૂ. કનકસૂરિજી મ. પર ઢોળ્યો હતો. પાલીતાણામાં તે વખતે અનેક મહાત્માઓને તેમણે ખૂબ જ નિકટથી જોયા હતા. પણ નજર ઠરી પૂજ્યશ્રી પર. વિ.સં. ૧૯૯૩, વૈ.સુ.૧૦, ઇ.સ. ૧૯૩૭, ભુજમાં તેમની દીક્ષા થઇ હતી. તેઓ ખૂબ જ નિઃસ્પૃહી તપસ્વી અને જ્યોતિર્વેત્તા હતા. પૂ. કમલવિ., પૂ. કલાપૂર્ણસૂરિજી મ. વગેરે તેમના શિષ્યો હતા. કચ્છ વાગડના કર્ણધારો - ૫૯ Page #36 -------------------------------------------------------------------------- ________________ વિ.સં. ૨૦૨૮ (ઇ.સ. ૧૯૭૧)ના નૂતન વર્ષના પ્રારંભે જ્યોતિષના બળથી એમણે જોઇ લીધું કે હવે મારું આયુષ્ય પુરું થવાની તૈયારી છે. એટલે તેમણે એક સાથે ૧૬ ચોવિહાર ઉપવાસના પચ્ચકખાણ લઇ લીધા ને ૧૧મા ઉપવાસ કા.વ.૨ ના દિવસે તેઓશ્રી સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા. તેઓશ્રી એટલા બધા ફક્કડ હતા કે ઉપધિમાં સંથારો, ઉત્તરપટ્ટો ને આસન - આના સિવાય કશુંય તમને મળે નહિ. * પૂ. મુનિ શ્રી દેવવિજયજી : મૂળ રાજસ્થાન-પીપાડના વતની, પણ આમ મહારાષ્ટ્ર-નાસિકમાં રહેતા દેવીદાસ ચંદનમલજી વિ.સં. ૧૯૯૩, વૈ.સુ.૧૩, ઇ.સ. ૧૯૩૭, ભુજમાં પૂજયશ્રી પાસે દીક્ષા લઇ મુનિશ્રી દેવવિજયજી બન્યા. પૂ. કંચનવિજયજીની દીક્ષા પછી માત્ર ત્રણ દિવસ પછી આ દીક્ષા થયેલી, અંજારમાં બંનેની વડી દીક્ષા સાથે થઇ. પૂ. દેવવિજયજી મ. ખરેખર દેવ જેવા હતા. અત્યંત શાંત પ્રકૃતિવાળા આ મહાત્મા તપસ્વી પણ હતા. નિત્ય એકાસણા તો કરતા જ હતા, પણ ૯૨ જેટલી વર્ધમાન તપની ઓળી પણ કરી છે. વિ.સં. ૨૦૨૬ની આસપાસ તેઓશ્રી રાધનપુર મુકામે સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા. * મુનિ શ્રી રત્નાકરવિજયજી : આમોદ (ભરૂચ પાસે)ના વતની રતનચંદભાઇ વિ.સં. ૧૯૮૮, ફા.સુ. ૩ ના અમદાવાદમાં પૂજ્યશ્રી પાસે દીક્ષિત બની પૂ. મુનિ શ્રી કાન્તિવિજયજી મ.ના શિષ્ય બન્યા. પૂજય મુનિશ્રી અત્યંત શાંત, સ્વાધ્યાય અને ક્રિયામાં અત્યંત જાગરૂક અને પ્રભુના પરમ ભક્ત હતા. વિશ્વવિભૂતિ પૂ. કલાપૂર્ણસૂરિજી મ.ના દીક્ષા દાતા આ મુનિશ્રી એટલા જાગરૂક હતા કે સ્વાધ્યાય વગેરે કરતા ઊંઘ આવી જાય કે પોતાનાથી બીજી કોઇ ભૂલ થઇ જાય તો પોતે જ પોતાને થપ્પડ મારી દેતા હતા. પૂ.આ. શ્રી વિ. કનકસૂરીશ્વરજી + ૬૦ વિ.સં. ૨૦૨૫, ઇ.સ. ૧૯૬૯ ની આસપાસ તેઓશ્રી ભચાઉ મુકામે સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા હતા. * પૂ. મુનિ શ્રી કેવળવિજયજી' : પૂના નિવાસી મારવાડી મોતીલાલ લાધાભાઇએ (ગૃહસ્થપણામાં તેમણે સ્યાદ્વાદ-મંજરી વગેરે અનેક સંસ્કૃત ગ્રંથો સંપાદન-સંશોધન કરાવીને પ્રકાશિત કર્યા હતા, તેવું જણાય છે.) ૪૦ વર્ષની વયે વિ.સં. ૧૯૯૬, ફા.સુ. ૨, ઇ.સ. ૧૯૪૦ ના બાવળા (ગુજરાત)માં દીક્ષિત બની કેવળવિજયજી' તરીકે પૂજ્યશ્રીનું શિષ્યત્વ સ્વીકાર્યું. મુનિશ્રી અટ્ટમના ઉગ્ર તપસ્વી હતા. પાછળના વર્ષોમાં તેઓશ્રીએ દક્ષિણ ભારતમાં (મદ્રાસ, બેંગ્લોર વગેરે સ્થળે) વિચરણ કર્યું હતું. એમના ઉપદેશથી અનેક સ્થાને જિનાલયોનાં નિર્માણ થયેલાં. મુનિઓ માટે અણાહારી દવાઓ મોકલવી વગેરે બાબતો અંગે તેઓશ્રી તત્પર રહેતા. વિ.સં. ૨૦૪૭, ઇ.સ. ૧૯૯૧, પૂનામાં ૯૧ વર્ષની વયે તેઓશ્રી સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા. * પૂ. મુનિ શ્રી કિરણવિજયજી : વિ.સં. ૨૦૭૦, વૈ.સુ.૩, ઇ.સ. ૧૯૪૪, પાટણમાં લાકડીયા મોતીલાલ લાધાજી ગૃહસ્થપણામાં ભણેલા સંસ્કૃતના વિદ્વાન પુરુષ હતા. તેમણે આહંત-મત-પ્રભાકર નામની સંસ્થા દ્વારા પ્રમાણ-મીમાંસા, સભાખ્યતત્ત્વાર્થાધિગમસૂત્રાણિ, સ્યાદ્વાદ રત્નાકર (ભાગ-૧), સાદ્વાદ મંજરી (એકથી પાંચ ભાગ), સૂત્રકૃતાંગસૂત્રમ્ (નિયુક્તિસહિતમ્), ઔપપાતિકસૂત્રમ્, પ્રાકૃતવ્યાકરણમ્ વગેરે ગ્રંથોનું ઉત્કૃષ્ટ સંપાદન-સંશોધન કરી-કરાવીને પ્રકાશિત કરાવ્યા હતા. તેમણે સંસ્કૃતની વિદ્વત્તાપૂર્ણ પ્રસ્તાવનાઓ પણ લખી છે. ઇ.સ. ૧૯૩૧ (વિ.સં. ૧૯૮૭) માં પ્રકાશિત ઔપપાતિક સૂત્રમાં પૂજય કનકસૂરિજી મ.નો ફોટો પણ મૂકાવ્યો છે. આ બધું અમે પૂના-કાગજ વગેરે સ્થાનોમાં હમણાં જ જોયું છે. અમારી દીક્ષા પછી સૌ પ્રથમ લાકડીયા ચાતુર્માસમાં તેમના તરફથી અમને મૂર્તિ-ઘડીયાળ વગેરે મળ્યા હતા. કરછ વાગડેના કર્ણધારો ૨ ૬૧ Page #37 -------------------------------------------------------------------------- ________________ નિવાસી ૪૨ વર્ષીય કુબડીયા વેણીદાસે દીક્ષા સ્વીકારી પૂજ્યશ્રીના શિષ્ય બની ‘કિરણવિજયજી' તરીકે પ્રસિદ્ધ થયા. ચાણસ્મામાં વડી દીક્ષા થઇ. શક્તિ હતી ત્યાં સુધી આ મુનિશ્રી હમેશ એકાસણા કરતા. (વાગડ સમુદાયના નિયમ પ્રમાણે લગભગ દરેક મુનિઓ એકાસણા કરતા.) - પૂજય મુનિશ્રીએ કટારીયા, લાકડીયા, શિવલખા, ભરૂડીયા, ખાખરેચી, તુંબડી વગેરે સ્થળોએ જિનાલય-ઉપાશ્રય આદિના નિર્માણ માટે ઉપદેશ આપીને શ્રાવકોને તૈયાર કર્યા હતા. વિ.સં. ૨૦૩૮, ઇ.સ. ૧૯૮૧, માગસર કે પોષ મહિનામાં લાકડીયા મુકામે મુનિશ્રી સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા. તેઓશ્રીએ પોતાના કાળધર્મનો દિવસ એક નોટબુકમાં લખી રાખ્યો હતો. તેમાં માત્ર બે દિવસનો ફરક પડેલો. શિક પૂ. મુનિ શ્રી તરુણવિજયજી : - વિ.સં. ૨૦૦૪, વૈ.વ.૬, ઇ.સ. ૧૯૪૮, ધોળાસણ (મહેસાણા પાસે)માં પલાંસવા નિવાસી વખતચંદભાઇએ દીક્ષિત બની પૂજયશ્રીનું શિષ્યત્વ સ્વીકાર્યું. અષા.સુ.૧૩ ના સાંતલપુરમાં વડી દીક્ષા થઇ. આ મુનિશ્રીએ ૪૫ ઉપવાસ, માસક્ષમણ વગેરે તપશ્ચર્યા કરેલી. ત્રિષષ્ટિ ૭મા પર્વનો અનુવાદ કરાવીને મુનિશ્રીએ પ્રકાશિત કરાવેલો. કનક કર્ણિકા' નામે સ્વાધ્યાયનું પુસ્તક પણ પ્રકાશિત કરેલું, વિ.સં. ૨૦૪૪, ઇ.સ. ૧૯૮૮ માં ડીસા મુકામે દીવાળીની મધ્ય રાત્રિએ સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા. એમની નિર્ધામણા કરાવવા પૂ. હેમરત્નસૂરિજી (ત્યારે પ્રાયઃ મુનિશ્રી) વગેરે હાજર રહ્યા હતા. * પૂ. મુનિ શ્રી કારવિજયજી : વિ.સં. ૨૦૧૩, મહા વદ-૩, ઇ.સ. ૧૯૫૭, આડીસર (કચ્છ)માં અમદાવાદ-લુણસાવાળા ચીનુભાઇએ પૂજયશ્રીના શિષ્યરૂપે ‘ઑકારવિજયજી” નામ ધારણ કર્યું. પલાંસવામાં વડી દીક્ષા થઈ. તપસ્વી આ મુનિશ્રીએ વર્ધમાન તપની ૧૦૮ ઓળી પૂર્ણ કરેલી. અમદાવાદમાં સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા. પૂ.આ. શ્રી વિ. કનકસૂરીશ્વરજી + ૬૨ * પૂ. તપસ્વી મુનિરાજ શ્રી તત્ત્વજ્ઞવિજયજી મહારાજ : .પાદ શાંતમૂર્તિ મહારાજ શ્રીમદ્ વિજયકનકસૂરીશ્વરજી મહારાજશ્રીના શિષ્યરત્ન પૂ. મહારાજશ્રી, સંસારી અવસ્થામાં કચ્છવાગડના લાકડીયા ગામના વતની હતા. તેઓના પિતાનું નામ ભાઇચંદભાઇ, માતાનું નામ ચોથીબાઇ. તેઓશ્રીનું શુભ નામ માધવજી ઝોટા હતું, પણ શંભુભાઇના નામે ઓળખાતા. પૂ.પાદ પંન્યાસજી મહારાજ શ્રી દીપવિજયજી મહારાજશ્રીનો પરિચય થતાં ધાર્મિક જ્ઞાન મેળવવા મહેસાણા પાઠશાળામાં ગયા. ત્યાં સાત વર્ષમાં અનેક વિષયોનું જ્ઞાન મેળવીને પાલીતાણામાં અધ્યયન-અધ્યાપન કરતા તેઓએ ૫૦ ઓળીઓ કરી હતી. આયંબિલમાં ફક્ત રોટલો અને પાણી તેઓ વાપરતા. દાળ, મરી કે સૂંઠ પણ તેમણે વાપરેલ નથી. ઉનોદરી તથા વૃત્તિસંક્ષેપ તેઓ દરરોજ કરતા. વિ.સં. ૧૯૯૧ મા પૂ.પાદ આ.ભ. શ્રી વિજયકનકસૂરીશ્વરજી મહારાજશ્રીના વરદ હસ્તે તેઓએ દીક્ષા સ્વીકારી હતી. નિરંતર અધ્યયન-અધ્યાપનમાં તેઓ દત્તચિત્ત રહેતા. તેઓની પ્રકૃતિ શાંત હતી. સિદ્ધગિરિજી તથા ગિરનાર તીર્થની નવાણું તેઓએ કરી હતી, સાધુજીવનનાં દશ વર્ષમાં નિરંતર એક ઉપવાસ અને પારણે એકાસણું અથવા આયંબિલ તેઓ કરતાં. વિ.સં. ૨૦OOના ફાગણ સુદી૪ ના દિવસે થરા મુકામે તેઓ કાલધર્મ પામ્યા. તેઓનો જન્મ વિ.સં. ૧૯૫૦ માં થયો હતો. તેઓ બાલબ્રહ્મચારી હતા, ૫૦ વર્ષની વયે તેઓ સમાધિપૂર્વક કાલધર્મ પામ્યા હતા. કચ્છ વાગડના કર્ણધારો ૨ ૬૩ Page #38 -------------------------------------------------------------------------- ________________ પૂજ્ય આચાર્ય શ્રી વિજયકનકસૂરીશ્વરજી મહારાજ ચાતુર્માસ સૂચિ વિ.સં. | ઇ.સ. | ગામ - તે વર્ષે થયેલી મુખ્ય ઘટનાઓ ! ૧૯૬૩ ૧૯૦૬ ભરૂચ (પૂ.પં. સિદ્ધિવિ., મેઘવિ. સાથે, ઉત્તરાધ્યયન યોગ) (અનુપચંદજી પાસે અભ્યાસ) ૧૯૬૩ | ૧૯૦૭ રતલામ (પૂ.પં. સિદ્ધિવિ. સાથે) ૧૯૬૪ | ૧૯૦૮ માંડવી (પૂ. જીતવિ. સાથે. ત્યાં ૧૯૬૫ લખ્યું છે તે કચ્છી સંવતું હશે ?). ૧૯૬૫ | ૧૯૦૯ અમદાવાદ વિદ્યાશાળા (પૂ.પં. સિદ્ધિવિ. સાથે.) ૧૯૬૬ - ૧૯૧૭ ભરૂચ (૫, શ્રાવક શ્રી અનુપચંદજી પાસે અભ્યાસ) ૧૯૬૭ ૧૯૧૧ ભાભર (કદાચ પૂ. હીરવિ. સાથે. પૂ. જીતવિ, વાંઢીયા ચાતુર્માસ હતા) ૧૯૬૮ | ૧૯૧૨ | પત્રી(મુક્તિવિ. કલ્યાણવિ. આદિની દીક્ષા) ૧૯૬૯ | ૧૯૧૩ | રાધનપુર | (પૂ. જીતવિ.નું મુન્દ્રા ચાતુર્માસ હતું) ૧૯૭0 | ૧૯૧૪ | ફતેગઢ (પૂ. જીતવિ. સાથે. પ્રથમ વખત ઉપધાન) ૧૯૭૧ ૧૯૧૫ પાટણ (માગ.સુ.૧૩ ઉપધાન માળ, પછી ફતેગઢથી સિદ્ધાચલ સંઘ, પૂ. સાગરજી મ. પાસે ચાતુર્માસ) ૧૯૭૨ | ૧૯૧૬ અમદાવાદ વિદ્યાશાળા (કપડવંજમાં આગમ વાચના ગ્રહણ, પૂ. બાપજી મ.ની નિશ્રામાં ચાતુ. આગળના જોગ) પૂ.આ. શ્રી વિ. કનકસૂરીશ્વરજી + ૬૪ વિ.સં. | ઇ.સ. | ગામ - તે વર્ષે થયેલી મુખ્ય ઘટનાઓ ૧૯૭૩ | ૧૯૧૭ ફતેગઢ (નિશ્રા : પૂ. જીતવિ.) ૧૯૭૪ | ૧૯૧૮ | પલાંસવા (મનફરામાં વર્ધમાન આયંબિલ શાળાની સ્થાપના, ચાતું. પૂ. જીતવિ.ની નિશ્રામાં) ૧૯૭૫ | ૧૯૧૯ પાલીતાણા (4.વ. ૧૦-કીડીયાનગર પ્રતિષ્ઠા, ચાતુ. પૂ. બાપજીની નિશ્રામાં ભગવતી છે ગ) ૧૯૭૬ | ૧૯૨૦ પલાંસવા (કા.વ.૫ પંન્યાસ-પદ, ક્ષમાવિ. દીક્ષા, રાપરમાં પાઠશાળાની સ્થાપના, પૂ. જીતવિ. પાસે ચાતુ.માં ઉપધાન) ૧૯૭૭ | ૧૯૨૧ પલાંસવા (માંડવીમાં અશોક શ્રીજી દીક્ષા) | ૧૯૭૮ ૧૯૨૨ પલાંસવા ૧૯૭૯ ૧૯૨૩ | પલાંસવા (પૂ. જીતવિ. સ્વર્ગવાસ, અષા.વ.૬) ૧૯૮૦ ૧૯૨૪ | લાકડીયા (મનફરા પૂ.જીતવિ. ચરણ પાદુકા પ્રતિષ્ઠા, લાકડીયા સંઘ તરફથી ઉપધાન) ૧૯૮૧ પાલીતાણા (કાન્તિવિ. - દીક્ષા મહા.સુ.૫, ચિત્રોડ પ્રતિષ્ઠા, મહા.સુ. ૬, ૧૨ ગાઉનો સંઘ) ૧૯૮૨ | ૧૯૨૬ રાધનપુર (કા.વ.૬ લાવણ્યશ્રીજી દીક્ષા, મા.સુ. ૭. ચારિત્રશ્રી - ન્યાયશ્રીજી-દીક્ષા) ૧૯૮૩ | ૧૯૨૭ ઝીંઝુવાડા (પો.વ.૫ લાકડીયા પૂ. દેવન્દ્રસૂરિજી દીક્ષા, રાધનપુર - શંખેશ્વર - સંઘ, ચાતુ.માં ઉપધાન, આયંબિલ શાળાની સ્થાપના) કચ્છ વાગડના કર્ણધારો + ૬૫ ૧૯૨ ૫ Page #39 -------------------------------------------------------------------------- ________________ | વિ.સં. | ઇ.સ. | ગામ - તે વર્ષે થયેલી મુખ્ય ઘટનાઓ ૧૯૮૪ | ૧૯૨૮ અમદાવાદ શાહપુર (ખેડા, મહા સુ.૩, પ્રભાશ્રીજી દીક્ષા) ૧૯૮૫ | ૧૯૨૯ માંડવી (નંદનશ્રીજી – ચરણશ્રીજી - દીક્ષા, ભોંયણીમાં ઉપા.પદ, માંડવીમાં ૩૪ છોડનું ઉજમણું) ૧૯૮૬ | ૧૯૩૦ પલાંસવા (દોલતશ્રીજી-દીક્ષા, અંજાર-કટારીયા સંઘ, શુભવિ. દીક્ષા, પૂ. હીરવિ. સ્વ.) ૧૯૮૭ | | ૧૯૩૧ પાલીતાણા (વિદ્યાશ્રીજી – દીક્ષા, ચાતુ.માં ઉપધાન) ૧૯૮૮ | ૧૯૩૨ અમદાવાદ પગથીયે (વિમલશ્રીજી – દીક્ષા, ૧૨ ગાઉનો સંઘ, રત્નાકરવિ. - દીક્ષા, પૂ બાપજી મ.ની નિશ્રામાં ચાતુ.) ૧૯૮૯ | ૧૯૩૩ રાધનપુર (મૃગાંકશ્રી - હેમંતશ્રી - દીક્ષા, પો.વ.૭ - આ પદ, ચાતુ.માં ઉપધાન) ૧૯૯૦ ૧૯૩૪ જામનગર (મુનિ સંમેલનમાં ઉપસ્થિતિ, ચાતુ.માં મુક્તિવિ.નેભગવતી જોગ, ઉપધાન) ૧૯૯૧ | ૧૯૩૫ લાકડીયા (ચોટીલામાં મુક્તિવિ.ને પં.પદ, કુસુમવિ. - મહિમાશ્રી – દીક્ષા, સાંતલપુર પ્રતિષ્ઠા, તત્ત્વજ્ઞવિ - વિજ્ઞાનવિ. - દીક્ષા, ઉપધાન) ૧૯૯૨ | - ૧૯૩૬ ચાણસ્મા (ચિત્રોડ – ભદ્રેશ્વર સંઘ, તુંબડી કચ્છ પંચતીર્થી સંઘ, ધન્યવિ. - રક્ષિતાશ્રી - સુપ્રજ્ઞાશ્રી – નિર્મળાશ્રી – દીક્ષા) ૧૯૯૩ | ૧૯૩૭ અંજાર (ધીણોજ ઉપધાન, નિર્જરાશ્રી - દીક્ષા , કાન્તિવિ. સ્વ. કટારીયા - પ્રતિષ્ઠા - કંચનવિ. દેવવિ. - દીક્ષા) પૂ.આ. શ્રી વિ. કનકસૂરીશ્વરજી + ૬૬ | વિ.સં. | ઇ.સ. | ગામ - તે વર્ષે થયેલી મુખ્ય ઘટનાઓ | ૧૯૯૪ | ૧૯૩૮ | માંડવી (અંજાર-ભદ્રેશ્વર સંઘ, નિરંજનાશ્રી | - દીક્ષા, ભદ્રેશ્વર-પંચતીર્થી સંઘ, ઉપધાન) ૧૯૯૫ | ૧૯૩૯ પલાંસવા (કીડીયાનગર - ગુરુપાદુકા પ્રતિષ્ઠા, શુભવિ. કાળધર્મ, ઉપધાન) ૧૯૯૬ | ૧૯૪૦ અમદાવાદ વિદ્યાશાળા (કેવલવિ. - સરસ્વતીશ્રી - ચન્દ્રયશાશ્રી - દિવ્યશ્રી - ચન્દ્રોદયા-ચન્દ્રરેખાશ્રી દીક્ષા, ૧૨ ગાઉસંઘ) ૧૯૯૭ ૧૯૪૧ ખંભાત (નિરંજનાશ્રી -વિધુત્વભાશ્રી-દીક્ષા) | ૧૯૯૮ ૧૯૪૨ ભુજપુર (કલ્યાણશ્રી દીક્ષા) ૧૯૯૯ ૧૯૪૩ અમદાવાદ શાહપુર (લાકડીયામાં પાઠશાળા, પૂ. મેઘસૂ. સ્વ) ૨000 | ૧૯૪૪ | અમદાવાદ વિદ્યાશાળા (ચન્દ્રાનનાશ્રી - | વિનીતાશ્રી - દીક્ષા, શંખેશ્વર ઓળી, કિરણવિ. દીક્ષા) ૨૦૦૧ | પાલીતાણા (ચારુલતા - પુણ્યોદયા - વિચક્ષણા- ક્ષેમંકરાશ્રી - પ્રીતિવિ. - દીક્ષા, ૨૦૦૨ | ૧૯૪૬ ખંભાત (દેવપ્રભાશ્રી - પ્રદ્યોતનશ્રી - હિમાંશુશ્રી - સુર્યયશાશ્રી - દીક્ષા, પાનસરમાં પ્રતિષ્ઠા) ૨૦૦૩ | ૧૯૪૭ રાધનપુર (ખંભાત પ્રતિષ્ઠા, હિતશ્રી - દીક્ષા, ભુટકીયા પ્રતિષ્ઠા, પૂ. દીપવિ. ભગવતી જોગ) ૨૦૦૪ | ૧૯૪૮ સાંતલપુર (અજિતાશ્રી - અરવિંદાશ્રી - અંજનાશ્રી – યશસ્વતીશ્રી - ચન્દ્રકલાશ્રી – કુસુમશ્રી - અમરશ્રી-સુદક્ષાશ્રી – સુમંગલાશ્રી - દીક્ષા, દીપવિ.ને પ.પદ, રોહિણીશ્રી દીક્ષા, તરુણવિ.-દીક્ષા , ઉપધાન) કચ્છ વાગડના કર્ણધારો + ૬૭ ૧૯૪૫ Page #40 -------------------------------------------------------------------------- ________________ વિ.સં. ૨૦૦૫ ૨૦૦૬ ૨૦૦૭ ૨૦૦૮ ૨૦૦૯ ઇ.સ. ૧૯૪૯ ૧૯૫૦ ૧૯૫૧ ૧૯૫૨ ૧૯૫૩ ગામ - તે વર્ષે થયેલી મુખ્ય ઘટનાઓ પલાંસવા (દિનકરશ્રી - તપોધનવિ. - વિજયાશ્રી - દીક્ષા, પીપરાળા જિનાલય સ્થાપના, ગાગોદર પ્રતિષ્ઠા, ભદ્રેશ્વર સામૂહિક ચૈત્રી ઓળી, અંજાર-ભદ્રેશ્વર સંઘ, ભચાઉ-કટારીયા સંઘ, કીડીયાનગર અઠ્ઠાઇ મહોત્સવ) અમદાવાદ વિદ્યાશાળા (કમલપ્રભાશ્રી ચારુવ્રતાશ્રી – દેવયશાશ્રી - કુવલયાશ્રી - સત્યવતીશ્રી-દીક્ષા, ચાતુ પૂ. બાપજીમ.ની નિશ્રામાં) અંજાર (આદિત્યયશાશ્રી-દીક્ષા, પલાંસવા ગુરુ મંદિર જીર્ણોદ્વાર, લાકડીયા પ્રતિષ્ઠા, દર્દના કારણે ભુજપુર ચાતુ. કેન્સલ કરી અંજાર કર્યું) પત્રી (ભદ્રેશ્વર ઉપધાન, દિવ્યપ્રભાશ્રી - ચંપકલતાશ્રી - ચંપકશ્રી - દીક્ષા, ભુજપુરભદ્રેશ્વરસંઘ, ચાતુ.માં ક્ષમાવિ. સ્વ.) અમદાવાદ વિદ્યાશાળા (મુન્દ્રા-ભદ્રેશ્વર સંઘ, ભદ્રેશ્વર ઉપધાન, નેમિચન્દ્રાશ્રી - નિત્યપ્રભાશ્રી - દર્શનવિ. - દીક્ષા, અંજાર ગુરુપાદુકા પ્રતિષ્ઠા, કેમપ્રભાશ્રી, નેમિપ્રભાશ્રી - સુબુદ્ધિશ્રી - સુમેરુપ્રભાશ્રી - નેત્રલતાશ્રી - નિત્યયશાશ્રી - વિક્રમેન્દ્રાશ્રી - દિવ્યયશાશ્રી - વિભાકરશ્રી - દીક્ષા, ચાતુ. પૂ. બાપજી મ.ની નિશ્રામાં) પૂ.આ. શ્રી વિ. કનકસૂરીશ્વરજી ♦ ૬૮ વિ.સં. ૨૦૧૦ ૨૦૧૧ ૨૦૧૨ ૨૦૧૩ ૨૦૧૪ ઇ.સ. ૧૯૫૪ ૧૯૫૫ ૧૯૫૬ ૧૯૫૭ ૧૯૫૮ ગામ - તે વર્ષે થયેલી મુખ્ય ઘટનાઓ રાધનપુર (ધંધુકા પ્રતિષ્ઠા, પૂર્ણપ્રભાશ્રી વિમલકલાશ્રી - સુરેન્દ્રપ્રભાશ્રી - અનિલપ્રભાશ્રી - અર્કપ્રભાશ્રી -ચન્દ્રસેનાશ્રી -સુધાકરશ્રી-ચન્દ્રશિલાશ્રી-દીક્ષા, રાધનપુર - કડવામતિ પ્રતિષ્ઠા, ચાતુ.માં મોટા જોગ) સાંતલપુર (અમિતગુણાશ્રી – આર્યયશાશ્રી – કોટિગુણાશ્રી-દિનમણિશ્રી-નૂતનપ્રભાશ્રીચન્દ્રવ્રતાશ્રી-ચિત્રગુણાશ્રી-દીક્ષા, કમળવિ. - કલાપૂર્ણવિ. - કલાપ્રભવિ. – કલહંસવિ. - કલ્પતરુવિ. - વડી દીક્ષા, કુશલપ્રભાશ્રી - હેમગુણાશ્રી-હિમાંશુપ્રભાશ્રી-નિર્મળયશાશ્રી -સદ્ગુણાશ્રી – શુભોદયાશ્રી -વિપુલયશાશ્રી - દીક્ષા, કટારિયા ભૂમિગૃહમાં પ્રતિષ્ઠા, ચાતુ માં ઉપધાન) ભચાઉ (સાંતલપુર-કટારીયા સંઘ, આધોઇભદ્રેશ્વરસંઘ, અષા.સુ.૧૪ ભૂકંપમાં બચાવ) માંડવી (ભદ્રેશ્વર ગુરુમંદિર પ્રતિષ્ઠા, ગાંધીધામ જિનાલય સ્થાપના, ઓંકારવિ. - જયાનંદાશ્રી - જયલતાશ્રી – ધૈર્યપ્રભાશ્રી - દીક્ષા, ચાતુ.માં ઉપધાન) પલાંસવા (નવીનપ્રભાશ્રી - નૂતનકલાશ્રી - દિવ્યકલાશ્રી - નિત્યપ્રભાશ્રી - ભદ્રંકરાશ્રી - વિશ્વનંદાશ્રી - વિશ્વયશાશ્રી - ચારુપ્રજ્ઞાશ્રી - દીક્ષા, તુંબડી-પાલીતાણા સંઘમાં ધ્રાંગધ્રા સુધી હાજરી, ચાતુ.માં મોટા જોગ) કચ્છ વાગડના કર્ણધારો - ૬૯ Page #41 -------------------------------------------------------------------------- ________________ પૂ.આ. શ્રી વિ. કનકસૂરીશ્વરજી જે ૭૦ ૨૦૧૯ | ૧૯૬૩ ૨૦૧૮ | ૨૦૧૭ | ૧૯૬૧ ૨૦૧૬ | ૧૯૬૦ ૨૦૧૫ | ૧૯૫૯ વિ.સં. | ૧૯૬૨ ઇ.સ. | ભચાઉ ઉપધાન) ચાતુ. માટે આવ્યા, શ્રી.વ.૪ ના કાળધર્મ) દીક્ષા, પૂ.પં. ભદ્રંકરવિઆદિ ૭ સાથે ભચાઉ (ચારુગુણાશ્રી - વારિણીશ્રી(કટારીયામાં ઉપધાન, ૫ મુક્તિવિ, .). પ્રતિષ્ઠા, સુવર્ણરેખાશ્રી - દીક્ષા) ભચાઉ (આધોઇ-કટારીયા સંઘ, હલરા હેમકલાશ્રી દીક્ષા, ચાતુ.માં મોટા જોગ, પ્રતિષ્ઠા, નયા અંજારમાં જિનાલય સ્થાપના, ચૈતન્યશ્રીને ૧000 આયું. પારણું, અંજાર આધોઈ (૩૬ વર્ષ પછી મનફરા, પ્રેમસૂરિજીના સુદર્શનવિ.ને પ.પદ) ધનંજયાશ્રી-દીક્ષા, વાંકી પ્રતિષ્ઠા, પૂ. ભચાઉ (પ્રફુલ્લ પ્રભાશ્રી - ધર્મકલાશ્રી – | ગામ - તે વર્ષે થયેલી મુખ્ય ઘટનાઓ કચ્છ વાગડના કર્ણધારો કે ૭૧ પૂ.આ. શ્રી વિજયકનકસૂરીશ્વરજી મ.ના શિષ્યાદિ ક્રમ | નામ સંસારી નામ ગામ દીક્ષા-સંવતું ગુરુ દીક્ષા-ભૂમિ | પં. મુક્તિવિ, ગણી | માવજીભાઇ | આણંદપુર | ૧૯૬૭ આ વિ.કનકસૂ. ભાભર મુનિ શ્રી કલ્યાણવિજયજી બેલા ૧૯૬૭ આ.વિ.કનકસૂ. ભાભર ૩. | મુનિ શ્રી ક્ષમાવિજયજી લોદરાણી | ૧૯૭૬ આ.વિ.કનકસૂ. | પાલીતાણા મુનિ શ્રી કાંતિવિજયજી | કાન્તિલાલા વોરા | કીડીયાનગર | ૧૯૮૧ કીડીયાનગર આ. શ્રી વિજય | ગોપાલજીભાઇ | લાકડીયા | ૧૯૮૩ લાકડીયા દેવેન્દ્રસૂરીશ્વરજી | મુનિ શ્રી શુભવિજયજી અમદાવાદ ૧૯૮૬ રાધનપુર. મુનિ શ્રી કુસુમવિજયજી સાંતલપુર ૧૯૯૧ સાંતલપુર મુનિ શ્રી તત્ત્વજ્ઞવિજયજી માધવજી (શંભુભાઈ)| લાકડીયા | ૧૯૯૨ લાકડીયા ૯, | મુનિ શ્રી ધન્યવિજયજી યેવલા ૧૯૯૨ અંજાર. | ૧૦.| મુનિ શ્રી કંચનવિજયજી | લક્ષમીચંદ કોચર | ફલોદી | ૧૯૯૩ ભુજ ૧૧.| મુનિ શ્રી દેવવિજયજી | દેવીદાસ ચંદનમલ નાશિક ૧૯૯૩ ૧૨. મુનિ શ્રી કેવળવિજયજી | મોતીલાલ લાધા | પુના | ૧૯૯૬ પાલીતાણા ૧૩. મુનિ શ્રી કિરણવિજયજી | વેણીદાસ કુબડીયા | લાકડીયા | ૨૦૦ પાટણ lots Page #42 -------------------------------------------------------------------------- ________________ પૂ.આ. શ્રી વિ. કનકસૂરીશ્વરજી + ૭૨ કુમ | નામ સંસારી નામ | ગામ | દીક્ષા-સંવત્ | ગુરુ | દીક્ષા-ભૂમિ ૧૪.| મુનિ શ્રી તરુણવિજયજી | વખતચંદ દોશી પલાંસવા ૨0૪ ધોલાસણ મુનિ શ્રી કારવિજયજી અમદાવાદ | ૨૦૧૩ આડીસર, મુનિ રત્નાકરવિજયજી | રતનચંદભાઇ આમોદ | ૧૯૮૯ પં.મુક્તિવિજયજી પં.મુક્તિવિજયજી મુનિ શ્રી શાંતિવિજયજી મનફરા આ.શ્રી દેવસૂરિજી ઉપા. પ્રીતિવિજયજી ગણિી પોપટભાઇ આધોઇ ૨00 | આ.શ્રી દેવેન્દ્રસૂરિજી| પાલીતાણા | મુનિ શ્રી પ્રવીણવિજયજી આડીસર, આ.શ્રી દેવેન્દ્રસૂરિજી| રાધનપુર મુનિ શ્રી દર્શનવિજયજી | નોંધાભાઇ | આધોઇ આ.શ્રી દેવેન્દ્રસૂરિજી, રાધનપુર | મુનિ શ્રી વિજ્ઞાનવિજયજી ભાવનગર મુ. તત્ત્વજ્ઞવિ. | લાકડીયા ૨૪. મુનિ શ્રી લાભવિજયજી તખતગઢ મુ. કંચનવિજયજી | મુનિ શ્રીતત્ત્વવિજયજી ફલોદી મુ. કંચનવિજયજી | ફલોદી | મુનિ શ્રી કમલવિજયજી | મિશ્રીમલજી ફલોદી વૈ.સુ.૧૦, ૨૦૧૦ મુ. ક્યનવિજયજી | ફલોદી ૨૭.| આ. શ્રી વિજય અક્ષયરાજજી ફલોદી | વ.સુ. ૧૦, ૨૦૧૭ | મુ. કંચનવિજયજી | ફલોદી કલાપૂર્ણસૂરીશ્વરજી ૧૯૯૨ ક્રમ નામ | સંસારી નામ | ગામ | દીક્ષા-સંવત્ | ગુરુ | દીક્ષા-ભૂમિ ૨૮. આ. શ્રી વિજય | જ્ઞાનચંદજી ફલોદી વૈ.સુ.૧૦, ૨૦૧૦ | આ.શ્રી વિજય | ફલોદી કલાપ્રભસૂરીશ્વરજી ક્લાપૂર્ણસૂરીશ્વરજી ૨૯.| મુનિ શ્રી કલહંસવિજયજી નથમલજી | ફલોદી વૈ.સુ.૧૦, ૨૦૧૦ મુ. કમળવિજયજી | ફલોદી ૩૦. ૫, શ્રી કલ્પતરુ | વૈ.સુ.૧૦, ૨૦૧૦ | આ.શ્રી વિજય | ફલોદી | વિજયજી ગણિ ક્લાપૂર્ણસૂરીશ્વરજી કચ્છ વાગડના કર્ણધારો ૧ ૭૩ Page #43 -------------------------------------------------------------------------- ________________ દિવ્યમૂર્તિ પૂજ્ય આચાર્ય શ્રી વિજયદેવેન્દ્રસૂરીશ્વરજી મહારાજ કચ્છ-વાગડના રળીયામણા લાકડીયા ગામમાં શ્રીમાળી જ્ઞાતિના કુટુંબમાં વિ.સં. ૧૯૪૮, ફાગણ વદ-૧૨, રવિવારના શુભ દિવસે પૂજ્ય દેવેન્દ્રસૂરીશ્વરજી મ.નો જન્મ થયો હતો. માતાનું નામ મૂળીબેન અને પિતાજીનું નામ લીલાધરભાઇ હતું. તેમનું ગૃહસ્થપણાનું નામ ગોપાળભાઇ હતું. ગોપાળભાઇનો જન્મ ઘણા સમય પછી અને ઘણા મનોરથ પછી થયો હતો એટલે કુટુંબમાં અપાર આનંદ હતો. એના પહેલાં માત્ર ગોમતીબેન નામના એક મોટાં બેન હતાં. (લીલાધરભાઇના નાનાભાઇ નાનચંદને ત્રણ પુત્રો હતાં; પોપટલાલ, ગાંગજી અને ન્યાલચંદ. પોપટલાલને અનુક્રમે ચાર પુત્રો થયેલા : મોતીલાલ, તારાચંદ, ચુનીલાલ અને વનેચંદ. લીલાધરભાઇ નાના ભાઇ નાનચંદભાઇની સાથે જ રહેતા હતા.) ગોપાળભાઇ બચપણથી જ ગુણીયલ અને હોંશિયાર હતા. તેમણે છ ધોરણ સુધીનો વ્યાવહારિક અભ્યાસ કરેલો. બચપણથી પ્રભુનાં દર્શન, પૂજન, નવકારશી, ચોવિહાર વગેરે પ્રાથમિક નિયમોનું પાલન સહજ રીતે હતું. જીવન સુખપૂર્વક પસાર થઇ રહ્યું હતું ત્યાં જ અચાનક દુઃખદ ઘટના ઘટી ને કુટુંબ પર મોટી આફત આવી પડી. ગોપાળ હજુ તો ૧૪ વર્ષનો થયો હતો ને અચાનક જ પિતાજી લીલાધરભાઇની જીવનલીલા સંકેલાઇ ગઇ. બધા શોકમગ્ન બની ગયા. પતિ વિના મૂળીબેનને ને પિતા વિના ગોપાળભાઇને તો જાણે સાત-સાત આસમાન તૂટી પડ્યા. પણ, મહાપુરુષ એનું નામ જે દુઃખના પત્થરને પગથિયું બનાવી દે, વિઘ્નને વરદાન બનાવી દે ને અભિશાપને આશીર્વાદમાં બદલાવી દે. પૂ.આ. શ્રી વિ. દેવેન્દ્રસૂરીશ્વરજી મ. ♦ ૭૪ મહાપુરુષોના જીવનમાં ભલે દુ:ખોના ડુંગરો તૂટી પડે, પણ તેના ભારથી તેઓ સ્વયં તૂટી પડતા નથી. ઉલ્ટું, વધુ મજબૂત થઇને બહાર આવે છે. આવા નિમિત્તો તેમના જીવનના વળાંકમાં મહત્ત્વના નિર્ણાયક બની રહે છે. કોઇક પ્રબળ પુણ્યોદયે એ જ વર્ષે (વિ.સં. ૧૯૬૨, ઇ.સ. ૧૯૦૬) કચ્છ વાગડ દેશોદ્ધારક, જન-જનના પરમ શ્રદ્ધેય પૂજ્ય દાદા શ્રી જીતવિજયજી મહારાજ તથા કલિકાલના ચંદનબાળા રૂપે પંકાયેલાં પૂજ્ય સાધ્વીજી આણંદશ્રીજી મ. આદિનું લાકડીયા મુકામે ચાતુર્માસ થયું. પૂજય દાદા શ્રી જીતવિજયજી મ.ની વૈરાગ્યભરી વાણીએ ગોપાલભાઇનાં હૃદય પર કામણ કર્યું. સંસારની અનિત્યતાનો બોધ તો એને થઇ જ ગયો હતો. માત્ર થોડા નિમિત્તની જરૂર હતી. તેનો આત્મા જાગી ઊઠ્યો. દીક્ષા લેવા માટે એણે મનમાં ગાંઠ વાળી દીધી. જો કે હજુ એ સંકલ્પને સાકાર કરવા ઘણા વિઘ્નો પાર કરવાના હતા, પણ વિઘ્ન-જય વિના સિદ્ધિ ક્યાં મળતી હોય છે ? હવે, ગોપાળ અવાર-નવાર પૂજ્ય દાદાશ્રી ગુરુદેવના સંપર્કમાં રહેવા લાગ્યો. આમ તેનો વિરાગનો ચિરાગ દિન-પ્રતિદિન વધુ ને વધુ પ્રજવલિત થવા લાગ્યો. વિ.સં. ૧૯૭૦માં કચ્છ-વાગડના ફતેહગઢમાં પૂજ્ય દાદાશ્રી જીતવિજયજી મહારાજ આદિની નિશ્રામાં ઉપધાન તપના મંડાણ થયા. છેલ્લા ૫૦-૧૦૦ કે ૧૫૦ વર્ષમાં કચ્છ-વાગડમાં ઉપધાન થયા હોય, એવું કોઇએ જાણ્યું નહોતું. પ્રથમ જ વખત ઉપધાન થતા હોવાથી લોકોમાં અપાર ઉત્સાહ હતો. અનેક ઉપધાનાર્થીઓની સાથે ગોપાળ પણ ફતેહગઢમાં ઉપધાન કરવા ગયો. ૨૨ વર્ષના યુવક ગોપાળમાં આના કારણે વિરતિના, ક્રિયાચુસ્તતાના એવા દેઢ સંસ્કાર પડ્યા કે જે જીવનભર ટકી રહ્યા. વૈરાગ્ય તો એવો દૃઢ બની ચૂક્યો હતો કે તે ક્ષણવાર પણ સંસારમાં રહેવા માંગતો નહોતો. સંસારમાં ફસાઇ જવું પડે, તેવા કોઇ નિમિત્તોને પણ તે ઊભા રાખવા માંગતો નહોતો. કચ્છ વાગડના કર્ણધારો ૨૭૫ Page #44 -------------------------------------------------------------------------- ________________ તેણે ઘેર આવીને દીક્ષાની ભાવના દર્શાવી. આ સાંભળતાં જ માતા મૂળીબેનના માથે તો જાણે આભ તૂટી પડ્યું. પતિ વગરની કઇ સ્ત્રી પોતાના એકના એક હોંશિયાર સંતાનને દીક્ષા માટે રજા આપે ? બધાને હોય તેમ માતા મૂળીબેનને પણ પરણાવવાના હોંશ હતા. માતાએ કહ્યું : “તારા સગપણ જેની સાથે થયેલા છે, તે ઉજમબેનનું હું તેને ચુંદડી ઓઢાડી બેન બનાવવા માંગું છું.” ગોપાળના આ જવાબમાં અત્યંત દેઢતા દેખાતી હતી. તે વખતે સામાન્યરૂપે બચપણમાં સગાઇ થઇ જતી હતી, તેમ ગોપાળની પણ સગાઇ થઇ ગયેલી. આખરે ઘણી ચર્ચાઓ પછી વિ.સં. ૧૯૭૨માં પલાંસવા જઇ ઉજમબેનને ચુંદડી ઓઢાડી બેન તરીકે જાહેર કરી, ૨૪ વર્ષના યુવાન ગોપાળભાઇએ ચોથું વ્રત સ્વીકાર્યું. સંસારમાં તો મારે નથી જ રહેવું - એવા દેઢ નિશ્ચયનું એ પરિણામ હતું. પૂજય દાદા શ્રી જીતવિજયજીએ એવો વૈરાગ્યનો રંગ ભરેલો હતો કે જે ક્યારેય ઝાંખો પડે તેમ નહોતો. - પણ, હજુ ચારિત્રના માર્ગે ઘણા વિજ્ઞોની વણઝાર હતી. માતા મૂળીબેન હજુ રજા આપવા તૈયાર નહોતાં. ગોપાળભાઇ પણ માતાની પરિસ્થિતિ બરાબર સમજતા હતા. એમના અંતરના આશીર્વાદ વિના કાર્યમાં સફળતા ન મળે, એ વાત પણ બરાબર જાણતા હતા. વિ.સં. ૧૯૭૪માં સમાચાર મળ્યા કે મહેસાણામાં ઉપધાન થવાના છે. ગોપાળભાઇ પણ બીજું ઉપધાન કરવા ત્યાં ગયા. ત્યાં વેણીચંદ સુરચંદભાઇના અથાગ પ્રયત્નોથી સ્થાપિત થયેલી શ્રી યશોવિજયજી જૈન પાઠશાળામાં ભણતા વિદ્યાર્થીઓને જોઇને ગોપાળને ભણવાનું મન થઇ ગયું. માતા સંયમ માટે રજા ન આપે ત્યાં સુધી ધાર્મિક અભ્યાસ તો કરું – એવી તેની ભાવનાનું પૂજય ગુરુભગવંતો દાદા શ્રી જીતવિજયજી મ. વગેરેએ પણ સમર્થન કર્યું. પૂ.આ. શ્રી વિ. દેવેન્દ્રસૂરીશ્વરજી મ. ૧ ૭૬ મહેસાણામાં ત્રણ વર્ષ સુધી ગોપાળભાઇ ભણ્યા. આટલા ટૂંકા ગાળામાં પણ તેમણે ચાર પ્રકરણ, ત્રણ ભાષ્ય, છ કર્મગ્રંથ, બૃહત્સંગ્રહણી, ક્ષેત્રસમાસ, સંસ્કૃત ભાંડારકરની બે બુક, સંસ્કૃત કાવ્યો વગેરેનો સચોટ અભ્યાસ કર્યો. માત્ર ભણતરના ક્ષેત્રે નહિ, ગણતર અને ઘડતરના ક્ષેત્રે પણ મહેસાણામાં તેમણે નામના મેળવેલી હતી. આચાર અને વિચારની શુદ્ધિ એટલી જોરદાર હતી કે ત્યાંના અધ્યાપકો અને વિદ્યાર્થીઓના હૃદયમાં પણ તેઓ વસી ગયા હતા. સૌ તેમને ‘ભક્તરાજ' કહીને બોલાવતા હતા. તે વખતના પાઠશાળાના મેનેજર વલ્લભદાસભાઇ, અધ્યાપક દુર્લભદાસ કાલિદાસ શાસ્ત્રી તથા લલ્લુભાઇ, સહપાઠી વિદ્યાર્થીઓમાં આણંદજીભાઇ દેવશી, શંભુભાઇ જગશી (ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય, નવભારત સાહિત્ય મંદિર, અમદાવાદના આદ્યસ્થાપક) વગેરેમાં તેઓ પ્રિય હતા. હજુ તો મહેસાણામાં ત્રણ વર્ષ થયા હતા ને કચ્છ-વાગડના સામખીયાળીથી પૂ. મુનિશ્રી હંસવિજયજી મ.નો પત્ર આવ્યો કે અહીં પાઠશાળા માટે એક શિક્ષકની ખાસ જરૂર છે તો તાત્કાલિક એક શિક્ષક મોકલશો. બધાની નજર ગોપાળભાઈ પર ઠરી. કારણ કે એ ત્રણ વર્ષમાં પણ બરાબર ભણી ગયા હતા. ઠરેલ, પીઢ અને ગંભીર હતા. નાની ઉંમરમાં પણ વૃદ્ધ જેવા પરિપકવ હતા. વળી, કચ્છ-વાગડના જ હતા એટલે બીજો કોઇ પ્રશ્ન નહોતો. આ રીતે સૌ પ્રથમ ધાર્મિક શિક્ષક તરીકેનું કામ સામખીયાળીમાં શરૂ કર્યું. ત્યારે સામખીયાળીમાં ૨૦૦ જૈન ઓસવાળોના ઘરો હતા. તેમને શિક્ષણ આપવાનું કપરું કાર્ય તેમણે શરૂ કર્યું. કપરું એટલા માટે કે ઓસવાળો જૈન હોવા છતાં પણ કેટલીયે પેઢીઓથી ધર્મ સંસ્કારોથી દૂર હતા. ઓસિયા (રાજ.)માં ૨૪૦૦-૨૫૦૦ વર્ષ પહેલાં આચાર્ય શ્રી રત્નપ્રભસૂરિજી મ.એ ક્ષત્રિય રાજપૂતોને પ્રતિબોધ આપીને જૈન બનાવ્યા, તે ‘ઓસવાળ' કહેવાયા. ત્યાંથી કેટલાક ઓસવાળો મારવાડ થઇ સિંધમાં કચ્છ વાગડના કર્ણધારો + ૭૭ Page #45 -------------------------------------------------------------------------- ________________ આવ્યા. વિક્રમની ૧૪મી કે ૧૫મી સદીમાં મુસ્લિમોનું આક્રમણ થતાં, ધર્માતર કરવાની ફરજ પડાતાં એ ઓસવાળો સિંધ ભૂમિને છોડી કચ્છવાગડમાં આવ્યા. (પણ ધર્માતર તો ન જ કર્યું) વાગડની રાજધાની કંથકોટમાં રાજયાશ્રય મેળવીને રહ્યા. કેટલાક વર્ષો પછી રાજા સાથે વાંધો પડતાં કંથકોટ છોડી વાગડના લાકડીયા વગેરે ગામોમાં રહ્યા. (કંથકોટ છોડવાની ઘટના પ્રાયઃ વિ.સં. ૧૫૬૬માં ઘટી) મનફરા, ભરૂડીયા, સામખીયાળી વગેરે કેટલાક ગામો તો ઓસવાળોએ જ વસાવેલા. સામખીયાળી ગામ તો ત્યારથી માત્ર સોએક વર્ષ પહેલાં લાખા છાડવા નામના ઓસવાળ તથા એક આહિરભાઇએ વસાવેલું. વાગડના આ ગામોમાં રહેતા ઓસવાળ ભાઇઓ મોટેભાગે ખેતીનો વ્યવસાય કરતા. બાહ્ય પહેરવેશથી પટેલ જેવા લાગતા આ ભાઇઓને કોઇ અજાણ્યો માણસ જુએ તો એને ન લાગે કે આ જૈન હશે ! જૈનત્વના સંસ્કારોથી ઠીક-ઠીક દૂર રહેલા આ ઓસવાળો હૃદયથી સરળ હતા. સવારથી સાંજ સુધી શરીર નીચોવીને ખેતર-વાડીઓમાં કામ કરનારા આ બંધુઓને જૈનત્વની દીક્ષા આપનાર આ ગોપાળભાઇ હતા. અહીંથી જ ગોપાળભાઇનું જીવન કાર્ય કદાચ આરંભાઈ ગયું, જે દીક્ષા પછી પણ ચાલુ જ રહ્યું. વાસી, કંદમૂળ, રાત્રિભોજન, દ્વિદળ વગેરે અભક્ષ્ય કહેવાય, તેમ ન જાણતા એ ભાઇઓને તેમણે જાણકારી આપી અને અભક્ષ્ય આદિનો ત્યાગ કરાવ્યો. સામખીયાળી પાઠશાળામાં ધાર્મિક સુત્રોની સાથે સંસ્કાર આપવાનું કામ શરૂ કર્યું. એમના કંઠમાં મીઠાશ હતી. સ્તવન, સઝાયો ગાય ત્યારે લોકો સ્તબ્ધ બનીને સાંભળ્યા જ કરે, સમજાવે પણ એટલી બધી સરળ ભાષામાં કે હૃદય સોંસરવું ઊતરી જાય. ગોપાળભાઇના આ સંસ્કાર યજ્ઞની સુવાસ અન્ય ગામોમાં પણ પ્રસરતાં ત્યાં પણ તેઓએ ધાર્મિક સંસ્કાર પોષક તરીકે કામ કર્યું. આધોઇ, મનફરા અને સામખીયાળી આ ત્રણેય ગામમાં ઓસવાળ ભાઈઓને જૈનત્વના સંસ્કાર આપવામાં પોતાના પ-૬ વર્ષ ખર્ચી નાખ્યા. પૂ.આ. શ્રી વિ. દેવેન્દ્રસૂરીશ્વરજી મ. ૧ ૭૮ છતાં હજુ માતા મૂળીબેનની મમતા ટળતી નથી ને દીક્ષા માટે રજા મળતી નથી. જયારે જ્યારે દીક્ષાની વાત મૂકે ત્યારે ત્યારે મૂળીબેન લાગણીવશ થઇને એવું બોલે કે ગોપાળભાઇ ચૂપ જ થઇ જાય. એમની માંગણી પણ યથાર્થ જ લાગે. મૂળીબેન કહે : બેટા ! તું એકનો એક છે. તે દીક્ષા લઇ લે તો પછી મને સમેતશિખરની યાત્રા કોણ કરાવશે ? મારવાડની નાની-મોટી પંચતીર્થી કોણ કરાવશે ? વિનીત ગોપાળે એ જમાનામાં સાહસ કરીને સમેતશિખર સાથે દક્ષિણમાં કુલપાકજી, રાયચૂર તથા મારવાડની નાની-મોટી પંચતીર્થી વગેરેની યાત્રા કરાવી. ‘હવે તો દીક્ષા માટે રજા આપો.' ગોપાળે ફરી પોતાની વાત દોહરાવી. ‘બેટા ! તું દીક્ષા લઇ લે તો પછી મને પાલીતાણા ચોમાસું કોણ કરાવશે ? ૯૯ યાત્રા કોણ કરાવશે ?' ફરીથી માતાએ માંગણી મૂકી. | ભલે મા ! તારા આ શુભ મનોરથ પૂર્ણ થાઓ.' અતિવિનીત ગોપાળે એ ભાવના પણ પૂર્ણ કરી. આવા વિનીત પુત્ર પર માતાના આશીર્વાદ કેમ ન ઊતરે ? ને એનું જીવન સફળ કેમ ન બને ? પણ, સંયમના મનોરથો પૂર્ણ કરવામાં વરસો વીત્યે જતા હતા, પણ રજા ન મળવાના કારણે સંયમ લઇ શકાતું નહોતું. જેમની વાણીથી વૈરાગ્ય પ્રગટેલો એ ઉપકારી ગુરુ મહારાજ પૂજય દાદા શ્રી જીતવિજયજી મ.નો વિ.સં. ૧૯૭૯માં સ્વર્ગવાસ થઇ ગયો. ગોપાળના હૃદયમાં અફસોસનો પાર નથી : મુખ્ય વર્ષો તો આમને આમ વેડફાઇ રહ્યાં છે ને મનોરથ પૂર્ણ થતા નથી. શું સંયમ વિના આમને આમ જીંદગી પૂરી થઇ જશે ? હું પણ શું કરી શકું ? સંયોગોની જાળમાં એવો ફસાયેલો છું કે ધાર્યું કરી શકતો નથી. મુખ્ય ઉપકારી ગુરુ ભગવંત તો સ્વર્ગે સંચરી ગયા. છતાં કાંઇ વાંધો નહિ. હજુ ઉપકારી ગુરુ ભગવંત કચ્છ વાગડના કર્ણધારો + ૭૯ Page #46 -------------------------------------------------------------------------- ________________ પૂજય હીરવિજયજી, પૂ.પં. કનકવિજયજી વિદ્યમાન છે. હું એમના ચરણનું શરણું સ્વીકારી લઊં ! આવી ભાવમાં રમતા ગોપાળભાઇની લગભગ ૩૪ વર્ષની ઉંમર થઇ ગઇ હતી. એ અરસામાં એમના આત્માને જગાડનારી એક ઘટના બની ગઇ. વિ.સં. ૧૯૮૨ ના ચાતુર્માસમાં આધોઇમાં ધાર્મિક શિક્ષણ-સંસ્કાર વગેરે આપવાનું કાર્ય કરતા હતા. સામાયિક લઇને ગોપાળજી ભાઇ બેઠેલા હતા ને તેમની પાસે બીજા પણ ભાઇઓ-બેનો સામાયિક લઇ અભ્યાસ કરતા હતા. ગોપાળભાઇના મુખમાંથી અચાનક હૃદયની વાત નીકળી ગઇ : “હવે જેમ બને તેમ જલ્દી દીક્ષા લેવી છે. ઘણા વર્ષો નીકળી ગયા. દીક્ષાની ભાવના થયે આજે ૨૦ વર્ષ વીતી ગયા !!' લીધા લીધા દીક્ષા હવે ! તમારા જેવા માવડિયા શું દીક્ષા લેવાના? દીક્ષા આમ લેવાય ? દીક્ષા લેનારો માણસ તો સીધો કૂદી જ પડે ! તમારા જેવા શું દીક્ષા લેવાના ? દીક્ષા લેવાના આ લક્ષણ છે ?” એક બેને એમની સામે જ જોરદાર ટોણો માર્યો. વાતાવરણમાં સ્તબ્ધતા છવાઈ ગઇ. બેનની વાત પણ ખોટી નહોતી. ગોપાળજીભાઇ પાસે બેનની આ વાતનો કોઇ જવાબ પણ નહોતો. બીજા કોઇ હોય તો માઠું લાગી જાય : મને આ રીતે સંભળાવનાર આ બેન કોણ ? જેને હું ભણાવું એ જ મારી સામે બોલે ? મારી મજાક ઊડાવે ? માતાનું પણ મારે વિચારવાનું કે નહિ ? એને ખબર નથી કે માનો હું એકનો એક છું ? પણ નહિ, માઠું લગાડે તે ગોપાળભાઇ નહિ. એણે આનો સીધો જ અર્થ લીધો. આને જ શાસ્ત્ર કારો માર્ગ કહે છે : ‘ચંતન: નવઝ-TH મ:' ગમે તેવી પરિસ્થિતિમાં પણ ચિત્તનું અવક્રગમન (ઊંધું ન લેવું તે) તે જ માર્ગ છે. પૂ.આ. શ્રી વિ. દેવેન્દ્રસૂરીશ્વરજી મ. * ૮૦ સુભદ્રાના ટોણાનો ઊંધો અર્થ લીધો હોત તો ધન્ના શેઠ ધન્ની મુનિ બની શક્યા હોત ? ધશાના ટોણાનો ઊંધો અર્થ લીધો હોત તો શાલિભદ્ર શીધ્ર દીક્ષા લઇ શક્યા હોત ? ચાર તપસ્વીના ઠપકાને સાંભળીને કૂરગડુ મુનિએ, ગુરુણી ચંદનાના ઠપકાને સાંભળીને મૃગાવતીએ કે ગુરુદેવ આચાર્ય ચંડરુદ્રનો ઠપકો સાંભળીને પેલા નૂતન દીક્ષિતે અવળો અર્થ લીધો હોત તો કેવળજ્ઞાન મળી શક્યું હોત ? “જાવ, આનંદ શ્રાવકને ‘મિચ્છા મિ દુક્કડ' આપી આવો” આવી ભગવાનની આજ્ઞા સાંભળીને ઊંધો અર્થ લીધો હોત તો ગૌતમસ્વામી મહા– ગુરુ બની શક્યા હોત ? ગોપાળજીભાઇએ આનો સીધો જ અર્થ લીધો : આ બેન સાચું જ કહે છે ને ! દીક્ષા લેનારો કાંઇ આટલો વિલંબ કરે ? એની દૃષ્ટિએ હું “માવડિયો’ જ છું ને ! આ બેને તો મારા સૂતેલા આત્માને ઢંઢોળીને જગાડ્યો છે. ગોપાળજીભાઇના હૃદયમાં આ શબ્દો એવા ઘુસી ગયા કે તેમણે હવે તો ‘યા હોમ કરીને પડો'નો ફેંસલો કરી દીધો. બીજા જ દિવસે લાકડીયા પહોંચી પોતાની માતાને કહી દીધું : “જુઓ માતાજી ! તમને મારી દીક્ષાની ભાવનાની ખબર છે. આટલા વર્ષો સુધી હું તમારા કહેવાથી રોકાયો છું. તમારા શુભ મનોરથ પણ પૂરા કર્યા છે. હવે હું કોઇ કાળે વધુ સમય કાઢવા માંગતો નથી. તમે જો ના પાડશો તો મારે કોઇક સાહસ કરવું પડશે.” માતા મૂળીબેને જોયું કે હવે આ સિંહ પાંજરામાં પૂરાય તેમ નથી. હવે રજા અવશ્ય આપવી જ પડશે. દર વખત કરતાં આજના શબ્દોમાં કોઇ જુદી જ ઊર્જા હતી. મૂળીબેન માતા પાસે હવે કોઇ દલીલ કે બહાના રહ્યા ન હતા. કારણ કે બહોળું કુટુંબ હતું. સંભાળનારા ઘણા હતા. કોઇ આર્થિક ચિંતા પણ નહોતી. વળી, મૂળીબેન ધર્મ પામેલા હતાં. જિનશાસનના રાગી હતાં. તેમણે પોતાના તમામ સ્વજનોને એકઠા કર્યા ને પુત્રની ભાવના જણાવી. સ્વજનોએ પણ કહ્યું : ‘હવે આપણે રજા આપવી જ જોઇએ.’ કચ્છ વાગડના કર્ણધારો + ૮૧ Page #47 -------------------------------------------------------------------------- ________________ સર્વ સ્વજનોની સંમતિપૂર્વક આનંદ અને ઉલ્લાસ સાથે માતા મૂળીબેને પુત્ર ગોપાળજી પર પોતાનો હાથ મૂકતાં કહ્યું : “બેટા ! તું મારા હૈયાનો હાર છે, મારી આંખોની કીકી છે, પણ હવે તું જઇ રહ્યો છે તો મારું કહેવું છે કે તું જિનશાસનનો હાર બનજે, સમુદાયનો દીપક બનજે.” ખરેખર માતાના આશીર્વાદને આ ગોપાળજીએ અક્ષરશ: સત્ય બનાવ્યા હતા - એવું જીવન જીવીને. એ વર્ષે પૂ. ગુરુદેવશ્રી હીરવિજયજી મ., પૂ. ગુરુવર્ય પં. શ્રી કનકવિજયજી મ. વગેરે રાધનપુર ચાતુર્માસ બિરાજમાન હતા. સ્વજનો સાથે ગોપાળજીભાઇ ત્યાં દીક્ષાનું મૂહૂર્ત કઢાવવા ગયા. પૂ. હીરવિજયજી મ.ને દીક્ષા પર પધારવા વિનંતી પણ કરી. પૂજય હીરવિજયજી મ.એ કહ્યું : “વિ.સં. ૧૯૮૩, પોષ વદ-૫, રવિવારે દીક્ષાનું મુહૂર્ત આપું છું. ખૂબ ઉલ્લાસપૂર્વક દીક્ષા સ્વીકારજો .” “આપે પધારવું પડશે.” એવી વિનંતીના જવાબમાં પૂજ્ય હીરવિજયજીએ કહ્યું : જુઓ ભાઈ, હું તો વૃદ્ધાવસ્થાના કારણે આવી શકું તેમ નથી, પણ મારા ઉત્તરાધિકારી એ. શ્રી કનકવિજયજી તમારે ત્યાં આવશે ને દીક્ષા આપશે. પૂ.પં. શ્રી કનકવિજયજી મ.નો લાકડીયામાં સસ્વાગત પ્રવેશ થયો. મોટા મહોત્સવપૂર્વક ગોપાળજીની નિયત સમયે દીક્ષા થઇ. નામ પડ્યું : મુનિ શ્રી દીપવિજયજી. ગુરુદેવ બન્યા : પૂ.પં. શ્રી કનકવિજયજી મ. (પૂ. કનકસૂરિજી મ.) દીક્ષા પછી થોડા દિવસના રોકાણ પછી વિહાર કરી નૂતન દીક્ષિત સાથે સૌ વિહાર કરી રાધનપુર પૂ. હીરવિજયજી મ. ના ચરણોમાં પહોંચ્યા. ચૈત્ર વદ-૩, સમી ગામમાં વડી દીક્ષા થઇ. મુનિશ્રી દીપવિજયજી ખરેખર શાસન દીપક જ હતા. તેજના કિરણોથી દીપક શોભે તેમ ગુણ સમૂહથી મુનિશ્રી શોભી રહ્યા હતા. વિનય, ભક્તિ, અષ્ટપ્રવચન માતાનું પાલન, સરળતા, તપ-ત્યાગ, વિધિ તત્પરતા, પરોપકાર, ક્રિયારૂચિ, નિર્મળ બ્રહ્મચર્ય વગેરે અનેક ગુણો તેમનામાં સ્પષ્ટ રીતે દેખાઇ રહ્યા હતા. પૂ.આ. શ્રી વિ. દેવેન્દ્રસૂરીશ્વરજી મ. ૧ ૮૨ ગુરુદેવ પ્રત્યે પૂજયશ્રીને અનન્ય ભક્તિ ભાવ હતો. દરેક સ્થળે ગુરુ આજ્ઞાને જ આગળ ધરતા. પ્રભુ ભક્તિ પણ તેમની અજબ-ગજબની હતી. રોજ દેવવંદન તો ખરા જ. આઠમ ચૌદસ જેવી તિથિએ ચૈત્ય પરિપાટી અચૂક કરતા. પાંચ સાત સ્તવનો તો ઓછામાં ઓછા બોલતા ને ભક્તિ રસમાં તરબોળ બની જતા. એમનો બુલંદ અવાજ અને મધુર કંઠ અન્ય લોકો માટે પણ આકર્ષણનું કારણ બનતો. પ્રતિક્રમણમાં પણ તેઓશ્રી સ્તવન કે સજઝાય બોલતા ત્યારે લોકો સાંભળવા માટે આવી પહોંચતા. કેટલાક લોકો તો એમના જીવન-સજઝાયો સાંભળવા જ પ્રતિક્રમણ કરવા આવતા. મનફરા, આધોઇ કે સામખીયાળીમાં પ્રતિક્રમણ વખતે ઉપાશ્રય તો આખો ભરાઇ જ જાય, પણ બહાર પણ બહેનો વગેરે સાંભળવા આવતા. ચોમાસામાં ચાર કે છ મહિના રોકાણ થાય ત્યારે તેઓ રોજ નવી સજઝાય બોલતા. એકની એક સજઝાય બીજી વાર સાંભળવા ન મળે. વળી સઝાયો પણ મોટી-મોટી ! તેમને શત્રુંજય પર અપાર શ્રદ્ધા હતી. ૩ થી ૪ વાર તેમણે છરી પાલક સંઘ સાથે શત્રુંજયની યાત્રા કરી હતી. શત્રુંજયની દરેક દેરીઓ, દરેક પગલા, દરેક કુંડ વગેરેની તેમની પાસે ઝીણવટભરી માહિતી હતી. એમની સાથે ભાવુકોને યાત્રા કરવામાં ખૂબ જ આનંદ આવતો. વ્યાખ્યાનમાં પણ શત્રુંજયની ભાવયાત્રા કરાવતા ત્યારે શ્રોતાઓને એવી સંવેદના કરાવતા કે જાણે સાક્ષાત્ શત્રુંજય પર આપણે યાત્રા કરી રહ્યા છીએ. તળેટીથી માંડીને દાદાની ટૂંક સુધીનું ક્રમશઃ માહિતીપૂર્ણ એ પ્રવચન શ્રોતાઓ માટે યાદગાર સંભારણું બની રહેતું. ૯૯ પ્રકારની પૂજા વખતે પણ પૂજ્યશ્રી સોળે કળાએ ખીલી ઊઠતા. ‘અનંત સિદ્ધ નિવાસ શ્રી શત્રુંજય તીર્થરાજાય નમો નમઃ' એ પદની તેઓશ્રી ધૂન બોલાવતા. અષ્ટપ્રવચન માતાના પાલન પરનો ઉત્કટ પ્રેમ પૂજ્યશ્રીને વારસામાં મળ્યો હતો. પૂ. ગુરુવર્ય શ્રી જીત-હીર-કનકસૂરિજી મ.ના જીવનને પૂજ્યશ્રીએ ખૂબ જ નજીકથી જોયું હતું. ત્રણેય મહાપુરુષ અષ્ટપ્રવચન કચ્છ વાગડના કર્ણધારો + ૮૩ Page #48 -------------------------------------------------------------------------- ________________ માતાના પાલનમાં અતિજાગરૂક હતા. પૂજ્યશ્રી ઇર્યાસમિતિના પાલનમાં એટલા સાવધ રહેતા કે ચાલે ત્યારે ડોક ઝુકેલી જ હોય. આના કારણે એમની ડોક સહેજ નમી ગઇ હતી. જાણે કે શરીરે પણ ઝૂકી જઇને ઇર્યાસમિતિના પાલનમાં સાથ આપ્યો હતો. પૂજય જીતવિજયજી મ. પાસેથી સાંભળેલો દૂહો પોતે પણ બીજાને કહેતા : નીચી નજરે ચાલતાં, ત્રણ ગુણ મોટા થાય; દયા પળે, કાંટો ટળે, પગ પણ નવિ ખરડાય.” ભાષાસમિતિનું પાલન તો ડગલે ને પગલે હિત, મિત, પથ્ય રૂપ એમની વાણીમાં સહજ રીતે જ દેખાતુંબોલતાં મોઢે મુહપત્તિ હોય જ. આ પણ ગુરુ ભગવંતો તરફથી વારસામાં મળ્યું હતું. એમના મુખમાંથી ‘ભાગ્યશાળી ! પુણ્યશાળી ! ભલા માણસ, મહાનુભાવ’ આવા જ શબ્દો સંબોધનરૂપે સાંભળવા મળતા. નિંદાનું તો નામ જ નહિ. એષણા સમિતિનું પાલન નિર્દોષ આહાર માટેની તેમની સાવધાનીમાં દેખાતું હતું. ક્યારેક દોષિત વાપરવું પડે તો પશ્ચાત્તાપની લાગણી દેખાતી હતી. છેવટે, માંડલીના પાંચ દોષ તો ટાળવાના જ. આદાન સમિતિ : કોઇ પણ વસ્તુને લેતાં-મૂકતાં પૂજયશ્રી મુંજવાપ્રમાર્જવાનું જરાય ભૂલતા નહિ. ‘જયણા'ના આ સંસ્કારો એટલા દેઢ પડેલા કે છેલ્લી માંદગી વખતે પણ એ સંસ્કારો જળવાઇ રહેલા. પારિષ્ઠાપનિકા સમિતિમાં પણ પૂજ્યશ્રી ઘણા જ ઉપયોગવંત હતા. ત્રણ ગુપ્તિનું પાલન પણ જોરદાર. નિરર્થક હાથ-પગ હલાવવા કે નિરર્થક બોલબોલ કરવી કે આડા-અવળા વિચારો કરવા પૂજ્યશ્રીની પ્રકૃતિમાં જ નહોતું. કલાકો સુધી પૂજ્યશ્રી સ્વાધ્યાયમાં રમમાણ રહેતા. રોજ ઓછામાં ઓછો પ00 ગાથાઓનો સ્વાધ્યાય તો કરતા જ. વર્ષે અઢી લાખનો સ્વાધ્યાય હોય જ. એ સિવાય સ્તવન, સજઝાય વગેરેનું પુનરાવર્તન તો જુદું. સ્વાધ્યાય કરવાના સંસ્કાર એટલા ઊંડા ઊતરી ગયેલા કે છેલ્લી અવસ્થા વખતે જયારે સંપૂર્ણ હાલવા-ચાલવાનું બંધ હતું ત્યારે પણ રોજ ત્રણથી ચાર હજારનો સ્વાધ્યાય કરતા રહેતા. આ અમે પ્રત્યક્ષ જોયું છે. પૂ.આ. શ્રી વિ. દેવેન્દ્રસૂરીશ્વરજી મ. ૧ ૮૪ પૂજ્યશ્રી અત્યંત સરળ હતા. દરેક બાબતમાં પૂજ્યશ્રીની નિખાલસતા ઊડીને આંખે વળગે તેવી હતી. ખટપટ કરવી, એકને આમ કહેવું ને બીજાને તેમ કહેવું- એવી કોઇ વાત જ નહિ. લોકો તેમનામાં ચોથા આરાની વાનગી જોતા. ક્રિયા ચુસ્તતા તો એટલી બધી જોરદાર કે બધી જ ક્રિયાઓ ઊભાઊભા જ કરવાની, અવિધિ પોતે કરે નહિ ને કોઇ કરતું હોય તો ચાલવા દે નહિ. પ્રતિક્રમણમાં પૂજયશ્રી સૂત્ર – શુદ્ધિ માટે ખૂબ જ આગ્રહ રાખતા. કોઇ બોલનાર અશુદ્ધ સૂત્ર બોલે તો શુદ્ધિ માટે ખાસ ટકોર કરતા. પૂજયશ્રીએ ગુરુ નિશ્રામાં રહીને દશવૈકાલિક વગેરે આગમો, પ્રશમરતિ, તત્ત્વાર્થ વગેરે પ્રકરણ ગ્રંથો, પૂ.ઉપા. યશોવિ.મ.ના ૧૨૫૧૫૦-૩૫૦ ગાથાનાં સ્તવનો, પુણ્ય પ્રકાશ સ્તવન, નિગોદ વર્ણન ગર્ભિત સ્તવન, જીવવિચારાદિનાં સ્તવનો, સિદ્ધ-દંડિકા સ્તવન વગેરે સુવિશાળ સંસ્કૃત-પ્રાકૃત તેમજ ગુજરાતી સાહિત્ય કંઠસ્થ કરેલું હતું. આ વિપુલ જ્ઞાન-રાશિના કારણે પૂજયશ્રીનું વ્યાખ્યાન અત્યંત રોચક અને બોધક રહેતું. કોઇ પણ ગામમાં પૂજ્યશ્રીના પાવન પગલા પડે, પ્રવચન કરે ત્યારે હોલ ભરાયેલો જ હોય. અરે... અમદાવાદ વિદ્યાશાળામાં પણ જ્યારે પૂજયશ્રીનું પ્રવચન હોય ત્યારે આખો હોલ ખીચોખીચ ભરાઇ જાય, એમનું વ્યાખ્યાન સાંભળવા લોકો દૂર-દૂર સોસાયટીથી પણ આવી જતા. પૂજયશ્રીમાં પરોપકારનો ગુણ સહજરૂપે જ હતો. એમાં પણ કચ્છવાગડની ઓસવાળ પ્રજા પર એમનો ઉપકાર અનન્ય કોટિનો હતો. ભરૂડીયા, મનફરા, ઘાણીથર, થોરીઆવી, સામખીયાળી જેવા ઓસવાળના ગામોમાં પૂજ્યશ્રી મહિના જેટલું રોકાણ કરતા. ખેતીનું કામ કરનારી એ પ્રજા સવારે રોટલા બનાવીને ઠેઠ સાંજે ઘેર આવે. સવારે વહોરેલા એ રોટલા વગેરે પૂજ્યશ્રી ઠેઠ બપોરે વાપરે. દિવસના વ્યાખ્યાન સાંભળવાનો ટાઇમ ન હોય એટલે રાત્રે પ્રતિક્રમણ પછી વ્યાખ્યાન ગોઠવે. કચ્છ વાગડના કર્ણધારો ૮૫ Page #49 -------------------------------------------------------------------------- ________________ ઓસવાળોનો ઉદ્ધાર કરવા માટે એટલો પરિશ્રમ કર્યો છે કે આજે પણ એ વાતને યાદ કરતાં વાગડના ઓસવાળો ગદ્ગદ્ બની ઊઠે છે. એમના ઉપદેશથી કેટલાય ઓસવાળ લોકોએ કંદમૂળ, વાસી, દ્વિદળ વગેરે અભક્ષ્યનો ત્યાગ કર્યો. વિષ્ણુ-હનુમાન વગેરેના મંદિરોમાં જતા તેમને સમ્યક્ત્વનું શુદ્ધ સ્વરૂપ બતાવી દેવ-ગુરુની ઓળખ કરાવી. અનેક ગામોમાં જિનાલયના નિર્માણ પણ થયા. ભરૂડીયા, મનફરા, ખારોઇ, સામખીયાળી, આધોઇ, ઘાણીથર, હલરા વગેરે સ્થળોએ થયેલા જિનાલયો એમના પ્રયત્નનું મધુર ફળ છે. આ બધા ગુણોના કારણે એમને જબરદસ્ત લોકપ્રિયતા મળી હતી. એમનાં દર્શનાર્થે દૂર-દૂરથી લોકો આવતા હતા. આવા બધા ગુણોના કારણે પૂજ્ય ગુરુદેવશ્રીએ તેમને વિ.સં. ૨૦૦૪, મહા સુ.૫ ના રાધનપુર મુકામે ગણિ-પંન્યાસ પદથી વિભૂષિત કર્યા. પદ મેળવા છતાં પૂજયશ્રી અત્યંત નમ્ર રહ્યા. આજીવન ગુરુ ચરણોપાસક રહ્યા. દીક્ષા પછી પૂ. ગુરુ ભગવંત ૩૭ વર્ષ વિદ્યમાન રહ્યા. પૂજ્યશ્રીએ તેમાંથી ૨૩ ચાતુર્માસ તો પૂજય ગુરુ ભગવંત (પૂ. કનકસૂરિજી મ.) સાથે જ કર્યા છે. જ્યારે ૧૪ ચાતુર્માસ પૂ. ગુરુદેવની આજ્ઞા મુજબ અન્યત્ર કરેલા છે. વિ.સં. ૨૦૧૯નું ચાતુર્માસ પૂજ્ય ગુરુદેવનું અંતિમ ચાતુર્માસ હતું. પણ ગુરુ આજ્ઞા વધાવીને પૂજયશ્રી ત્યારે સામખીયાળી ચાતુર્માસાર્થે પધાર્યા. શ્રી.વ.૪ ના દુ:ખદ સમાચાર મળ્યા કે પૂજય ગુરુ ભગવંત સ્વર્ગે સિધાવ્યા છે. પૂજ્ય ગુરુદેવના અનન્ય સેવક પૂજ્યશ્રીને અત્યંત આઘાત લાગ્યો. પણ કાળની લીલા સામે કોઇ શું કરી શકે ? પૂજ્ય ગુરુદેવની વિદાય પછી ઉત્તરાધિકારી તરીકે પૂજ્યશ્રી પર જવાબદારી આવી પડી. સમસ્ત વાગડના સંઘો તથા વાગડ સમુદાયના સમસ્ત શ્રમણ-શ્રમણી વૃંદે પૂજયશ્રીને આચાર્ય પદે અધિષ્ઠિત થવા વિનંતી કરી, પણ નિઃસ્પૃહી એવા આ પૂજ્યશ્રી પદેથી અલિપ્ત જ રહેવા માંગતા હતા. આખરે પૂ. બાપજી મ.ના મનોહરસૂરિજી મ., પૂ. મુનિશ્રી પૂ.આ. શ્રી વિ. દેવેન્દ્રસૂરીશ્વરજી મ. ૧ ૮૬ કલાપૂર્ણવિજયજી મ. આદિ તથા શ્રાવકોમાં તેમના સહપાઠી પંડિતવર્ય શ્રી આણંદજીભાઇ વગેરેના ખૂબ જ આગ્રહથી પૂજયશ્રીએ સૂરિ પદવી સ્વીકારતા પહેલાં કહ્યું : “હું આ સમુદાયની જવાબદારી તો સ્વીકારું, પણ મારી પાસે સંભાળી શકે એવા કોઇ સાધુઓ નથી. જો મુનિ શ્રી કલાપૂર્ણવિજયજી મારી સાથે રહીને જવાબદારી સ્વીકારવા તૈયાર હોય તો જ હું આ પદ સ્વીકારું.” સમુદાયનું હિત જોતા પૂજય મુનિ શ્રી કલાપૂર્ણવિજયજી મ.એ સાથે રહેવાનું તથા જવાબદારી અદા કરવાનું સ્વીકાર્યું. ત્યારે પૂજ્યશ્રીએ સંમતિ દર્શાવી. વિ.સં. ૨૦૨૦, વૈ.સુ.૧૧ ના કચ્છ-વાગડના કટારીયા તીર્થે પૂજયશ્રી સૂરિ પદ પર આરૂઢ થયા. ત્યારે કચ્છ-વાગડના સમસ્ત સંઘો તથા કચ્છ-વાગડના તમામ ભક્તજનો ઉપસ્થિત હતા. તે વખતે કચ્છમાં આવેલા પૂ. પ્રેમસૂરિજી મ.ના સમુદાયના પં. શ્રી જયંતવિજયજી મ. (પછીથી પૂ.આ. શ્રી વિજયજયંતશેખરસૂરીશ્વરજી મ.સા.)ના હાથે સૂરિ પદ પ્રદાન થયું હતું. સૂરિ પદ વખતે પૂ.પં. શ્રી દીપવિજયજી નૂતન નામ ધારણ કરીને પૂજ્ય આચાર્ય શ્રી વિજયદેવેન્દ્રસૂરીશ્વરજી મ. તરીકે પ્રસિદ્ધ થયા. તે વખતે ૭૨ વર્ષની ઉંમર હતી. વિ.સં. ૨૦૨૩માં ઉચ્ચનો ગુરુ હોવાથી પૂજય દેવેન્દ્રસૂરિજી મ. એ કચ્છ-વાગડમાં અનેક નવનિર્મિત જિનાલયોની પ્રતિષ્ઠા કરાવી હતી. મનફરા, ભૂવડ, પ્રાગપર, ઘાણીથર, ગળપાદર વગેરે સ્થળોએ પ્રતિષ્ઠા થઇ હતી. જ્યાં પૂજ્યશ્રી પહોંચી ન શક્યા ત્યાં પ્રાગપર, ગળપાદર વગેરે સ્થળોએ કિરણવિ., કંચનવિ. આદિ મુનિઓને મોકલ્યા હતા. વિ.સં. ૨૦૨૪માં ફલોદી ચાતુર્માસ વખતે પોતાના ઉત્તરાધિકારી સુનિશ્ચિત કરવા માટે શ્રીસંઘની વિનંતીથી તથા પોતે યોગ્યતા જોઇ પૂ. મુનિ શ્રી કલાપૂર્ણવિજયજી મ.ને ભગવતીસૂત્રના યોગમાં પ્રવેશ કરાવ્યો. ચાતુર્માસ પછી એક ભાઇ તરફથી નીકળેલા છ'રી પાલક સંઘ સાથે જેસલમેર આદિ તીર્થોની યાત્રા કરીને ફરી ફલોદીમાં પધાર્યા. ત્યાં વિ.સં. કચ્છ વાગડના કર્ણધારો + ૮૭ Page #50 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨૫, મહા સુદ-૧૩ ના પૂજય મુનિ શ્રી કલાપૂર્ણવિજયજી મ.સા.ને ગણિ પંન્યાસ પદથી વિભૂષિત કર્યા. ત્યારે ફલોદીવાસી હેમચંદભાઈની દીક્ષા થઇ. નામ પડ્યું : કીર્તિચન્દ્રવિજયજી. ઉંમર થવાના કારણે વ્યાખ્યાન વગેરેની જવાબદારી પણ નૂતન પૂ.પં.મ.ને પદવીથી અગાઉ જ સોંપી દીધેલી હતી. ત્યાંથી પૂજયશ્રી અમદાવાદ પધાર્યા. ત્યાં શાહપુર, ચુનારાના ખાંચામાં પરમ ગુરુ ભક્ત મોંઘીબેને ભરાવેલી પૂ.આ. શ્રી વિ. કનકસૂરીશ્વરજી મ.ની ગુરુમૂર્તિની પ્રતિષ્ઠા કરાવી. એ ચાતુર્માસ અમદાવાદ વિદ્યાશાળામાં કર્યું. ચાતુર્માસ પછી વિ.સં. ૨૦૨૬, પૂજ્યશ્રી કચ્છ-સાંતલપુર તરફ પધાર્યા. ત્યાં વૈ.સુ. ૧૧ ના શ્રી સુમતિનાથજી જિનાલયની પ્રતિષ્ઠા કરાવી. પૂજ્ય પં. શ્રી કલાપૂર્ણવિજયજી મ.ને નવસારી દીક્ષા પ્રસંગે મોકલ્યા. પછીથી ચાતુર્માસાર્થે પૂજયશ્રી પણ નવસારી પધાર્યા. આ ચાતુર્માસમાં રાત્રે પાટ પરથી પડી જવાના કારણે પૂજ્યશ્રીને સાથળમાં ફ્રેકચર થયું ને હંમેશ માટે ચાલવાનું બંધ થયું. હંમેશ માટે સંથારાવશ રહેવું પડ્યું. નવસારી ચાતુર્માસ પછી ખંભાતમાં વિ.સં. ૨૦૨૭, વૈ.સુ.૬ ના મનફરાવાસી રતનશીભાઇને દીક્ષા આપી. નામ પડ્યું : કુમુદચન્દ્રવિજયજી. વિ.સં. ૨૦૧૭નું ચાતુર્માસ આધોઇ કર્યું. ત્યાં ૭૦ જેટલા સાધ્વીજીઓને મોટા જોગ કરાવ્યા. ચાતુર્માસ પછી વિ.સં. ૨૦૨૮ ના માગ.સુ.૬ થી ઉપધાન કરાવ્યા. મહા સુ. ૧૪, ભુજમાં પાંચ ભાઇઓ તથા છ બહેનો (મનફરાવાસી મેઘજીભાઇ તથા મણિલાલભાઇ, ભુજવાસી અરુણભાઇ તથા ભૂપેન્દ્રભાઈ તેમજ પ્રકાશ. બહેનોમાં ઇન્દુબેન, નિર્મળાબેન, ચાંદુબેન, ધર્મિષ્ઠાબેન, પ્રભાબેન, ભાનુબેન) કુલ ૧૧ દીક્ષા હતી. દીક્ષાનું મુહૂર્ત નીકળ્યા પછી ડિસેમ્બર (ઇ.સ. ૧૯૭૧) મહિનામાં ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધ ફાટી નીકળેલું. સંપૂર્ણ કચ્છમાં અંધકારપટ છવાયેલો રહેતો. ફાઇટર વિમાનોની ઊંડા-ઊડ સૌ લોક જોઇ રહેતા હતા. પૂ.આ. શ્રી વિ. દેવેન્દ્રસૂરીશ્વરજી મ. ૧ ૮૮ ભુજમાં તો કુલ ૯૦ બોંબ ઝીંકાયા હતા. ભાગ્યે કોઇ જાન-હાનિ થઇ નહોતી. તે વખતે લગભગ બધા લોકો વિચારમાં પડી ગયા હતા કે હવે દીક્ષા શી રીતે થશે ? યુદ્ધ ક્યારે પુરું થશે ? યુદ્ધ પછી પરિસ્થિતિ શું હશે ? પણ પૂજ્યશ્રીના પુણ્ય પ્રભાવે યુદ્ધ ૧૨-૧૩ દિવસમાં જ પુરું થયું. ભારત જીત્યું. દીક્ષા તેના સમય પ્રમાણે જ ગોઠવાઇ. મહા સુ.૮ ના પૂજ્યશ્રી દેવેન્દ્રસૂરિજી મ. આદિનો ભવ્ય પ્રવેશ થયો. પૂ. ભુવનભાનુસૂરિજી મ.ના શિષ્ય પૂ. તપસ્વી મણિપ્રભવિ. તથા પૂ. મુનિ શ્રી રાજેન્દ્રવિ.મ. (પછીથી આચાર્યશ્રી) આદિ પણ પધારેલા. કારણ કે ભુજના અરુણ અને ભૂપેન્દ્ર – આ બંને ભાઇઓ તેમના શિષ્યો થવાના હતા. પ્રભાબેન અને ભાનુબેન આ બંને તેમના બહેનોએ પૂ. બાપજી મ.ના સમુદાયમાં દીક્ષા લીધી હતી. - પૂજય દેવેન્દ્રસૂરિજી મ.ના હાથે પુરુષોની આ છેલ્લી દીક્ષા હતી. મેઘજીભાઇનું મુક્તિચન્દ્રવિજયજી, મણિલાલભાઇનું મુનિચન્દ્રવિજયજી, પ્રકાશભાઇનું પૂર્ણચન્દ્રવિજયજી, અરુણભાઇનું ઇન્દ્રયશવિજયજી તથા ભૂપેન્દ્રભાઇનું ભદ્રયશવિજયજી નામ પડ્યું હતું. ભુજથી પૂજ્યશ્રી ફાગણ મહિને પલાંસવા પધાર્યા. ત્યાં પૂ.કનકસૂરિજી મ.ની ગુરુમૂર્તિની પ્રતિષ્ઠા પછી મનફરા પધાર્યા. મનફરામાં ફા.સુ. ૧૨ ના ભુજમાં દીક્ષિત બનેલ ૧૧ નૂતન દીક્ષિતોની વડી દીક્ષા થઇ. સા.વ. ૨ ના ચાર બેનોને દીક્ષા આપી. જેઠ સુદ-૪ ના ખારોઇમાં પ્રતિષ્ઠા કરાવી. પૂજ્યશ્રીના હાથે આ છેલ્લી પ્રતિષ્ઠા હતી. વિ.સં. ૨૦૨૮ નું છેલ્લું ચોમાસું પોતાની જન્મભૂમિ લાકડીયામાં થયું. પૂજ્યશ્રીનું છેલ્લું ચાતુર્માસ તે અમારા સંયમજીવનનું પહેલું ચાતુર્માસ હતું. અનેક પ્રકારના ઉત્સવો-મહોત્સવોથી આ ચાતુર્માસ યાદગાર બની ગયું. ચાતુર્માસ પછી કટારીયાથી ભદ્રેશ્વરનો છ'રી પાલક સંઘ નીકળ્યો. સંઘપતિ હતા : પાટણવાળા રસિકભાઇ બાપુલાલ. આ સંઘના પ્રારંભમાં જ પૂજ્યશ્રીએ પોતાના ઉત્તરાધિકારી સુનિશ્ચિત કરવા પૂ.પં. શ્રી કચ્છ વાગડના કર્ણધારો ૮૯ Page #51 -------------------------------------------------------------------------- ________________ કલાપૂર્ણવિજયજી મ. પ૨ આચાર્ય-પદવી સ્વીકારવા દબાણ કર્યું. વાગડ શ્રીસંઘે પણ ખૂબ આગ્રહ કર્યો. આખરે ભદ્રેશ્વર તીર્થમાં માગ .સુ.૩ ના આચાર્ય પદવી થઇ. પૂજ્યશ્રીએ નૂતન આચાર્ય શ્રી વિજયકલાપૂર્ણસૂરીશ્વરજી મ.સા.ને પોતાના ઉત્તરાધિકારી તરીકે ઘોષિત કર્યા. અત્યંત વૃદ્ધાવસ્થા હોવાથી પૂજયશ્રી વિહાર કરીને ક્યાંય જઇ શકે એવું શક્ય જ નહોતું. લાકડીયા, આધોઇ વગેરે સ્થળે પૂજયશ્રીએ સ્થિરતા કરી. ચાતુર્માસ માટે મનફરાની જય બોલાઇ ગઇ હતી. લાકડીયામાં પૂ. નૂતન આચાર્ય શ્રી વિજય કલાપૂર્ણસૂરીશ્વરજી મ. ફતેહગઢ દીક્ષા પ્રસંગે જતા હતા ત્યારે આશીર્વાદ આપતાં કહ્યું : “ફતેહગઢ જાવ છો તો ફતેહ કરીને આવજો.” એ આશીર્વચનોથી પૂ. આચાર્યશ્રી વિજયકલાપૂર્ણસૂરીશ્વરજી મ.નો સર્વત્ર ફતેહ-વિજય થતો જ રહ્યો. પૂ. નૂતન આચાર્યદેવશ્રીને રાધનપુર દીક્ષા પ્રસંગે જવાનું થયેલું પણ કાર્ય પતાવીને વળતાં ખબર પડી કે પૂજ્યશ્રીની તબિયત અત્યંત નાજુક છે. એટલે રસ્તામાં ચૈત્રી ઓળી માટે અનેક સંઘોની વિનંતી હોવા છતાં જલ્દી-જલ્દી ચૈત્ર સુદ-૬ ના દિવસે આધોઇ આવી પહોંચ્યા. ત્યારે પૂજયશ્રી લાકડીયાથી આધોઇ આવી પહોંચ્યા હતા. સેવા માટે પૂ. કીર્તિચન્દ્રવિ, તથા પૂ. મુક્તિચન્દ્રવિ. આદિને ત્યાં જ રોક્યા હતા. આવતાં જ જોવા મળ્યું કે પગે સોજા આવ્યા છે ને તેમાંથી પાણી નીકળી રહ્યું છે. આ સમાચાર જો કે અગાઉ મળી ચૂક્યા હતા એટલે જ જલ્દી આવવાનું થયું હતું. આવી તબિયતમાં પણ અમે સૌએ ના કહી હોવા છતાં ચૈત્ર સુ.૭૮-૯ ના ત્રણ આયંબિલ પૂજ્યશ્રીએ કર્યા જ કર્યા. જીવનના છેલ્લા દિવસોમાં પણ તપ પ્રત્યે કેટલો અનુરાગ ! ચૈત્ર સુદ-૧૩ ના દિવસે મેં (મુનિચન્દ્રવિ.) પૂછેલું : ‘પૂજયશ્રી ! અત્યારે આપ શું કરો છો ?' પૂ.આ. શ્રી વિ. દેવેન્દ્રસૂરીશ્વરજી મ. * ૯૦ ‘સ્વાધ્યાય.’ ‘શાનો ?' ‘ચઉસરણ પયજ્ઞાનો.’ ‘કેટલામી ગાથા ?' અમુક નંબર પૂજયશ્રી બોલેલા. આવી અવસ્થામાં પણ પૂજ્યશ્રીનો સ્વાધ્યાય તો ચાલુ હતો જ, પણ ઉપયોગ પણ તીવ્ર હતો. સાંજે નૂતન પૂજય આચાર્યશ્રીએ કહેલું કે ‘સાહેબજી ! આવતી કાલે ચૌદસ છે. આપે ઉપવાસ નથી કરવાનો. આવી તબિયતમાં ઉપવાસ નહિ થઇ શકે.' ‘વિચારીશું. સવાર તો થવા દો.” પૂજયશ્રીએ જવાબ આપ્યો. બીજે દિવસે (ચં.સુ.૧૪) સવારે અમે સૌ પૂજયશ્રીને વંદન કરવા ગયા. પચ્ચકખાણ લઇને પૂછ્યું : “સાહેબજી ! આજે આપે ઉપવાસ નથી કરવાનો, તે ખ્યાલ છે ને !' મેં તો સવારે પ્રતિક્રમણમાં જ ઉપવાસ ધારી લીધો છે. પૂજ્યશ્રીએ ટૂંકો જ જવાબ આપ્યો. પતી ગયું. અમે બધા ચૂપ થઇ ગયા. પૂજયશ્રી પોતાના નિર્ધારમાં મક્કમ હતા. આજે સવારથી જ પૂજ્યશ્રીની આંખો સ્થિર હતી. મટકું નહોતી મારતી. સવારથી જ પૂજ્ય શ્રી વારંવાર એક વાક્ય બોલતા હતા : “પહોંચી ગયા ? પહોંચી ગયા ?” અમે સમજ્યા કે ઉપધિ વિષે પૂજ્યશ્રી કંઇક કહેવા માંગે છે. એટલે અમે પગ પાસે વીંટિયા (તકિયા) ગોઠવ્યા. પણ, પૂજ્યશ્રીના આ શબ્દો કંઇક સાંકેતિક હતા, તે તો પછીથી ખબર પડી. સાંજે પાંચ વાગ્યે પૂજયશ્રીને પાટ પરથી નીચે લાવી, ઊભા કરી મેં (મુક્તિચન્દ્રવિ.) પકડી રાખેલા હતા. પૂ. કીર્તિચન્દ્રવિ. દવા લગાડતા કચ્છ વાગડના કર્ણધારો + ૯૧ Page #52 -------------------------------------------------------------------------- ________________ પ્રેરક પ્રસંગો હતા ને પૂ. કુમુદચન્દ્રવિ. કોઇ દવા કે પાટા વગેરે કાંઇક લેવા ગયેલા હતા. ત્યારે મેં અચાનક જ ખૂબ જ ધ્રુજારી અનુભવી. પૂજયશ્રીનું શરીર એકદમ ધ્રુજી રહ્યું હતું. અમે પરિસ્થિતિની ગંભીરતા તરત જ સમજી ગયા. પૂજયશ્રીને પુનઃ પાટ પર રાખ્યા. પૂ. નૂતન આચાર્યશ્રી આદિ સમસ્ત મુનિઓ આવી ગયા ને નવકાર મંત્રની ધૂન સૌએ શરૂ કરી. થોડી જ ક્ષણોમાં પૂજ્યશ્રીનો પાવને આત્મા પરલોકના પુનિત પંથે પ્રયાણ કરી ગયો. પૂજ્યશ્રીનો દિવ્યાત્મા પૃથ્વી પર એક દિવ્ય સૌરભ છોડતો ગયો. ભક્તિયોગની પરાકાષ્ઠા એટલે મૂર્તિમાં તો ભગવાન દેખાય જુ પણ આગળ વધીને સમગ્ર જીવમાં પણ ભગવાન દેખાય. - કહે કલાપૂર્ણસૂરિ મદ્રાસમાં (વિ.સં. ૨૦૪૯) અમે મજા કમાં કેટલાક મુનિઓને પૂછયું : “હોટલમાં જમવા ગયેલ ત્રણ જણે ૧૦-૧૦ રૂ. ની ત્રણ નોટો કાઢીને ૩૦ રૂા. વેઈટરને આપ્યા. વેઈટરે મેનેજરને એ ૩૦ રૂા. આપ્યા ત્યારે તેણે પાંચ રૂા. પાછા આવ્યા. બે રૂા. વેઈટરે ખીસામાં નાખી ત્રણ રૂા. ત્રણેયને પાછા આપ્યા. એટલે કે ૯*૩=૨૭. બે રૂા. વેઈટરે લીધા તે ઉમેરતાં ૨૯ રૂા. થયા. તો એક રૂપિયો ક્યાં ગયો ?” એ મુનિઓ ત્રણ દિવસ સુધી શોધતા રહ્યા, પણ એક રૂપિયાનો હિસાબ ન મળ્યો. ચોથા દિવસે પૂજ્યશ્રીને (પૂ. કલાપૂર્ણસૂરિજી) અમે આ પૂછ્યું ત્યારે તે જ ક્ષણે જવાબ આપતાં કહ્યું : આમાં સીધું જ છે. પૂછવા જેવું છે જ શું ? જમાના ખાતામાં ઉધાર નાખો તે થોડું ચાલે ? ex૩=૨૭. આ ર૭માં જ બે રૂપિયા વેઈટરના આવી ગયા. હવે ફરી બે રૂપિયા ઉમેરો તે થોડું ચાલે ? «૩=૨૭ અને ત્રણ રૂપિયા પાછા મળી ગયા. એકેય રૂપિયો આઘો-પાછો થયો નથી. પૂજ્યશ્રીની નિર્મળ અને તીક્ષ્ણ બુદ્ધિથી તરત જ મળેલો આ જવાબ સાંભળી અમારા બધાનાં મસ્તક ઝૂકી ગયાં... - મુકિત / મુનિ (૧) બારામતીવાળા રામજી મોતા. બારામતીમાં બહુ મોટું નામ. બહુ મોટા શેઠ. ‘મોતા કલેકશન’ બારામતીમાં પ્રસિદ્ધ છે. રામજીભાઇની ન્યાય-નીતિમત્તાની પ્રશંસા અન્ય લોકો પણ કરે એવી. સજજનતાના ગુણો સાથે ધાર્મિક ચુસ્તતા પણ એટલી જ. રોજ પરિમિત પાણીથી જ સ્નાન કરવું. રાત્રિભોજનનો સંપૂર્ણ ત્યાગ. પૂજા, પ્રતિક્રમણ નિયમિત કરવા. પર્યુષણમાં કલ્પસૂત્ર મહાત્માના મુખે જ સાંભળવાનો નિયમ. એક વખત સાયન (મુંબઇ) ચાતુર્માસમાં (વિ.સં. ૨૦૫૯) અમારી પાસે આવેલા. એક વખત અમે પૂછ્યું : “આટલી ધર્મ-ચુસ્તતા તમારા જીવનમાં ક્યાંથી આવી ?' ‘પૂ.પં. દીપવિજયજી (પૂ. દેવેન્દ્રસૂરિજી મ.)ના કારણે. એ મારા જીવનના પહેલા ધર્મ-ગુરુ.” ‘પણ તેઓ તો ક્યારેય બારામતી આવ્યા નથી તો કેવી રીતે ગુરુ ?' સાહેબજી ! હું મૂળ કચ્છ-ભુજપુરનો. વિ.સં. ૨૦૦૮ કે ૨૦૦૯માં પૂ.પં.શ્રી દીપવિજયજી મ. ભુજપુર પધારેલા. ત્યારે એમના વ્યાખ્યાન રોજ ચાલુ હતા, પણ અમે ૧૬-૧૭ વર્ષના જુવાનીયા. અમને ધર્મમાં શું રસ હોય ? ત્યારે અમે ગામમાં રાત્રે ચોકી-પહેરો કરતા. શિયાળાનો સમય હતો. રાત્રે અમે ગામમાં ફરતા-ફરતા ઉપાશ્રય પાસે પહોંચ્યા. ૧૨.૦૦ વાગ્યાનો સમય હશે. અમારા હાથમાં ટોર્ચ હતી. ઉપાશ્રયની બારી ખુલ્લી હતી. અમે તેમાં ટોર્ચના પ્રકાશથી જોયું કે કોઇ મહાત્મા ઊભા-ઊભા કાઉસ્સગ્ન કરી રહેલા છે. ગરદન ઝુકેલી હતી. અમને એ મહાત્મા તરફ અત્યંત આદર થયો. અહો ! કેવા આ મહાત્મા છે ! આખું જગત જ્યારે નિદ્રાદેવીના ખોળે છે, ત્યારે આ યોગીશ્વર જાગે છે, સાધનામાં ડૂબેલા છે.’ મનોમન અપાર બહુમાન-ભાવ પેદા થયો. પૂ.આ. શ્રી વિ. દેવેન્દ્રસૂરીશ્વરજી મ. ૧ ૯૨ કચ્છ વાગડના કર્ણધારો ૧ ૯૩ Page #53 -------------------------------------------------------------------------- ________________ અમને વિચાર આવ્યો : આ તો પરિચયમાં આવ્યા એની આપણને ખબર પડે. બાકી અમને નહિ મળેલા એવા કેટલાય લોકો હશે, જેમનો જીવન-પલટો એમના પ્રવચનથી થયો હશે ! કલાક પછી રાત્રે ફરી વાર ઉપાશ્રય પાસે આવ્યા. ત્યારે પણ એ મહાત્મા એ જ રીતે કાઉસ્સગ્નમાં હતા. મારું બહુમાન અત્યંત વધી ગયું. મનમાં થયું : આવા મહાત્માનું પ્રવચન મારે સાંભળવું જોઇએ. હું બીજે દિવસે આદરપૂર્વક પ્રવચનમાં ગયો. એમનો મીઠો અવાજ ખૂબ જ ગમી ગયો. સરળતા સ્પર્શી ગઇ. પહેલાં જ વ્યાખ્યાનમાં રાત્રિભોજનની વાત હતી. બસ, એ એક જ વ્યાખ્યાનથી મેં જીવનભર રાત્રિભોજનનો ત્યાગ કરી દીધો. આજ સુધી એ ટેક ચાલુ છે. પછીના પ્રવચનોમાં પરિમિત જળથી સ્નાન, અભક્ષ્ય પદાર્થો – વગેરે અંગે વાત આવી. એ પણ હું અપનાવતો ગયો. આજે પણ હું બે લોટાથી સ્નાન કરું છું ને તે પાણી બહાર પરઠવી દઉં છું. મારા પર પૂ.પં.શ્રી દીપવિજયજી મ.નો ઉપકાર છે. એમને યાદ કરું છું ને મારા રોમ ખડા થઇ જાય છે. (૩) એકવખત અમે (મુક્તિચન્દ્રવિ.) પૂજ્યશ્રીને પૂછ્યું: “સાહેબજી ! પૂજ્ય પં. કલાપૂર્ણવિજયજી મ. પછી કોણ છે ? ઉત્તરાધિકારી કોણ?” ‘ભાઇ મહારાજ છે ને !' ત્યારે પૂ. કલાપ્રભ વિજયજીને લગભગ બધા જ ‘ભાઇ મહારાજ તરીકે ઓળખતા હતા. ખરેખર પૂજયશ્રીની વાત સાચી પડી. પૂ. કલાપૂર્ણસૂરિજી મ.ના ઉત્તરાધિકારી તરીકે અત્યારે ‘ભાઇ મહારાજ' (પૂ. કલાપ્રભસૂરિજી મ.) જ શોભી રહ્યા છે. પૂજયશ્રીની વચન-સિદ્ધિનો આ પુરાવો ગણાય. (૨) મુંબઇમાં એક વખત વિનિયોગ પરિવારવાળા શ્રીયુત અરવિંદ પારેખ મળ્યા. શાસન માટેની જબરદસ્ત ખુમારી. જીવદયા વગેરે અંગે ખૂબ જ કામ કરે. એક વખત વાત નીકળતાં કહે : મારા પહેલા ઉપકારી પૂ.પં.શ્રી દીપવિજયજી.’ એ કઇ રીતે ? તમે તો મુંબઇમાં રહો છો.’ ‘વાત સાચી. હું રાધનપુરનો, પણ રહું છું. મુંબઇમાં. પણ જયારે ઇ.સ. ૧૯૪૫માં ગોદીનો ધડાકો થયેલો ત્યારે અમે સૌ મુંબઈ છોડી રાધનપુર આવી ગયેલા. ત્યારે હું બાર વર્ષનો હતો. રાધનપુરમાં ત્યારે પૂ.પં શ્રી દીપવિજયજી મ.નાં વ્યાખ્યાન ચાલતા હતા. જીવનમાં પહેલી જ વખત પૂજયશ્રીનું જ મને વ્યાખ્યાન સાંભળવા મળ્યું. હૃદય-સોંસરું ઊતરી જાય, એવું એ વ્યાખ્યાન હતું. રાત્રિભોજન વિષે તેઓશ્રી બહુ કહેતા. ત્યારથી મેં રાત્રિભોજન, અભક્ષ્ય વગેરે છોડ્યું તે છોડ્યું. આ રીતે મારો એમના પ્રવચન થકી ધર્મમાં પ્રવેશ થયો. પૂ.આ. શ્રી વિ. દેવેન્દ્રસૂરીશ્વરજી મ. ૧ ૯૪ (૪) પૂજયશ્રી વર્ધમાન તપના, આયંબિલ તપના ખૂબ જ પ્રેમી. શાશ્વતી ઓળીના નવેય દિવસોમાં એમને આયંબિલ જ હોય. જીવનભર આ ક્રમ પૂજ્યશ્રીએ જાળવી રાખેલો. જીવનની છેલ્લી ચૈત્રી ઓળી વખતે અત્યંત નાદુરસ્ત તબિયતમાં , બધાની ના હોવા છતાં પણ ત્રણ આયંબિલ તો કર્યા જ કર્યા. વિ.સં. ૨૦૨૪માં રાજસ્થાન-ફલોદી ચાતુર્માસમાં વર્ધમાન તપની ૮૮મી ઓળી શરૂ કરી. થોડા આયંબિલ થયા ને પેટમાં રહેલી ગાંઠની સખત પીડા શરૂ થઇ. કેટલીયે દવાઓ કરી, પણ દર્દો મટવાનું નામ ન લીધું. આખરે, બધી દવાઓને તિલાંજલિ આપી પૂજ્યશ્રીએ અદ્વૈમનું પચ્ચક્ખાણ લઇ લીધું. પૂજ્યશ્રીને તપ પર ખૂબ જ શ્રદ્ધા ! ખૂબ જ પ્રેમ ! ખરેખર એ શ્રદ્ધાએ ચમત્કાર સર્યો. ત્રીજા ઉપવાસે ગાંઠ દેખાતી બંધ થઇ ગઇ અને પીડા પણ શમી ગઇ. તપનો આ પ્રેમ આ રીતે જીવનદ્વારા પ્રગટ થતો ઘણી વાર જોવા મળતો. આથી જ એમના પ્રવચનમાં થતી તપની પ્રેરણા અત્યંત કચ્છ વાગડના કર્ણધારો + ૫ Page #54 -------------------------------------------------------------------------- ________________ અસરકારક બનતી. એમના વ્યાખ્યાનોમાં ખાસ કરીને વર્ધમાન તપ, નવપદ તપ, અઠ્ઠમ તપ વગેરે માટે વિશેષ પ્રેરણા રહેતી. વિશલ્યા સતી આદિની કથાઓ દ્વારા લોકહૃદયમાં તપ પ્રત્યે પ્રેમ પ્રગટાવતા. પારણાના પ્રસંગે પણ ઇચ્છાનો નિરોધ થાય, તે સાચું તપ છે, એમ ખાસ સમજાવતા. જીવનમાં તપ આ રીતે સિદ્ધ કરેલો હોવાથી જ એમની પાસેથી પચ્ચક્ખાણ લઇને ભાવિકો નિર્વિને વર્ધમાન તપની ઓળી કે માસક્ષમણ આદિની તપશ્ચર્યા કરી શકતા. (૫) વિ.સં. ૨૦૧૬ માં પૂજયશ્રીનું નવસારીમાં ચાતુર્માસ હતું. એક આંખે મોતીયાનું ઓપરેશન થઇ ગયું હતું. ડૉકટરની ના હોવા છતાં ત્યારે પણ ચૌદસનો ઉપવાસ ન જ છોડ્યો. મોતીયો પાક્યા પછી બીજી આંખે પણ સફળતાપૂર્વક ઓપરેશન થયું. એક વખત રાત્રે માગું કરવા જાતે જ પૂજ્યશ્રી ઊઠ્યા. પૂજયશ્રીનો એક સ્વભાવ હતો : બને ત્યાં સુધી બીજાને તકલીફ ન આપવી. આથી જ મુનિઓ બાજુમાં જ સૂતેલા હોવા છતાં જગાડ્યા નહિ, માગુનું કામ પતાવ્યા પછી પાટ પર બેસવાની તૈયારી કરી રહેલા હતા, ત્યાં જ પગ લડથડી જવાથી પૂજયશ્રી પાટ પરથી પડી ગયા. અવાજ થવાથી બધા મુનિઓ જાગી ગયા. જોયું તો પૂજ્યશ્રી પડી ગયા હતા. ડાબા પગ પર શરીરનું સઘળું વજન આવી જતાં સખત ચોટ લાગી હતી. મુનિઓએ પાટ પર સૂવડાવી પગે બામ વગેરેથી માલીશ કરી. પૂજયશ્રીને ભયંકર પીડા થઇ રહેલી હતી, પણ એક ‘ઊંહકારો પણ કર્યો વિના શાંતિપૂર્વક નવકાર મંત્રનું સ્મરણ કરતા રહ્યા. સવારે જોયું તો સાથળની ઉપરના સાંધાના ભાગમાં ઘણો સોજો હતો. પૂજયશ્રી પોતાની મેળે પગ ઊંચો-નીચો કરી શકતા નહોતા. ડૉકટરોએ તપાસ કરતાં ખબર પડી કે સાથળના સાંધાનું હાડકું તૂટી ગયું છે, ફ્રેકચર થયેલું છે. પૂ.આ. શ્રી વિ. દેવેન્દ્રસૂરીશ્વરજી મ. ૧ ૯૬ પ્રસિદ્ધ હાડવૈદની દેખરેખ નીચે પાટો બાંધવામાં આવ્યો. બીજા પણ મલમ વગેરેના દેશી ઉપચારો કરવામાં આવ્યા. ત્રણ મહિના સુધી એક જ સ્થિતિમાં રહેવાનું હતું. છતાં પૂજયશ્રી જરા પણ ફરિયાદ કર્યા વિના એ જ સ્થિતિમાં રહ્યા. સ્વાધ્યાય, જાપ વગેરે એટલી જ તલ્લીનતાપૂર્વક ચાલુ રહ્યું. પૂજ્યશ્રીની અપૂર્વ સહનશીલતા અને અપૂર્વ સ્વાધ્યાયલીનતા જોઇ સમગ્ર નવસારી સંઘ હૃદયપૂર્વક ઝૂકી પડ્યો. હાડવૈદે કહ્યું હતું કે ૮૦ ટકા ફાયદો થશે. વૃદ્ધાવસ્થામાં આટલો ફાયદો બહુ કહેવાય, તેમ સૌએ આશ્વાસન લીધેલું. અઢી મહિના પછી પાટો છોડવામાં આવ્યો. ધીરે-ધીરે લાકડીના ટેકે પૂજયશ્રીને ચલાવવાની પ્રેકટીસ કરાવવામાં આવી, પણ એમાં ખાસ સફળતા ન મળી. કારણ કે ફ્રેકચરવાળો પગ એકથી દોઢ ઇંચ જેટલો ટૂંકો થઇ ગયો હતો. આમ, પૂજયશ્રીનું કાયમ માટે ચાલવાનું બંધ થયું ને હંમેશ માટે સંથારામાં રહેવું પડ્યું. આવા પ્રસંગે હાયવોય કરવાને બદલે પૂજયશ્રીએ એનો ફાયદો ઊઠાવ્યો; વધુને વધુ સ્વાધ્યાય કરીને. “પહેલાં તો અનેકાનેક પ્રવૃત્તિઓ રહેતી, ક્યાંક જવું પડતું. હવે તો ક્યાંય જવાનું જ નહિ, બસ, આખો દિવસ સ્વાધ્યાય જ સ્વાધ્યાય ! કોઇ અંતરાય પાડનારું જ નહિ, આવો સુંદર મોકો ક્યાં મળે ?” એમ માની પૂજ્યશ્રી રોજ ત્રણથી ચાર હજારનો સ્વાધ્યાય એકાગ્રતાપૂર્વક કરતા. કંઠસ્થ કરેલું બધું જ પૂજ્યશ્રીને પુનરાવર્તનના કારણે યાદ હતું. આવી સ્થિતિમાં સતત રહેવાના કારણે બેસવાના સ્થાને પાઠા પડી ગયા હતા. ડેસ્સીંગ કરતી વખતે ખ્યાલ આવતો હતો કે આ પાઠા (ગુમડા) કેટલા ભયંકર છે. પણ પૂજ્યશ્રીએ જીવનમાં કદી આના વિષે ફરિયાદ કરી નથી. પીડાને ભૂલીને પોતાનું મને સંપૂર્ણ રીતે સ્વાધ્યાયમાં મગ્ન બનાવી દીધું હતું. સાચે જ, પીડાથી પર રહેવાની પૂજયશ્રીની અપૂર્વ કળા હતી ! કરછ વાગડના કર્ણધારો + ૯૭ Page #55 -------------------------------------------------------------------------- ________________ (૬) “પૂજય દેવેન્દ્રસૂરીશ્વરજી મ.સા.ના અસીમ ઉપકારથી હું દબાયેલો છું.” એવું વારંવાર કહેતા મુનિવર્યશ્રી આનંદવર્ધનવિજયજી મ. (ગૃહસ્થી નામ : ગોકળભાઇ છાડવા, સામખીયાળી)એ પૂજયશ્રી વિષેનો પોતાનો અનુભવ લખ્યો છે, તે આપણે તેમના જ શબ્દોમાં જોઇએ. “નાનપણથી જ મને સાધુ-સંતોનો સંગ ગમતો, તેમના મુખેથી વાર્તા કે કથાઓ સાંભળવાનું ગમતું. પછી એ સંત જૈન હોય કે જૈનેતર હોય ! શરૂઆતમાં હું જૈનેતરોના ફરાળી ઉપવાસ, શ્રાવણ મહિનાના એકટાણા, શનિવારે હનુમાનનું વ્રત – વગેરે કરતો. તે વખતે જૈન ધર્મનો વિશેષ પરિચય નહોતો. આ વખતે મારી ૧૦ વર્ષની ઉંમર હશે ! સ્થાનકવાસી કુટુંબમાં મારો જન્મ ! એટલે દેરાસર જવાના સંસ્કાર ઓછા. પણ મિત્રોના સંગથી મહાસતીઓ સાથે સ્થાનકમાં વાર્તા સાંભળવા ઘણીવાર જતો. એક વખત લોકોના ટોળે-ટોળા એક જ દિશામાં જઇ રહ્યા હતા. મને કાંઇ ખબર નહોતી. મેં કોઇને પૂછ્યું : “આ બધા માણસો ક્યાં જઇ રહ્યાં છે?” ‘તને ખબર નથી ? આજે મોટા મહારાજ પૂજ્ય પંન્યાસજી શ્રી દીપવિજયજી (પૂ. દેવેન્દ્રસૂરિજી) માં પધારવાના છે. એટલે બધા સામૈયામાં જઇ રહ્યા છે.” પણ સામૈયામાં ગયો. વાજતે-ગાજતે હું સૌની સાથે ઉપાશ્રયમાં આવ્યો. પહેલી વખત મેં જૈન સાધુને જોયા. પૂજ્યશ્રીનું વ્યાખ્યાન શરૂ થયું. પૂજયશ્રીએ સંયમનું માહોભ્ય વર્ણવતી કડીઓ બુલંદ અવાજે લલકારી : “જિનવર મંદિર સયલ મહિયલમાં, સોવન રયણે કરાવેજી; એક દિવસના ચરણ સમોવડ, કહો તે કેણીપેરે થાવેજી? આદર જીવ ! સંયમ-ગુણ આદર, મ કરીશ વાદ-વિવાદજી.” ભાવાર્થ સમજાવતાં પૂજ્યશ્રીએ કહ્યું : કોઇ માણસ આ પૃથ્વી પર રહેલા ગામો કે નગરોમાં સોના કે રત્નોનાં જિન-મંદિરો બંધાવે અને શણગારે તેનાથી અધિક એક દિવસના ચારિત્રનું ફળ છે.” પૂ.આ. શ્રી વિ. દેવેન્દ્રસૂરીશ્વરજી મ. ૧ ૯૮ વ્યાખ્યાનમાં એક બીજી પંક્તિ પણ પૂજયશ્રી બોલેલા : “કલિકાલે જિનબિંબ જિનાગમ, ભવિયણકું આધારા.” વળી, રાત્રિભોજન, કંદમૂળ, બોળ અથાણું વગેરેના સેવનથી થતા નરકના વિપાકો દર્શાવ્યા. બસ, આ એક જ વ્યાખ્યાને મારા જીવનમાં ફેરફાર કરાવ્યો. તે જ વખતે મેં રાત્રિભોજન, કંદમૂળ વગેરેનો જીવનભર ત્યાગ કરી દીધો તથા જિનાલયમાં પ્રભુદર્શન, નવકારવાળી વગેરેના પણ નિયમો લીધા. પૂજ્યશ્રીએ પાઠશાળામાં ધાર્મિક અભ્યાસ માટે પ્રેરણા કરી. એમની બોલવાની મીઠાશ, સંયમ શુદ્ધિનું તેજ, મુખ પર ઓજસ વગેરેના કારણે શબ્દમાં અનેરી તાકાત વર્તાતી. હવે હું નિયમિત દેરાસર જતો થઈ ગયો. તે પહેલાં હું ક્યારેય જિનાલયે ગયો નહોતો, વીતરાગ પ્રભુનાં દર્શન કર્યા નહોતા. ત્યાર પછી પૂજયશ્રી અવારનવાર પધારતા રહ્યા. પરિચય વધતો રહ્યો. ઘણી વખત પૂજ્યશ્રી મારી પાસેથી પુસ્તક વંચાવતા. પછી, મારે મુંબઇ જવાનું થયું ત્યારે પૂજયશ્રીએ મને ખાસ પ્રેરણા કરેલી : “પ્રાણના ભોગે પણ ધર્મને સાચવવાનો. લીધેલા નિયમો ટકાવી રાખવાના.'' પૂજ્યશ્રીના આ વચનોને શુકનની ગાંઠ માની હું બરાબર વળગી રહ્યો. મુંબઇમાં નોકરી કરવાનો વખત આવ્યો ત્યારે મેં શેઠને મારા નિયમો જણાવી દીધા. મારા નિયમો તમને માન્ય હોય તો જ મારે નોકરી કરવી છે, નહિ તો નહિ. તે વખતે ખાવા-પીવાની સગવડ સાથે મહિને માત્ર ૧૦ રૂપિયા પગાર મળતો. સવારે ૫.૩૦ થી રાત્રે 10.00 સુધી સખત કામ કરવાનું રહેતું. પરંતુ આવા સંયોગોમાં પણ મેં મારા નિયમોમાં બાંધછોડ નથી કરી. આમાં પૂજયશ્રીનું કૃપા બળ કામ કરી રહ્યું હતું. ધર્મ સચવાયાનો મને ખૂબ જ આનંદ થતો. મુંબઇથી જયારે પણ હું દેશમાં આવતો ત્યારે પૂજ્યશ્રીને મળવા અવશ્ય જતો. પૂજ્યશ્રીને મળતાં જ એક પ્રકારની તાજગીનો અનુભવ થતો. કચ્છ વાગડના કર્ણધારો + ૯૯ Page #56 -------------------------------------------------------------------------- ________________ પૂજ્યશ્રીના પ્રભાવના નજરે જોયેલા અને સાંભળેલા કેટલાક પ્રસંગો હું કહેવા માંગું છું. (૮) અમારા ગામ (સામખીયાળી)માં સુશ્રાવક નરસી ભગત રહે. ભગત એટલે કેવા ? બળદને પણ પાણી ગાળીને પીવડાવતા ને પુત્રની જેમ રાખતા. ભારે જીવદયાપ્રેમી, પૂજયશ્રી દ્વારા જ તેઓ ધર્મ પામેલા હતા. એમની માતૃશ્રીને પેટમાં બરોળની ભયંકર તકલીફ થયેલી. પૂજયશ્રીને વાત કરતાં કહ્યું : “મારી માની આ તકલીફ માટે કોઇ ઉપાય ખરો ?” - પૂજયશ્રી પાસે એક જ ધર્મની દવા હતી. કહ્યું : જુઓ, શ્રદ્ધાપૂર્વક ધર્મ આરાધના કરે તેનું બધું સારું જ થાય. એક કામ કરી જુઓ. ‘નવ આયંબિલ જાપપૂર્વક કરો. બધું સારું થશે.' ખરેખર પૂજયશ્રીના વચનાનુસાર આ રીતે કરતાં બરોળની તકલીફ સંપૂર્ણપણે નાબૂદ થઇ ગઇ. (૭) અમારા સામખીયાળી ગામમાં રહેતા ગર્ભશ્રીમંત સુશ્રાવક હીરાભાઇ પાંચાભાઇને ત્યાં પૂજયશ્રીનાં પગલાં થયા. ત્યાં જ વ્યાખ્યાન ગોઠવાયું. જીવદયામાં હીરાભાઇએ સારો લાભ લીધો તેમ જ રાત્રિભોજન, કંદમૂળ ત્યાગ વગેરે નિયમો પણ લીધા. પૂજયશ્રીનાં પ્રવચનોમાં જૈનેતર ભાઇઓ પણ મોટી સંખ્યામાં આવતા. એમાંના એક ભારાભાઇ રબારી હતા. એમને એમની પત્નીની મોટી ચિંતા હતી, પત્નીને વાળાનો રોગ થયો હતો. કેટલાય ડૉકટરો, વૈદો, હકીમો, ભૂવાઓ વગેરેને બતાવેલું. ઉપચારો પણ ઘણા કરાવેલા, પણ કેમેય વાળાનો રોગ મટવાનું નામ લેતો ન હતો. એમણે પૂજયશ્રીને પોતાના મનની વાત કરતાં કહ્યું : ‘ગુરુદેવ ! મારા ઘરવાળાને વાળાનો રોગ થયો છે. કેટલીયે દવાઓ કરી, પણ મટતો નથી. કંઇક ઉપાય બતાવો તો સારું.’ પૂજ્યશ્રીએ કહ્યું : દ્રવ્યદવા ઘણી કરી. હવે તમે ભાવદવા કરો. ધર્મમાં ઘણી તાકાત છે. દ્રવ્ય અને ભાવ બંને રોગને એ મટાડે. તમારા ઘરવાળા જો કરી શકે તેમ હોય તો ત્રણ આયંબિલ કરાવો. આયંબિલમાં માત્ર બાફેલું અનાજ જ એક ટાઇમ ખાવાનું હોય છે ને બાકીના દિવસે માત્ર ઉકાળેલું પાણી પીવાનું હોય છે. ત્રણ આયંબિલમાં શંખેશ્વર પ્રભુનો જાપ કરાવજો .” ભારાભાઇ તો પૂજયશ્રી પર અત્યંત શ્રદ્ધા ધરાવતા હતા. તેમણે પત્ની પાસેથી આ પ્રયોગ કરાવ્યો ને ખરેખર ચમત્કાર સર્જાયો. પહેલે જ દિવસે પીડા દૂર થઇ ગઇ ને બીજી બે દિવસમાં તો એ વાળાનો રોગ સાવ જ અદેશ્ય થઇ ગયો. (૯) પૂજ્યશ્રીના પ્રવચનમાં જૈન-અજૈન તમામ લોકો આવતા. નગરશેઠ અને સરપંચ કે જેઓ લુહાણા હતા, તેઓ પણ આવતા. એમાં એક જીવાભાઇ દરજી પણ ખાસ આવતા. તેઓ પ્રજ્ઞાચક્ષુ હતા. પણ આંતરદૃષ્ટિ તેમની ખુલી ગઇ હતી. વ્યાખ્યાન ધ્યાનથી સાંભળે ને પૂછવા જેવું લાગે ત્યાં ચાલું વ્યાખ્યાને પ્રશ્નો પણ પૂછે. નજર ન હોવા છતાં આશ્ચર્ય એ વાતનું કે વ્યાખ્યાન સાંભળવા એકલા જ આવે ને એકલા જ જાય. રસ્તામાં ક્યાંય ભૂલા ન પડે. તેમને પૂજયશ્રી પર અપાર આસ્થા. પૂજ્યશ્રી પર આસ્થા ધરાવનાર જીવનના માર્ગમાં પણ ભૂલો ન પડે ત્યાં દ્રવ્ય માર્ગમાં ક્યાંથી ભૂલો પડે ? - જીવાભાઇ દરજી રોજ રાત્રે પોતાની ડેલીએ ભજનીયા ગાય ને જે પૂજયશ્રી પાસેથી દિવસે સાંભળેલું હોય તે પોતાની ભાષામાં બીજાને પણ સમજાવે. એમના ભજન અને વક્તવ્ય સાંભળવા ગામના ઘણા લોકો આવતા. ખેતી કામ કરીને થાકીને એમની ડેલીએ આવતા લોકો પોતાનો થાક ભૂલી જતા. હળવાફૂલ થઇ જતા. જીવાભાઇની વાણીમાં પણ આટલી તાકાત હોય તો પૂજ્યશ્રીની વાણીમાં કેટલી તાકાત હશે ? પૂ.આ. શ્રી વિ. દેવેન્દ્રસૂરીશ્વરજી મ. * ૧૦૦ કચ્છ વાગડના કર્ણધારો ૨ ૧૦૧ Page #57 -------------------------------------------------------------------------- ________________ (૧૨) જેસલમેર બિરાજમાન (વિ.સં. ૨૦૫૪) પ્રાચીનશાસ્ત્ર સંશોધક, પરમ વિદ્વાન્ પૂજ્ય મુનિ શ્રી જંબૂવિજયજી મ.એ લખ્યું છે : ‘કચ્છ-વાગડના ઓસવાળો પર એમનો ઘણો મોટો ઉપકાર છે. ઓસવાળોને એમણે ધર્મ સંસ્કાર આપીને ધર્મ માર્ગે જોડ્યા છે. એમની સાથે મારો અંગત પરિચય ન હોવા છતાં આટલી વાત હું બરાબર જાણું છું.” (૧૦) અમદાવાદ-કૃષ્ણનગર જયાનંદ સોસાયટીમાં રહેલા સા. ચન્દ્રયશાશ્રીજી મ.એ પૂજયશ્રીનો અનુભવ લખતાં જણાવ્યું : પૂજયશ્રી વચનસિદ્ધ મહાપુરુષ હતા. એક દિવસ અમે વંદન કરવા ગયાં. અમારી સાથે સા. ચન્દ્રસેનાશ્રીજીને જોતાં પૂજ્યશ્રીએ તરત જ પૂછ્યું : “કેમ ગઇ કાલે તમે વંદન કરવા કેમ નહોતા આવ્યાં ?' ‘સાહેબજી ! ગઇ કાલે બહુ જ ઉલ્ટીઓ થતી હતી, એટલે આવી શકાય તેમ નહોતું.” એમ ? લો, આ ગોળી. ઉલ્ટી મટી જશે.’ ખરેખર, એ ગોળી લેતાં જ ઉલ્ટી ગાયબ થઇ ગઇ. ખરેખર તો એ ગોળી સંશમની (તાવ માટેની) હતી, પણ શ્રદ્ધાપૂર્વક લેતાં કામ થઇ ગયું. આવી હતી પૂજયશ્રીની વચન-સિદ્ધિ ! (૧૧) મોરબીમાં ચાતુર્માસ બિરાજમાન (વિ.સં. ૨૦૫૪) સા. ચન્દ્રલતાશ્રીજીએ લખ્યું : એક વખત અમે પૂજયશ્રીને વંદન કરીને પચ્ચક્ખાણ લેતા હતાં. પચ્ચખાણ આપતા ‘પચ્ચખાઇ’ શબ્દ આવતાં પૂજયશ્રી અટક્યા ને કહ્યું: ‘પચ્ચકખાઈ આવે ત્યારે ‘પચ્ચકખામિકેમ બોલતા નથી? પચ્ચક્ખાણ ભાષ્ય ભણ્યા છો ને ! એ ખાલી ભણવાનું છે કે તે મુજબ આચરવાનું છે ? ‘પચ્ચકખાઇ’ વખતે ‘પચ્ચકખામિ’ અને ‘વોસિરાઇ’ વખતે ‘વોસિરામિ’ બોલવાનું હોય. મુખ્ય વાત આપણા ઉપયોગની છે. નાની-નાની બાબતમાં પણ ઉપયોગ હોય તો મોટી બાબત બની જાય છે ને મોટી બાબતમાં પણ ઉપયોગ ન હોય તો નાની બાબત બની જાય છે. શ્રી જૈન શાસનમાં ઉપયોગની – જાગૃતિની ખૂબ જ મહત્તા છે. આપણે રોજ સવારે ઉપયોગનો કાઉસ્સગ્ન કરીને પછી જ દૈનિક તમામ ક્રિયાઓ શરૂ કરીએ છીએ ને !' પૂજયશ્રીની સચોટ મીઠી શિખામણ સાંભળીને અમે નત મસ્તક બની ગયાં. (૧૩) વિ.સં. ૨૦૫૪, પાટણ ચાતુર્માસ પહેલાં સા. સંયમપૂર્ણાશ્રીજીએ લખ્યું છે : વિ.સં. ૨૦૧૧માં પૂજ્યશ્રી મનફરા ચાતુર્માસ બિરાજમાન હતા ત્યારે હું નાની ઉંમરની હતી. ખેતી વાડીના કામમાં જ અમે એવા ડૂબેલા રહેતા કે ધર્મ માટે સમય જ ન મળે. વળી, એકડો પણ ન આવડે એવા અમે નિરક્ષર, મારા સસરા લધાભાઇ ધર્મ પ્રત્યેની ઘણી જ લાગણીવાળા હતા. પૂજય દાદા શ્રી જીતવિ.મ. વિ.સં. ૧૯૭૬માં છેલ્લીવાર મનફરા પધારેલા ત્યારે ત્યાંથી પલાંસવા જતી વખતે ડોલીથી ગયેલા ને મનફરાના કેટલાક મજબૂત માણસો એ ડોલીને ઊંચકીને લઇ ગયા હતા, તેમાં મારા સંસારી સસરા (લધા વીરા દેઢિયા) પણ હતા. ચોથા દિવસે પલાંસવા પહોંચ્યા હતા. | પિયર-ભરૂડીયામાં તો ખાસ કાંઇ ધર્મ સંસ્કાર નહોતા મળ્યા. મળે તેવા સંયોગો પણ નહોતા, પણ અહીં મનફરા ધર્મનું વાતાવરણ સારું હતું. એ વાતાવરણથી હું પણ કંઇક રંગાઇ. આથી જ્યારે જ્યારે સમય મળે ત્યારે ત્યારે હું પૂજ્યશ્રીના વ્યાખ્યાનમાં પહોંચી જતી. પૂજ્યશ્રીનું વ્યાખ્યાન એટલે ? જાણે દ્રાક્ષનો રસ ! એટલી મધુરતા કે ઉઠવાનું મન જ ન થાય. એમનું વ્યાખ્યાન એટલું મધુર કે સંસાર કડવો લાગવા માંડે !! કેવું આશ્ચર્ય ! મને પણ સંસાર ત્યારથી જ કડવો-અસાર લાગવા માંડ્યો. સંયમ સ્વીકારવા જેવું લાગ્યું. પણ હું લાચાર હતી. એક તો લગ્નની બેડીથી જકડાયેલી હતી અને બીજું મને નવકાર સિવાય કાંઇ નહોતું આવડતું. કચ્છ વાગડના કર્ણધારો ૨ ૧૦૩ પૂ.આ. શ્રી વિ. દેવેન્દ્રસૂરીશ્વરજી મ. • ૧૦૨ Page #58 -------------------------------------------------------------------------- ________________ એક દિવસ હું પૂજ્યશ્રી પાસે પહોંચી ગઇ ને મેં મારી મનોવ્યથા જણાવી : ‘મને કાંઇ આવડતું નથી. હું શું કરું ?’ બેન ! તમે જરા પણ ચિંતા નહિ કરતા. તમે ધારશો તો જરૂર પાંચ પ્રતિક્રમણ પાકા કરી લેશો.’ પૂજ્યશ્રીના આ આશીર્વચનથી હું આનંદથી ઝૂમી ઊઠી. ધીરે ધીરે મેં પ્રયત્ન શરૂ કર્યા. મોઢે-મોઢે સાંભળી-સાંભળીને મેં ગોખવાનું શરૂ કર્યું. થોડા સમયમાં બે પ્રતિક્રમણ પૂરા કરી લીધા. પછી તો પાંચ પ્રતિક્રમણ, નવ સ્મરણ, સ્તવનો, સજઝાયો વગેરે ઘણું કંઠસ્થ થઇ ગયું. આ હતી પૂજ્યશ્રીની વચન-સિદ્ધિ ! ચોમાસા પછી (વિ.સં. ૨૦૧૨) પૂજ્યશ્રી ભરૂડીયા પધાર્યા. પિયરનું ગામ હોવાથી હું પણ ત્યાં ગઇ. ત્યાં પણ વ્યાખ્યાન વગેરેનું વાતાવરણ જોરદાર જામ્યું. એક દિવસ ત્યાં બપોરે ૯૯ પ્રકારી પૂજા હતી. એમાં પૂજ્યશ્રી “સિદ્ધાચલ શિખરે દીવો રે, આદીશ્વર અલબેલો રે” આ પંક્તિ અત્યંત ઘુંટી-ઘૂંટીને ભાવપૂર્વક મધુર સ્વરે બોલી રહ્યા હતા. આમ પણ પૂજ્યશ્રી શત્રુંજયના પ્રેમી હતા. શત્રુંજય ભક્તિનું કોઇ પણ નિમિત્ત મળે પૂજ્યશ્રી ભાવવિભોર બની જાય. પછી એ પ્રવચન હોય કે પૂજા હોય ! ત્યારે મેં બરાબર જોયું કે પૂજયશ્રીના મસ્તક પર દીપકની જ્યોત ઝળહળી રહી હતી. જાણે કે ઉત્તમ પુરુષના મસ્તકમાં રહેલો મણ બહાર આવીને ઝળકી રહ્યો હતો. આ દૃશ્ય માત્ર મેં જ નહિ, સમગ્ર સભાએ જોયેલું. પૂજ્યશ્રી પર બધા ઓવારી ગયેલા. આવા પરમ પ્રભાવશાળી અને અત્યંત સરળ એવા પૂજ્યશ્રીની કૃપાથી જ મને મોટી ઉંમરમાં પણ સંયમ મળ્યું છે, એમ હું માનું છું. * (૧૪) સંવત્ ૨૦૫૪, કોલ્હાપુરથી પૂ.આ. શ્રી વિજયપુણ્યાનંદસૂરિજી મ. લખે છે : પૂ.આ. શ્રી વિ. દેવેન્દ્રસૂરીશ્વરજી મ. ૨ ૧૦૪ “વિ.સં. ૨૦૦૯માં હું મારા દાદા ગુરુદેવ પૂ.આ. શ્રી વિજયભુવનતિલકસૂરીશ્વરજી મ., પૂ. ગુરુદેવ શ્રી ભદ્રંકરવિજયજી મ. (પછીથી આચાર્યશ્રી) આદિ સાથે અમે કચ્છમાં આવેલા. તે વખતે માંડવીમાં પૂ.પં. શ્રી દીપવિજયજી મ. (પછીથી આચાર્યશ્રી)ના દર્શન કરતાં જ તન, મન હર્ષથી પુલકિત બની ગયા હતા. ત્રિવેણી સંગમમાં તો માત્ર ત્રણ જ નદીઓનો સમાગમ હોય છે, પરંતુ આ પંન્યાસજીમાં તો અનેક ગુણ-નદીઓનો સમાવેશ થયેલો પ્રથમ નજરે જ જોવા મળ્યો હતો. પ્રથમ નજરે જ મને જે તેમનો ગુણવૈભવ જોવા મળ્યો તે હું કેટલાક શબ્દો દ્વારા જણાવવા માંગું છું : ❖ એકદમ સાદગીભર્યું જીવન ! ◊ હંમેશા નીચી દિષ્ટ ! ◊ ત્યાગ અને વૈરાગ્યના તેજથી દીપતું લલાટ ! આખો દિવસ અપ્રમત્તભાવે વાચના-સ્વાધ્યાય આદિમાં લીનતા ! નિત્ય એકાસણાનો ખપ ! ખરેખર અદ્ભુત હતું એ જીવન ! જાણે ચોથા આરાની વાનગી ! એમાંય પૂજ્યશ્રીના મુખે જ્યારે સ્તવન-સજ્ઝાયો સાંભળ્યાં ત્યારે તો અમે આભા જ બની ગયા ! ખરેખર આટલા વરસો પછી પણ એ ક્યાંક જ, ક્યારેક જ જોવા મળતું વિરલ વ્યક્તિત્વ ભૂલાયું નથી. * * * (૧૫) “તેઓશ્રી ખરેખર ઉચ્ચ કોટિના મહાપુરુષ હતા. મારી ઘટતી જતી સ્મૃતિ અને વધી ગયેલી ઉંમર (૯૭ વર્ષ)ના કા૨ણે વધુ લખી શકતો નથી.” પૂ. ભદ્રંકરસૂરિજી મ., અમદાવાદ (પૂ. બાપજી મ.ના) કચ્છ વાગડના કર્ણધારો ૨ ૧૦૫ Page #59 -------------------------------------------------------------------------- ________________ ગામડે-ગામડે ફરી, ગોચરી, પાણી વગેરેની પ્રતિકૂળતા વેઠીને પણ લોકોને ધર્મ પમાડવો - આ તેમનો મુદ્રાલેખ હતો. (૧૬) “નીચી નજરે ચાલતાં, ત્રણ ગુણ મોટા થાય; કાંટો ટળે, દયા પળે, પગ પણ નવિ ખરડાય.” આ પંક્તિ પૂજ્યશ્રી માત્ર બોલતા નહોતા પણ તદનુસાર જીવતા હતા. હંમેશ નીચી નજરે જોવાની ટેવના કારણે તેમની ડોક પણ જાણે વળી ગઇ હતી.” - પૂ. મુનિશ્રી અનંતયશવિજયજી નાગપુર, વિ.સં. ૨૦૫૪, પોષી દશમ (૧૯) “અજબ-ગજબની યાદશક્તિવાળા આ મહાપુરુષ હતા.” - સા. નર્મદાશ્રીજી, અમદાવાદ | (૧૭) સંવત ૨૦૫૪, સુરતથી પૂજ્ય આચાર્યશ્રી વિજયજયઘોષસૂરીશ્વરજી મ.સા. લખે છે : “મારા ખ્યાલ મુજબ સિદ્ધાંત મહોદધિ પૂ. આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજયપ્રેમસૂરીશ્વરજી મ.ની પ્રેરણા-આદેશથી પંન્યાસજી શ્રી જયંતવિજયજી ગણિવરના હાથે આ આચાર્ય પદવી થઇ તેથી બે સમુદાયોના સંબંધ ઘનિષ્ટ થયા અને મુનિરાજ શ્રી કલાપૂર્ણવિજયજી આદિ મહાત્માઓ સુરેન્દ્રનગરમાં પરમ પૂજય પ્રેમસૂરીશ્વરજી મ. પાસે ભણવા માટે ચાતુર્માસ પધાર્યા. તેથી અમોને મુનિરાજ શ્રી કલાપૂર્ણવિજયજી મ. વગેરેના ગુણોનો, આરાધક ભાવનો, પ્રભુ ભક્તિનો અનુપમ અનુભવ થયો હતો. આજે તેઓ પણ શાસનના ધુરંધર પ્રભાવક બન્યા છે. આરાધનામાં, અભ્યાસમાં અને બાહ્ય અત્યંતર ઉન્નતિમાં પૂર્વના મહાપુરુષો અમને જોડી ગયા હોવાથી આજે પણ અમે હૃદયથી અને વ્યવહારથી એક છીએ અને ભવિષ્યમાં પણ પરસ્પર મેળથી એકબીજાને સહાયક-પૂરક બનતા રહીશું. આ પ્રભુ શાસનનો અને પૂર્વ ગુરુવર્યોનો પ્રભાવ - પ્રતાપ છે.” (૨૦) વિ.સં. ૨૦૫૧માં અમે બેંગલોર ચાતુર્માસ પછી મૈસુરથી ઊટી થઇને કોઇમ્બતૂર ગયેલા. મૈસુરથી ઊટીના રસ્તે સંપૂર્ણ જંગલ હતું, જ્યાં પ્રસિદ્ધ ડાકુ વીરપ્પન રહેતો હતો. વાઘ, હાથી, હરણો, જંગલી ભેંસો વગેરે જંગલમાં હતું. બંડીપુરના એ અડાબીડ ભયાવહ જંગલથી પાર ઊતરવા થપૈકાડથી ઊટીનો પૂ.આ. શ્રી વિ. અશોકરત્નસૂરિજી મ.ની નિશ્રામાં છ'રી પાલક સંઘ નીકળવાનો હતો, એમાં અમે પણ જોડાઇ ગયા. પૂ. અશોકરત્નસૂરિજી ખૂબ જ નિર્મળ અને આરાધક આત્મા. પોતાની ક્રિયા વગેરેમાં ખૂબ જ ચુસ્તતા. વાપર્યા પછી અચૂક હાથમાં માળા હોય જ. એક વખત અમે પાસે ગયા. પૂજ્ય આ.ભ.ના હાથમાં માળા હતી. વિહારના થાકના કારણે ઝોકા આવતા હતા. વારંવાર માથું નમી જતું હતું. અમે કહ્યું : ‘સાહેબજી ! થોડીવાર સંથારો કરી લો ને !' ‘નહિ.” ‘પણ કેમ ?” માળા પૂરી કરીને કહ્યું : “અમે ૨૦૦૯ની સાલમાં કચ્છ ગયેલા ત્યારે પૂ.પં.શ્રી દીપવિજયજી મ. મળેલા. તેઓશ્રી કહેતા કે બપોરે ભલે બેઠા-બેઠા ઊંઘ આવી જાય, પણ સૂવું તો નહિ જ. પૂજ્ય પંન્યાસજીશ્રી મ.નું આ વાક્ય (જીવનપૂર્વકનું) મારા હૃદયમાં એવું ચોંટી ગયું કે મેં પણ નક્કી કર્યું કે- ગમે તે થાય, પણ બપોરે કદી સૂવું તો નહિ જ. એ વાતને કચ્છ વાગડના કર્ણધારો ૨ ૧૦૭ (૧૮) સાંતલપુર, સા. ચારુગુણાશ્રીજી લખે છે : પૂજયશ્રી વ્યાખ્યાનમાં સ્તવનો, સજઝાયો, ઢાળો ગાઈને સંભળાવ્યા પછી લોકભોગ્ય સરળ મીઠી વાણી વડે સૌને સમજાવતાં. પૂ.આ. શ્રી વિ. દેવેન્દ્રસૂરીશ્વરજી મ. ૧ ૧૦૬ Page #60 -------------------------------------------------------------------------- ________________ આજે ૪૨ વર્ષ થયા. આટલા વર્ષોમાં હું ક્યારેય બપોરે સૂતો નથી. આમાં પૂ.પં.શ્રી દીપવિ.મ.નું જીવન અમને પ્રેરણા આપી રહ્યું છે. પૂજ્ય આ.ભ.નો આ ખુલાસો સાંભળી અમારું હૃદય પૂજ્યશ્રીના ચરણમાં ઝૂકી ગયું. * * (૨૧) એક વખત (વિ.સં. ૨૦૫૯) પૂજ્ય ગુરુદેવ આચાર્ય શ્રી વિજયકલાપ્રભસૂરીશ્વરજી મ.સા.ની આજ્ઞાથી અમદાવાદથી અમારે મુંબઇ તરફ જવાનું હોવા છતાં પૂજ્ય પરમ ગુરુદેવ અધ્યાત્મયોગી આ.શ્રી વિજયકલાપૂર્ણસૂરીશ્વરજી મ.સા.ના શંખેશ્વરમાં થનાર સ્મૃતિમંદિરના ભૂમિ-પૂજન અને શિલાન્યાસ મહા વદમાં થવાના હતા. આથી અમારે અમદાવાદથી શંખેશ્વર આવવાનું થયું. ભૂમિપૂજન, ખાતમુહૂર્ત, શિલાન્યાસ વગેરે ઉલ્લાસપૂર્વક થયા. એ પ્રસંગે પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજય અરિહંતસિદ્ધસૂરિજી મ. શંખેશ્વર પધારેલા. એક વખત એમના પડિલેહણનો અમને લાભ મળ્યો. ઓઘો બાંધવાનો પણ લાભ મળ્યો. ઓઘાની દોરીમાં રહેલી ગાંઠ જોઇ અમે ખોલવાનો પ્રયત્ન કર્યો, પણ પૂજ્ય આ.ભ.એ તરત જ કહ્યું : ગાંઠ ખોલતા નહિ. એમને એમ રાખી મૂકજો. અમને નવાઇ લાગી : સાધુએ તો બધી જ ગાંઠ છોડી દેવાની હોય છે. બાહ્ય-આંતર તમામ ગ્રંથિ (ગાંઠ) છોડે માટે જ નિર્પ્રન્થ કહેવાય છે ને ! તો અહીં ગાંઠ કેમ રાખવાની ? અમે પૂછ્યું : ‘કારણ ?' જવાબ મળ્યો : “હું ૬૦-૭૦ વર્ષથી ગંઠસીનું પચ્ચક્ખાણ કરતો આવ્યો છું. ઠેઠ ગૃહસ્થપણાથી. પૂજ્ય દીપવિજયજી મ.નો આધોઇમાં ખૂબ નાના હતા ત્યારથી પરિચય થયેલો. એમના આધોઇ ચાતુર્માસ વખતે અમે કેટલાક છોકરાઓ ઉપાશ્રયમાં જ રહેતા અને સૂતા. પૂજય દીપવિજયજી મ.થી અમે એટલા રંગાયેલા હતા કે મેં તો મનમાં નક્કી જ કરેલું કે પૂ.આ. શ્રી વિ. દેવેન્દ્રસૂરીશ્વરજી મ. • ૧૦૮ માનવજીવનની સફળતા માત્ર દીક્ષામાં જ છે, માટે મારે દીક્ષા તો લેવી જ. દીક્ષાના ભાવ સાથે ત્યારે અમને પૂજ્યશ્રીએ જે જે વ્રત પચ્ચક્ખાણ વગેરે શીખવાડેલું તે ત્યારથી આજે પણ ચાલુ છે. પૂજ્યશ્રીએ અમને ગંઠસી પચ્ચક્ખાણ શીખવેલું તે ત્યારથી આજે પણ ચાલુ છે. પૂ. દીવિજયજી મ.નો તો મારા પર અમાપ ઉપકાર છે. કેમ ભૂલાય, એ ઉપકારીને ? * * (૨૨) વિ.સં. ૨૦૨૮માં અમે પૂજ્યશ્રી સાથે લાકડીયા ચાતુર્માસમાં હતા. પૂજ્યશ્રીનું એ અંતિમ ચાતુર્માસ હતું. એક વખત ત્યાં કોઇ પંડિતજી આવ્યા. ચંદ્રકાંતભાઇ નામના એ પ્રજ્ઞાચક્ષુ પંડિતજી કોઇ સ્થાને અધ્યાપન કાર્ય મળે એ હેતુથી આવેલા. જ્યોતિષ વગેરેનો પણ તેમણે અભ્યાસ કરેલો. પૂજ્યશ્રીએ પૂછ્યું : કેટલું ભણ્યા છો ? “ચાર પ્રકરણ, ત્રણ ભાષ્ય, છ કર્મગ્રંથ, સંસ્કૃત બે બુક, જ્યોતિષ” વગેરે જે પોતે ભણેલું હતું, તે બધાના નામો કહ્યા. પૂજ્યશ્રી : “પચ્ચક્ખાણ ભાષ્ય આવડે છે ને ?” “હાજી,” “ચોથી ગાથા બોલો." પેલા પંડિતજી ચૂપ થઇ ગયા. લાઇનસર ગાથા આવડતી હશે, પણ કયા નંબરની કઇ ગાથા તે ખ્યાલ ન હોવાથી બોલ્યા નહિ હોય. પૂજ્યશ્રીએ કહ્યું : ‘જુઓ, આપણો અભ્યાસ એટલો સંગીન હોવો જોઇએ કે ગમે ત્યારે ગમે તે ગાથા ઉપસ્થિત થઇ જવી જોઇએ. તમારી પરીક્ષા કરવા કે અપમાન કરવા નથી પૂછ્યું, પણ તમને ખ્યાલ આવે કે અભ્યાસ કેવો હોવો જોઇએ ? માટે જ પૂછ્યું છે.’ પૂજ્યશ્રીનું જ્ઞાન તો સંગીન હતું જ, પણ કોઇના અહંને ઠેસ ન લાગે, એની પણ પૂરતી કાળજી લેતા હતા. * * કચ્છ વાગડના કર્ણધારો ૨ ૧૦૯ Page #61 -------------------------------------------------------------------------- ________________ પૂજ્યશ્રીના કેટલાક શિષ્યો અંગે # પૂઉપા. શ્રી પ્રીતિવિજયજી : વિ.સં. ૧૯૮૦, ચૈત્ર મહિનામાં આધોઇ-કચ્છમાં જન્મેલા પોપટભાઇ વૈરાગ્ય પામીને વિ.સં. ૨૦૦૧માં પાલીતાણામાં દીક્ષા લઇને પૂજયશ્રીના શિષ્ય બન્યા. મુનિશ્રી પ્રીતિવિજયજી અત્યંત સરળ અને ભદ્રિક હતા. આંટીઘૂંટી કોને કહેવાય ? તે પણ સમજતા નહોતા. પૂ. બાપજી મ.ના પરમ કૃપાપાત્ર હતા. પૂ. બાપજી મ. એમને લાડથી ‘કુંચી મહારાજ’ કહેતા. કારણ કે પ્રીતિવિ.મ. માંડલીમાં સૌથી છેલ્લે આવતા, એમના વિના પ્રતિક્રમણ શરૂ ન થાય. કુંચી એટલે ચાવી. પ્રતિક્રમણનું તાળું પ્રીતિવિ. રૂપ ચાવીથી જ ખુલે ! પૂ. બાપજી મ. સાધ્વીજીઓના જોગ વગેરેની ક્રિયાઓ પણ તેમને જ મોટાભાગે સોંપતા. ત્યારથી માંડીને ઠેઠ છેલ્લે સુધી સાધ્વીજીઓના જો ગની ક્રિયાઓનું કામ તેઓ શ્રી જ સંભાળતા. પૂ. પ્રીતિવિ. સેવાભાવી પણ એટલા જ, પૂ. પં. મુક્તિવિ., પૂ. રત્નાકરવિ., પૂ. દેવવિ., પૂ. કંચનવિ., પૂ. કિરણવિ. વગેરેની એમણે ખૂબ જ સુંદર રીતે સેવા કરેલી. પૂજ્ય ગુરુવર્ય શ્રી દેવેન્દ્રસૂરીશ્વરજી મ.ના પરમ કૃપાપાત્ર હતા. પ્રભુભક્તિના જબ્બર રસીયા હતા. દેરાસરમાં જાય તો એક-બે કલાક પણ થઇ જાય, સ્તવનો પર સ્તવનો બોલતા જાય. ૧૪ વગેરે તિથિના દિવસે નવા ચૈત્યો જુહારવાની તેમને ઘણી હોંશ હતી. પ્રકરણ, ભાષ્ય, કર્મગ્રંથ, શતક વગેરે ગ્રંથો તો કંઠસ્થ હતા જ, પણ પૂ.પં. મુક્તિવિ.મ.ની પ્રેરણાથી તેમણે અભિધાન ચિન્તામણિ નામમાલા ગાથા-૧૫૪૨) પણ કંઠસ્થ કરેલી. જો કે ૧૫૪૨ ગાથામાંથી પુ. મુક્તિવિ.મ.એ ૩0 જેટલી ગાથાઓ બહુ ઉપયોગી ન જણાતાં તે કંઠસ્થ કરાવી નહોતી. પોતાના ગુરુદેવના સ્વર્ગવાસ પછી જીવનભર પૂજય આચાર્ય શ્રી વિજય કલાપૂર્ણસૂરીશ્વરજી મ.ના આજ્ઞાવર્તી તરીકે રહ્યા હતા. પૂજય પૂ.આ. શ્રી વિ. દેવેન્દ્રસૂરીશ્વરજી મ. ૧ ૧૧૦ આચાર્યશ્રીએ તેમને વિ.સં. ૨૦૪૦માં ડીસામાં ભગવતીના જોગ કરાવી સંવત્ ૨૦૪૧, માગ.સુ.૬ ના પંન્યાસ પદ પ્રદાન અને વિ.સં. ૨૦૪૬, મહા સુ.૬ ના આધોઇમાં ઉપાધ્યાય પદ પ્રદાન કર્યું હતું. પૂ. પ્રીતિવિ. એ કલ્પસૂત્ર આપ્યું કંઠસ્થ કરેલું. ક્યારેક ભા.સુ.૪ ના સંપૂર્ણ કલ્પસૂત્ર મોઢે જ સભાને સંભળાવતા. આયંબિલ પર એમને ખૂબ જ પ્રેમ હતો. વિ.સં. ૨૦૫૫, આધોઇમાં તેમણે ૧૦૦ ઓળી પૂર્ણ કરી હતી. છેલ્લા વર્ષોમાં મુનિ શ્રી તત્ત્વવર્ધનવિજયજીએ ખૂબ જ સારી સેવા કરી હતી. ત્યારે અધ્યાત્મયોગી પૂ. આચાર્યશ્રી દક્ષિણ ભારતમાં મદ્રાસ, બેંગ્લોર વગેરે સ્થળે હતા. લગભગ નવેક વર્ષ પછી પૂજય આચાર્યશ્રી કચ્છમાં પધારી રહ્યા હતા. પૂ.ઉપા.મ.ને પણ મળવાની ઘણી હોંશ હતી. પૂજય આચાર્યશ્રી વગેરે અમે સૌ સાંતલપુર સુધી આવી પણ ગયા હતા, પણ જેઠ સ. ૧૨ ના લાકડીયાથી ચિત્રોડ જતાં વાહન દ્વારા અકસ્માત થતાં બ્રેન હેમરેજ થયું ને આખરે મહેસાણામાં જેઠ સુ.૧૩ ના તેમનો સમાધિપૂર્વક સ્વર્ગવાસ થયો. ત્યારે મુનિશ્રી તત્ત્વવર્ધનવિજયજી તથા મુનિ શ્રી મહાગિરિવિજયજી, સેવા કરનાર તરીકે સાથે રહ્યા હતા. ક: પૂ. મુનિ શ્રી દર્શનવિજયજી : વિ.સં. ૧૯૭૮ની આસપાસ આધોઇમાં જન્મેલા નોંઘાભાઇને વિ.સં. ૨૦૦૯, મહા સુ. ૨ ના ભદ્રેશ્વર તીર્થમાં ઉપધાનની માળ વખતે પૂ. કનકસૂરિજી મ.એ દીક્ષા આપી પં. શ્રી દીપવિ.મ.ના શિષ્ય મુનિ શ્રી દર્શનવિજયજી તરીકે જાહેર કર્યા. આ મુનિશ્રી ખૂબ જ સેવાભાવી હતા. પોતાના પૂજ્ય ગુરુદેવના અત્યંત કૃપાપાત્ર હતા. ત્રણેય ટાઇમ ગોચરી-પાણી વગેરે લાવવામાં સદા તત્પર રહેતા. આંખે ઓછું દેખાતું હોવા છતાં અંતરદૃષ્ટિ સારી વિકસિત થઇ હતી. નિત્ય એકાસણા સાથે દર ચૌદસનો અચૂકપણે ઉપવાસ અને ચોમાસીએ છä કરતા હતા. કચ્છ વાગડના કર્ણધારો + ૧૧૧ Page #62 -------------------------------------------------------------------------- ________________ પૂજ્ય આચાર્ય શ્રી વિજયદેવેન્દ્રસૂરીશ્વરજી મહારાજ ચાતુર્માસ સૂચિ વૃદ્ધાવસ્થામાં મુનિ શ્રી તીર્થભદ્રવિજયજી, મુનિ શ્રી આનંદવર્ધનવિ તથા મુનિ શ્રી અજિતશેખરવિજયજીએ તેમની ખૂબ જ સારી રીતે સેવા કરી હતી. વિ.સં. ૨૦૫૪, આસો સુ.૧૧ ના શાશ્વતી ઓળીના દર્શન પદના દિવસે પૂ. દર્શનવિજયજી પોતાની જન્મ ભૂમિ આધોઈમાં સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા. શિક પૂ. મુનિ શ્રી વિવેકવિજયજી : વિ.સં. ૧૯૫૮, મનફરામાં જન્મેલા હીરજીભાઇએ વૈરાગ્યવાસિત બની પત્ની, પુત્ર વગેરેથી સમૃદ્ધ કુટુંબનો ત્યાગ કરી વિ.સં. ૨૦૧૫, પાટણમાં ૫૮ વર્ષની ઉંમરે દીક્ષા સ્વીકારી હતી. મુનિ શ્રી વિવેકવિજયજી મોટી ઉંમરે પણ શક્તિ હતી ત્યાં સુધી નિત્ય એકાસણું કરતા હતા. પોતાની પાસે આવનાર તમામને રાત્રિભોજન ત્યાગ, જીવદયા પાલન માટે ચંદરવો, ગાળેલું પરિમિત પાણી, કંદમૂળનો ત્યાગ વગેરે અંગે ખૂબ જ હૃદયથી મધુર રીતે સમજાવતા હતા. એમની પાસે આવનાર આવી કોઇક પ્રતિજ્ઞા લઇને જ પ્રાયઃ જાય. જીવનના કેટલાક વર્ષો તેમણે પૂ. મુનિ શ્રી કિરણવિ.મ. સાથે ગાળ્યા હતા ને છેલ્લા વર્ષો પૂજય પ્રીતિવિજયજી આદિની છત્રછાયામાં ગાળ્યા હતા. મુનિ શ્રી વિવેકવિજયજી (મુક્તાનંદવિ. ના સંસારી પિતાશ્રી) વિ.સં. ૨૦૪૦, ભા.સુ.૩ ના મનફરામાં સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા હતા. તેમના ચાર પુત્રોમાંથી સૌથી નાના પુત્ર રતિલાલભાઇ પિતા મુનિશ્રીની સેવા માટે સદા તત્પર રહેતા. એ પિતાશ્રીના આશીર્વાદના પ્રભાવથી જ તેમણે વિ.સં. ૨૦૫૦, વૈ.સુ.૫ ના અધ્યાત્મયોગી પૂજય આચાર્યદેવશ્રીના વરદ હસ્તે દીક્ષા લઇ અમારું (મુક્તિચન્દ્રવિ.) શિષ્યપણું સ્વીકારી મુક્તાનંદવિજયજી નામ ધારણ કર્યું હતું. ૧૧ વર્ષનું ચારિત્ર પાળી વિ.સં. ૨૦૬૧, વૈ.સુ.૮ ના મુંબઇમાં કેન્સરની બિમારીના કારણે સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા હતા. T વિ.સં. | ઇ.સ. | ગામ ૧૯૮૩ | ૧૯૨૭ | ઝીંઝુવાડા (પૂ. ગુરુદેવ સાથે) ૧૯૮૪ | ૧૯૨૮ | અમદાવાદ-શાહપુર (પૂ. ગુરુદેવ સાથે) ૧૯૮૫ ૧૯૨૯ | માંડવી (પૂ. ગુરુદેવ સાથે) ૧૯૮૬ ૧૯૩૦ પલાંસવા (પૂ. ગુરુદેવ સાથે) ૧૯૮૭ ૧૯૩૧ પાલીતાણા (પૂ. ગુરુદેવ સાથે) ૧૯૮૮ ૧૯૩૨ અમદાવાદ-પગથિયાનો ઉપાશ્રય (પૂ. ગુરુદેવ સાથે) ૧૯૮૯ ૧૯૩૩ રાધનપુર (પૂ. ગુરુદેવ સાથે) ૧૯૯૦ ૧૯૩૪ જામનગર (પૂ. ગુરુદેવ સાથે) ૧૯૯૧ | ૧૯૩૫ | લાકડીયા (પૂ. ગુરુદેવ સાથે) ૧૯૯૨ ૧૯૩૬ તુંબડી (ગુવંજ્ઞાથી સ્વતંત્ર) ૧૯૯૩ ૧૯૩૭ આધોઇ (ગુવંજ્ઞાથી સ્વતંત્ર) ૧૯૯૪ ૧૯૩૮ | લાકડીયા (ગુજ્ઞાથી સ્વતંત્ર) | ૧૯૯૫ | ૧૯૩૯ | આધોઈ (ગુજ્ઞાથી સ્વતંત્ર) ૧૯૯૬ ૧૯૪૦ વીરમગામ (ગુવજ્ઞાથી સ્વતંત્ર) ૧૯૯૭ ૧૯૪૧ | ખંભાત (પૂ. ગુરુદેવ સાથે) ૧૯૯૮ ૧૯૪૨ | પત્રી (ગુવજ્ઞાથી સ્વતંત્ર) ૧૯૯૯ ૧૯૪૩ | | અમદાવાદ-શાહપુર (પૂ. ગુરુદેવ સાથે) ૨OO ૧૯૪૪ | અમદાવાદ-વિદ્યાશાળા (પૂ. ગુરુદેવ સાથે) ૨૦૦૧ ૧૯૪૫ પાલીતાણા (પૂ. ગુરુદેવ સાથે) ૨૦૦૨ ૧૯૪૬ | વઢવાણ (ગુજ્ઞાથી સ્વતંત્ર) ૨૦૦૩ | ૧૯૪૭ | રાધનપુર (પૂ. ગુરુદેવ સાથે) ૨00૪ ૧૯૪૮ | ફતેહગઢ (ગુજ્ઞાથી સ્વતંત્ર) કચ્છ વાગડના કર્ણધારો ૨ ૧૧૩ પૂ.આ. શ્રી વિ. દેવેન્દ્રસૂરીશ્વરજી મ. ૧ ૧૧૨ Page #63 -------------------------------------------------------------------------- ________________ વિ.સં. ૨૦૦૫ ૨૦૦૬ ૨૦૦૭ ૨૦૦૮ ૨૦૦૯ ૨૦૧૦ ૨૦૧૧ ૨૦૧૨ ૨૦૧૩ ૨૦૧૪ ૨૦૧૫ ૨૦૧૬ ૨૦૧૭ ૨૦૧૮ ૨૦૧૯ ૨૦૨૦ ૨૦૨૧ ૨૦૨૨ ૨૦૨૩ ૨૦૨૪ ૨૦૨૫ ૨૦૨૬ ૨૦૨૭ ૨૦૨૮ ઇ.સ. ૧૯૪૯ ૧૯૫૦ ૧૯૫૧ ૧૯૫૨ ૧૯૫૩ ૧૯૫૪ ૧૯૫૫ ૧૯૫૬ ૧૯૫૭ ૧૯૫૮ ૧૯૫૯ ૧૯૬૦ ૧૯૬૧ ૧૯૬૨ ૧૯૬૩ ગામ અમદાવાદ-વિદ્યાશાળા (પૂ. બાપજી મ. સાથે) અમદાવાદ-વિદ્યાશાળા (પૂ. ગુરુદેવની પણ સાથે) અંજાર (પૂ. ગુરુદેવ સાથે) પત્રી (પૂ. ગુરુદેવ સાથે) આધોઇ (ગુર્વજ્ઞાથી સ્વતંત્ર) રાધનપુર (પૂ. ગુરુદેવ સાથે) મનફરા (ગુર્વાશાથી સ્વતંત્ર) ભચાઊ (પૂ. ગુરુદેવ સાથે) માંડવી (પૂ. ગુરુદેવ સાથે) પલાંસવા (પૂ. ગુરુદેવ સાથે) ભચાઊ (પૂ. ગુરુદેવ સાથે) આધોઇ (પૂ. ગુરુદેવ સાથે) મનફરા (ગુર્વાશાથી સ્વતંત્ર) ભચાઊ (પૂ. ગુરુદેવ સાથે) સામખીયાળી (ગુર્વજ્ઞાથી સ્વતંત્ર) (ચાતુ.માં પૂ. ગુરુદેવનો સ્વર્ગવાસ) આધોઇ ૧૯૬૪ ૧૯૬૫ ૧૯૬૬ ૧૯૬૭ ૧૯૬૮ ૧૯૬૯ ૧૯૭૦ ૧૯૭૧ ૧૯૭૨ પૂ.આ. શ્રી વિ. દેવેન્દ્રસૂરીશ્વરજી મ. * ૧૧૪ ભુજપુર ભુજ અંજાર ફલોદી (રાજ.) અમદાવાદ-વિદ્યાશાળા નવસારી આધોઇ લાકડીયા પૂજ્ય આચાર્ય શ્રી વિજયકલાપૂર્ણસૂરીશ્વરજી મહારાજ સ્મરણ-યાત્રા : પરમાત્મા તરફ પ્રયાણ (") કલાપૂર્ણમ-1 ” રસ્મૃતિગ્રંથમાંથી આભાર) कुलं पवित्रं जननी कृतार्था वसुन्धरा पुण्यवती च येन । अपारसंवित्सुखसागरेऽस्मिन्, लीनं परे ब्रह्मणि यस्य चेतः ॥ ' “અપાર જ્ઞાન-સુખના સાગરરૂપ પરબ્રહ્મમાં પ્રભુમાં) જેનું ચિત્ત ડૂબેલું છે, એવા યોગીએ જ્યાં જન્મ લીધો તે કુલ પવિત્ર છે, માતા કૃતાર્થ છે, ને તેનાં જ્યાં પગલાં પડયાં તે પૃથ્વી પણ પુણ્યવતી છે.” (વિ.સં. ૨૦૨૮, ઇ.સ. ૧૯૭૧, માગ.સુ.૩ થી વિ.સં. ૨૦૫૮, મહા સુ.૪ સુધી સતત અમે પૂજ્યશ્રીની છત્રછાયામાં કે આજ્ઞામાં રહ્યા છીએ. આ ૩૦ વર્ષ દરમ્યાન અમે પૂજ્યશ્રીની સાથે રહ્યા છીએ ત્યારે પ્રાયઃ એકેક દિવસના વિહાર વગેરે નોંધેલું છે. અમારી એ વિહાર-નોંધના આધારે આ લખાણ તૈયાર કર્યું છે. જ્યારે અમે ન હતા ત્યારે અન્ય મહાત્માને પૂછીને કામ ચલાવ્યું છે. આ લખાણમાં ‘સમાજ-ધ્વનિ’, ‘દક્ષિણની સફરે’ તથા ‘મધ્યપ્રદેશની સફરે’ એ પુસ્તકનો પણ સહારો લીધો છે. કારણ કે વિ.સં. ૨૦પર, વૈ.વ.૧૧ થી વિ.સં. ૨૦૫૫, ફા.વ.૧ સુધી સતત ત્રણ વર્ષ અમે પૂજ્યશ્રીને મળ્યા ન હતા. એટલે આ સ્મરણયાત્રા અમારી જ નથી, બીજાઓની પણ છે. બીજાનો સહારો લઈ આ સ્મરણ-યાત્રામાં પૂજ્યશ્રીનું પહેલેથી છેલ્લે સુધી જીવન વણી લેવામાં આવ્યું છે. આ સ્મરણયાત્રામાં પૂજ્યશ્રીની આસપાસ બનેલા અનેક પ્રસંગો, દીક્ષા-પ્રતિષ્ઠા વગેરે નોંધ્યું છે. આ બધા પ્રસંગોમાં પૂજ્યશ્રી કેવી રીતે વર્યા હતા, એ જાણવું રસપ્રદ બની રહેશે. બને તેટલું સંક્ષેપમાં લખવાનો પ્રયત્ન કર્યો છે. કારણ કે મર્યાદિત પેજમાં લખાણ કરવાનું હતું. કચ્છ વાગડના કર્ણધારો - ૧૧૫ Page #64 -------------------------------------------------------------------------- ________________ આને સ્મરણયાત્રા ન કહેતાં, ખરેખર તો જીવનયાત્રા જ કહેવું જોઇએ, પણ પૂજ્યશ્રીના જીવનની ઘટનાઓ જે અમને અમારા કે બીજાના સ્મરણમાંથી મળેલી છે, એ જ ઘટનાઓ અહીં ટપકાવી છે. આ સિવાય પણ બીજી અનેક ઘટનાઓ હોઇ શકે. વળી, પૂજ્યશ્રીની જીવનયાત્રા તો ખરેખર પરમાત્મા તરફની હતી. એમનો આત્મા સતત પરમાત્મા તરફ પ્રયાણ કરી રહ્યો હતો. સાચી યાત્રા એ જ હતી, પણ એ આંતરયાત્રાને શબ્દો દ્વારા વર્ણવવી અશક્ય છે. અહીં તો અમે એ પ્રભુ-યાત્રિકની આસપાસ ટેલી બાહ્ય ઘટનાઓ જ સ્મરણની સહાયથી કાગળ પર કંડારી છે. આવા પ્રભુ-યાત્રિકે કયાં કયાં પગલાં પાડ્યાં ? તે દરમિયાન શું થયું ? – વગેરે જાણવા ચાલો, આપણે પણ આ સ્મરણયાત્રામાં જોડાઇએ.) વિ.સં. ૧૯૮૦, ઇ.સ. ૧૯૨૪, વૈ.સુ.૨ ની સાંજે ફલોદી (રાજ.) માતા ક્ષમાબેનની (પિતા : પાબુદાનજી) કુક્ષિએ અક્ષયરાજજીનો જન્મ થયો. આ દિવસે સૂર્ય, ચંદ્ર, મંગળ અને શિન - આ ચાર ગ્રહો ઉચ્ચના હતા. અક્ષયરાજના જન્મ પહેલાં ચાર ભાઇ તથા બે બહેનો ગુજરી ગયેલાં. = વિ.સં. ૧૯૮૩, ઇ.સ. ૧૯૨૭, નાનકડા અક્ષયરાજ આંગણામાંના ખાટલા પર સૂતેલા ત્યારે જુગારમાં હારેલા કાકા લાલચંદજીએ એમના જમણા કાનની સોનાની બુટ્ટી ખેંચીને કાઢી લીધી. આથી જમણા કાનની બુટ્ટી તૂટી ગઇ. એક વખત કોઇની સાથે જતાં રસ્તામાં અક્ષયરાજજી ખોવાઇ ગયા. ઘણી શોધખોળના અંતે ઘરના પાછળના ભાગમાંથી મળ્યા. વિ.સં. ૧૯૮૫, ઇ.સ. ૧૯૨૯, સ્કૂલનો અભ્યાસ શરૂ. હિસાબકિતાબ તથા અંકજ્ઞાન ભણાવનાર માસ્તર કુંદનમલજી તથા પારસમલજી. બીજા ધોરણથી ઈંગ્લિશ શરૂ. ત્રીજા ધોરણમાંથી સીધા પાંચમા ધોરણમાં ચડાવાયા. ભણવામાં પ્રથમ હરોળમાં નંબર રહેતો. જિનાલયમાં ભણાવાતી પૂજામાં અક્ષયરાજની અચૂક હાજરી રહેતી. પૂજ્યશ્રીને તે વખતે ભણવામાં બે મિત્રો હતા : (૧) મંગલચંદજી વૈદ (લાભુજીના પુત્ર), (૨) પાબુદાનજી સુથાર (અજ્જૈન). મંગલચંદજી અત્યારે મુંબઇ-અંધેરી રહે છે. પાબુદાનજી સુથાર નાગપુર (મહારાષ્ટ્ર)માં પૂ.આ. શ્રી વિ. કલાપૂર્ણસૂરીશ્વરજી મ. * ૧૧૬ રહે છે, એન્જીનીયર તરીકે કામ કરે છે. એમને રાષ્ટ્રપતિ એવોર્ડ પણ મળ્યો છે. ત્રણેય મિત્રો ત્યારથી છૂટા પડ્યા પછી ઠેઠ વિ.સં. ૨૦૫૪માં પૂજ્યશ્રી નાગપુર પધાર્યા ત્યારે મળ્યા; ૬૬ વર્ષ પછી. એ પહેલું અને છેલ્લું મિલન હતું. વિ.સં. ૧૯૮૮, ઇ.સ. ૧૯૩૨, ફલોદીમાં કોઇ સ્થળે નવું મકાન બનતું હતું. ત્યાં ચૂનાની ભઠ્ઠીમાં થતો આરંભ-સમારંભ જોઇ અક્ષયરાજનું કાળજું કકળી ઊઠ્યું. વૈરાગ્યનાં સામાન્ય બી પડ્યાં. મામા માણેકચંદ અક્ષયરાજને હૈદ્રાબાદ લઇ ગયા. ૧૨ મહિના પછી ત્યાં પ્લેગનો રોગચાળો ફાટી નીકળતાં પિતાજીએ અક્ષયરાજને પાછો ફલોદી બોલાવી લીધો. નેમીચંદ બછાવતની બા મોડીબાઇ (સમાજનિ તથા કહે કલાપૂર્ણસૂરિ-૪માં આપેલા જીવનચરિત્રમાં મણીબાઇ નામ આપેલું છે તે ભૂલ છે. ખરેખર ‘મોડીબાઇ’ જોઇએ.) પાસેથી રાસ-ચરિત્રાદિનું શ્રવણ કરતાં શાલિભદ્ર, અઇમુત્તા વગેરે જેવા થવાનું મન થતું. વિ.સં. ૧૯૯૩, ઇ.સ. ૧૯૩૭, મામા માણેકલાલ ફરી હૈદ્રાબાદ લઇ ગયા. ત્યાં અક્ષયરાજ અઢી વર્ષ રહ્યા. મામા ખરતરગચ્છીય હોવા છતાં ઉદાર હતા. અક્ષયરાજ પાસેથી સવારે પ્રતિક્રમણમાં સકલતીર્થ બોલાવતા. (ખરતરગચ્છના પ્રતિક્રમણમાં સકલ તીર્થ નથી હોતું.) નાના બાગમલજી ગોલેચ્છાનો પણ અક્ષયરાજ પર પૂરો પ્રેમ. કલકત્તાથી દિગંબરનું ‘જિનવાણી’ છાપું આવતું. તેમાં આવતી વાર્તાઓ વગેરેનું વાંચન. કાશીનાથ શાસ્ત્રીનાં કથા-પુસ્તકોનું પણ પુષ્કળ વાંચન. વિ.સં. ૧૯૯૫, ઇ.સ. ૧૯૩૯, ફરી લોદીમાં આગમન. પ્રથમ સગપણ થયું. પણ અક્ષયરાજજીનું કદ નાનું હોવાથી તોડી નાખવામાં આવ્યું. બીજું સગપણ મિશ્રીમલજી વૈદની પુત્રી રતનબેન સાથે થયું. વિ.સં. ૧૯૯૬, ઇ.સ. ૧૯૪૦, મહા સુદ-૫ ના અક્ષયરાજજીનાં રતનબેન સાથે લગ્ન. લગ્ન વખતે પણ રાત્રિભોજનનો ત્યાગ. વૈશાખ મહિને મામા માણેકચંદજીનું સ્વર્ગગમન. કચ્છ વાગડના કર્ણધારો - ૧૧૭ Page #65 -------------------------------------------------------------------------- ________________ વિ.સં. ૧૯૯૮, ઇ.સ. ૧૯૪૨, ફલોદીમાં એક વર્ષ સુધી દલાલીનો ધંધો. સવારે ચિંતામણિ દેરાસરે પહોંચી જઇ કાયોત્સર્ગનો અભ્યાસ. કાયોત્સર્ગમાં આત્મા-પરલોક વગેરેની વિચારણા. ઓળખીતો પૂજારી દેરાસરની બહાર તાળું મારી દે. બપોરે જમવામાં ક્યારેક ૨૩ પણ વાગી જાય. ત્યાર પછી એકાદ કલાક ચનણમલજીની સાથે દલાલીનો ધંધો. પછી સંગીત-શિક્ષણ. એક વખત ભોજન સમયે માતા ક્ષમાબેને સહેજ ટકોર કરી : “આવી રીતે ક્યાં સુધી ખાવું છે?” આથી માના કહેવાથી રાજનાંદગાંવ (છત્તીસગઢ) ગમન. રાજનાંદગાંવમાં પણ ધાર્મિક નિયમોનું ચુસ્તપણે પાલન. સંપતલાલજીના કહેવાથી રાત્રે તિવિહારમાંથી ચોવિહારના પચ્ચક્ખાણ શરૂ. એક વખત કામના બોજના કારણે રાત્રે ૨ વાગે દુકાનમાંથી છુટ્ટી મળતાં પ્રતિક્રમણના સ્થાને સામાયિક કરતા અક્ષયરાજજીને જોઇને શેઠે કહ્યું : હવેથી તમારે તમારા સમયે દુકાનમાંથી છુટ્ટી લઇ લેવાની. દુકાનનું કામ તો થતું રહેશે. અક્ષયરાજજીને ત્યાંના ભગવાન પાર્શ્વનાથ (કાળિયાબાબા) પર બહુ શ્રદ્ધા. રાજનાંદગાંવની બાજુના વસંતપુરના ગોડાઉનમાં અક્ષયરાજજીને ધ્યાનનો રંગ લાગ્યો. ત્યાં કામ તો માત્ર કલાક જેટલું જ હોય, બાકીનો સમય ધ્યાનમાં વીતવા લાગ્યો. મહિને પગાર ૨૫ રૂપિયા. વચ્ચે થોડો વખત ઓરિસ્સા-જયપુરમાં જઇ કાપડના ધંધાનો અનુભવ. જયપુરથી ફરી રાજનાંદગાંવમાં આવી નોકરીએ લાગ્યા, પણ ધર્મપ્રેમી સંપતલાલજી સ્વર્ગવાસી બની ચૂક્યા હતા. અક્ષયરાજજીની ધર્મક્રિયા નવા શેઠ જમનાલાલજીને (સંપતલાલજીના ભાઇ) પસંદ ન પડતાં તેમણે નોકરી છોડી સોના-ચાંદીનો ધંધો શરૂ કર્યો, પણ અનુભવ ન હોવાથી સારી એવી નુકસાની ગઇ, દેવું પણ થઇ ગયું. ત્યારે ધર્મપત્ની રતનબેને પોતાના દાગીના સામેથી આપીને દેવાના ભારમાંથી મુક્તિ અપાવેલી. પૂ.આ. શ્રી વિ. કલાપૂર્ણસૂરીશ્વરજી મ. ૧ ૧૧૮ પછી કાપડનો ધંધો શરૂ કરતાં ફાવટ આવી. જયપુરનો અનુભવ કામ લાગ્યો. દેરાસરમાં જાય ત્યારે ખીસામાં જેટલા હોય તેટલા પૈસા ભંડારમાં નાંખી દેવાની આદત અક્ષયરાજજીને પહેલેથી હતી. વિ.સં. ૨૦૦૦, ઇ.સ. ૧૯૪૩, કા.સુ.૯, પ્રથમ પુત્ર જ્ઞાનચંદજી (પૂ. કલાપ્રભસૂરિજી)નો જન્મ. વિ.સં. ૨૦૦૨, ઇ.સ. ૧૯૪૫, માગ.વ.૪, દ્વિતીય પુત્ર આસકરણ (પૂ.પં. કલ્પતરુવિજયજી)નો જન્મ. વિ.સં. ૨૦૦૫, ઇ.સ. ૧૯૪૯, ૧૬ ઉપવાસની તપશ્ચર્યા. વિ.સં. ૨૦૦૬, ઇ.સ. ૧૯૫૦, સમેતશિખરની યાત્રા. માતૃશ્રી ક્ષમાબેનનું સ્વર્ગગમન. વિ.સં. ૨૦૦૭, ઇ.સ. ૧૫૧, પિતાશ્રી પાબુદાનજીનું સ્વર્ગગમન. (બંને વચ્ચે માત્ર છ મહિનાનો ગાળો). પછી રૂપવિજયજી પાસે ચતુર્થ વ્રતનો સ્વીકાર. લોકોમાં વાત ફેલાઈ : અક્ષયરાજજી દીક્ષા લેશે, પણ અક્ષયરાજજીને હજુ દીક્ષાની ભાવના નહોતી થઇ. વિ.સં. ૨૦૦૭, પૂ. વલ્લભસૂરિજીના મુનિ શ્રી રૂપવિજયજીના ચાતુર્માસ દરમિયાન એમની પાસે આવતું ‘જૈન પ્રવચન' (જેમાં પૂ. રામચન્દ્રસૂરીશ્વરજી મ.સા.નાં પ્રવચનો પ્રગટ થતાં) વાંચવાથી જન્મજાત વૈરાગ્યમાં વૃદ્ધિ થઇ, સંસાર ભંડો લાગવા માંડ્યો. વિ.સં. ૨૦૦૮, ઇ.સ. ૧૯૫૨, અક્ષયરાજજીએ પત્નીને પોતાને દીક્ષાની ભાવના છે એમ કહેતાં ગભરાયેલાં પત્નીએ પોતાના પિતા મિશ્રીમલજીને પત્ર લખ્યો, પણ તેમણે તો ઊલટું લખ્યું : અક્ષયરાજજી દીક્ષા લે તો મારે પણ દીક્ષા જ લેવી છે. પતિ-પિતા એક થઇ જતાં મૂંઝાયેલા રતનબેને કહ્યું : તમે તો દીક્ષા લેશો, પણ અમારો તો વિચાર કરો. અમારું શું ? આ બાળકોનું શું ? અમને તૈયાર કરો તો અમે પણ દીક્ષા લઇશું. કચ્છ વાગડના કર્ણધારો ૨ ૧૧૯ Page #66 -------------------------------------------------------------------------- ________________ ત્યાં ચાતુર્માસ રહેલા ખરતરગચ્છીય મુનિ શ્રી સુખસાગરજીએ પણ એવી જ સલાહ આપી : કોઇ મહાત્માનો પરિચય કરી બાળકોને તૈયાર કરી અભ્યાસ કરીને દીક્ષા લેવી. દીક્ષા લેવા તૈયાર થયેલા સંસરા મિશ્રીમલજીએ વાગડવાળા પૂ. કનકસૂરિજી પાસે દીક્ષા લેવાની પોતાની ભાવના જણાવી, કારણ કે તેમણે વિ.સં. ૧૯૯૬માં ફલોદીમાં ચાતુર્માસ રહેલા પૂ. લબ્ધિસૂરિજી મહારાજ પાસે પૂ. કનકસૂરિજીની પ્રશંસા સાંભળેલી ને ત્યારે જ મનમાં ગાંઠ વાળેલી : દીક્ષા લેવી તો પૂ. કનકસૂરિજી પાસે જ. અક્ષયરાજજી ૬-૮ મહિના રસોડું ખોલીને માધવલાલની ધર્મશાળામાં પાલીતાણા રહ્યા. ૯૯ યાત્રા કરી, સાધુઓનો પરિચય કર્યો, સુપાત્ર દાનનો પણ લાભ લીધો. વિ.સં. ૨૦૦૯, ઇ.સ. ૧૯૫૩, અમદાવાદ વિદ્યાશાળામાં પૂ. બાપજી મ. (પૂ. સિદ્ધિસૂરિજી મ.) સાથે બિરાજમાન વાત્સલ્યમૂર્તિ પૂ. કનકસૂરિજીને પ્રથમ વખત જોતાં જ અક્ષયરાજજીનું મને આનંદના હિલોળે ચડ્યું. ‘આ જ મારા ગુરુ છે’ એમ મન પોકારી ઊઠયું. એ ચાતુર્માસ અભ્યાસ માટે બાળકો સાથે ત્યાં જ વીતાવ્યું. રતનબેન ભાવનગરમાં પૂ.સા. નિર્મળાશ્રીજી સાથે ચાતુર્માસ રહ્યાં. અમદાવાદમાં જમવા ભોજનશાળાએ જતા. આ ચાતુર્માસમાં આવશ્યક સૂત્રો, પ્રકરણ ગ્રંથો આદિનું અધ્યયન કર્યું. પૂજા કરવા જગવલ્લભ, મહાવીરસ્વામી વગેરે દેરાસરોએ જતા. ધ્યાન માટે જગવલ્લભ પાર્શ્વનાથને ત્યારથી પકડેલા. ભોંયરામાં કાઉસ્સગ્ન કરતા. વિ.સં. ૨૦૧૦, ઇ.સ. ૧૯૫૪, વૈશાખ મહિને ફલોદી મુકામે દીક્ષા નક્કી થતાં પૂ. કનકસૂરિજીને ફલોદી લઇ જવા ભદ્રેશ્વર તીર્થે વિનંતી કરવા અઠ્ઠમના પચ્ચકખાણ પૂર્વક અક્ષયરાજજી આવ્યા, પણ પૂ. કનકસૂરિજીએ અક્ષયરાજજીને સમજાવીને પારણું કરાવ્યું ને “રત્નાકરવિ. તથા કંચનવિ. દીક્ષા માટે ફલોદી પધારશે. હું ફલોદી નહિ આવી શકે.” એમ સમજાવ્યું. પૂ.આ. શ્રી વિ. કલાપૂર્ણસૂરીશ્વરજી મ. + ૧૨૦ પૂજયશ્રીની દીક્ષાની પત્રિકા છપાઇ ગઇ, પણ અમદાવાદથી ફલોદી આવતાં રસ્તામાં ગુમ થઇ ગઇ હતી. લાગે છે કે અક્ષયરાજજી ધ્યાનમાં બેસી ગયા હશે ! ઉપકરણોનું પાર્સલ પણ ગુમ થઇ ગયું હતું. એટલે પાલીથી તાત્કાલિક નવાં ઉપકરણો મંગાવવાં પડેલાં. વૈ.સુ.૧૦, ફલોદી મુકામે ભક્તિપ્રેમી પૂ. મુનિશ્રી રત્નાકરવિજયજીના વરદ હસ્તે પાંચ સામૂહિક દીક્ષા થઇ. (પૂ. કંચનવિજયજી પણ સાથે હતા.) - પૂજ્યશ્રીના દીક્ષા-દાતા આ પૂ. રત્નાકરવિજયજી પરમ તપસ્વી અને પરમ પ્રભુ ભક્ત હતા. પોતાની જાત પર તેમનું ખૂબ જ નિયંત્રણ હતું. સ્વાધ્યાયમાં કે જાપમાં ઊંઘ આવી જાય તો જાતે જ પોતાને લાફો મારી દેતા. મિશ્રીમલજી - કલધૌતવિજયજી. એક્ષયરાજજી – કલાપૂર્ણવિજયજી . જ્ઞાનચંદજી - કલાપવિજયજી. આસકરણ - કલ્પતરુવિજયજી. રતનબેન - સુવર્ણપ્રભાશ્રીજી બન્યાં, કલધૌતવિજયજી તથા કલાપૂર્ણવિજયજી બંને પૂ. કનકસૂરિજીના શિષ્ય તરીકે જાહેર થયા. બંને બાલમુનિઓ પિતા મુનિના શિષ્ય બન્યા. સી. સુવર્ણપ્રભાશ્રીજી, સા. સુનંદાશ્રીજીના શિષ્યા બન્યાં. એ વર્ષનું ચાતુર્માસ ફલોદીમાં જ થયું. - પૂજ્યશ્રીએ આ ચાતુર્માસમાં સંસ્કૃત ૧લી બુક ફલોદીના કોઇ શિક્ષક પાસે કરેલી. ત્યારે રોજ ગોડીજી દેરાસરે દર્શનાર્થે જતા. તળાવના કિનારે નેમિનાથ પ્રભુના દર્શનાર્થે દરરોજ જતા, કાઉસ્સગ્ગ આદિ કરતા. સા. સુવર્ણપ્રભાશ્રીજીએ માસક્ષમણ કર્યું. વિ.સં. ૨૦૧૧, ઇ.સ. ૧૯૫૪-૫૫, ફલોદી ચાતુર્માસ પછી માગ.સુ.૫ ના મુનિ શ્રી કલધૌતવિજયજીના સંસારી પુત્ર નથમલજીની દીક્ષા થઇ. નામ પડ્યું : કલહંસવિજયજી. ગુરુ : કલધૌતવિજયજી. કચ્છ વાગડના કર્ણધારો + ૧૨૧ Page #67 -------------------------------------------------------------------------- ________________ ગુજરાત જતાં રસ્તામાં પાલી થોડા દિવસ રોકાયા. ઇતિહાસવેત્તા મુનિ શ્રી જ્ઞાનસુંદરજી ત્યારે ત્યાં હતા. પાલી રોકાણ દરમિયાન પૂ. કંચનવિ.નાં જાહેર પ્રવચનો રહ્યાં, વૈશાખ સુ.૭, રાધનપુર મુકામે પૂ. કનકસૂરિજીના વરદ હસ્તે સૌની વડી દીક્ષા થઇ. ત્યારે કલધૌતવિજયજીનું કમલવિજયજી અને કલાપવિજયજીનું કલાપ્રભવિજયજી રૂપે નામ બદલાવવામાં આવ્યું. વડી દીક્ષાનો આ દિવસ ઉત્તમોત્તમ હતો. ત્યારે શનિ, ગુરુ, સૂર્ય ઉચ્ચના ગ્રહો હતા. ચંદ્ર સ્વગૃહી હતો. તે દિવસે પ્રાયઃ ૩૭ જેટલા પુરુષોની દીક્ષાઓ પણ અન્યત્ર થઇ હતી. કારણ કે આ દિવસ અતિશ્રેષ્ઠ હતો. - વડી દીક્ષા વખતે મુનિ શ્રી કલર્ધાતવિજયજી તથા મુનિ શ્રી કલાપૂર્ણવિજયજીના ગુરુ તરીકે પૂ. મુનિ શ્રી કંચનવિજયજી સ્થાપિત થયા. તે વર્ષનું ચાતુર્માસ આમ પૂ. કનકસૂરિજીની સાથે જ કરવાનું હતું, પણ સંયોગવશાતુ પૂ. ગુરુદેવોની આજ્ઞાથી રાધનપુર થયું. ત્યાં હરગોવિંદ શિક્ષક પાસે કર્મગ્રન્થ આદિનો અભ્યાસ કર્યો. કર્મગ્રંથની પરીક્ષાનું પેપર પૂ. ઓંકારસૂરિજીએ કાઢેલું. તેમાં પૂજયશ્રી પ્રથમ નંબરે આવ્યા હતા. વ્યાખ્યાનનો પ્રારંભ પણ રાધનપુરમાં આ જ વર્ષે ચાતુર્માસમાં થયો. શરૂઆતમાં પાઠશાળામાં વ્યાખ્યાનો આપ્યાં. પર્યુષણમાં ત્રણ દિવસ સંઘમાં વ્યાખ્યાનો આપેલાં. આ ચાતુર્માસમાં પૂ. બાલમુનિ શ્રી કલ્પતરુવિ, સાંતલપુરમાં પૂ. કનકસૂરિજી સાથે રહ્યા હતા. પૂ. બાલમુનિ શ્રી કલાપ્રભવિજયજી રાધનપુરમાં પૂજયશ્રી સાથે રહ્યા હતા. વડીલ તરીકે પૂ. રત્નાકરવિ., દેવવિ., તરુણવિ. વગેરે હતા. સાગરગચ્છના ઉપાશ્રયની બાજુમાં શાન્તિનાથ ભગવાનના દેરાસરના ભોંયરામાં ધર્મનાથ ભગવાન સમક્ષ પૂજયશ્રી ધ્યાન-કાઉસ્સગ્ન વગેરેની સાધના કરતા. વિ.સં. ૨૦૧૨, ઇ.સ. ૧૯૫૬, કચ્છ-વાગડના ચિત્રોડ ગામમાં એક વખત પૂજ્ય કનકસૂરિજીની સાથે પૂજ્યશ્રી હતા. રાત્રે પ્રતિક્રમણ પછી પૂ.આ. શ્રી વિ. કલાપૂર્ણસૂરીશ્વરજી મ. ૧ ૧૨૨ સંથારા પોરસી ભણાવવાના સમયે બાલમુનિ શ્રી કલ્પતરુવિ. ઊંઘી ગયેલા. પૂ. કનકસૂરિજીએ વારંવાર કહેવા છતાં સંથારા પોરસી ન જ ભણાવી. ગુરુ મહારાજની આવી અવગણનાથી ગુસ્સામાં આવી ગયેલા પૂજયશ્રીએ પુત્ર બાલમુનિને હાથ પકડી દાદરામાં ફેંક્યા. ગબડતા-ગબડતા બાલ મુનિ ઠેઠા નીચે પહોંચ્યા. ઊંઘ ઊડી ગઇ. નીચે પડવાં છતાં ખાસ કાંઇ વાગ્યું નહિ. પુત્ર મુનિએ ગુરુની વાત ન માની માટે પૂજયશ્રીને અહીં ગુસ્સો આવ્યો હતો. પૂજયશ્રીને મન, પુત્ર-પ્રેમ કરતાં ગુરુની આજ્ઞા વધુ મહત્ત્વની હતી. આ પ્રસંગે પૂ. કનકસૂરિજીએ આ રીતે ગુસ્સો કરવાની ના પાડતાં ગુરુઆજ્ઞા તહત્તિ કરી પૂજ્યશ્રીએ આ રીતે જીવનમાં કદી ગુસ્સો કર્યો નથી. આ વાત કહીને પૂજયશ્રી વાચના વગેરેમાં ઘણી વખત “હું કેટલો ગુસ્સાવાળો હતો ?” એ જણાવતા. એવા પણ ગુસ્સાનું નિયંત્રણ થઇ શકે છે, એમ તેઓશ્રી પોતાના અનુભવથી કહેતા. ફતેગઢમાં એક વખત પૂજયશ્રી તિથિના દિવસે ભૂલથી લીલોતરીનું શાક લાવ્યા. વાગડ સમુદાયમાં ૧૨ તિથિ લીલોતરી-ફળ વગેરેનો સંપૂર્ણ ત્યાગ હોય છે. આજે પણ એ ત્યાગ ચાલુ છે. લીલોતરીનું શાક જોતાં પૂજયશ્રીને પૂ. કનકસૂરિજીએ સહેજ ટકોર કરી. આવી જ ભૂલ ત્રીજી વાર થઇ ત્યારે પૂ. કનકસૂરિજીએ ગુસ્સે થઇને કહ્યું : “કેમ ? ભાન નથી પડતી ? ત્રીજી વાર હું આ જોઇ રહ્યો છું. હું... તમે આ જાણી જોઇને જ લાવો છો. ખાવાનો શોખ છે.” પૂજ્યશ્રીએ મૂંગા રહીને પૂ. આચાર્યશ્રીનો ઠપકો સાંભળી લીધો. ત્યાર પછી આવી ભૂલ કદી થઇ નહિ. આ પ્રસંગ યાદ કરીને પૂજયશ્રી વાચના વગેરેમાં ઘણી વાર કહેતા : વડીલો કડક શબ્દોમાં ટોકે નહિ તો આપણી ભૂલ સુધરે નહિ. એમની કડકાઇમાં પણ અંદર કોમળતા છુપાયેલી હોય છે. જે આ કોમળતા જુએ તેને ગુરુની કડક વાત પણ મીઠી જ લાગે. આ વર્ષનું ચાતુર્માસ પૂ.પં. મુક્તિવિજયજી મ.ની પાસે ભણવા માટે લાકડીયા (કચ્છ-વાગડ)માં થયું. કચ્છ વાગડના કર્ણધારો ૨ ૧૨૩ Page #68 -------------------------------------------------------------------------- ________________ પૂ.પં. મુક્તિવિજયજી પૂ. કનકસૂરિજીનાં પ્રથમ શિષ્ય હતા. સંસ્કૃતના વિદ્વાન હતા. અભિધાન ચિંતામણિ નામમાલા તથા પ્રાકૃત વ્યાકરણ પર તેમની માસ્ટરી હતી. મોટી ઉંમરે પણ આ બંનેનો સ્વાધ્યાય કરતા. કોઇ પણ ગ્રંથ વાંચતાં તેઓશ્રી તે ગ્રંથની અશુદ્ધિઓ દૂર કરી તેની નોટ બનાવતા, આવી ૧૭ નોટો સાંતલપુરના ભંડારમાં પડી છે. ગ્રંથોના પુનઃ મુદ્રણ પ્રસંગે આ નોટો ઉપયોગી પણ બની છે. જ્ઞાનભંડાર પર તેમનો પ્રેમ અદ્ભુત હતો. પુસ્તકો મેળવવાં, પૂંઠા ચડાવવાં, લિસ્ટ બનાવવું - એ તેમનું પ્રિય કામ હતું. એમાં તેમની નિપુણતા પણ અદ્ભુત હતી, જે સાંતલપુર વગેરેના જ્ઞાનભંડારોમાં આજે પણ જોવા મળે છે. પૂજ્યશ્રીએ આ મહાત્મા પાસેથી અભિધાન કોશ, પાંડવચરિત્ર વાંચન વગેરે અભ્યાસ કર્યો. અષાઢ સુ.૧૪ ના પ્રતિક્રમણ પછી ભૂકંપનો ભયંકર આંચકો આવેલો. પણ લાકડીઆમાં કશું નુકસાન થયું નહોતું. ધમડકા ગામ સાફ થઇ ગયેલું તથા અંજારમાં પણ ત્યારે પુષ્કળ નુકસાન થયેલું. વિ.સં. ૨૦૧૩, ઇ.સ. ૧૯૫૩, કચ્છ-ભુજપુર ચાતુર્માસાર્થે પધારેલા પૂ.પં. ભદ્રંકરવિજયજી સાથે માંડવીમાં સર્વ પ્રથમ મિલન થયું, જેમણે પૂજયશ્રીને પૂ. હરિભદ્રસૂરિજીના ગ્રંથો વાંચવાની ખાસ ભલામણ કરી. આથી પૂજ્યશ્રીએ સંસ્કૃત પર પ્રભુત્વ મેળવી વિ.સં. ૨૦૧૫માં કેટલાક યોગગ્રંથો પૂ. મુનિશ્રી તત્ત્વાનંદવિ. પાસે વાંચ્યા. આ વર્ષે પ્રથમ વખત પૂ. આચાર્યશ્રી વિજયકનકસૂરિજી મ.સા.ની નિશ્રામાં માંડવી મુકામે ચાતુર્માસ થયું. પૂ. કનકસૂરિજી પાસે દસવૈકાલિક ટીકા વાંચી. દરિયાકિનારે રહેલ અજિતનાથ ભગવાનના દેરાસરે પૂજ્યશ્રી ભક્તિ-ધ્યાન-કાયોત્સર્ગ વગેરે કરવા જતા.. ચાતુર્માસ દરમિયાન એક વખત પૂ. કનકસૂરિજી પાસે અન્ય કોઈ ગ્રંથ વાંચવા પૂજયશ્રી ગયા ત્યારે આચાર્યશ્રી બોલ્યા : “હવે ક્યાં સુધી પૂ.આ. શ્રી વિ. કલાપૂર્ણસૂરીશ્વરજી મ. • ૧૨૪ પરાવલંબી રહેવું છે ? જાતે વાંચતાં શીખો. ન બેસે, અટકી જાવ, ત્યાં મને પૂછી લેજો .’ ત્યારથી પૂ. આચાર્યશ્રીના આશીર્વાદથી પૂજયશ્રી જાતે સંસ્કૃત ગ્રંથો વાંચતાં શીખ્યા. વિ.સં. ૨૦૧૪, ઇ.સ. ૧૯૫૮, માંડવી ચાતુર્માસ પછી કચ્છની પંચતીર્થી કરી. પ્રજ્ઞાચક્ષુ પં. શ્રી અમૂલખભાઇ પાસે વઢવાણ ચાતુર્માસ કર્યું. (ત્યાં રતિલાલ જીવણલાલભાઇ નામના સુશ્રાવક તરફથી શ્રમણ-સંસ્કૃતપાઠશાળા ચાલતી હતી, જેમાં અમૂલખભાઇ અધ્યાપક હતા.) અહીં પંચસંગ્રહ, કર્મસાહિત્ય આદિનું અધ્યયન કર્યું. ઉપાશ્રયની બાજુના પ્રાચીન દેરાસરમાં ધ્યાન વગેરે માટે જતા. વિ.સં. ૨૦૧૫, ઇ.સ. ૧૯૫૯, વઢવાણ ચાતુર્માસ પછી પૂજયશ્રી આદિ વિરમગામમાં હતા. બીજા દિવસે પૂ. પ્રેમસૂરિજી વગેરે પંચાવન મુનિઓ આવવાના હતા, ત્યારે ગોચરીનો સંપૂર્ણ લાભ કમળવિજયજીએ તથા પાણીનો સંપૂર્ણ લાભ પૂજ્યશ્રીએ લીધેલો.લગભગ ૫૦-૫૫ જેટલા ઘડા પૂજયશ્રી એકલા લાવેલા. પૂ.આ. શ્રી વિજયકનકસૂરિજી મ.ની આજ્ઞાથી પૂ. પ્રેમસૂરિજી મ.ની નિશ્રામાં પંચાવન સાધુઓની સાથે સુરેન્દ્રનગરમાં ચાતુર્માસ થયું. આ ચાતુર્માસમાં પૂ. કાન્તિવિજયજી પાસે વિશેષાવશ્યક ભાષ્ય તથા પૂ. ગુણરત્નવિજયજી (પછીથી આચાર્ય) પાસે મુક્તાવલી આદિનું અધ્યયન કર્યું. આ વખતે યોગગ્રંથોનું વાંચન તથા તત્ત્વગોઠી વગેરે પૂ. તત્ત્વાનંદવિજયજી સાથે થતું. (I/ કલાપૂર્ણમ્ // સ્મૃતિગ્રંથ, ભાગ-૧, સ્મરણયાત્રામાં વિ.સં. ૨૦૧૪નું ચાતુર્માસ સુરેન્દ્રનગરમાં તથા ૨૦૧૫નું ચાતુર્માસ વઢવાણમાં બતાવ્યું છે, તે ભૂલ છે.) વિ.સં. ૨૦૧૬, ઇ.સ. ૧૯૬૦, વૈશાખ મહિને હલરા (કચ્છવાગડ)માં નૂતન જિનાલયમાં પૂ. કનકસૂરિજી મ.ની નિશ્રામાં આદિનાથ આદિ જિનબિંબોની પ્રતિષ્ઠા થઇ. કચ્છ વાગડના કણધારો ૨ ૧૨૫ Page #69 -------------------------------------------------------------------------- ________________ પૂ. દાદાગુરુ શ્રી કનકસૂરિજી મ.ની નિશ્રામાં આધોઇ (કચ્છવાગડ) ચાતુર્માસમાં ઉત્તરાધ્યયન આદિના જોગ થયા. આ જોગમાં તબિયત ખૂબ જ બગડી. ટી.બી.ની ભયંકર બિમારીમાં પૂજ્યશ્રી કેટલાય દિવસો સુધી રહ્યા. (આ અગાઢ જોગમાંથી જો નીકળી જવાય તો તે ફરીથી થઇ શકે નહિ. માટે પૂ. કનકસૂરિજીએ દીર્ધદષ્ટિ વાપરીને આવી ગંભીર સ્થિતિમાં પણ યોગોવહનમાં જ રહેવા દીધેલા.) આ વખતે આઠ દિવસમાં પલાંસવાના વૈદ્ય શ્રી સોમચંદભાઇના છાસના ઉપચારથી પૂજયશ્રીનું સ્વાથ્ય સુધર્યું. આ માંદગી વખતે પૂજયશ્રી મૃત્યુની નજીક પહોંચી ગયા હતા. ચાતુર્માસમાં દશેરાથી વણવીર છેડા તરફથી ઉપધાન તપ શરૂ થયેલા. આ ચાતુર્માસમાં સાધ્વીજીઓનાં પણ ઉત્તરાધ્યયન-આચારાંગના યોગોદ્વહન થયેલાં. પૂજયશ્રીએ આ ચાતુર્માસ દરમ્યાન દાદાગુરુ પૂ. કનકસૂરિજી (પૂજયશ્રીએ પૂ. કનકસૂરિજીની નિશ્રામાં દીક્ષા પછી માત્ર બે જ ચાતુર્માસ કર્યા છે; માંડવી તથા આધોઇમાં) પાસે અનુયોગદ્વાર, યોગદૃષ્ટિ સમુચ્ચય આદિ યોગગ્રંથો તથા જયોતિષ આદિનું અધ્યયન કર્યું. વિ.સં. ૨૦૧૭-૧૮, ઇ.સ. ૧૯૬૧-૬૨, જામનગરમાં બે ચાતુર્માસ રહીને ઉપાધ્યાય શ્રી વ્રજલાલજી પાસે રત્નાકરાવતારિકા, પડ્રદર્શન સમુચ્ચય, સ્યાદ્વાદમંજરી આદિ ન્યાયના ગ્રંથોનો અભ્યાસ કર્યો. એક વખત ચાર ડિગ્રી તાવ આવી ગયેલો, છતાં પૂજ્યશ્રીએ પાઠ નિયમિતપણે ચાલુ રાખેલો. શ્રમણ-સંસ્કૃત-પાઠશાળા વિષે પૂજ્યશ્રીએ તે વખતે લખેલો અભિપ્રાયનો પત્ર આજે પણ ત્યાં વિદ્યમાન છે. પૂજયશ્રીએ સાધન ગ્રંથોમાં અભિધાન ચિન્તામણિ નામમાલાના ૮૦૦ શ્લોકો, હૈમલઘુપ્રક્રિયા, ધાતુપાઠ, સાવચૂરિક પ્રમાણ નયતત્ત્વાલોકાલંકાર વગેરે કંઠસ્થ કર્યું હતું. પ્રથમ ચાતુર્માસ દિગ્વિજય પ્લોટમાં થયેલું. ત્યાંના આગેવાન શ્રાવક, ચાંદી બજરના રાજા, કોંગ્રેસી નેતા, ઉદાર હૃદયી પ્રેમચંદ વીજપારની વિનંતીથી વ્યાખ્યાનમાં અધ્યાત્મસાર તથા કુમારપાળ ચરિત્રનું પૂ.આ. શ્રી વિ. કલાપૂર્ણસૂરીશ્વરજી મ. + ૧૨૬ વાંચન કરેલું. પ્રતિદિન શ્રોતા તરીકે પ્રેમચંદભાઇ હાજર રહેતા. એમને પૂજ્યશ્રીનાં પ્રવચનો ખૂબ જ ગમી ગયેલાં. અહીં પંડિતજી વ્રજલાલ દરરોજ ભણાવવા આવતા. ચાતુર્માસ પછી લગભગ રોષકાળ શાંતિભવનમાં ગાળ્યો. વચ્ચે જૂનાગઢ તરફ જવાનું થયેલું ત્યારે માંગરોળનો એક પ્રસંગ યાદગાર (!) બની ગયો. માંગરોળ પાસેના કોઇ ગામમાં પૂજ્યશ્રી વગેરે પાંચેય મુનિઓ ૩૨ કિ.મી.નો લાંબો વિહાર કરીને પહોંચેલા. માણસ તો સાથે હોય નહિ ને પૂર્વ સૂચનાનો તો સવાલ જ પેદા નથી થતો. થાક્યા-પાક્યા સૌ ત્યાં પહોંચ્યા, પણ ત્યાં ન એકેય જૈનનું ઘર કે ન ઊતરવાની કોઇ સુવિધા ! ખૂબ મહેનત પછી પૂ. મુનિશ્રી કમળવિજયજીએ ઊતરવા માટે દુકાન શોધી કાઢી. ગોચરી માટે પણ તેઓ જ નીકળી પડ્યા. ઘણું ફર્યા છતાં પાંચ જણ વચ્ચે માત્ર એક રોટલો અને એક તપણી છાસ મળી. સૌએ એટલાથી પ્રસન્નતાપૂર્વક ચલાવી લીધું. પૂજયશ્રી ઘણી વખત આ પ્રસંગને યાદ કરતા અને મુશ્કેલી સહવામાં કેવી મજા હોય છે ? સંયમ જીવનમાં કેવું સત્ત્વ ખીલે છે ? વગેરે બતાવતા. બીજું ચાતુર્માસ પાઠશાળામાં કરેલું. અહીં વૈરાગ્યકલ્પલતા તથા ઉત્તરાધ્યયન પર પ્રવચન રહ્યાં. રાત્રે તત્ત્વજ્ઞાન ક્લાસ અહીંથી શરૂ થયા. નવતત્ત્વથી માંડી ત્રીજા કર્મગ્રંથ સુધીના પદાર્થો રાત્રિતત્ત્વજ્ઞાનમાં ચાલ્યાં હતાં. વિદ્યાર્થી છેલ્લે સુધી ટકી રહ્યા. અમૃતલાલ કાળીદાસ પણ આ ક્લાસમાં આવતા. પૂજય કનકસૂરિજીની આજ્ઞા આવવાથી ચાતુર્માસ પુરું થતાં કચ્છ તરફ વિહાર થયો. વિ.સં. ૨૦૧૯, ઇ.સ. ૧૯૬૩, વૈશાખ મહિને ભચાઉ (કચ્છ) મુકામે પૂ. દાદા ગુરુદેવ શ્રી વિજયકનકસૂરિજીના ચરણોમાં ઉપસ્થિત થયા. બાપજી મ.સા.ના સમુદાયના પૂ.પં. ભદ્રંકરવિજયજી (પાછળથી આચાર્ય) પણ પૂ. કનકસૂરિજી સાથે ભચાઉ ચાતુર્માસ કરવા પધારેલા. કચ્છ વાગડના કર્ણધારો ૨ ૧૨૭ Page #70 -------------------------------------------------------------------------- ________________ ગાંધીધામ સંઘની અતિ આગ્રહભરી વિનંતીના કારણે પૂ. આચાર્યશ્રીની આંતરિક ઇચ્છા જાણીને પૂજ્યશ્રીએ ગાંધીધામ ચાતુર્માસ કર્યું. આ વખતે બે પુત્રમુનિઓ સહિત ત્રણ જ મુનિઓ હતા. ભચાઉ મુકામે શ્રા.વ.૪ ના પૂ.આ.શ્રી કનકસૂરિજીના કાળધર્મના સમાચાર મળતાં પૂજ્યશ્રી સ્તબ્ધ બની ગયા. આંખોમાંથી અશ્રુધારા વહી નીકળી. માતા-પિતાના સ્વર્ગગમન પ્રસંગે પણ નહિ રડનારા પૂજયશ્રી આ ક્ષણે રડી પડેલા હતા. કારણ કે પૂ. આચાર્યશ્રીની નિશ્રામાં રહીને હજુ ઘણું ઘણું મેળવવાનું હતું. ચાતુર્માસમાં મહાબલ-મલયાસુંદરી પર પ્રવચનો રહેલાં, રાત્રે તત્ત્વજ્ઞાન ક્લાસમાં દેવજી ચાંપશી વગેરે આવતા. પૂજય કનકસૂરિજીના અગ્નિસંસ્કારની બોલી દેવજીભાઇએ લીધેલી, તેમાં પૂજ્યશ્રીના સમાગમની અસર હતી. દેવજીભાઇ ખૂબ જ ઉત્તમ કોટિના શ્રાવક હતા. એમના સહજ ગુણોની પ્રશંસા પૂજયશ્રી પછીથી ઘણી વખત વ્યાખ્યાન વગેરેમાં કરતા. ચાતુર્માસમાં પર્યુષણ સુધી રોકાયેલા પં.શ્રી અમૂલખભાઇ પાસે બે પુત્ર મુનિઓએ પંચસંગ્રહ, પાર્શ્વનાથ ચરિત્ર વગેરેનું અધ્યયન કર્યું. વિ.સં. ૨૦૨૦, ઇ.સ. ૧૯૬૪, કટારીયામાં વૈશાખ સુદ-૧૧ ના પૂ.પં. દીપવિજયજીને પૂ.પં. જયંતવિજયજીએ (પછીથી આચાર્ય) આચાર્ય પદવી આપી. પૂ.પં. દીપવિજયજીને વિ.સં. ૨૦૧૬માં પૂ. કનકસૂરિજીએ આચાર્ય પદવી લેવા માટે આગ્રહ કરેલો, પણ નિઃસ્પૃહી આ મહાત્માએ જવાબદારી સંભાળનાર કોઇ શિષ્યો ન હોવાના કારણે ના પાડેલી. આ વખતે પૂજય કલાપૂર્ણવિજયજીએ જવાબદારી લેવાનું સ્વીકારતાં આચાર્ય પદવી માટે હા પાડી. આચાર્ય પદવી પછી પૂ. દીપવિજયજી પૂ. દેવેન્દ્રસુરિજી તરીકે જાહેર થયા. આ ચાતુર્માસ આધોઇમાં થયું. મહાનિશીથ સુધીના યોગોદ્વહન કર્યા. દશેરાથી ઉપધાન શરૂ થયાં. પિંડવિશુદ્ધિ પર વાચના રહી. પૂ.આ. શ્રી વિ. કલાપૂર્ણસૂરીશ્વરજી મ. ૧ ૧૨૮ પૂ. પ્રેમસૂરિજીએ આગળના અભ્યાસ માટે પોતાની પાસે આવવા જણાવ્યું, પરંતુ ‘તમે જશો તો મારું શું ?” પૂ. દેવેન્દ્રસૂરિજીના આ વાક્ય પૂજ્યશ્રીને ત્યાં જતાં અટકાવ્યા. વિ.સં. ૨૦૨૧, ઇ.સ. ૧૯૬૫, પૂ. દેવેન્દ્રસૂરિજીની તબિયત ઠીક ન રહેતાં વ્યાખ્યાનની જવાબદારી ભુજપુર ચાતુર્માસમાં પૂજ્યશ્રી પર આવી પડી. જો કે, ક્યારેક ક્યારેક તબિયત ઠીક હોય તો પૂ. આ.ભ. પણ વ્યાખ્યાન આપતા. બંને નાના મુનિઓને પ્રજ્ઞાચક્ષુ પંડિતવર્યશ્રી આણંદજીભાઇ પાસે રઘુવંશ આદિનો અભ્યાસ કરાવ્યો. વિ.સં. ૨૦૨૨, ઇ.સ. ૧૯૬૬, દીક્ષાઓ (પૂ. દેવેન્દ્રસૂરિજી સાથે). મહાવ.૪, કીડીઆનગર, સા.યશોધર્માશ્રીજી (લક્ષ્મીબેન, કીડીઓનગર) ફા.વ.૪, ફતેગઢમાં સ્નાબેન સુમતિભાઇ (અમદાવાદ)ની દીક્ષા થઇ. નામ પડ્યું : સા. પ્રિયદર્શનાશ્રીજી. જેઠ સુ.૭, વોંધ, સા. વિજયપ્રભાશ્રીજી (કસ્તુરીબેન, વોંધ) પૂ.આ.ભ.ની તબિયત વધારે નરમ થતાં હવેથી વ્યાખ્યાનની સંપૂર્ણ જવાબદારી પૂજ્યશ્રી પર આવી. ભુજ ચાતુમાસમાં જ્ઞાનસાર પર પ્રવચનો રહ્યાં. એ પ્રવચનોનું અવતરણ કરી નગીનભાઈ જસાણીએ (હાલ મુનિશ્રી શુભધ્યાનવિજયજી) કલ્યાણમાં પ્રકાશિત કરાવ્યા હતા. વ્યાખ્યાનો વંડામાં રહેતા. કોઇના કહેવાથી છાપાં વાંચવાનું શરૂ કર્યું, પણ મને વિક્ષિત બનતાં છોડી દીધું. રાત્રિ તત્ત્વજ્ઞાન ક્લાસમાં અનેક વિદ્યાર્થીઓ આવતા. ચાતુર્માસમાં મુનિ શ્રી તરુણવિજયજીએ ૪૫ ઉપવાસ કરેલા. વિ.સં. ૨૦૨૩, ઇ.સ. ૧૯૬૭, દીક્ષાઓ : પો.સુ. ૧૧, વાંકી, સા, મદનરેખાશ્રીજી (મમીબેન), સા. કલાવતીશ્રીજી (કસ્તુરબેન). મહા વ. ૨, મનફરા, સી. પૂર્ણગુણાશ્રીજી (ઝવેરબેન), સા. પૂર્ણચન્દ્રાશ્રીજી (મણીબેન), સા. શીલરત્નાશ્રીજી (રતનબેન). કચ્છ વાગડના કર્ણધારો ૨ ૧૨૯ Page #71 -------------------------------------------------------------------------- ________________ મહાવ.૧૨, ભદ્રેશ્વર, સા. અમીપૂર્ણાશ્રીજી (ભાગ્યવંતીબેન, માંડવી) ચૈત્ર વ.૨, ભચાઊ, સા. ચન્દ્રધર્માશ્રીજી (શાંતાબેન) આ વર્ષે ઉચ્ચનો ગુરુ હોવાથી કચ્છમાં મનફરા, ઘાણીથર, ગળપાદર (કંચનવિજયજી), ભૂવડ, પ્રાગપર (કિરણવિજયજી), વગેરે ગામોના જિનાલયોની પ્રતિષ્ઠા થઇ હતી. મનફરામાં એક નાની વાતના કારણે ગામમાં મોટો ઝઘડો ઊભો થયેલો. પૂજયશ્રીએ કહેલું : સંઘમાં ઝઘડા હશે ત્યાં સુધી પ્રતિષ્ઠા નહિ થઇ શકે. પૂજયશ્રીની પ્રશમલબ્ધિથી ઝઘડો ટળ્યો. શાંતિ સ્થપાઇ. નૂતન જિનાલયમાં વૈ.સુ. ૧૦ ના દિવસે મૂળનાયક શ્રી વાસુપૂજયસ્વામી આદિ જિનબિંબોની પ્રતિષ્ઠા થઇ. જગશી ખંડોર તરફથી થયેલા મહોત્સવમાં પૂજ્ય શ્રી એક વખત અંજાર પધારેલા. ત્યારે પૂજ્યશ્રીની પ્રેરણાથી કાયમી ધોરણે પાઠશાળાની સ્થાપના થયેલી. ત્યારથી પૂજયશ્રીનું હીર ચમકેલું. અંજાર ચાતુર્માસમાં સાધ્વીજીઓની વાચના દસવૈકાલિક ટીકા પર રહી. રાત્રિ તત્ત્વજ્ઞાનમાં ચાલતા નવ તત્ત્વના પદાર્થો ડૉ. યુ. પી. દેઢિયાને એટલા સુંદર લાગ્યા કે તેમણે પોતાના ૩૫ હજાર રૂપિયા ખર્ચીને તે પદાર્થોના સંકલનરૂપે ‘તત્ત્વજ્ઞાન પ્રવેશિકા' નામનું પુસ્તક છપાવ્યું. દસ હજાર નકલો છપાવી હતી. પૂજ્યશ્રીનું આ પ્રથમ પુસ્તક હતું. તેને તત્ત્વજ્ઞાનાર્થીઓ તરફથી ખૂબ જ સારો આવકાર મળ્યો હતો. વિ.સં. ૨૦૨૪, ઇ.સ. ૧૯૬૮, સા. પુષ્પચૂલાશ્રીજીને રાજકોટમાં સૌ ઓળીનું પારણું. પ્રતાપભાઇ વગેરે ત્યારથી પૂજ્યશ્રીના અનુરાગી બન્યા. ફલોદી ચાતુર્માસમાં સૂયગડંગ-ઠાણંગના જોગ પછી પૂજ્યશ્રીનો ભગવતીના જોગમાં પ્રવેશ થયો. જોગમાં ઘણી બધી ક્રિયાઓ કરવાનું હોવા છતાં પૂજ્યશ્રી બાર મોટી તિથિએ ગોડી પાર્શ્વનાથજી તથા તળાવની પાળે ચિંતામણિ પાર્શ્વનાથજી - નેમિનાથજીનાદેરાસરોમાં ભક્તિ, ધ્યાન, કાયોત્સર્ગ વગેરે કરવા અવશ્ય જતા. પૂ.આ. શ્રી વિ. કલાપૂર્ણસૂરીશ્વરજી મ. + ૧૩૦ અહીં જાહેર વ્યાખ્યાનમાં એક અજૈન ભાઇએ ઉતારી પાડવાની બુદ્ધિથી પૂજ્યશ્રીને પૂછેલું : “પાપનો બાપ કોણ?” “પાપનો બાપ લોભ.” એમ પૂજ્યશ્રીએ જવાબ તો આપી દીધો, પણ આ ઘટના પછી જાહેર વ્યાખ્યાનો પરથી મન હટી ગયું. પછીથી પૂ.પં.મ.ની પણ આવી જ સલાહ મળેલી : આપણે ઘણું બોલીશું તો ઘણા જીવો પામી જશે, એવું નથી. વિ.સં. ૨૦૨૫, ઇ.સ. ૧૯૬૯, ફલોદી ચાતુર્માસ પછી લાભુજી વૈદ તરફથી ૧૨ દિવસનો જેસલમેરનો છ'રી પાલક સંઘ નીકળ્યો. મહા સુ.૧૩ ના ફલોદીમાં જ પૂજયશ્રીની પૂ. દેવેન્દ્રસૂરિજીના વરદ હસ્તે ગણિ-પંન્યાસ પદવી થઇ. તે વખતે પૂજયશ્રીના સંસારી પિતરાઇ ભત્રીજા હેમચંદભાઇ ચનણમલજી લુક્કડની પણ દીક્ષા થઇ. નામ પડ્યું : મુનિશ્રી કીર્તિચન્દ્રવિજયજી, આ પ્રસંગે મનફરાવાસી મેઘજીભાઇ ભચુ દેઢિયા તથા રતનશી પૂનશી ગાલાએ ચોથું વ્રત સ્વીકારેલું. (પછીથી બંનેએ દીક્ષા સ્વીકારેલી) ત્યારે અનેક સાધ્વીજીઓની વડી દીક્ષા પણ થઇ હતી. અમદાવાદ વિદ્યાશાળા ચાતુર્માસ વખતે પૂજયશ્રી જ્ઞાનમંદિરમાં ચાતુર્માસ બિરાજમાન પૂ.પં.શ્રી મુક્તિવિજયજી (પછીથી આચાર્ય શ્રી વિજયમુક્તિચન્દ્રસૂરિજી) પાસે બૃહત્કલ્પ આદિ છેદસૂત્ર ભણવા જતા. ક્યારેક પૂ. વિચક્ષણવિજયજી (પછીથી આચાર્ય) પાસે પણ પૂજ્યશ્રી ભણતા હતા. વિ.સં. ૨૦૨૬, ઇ.સ. ૧૯90, દીક્ષાઓ : ભાગ.વ.૧૧, રાધનપુર, સા. જીતપ્રજ્ઞાશ્રીજી (માનુબેન, પલાંસવા)માં સા. જયકીર્તિશ્રીજી (અનિલાબેન, પલાંસવા) મહા સુ.૯, પાટણ, સા. મયણાશ્રીજી (મનોરમા, પાટણ), સા. પ્રિયંકરાશ્રીજી (કૌશિકા, પાટણ), સા. પ્રિયંવદાશ્રીજી (પ્રજ્ઞા, પાટણ) વૈ.સુ.૬, નવસારી, અનંતપ્રજ્ઞાશ્રીજી (જયોસ્નાબેન, નવસારી) (પૂ. દેવેન્દ્રસૂરિજીની નિશ્રામાં સાંતલપુરમાં સુમતિનાથ જિનાલયની પ્રતિષ્ઠા થઈ ત્યારે પૂજ્યશ્રી નવસારી દીક્ષા પ્રસંગે પધાર્યા હતા.) (સાંતલપુરમાં આ એક દેરાસર સિવાય બીજા બંનેય દેરાસરો ભૂકંપમાં ધ્વસ્ત બન્યા હતા.) કચ્છ વાગડના કર્ણધારો ૨ ૧૩૧ Page #72 -------------------------------------------------------------------------- ________________ નવસારી દીક્ષા પછી પૂજ્યશ્રી ૧ મહિના સુધી જલાલપુર (પૂ. કમલસૂરિજીની સ્વર્ગભૂમિ) રોકાયા હતા. ધ્યાન માટે એમને આ સ્થાન ખૂબ જ ગમી ગયું હતું. જિનાલયમાં સૂર્ય-પ્રકાશ જોઇને ભગવાન ભલે મોક્ષમાં હોય પણ એમની કૃપાશક્તિ અહીં જ છે, એવી હૃદયમાં અનુભૂતિ થઇ. નવસારી ચાતુર્માસમાં પણ દર પાંચ તિથિએ ઉપવાસપૂર્વક બે કિ.મી. દૂર જલાલપુરમાં ધ્યાન માટે જતા. ઉપવાસ કરીને આખો દિવસ ધ્યાન કાયોત્સર્ગ - ભક્તિ આદિમાં વિતાવતા. શારીરિક શક્તિ હતી ત્યાં સુધી દર સાત દિવસે ઉપવાસ કરતા. ચાતુર્માસ દરમિયાન પૂ. દેવેન્દ્રસૂરિજીને આંખનું ઓપરેશન થયેલું. દિવાળી આસપાસના દિવસોમાં પૂ. દેવેન્દ્રસૂરિજી પાટ પરથી પડી જતાં પગે ફ્રેકચર થયું. તેના કારણે જીવનભર પથારીવશ રહેવું પડ્યું. યોગષ્ટિ સમુચ્ચય પરના વ્યાખ્યાનો સાંભળી પ્રભાવિત થયેલો એક કૃષ્ણભક્ત દરરોજ વ્યાખ્યાન સાંભળવા આવતો. એક સેલટેક્ષ ઓફિસર પણ નિયમિત આવતો. ચાતુર્માસ પરિવર્તન એ અજૈન સેલટેક્ષ ઓફિસરને ત્યાં કરેલું. વિ.સં. ૨૦૨૭, ઇ.સ. ૧૯૭૧, પૂ. દેવેન્દ્રસૂરિજીના ફ્રેકચરના કારણે બે મહિના નવસારીમાં રોકાણ થયું. તે દરમિયાન પૂજ્યશ્રીએ દમણ-વાપી આદિ સ્થળે વિચરણ કર્યું. સુરત, ગોપીપુરા, ફા.સુ.૩, સા. વિબુધશ્રીજીનું ૧૦૦ઓળીનું પારણું. દીક્ષાઓ : વૈ.સુ.૬, ખંભાત, મુનિ શ્રી કુમુદચન્દ્રવિજયજી (રતનશીભાઇ, મનફરા), સા. યશોભદ્રાશ્રીજી (હંસાબેન, અમદાવાદ) ૮-૧૦ વડી દીક્ષાઓ પણ ત્યારે થયેલી. વૈ.વ.માં હળવદમાં જિનભક્તિ મહોત્સવ થયેલો. આધોઇચાતુર્માસ દરમિયાન સાધ્વીજીઓના બૃહદ્યોગોહનથયેલા. વિ.સં. ૨૦૨૮, ઇ.સ. ૧૯૭૧-૭૨, ચોવિહાર અનશનપૂર્વક પૂજ્યશ્રીના ગુરુદેવ પૂ. મુનિ શ્રી કંચનવિજયજી ભચાઉ મુકામે કા.વ.૨ ના કાળધર્મ પામ્યા. તેમને જ્યોતિષનું જ્ઞાન સારું હતું. આથી પોતાનો પૂ.આ. શ્રી વિ. કલાપૂર્ણસૂરીશ્વરજી મ. * ૧૩૨ અંતકાળ નજીક જાણી તેમણે ૧૬ ચોવિહાર ઉપવાસના પચ્ચક્ખાણ કરેલા ને ૧૧મા ઉપવાસે કાળધર્મ પામેલા. માગ.સુ.૩ ના અમે બંને ભાઇઓ (મુક્તિ મુનિ) મુંબઇથી પૂજ્યશ્રી પાસે દીક્ષા લેવાના ભાવ સાથે આધોઇ આવી પહોંચ્યા. પૂજયશ્રીની ટપાલ મુજબ અમે કા.વ.૬ ના મુંબઇ છોડ્યું. પાલીતાણામાં કેટલાક દિવસ રોકાયા. પછી મનફરા થઇ આધોઇ આવી પહોંચ્યા. બે-ચાર દિવસમાં ઉપધાન શરૂ થઇ રહ્યા હતા એટલે મોટાભાઇ (મુક્તિચન્દ્રવિ.) ઉપધાનમાં બેઠા, નાના ભાઇ વંદિત્તુ કરવા લાગ્યા. રોજ રાત્રે પૂજ્યશ્રી સ્વયં તત્ત્વજ્ઞાન પ્રવેશિકાના પાઠો આપતા, ૧૪ નિયમ સમજાવતા. એક દિવસ મારો (મુનિચન્દ્રવિ.નો) હાથ જોઇને કહ્યું : તારે દીક્ષા લેવી છે ને ? તો મોડું શા માટે ? વિરતિ જીવનમાં જેટલો જલદી પ્રવેશ થાય તેટલું સારું ને ? હમણાં મહા સુ.૧૪નું જ મુહૂર્ત છે. ભુજમાં જ દીક્ષા થઇ જાય તો શું વાંધો છે ?” અમે બંને ભાઇઓએ પૂજ્યશ્રીની વાત સ્વીકારી લીધી. મોટા ભાઇ ઉપધાનમાંથી ૩-૪ દિવસમાં જ નીકળી ગયા. માગ.સુ.૧૧ના દીક્ષાનું મુહૂર્ત નીકળ્યું. મોટા ભાઇ દુકાન તથા પગલા વગેરે કાર્યો માટે મુંબઇ ગયા. નાના ભાઇ આધોઇમાં જ રહીને પાંચ પ્રતિક્રમણ તથા સાધુજીવનના આવશ્યક ક્રિયાનાં સૂત્રો શીખ્યા. ઉપધાનની માળ વખતે આધોઇમાં અમારું સન્માન થયું. દીક્ષાઓ : મહા સુ.૧૪, ભુજ, મુનિ શ્રી મુક્તિચન્દ્રવિજયજી (હાલ પંન્યાસજી) (મેઘજીભાઇ, મનફરા), મુનિ શ્રી પૂર્ણચન્દ્રવિજયજી (હાલ પંન્યાસજી) (પ્રકાશ, ભુજ), મુનિ શ્રી મુનિચન્દ્રવિજયજી (હાલ પંન્યાસજી) (મણિલાલ, મનફરા), સા. અમીરસાશ્રીજી (ચાંદુબેન), સા. જયધર્માશ્રીજી (ઇન્દુબેન, જામનગર), સા. નિર્મળયશાશ્રીજી (નિર્મળાબેન, લોડાઇ), સા. દિવ્યદર્શનાશ્રીજી (ધર્મિષ્ઠાબેન, અમદાવાદ) પૂ. ભુવનભાનુસૂરિજીના શિષ્યરત્ન પૂ. મુનિશ્રી રાજેન્દ્રવિજયજી (હાલ આચાર્યશ્રી)ના શિષ્યો મુનિશ્રી ઇન્દ્રયશવિજયજી (અરુણભાઇ, કચ્છ વાગડના કર્ણધારો - ૧૩૩ Page #73 -------------------------------------------------------------------------- ________________ ભુજ), મુનિ શ્રી ભદ્રયશવિજયજી (ભદ્રેશ, ભુજ) તથા તેમનાં બે બહેનોની પણ આ સાથે જ દીક્ષા થઇ હતી. કુલ ૧૧ દીક્ષાઓ ભુજમાં થઇ હતી. આ પ્રસંગે પૂજયશ્રી દ્વારા અનૂદિત ‘અધ્યાત્મગીતા' (પૂ. દેવચન્દ્રજી મ.ની ૪૯ ગાથાની અદ્ભુત કૃતિ)નું વિમોચન થયું હતું. મુમુક્ષુ મણિલાલ (ઉંમર ૧૨ વર્ષ) વર્ષીદાનનો વરઘોડાના આગલા દિવસે (મહા સુ.૧૨) ઠેઠ ઉપરના દાદરા પરથી પડી જતાં જમણા પગે તેમને ફ્રેકચર થયું હતું, છતાં પૂજયશ્રીના પ્રભાવે નિર્વિઘ્ન દીક્ષા થઈ હતી. દોઢથી બે મહિના સુધી પગે પ્લાસ્ટર રહ્યું હતું અને વિહારો પણ ચાલુ રહ્યા હતા. સા. અનુપમા શ્રીજીની ૧૧OO આયંબિલ તથા ૧૧ દીક્ષા નિમિત્તે થયેલા ત્રિદિવસીય અર્થપૂજનમાં સોનાનો વરસાદ વરસ્યો હતો. વિધિકારશ્રી ચીનુભાઇની પ્રેરણાથી લોકોએ ઉતારી-ઉતારીને ઘરેણાંનો ઢગલો કર્યો હતો. માધાપર, અંજાર, ગાંધીધામ, ભચાઉ થઇને પલાંસવા તરફ. ફા.સુ.૨ (કે ૪ ?) પલાંસવામાં પૂ. કનકસૂરિજીની મૂર્તિની પ્રતિષ્ઠા. નૂતન ત્રણ મુનિઓનો જોગમાં પ્રવેશ. રાપર, ભરૂડી થઇને મનફરા. ફા.સુ. ૧૨, મનફરા, ભુજમાં દીક્ષિત થયેલા તમામ મહાત્માઓ (મુનિશ્રી મુક્તિચન્દ્ર-પૂર્ણચન્દ્ર-મુનિચન્દ્રવિ, આદિ)ની વડી દીક્ષા. ફા.વ.૩, મનફરા, ચાર દીક્ષાઓ-સા. સૌમ્યજ્યોતિશ્રીજી (દેવકાબેન, મનફરા), સા. સૌમ્યકીર્તિશ્રીજી (પાર્વતીબેન, મનફરા), સા. અનંતજયોતિશ્રીજી (ઇન્દુબેન, અમદાવાદ), સા. દિવ્યકિરણાશ્રીજી (ભદ્રાબેન, અમદાવાદ) વૈશાખ મહિને મનફરામાં અનેક સાધ્વીજીઓની વડી દીક્ષા પછી જિન ભક્તિ મહોત્સવાર્થે હલરા તરફ પ્રયાણ. હલરા ખાતે પૂ. દેવેન્દ્રસૂરિજી આદિનું એક મહિના સુધીનું રોકાણ . એ સમયે પૂજયશ્રી માધાપર સુવિધિનાથ જિનાલયની પ્રતિષ્ઠાર્થે ગયેલા. માધાપરમાં મૂળનાયક શ્રી સુવિધિનાથ ભગવાનની બોલી ડૉ. યુ. પી. પૂ.આ. શ્રી વિ. કલાપૂર્ણસૂરીશ્વરજી મ. ૧ ૧૩૪ દેઢિયાએ લીધેલી. માધાપરથી માત્ર ૪ દિવસમાં પૂજ્યશ્રી મનફરા આવેલા. એક રાત બસ-સ્ટોપમાં ગાળેલી. જે.સુ.૪, ખારોઇમાં સંભવનાથ જિનાલયની પ્રતિષ્ઠા. લાકડીઆ ચાતુર્માસ પહેલા ભુજ ચાતુર્માસાર્થે જઈ રહેલા મુનિ શ્રી ચન્દ્રશેખરવિજયજી (હાલ પંન્યાસજી) મળેલા. સાથે બે બાલમુનિઓ (ઇન્દ્રજિત-ચન્દ્રજિતવિજયજી) પણ હતા. પૂજ્યશ્રીને મુનિશ્રીએ વંદન કર્યા હતાં; સ્વયં દીક્ષા-પર્યાયમાં મોટા હોવા છતાંય. ત્યારે અમે ચાર બાલ મુનિઓ સાથે મળ્યા હતા. લાકડીઆ ચાતુર્માસમાં ૧૦ પયગ્રા પર વાચનાઓ રહી. બાલ મુનિઓ વગેરેને ભણાવવા ચંપકભાઇ આવેલા. આ ચાતુર્માસમાં સંસ્કૃતની પહેલી બુકની પરીક્ષા હતી. પરીક્ષાથી ગભરાયેલા બે બાલમુનિઓએ (પૂર્ણચન્દ્ર-મુનિચન્દ્રવિ.) પ્રશ્ન-પેપરની ચોરી કરવા પ્રયત્ન કર્યો. રૂમમાં જઇ છુપાવેલું પ્રશ્ન-પેપર શોધી કાઢયું, પણ વાંચવાની શરૂઆત કરે એ પહેલાં જ રંગે હાથે પકડાઇ ગયા. બંનેને પૂજ્યશ્રી પાસે લઇ જવામાં આવ્યા. બંને ભયથી ધ્રુજી રહ્યા હતા, પણ વાત્સલ્યમૂર્તિ પૂજ્યશ્રીએ થોડોક મીઠો ઠપકો આપી બીજી વખત આવું નહિ કરવાની સૂચના આપી હતી. પર્યુષણ પછી ગુરુભક્ત માલશી મેઘજી ચરલા મુંબઇથી પૂરી ટ્રેન લઇને દર્શનાર્થે આવેલા. પર્યુષણ પછીના આઠ દિવસના મહોત્સવમાં એકીસાથે આવેલા બે સંગીતકારો (ગજાનનભાઇ તથા નટવરભાઇ)એ ભક્તિની ધૂમ મચાવી હતી. વિ.સં. ૨૦૨૯, ઇ.સ. ૧૯૭૨-૭૩, રસિકલાલ બાપુલાલ પરીખ (પાટણ-મુંબઇ) તરફથી કટારીઆથી ભદ્રેશ્વર તીર્થનો છ'રી પાલક સંઘ. કટારીઆમાં અનેક અગ્રણી શ્રાવકોએ પૂજ્યશ્રી (પૂ.પં. કલાપૂર્ણવિજયજી)ને આચાર્ય પદવી આપવા પૂ. દેવેન્દ્રસૂરિજીને વિનંતી કરી. પૂ. દેવેન્દ્રસૂરિજીને ‘તેઓ પદવી લેતા નથી, મને ઊંઠા ભણાવે છે' કહ્યું ત્યારે પૂજયશ્રીએ પદવીનું સ્વીકાર્યું. કચ્છ વાગડના કર્ણધારો + ૧૩૫ Page #74 -------------------------------------------------------------------------- ________________ માગ.સુ.૩, ભદ્રેશ્વર તીર્થમાં સંઘની તીર્થમાળ સાથે આચાર્ય પદવી થઇ. ગુરુભક્ત ત્રિપુટી (માલશી મેઘજી, હીરજી પ્રેમજી, હરખચંદ વાઘજી, આધોઇ)એ તેર હજારમાં કામળી વહોરાવવાનો ચડાવો લીધેલો. મુનિ શ્રી અમરેન્દ્રવિજયજી તથા બંધુત્રિપુટી (મુનિચન્દ્રવિ., કીર્તિચન્દ્રવિ. તથા જિનચન્દ્રવિ.) ત્યારે હાજર હતા. પ્રવક્તા શ્રી જિનચન્દ્રવિજયજીએ ‘તિત્શયરસમો સૂરી' કહીને પૂજ્યશ્રીની યોગ્યતાને બિરદાવી હતી. સુરેન્દ્રનગરમાં સાથે ગાળેલા ચાતુર્માસના સંસ્મરણોને પણ વાગોળ્યાં હતાં. પૂજ્યશ્રીએ આચાર્ય પદવી પછીના વક્તવ્યમાં ‘નાના બાળક પર ભાર મૂકવામાં આવ્યો છે, તે વહન કરવાની શક્તિ પ્રભુકૃપાએ મળો. ચતુર્વિધ સંઘ તરફથી ઊછળતા અક્ષતોને હું માત્ર અક્ષતો રૂપે ન જોતાં સાક્ષાત્ શુભેચ્છાઓને જોતો હતો.” વગેરે જણાવ્યું હતું. નૂતન આચાર્યશ્રી વિજયકલાપૂર્ણસૂરિજીને પૂ. દેવેન્દ્રસૂરિજીએ વંદન કર્યાં ત્યારે ભાવભર્યું દેશ્ય સર્જાયું હતું. આ પ્રસંગે ‘સહજ સમાધિ’ (અમૃતવેલની સજઝાય પરનું વિવેચન) નામના પૂજ્યશ્રીના પુસ્તકનું વિમોચન થયું હતું. આ અવસરે અન્યત્ર પણ ૧૮-૨૦ જેટલી આચાર્ય પદવીઓ હતી. કોઇ એકે માગ.સુ.૨ ના પદવીનું નક્કી કરતાં નાના-મોટાનો સવાલ ઊભો થતાં બધાની માગ.સુ.૨ ના દિવસે આચાર્ય પદવી થઇ. પૂજ્યશ્રી પર પણ માગ.સુ.૨ ના દિવસે આચાર્ય પદવી ગ્રહણ કરવા માટે દબાણ આવ્યું : ‘જો તમે સુ.૨ ના નહિ લો તો નાના થઇ જશો.’ પૂજ્યશ્રીએ કહેલું : ‘હું આમેય નાનો જ છું ને નાનો રહેવામાં જ માનું છું.’ આમ પૂજ્યશ્રીની પદવી માગ.સુ.૩ ના થઇ. નાના થવાના ભયે કે મોટા થઇ જવાની લાલચે પૂજ્યશ્રીએ માગ.સુ.૩ ના મુહૂર્તમાં ફેરફાર ન કર્યો તે તેમનામાં રહેલી નમ્રતાને જણાવે છે. પલાંસવામાં પૂ. દેવેન્દ્રસૂરિજીની નિશ્રામાં આગામી મનફરા ચાતુર્માસની જય બોલાઇ. પૂ.આ. શ્રી વિ. કલાપૂર્ણસૂરીશ્વરજી મ. ૧ ૧૩૬ દીક્ષાઓ : પો.વ.૬, લાકડી, સા. ચન્દ્રવદનાશ્રીજી (પ્રભાબેન, લાકડીઆ) પૂ. દેવેન્દ્રસૂરિજીની નિશ્રામાં આ છેલ્લી દીક્ષા હતી. મહા સુ. ---, ફતેગઢ, અનંતપ્રભાશ્રીજી (તારાબેન, ફતેગઢ), ફા.સુ.૪, રાધનપુર, સા. સંવેગરસાશ્રીજી (તરુણિકાબેન, રાધનપુર), સા. મહાપદ્માશ્રીજી (સુશીલાબેન, રાધનપુર) રાધનપુર સ્થિરતા દરમ્યાન પ્રજ્ઞાચક્ષુ પંડિત શ્રી હરગોવનદાસને પૂજ્યશ્રીએ નાના મહાત્માઓની સૂત્રોમાંથી અશુદ્ધિઓ દૂર કરવાની તથા શુદ્ધિપૂર્વક સૂત્રો શી રીતે બોલાય ? તે સમજાવવા જણાવ્યું હતું. પંડિતજીએ તેમ કર્યું હતું. સંયુક્તાક્ષર કઇ રીતે બોલાય ? અનુસ્વારનું ઉચ્ચારણ કઇ રીતે કરાય ? વગેરે સમજાવ્યું હતું. પૂ. દેવેન્દ્રસૂરિજી કચ્છમાં રહ્યા હતા, જ્યારે પૂજ્યશ્રી દીક્ષા પ્રસંગે રાધનપુર પધાર્યા હતા. શંખેશ્વર (શંખેશ્વરમાં ત્રિસ્તુતિકાચાર્ય શ્રી વિદ્યાચન્દ્રસૂરિજી તથા પૂ. મુનિ શ્રી જયંતવિજયજી (હાલ આચાર્ય) વગેરે પૂજ્યશ્રીને મળવા ઉપાશ્રયમાં પધાર્યા હતા.) થઇને પાછા વળતાં વેડ મુકામે પ્રેમચંદ નામના ગોરજીએ તથા વેડ શ્રીસંઘે હસ્તલિખિત પ્રાચીન ભંડારનો એક મોટો પટારો પૂજ્યશ્રી સમક્ષ ખુલ્લો મૂકી દીધો હતો, પણ પૂજ્યશ્રીએ માત્ર નિરીક્ષણ કર્યું હતું, કશું લીધું નહોતું. રસ્તામાં સાંતલપુર, પલાંસવા વગેરે સંઘોની ચૈત્રી ઓળી માટે ખૂબ જ આગ્રહભરી વિનંતી હતી, પણ પૂ. દેવેન્દ્રસૂરિજીનું સ્વાસ્થ્ય ઠીક નથી, પગે થયેલા સોજામાંથી પાણી નીકળી રહ્યું છે, વગેરે સમાચારો જાણીને તાત્કાલિક આધોઇ પધાર્યા. ઓળી પહેલાં જ પૂજ્યશ્રી આધોઇ પધારી ગયા. પૂ. દેવેન્દ્રસૂરિજીએ આવી અવસ્થામાં પણ પ્રથમ ત્રણ આયંબિલ કર્યા. બધાએ ના પાડેલી છતાં ચૈત્ર સુ.૧૪નો ઉપવાસ કર્યો જ. (તેઓશ્રીની દર ચૌદસે ઉપવાસ કરવાની ટેક હતી તે જીવનપર્યંત પાળી) તે જ દિવસે સાંજે પાંચ વાગે કાનજી અજાભાઇના મકાનમાં સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા. ઉપાશ્રય નવો થઇ રહેલો હતો માટે કાનજીભાઇના મકાનમાં પૂ. દેવેન્દ્રસૂરિજી આદિ રહ્યા હતા. કચ્છ વાગડના કર્ણધારો - ૧૩૭ Page #75 -------------------------------------------------------------------------- ________________ પૂ. દેવેન્દ્રસૂરિજીની અગ્નિસંસ્કાર ભૂમિ પર બાવન જિનાલયના નિર્માણનું આધોઇ સંઘે નક્કી કરેલું, પણ પછી એ યોજના પડી ભાંગી. ત્યાર પછી આધોઇમાં સ્થિરતા દરમિયાન પૂજયશ્રીએ સાધુસાધ્વીજીઓની સમક્ષ પૂ. દેવચન્દ્રજીકૃત અષ્ટ પ્રવચન માતાની સજઝાય પર વાચનાઓ આપી હતી. તે દરમિયાન કેટલાક સાધ્વીજી ભગવંતોની વડી દીક્ષાઓ થઇ હતી. વોંધમાં ભુજનો સંઘ પૂ. કલાપ્રભવિજયજીના ચાતુર્માસ માટે વિનંતી કરવા આવતાં પૂજયશ્રીએ પૂ. કમળવિજયજી, પૂ. કલહંસવિ. તથા પૂ. કીર્તિચન્દ્રવિ. આદિ ત્રણને ભુજ ચાતુર્માસાર્થે મોકલ્યા. મનફરા ચાતુર્માસ પ્રવેશ પહેલાં ભચાઉથી આવતાં રસ્તામાં વરસાદના કારણે પાણીના વોકળા ચાલુ હતા. એક વોકળો તો એટલો ઊંડો કે સહેજ ધ્યાન ન રાખો તો તણાઇ જવાય. બાલમુનિઓને ભોજાભાઇ કારિયાએ ઊંચકી લીધેલા. આવા વહેણમાં પણ પૂજયશ્રી ચાલતી વખતે પગ પૂરો ઊંચો કરી પછી પાણીમાં નાખતા હતા. આ જોઇને “એગ પાયે થલે કિચ્ચા' વગેરે શાસ્ત્રોની વાતોનો અહીં સાક્ષાત્કાર થતો દેખાય. ખરેખર પૂજયશ્રી જીવંત શાસ્ત્ર હતા. પાણીનું વહેણ ઊતર્યા પછી પાણી પગ પરથી નીતરી જાય ત્યાં સુધી પૂજયશ્રી કિનારા પર ઊભા રહેતા. અમને બધાને પણ ઊભા રખાવતા ને પછી ઇરિયાવહિયં કરીકરાવીને જ વિહાર કરતા. મનફરા ચાતુર્માસમાં નાના મુનિઓને ભણાવવા વઢવાણથી પંડિતવર્યશ્રી અમૂલખભાઇ પધારેલા. મનફરા ચાતુર્માસમાં પર્યુષણ પછી મુંબઇનો સંઘ આવ્યો ત્યારે– “ફરા રે ફરા ભાઇ ! મનફરા, જબ આંગન દેખા મુનિવરો તબ ફરા રે ફરા ભાઇ મનફરા.” સંગીતકાર શ્રી ગજાનનભાઇએ જાતે બનાવીને ગાયેલું આ ગીત ખૂબ જ લોકપ્રિય થયું હતું. આ ચાતુર્માસમાં સાધ્વીજીઓના મોટા જોગ થયા. આચારાંગ સૂત્ર પર પ્રવચનો તથા યોગશતક પર વાચના રહી હતી. પૂ.આ. શ્રી વિ. કલાપૂર્ણસૂરીશ્વરજી મ. ૧ ૧૩૮ મનફરા દેરાસરમાં ઉપર બિરાજમાન શ્રી શાન્તિનાથ ભગવાન (જેમના પ્રભાવે પૂ. જીતવિ.નો અંધાપો ટળ્યો હતો તે) પાસે પૂજ્યશ્રી દરરોજ સાંજે ‘હમ મગન ભયે પ્રભુ ધ્યાન મેં આ એક જ સ્તવન ભાવપૂર્વક ગાતા હતા. વિ.સં. ૨૦૩૦, ઇ.સ. ૧૯૭૩-૭૪, કા.સુ.૫, મનફરા, આજે બે બાલમુનિઓ (પૂર્ણચન્દ્ર-મુનિચન્દ્રવિ.)ને પૂજયશ્રીએ અભિધાન ચિન્તામણિ નામમાલા શરૂ કરાવી. બીજા પણ મહાત્માઓને નવા નવા ગ્રંથો શરૂ કરાવ્યા. મનફરામાં માગ.સુ.૫ થી ઉપધાન શરૂ થયા. રવજી નોઘા, ખેતશી પોપટ, રાયશી કાંથડ, રાજા ભૂરા, દેવસી ડાહ્યા વગેરે મનફરાવાસી મહાનુભાવોથી થયેલા આ ઉપધાનમાં ૩૦૦થી અધિક આરાધકો હતા. ૧૭૫ જેટલી માળ હતી. પહેલી માળ એક લાખ અગિયાર હજાર એકસો અગિયારમાં ગયેલી. દીક્ષાઓ : ભાગ.સુ.૫, મનફરા, સા. પૂર્ણજ્યોતિશ્રીજી (વીશાબેન, મનફરા) માગ સુ.૧૧, મનફરા, સા. હર્ષકલાશ્રીજી (કુસુમબેન, મનફરા) માગ.વ. ૧૦ સંસ્કૃત બીજી બુકની લેવાયેલી ચાર મુનિઓની પરીક્ષામાં પ્રથમ વગેરે નંબરે ક્રમશઃ મુનિચન્દ્રવિડ, પૂર્ણચન્દ્રવિ., મુક્તિચન્દ્રવિ., કુમુદચન્દ્રવિ. આવ્યા હતા. ૧૫૦માંથી ૧ ૧૪, ૯૭, ૭૫ અને ૭૧ માર્કસ ક્રમશઃ મળ્યા હતા. પોષ વ.૧૩ ના દિવસે મનફરાથી ભદ્રેશ્વર છે'રી પાલક સંઘ નીકળ્યો હતો. નવ દિવસના આ સંઘના સંઘપતિ મનફરા નિવાસી શામજી રણમલભાઇ હતા. મહા સુ.૬ ના ભદ્રેશ્વરમાં તીર્થમાળ હતી. મહા સુ.૧૫ થી મહા વ.૪ સુધી કટારીઆ સ્થિરતા દરમિયાન પાણી વહોરવા ગયેલા મુનિશ્રી મુનિચન્દ્રવિજયજીને સફેદ કૂતરી કરડી. પૂજ્યશ્રીએ મુનિશ્રીને સ્થિરતા કરવાનું કહ્યું. છતાં મુનિશ્રી પૂજ્યશ્રી સાથે જ રહ્યા. લગભગ એક મહિના સુધી પગમાં તકલીફ રહી હતી. ચાલતાં પગ સીધો થઇ શકતો નહોતો, છતાં પૂજયશ્રીના પ્રભાવે વિહાર થતા રહ્યા. કચ્છ વાગડના કર્ણધારો + ૧૩૯ Page #76 -------------------------------------------------------------------------- ________________ મહા સુ. ૧૨, ભચાઉ, અહીં પૂજ્યશ્રીને સમાચાર મળ્યા કે ચિત્રોડ પાસે ટ્રક અકસ્માતમાં બે સાધ્વીજીઓ (સા. ચન્દ્રવ્રતાશ્રીજી તથા સા. ચાયશાશ્રીજી) અને એક માણસ મૃત્યુ પામ્યાં છે. આ સાંભળતાં જ પૂજયશ્રીનું હૃદય એકદમ કસણાર્દ્ર બની ગયું હતું. બધા મુનિઓને બોલાવીને રોડ પર ચાલતા કેવી સાવધાની રાખવી ? વગેરે અંગે માર્ગદર્શન આપ્યું હતું. શ્રાવકોને પણ આ અંગે ઘટતું કરવા જણાવ્યું હતું. મહા વદ-૮-૯-૧૦ ચિત્રોડ, ચિત્રોડ સંઘે અકસ્માતમાં કાળધર્મ પામેલાં બે સાધ્વીજીઓના સંયમજીવનની અનુમોદનાર્થે કરેલાં જિનભક્તિ મહોત્સવમાં ત્રણ દિવસ રોકાવાનું થયું હતું. અહીં છસરા અંજનશલાકાની વિનંતી માટે કુંદરોડીવાળા ખીમજી છેડા આવેલા. મહા વદ-૧૧-૧૨, થોરીઆરી, ચિત્રોડથી આગળ જતાં વિહારમાં આવેલા પુરુષોએ અકસ્માતની જગ્યા બતાવી. તે સ્થાને તૂટેલા પાત્રના ઝીણા ટુકડાઓ પણ બતાવ્યા. ૮-૧૦ માઇલસ્ટોન પણ તૂટેલા હતા. સાધ્વીજીઓના ચહેરા એટલી હદે છુંદાઈ ગયેલા હતા કે ઓળખવામાં પણ મુશ્કેલી થાય, એમ તેમણે કહેલું. - થોરીઆરી બે દિવસ સ્થિરતા દરમ્યાન નૂતન જિનાલય બનાવવા પૂજ્યશ્રીએ પ્રેરણા કરેલી. અમે ઊતરેલા તે જૂનો ઉપાશ્રય, નગીનદાસ કરમચંદનો સંઘ આવેલો તે વખતે સંઘપતિએ આપેલી રકમમાંથી બનાવવામાં આવેલો. (વિ.સં. ૧૯૮૩) બાજુની ઓરડીમાં ધાતુના શીતલનાથ ભગવાન હતા. ફા.સુ. ૬-૭-૮, શણવા, જિનભક્તિ મહોત્સવ. ફ.વ. ૧, વ્રજવાણી, શિવમંદિરમાં મુકામ, અહીંના અજૈન માણસોએ પૂજ્યશ્રી પાસે આ ગામમાં પ00થી પણ વધુ વર્ષ પહેલા થયેલા એક ઢોલીની વાત કરેલી, જેની પાછળ ગામની બહેનો પાગલ હતી. એને મારી નાંખવામાં આવતાં એની ચિતામાં અનેક સ્ત્રીઓએ અગ્નિસમાધિ લીધેલી. એ ઢોલી જ્યારે ઢોલ વગાડતો ત્યારે સ્ત્રીઓ ગાંડીઘેલી બની જતી. પૂ.આ. શ્રી વિ. કલાપૂર્ણસૂરીશ્વરજી મ. ૧ ૧૪૦ ફા.વદ-૨-૩, બેલા, મોટા રણના કિનારે રહેલું આ ગામ એક જમાનામાં વ્યાપારનું મથક હતું, પણ ત્યારે બે જ ઘર હતાં. (આજે તો એક પણ નથી.) અહીં પૂજયશ્રીની પ્રેરણાથી ઘણા અજૈન ભાઇઓએ દારૂ-માંસ આદિના ત્યાગની પ્રતિજ્ઞા લીધી હતી. ત્યાંથી પૂજ્યશ્રીએ જાટાવાળા, લોદ્રાણી, બાલાસર, રવ વગેરે ગામોમાં ઉપકારની હેલી વરસાવતાં રાપર, જેસડા, સુવઇ વગેરે ગામોમાં વિચરણ કર્યું હતું. બેલા વગેરે ગામોમાં ત્યાર પછી પૂજ્યશ્રી કદી પધાર્યા નહિ. ચૈત્ર સુદ-૫ થી ચૈત્ર વદ-૧, કટારીઆ તીર્થ, ગાગોદરવાળા સોમચંદ હરચંદ મહેતા પરિવાર તરફથી ચૈત્રી ઓળીની આરાધના કરાવવામાં આવી હતી ત્યારે પોષ મહિના જેવી ભયંકર ઠંડી પડી હતી. વૈ.સુ.૮-૧૦, મનફરા, જિનાલયની સાતમી વર્ષગાંઠે સાધર્મિક વાત્સલ્ય વગેરે રહ્યું હતું. વૈ.વદ-૪ થી જે સુદ-૫, છસરા, વિ.સં. ૨૦૧૫માં પૂજય કનકસૂરિજીની નિશ્રામાં અહીં નૂતન જિનાલયના ખાત મુહૂર્ત આદિ થયેલાં હતાં. જિનાલય પરિપૂર્ણ બનતાં ગામમાં રહેલા ૪૦૦ વર્ષ પ્રાચીન શાન્તિનાથ ભગવાનના પ્રતિમા જિનાલયની ઉપર સ્થાપિત કરવાના હતા તથા નૂતન મૂળનાયક શ્રી મુનિસુવ્રતસ્વામી આદિ જિનબિંબોની અંજનશલાકા - પ્રતિષ્ઠા કરવાની હતી. પૂજ્યશ્રીની નિશ્રામાં આ પહેલી જ અંજનશલાકા હતી. (પૂ. કનકસૂરિજીની કે પૂ. દેવેન્દ્રસૂરિજીની નિશ્રામાં પણ ક્યારેય અંજનશલાકા નથી થઇ.) વાગડ સમુદાયની પરંપરામાં આ પહેલી અંજનશલાકા હતી. એટલે લોકોમાં અપાર ઉત્સાહ હતો. ગવૈયા ગજાનનભાઇએ ભક્તિનો અદ્ભુત રંગ જમાવ્યો હતો . આ અંજનશલાકામાં કાંડાગરા વગેરે ગામોના જિનબિંબોની પણ અંજનશલાકા થઇ હતી. ‘પ્રિયંવદા' દાસી બનેલી બહેને પછીથી (વીસેક વર્ષ પછી) દીક્ષા લીધી. કચ્છ વાગડના કર્ણધારો ૨ ૧૪૧ Page #77 -------------------------------------------------------------------------- ________________ છસરા ગામમાં મોટા ભાગનાં ઘરો સ્થાનકવાસી હોવા છતાં સૌએ હોંશભેર પ્રતિષ્ઠામાં ભાગ લીધો. એ વર્ષે ચાતુર્માસની આગ્રહભરી વિનંતી થતાં પૂજ્યશ્રીએ પૂ. દર્શનવિજય, પૂ. કમલવિ. તથા પૂ. કલહંસવિજયને છસરા ચાતુર્માસાર્થે મોકલ્યા. મુન્દ્રા, માંડવી, ભુજપુર થઇ પૂજયશ્રી અષાઢ સુદ-૧ ના નવા અંજાર પધાર્યા. અષાડ સુદ-૧૦ ના અંજાર ચાતુર્માસાર્થે પ્રવેશ કર્યો. તે જ દિવસે મુનિચન્દ્રવિજય, દિવ્યરત્નવિજય તથા વિનોદ (વિમલપ્રભવિ.)એ વર્ધમાન તપનો પાયો નાખ્યો. મુનિશ્રી દિવ્યરત્નવિજયજીએ આગળ જઇ ૧OO ઓળી પૂરી કરી. ચાતુર્માસમાં પૂ. કુમુદચન્દ્રવિજયજીએ માસક્ષમણ કર્યું. નાના મુનિઓને ભણાવનાર રસિકભાઇ હતા. આ ચાતુર્માસમાં પૂ.પં. ભદ્રંકરવિજયજી તરફથી ધ્યાનવિચાર. નામનો નાનકડો ગ્રંથ આવ્યો ને તેના પર મનન કરવાની ભલામણ પણ આવી. પૂજયશ્રીએ શરૂઆતમાં મૂંઝવણ અનુભવી, પણ પૂ.પં.મ. પર પૂરી શ્રદ્ધા હોવાથી તેમાં ઊંડા ઊતરતા ગયા. જેમ જેમ ઊંડા ઊતરતા ગયા તેમ તેમ રસ પડવા માંડ્યો. વિ.સં. ૨૦૩૧, ઇ.સ. ૧૯૭૪-૭૫, અંજાર ચાતુર્માસ પરિવર્તન મનુભાઇને ત્યાં ગુલાબ મિલમાં થયેલું. મનુભાઇના બહુ જ આગ્રહથી અહીં પૂજયશ્રીએ કેસરનાં પગલાં પાડ્યાં હતાં. ઘણું કરીને જીવનમાં એક જ વખત પૂજ્યશ્રીના આ રીતે પગલાં પડેલાં છે. અન્યત્ર સર્વ સ્થળે કોઇ આગ્રહ કરતું તો પૂજયશ્રી સખત શબ્દોમાં ના પાડતા. આજે પણ (વિ.સં. ૨૦૫૯) મનુભાઇને ત્યાં એ કેસરનાં પગલાં સચવાયેલાં પડ્યાં છે. કા.૩,૧૦, અંજાર, દીક્ષાઓ : સા. સુભદ્રયશાશ્રીજી (મણિબેન, મનફરા), સા. દિવ્યરેખાશ્રીજી (કંચનબેન, ભુજ) , સા. દિવ્યરત્નાશ્રીજી (જ્યોતિબેન, ભુજ), સા. દિવ્યપ્રતિમાશ્રીજી (નયનાબેન, ભુજ) કા.વદ-૧૩, અંજારથી ભદ્રેશ્વરનો છ'રી પાલક સંઘ નીકળ્યો હતો. જેની તીર્થમાળ ભદ્રેશ્વરમાં માગ .સુ.ર ના થઇ હતી. પૂ.આ. શ્રી વિ. કલાપૂર્ણસૂરીશ્વરજી મ. ૧ ૧૪૨ માગ સુદ-૪-૫, વાંકી, બે દિવસની સ્થિરતા દરમ્યાન અહીંના શ્રેષ્ઠી શ્રી લક્ષ્મીચંદભાઇ છેડાએ પૂજયશ્રીને તીર્થ કે વિદ્યાલય જેવું કાંઇક બનાવવા માટે વિનંતી કરી હતી. તે માટે પોતાનું ખેતર દાનમાં આપવાની ભાવના પૂજ્યશ્રી સમક્ષ રજૂ કરી હતી. સાંજે પૂજયશ્રી ગામના કિનારે રહેલું એ ખેતર જોવા પધાર્યા હતા. નદીના કિનારે રહેલી આ શાંત ભૂમિ પૂજ્યશ્રીના મનમાં વસી ગઇ. લક્ષ્મીચંદભાઇએ એ જમીન ફેકટરી માટે લીધેલી, પણ તે દાનમાં આપવાની ઘોષણા કરી. આ રીતે તીર્થભૂમિના પગરણ મંડાયા. અનેક મુશ્કેલીઓ અને અવરોધો પછી પણ પૂજયશ્રીની કૃપા બળે ત્યાં તીર્થસ્વરૂપ વિશાળ જિનાલય ઊભું થયું. વિ.સં. ૨૦૪૫માં પૂજયશ્રીની નિશ્રામાં જ ત્યાં અંજનશલાકા પ્રતિષ્ઠા થઇ. જો કે એ જોવા લક્ષ્મીચંદભાઇ હયાત રહ્યા નહોતા. પ્રતિષ્ઠાથી નવેક વર્ષ પહેલાં (વિ.સં. ૨૦૩૭, કા.વદ-૧૪) એમનું અવસાન થઇ ચૂક્યું હતું. તે વખતે ઘણા લોકો તરફથી અહીં જિનાલય નિર્માણનો વિરોધ થયો હતો. રોડ પર હોય તો સારું, વાગડમાં હોય તો સારું, એમ કહેનારા પણ ઘણા હતા. પણ હમણાં આવેલા ભૂકંપે બતાવી આપ્યું કે વાગડમાં હોત તો શું થાત ? ભયંકર ભૂકંપના આંચકાથી આજુબાજુના (ભદ્રેશ્વર, ગુંદાલા, વડાલા, ગોઅરસમા, મુન્દ્રા) બધા જિનાલયો ધ્વસ્ત થવા છતાં આજે પણ વાંકીનું એ વિશાળ જિનાલય ઊભું છે. ભાવિક લોકો તેમાં પૂજયશ્રીની દિવ્ય કૃપા જુએ છે. માગ .સુદ-૬ થી માગ સુદ-૧૧, પત્રી, અહીં પૂજયશ્રીની નિશ્રામાં પંચાહ્નિક મહોત્સવ થયો. અહીં નાના મુનિઓને પંડિતશ્રી ગાંગજીભાઇએ (મૂળ પત્રીના પણ આમ હુબલી રહેતા) કર્મગ્રંથના પદાર્થો કેવી રીતે યાદ રાખવા ? તે પદ્ધતિ બતાવી હતી. પૂ. દેવચન્દ્રજીની અષ્ટ પ્રવચન માતાની સજઝાયનું પુસ્તક આ જ પંડિતજીએ છપાવીને પ્રસિદ્ધ કર્યું હતું. આ દિવસો દરમ્યાન પૂજ્યશ્રી સાધુ-સાધ્વીજીઓ સમક્ષ યોગવિંશિકા પર વાચનાઓ ફરમાવી રહ્યા હતા. કચ્છ વાગડના કર્ણધારો ૨ ૧૪૩ Page #78 -------------------------------------------------------------------------- ________________ રાપર, પ્રવીણભાઇ સંઘવીના ગૃહમંદિરમાં શ્રી શ્રેયાંસનાથ પ્રભુની ચલ પ્રતિષ્ઠા. પો.વદ-૫ થી પો.વદ-૧૦, ઘાણીથર, અહીં તેજીબેનની દીક્ષા નિમિત્તે રોકાવાનું થયું. દીક્ષા વખતની નામકરણ વિધિ વખતે એક ઘટના ઘટી. “તમારું નામ ......” એમ કહીને જે નામ પૂજ્યશ્રી બોલ્યા તે સાંભળતાં જ સાધ્વી વર્ગમાંથી અવાજ આવ્યો : આ નામના એક સાધ્વીજી તો છે. (સામાન્ય રીતે એક સમુદાયમાં એક નામના એક જ સાધુ કે સાધ્વીજી હોય, છતાં વાગડ સમુદાયના સાધ્વી સમુદાયમાં દિવ્યરત્ના, હર્ષપૂર્ણા, મુક્તિનિલયા જેવા નામોવાળાં બબ્બે સાધ્વીજી જોવા મળે છે, તે નામ પાડતી વખતે જાણકારી નહિ હોય, તેવું સૂચવે છે. અથવા અલગ વિભાગ કારણ હોઇ શકે.) એ જ ક્ષણે પૂજ્યશ્રીએ નવું નામ પાડતાં કહ્યું : તમારું નામ સાથ્વી વનમાલાશ્રીજી. મૌનપૂર્વક જાણે પૂજયશ્રી પૂછી રહ્યા હતા : બોલો, આ નામનાં કોઇ સાધ્વીજી છે? ખરેખર, ત્યારે પૂજયશ્રીની પ્રત્યુત્પન્ન મતિ પર આખી સભા વારી ગઇ હતી. ખરેખર ‘વનમાલા” નામ તદ્દન નવું જ હતું. ઘણું કરીને પૂજયશ્રી નામ પાડવા અંગે ઉદાસીન રહેતા હતા, ચિઠ્ઠીમાં લખેલું હોય તે પ્રમાણે પાડી દેતા હતા, પણ ક્યારેક પૂજયશ્રી પર જ નામ પાડવાનું આવી પડે ત્યારે પૂજયશ્રીની પ્રતિભા આ રીતે ઝળકી ઊઠતી હતી. એ દિવસ હતો : પોષ વદ-૧૦નો. પોષ વદ-૧૧, પલાંસવા, પૂજ્યશ્રી રાધનપુરથી માંડીને કચ્છમાં ઠેઠ માંડવી સુધીના સમગ્ર પ્રદેશના દરેક ગામના દરેક મુખ્ય મુખ્ય માણસોને નામપૂર્વક જાણતા હતા. કોઇ સ્થળે જ્ઞાનભંડાર હોય તો અવશ્ય ખોલાવતા અને પોતાને ઉપયોગી સાહિત્ય કઢાવતા. જ્ઞાનભંડારની સુરક્ષા, શુદ્ધિ-વૃદ્ધિ વગેરે અંગે જરૂરી સૂચનાઓ પણ આપતા. પૂ.આ. શ્રી વિ. કલાપૂર્ણસૂરીશ્વરજી મ. ૧ ૧૪૪ પલાંસવાના જ્ઞાનભંડારનાં તમામ પુસ્તકો પૂ. કનકસૂરિજીએ સ્વયં વાંચીને મૂકેલાં છે. કેટલીક હસ્તપ્રતો પણ તેમાં છે. પૂજ્યશ્રી આ વિષે દુર્લભ જ્ઞાનભંડાર સંભાળનાર નારણભાઇને ખાસ પૂછતા. પ્રભુ ભક્તિના રસિક પૂજ્યશ્રી શ્રુત ભક્તિના પણ જબ્બર રસિક હતા, એ બહુ ઓછા લોકો જાણે છે. પોષ વદ-૧૩, રોઝુ, આ નાનકડા ગામમાં થયેલા સામૈયામાં આખું ગામ આવેલું. કારણ કે અહીંનો એક છોકરો (નવીની દીક્ષા લેવાનો હતો. અજૈન લોકોનો પણ ભક્તિભાવ આસમાને આંબતો હતો. પૂજયશ્રી સહિત બધા સાધુઓ ગારમાટીના કાચા મકાનમાં ઊતરેલા. ઠંડી ભયંકર હતી. પોષ વદ-૧૩ થી મહા સુદ-૫, સાંતલપુર, અહીં મહા સુદ-૪ ના દિવસે ચાર (કેશવભાઇ, નવીનકુમાર, ભવાનભાઇ અને પ્રભાબેન) દીક્ષાઓ થવાની હોવાથી મહોત્સવનાં મંડાણ થયાં હતાં. તેમનાં નામ ક્રમશઃ કીર્તિરત્નવિજયજી, દિવ્યરત્નવિજયજી, પૂર્ણભદ્રવિજયજી તથા સા. શમરસાશ્રીજી પડ્યાં. બીજા દિવસે બપોરે સીધાળા તરફ ૧૫ કિ.મી.નો વિહાર હતો. (સાંજે ૧૫ કિ.મી.નો લાંબો વિહાર કરવાનું કારણ ત્યાંના દોષથી બચવાનું હતું. સીધાળામાં એકેય જૈનનું ઘર નથી. આહારાદિની વ્યવસ્થા વારાહી કે સાંતલપુર સંઘ દ્વારા થતી રહે છે. એ દોષ ન લાગે માટે પૂજ્યશ્રી મોટા ભાગે સાંજે સીધાળા પહોંચી સવારે વારાહી પહોંચી જતા. ક્યારેક પોતાને સીધાળા જવું પડે તેમ હોય તો અન્ય સમર્થ મુનિઓને સાંજે અલગ મૂકી દઇ દોષિત ગોચરીથી બચાવતા.) સાંતલપુરમાં પૂ.પં. મુક્તિવિજયજીએ સુંદર રીતે તૈયાર કરેલો જ્ઞાનભંડાર છે. પૂજયશ્રીએ તેમાંથી કેટલીક પ્રતો અને કેટલાંક પુસ્તકો વાચના-પાઠ વગેરે માટે અમુક સમય સુધી માંગ્યાં ત્યારે ત્યાંના ભંડાર સંભાળનારે પૂ. મુક્તિવિજયજીનું લખાણ બતાવીને કહ્યું : આ ભંડારમાંથી પુસ્તકો બહારગામ અપાતાં નથી. કચ્છ વાગડના કર્ણધારો ૨ ૧૪૫ Page #79 -------------------------------------------------------------------------- ________________ પૂજયશ્રીએ કહ્યું : ભંડારનાં પુસ્તકોનો માત્ર સંગ્રહ કરવા માટે જ સંગ્રહ નથી કરતો, કોઇને ઉપયોગમાં આવે, માટે સંગ્રહ કરાય છે. પં. મુક્તિવિજયજીએ પણ ભાવિ પ્રજાને કામ લાગે માટે જ સંગ્રહ કર્યો છે. જરૂર વખતે પણ સંગૃહીત પુસ્તકો કામ નહિ લાગે તો આખરે ઊધઇને ખાવા કામ લાગશે. પૂજયશ્રીની આવી સમજાવટથી આખરે પુસ્તકો આપ્યાં. મહા સુદ-૭-૮-૯, રાધનપુર, અહીં એક બેન (મયૂરીબેન સેવંતીલાલ)ની મહા સુદ-૯ ના દીક્ષા થઇ. નામ પડ્યું : સા. મોક્ષરત્નાશ્રીજી. અહીં પૂ.આ.શ્રી વિજયવિક્રમસૂરિજી, પૂ.આ.શ્રી જયંતસૂરિજી (પૂજયશ્રીએ ગૃહસ્થપણામાં આ મહાત્મા પાસેથી નિયમો ગ્રહણ કર્યા હતા) આદિને જૈનશાળામાં વંદનાર્થે પૂજ્યશ્રી પધાર્યા હતા. દીક્ષા પ્રસંગે પૂ. રાજયશવિજયજીએ (હાલ આચાર્ય) ટૂંકું પ્રવચન આપ્યું હતું. મહા સુદ-૧૨-૧૩-૧૪, શંખેશ્વર, પૂજ્યશ્રીએ ત્રણ દિવસ પ્રભુની ખૂબ જ ભક્તિ કરી. પૂજયશ્રીને શંખેશ્વર પર પરમ આસ્થા હતી. કચ્છમાં જતાં કે આવતાં શંખેશ્વર તો હોય જ. તે વખતે મોટા ભાગે મણિયારના ઉપાશ્રયમાં ઊતરવાનું થતું. પછીથી જીવતલાલ પ્રતાપશી હોલમાં ઊતરવાનું થતું. મહા વદ-૪-પ-૬, લીંચ, અહીં મહા વદ-૫ ના કેવળીબેન (સા.નવરત્નાશ્રીજી) ઊર્મિલાબેન (સા. નયદર્શનાશ્રીજી)ની દીક્ષા તથા સાંતલપુરમાં દીક્ષિત થયેલાઓની વડી દીક્ષા થઇ. મહા વદ-૭, મહેસાણા, અહીં ૧૦૧ વર્ષના પૂ.આ.શ્રી વિજયભદ્રસૂરીશ્વરજી મ., પૂ.આ.શ્રી વિ. ઓં કારસૂરિજી તથા પૂ. મુનિ શ્રી યશોવિજયજી આદિ મળ્યા. - પૂ. ઓંકારસૂરિજીના આગ્રહથી માંડલી-વંદન આદિ વ્યવહાર શરૂ થયો. (એ પહેલાં બંધ હતો.), પૂ.આ. શ્રી વિ. કલાપૂર્ણસૂરીશ્વરજી મ. ૧ ૧૪૬ પૂ.આ. શ્રી ભદ્રસૂરીશ્વરજી (પૂ. દાદાશ્રી જીતવિ. દ્વારા દીક્ષિત થયેલા હતા.) આંખે દેખતા નહોતા. એ બધાને પોતાની જૂની વાત કરતાં કહેતા : “સંસારીપણામાં મારું નામ ભોગીલાલ. હું બધાથી નાનો” વગેરે. ત્યાર પછી પણ આ આચાર્યશ્રી બે વર્ષ સુધી જીવિત રહ્યા હતા. મહા વદ-૧૦-૧૧, પાનસર તીર્થ, મહા વદ-૧૧ ના અહીં ત્રણ વડી દીક્ષાઓ થઇ. ફા.સુદ પ્ર.-૧, અમદાવાદ (શાંતિનગર), અહીં પૂ.આ. શ્રી વિજયમુક્તિચન્દ્રસૂરીશ્વરજી આદિ મળ્યા.ખૂબ જ ભક્તિ કરી. સાંજે બધા મુનિઓને હિતશિક્ષા આપતાં પૂ. મુક્તિચન્દ્રસૂરિજીએ પૂ. નેમિસૂરિજી વગેરે સાધુઓને ભણાવવા કેવી મહેનત કરતા ? વગેરે જણાવ્યું. પૂ. સાગરજી મહારાજનું પ્રવચન કેટલું અર્થગંભીર રહેતું વગેરે જણાવીને સાધુઓને ખૂબ જ ભણાવવા જોઇએ, એમ કહેતાં વચ્ચે ટોણો મારતાં કહ્યું : પણ, તમારે વધારે ભણાવવાની શી જરૂર છે ? આખરે તો વાગડ જ સંભાળવાનું છે ને ? (એમનો કહેવાનો મતલબ એવો હતો કે વાગડ જ સંભાળવાનું છે, માટે ભણવાની શી જરૂર ? એમ માનીને ભણવામાં ઇતિશ્રી માની લેવી જોઇએ નહિ.). ત્યારે પૂ. સુધાંશુવિજયજીના ભગવતીના જોગ ચાલતા હતા. તેમની ગોચરી વધી એટલે અમારા સૌની ભક્તિ કરી. પછી સાંજે પૂ.આ.વિ. મુક્તિચન્દ્રસૂરિજીએ કહેલું કે “પ્રાપૂર્ણક મુનિઓ આવે ત્યારે તેમને પ્રાયોગ્ય ગોચરી ‘વધવી જોઇએ.” અમે સૌ એમની ભક્તિનો પ્રકાર સમજી ગયા. ફા.સુદ-૧-૨-૩, અમદાવાદ (વિદ્યાશાળા), અહીં પૂજ્યશ્રીએ આસપાસના લગભગ બધા ચૈત્યોને જુહાર્યા. પૂજ્યશ્રી જિનભક્તિના ખૂબ રસિયા હતા. તેમાંય અમદાવાદ આવવાનું થાય ત્યારે જગવલ્લભ, મૂળિયા અને મહાવીર સ્વામી - આ ત્રણ ચૈત્યોમાં જાય જ. અહીં આગમપ્રજ્ઞ પૂ. માનતુંગસૂરિજી, પગથિયાના ઉપાશ્રયે પૂ. ભક્તિસૂરિજી (પૂ. ક્ષમાભદ્રસૂરિજીના) તથા અન્યત્ર પૂ. માનદેવસૂરિજી, પૂ. મલયચન્દ્રસૂરિજી આદિ મળેલા. કચ્છ વાગડના કર્ણધારો ૨ ૧૪૭ Page #80 -------------------------------------------------------------------------- ________________ ફા. સુદ-૪-પ-૬, અમદાવાદ (જહાંપનાહની પોળ), અહીં વાગડ સમુદાયનાં સા. કલ્યાણશ્રીજીના ૧૦૮ ઓળીની પૂર્ણાહુતિ નિમિત્તે થયેલા જિનભક્તિ મહોત્સવમાં આવવાનું થયું હતું. ફા.સુદ-૧૫, બહિઅલ (સાબરકાંઠા), અહીંથી ફા.વદ-૧ ના ઇડરનો છ'રી પાલક સંઘ નીકળ્યો હતો. સાત દિવસના સંઘના સંઘપતિ શિવાજીભાઇ (બહિઅલ નિવાસી) હતા. “સંઘ ન કઢાવું ત્યાં સુધી દાઢી કઢાવવી નહિ” આવી પ્રતિજ્ઞાના કારણે તેઓ લાંબી દાઢીવાળા બાવાજી, જેવા લાગતા હતા. ફા.વદ-૭ ના ઇડરમાં તીર્થમાળ પછી તેઓ દાઢીની હજામત કરીને આવ્યા ત્યારે ઓળખી શકાતા ન હતા. તીર્થમાળના દિવસે જ સાંજે તેઓ સ્વસ્થાને જતા રહ્યા. જ્યાં તીર્થમાળ થાય ત્યાં રાતવાસો ન થાય - એવી તેમની માન્યતા હતી. દહેગામ, પ્રાંતિજ, હિંમતનગર થઈને સંઘ ઇડર પહોંચ્યો હતો. રસ્તામાં આંબા-આંબલીનાં પુષ્કળ ઝાડો જોઇને પેલી પંક્તિ યાદ આવી જતી : “ઇડર આંબા-આંબલી” હિંમતનગરમાં પૂ. મુનિ શ્રી કલાપ્રભવિજયજીનું પ્રવચન સાંભળીને પ્રભાવિત થયેલા શ્રીસંઘે ચોમાસાની ખૂબ જ આગ્રહપૂર્વક વિનંતી કરી હતી. ઇડર, ફા.વદ પ્ર. , દ્ધિ.૭, અહીં પાંચ દેરાસરો જુહાર્યા. અહીં પૂજય પદ્મવિજયજી બીજે દિવસે અમે સૌ પર્વત પર રહેલા જિનાલયોનાં દર્શનાર્થે ગયા. ત્યાંની ગુફાઓ પૂજયશ્રીને ધ્યાન માટે ખૂબ જ ગમી ગઇ. ત્યાં ચંદનનાં વૃક્ષો પણ જોયાં, (પૂ. લબ્ધિસૂરિજીના) મળેલા. (વિ.સં. ૧૬ ૮૧, વૈ.સુ.૬ ના ઇડરમાં પૂ. દેવસૂરિજીએ પૂ. સિંહસૂરિજીને આચાર્ય પદવી આપી ત્યારે ત્યાંના રાજા કલ્યાણમલ્લજીએ શ્રીસંઘને રણમલ્લ ચોકી નામની પર્વતની જગ્યા જિનાલય બનાવવા ભેટ આપી હતી. તપાગચ્છપટ્ટાવલીમાં આવો ઉલ્લેખ મળે છે.) ઇડરથી પૂજયશ્રી રાજસ્થાનમાં પૂ.પં. ભદ્રંકરવિજયજી મ.ને મળવા જવા ચાહતા હતા. પૂ.આ. શ્રી વિ. કલાપૂર્ણસૂરીશ્વરજી મ. ૧ ૧૪૮ આ બાજુ નવસારી આદિનાથવાળા પૂજયશ્રીને પ્રતિષ્ઠા માટે ૩૪ વર્ષથી નિરંતર વિનંતી કરતા હતા, પણ પૂજયશ્રીને પૂ.પં. ભદ્રંકરવિ. મ.નું ખૂબ જ આકર્ષણ હતું. આથી રાજસ્થાન તરફ પ્રયાણ કર્યું. ત્યાં ગયા પછી પૂ.પં.મ.ના કહેવાથી નવસારીવાળાને ચોખ્ખી ના પાડી દીધી. આખરે એ લોકોએ પૂ. સુબોધસાગરસૂરિજી મ.ની નિશ્રામાં પ્રતિષ્ઠા કરાવી. - ઇડરથી પોશીના તીર્થ થઇને રાજસ્થાન જવાનું હતું. પણ વચ્ચે ડુંગરોનો (આદિવાસીઓના વિસ્તારવાળો) વિકટ રસ્તો આવે. રસ્તામાં ઊતરવાની પણ ખૂબ જ તકલીફ. પૂજ્યશ્રી સાથે જોગ વગેરેના કારણે લગભગ ૧૦ સાધુઓ તથા ૩૦-૩૫ જેટલાં સાધ્વીજીઓ હતાં. પોશીનાથી બપોરે ૧૨-૧૩ કિ.મી.નો વિહાર કરી સાંજે મામાપીપળા નામના ગામે પૂજયશ્રી પધાર્યા, પણ અહીં ક્યાં ગામ હતું ? મામાય નહિ ને પીપળાય નહિ ! ગામના નામે માત્ર ૧-૨ ઝૂંપડા દેખાયા. આજુબાજુ જયાં નજર કરો ત્યાં ડુંગરો, જંગલી વનસ્પતિ અને કોઇક વનવાસી ભિલ્લ લોકો ! અહીં ઊતરવા માટે એક જ પાકું મકાન ! એ પણ સાવ નાનું ! અમે દસ સાધુઓ અને ૩૦-૩૫ જેટલાં સાધ્વીજીઓ ! હવે જવું ક્યાં ? આખરે પૂજ્યશ્રીએ સુરક્ષા માટે સાધ્વીજીઓને અંદર રૂમમાં ઊતરાવ્યા અને બધા સાધુઓને બહાર પરસાળમાં ઊતરાવ્યા. એ આખી રાત પૂજયશ્રી ઘણું કરીને જાગતા રહ્યા. હવે બીજે દિવસે અમારે ઠેઠ રાજસ્થાનમાં રોહિડા ગામમાં જવાનું હતું. સૂર્યોદયથી થોડાક વહેલા અમે સૌ નીકળ્યા. પૂજ્યશ્રીનો વિહાર ઘણું કરીને સૂર્યોદય પછી જ થતો. ગમે તેટલો લાંબો વિહાર હોય, પણ પૂજ્યશ્રી કદી ઉતાવળ કરતા નહિ. કેટલીક વખત તો અમે ભેટ બાંધીને બેસી રહીએ; પૂજયશ્રી તૈયાર થાય તેની વાટ જોતા. પૂજયશ્રીને વંદન કરીને માંગલિક સાંભળીને અમે સૌ સાથે નીકળતા. આજે ડુંગરાળ રસ્તો હતો, ભૂલા પડવાની પૂરી શક્યતા હતી એટલે પૂજ્યશ્રીએ સૌને સાથે રહેવાની સૂચના કરી હતી. રસ્તો બતાવનાર કચ્છ વાગડના કર્ણધારો + ૧૪૯ Page #81 -------------------------------------------------------------------------- ________________ માણસ ત્રણ હતા, પરંતુ તેઓ પણ વારે ઘડીએ રસ્તો ભૂલી જતા હતા. કેટલીક વાર અમને પાછળવાળા ભેગા થઇ જાય માટે બેસાડી રાખવામાં આવતા, એ વનવાસી લોકોની ભાષા પણ કોઇ અલગ જ હતી. ગુજરાતી પણ નહિ અને મારવાડી પણ નહિ. એટલે એમની વાત સમજવામાં તકલીફ પડતી. આમ ડુંગરાઓ ખૂંદતાં ખૂંદતાં અમે કેટલુંય ચાલ્યા, પણ ડુંગરાઓનો અંત જ ન આવે. થાકી પાકીને લોથ-પોથ થઇ ગયા. છેવટે ડુંગરો પૂરા થયા. અમે સૌ નીચે ઉતર્યા. તરસ, ભૂખ, થાક અને ગરમીથી અમે સૌ આકુળ-વ્યાકુળ હતા, પણ પૂજયશ્રી એટલા જ સ્વસ્થ હતા, જેટલા શરૂઆતમાં હતા અથવા હંમેશાં પૂજ્યશ્રી સ્વસ્થ અને પ્રસન્ન જ રહેતા; ચાહે સુખનો પ્રસંગ હોય કે દુઃખનો ! નીચે ઊતરતાં ‘ભૂલા’ નામનું ગામ આવ્યું. ખરેખર અમે રસ્તામાં ‘ભૂલા” પડ્યા, એની યાદ દેવડાવવા જ જાણે આવ્યું ન હોય ! એક ઝૂંપડીમાં અમારામાંથી કોઇકે પાણી વગેરે વાપર્યું, પણ પૂજયશ્રીએ કાંઇ લીધું નહિ. પણ હજુ રોહિડા નહોતું આવ્યું. ઘડિયાળમાં બાર ક્યારનાય વાગી ગયા હતા. અમે સવારથી નિરંતર ચાલતા જ રહ્યા હતા. નહિ નહિ તોય ર૫ કિ.મી. નો તો વિહાર થયો જ હશે ! હવે રોહિડા જતાં રસ્તામાં પાણી વગરની નદી આવી. નદીની ભયંકર રીતે તપતી રેતીમાં ખુલ્લા પગે ચાલતાં અમે ‘ત્રાહિમામ પોકારી ગયા. અમે તો રીતસરના દોડવા જ માંડ્યા. સળગતા અંગારા પર ચાલતા હોઇએ, એવો જ અમને અનુભવ થયો. ત્યાર પછી અત્યાર સુધીમાં આટલી ધગધગતી રેતીનો કદી અનુભવ થયો નથી. પણ પૂજ્યશ્રી તો એવીજ સ્વસ્થતાપૂર્વક ચાલેલા. રોહિડા પહોંચ્યા પછી પણ એ જ શાંતિપૂર્વકની પ્રભુભક્તિ અને એ જ ધીરજપૂર્વકનું એકાસણું ! પૂજ્યશ્રી તથા અમે સૌ નિત્ય એકાસણા જ કરતા. ગમે તેટલા લાંબા વિહારો હોય, ગામમાં ઘર હોય કે ન હોય, પણ સહાય નહિ લેવી - વગેરે ટેક પૂજ્યશ્રી પાસેથી અમને પણ શીખવા મળી. પૂ.આ. શ્રી વિ. કલાપૂર્ણસૂરીશ્વરજી મ. ૧ ૧૫૦ ચૈત્ર સુદ-૨, પિંડવાડા, અહીં પૂ.આ.શ્રી વિ. ભુવનભાનુસૂરિજીની નિશ્રામાં ઉપધાન ચાલતા હતા. ઘણા સાધુઓ હતા. ત્યાં પૂ. ભુવનભાનુસૂરિજીનું પ્રવચન સાંભળવા મળ્યું. સૌ સાધુઓએ પૂજયશ્રી (પૂ. કલાપૂર્ણસૂરિજી) પાસેથી આગ્રહપૂર્વક વાચના રખાવી. પૂજયશ્રીએ દસ સામાચારી પર મનનીય વાચના આપી. તે જ દિવસે સાંજે અમે વિહાર કરીને સિવેરા પહોંચ્યા. રસ્તામાં ચામુંડેરી કે એવા કોઇ ગામમાં પૂ.આ.શ્રી હીરસૂરિજી (હેમંતવિજયજી) મળેલા. ચૈત્ર સુદ-૫, રાતા મહાવીર, અહીં પૂ.પં. ભદ્રંકરવિજયજી મળ્યા. વૃક્ષની નીચે ઓટલા પર બેઠેલા પૂજયશ્રીની વાટ જોતા પૂ.પં. ભદ્રંકરવિજયજી આજે પણ યાદ આવે છે અહીં સામુદાયિક નવપદની ઓળી થવાની હતી. તેમાં અનેક આરાધકો પધારવાના હતા, પણ પૂજયશ્રી તો પૂ.પં. ભદ્રંકરવિજયજી પાસેથી કંઇક મેળવવા આવ્યા હતા. ‘મેળવવા આવ્યા હતા’ એમ કહેવા કરતાં પૂ.પં.મ.નું સાંનિધ્ય માણવા આવ્યા હતા, એમ કહેવું વધુ ઠીક ગણાશે. કારણ કે જ્ઞાનીઓનું સાંનિધ્ય પણ કલ્યાણકારી હોય છે. - રોજ ઘણી કલાકો સુધી પૂજ્યશ્રી, પૂ.પં.મ. પાસે બેસતા. રોજ સાંજે અમને સાધુઓને પણ બેસાડતા. પૂ.પં.મ.ની વાણી ઘણી સૂત્રાત્મક રહેતી. એમનામાં વિદ્વત્તા, ગીતાર્થતા, આરાધકતા વગેરેનો સંગમ થયેલો સ્પષ્ટ જણાઇ આવતો. સાધનાથી રસાઇને નીકળતી એમની વાણી ખરેખર ખૂબ જ હૃદયગ્રાહી હતી. સંક્ષેપમાં તેઓશ્રી ઘણું કહી શકતા. પૂ.પં.મ. નવકારના પરમ ઉપાસક હતા. આથી કોઇ પણ વાતને છેલ્લે નવકારમાં ઘટાવતા. એમના જમણા હાથનો અંગૂઠો નિરંતર આંગળીઓ પર ફર્યા કરતો. અંદર જાપ ચાલુ છે, એની એ નિશાની હતી. પૂ.પં.મ.એ પોતાનું સમગ્ર અસ્તિત્વ નવકારમાં ડુબાડી દીધું હતું, એવું લાગ્યા વિના ન રહે. શરૂઆતમાં પૂ.પં. મ. બોલતા ત્યારે પૂજ્યશ્રી લખવા બેસી જતાં. પણ પૂજયશ્રીની લખવાની ઝડપ ઘણી ઓછી. થોડું પણ લખવું હોય તો કચ્છ વાગડના કર્ણધારો + ૧૫૧ Page #82 -------------------------------------------------------------------------- ________________ પણ ઘણી વાર લાગે તો ઝડપથી તો લખાય જ કેમ ? પછી પૂજ્યશ્રીએ લખવાનું છોડી આદરપૂર્વક સાંભળવાનું શરૂ કર્યું. પૂજયશ્રી માત્ર સાંભળવા ખાતર જ નહોતા સાંભળતા, તરત જ એ પદાર્થોને જીવનમાં ઉતારતા, હૃદયમાં ભાવિત કરતા. હવેથી પૂજયશ્રી ઘણું કરીને પૂ.પં.મ.ની સાથે જ રહેતા અથવા આજ્ઞા કરે ત્યાં જતા. ચૈત્ર વદ-૩ થી ૯, સેવાડી, અહીં મનોહર પ્રાચીન પ્રતિમાઓ તો છે જ, પણ જિનાલય પણ પ્રાચીન. સંપ્રતિકાલીન મનાતા એ જિનાલયનો નીચેનો કેટલોક ભાગ જમીનમાં દટાઇ ગયેલો જોવા મળે છે. અહીં એક ગામમાં તથા એક બહાર - એમ બે દેરાસરો છે. પૂજયશ્રીને અહીં ભક્તિ કરવાનો ખૂબ જ આનંદ આવ્યો. એક વખત તો સાત કલાક સુધી પૂજ્યશ્રીએ દેરાસરમાં રહીને ભક્તિ સાધના વગેરે કર્યું. અહીં બાટલીબોયવાળા પ્રતાપ ભોગીલાલના ભાઇ મહેશભાઇ પૂ.પં.મ. તથા પૂજયશ્રી પાસે સાધના અંગે માર્ગદર્શન લેવા આવેલા તથા કેટલાક દિવસ સુધી રોકાયેલા. અત્યંત શુદ્ધિપૂર્વક પ્રતિક્રમણ કરનાર પ્રશમરતિનો અંગ્રેજીમાં અનુવાદ કરનાર, દાઢીધારી પ્રતિભાશાળી લાગતા એ મહેશભાઇએ આપઘાત કેમ કર્યો હશે ? એ આજે પણ નથી સમજાતું. (પાંચેક વર્ષ પછી તેમણે પંખા નીચે લટકીને આપઘાત કરેલો.) ચૈત્ર વદ-૧૦ થી વૈ.સુદ-૪, લુણાવા, વૈ.સુદમાં અહીં એક વિશાળ લાક્ષણિક વડલાના ઝાડ નીચે બે બહેનો (સજજનબેન અને પવનબેન)ની દીક્ષા ઉભય પૂજ્યોની નિશ્રામાં થઇ હતી. અહીંથી પં.મ.ની આજ્ઞા પ્રમાણે પૂજયશ્રી નાડોલ, નાડલાઇ વગેરેની યાત્રા કરવા તથા દેસુરી મહોત્સવમાં નિશ્રા આપવા પધાર્યા. વૈ.સુદ-૧૦, વર કાણા, અહીં સાંજે પૂ. મુનિશ્રી ગુણરત્નવિજયજી (હાલ પૂ. આચાર્યશ્રી) આદિ ચાર મહાત્માઓ મળેલા. ત્યારે મુનિશ્રી ગુણરત્નવિજયજીએ પૂજયશ્રી સમક્ષ પોતાના નૂતન શિષ્ય મુનિશ્રી મોક્ષરત્નવિજયજીની પ્રતિભા, સેવા-સમર્પણ વગેરે અંગે પ્રશંસા કરેલી. પૂ.આ. શ્રી વિ. કલાપૂર્ણસૂરીશ્વરજી મ. ૧ ૧૫૨ વૈ.સુદ-૧૩ થી વૈ.વદ-૫, દેસુરી, પ્રાયઃ તપાગચ્છીય આચાર્યશ્રી વિજયદેવસૂરિજીના નામ પરથી વસેલા આ ગામમાં અઠ્ઠાઇ મહોત્સવ હતો. જૈન મંદિર વગેરે રોશનીથી ઝળહળ થતાં હતાં. ઉપાશ્રય ગોદામ જેવો હોવાથી સૌએ ગરમીને ખૂબ જ સારી રીતે માણી !! (પરિષહ વગેરેને “માણવાના” જ હોયને ?). પછી, ઘાણેરાવ, મૂછાળા મહાવીર, રાણકપુર, સાદડી, લુણાવા થઇને પૂજ્યશ્રીએ પૂ.પં.મ.ની સાથે જે.સુ.૧૦ ના બેડામાં ચાતુર્માસ પ્રવેશ કર્યો. પૂ.પં.મ. એ પૂ. દર્શનવિ.ને મહાયશવિ. સાથે બીજાપુર, પૂ. પ્રીતિવિ., તરુણવિ.ને ઘાણેરાવ, પૂ. કમલ-કલહંસવિ. ને શિવગંજ ચાતુર્માસાર્થે મોકલ્યા હતા. બેડા ચાતુર્માસ પછી શરૂઆતમાં પૂજ્યશ્રીનું સ્વાથ્ય બરાબર ન રહેતાં પૂ.પં.મ.ની સલાહ અનુસાર એક રાત ગામ બહાર ગાળી ફરી શુભ મુહૂર્ત પ્રવેશ કરેલો. અષાઢ સુદ-૧૩, બેડા, આજે જાલોરમાં કાળધર્મ પામેલા ઇતિહાસવેત્તા, શિલ્પાદિના મર્મજ્ઞ વિદ્વર્ય મુનિ શ્રી કલ્યાણવિજયજી કાળધર્મ પામ્યા તેના સમાચાર મળતાં પૂ.પં.મ. તથા પૂજ્યશ્રી સાથે અમે સૌએ દેવવંદન કર્યા. દેવવંદન પછી પૂ.પં.મ.એ મૃત્યુ ઉપર એવું વક્તવ્ય આપ્યું કે આપણું હૃદય વિરક્ત બની જાય. પૂ. મુનિશ્રી કલ્યાણવિજયજીની અદ્વિતીય વિદ્વત્તાની એમણે આપેલા ઐતિહાસિક સાહિત્યની હૃદયપૂર્વક અનુમોદના કરી. પૂ. કલ્યાણવિ. મ.એ પૂ.પં.મ. દ્વારા સંશોધિત પ્રબોધ ટીકાની અશુદ્ધિઓ પર સમાલોચના કરતો એક લેખ લખેલો હતો, છતાં પૂ.પં.મ.એ એનો કોઇ ડંખ રાખ્યો ન હતો. સાચે જ તેઓ ગુણાનુરાગી, મૈત્રી મંડિત અજાતશત્રુ મહાપુરુષ હતા. અહીં ચાતુર્માસિક પ્રવચનો પૂજયશ્રીએ ભગવતી તથા મહાબલમલયા પર આપેલાં. અમે પણ દરરોજ સાંભળવા જતાં. મહાબલમલયાની કથામાં ખૂબ જ રસ પડતો. પૂજ્યશ્રીની કથા કહેવાની શૈલી કચ્છ વાગડના કર્ણધારો ૨ ૧૫૩ Page #83 -------------------------------------------------------------------------- ________________ ખૂબ જ આકર્ષક હતી. પણ પૂજયશ્રી કથા ઓછી કહેતા, બોધ વધુ આપતા, તોય અમે કથાના લોભે છેલ્લે સુધી બેસી રહેતા. અહીં ચારેય મહિના હિંમતભાઇ (બેડાવાળા) વગેરે ઘર ખોલીને રહ્યા હતા. પર્યુષણમાં નાના ભાઇ (મુનિચન્દ્રવિ.)એ જીવનમાં પ્રથમવાર અઠ્ઠાઇ કરેલી ત્યારે પૂ.પં.મ.એ સામેથી બોલાવીને સંતિકરનો જાપ આપ્યો હતો. સામે રહેલા જૂના ઉપાશ્રયમાં સરસ્વતીની જૂની મૂર્તિ પાસે અમારામાંથી કેટલાકોએ (મુનિચન્દ્રવિડ, પૂર્ણચન્દ્રવિ, વગેરે) આયંબિલપૂર્વક સરસ્વતીનો સવા લાખનો જાપ પૂજય પં.મ. પાસેથી (પૂજયશ્રીની આજ્ઞાપૂર્વક) મેળવીને કર્યો. બેડામાં દરરોજ પૂ.પં.મ. ૧૦-૧૫ મિનિટ નવું નવું ચિંતન અમને સૌને આપતા. પૂ. વજસેનવિ. તથા પૂ. જિનસેનવિ. પૂ.પં.મ.ની ખૂબ જ અપ્રમત્તભાવે સેવા કરતા. પૂ. ધુરંધરવિ. નવી નવી વાતો કહેતા. નૂતન સંસ્કૃત શ્લોકો બનાવવાની તેમની શક્તિ મુગ્ધ બનાવી દે તેવી જોવા મળી. - પૂ. જિનસેનવિ.મ. અમને સૌને પ્રેરણા કરીને આયંબિલની ઓળીઓ કરાવતા. ગોચરીમાં વધ્યું-ઘટ્યુ લઇ લેતા, કાંપમાં પણ સહાયતા કરતા. પ્રાયઃ દરરોજ સ્વયં પૂ.પં.મ.નો કાંપ કાઢતા. (વઅક્ષાલન કરતા) એમના જેવા સેવાભાવી બહુ ઓછા જોવા મળ્યા છે. આ વર્ષમાં પૂ. કલ્પતરુવિ.એ અમને આત્મપ્રબોધ તથા ભક્તામર ટીકા વગેરે વંચાવ્યું. પૂ. ગુરુજી શ્રી કલાપ્રભવિ.એ વ્યાકરણના અઢી અધ્યાય કરાવ્યા. પૂજ્યશ્રી (જ્યાં ‘પૂજ્યશ્રી’નો પ્રયોગ આવે ત્યાં પૂ. કલાપૂર્ણસૂરિજી સમજવા) અમને પ્રાકૃત પાર્શ્વનાથ ચરિત્ર વંચાવતા. એક વખત પૂજ્યશ્રીએ ‘ભદેવતા નારી’ આનો અર્થ શું થાય ? એમ પૂછીને અમારી પરીક્ષા લીધેલી. પછી સ્વયં અર્થ બતાવતાં, કહ્યું : ‘પતિ જ છે દેવ જેને એવી નારી.’ પૂ.આ. શ્રી વિ. કલાપૂર્ણસૂરીશ્વરજી મ. ૧ ૧૫૪ એક વખત પૂજ્યશ્રીએ નિર્દોષ વશીકરણ માટે અદૂભુત શ્લોક આપ્યો : न हीदृशं संवननं, त्रिषु लोकेषु विद्यते । दया मैत्री च भूतेषु, दानं च मधुरा च वाक् ॥ | (દયા, જીવ-મૈત્રી, દાન અને મધુર વાણી - આના જેવું વશીકરણ દુનિયામાં બીજું એ કેય નથી.) હિતશિક્ષા વગેરે તો અવારનવાર ચાલુ જ રહેતા. ક્યારેક અમારાથી ઘડો ફૂટી જાય તો પૂજયશ્રી આયંબિલ કરાવતા. રાત્રે સ્વાધ્યાય કરીએ છીએ કે નહિ ! તેની તકેદારી રાખવા પૂજ્યશ્રી સ્વયં ચક્કર લગાવવા આવતા અને પૂછતા : “મહાત્માઓ ! શું ગોખ્યું ?' અમારા સાથીદાર પૂર્ણચન્દ્રવિ. જવાબ આપતા હતા : થોડુંક દસર્વેકાલિક, થોડુંક જ્ઞાનસાર, થોડુંક પંચસૂત્ર વગેરે. ક્યારેક વાતોમાં ચડી જઇએ તો પૂર્ણચન્દ્રવિ. પહેલેથી આવો ઉપાય બતાવતા : દશવૈકાલિકનું પાંચ ગાથાનું પહેલું અધ્યયન, પહેલું પંચસૂત્ર, બે-ચાર જ્ઞાનસારના અષ્ટકો ગોખી લઇએ તો ઉપર મુજબ જવાબ આપવાથી મૃષાવાદનો દોષ ન લાગે !! શરૂઆતના દિવસોમાં પૂજયશ્રી અમારી પાસેથી નવસ્મરણો, અતિચાર, પખિસૂત્ર વગેરે અનેક વખત સાંભળતા. પૂજ્યશ્રી આચાર્ય-પદારૂઢ હોવા છતાં પૂ.પં.મ.ને વંદન કરતા. ગુરુની જેમ એમની ઇચ્છા તથા આજ્ઞાને શિરોધાર્ય કરતા. પૂ.પં.મ. મૈત્રીભાવે, પરોપકાર, કરુણા વગેરે પર ઘણું સમજાવતા. વર્તમાન જૈન સંઘમાં તિથિ વગેરે કે બીજા કોઇ મુદ્દે સંઘર્ષ જોઇ તેઓ ખૂબ જ ચિતા સેવતા અને કહેતા : “વર્તમાન શ્રીસંઘમાં મૈત્રીભાવની ઘણી ખામી છે. આ ખામી નહિ પુરાય ત્યાં સુધી કશું વળવાનું નથી.” પૂ.પં.મ. તરફથી વારંવાર અપાયેલી આ હિતશિક્ષાના પરિણામે જ પૂજ્યશ્રીએ આગળ જઇને (દસેક વર્ષ પછી) સંઘમાં મૈત્રીનાં મંડાણ થાય, તે માટેના યોગ્ય પ્રયત્નો કરેલા. એ પ્રયત્નોમાં પૂજયશ્રીને સારું એવું સહન પણ કરવું પડેલું. કચ્છ વાગડના કર્ણધારો ૨ ૧૫૫ Page #84 -------------------------------------------------------------------------- ________________ પૂ.પં.મ. સાધુઓને એ વાત પણ ભારપૂર્વક કહેતા કે “કદી કોઇ અનુષ્ઠાનો ઊભાં કરવાં નહિ, ગૃહસ્થોને ભારરૂપ થવું નહિ. સહેજે થતું હોય તેનો માત્ર સ્વીકાર કરવો. સદા સહજતામાં રહેવું.” અનેક વખત કરાયેલી આ વાત આજે પણ મગજમાં રમ્યા કરે છે. પૂ.પં.મ.ના અનેક શ્રીમંત ભક્તો હતા. એ ધારત તો અનેક અનુષ્ઠાનો ઊભા કરાવી શકત, પણ તેઓશ્રી સહજતામાં માનતા હતા. ઉપધાનો, સામુદાયિક જાપ વગેરે અનેક અનુષ્ઠાનો સહજપણે પૂ.પં.મ.ની નિશ્રામાં થયા કરતાં. બેડા ચાતુર્માસમાં ઉભય પૂજયોની નિશ્રામાં દશેરાથી ઉપધાન શરૂ થયેલા.. પૂ.પં.મ, પાસે ચારેબાજુથી અનેક જિજ્ઞાસુઓ પોતાની શંકાનું સમાધાન મેળવવા, સાધનામાં માર્ગદર્શન મેળવવા આવતા. પૂ.પં.મ. નાદુરસ્ત તબિયતમાં પણ પ્રાયઃ કોઇને નિરાશ ન કરતા. પૂ.પં.મ. રોજ સાંજે આંખે ત્રિફળાનું પાણી છાંટતા. પૂ. જિનસેનવિ.મ.એ ગુરુસેવા સાથે વિમલનાથ ભગવાનના દેરાસર પાસે રહેલો જ્ઞાનભંડાર સૂચિપત્ર સહિત વ્યવસ્થિત કર્યો. તેમના અક્ષરો સુંદર હતા. વિ.સં. ૨૦૩૨, ઇ.સ. ૧૯૭૫-૭૬, બેડા ઉપધાન પછી રાતા મહાવીર ઉપધાન થયા. એ અરસામાં વાવથી વિનંતી આવવાથી પૂ. કલાપ્રભવિ., મુનિચન્દ્રવિ, કીર્તિરત્નવિ., દિવ્યરત્નવિ. આ ચાર મુનિઓ સા. દમયંતીશ્રીજીના 100મી ઓળીના પારણા પ્રસંગે વાવ પધારેલા. ઉપધાનની માળ પહેલાં આવી પણ ગયેલા. રાતા મહાવીર ઉપધાન વખતે પૂ.પ્રીતિવિ ને રાત્રે ૧૧.૦૦ વાગે નવકારના જાપમાં અત્યંત આનંદનો આવેશ આવતાં તેઓ જોર-શોરથી નવકાર બોલવા લાગ્યા. આખી રાત આ રટણ ચાલુ રહ્યું. બીજા દિવસે સવારે નવ વાગ્યે તેઓ શાંત પડ્યા. બીજા બધા નવાઇ પામ્યા. પૂ.પં.મ.એ કહ્યું : કુંડલિની વગેરે જાગૃત થતાં ક્યારેક અંદર ઊછળતો પૂ.આ. શ્રી વિ. કલાપૂર્ણસૂરીશ્વરજી મ. ૧ ૧૫૬ આનંદ આ રીતે બહાર પ્રગટ થતો હોય છે. આમાં ગભરાઇ જવા જેવું નથી. એમને નવકાર ફળ્યો છે. નવકારમાં તેઓ ડૂળ્યા છે. રાતા મહાવીર ઉપધાનની માળ વખતે કોઈ રાજકીય મિનિસ્ટર આડું-અવળું બોલી ગયા ત્યારે પૂજ્યશ્રીને તેનો પ્રતિકાર કરવાનું મન થયું. પૂ.પં.મ.એ કહ્યું : “એનો પ્રતિકાર કે વિરોધ કરવાથી જે નહોતા જાણતા એ પણ જાણતા થશે. એટલે આડકતરી રીતે એની વાતનો આપણે જ પ્રચાર કરીશું. એટલે કેટલીક વખત મૌન રહેવું સારું.” પૂજ્યશ્રીએ આ શબ્દોને શુકનની ગાંઠની જેમ મનમાં બાંધી રાખ્યા અને જીવનભર એ નીતિ પર ચાલ્યા. ' પૂ.પં.મ.ની આજ્ઞાથી સાદડીવાળા રતનચંદજીએ કઢાવેલા રાણકપુર પંચતીર્થીના છ'રી પાલક સંઘમાં પૂજ્યશ્રી નિશ્રા પ્રદાન કરવા પધારેલા. મહા સુદ-૭, લુણાવા, આ દિવસે ભચાઉ નિવાસી બે બહેનો (મનીષા અને બીના)ની દીક્ષા થઇ. નામ પડ્યાં : સા. ચિત્તપ્રસશાશ્રીજી તથા સા. ચિત્તરંજનાશ્રીજી . મહા સુદ-૧૩, લુણાવા, આ દિવસે કેટલીક દીક્ષાઓ થઇ. મુનિશ્રી વિશ્વકીર્તિવિજયજી (ગેનમલજી, ફલોદી), સા. સૌમ્યપૂર્ણાશ્રીજી (મૂળીબેન, લાકડીઓ), સા. જયરેખાશ્રીજી (ચંદ્રિકાબેન, મુંબઇ), સા. જયપધાશ્રીજી (પુષ્પાબેન, રાધનપુર), સા. જયદર્શનાશ્રીજી (ઇલાબેન, રાધનપુર), સા. નયપૂર્ણાશ્રીજી (સુંદરબેન, પલાંસવા), લુણાવામાં આ બધી દીક્ષાઓ વડના ઝાડ નીચે જ થઇ. એ વડ એવો હતો કે મંડપ બાંધવાની જરૂર ન પડે. સામુદાયિક ચૈત્રી ઓળી તથા ૨૦ દિવસનો જાપ, રાણકપુર. અહીં સામુદાયિક જાપમાં અનેક આરાધકો આવ્યા હતા. પૂ.પં.મ. ની નિશ્રી હોય એટલે હિંમતભાઇ, પ્રાણલાલભાઇ દોશી, શશીકાંતભાઇ મહેતા, બાબુભાઈ કડીવાળા વગેરે તો હોય જ. એમનાં વક્તવ્યો પણ ગોઠવાય. પૂ.પં.મ.ના શ્રાવકો જેમ ભક્તો હતા તેમ તેમના શિષ્યો પણ રત્ન જેવા હતા.સેવાભાવી જયંતભદ્રવિડ, વ્યવહારકુશળ જયમંગલવિ. , પ્રથમ શિષ્ય કચ્છ વાગડના કર્ણધારો ૨ ૧૫૭ Page #85 -------------------------------------------------------------------------- ________________ પૂ.પં.શ્રી હર્ષવિજયજી, સરળમૂર્તિ પૂ. પ્રદ્યોતનવિ., વયોવૃદ્ધ સેવાભાવી શ્રી ભાવવિજયજી (આ ભાવવિ. જો કે શિષ્ય નહોતા, ક્ષમાભદ્રસૂરિજીના પરિવારના હતા, વડીલ હતા, છતાં પૂ.પં.મ.ના પગ રોજ દબાવતા. પોતે ૮૦ વર્ષના હોવા છતાંય એકાસણું કરતા પહેલાં દરરોજ પોતાના પાત્રમાંથી બધાની ભક્તિ કરતા.) ઉદાર હૃદયી વજસેનવિ., વિદ્વદ્રર્ય ધુરંધરવિ., નવકારપ્રેમી મહાયશવિ., વગેરે તેમના શિષ્યો રત્ન જેવા હતા. આમાંના ઘણાખરાએ વર્ધમાન તપની ૧૦૮ ઓળી કરેલી હતી. પૂ.પં.મ. કોઇને દીક્ષા માટે કહેતા નહિ, છતાં એમની પાસે દીક્ષાર્થીઓ સામેથી આવતા. રાણકપુર ચૈત્રી ઓળીમાં પૂ.પં.મ. તથા પૂ.આ.શ્રી બંનેનું સંયુક્ત પ્રવચન રહેતું. લોકો ભાવવિભોર બની જતા. રોજ સવારે ભક્તામર પાઠ રહેતો. સામુદાયિક જાપ પણ રહેતો. એ વખતનાં પ્રવચનો ખૂબ જ તાત્ત્વિક હતાં. રાણકપુરમાં યુરોપ-અમેરિકા વગેરેથી આવતા વિદેશીઓ પૂ.પં.મ. વગેરે પાસે પણ આવતા. પૂ.પં.મ. તથા પૂજયશ્રી એમના પ્રશ્નોનું પણ સમાધાન આપતા.. ચૈત્ર વદ-૧ ના સા. વિજયલતાશ્રીજીની ૧૦૦મી ઓળીનું પારણું થયેલું. આ ઓળી દરમિયાન જયપુર (રાજસ્થાનની રાજધાની)થી તપાગચ્છ જૈન સંઘના કેટલાક માણસો ચાતુર્માસ માટે વિનંતી કરવા માટે આવેલા. તેમાંના એક હીરાચંદજી વૈદે વ્યાખ્યાનમાં એવી ધારદાર રજૂઆત કરી કે સૌ પીગળી ગયા. પૂ.પં.મ. એ એમને સાધુઓ આપવાનું વચન આપી દીધું. હવે જેમના ભરોસે પૂ.પં.મ. એ વચન આપેલું હતું એ સાધુ કોઇ પણ રીતે ત્યાં જવા તૈયાર ન થતાં વચન-પાલન ખાતર પૂજ્યશ્રીને વાત કરી : અમારામાંથી તો બધા સાધુઓ ગોઠવાઇ ગયા. તમારામાંના કોઇકને તૈયાર કરો. પૂજ્યશ્રીની આજ્ઞાને માન આપીને પૂ. કલાપ્રભવિ. આદિ તૈયાર થયા. પૂ.આ. શ્રી વિ. કલાપૂર્ણસૂરીશ્વરજી મ. ૧ ૧૫૮ વૈ.સુદ-૧૦ ના જયપુર જવા માટે છ મહાત્માઓનો (પૂ. પ્રીતિવિ., પૂ. તરુણવિ., પૂ. કલાપ્રભવિ., પૂ. મુક્તિચન્દ્રવિ., પૂ. પૂર્ણચન્દ્રવિ., પૂ. મુનિચન્દ્રવિ.) વિહાર થયો. લુણાવા ચાતુર્માસ - પૂ.પં.મ. સાથેનું આ બીજું ચાતુર્માસ હતું . આ ચાતુર્માસમાં ઉભય પૂજયોના સંયુક્ત પ્રવચનો રહેતાં, જે જિજ્ઞાસુઓ ભારે અહોભાવથી સાંભળતા. લલિત-વિસ્તરા પર વાચના ચાલતી. આ ચાતુર્માસમાં પૂ.પં.મ.ની પ્રેરણાથી પૂ. દેવચન્દ્રજીના સ્તવનો પર તથા ધ્યાન-વિચાર પર પૂજયશ્રીએ લખવાનું શરૂ કર્યું હતું. ધ્યાન-વિચારના લખાણ વખતે ક્યારેક પૂ.પં.મ, મીઠી ટકોર પણ કરતા: તમને ધ્યાન-વિચાર પર લખવામાં તો રસ છે, પણ ‘પરસ્પરોપગ્રહો જીવાનામુ” આના પર લખવામાં રસ છે ? જીવોનો ઉપકાર યાદ આવે છે ? તમારો જન્મ પહેલા વિશ્વયુદ્ધ પછી થયોને ? પછી આવું ક્યાંથી યાદ આવે ? પ્રથમ વિશ્વયુદ્ધ પછી દુનિયામાં સ્વાર્થવૃત્તિ ખૂબ જ પ્રબળ બની ગઇ છે. એમાં તમારો દોષ નથી. કાળ જ એવો છે.” આ ટકોરને પૂજયશ્રી ઘણી વખત વાચન-વ્યાખ્યાનમાં યાદ કરતા. અમદાવાદ, તા. સુલભાશ્રીજી તથા સા. અનંતશ્રીજીની 100મી ઓળીનું પારણું થયું. દીક્ષાઓ : મહા સુદ-૩, વઢવાણ : સા. હંસપદ્માશ્રીજી (વીણાબેન, વઢવાણ), સા. હંસમાલાશ્રીજી (મૃદુલાબેન, વઢવાણ), સા. હંસદર્શિતાશ્રીજી (અરૂણાબેન, વઢવાણ), સા. હંસપ્રજ્ઞાશ્રીજી (વીરમતિબેન, વઢવાણ), સા. વિશ્વદર્શિતાશ્રીજી (નિર્મળાબેન, લુણાવા). (આ દીક્ષાના પ્રસંગે વરઘોડામાં હાથીએ નાસભાગ કરતાં બધાના જીવ પડીકે બંધાઇ ગયા હતા. સદ્ભાગ્યે કોઇકે મીઠાઇનો ટોપલો ધરી દેતાં હાથી શાંત થઇ ગયો, અનર્થ થતો રહી ગયો.) મહા સુદ-૧૩, સુરેન્દ્રનગર : મુનિ શ્રી તીર્થભદ્રવિજયજી (રોહિતભાઇ, સુરેન્દ્રનગર), સા. જિતપદ્માશ્રીજી (પુષ્પાબેન, જામનગર, કચ્છ વાગડના કર્ણધારો ૨ ૧૫૯ Page #86 -------------------------------------------------------------------------- ________________ મુંબઇ), સા. જયદર્શિતાશ્રીજી (રેખાબેન, જામનગર, મુંબઇ), સા. ધર્મરસાશ્રીજી (સદ્ગુણાબેન, જામનગર), સા. દિવ્યધર્માશ્રીજી (શકરીબેન), સા. સમ્યગ્દર્શનાશ્રીજી (ભાવનાબેન, મનફરા), સા. ચન્દ્રદર્શિતાશ્રીજી (મૃદુલાબેન), સા.દિવ્યનંદિતાશ્રીજી (આશાબેન), સા પ્રશીલયશાશ્રીજી (અજ્ઞાબેન, રાધનપુર), સા. વિરાગયશાશ્રીજી (શાંતાબેન, આધોઇ). ફા.સુદ-૩, ભચાઉ : સા. પ્રિયધર્માશ્રીજી (ઝવેરબેન, ભચાઉ), સા. જિનદર્શનાશ્રીજી (ચંદ્રિકાબેન, પાલીતાણા). ફા.વદ-૪, ભદ્રેશ્વર ઃ સા. ચારૂકલાશ્રીજી (ચંદ્રિકાબેન, ભુજ), સા. યશોવલાશ્રીજી (ભાનુબેન, સામખીયાળી), સા. દિવ્યપ્રભાશ્રીજીનું ૧૦૦મી ઓળીનું પારણું. ચૈત્ર વદ-૯, ભચાઉ, જયપુર યશસ્વી ચાતુર્માસ કરી પૂ. પ્રીતિવિ. વગેરે સાથે પૂ. કલાપ્રભવિ. આદિ છ મહાત્માઓ આજના દિવસે પૂજ્યશ્રીને મળ્યા. અહીં પૂજ્યશ્રીની પ્રેરણાથી ઉપાશ્રયના સ્થાને મનમોહન પાર્શ્વનાથ ભગવાનના જિનાલયના નિર્માણની વિચારણા શરૂ થઇ. પૂજ્યશ્રીની ટકોરથી સંઘના લોકોએ એ માટે ૨૦૦-૫૦૦ રૂ।. લખાવવાનું શરૂ કરેલું !!! ત્યાર પછી બાર વર્ષે નૂતન જિનાલય ઊભું થયું. (પ્રતિષ્ઠા થઇ) જેઠ સુદ-૧૦ થી ભરૂડીયા, અહીં નવનિર્મિત જિનાલયમાં મૂળનાયક શ્રી ચિંતામણિ પાર્શ્વનાથજી આદિ જિનબિંબોની મંગલ પ્રતિષ્ઠાનો પ્રસંગ હતો. ખૂબ જ ધામધૂમથી એ પ્રતિષ્ઠાનો પ્રસંગ ઊજવાયેલો હતો. લગભગ પાંચેક વર્ષ પહેલાં પૂજ્યશ્રીએ ઓસવાળ સંઘને જિનાલય માટે પ્રેરણા કરેલી. ત્યાંના કાર્યકર્તા આદિના અથાગ પ્રયત્નથી એ જિનાલયનું નિર્માણ થયું હતું. હવે એ જિનાલય ભૂકંપે ભરખી લેતાં કેવળ સ્મૃતિશેષ રહ્યું છે. મૂળનાયક શ્રી ચિંતામણિ પાર્શ્વનાથજીની પ્રતિમા પણ ખંડિત થઇ ગઇ છે. પૂ.આ. શ્રી વિ. કલાપૂર્ણસૂરીશ્વરજી મ. * ૧૬૦ વાગડ સમુદાયના આદ્ય મહાત્મા પૂ. દાદા શ્રી પદ્મવિજયજીની મૂર્તિ પણ ભૂકંપમાં ખંડિત બની ગઇ. આધોઇ ચાતુર્માસ, ખૂબ જ દબદબા સાથે આધોઇ ચાતુર્માસ પ્રવેશ થયો. મોટા જોગ થવાના હોવાથી સાધ્વીજીઓ પણ મોટી સંખ્યામાં ચાતુર્માસાર્થે આવેલાં હતાં. નવા બનેલા ઉપાશ્રયમાં પૂજ્યશ્રીનું પ્રથમ ચાતુર્માસ થઇ રહ્યું હતું. આ ચાતુર્માસમાં પૂજ્યશ્રીએ ઉત્તરાધ્યયન (ખાસ કરીને પ્રથમ વિનય અધ્યયન) પર વાચના-ગંગા વહેવડાવી હતી. પૂ. કીર્તિચન્દ્રવિ. પૂ. મુક્તિચવિ., પૂ. કુમુદચન્દ્રવિ, પૂર્ણચન્દ્રવિ., મુનિચન્દ્રવિ. - આ પાંચેય મહાત્માઓએ તથા અનેક સાધ્વીજીઓએ ઉત્તરાધ્યયન તથા આચારાંગ સૂત્રના જોગ કર્યા. ક્રિયા કરાવનાર પૂ. પ્રીતિવિ. હતા. પૂજયશ્રીની વાચનાઓનું અમે અવતરણ પણ કર્યું છે. તેમાંની કેટલીક નોટો સચવાયેલી છે. ત્યારે ગુરુસ્તુતિ તરીકે કેટલાક પૂજ્યશ્રીના શ્લોકો પણ બનાવેલા, જેમાંના કેટલાક આજે પણ ગવાય છે. (દા.ત. અહો ! કલાપૂર્ણ પવિત્ર નામ) આ ચાતુર્માસ દરમ્યાન એક વખત પૂજ્યશ્રી બહિર્ભૂમિએથી પાછા વળી રહેલા હતા. રસ્તામાં ટ્રક હોવાના કારણે આગળ જઇ શકાય તેમ નહોતું. તેથી હીરજી પ્રેમજી વધાણના ઘેરથી પૂજ્યશ્રી નીકળ્યા. સાથે મોટા ભાઇ (પૂ. મુક્તિચન્દ્રવિ.) હતા. તેમણે જ એ ઘરમાંથી થઇને જવાની વાત કરી. પૂજ્યશ્રીના ગયા પછી ત્યાંના ઘરના નવલબેન વગેરેને ત્યાં કંકુના પગલાં દેખાયાં. પૂજ્યશ્રીનાં જેવાં જ એ પગલાં લાગતાં હતાં. આથી ચારેબાજુ વાત ફેલાઇ : પૂજ્યશ્રીનાં કંકુનાં પગલાં થયાં છે. દર્શનાર્થીઓની ભીડ જામી. બીજે દિવસે કચ્છમિત્રમાં પણ આવ્યું. એટલે તરત જ પૂજ્યશ્રીએ વાચનામાં આ વાતનો રદિયો આપતાં કહ્યું કે આવું કશું થયું નથી. કોઇએ આવો ખોટો પ્રચાર કરવો નહિ. કચ્છ વાગડના કર્ણધારો - ૧૬૧ Page #87 -------------------------------------------------------------------------- ________________ પૂજયશ્રીના આવા રદિયા પછી પણ આ વાતનો પ્રચાર તો થતો જ રહ્યો. અમે નિષેધ કરીએ તો પણ લોકો એ માનવા તૈયાર ન થાય. મૂળ ભાવુક પ્રજા જ ચમત્કારપ્રિય હોય છે. એવા લોકોની આંખો આવા અલૌકિક દેવાંશી પુરુષોમાંથી કાંઇને કાંઇ ચમત્કાર શોધી જ કાઢે છે. પણ આવા લોકો જાણતા નથી કે આવા મહાપુરુષોનું અસ્તિત્વ જ સ્વયં ચમત્કાર છે. જે સ્વયં ચમત્કાર હોય તેને અન્ય ચમત્કારની શી જરૂર ? વિ.સં. ૨૦૩૪, ઇ.સ. ૧૯૭૭-૭૮, આધોઇ ચાતુર્માસમાં દશેરાથી બહારની પાંજરાપોળના મકાનમાં ઉપધાન થયા. પૂજયશ્રી ત્યાં દરરોજ પ્રવચનાર્થે પધારતા. મહા સુદમાં જંગી ગામના જિનાલયની પ્રતિષ્ઠા. (આ જિનાલય ભૂકંપમાં નષ્ટ થયું છે.) સામખીયાળી જિનાલયની શિલાન્યાસ આદિ વિધિ. દીક્ષાઓ ; મહા સુદ-૪, ભચાઉ : સા. નયનજ્યોતિશ્રીજી (વાલીબેન, આધોઇ), સા. નયચન્દ્રાશ્રીજી (પ્રજ્ઞાબેન, ભુજપુર), સા. સમદર્શનાશ્રીજી (શાંતાબેન, ભચાઉ) મહા સુદ-૬, મનફરા : મુનિ શ્રી વિશ્વસનવિજયજી (મણિલાલભાઇ, મનફરા), સા. અનંતદર્શનાશ્રીજી (ચંદ્રિકાબેન, દૂધઈ), સા. આત્મરસાશ્રીજી (કાંતાબેન), સા. પુણ્યદર્શનાશ્રીજી (કંકુબેન, મનફરા), સા. ભવ્યદર્શનાશ્રીજી (ભાનુબેન, પલાંસવા-અંજાર), સા. ચારુલેખાશ્રીજી (નિર્મળાબેન, લાકડીયા), સા. વાચંયમાશ્રીજી (દીવાળીબેન, આધોઈ), સા. ઇન્દ્રવદનાશ્રીજી (જીવતીબેન, મનફરા), સા. મનોજયાશ્રીજી (માણેકબેન, કીડીઓનગર). મનફરા, મહા સુદ-૬, દીક્ષા પ્રસંગે પૂજયશ્રીનો પુણ્ય પ્રકોપ જોવા મળ્યો હતો. તે વખતે રજનીશને કચ્છમાં લાવવાના પ્રયત્નો ચાલુ હતા. કારણ કે તેમને કચ્છની સૂકી હવા અનુકૂળ હતી તથા મા યોગલક્ષ્મી વગેરે તેમનાં શિષ્યાઓ કચ્છના હતા. કચ્છના મહારાજા મદનસિંહજીએ પોતાનો વિજય પેલેસ એ માટે આપવાની તૈયારી દર્શાવી છે, એવી વાતો પણ પૂ.આ. શ્રી વિ. કલાપૂર્ણસૂરીશ્વરજી મ. ૧ ૧૬૨ સાંભળવા મળેલી. ધાર્મિક લોકો તરફથી કચ્છમાં રજનીશ પ્રવેશની તીવ્ર વિરોધ ચાલી રહ્યો હતો. ભુજ ચાતુર્માસ દરમ્યાન મુનિ શ્રી ભદ્રગુપ્તવિજયજીએ પણ તીવ્ર વિરોધ કરેલો. હવે આ વાત પૂજ્યશ્રી પાસે આવી. દીક્ષા પ્રસંગે પાટ ઉપર ઊભા થઇને પૂજયશ્રીએ ઠીક ઠીક કડક ભાષામાં રજનીશ પ્રવેશનો વિરોધ કર્યો તથા બાબુભાઈ મેઘજી (જેઓ પછીથી ગુજરાતના નાણાંમંત્રી બનેલા)ને પણ પૂજયશ્રીએ કહેલું : ગમે તે ભોગે કચ્છમાં રજનીશનો પ્રવેશ ન થવો જો ઇએ. | બાબુભાઇએ પૂજયશ્રીને ખાતરી આપતાં કહ્યું : “સાહેબજી ! આપ ચિંતા નહિ કરતા. એ કામ થઇને જ રહેશે. આપના આશીર્વાદ છે એટલે હવે રજનીશ કોઇ પણ રીતે કચ્છમાં પ્રવેશી નહિ શકે. હું એ માટે સક્રિય કાર્યવાહી કરીશ.” પછી ખરેખર એવી બાજી ગોઠવાઇ ગઇ કે રજનીશ કચ્છમાં ને આવી શક્યા. મહા વદ-૧૩, આધોઇ, પૂ. દેવેન્દ્રસૂરિજીની અગ્નિસંસ્કાર ભૂમિ પર એક જ ભાઇ (હરખચંદ વાઘજી ગીંદરા) તરફથી ગુરુ-મંદિરનું નિર્માણ થઇ ગયું હતું. તેમાં ગૌતમસ્વામી, પૂ. કનકસૂરિજી તથા પૂ. દેવેન્દ્રસૂરિજી આદિ ત્રણે ગુરુમૂર્તિઓની પ્રતિષ્ઠા મહા વદ-૧૩ના થઇ. તે જ દિવસે સાંજે આધોઇથી છ'રી પાલક સંઘનું પ્રયાણ થયું. આધોઇ નિવાસી માલશી મેઘજી ચરલા તથા હીરજી પ્રેમજી વધાણ – આ બંને તેના સંઘપતિ હતા. પચીસ દિવસના આ સંઘમાં હજાર જેટલા યાત્રિકો તથા સૌથી વધુ સાધુ-સાધ્વીજીઓ હતાં. કટારીઆ, હળવદ, ધ્રાંગધ્રા, સુરેન્દ્રનગર, વઢવાણ, લીંબડી, બોટાદ, હસ્તગિરિ થઇને આ સંઘ ફા.વ.૭ ના દિવસે પાલીતાણા પહોંચ્યો હતો. ફા.વદ-૮ ના તીર્થમાળ થઇ હતી. આ સંઘ ખૂબ જ ભવ્ય હતો. દરેક સ્થાને ભવ્ય સામૈયાં થયાં હતાં. સિયાણીમાં એક વખત તંબુમાં આગ લાગવા છતાં એ ઉપદ્રવ તત્કાળ શમી ગયો હતો, કોઇ નુકસાન થયું ન હતું. કચ્છ વાગડના કર્ણધારો ૨ ૧૬૩ Page #88 -------------------------------------------------------------------------- ________________ સંઘ પછી પૂજ્યશ્રી પાલીતાણા થોડા દિવસ રોકાઇ શંખેશ્વર પધાર્યા. રસ્તામાં ચૂડા (સૌરાષ્ટ્ર)માં ચૈત્ર સુદ-૬ ના દિવસે ૩૪ વર્ષની વયના હંસાબેનને ચોથું વ્રત આપ્યું. અહીંથી શંખેશ્વર ગયા પછી પૂ. મુનિશ્રી કલાપ્રભવિ., મુનિચન્દ્રવિ, વિશ્વસનવિ., કીર્તિરત્નવિ. આદિ ભચાઉ (કચ્છ) ચાતુર્માસાર્થે છૂટા પડ્યા. પૂજયશ્રી પિંડવાડા ચાતુર્માસાર્થે પધારી રહેલા હતા. રસ્તામાં ચૈત્ર વદ૭ ના ગઢ (બનાસકાંઠા) મુકામે પ્રવીણાબેન તથા દક્ષાબેનની દીક્ષા થઇ. સા. મુક્તિધર્માશ્રીજી તથા સા. મુક્તિપ્રભાશ્રીજી – એમ ક્રમશ: નામો પડ્યાં. અહીં વિહારમાં સ્વરૂપ ગંજ પાસે એક મહાત્મા ખાતર પૂજ્યશ્રીને ભયંકર ગરમીમાં રોકાવું પડયું હતું. પૂજયશ્રી ભયંકર ગરમીમાં એક વાગે પધાર્યા હતા. આવી ગરમીમાં પણ પૂજયશ્રીની પ્રસન્નતા હિમાલય જેવી અડગ અને શીતલ હતી. પૂ.પં.શ્રી ભદ્રંકરવિજયજી મ. ની તબિયત ખૂબ જ અસ્વસ્થ બનતી જતી હતી, એ કારણે જ એમની સાથે ચાતુર્માસ ગાળવા પૂજયશ્રી પિંડવાડા પધારી રહ્યા હતા. આ પિંડવાડા ચાતુર્માસ વખતે પૂ. ગણિશ્રી ધર્મજિતુ વિજયજી (પછીથી ધર્મજિસૂરિજી) તથા પૂ. જગવલ્લભવિજયજી (હાલ આચાર્ય) પણ ચાતુર્માસાર્થે પધારેલા. તેમણે (પૂ. ગણિશ્રીએ) નાના મુનિઓને કર્મસાહિત્યનો અભ્યાસ મન દઈને કરાવ્યો તથા ઠારંગસૂત્રની વાચના આપેલી. પૂ.પં.મ.ની તબિયત ખૂબ જ અસ્વસ્થ રહેવાથી વાચના-હિતશિક્ષા વગેરે બંધ જેવું હતું. છતાં ક્યારેક હિતશિક્ષા ફરમાવતા. બહુ જ માંદગીમાં પૂ.પં.મ. ‘ઉપયોગો લક્ષણમ્' એ સુત્રોના ચિંતનમાં ડૂબી જતા. દશેરાથી નાદિયામાં અમદાવાદવાળો ચંદ્રકાંતભાઇ તથા કલકત્તાવાળા તેમના સહયોગી વર્ધચંદજીભાઇ તરફથી ઉપધાન તપ શરૂ થયાં. વિ.સં. ૨૦૩૫, ઇ.સ. ૧૯૭૮-૭૯, નાંદિયા ઉપધાન કા વદ૧૩ ની આસપાસ પૂર્ણ થયા. એ અરસામાં મુનિ શ્રી દિવ્યરત્નવિ.ના સળંગ પ00 આયંબિલનું પારણું થયેલું. પૂ.આ. શ્રી વિ. કલાપૂર્ણસૂરીશ્વરજી મ. ૧ ૧૬૪ નાદિયામાં નયનરમ્ય ભગવાનશ્રી મહાવીરસ્વામીની પ્રતિમા (જે પ્રભુશ્રી વીરના ભાઇ નંદિવર્ધને ભરાવેલી છે) સમક્ષ પૂજ્યશ્રી અત્યંત ભાવપૂર્વક ભક્તિ કરતા. માગ.સુદ-૫, પિંડવાડા, અહીં ભોંયણીના લલિતાબેનની તથા જામનગરના મીનાબેનની દીક્ષા થઇ. ક્રમશઃ નામ પડયાં : સા. અઈત્કલ્પાશ્રીજી તથા સા. જીતકલ્પાશ્રીજી. પો.વદ-૫, રાતા મહાવીર, આજના દિવસે પૂ. મુનિ શ્રી કલાપ્રભવિ.મ. આદિ ભચાઉ ચાતુર્માસ કરીને પધાર્યા. અહીંથી પો વદ-૧૧ ના ૬૪ દિવસનો નાકોડા, જેસલમેર થઇને પાલી સુધીનો સંઘ નીકળ્યો. લુણાવા-મુંડારાના નેમિચંદજી વગેરે ૨૧ સંઘપતિઓ દ્વારા આ સંઘનું આયોજન થયું હતું. એક હજાર યાત્રિકો અને ૨૫૦ જેટલા સાધુ-સાધ્વીજીઓ હતાં. મહા સુદ-૬, જાલોર, અહીં શ્રીસંઘ સાથે પૂજયશ્રીએ નંદીશ્વરદ્વીપ આદિનાં દર્શન કર્યા. અહીં બિરાજમાન પૂ. મુનિશ્રી કલ્યાણવિજયજી મ.ની સાથે દીક્ષિત થયેલા પૂ. મુનિશ્રી સૌભાગ્યવિજયજીનાં દર્શનાર્થે પૂજયશ્રી સાથે અમે સૌ ગયા. ૮૫ કે ૯૦ વર્ષની તેમની અત્યંત વૃદ્ધ ઉંમર હતી. તેઓએ અમારી સાથે સંસ્કૃતમાં વાર્તાલાપ કર્યો હતો. “अक्षिभ्यां न पश्यामि, कर्णाभ्यां न शृणोमि । वृद्धावस्था-विवशोऽहं વૈવર્ત નામેવ કોમ ” ઇત્યાદિ તેમનાં વાક્યો આજે પણ યાદ આવે છે. કલ્યાણવિજયજીની જેમ સૌભાગ્યવિજયજી પણ વિદ્વાન હતા. શૈશવકાળમાં બંને ભણવામાં સહપાઠી હતા. આ સંઘ અનેક રીતે ભવ્ય અને યાદગાર હતો. સંઘમાં કેટલીક વખત એવાં વિદગ્ન આવ્યો કે સંઘ-યાત્રા પર ત્યાં જ પૂર્ણવિરામ મૂકી દેવું પડે. તેમાંનો એક પ્રસંગ પ્રસ્તુત છે. મહા વદ-૨, ચવા, લુણાવા, તખતગઢ, જાલોર, માંડવલા, ગઢસિવાણા, બાલોતરા, નાકોડા થઇને અમે ચવા આવ્યા હતા. કચ્છ વાગડના કર્ણધારો ૨ ૧૬૫ Page #89 -------------------------------------------------------------------------- ________________ તે દિવસે સવારે એક ભાઇ (નામ પ્રાયઃ ચીનુભાઇ)નું મૃત્યુ થયેલું. નાકોડા પછી રેતાળ પ્રદેશ શરૂ થઇ ગયો હતો. રેતીમાં તંબુ લગાવવા ઘણા મુશ્કેલ હોય. રાત્રે ૧૨.૦૦ વાગે અચાનક ભયંકર પવન સાથે વરસાદ પડ્યો. આમ તો ચોમાસામાં વરસાદ ન પડે એવો આ પ્રદેશ હતો, પણ અમારા ‘ભાગ્યે” મહા મહિનામાં પડ્યો. (જો કે, ત્યાંના લોકો ઘણા રાજી થયા અને માનવા લાગ્યા કે આવા સંઘના પવિત્ર પદાર્પણથી મેઘરાજા રીઝુયા. નહિ તો અહીં વરસાદ ક્યાં ? પણ અમારી હાલત ભૂંડી થઇ ગઇ.) અમે તો તંબુમાં સૂતેલા હતા. અચાનક જ તંબુઓ ધડાધડ પડવા માંડ્યા. અમે સફાળા જાગી ઊઠ્યા. પણ નીકળવું કેમ ? અમારા પર તંબુની ઉપરનું મોટું જાડું કપડું છવાઇ ગયું હતું. અમે આમતેમ સરકવા લાગ્યા. સંઘના ગુરખા વગેરેએ દોરડાં કાપીને અમને બહાર કાઢ્યા. અમારા સંથારા-કપડાં વગેરે ભીંજાઇ ગયા. આમ પણ ઠંડીનો સમય હતો. એમાં પણ મારવાડનો પ્રદેશ અને મધ્યરાત્રિનો સમય ! અધૂરામાં પુરું પવનના સુસવાટા સાથે વરસાદ પડે. અમે સંથારા વગેરે ઉપધિનો વીંટો વાળી બહાર નીકળ્યા. પણ હવે જવું ક્યાં ? પૂજ્યશ્રી તે વખતે કાયોત્સર્ગ ધ્યાનમાં હતા. કેટલાક મુનિઓએ તેમની જગ્યા પર રહેલો બાંબુ માંડ માંડ પકડી રાખ્યો હતો. કાયોત્સર્ગ પૂર્ણ કરી પૂજયશ્રી પણ બહાર આવ્યા. ચારેબાજુ ભયંકર અંધારું ! શું કરવું ? કોઇને કાંઈ સૂઝે નહિ. આ બાજુ બધા યાત્રિકોના પણ તંબુ પડી જવાથી ચારેબાજુથી શોર-બકોર અને ચીસાચીસનો અવાજ આવતો હતો. તપાસ કરતાં ખ્યાલ આવ્યો કે અહીં ચવા નામનું ગામ છે ખરું, પણ અહીંના ગામ એવાં કે એક કિલોમીટરના અંતરે એક મકાન હોય ! મકાનું તો શું પણ ઝૂંપડું જ સમજોને ! પૂ.આ. શ્રી વિ. કલાપૂર્ણસૂરીશ્વરજી મ. ૧ ૧૬૬ આખરે કોઈકે કહ્યું કે અહીંથી Olી-વની કિ.મી. દૂર એક સ્કૂલ છે. પૂજયશ્રી સાથે અમે સૌ મધ્યરાતે ત્યાં જવા ઊપડ્યા; વરસાદથી ભીંજાતા, ઠંડીથી ધ્રૂજતા. ત્યાં ગયા પછી ખબર પડી કે સ્કૂલના રૂમમાં છાપરું જ નથી. મારી નાખ્યા ! અમે મનોમન બોલી ઊઠ્યા. માત્ર અધું છાપરું હતું. ત્યાં અમને સૌને સૂવા માટે અર્ધી અર્ધી જગ્યા મળી. અમારા જેવા નાના મુનિઓ જેમતેમ કરીને થોડી વાર સૂઇ ગયા, પણ પૂજ્યશ્રી તો સકલ સંઘના યોગક્ષેમની ચિંતા કરતા જાગતા જ રહ્યા, સાધના કરતા રહ્યા. શ્રાવકો વગેરેએ પ્રવચનના મોટા મંડપમાં રાત વીતાવી. અમે સવારે તૈયાર થઇને વિહાર કરવા નીકળ્યા તો ફરી સવારે વરસાદ ચાલુ ! હવે શું કરવું? પૂજ્યશ્રી સાથે અમે સામુદાયિક ચૈત્યવંદન, ભક્તામર પાઠ વગેરે (રોજ આટલું થયા પછી જ સંઘનું પ્રયાણ થતું) કર્યું, પણ વરસાદ હજુ ચાલુ જ હતો. અમે સૌ નવકારનો જાપ કરતા મંડપમાં બેઠા રહ્યા. સવારે ઠેઠ નવ વાગે વરસાદ બંધ રહ્યો ત્યારે અમે વિહાર શરૂ કર્યો. પણ તે વખતે ફરી આંચકો આપે તેવા સમાચાર મળ્યા : આગળના જે મુકામે સંઘ જવાનો છે, એ મુકામના મંડપો પણ પલળી ગયા છે, માટે સીધા બાડમેર જવું પડશે, જે ૩૦ કિ.મી. થાય. સાંભળતાં જ કેટલાકના મોતિયા મરી ગયા. આવા અણીના સમયે પૂજયશ્રીએ અત્યંત સ્વસ્થતા જાળવી રાખી. સહેજ પણ વિચલિત ન થયા. સૌ સાધુ-સાધ્વીજીઓને આશ્વાસન અને હિંમત આપ્યાં. સંઘના આયોજકોએ ૩૦ કિ.મી. સીધું ચાલી ન શકે તેવા તમામ યાત્રિકો માટે વાહનની સુવિધા કરી. તેઓ વાહનમાં ગયા. કેટલાક હિંમતવાળા અમારી સાથે ચાલ્યા. અમે બપોરે ઠેઠ ૩.૦૦ વાગે બાડમેર પહોંચ્યા. અમારામાંથી કોઇક ચાર કે પાંચ વાગે પણ પહોંચ્યું. ત્યાં જઇને અમે એકાસણા કર્યો. કચ્છ વાગડના કર્ણધારો ૨ ૧૬૭ Page #90 -------------------------------------------------------------------------- ________________ ખરું કહીએ તો આટલો લાંબો વિહાર હોવા છતાં અમને સહેજ પણ અઘરો લાગ્યો નહોતો, તે પૂજ્યશ્રીનો જ પ્રભાવ હતો. આવા કટોકટીના સમયે પૂજ્યશ્રીની પ્રભુ-ભક્તિની મસ્તી, પ્રભુ પરનો વિશ્વાસ... વગેરે એવા ને એવા જ હતા, જે આપણું મસ્તક ઝુકાવી દે. બાડમેર પછી પણ ઘણી વાર વિઘ્ન આવ્યાં. ક્યારેક અમે વાપરતા હોઇએ ને એવો પવન આવે કે તંબુ ઊડી જાય, ક્યારેક એટલી રેતી ઊડે કે વાપરવામાં ધૂળ-ધૂળ જ આવે. ક્યારેક રસોઇયા રસોઇ કરતા હોય ને ઉપરથી તંબુ પડું પડું થતું હોય ! પડે તો આગ જ લાગે. : કેટલીક વખત તો સંઘપતિઓ પણ નિરાશ થઇ જાય અને કહે : સાહેબજી ! હવે સંઘને જેસલમેર જ પૂરો કરી દઇએ. આવી પરિસ્થિતિમાં આગળ વધવું કેમ ? પણ પૂજ્યશ્રી પૂરી શ્રદ્ધા, સ્વસ્થતા અને આત્મવિશ્વાસ સાથે દૃઢ સ્વરે કહેતા : મને વિશ્વાસ છે : સંઘ નક્કી કર્યા પ્રમાણે જ પૂરો થશે. હું એની પૂર્ણાહુતિ એના આયોજન પ્રમાણે જ જોઇ રહ્યો છું. તમે સૌ શા માટે ચિંતા કરો છો ? આપણી ચિંતા કરનાર ભગવાન બેઠા છે, પૂ.પં.શ્રી ભદ્રંકરવિજયજી બેઠા છે. તમને દેવ-ગુરુની શક્તિ પર ભરોસો નથી ? મને તો છે. વિઘ્ન તો આવે. વિઘ્નોથી ડરીને ભાગી જવાનું ન હોય, પણ પાર ઊતરવાનું હોય, વિઘ્નોને જીતવાનાં હોય, દરેક વિઘ્ન આપણને વધુને વધુ મજબૂત બનાવવા જ આવે છે. ભગવાનના અને પૂ.પં.મ.ના આશીર્વાદ આપણી સાથે છે. માટે કોઇ પણ ચિંતા કર્યા વિના આગળ વધો. પૂજ્યશ્રીના પ્રભુ-શ્રદ્ધા અને આત્મ-વિશ્વાસથી છલકાતા આવા શબ્દોથી સંઘપતિઓમાં પણ ઉત્સાહનો સંચાર થઇ જતો ને તેઓ ખરેખર વિઘ્નોને જીતી જતા. વિઘ્નોને જીતવાનું બળ આ રીતે પૂજ્યશ્રી જ આપતા હતા. પૂજ્યશ્રી કાંઇ એમને એમ વિશ્વવિખ્યાત નથી બન્યા. લોકોનાં હૃદયસિંહાસનમાં એમને એમ બિરાજમાન નથી થયા. એ માટે એમણે ઘણું ઘણું સહન કર્યું છે, ઘણા ઘણા કટોકટીના પ્રસંગો એમના જીવનમાં આવ્યા છે. પૂ.આ. શ્રી વિ. કલાપૂર્ણસૂરીશ્વરજી મ. * ૧૬૮ સિતારા આભે આપોઆપ, કાંઇ ઊગી નથી નીકળ્યા, એમણે રાતોની રાતો જાગીને એ ધરતી ખેડી છે. મહા વદ-૧૪, જેસલમેર, ઘણી ઘણી તકલીફો વચ્ચે હેમખેમ પસાર થતો અમારો સંઘ જેસલમેર પહોંચ્યો. અહીંનું મુખ્ય આકર્ષણ અહીંનો વિશાળ પ્રાચીન હસ્તલિખિત પ્રતોનો ભંડાર અને પ્રાચીન મૂર્તિઓ છે. મધ્યકાળમાં જ્યારે આતતાયી યવનોના હુમલાથી મૂર્તિઓ અને મંદિરો તૂટતાં હતાં, જ્ઞાનભંડારોનાં શાસ્ત્રોને બાળી નાખવામાં આવતાં હતાં ત્યારે સુરક્ષા માટે ૧૮૦૦ સાંઢડીઓ દ્વારા પાટણ વગેરેથી અનેક પ્રતિમાઓ અને સેંકડો હસ્તપ્રતો જેસલમેરમાં મૂકવામાં આવી હતી. જેસલમેર સ્થાન એવું હતું કે અહીં કોઇ જલદી હુમલો કરી શકે નહિ. કારણ કે અહીં આજુબાજુના માઇલો સુધીના વિસ્તારમાં મોટી સેનાને પીવાનું પાણી જ ન મળે. પાણી વિના કોઇ લશ્કર કેવી રીતે આવી શકે ? આવી દીર્ઘદૃષ્ટિથી મૂકવામાં આવેલી સેંકડો વર્ષ જૂની હસ્તપ્રતો આજે પણ સુરક્ષિત છે. અહીંના પ્રાચીન ભંડારમાં એક જૂની કામળી (શાલ) પણ છે, જે ૯૦૦ વર્ષ પહેલાં થઇ ગયેલા શ્રી જિનદત્તસૂરિજીની કહેવાય છે. અહીંની હસ્તપ્રતો સંશોધકો માટે કાયમ આકર્ષણનું કેન્દ્ર રહી છે. અહીંના ત્રણ દિવસ રોકાણ દરમિયાન બીજે દિવસે પૂજ્યશ્રી સાથે સમસ્ત સંઘ લોદ્રવા તીર્થની યાત્રાએ ગયેલો. સામખીયાળી નિવાસી શાંતાબેનની અહીં દીક્ષા થઇ. નામ પડ્યું : સા. ચારુકલ્પાશ્રીજી. ફા.સુદ-૧૦, પોકરણ, અહીંની બાજુમાં જ ક્યાંક ઇન્દિરા ગાંધીએ ભૂગર્ભ અણુ ધડાકો કરાવ્યો હતો. લોકો કહેતા હતા કે ત્યાર પછી અહીં ઠંડી ઘટી ગઇ. (ત્યાર પછી બાજપેયીએ પણ અહીં જ અણુ ધડાકો કરાવ્યો.) અણુ ધડાકાના કારણે પ્રખ્યાત બનેલા પોકરણમાં પૂજ્યશ્રીનું જોરદાર સ્વાગત થયેલું. કચ્છ વાગડના કર્ણધારો ૨ ૧૬૯ Page #91 -------------------------------------------------------------------------- ________________ અહીં એક વિશિષ્ટ ઘટના ઘટી, એક જૈન ભાઇએ કહ્યું : “બાપજી ! અહીંના ઉપાશ્રયમાં ગોરજીનો જૂનો જ્ઞાનભંડાર છે, તે અમે આપને આપવા માંગીએ છીએ. આપ જેવા જ્ઞાની પુરુષ પાસે ભંડાર આવશે તો કંઇક ઉપયોગી થશે. નહિ તો અહીં બધાં પુસ્તકો, હસ્તપ્રતો વગેરે પડ્યાં પડ્યાં સડી જશે.’ પૂજ્યશ્રીએ કહ્યું : ભલે. અમે તો નહિ રાખીએ, પણ વ્યવસ્થિત સ્થાને કચ્છમાં મોકલાવી દઇશું. પણ તમારો એ ભંડાર છે ક્યાં ?' એમણે કહ્યું : “છે તો આ જ ઉપાશ્રયમાં, પણ આપને એ નહિ દેખાય. એના માટે પેલી દીવાલ તોડવી પડશે. ભંડારની સુરક્ષા માટે ઓરડાના દરવાજા પર દીવાલ જ ચણી દેવામાં આવી છે.' બપોરે દીવાલ તોડવામાં આવી. અંદરથી જૂના પુસ્તકો તથા હસ્તપ્રતો વગેરે નીકળ્યું. પૂજયશ્રીની પ્રેરણાથી એ બધું લાકડાની પેટીઓમાં ભરાઇને કચ્છલાકડીઆના જ્ઞાનભંડારમાં પહોંચ્યું. (ભૂકંપના કારણે અત્યારે (વિ.સં. ૨૦૫૯) એ આખો ભંડાર નવસારી કે અમદાવાદ તપોવનમાં છે.) એ ભંડારમાંની પ્રતોની સાચવણી કેવી ઉત્કૃષ્ટ હતી. જૂની હસ્તપ્રતો માટીના બોક્ષમાં હતી. એ માટીનાં બોક્ષ એવાં એર-ટાઇટ હતાં કે બહારની હવા અંદર જઇ શકે નહિ. આથી જ વરસો વીતવા છતાં એ હસ્તપ્રતો અત્યંત સુરક્ષિત રહેલી હતી, પૂજયશ્રીએ એ હસ્તપ્રતોને યથાયોગ્ય સ્થાને મોકલવાનો પ્રબંધ કરી આપ્યો. સાચે જ પૂજ્યશ્રીની શ્રુતભક્તિ અનુપમ હતી. ફા.સુદ-૧૪, ફલોદી, પૂજ્યશ્રીની જન્મભૂમિમાં પૂજયશ્રી સાથે અમે આવી પહોંચ્યા. નવે નવ જિનાલયોથી શોભતી આ ફલોદી નગરી ભૂતકાળમાં કોઇ કાળે ‘વીતભયપત્તન” તરીકે અથવા ‘વિજયનગર' તરીકે પ્રખ્યાત હતી, એમ પણ કેટલાક માને છે. અહીં પહેલાં તો ૧૫00 જેટલાં ઘર હતાં, પણ પાણીની તંગી, ધંધાનો અભાવ વગેરે કારણોસર મોટા ભાગનાં જૈનો મદ્રાસ, ઊટી, મન્નારગુડ્ડી, રાયપુર, રાજનાંદગાંવ વગેરે પૂ.આ. શ્રી વિ. કલાપૂર્ણસૂરીશ્વરજી મ. ૧ ૧૭૦ સ્થળોએ જઇને વસ્યા છે. આ સિલસિલામાં પૂજયશ્રી પણ ધંધાર્થે રાજનાંદગાંવ વસ્યા હતા. બીજા દિવસે હોળી આવતી હોવાથી બહેનોને એકલાં બહાર નહિ જવાની કડક સૂચના આપવામાં આવી હતી. આ બાજુની હોળી બહુ જ ખતરનાક હોય છે. માત્ર કપડાં જ રંગે એવું નહિ. રંગથી આખાને આખા નવડાવી જ દે ! જો કે, એકાદ-બે કિસ્સા સિવાય કોઇને એવો ખાસ અનુભવ થયો નહિ. અમારો ઉતારો ખ્યાતિ નોહરામાં હતો. અમે અહીં બે દિવસ રોકાયા હતા. ફા.વદ-૧, શેતાનસિંહ, પાકિસ્તાન સાથેના યુદ્ધમાં વીરતાપૂર્વક શહીદ થયેલા શેતાનસિંહ નામના આ ગામના જવાનથી આ ગામનું જૂનું નામ બદલાઇને ‘શેતાનસિંહ’ પડ્યું છે. શરૂઆતમાં તો અમે પણ વિચારમાં પડી ગયા હતા કે આવું નામ કેમ ? પણ ગામ-લોકોએ વાત કરી ત્યારે ખ્યાલ આવ્યો. ફા.વદ-૪, ઓસિયા તીર્થ, સોથી વધુ વર્ષ પહેલાં પૂ. મોહનલાલજી મહારાજ અહીં આવેલા ત્યારે બહિર્ભુમિએ જતાં રેતીના ટીંબામાં દાંડો અટક્યો. એમને નીચે કંઇક હોવાની શંકા પડી, સંઘ પાસેથી ઉખનન કરાવતાં પ્રાચીન જૈન મંદિર નીકળ્યું. ઓસિયા પ્રાચીન નગર હતું, પ્રાચીન તીર્થ હતું, તે વાત સત્ય સાબિત થઇ. ભગવાન મહાવીરસ્વામીના નિર્વાણ પછી પ્રાયઃ ૨૫ જેટલાં વર્ષે અહીં રત્નપ્રભસૂરિજીએ (પાર્શ્વનાથ સંતાનીય) રજપૂતોને જૈન બનાવી ઓસવાળ વંશની સ્થાપના કરેલી. આ પ્રાચીન તીર્થનાં દર્શન કરતાં પૂજયશ્રીને ખૂબ જ આનંદ આવ્યો. ફા.વદ-૧૦, જોધપુર, અહીં સંઘનું ભવ્યાતિભવ્ય સ્વાગત થયું. ભેરૂ બાગમાં સંઘ ઊતરેલો. ફા.વદ-૧૩, કાપરડા, પૂ. નેમિસૂરિજીએ જાનનું જોખમ વહોરીને આ તીર્થનો ઉદ્ધાર કરેલો છે. અહીં પૂજયશ્રીને ભક્તિ કરતાં ખૂબ જ આનંદ આવ્યો. કચ્છ વાગડના કણધારો ૧૭૧ Page #92 -------------------------------------------------------------------------- ________________ શૈ.સુદ-૩, પાલી, પાલીમાં આવીને ૬૪ દિવસનો આ મોટો સંઘ પૂર્ણાહુતિને પામ્યો. જનારા દરેક યાત્રિકોની આંખમાં આંસુ હતાં. ચૈત્રી ઓળી પૂજયશ્રીએ પાલી સંઘના આગ્રહથી પાલીમાં જ કરી. આ સંઘમાં પૂ. પ્રદ્યોતનવિ. (પછીથી આચાર્ય) પૂ. ચન્દ્રપ્રભવિ., પૂ. ચરણગુણવિ. આદિ પૂ. પ્રેમસૂરિજીના સમુદાયના સાધુઓ હતા. તથા અન્ય અન્ય સમુદાયોનાં સાધ્વીજીઓ પણ હતાં. બધાને ખૂબ જ આનંદ આવ્યો. ચૈત્ર વદ-૧૧ થી વૈ.સુદ-૬, પિંડવાડા, શાસનપ્રભાવક પૂજય આચાર્ય શ્રી વિજયરામચન્દ્રસૂરિજી આદિ અહીં મળ્યા. ૮૪ વર્ષની ઉંમરે પણ પૂ. આચાર્યશ્રી સ્વસ્થ હતા. વ્યાખ્યાન, વાચનાદિ સ્વસ્થપણે આપતા. પૂ. આચાર્યશ્રી વિજયરામચંદ્રસૂરિજી, પૂજયશ્રી પર ફિદા ફિદા હતા. “તમે તો શાસન પચાવ્યું છે. તમે તો પામેલા આત્મા છો.” વગેરે અનેક ઉગારો પૂ. આચાર્યશ્રીના મોઢે અમે અનેક વાર સાંભળ્યા છે, અનેક વાર પીઠ થાબડતા નિહાળ્યા છે. ત્યારે કુલ ૧૦૫ સાધુઓ એકઠા થયા હતા. એક વખત પૂ. આચાર્યશ્રીએ, પૂજ્યશ્રીને પ્રતિક્રમણમાં સજઝાયનો આદેશ આપ્યો. ત્યારે પૂજયશ્રી “અવધૂ નિરપેક્ષ વિરલા કોઇ’ સજઝાય અત્યંત ભાવવિભોર હૃદયે બોલેલા. એ સજઝાય પૂજયશ્રીને ખૂબ જ પ્રિય હતી. પ્રિય હતી તેટલું જ નહિ, પણ એ સજઝાયમાં આવતું યોગીનું વર્ણન બરાબર પૂજ્યશ્રીના જીવનમાં ઊતરેલું દેખાતું હતું. પૂજયશ્રી કેવા હતા ? એમ કોઇ પૂછે તો કહી શકાય : આ સજઝાયમાં જેવું વર્ણન છે તેવા હતા. ચન્દ્ર સમાન શીતલતા જાકુ, સાગર જિમ ગંભીરા; અપ્રમત્ત રહે ભારંડ તણી પરે, સુરગિરિ સમ શુચિ ધીરા.” પૂજયશ્રી બરાબર આવા જ હતા. “ભરતજી મન મેં હી વૈરાગી.” “નહિ જાઉં નહિ જાઉં, હો પ્રભુજી ! નહિ જાઉં નરક-દ્વાર.” “સમય મેં ગોયમ ! મ કરે (પૂજ્યશ્રી અહીં ‘ક’ની જગ્યાએ ‘કરે’ બોલતા હતા.) પ્રમાદ.” “અવધૂ સદા મગન પૂ.આ. શ્રી વિ. કલાપૂર્ણસૂરીશ્વરજી મ. ૧ ૧૭૨ મેં રહેના.” વગેરે સજઝાયો પૂજ્યશ્રીની પ્રિય સઝાયો હતી. એ બોલતી વખતે પૂજયશ્રી અત્યંત ભાવવિભોર બની જતા. જેમણે પ્રતિક્રમણમાં સજઝાય બોલતા પૂજ્યશ્રીને સાંભળ્યા હશે, તેમને આ ખ્યાલ હશે ! વૈ.સુદ-૩, અહીં (પિંડવાડામાં) આજના દિવસે અનેક દીક્ષાઓ સાથે વાગડ સમુદાયમાં પણ ત્રણ દીક્ષાઓ હતી. રશ્મિબેન, સાધનાબેન (ધ્રોળ) અને જ્યોતિબેન - આ ત્રણેયના ક્રમશ: સા. જ્યોતિદર્શનાશ્રીજી, સાજિનદર્શિતાશ્રીજી તથા સા. જિતરસાશ્રીજી – એમ નામ પડ્યાં. (વડી દીક્ષાઓ પણ હતી.) પછીથી પંડિત મહારાજ તરીકે પ્રસિદ્ધ થનાર મુનિ શ્રી મોહજિતવિજયજી (મહેન્દ્રભાઇ) તથા મુનિ શ્રી યુગભૂષણવિજયજી (નવીનભાઇ)ની પણ દીક્ષા ત્યારે જ થઇ હતી. એ વખતે પૂ.પં. ભદ્રંકરવિ.મ., પૂ. સુદર્શનસૂરિજી, પૂ. મિત્રાનંદવિ. (પછીથી આચાર્ય) પૂ. વિચક્ષણવિ. (પછીથી આચાર્ય), પૂ. હમભૂષણવિ., પૂ. ગુણયશવિ., પૂ. કીર્તિયશવિ., પૂ. નયવર્ધનવિ. વગેરે ૧૦૫ મહાત્માઓ હતા. એક જિનાલયની પ્રતિષ્ઠા પણ થયેલી. આ વખતે પૂ.પં.મ.ને પૂ. રામચન્દ્રસૂરિજી પાટણ લઇ જવા માંગતા હતા, પણ પૂ.પં.મ.ની તેવી જરાય ઇચ્છા નહોતી પણ પૂ. આચાર્યશ્રીની ઇચ્છાને માન આપી અંતે પાટણ પધાર્યા. એ વખતે પૂ.પં.મ.ને સમજાવવા જ ખાસ પૂ. રામચન્દ્રસૂરિજી એમની રૂમમાં ગયા હતા ત્યારે અમે બધા પણ સાથે હતા. એ દેશ્ય આજે પણ આંખ સામે રમે છે. આ વર્ષનું ચાતુર્માસ ફલોદી નક્કી થયેલું હોવાથી ફરી અમારે ત્યાં જવાનું હતું. વૈ.સુદ-૭ ના ભયંકર ગરમીમાં વિહારો શરૂ થયા. મોટી મારવાડ તરફ જેમ જેમ આગળ વધતા ગયા તેમ તેમ ગરમી પણ વધતી ગઇ. ગરમી એટલે કેવી ? રાત્રે ૧૨.૦૦ વાગે પણ સંથારા ભીના થઇ જાય તેવી ! સવારે ૮.૦૦ વાગ્યાથી જ ધરતી તપવા માંડે. આ વિહારોમાં સારા એવા અનુભવ થયા. કચ્છ વાગડના કર્ણધારો ૨ ૧૭૩ Page #93 -------------------------------------------------------------------------- ________________ જેઠ સુદ-૧, ધામલી, અહીં પૂ. આચાર્ય શ્રી પદ્મસૂરિજી (પૂ.આ. શ્રી જિનેન્દ્રસૂરિ-શિષ્ય)ની નિશ્રામાં અંજનશલાકા ચાલતી હતી. દીક્ષા કલ્યાણકની ઉજવણી ચાલુ હતી. તે દિવસે રાત્રે બિલાડીએ ૪૨ કબૂતર માર્યા હતાં. સાંભળતાં અરેરાટી છૂટી ગઇ હતી. બે દિવસ રોકાઇને જેઠ સુદ-૩ ના જ્યારે મારવાડ જંકશન જવાનું થયું ત્યારે પારાવાર મુશ્કેલી અનુભવવી પડી હતી. આગલા દિવસે વરસાદ થયેલો હોવાના કારણે રસ્તામાંની માટીમાં અમારા પગ ઘૂસી જતા હતા. વળી રસ્તામાં કીડીઓ પણ પુષ્કળ હતી. આવા વખતે અત્યંત ધૈર્ય અને સ્વસ્થતા સાથે જયણાપૂર્વક ડગલા ભરતા, વારંવાર પાછળ રહી જતા પૂજયશ્રી યાદ આવે છે ને મસ્તક ઝૂકી જાય છે. જેઠ સુદ-૬, બાલાજી, અહીં અમે ૨૪ કિ.મી.નો લાંબો વિહાર કરીને આવેલા હતા. નાના ભાઇ (મુનિચન્દ્રવિ.)ને ગઇકાલનો ઉપવાસ હોવાથી વિહાર યાદગાર બન્યો. અહીં આવ્યા પછી પણ પારણાનું ઠેકાણું નહિ. તે વખતે અમારા વિહારોમાં સાથે કોઇ માણસ નહોતો રહેતો તથા આગળનાં ગામોમાં જણાવાતું પણ નહિ. વિહારનો એ અસલી સ્વાદ હતો. અહીં એક ન માની શકાય તેવી વાત જાણવા મળી. અહીંનાં એક બહેન જે ‘બાલાજી કી સતી’ તરીકે પ્રસિદ્ધ હતાં, તેઓએ છેલ્લાં ૩૬ વર્ષથી અન્ન-પાણી લીધાં નહોતાં. અમે ગામ લોકોને પૂછયું : એવું તે શી રીતે બની શકે ? કેવળીઓને પણ આહારની જરૂર પડે છે તો આ કોણ વળી ? પણ, ગામ લોકોને એ બહેન પર અનન્ય શ્રદ્ધા હતી. તેમણે કહ્યું : “એમના લગ્ન પછી તરતના સમયમાં પતિ મરી ગયા. ત્યાર પછી દૂધ સિવાય થોડા દિવસ કાંઇ ન લીધું. ત્યાર પછી દૂધ અને પાણીનો પણ ત્યાગ કર્યો. એને આજે ૩૬ વર્ષ થયાં. એક વખત ગામમાં પૂર આવેલું ત્યારે અમારા બધાની સાથે મકાનની ઉપર જ આઠ દિવસ રહેલા. ત્યારે અન્નપાણી કાંઇ લીધું ન હતું.” પૂ.આ. શ્રી વિ. કલાપૂર્ણસૂરીશ્વરજી મ. ૧ ૧૭૪ અમે સૌ આ સાંભળીને સ્તબ્ધ થઈ ગયા : શું દેવ બનેલા એ પતિની સહાય હશે ? અથવા એ બાઇ દંભ કરતી હશે ? દંભ કે દેખાડો કરે એવો ચહેરો તો લાગ્યો નહિ. સવારે વ્યાખ્યાનમાં પણ એ બાઇ આવેલી. બીજે દિવસે સવારે અમારો કાપરડા તરફ વિહાર થયેલો ત્યારે પણ આ બાઇ પૂજયશ્રીના દર્શનાર્થે રસ્તામાં આવેલી. સફેદ સાડીમાં ૬૦-૬૫ વર્ષની આસપાસનાં એ બાઈ બરાબર સા. પુષ્પચૂલાશ્રીજી જેવાં લાગતાં હતાં. પૂજ્યશ્રીએ માંગલિક સંભળાવ્યું ત્યારે હાથ જોડીને પ્રેમપૂર્વક સાંભળ્યું. અમારામાંથી કોઇ મહાત્માએ પૂછયું : શા બાપને છત્તીસ વર્ષો છે બોગનપાની નહીં નિયા ? જવાબમાં એ બાઇએ માત્ર “રામ... રામ... રામ...' એમ કહ્યું. રાત-દિવસ માત્ર એ “રામ... રામ... રામ...' જગ્યા કરતાં હતાં. રાત્રે પણ એ ઊંઘ નહોતાં લેતાં. ડૉકટરો વગેરેએ કેટલીયે ચકાસણી કરી, પણ હોજરી કે આંતરડામાંથી કાંઇ મળ્યું નથી. હૃદય વગેરે બરાબર કામ કરતાં હતાં. ડૉકટરો માટે ખરેખર એ કોયડારૂપ હતાં. રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અત્યારના ઉપરાષ્ટ્રપતિ ભેરૌસિંહ શેખાવતની જ્ઞાતિનાં એ બાઇ હતાં. થોડાં વર્ષો પછી સાંભળવા મળેલું કે ૭૧-૭૨ વર્ષની ઉંમરે એ બાઇ સ્વર્ગવાસી બન્યાં છે. એ બાઇ ‘બાલાજી કી સતી’ નામે પ્રસિદ્ધ હતાં. ગામ બહાર આશ્રમ હતો. અનેક દર્શનાર્થીઓ તેમનાં દર્શનાર્થે આવતાં હતાં. જેઠ સુ.૭, કાપરડા, સંઘ પછી તરત જ બીજી વાર અહીં આવવાનું થયું. અહીં પૂજયશ્રીએ કહેલું : “જિનાલયમાં ૧૪ સ્વપ્રો કોતરેલાં હોવાથી કેસમાં જૈનો જીતી ગયેલા. પૂ. નેમિસૂરિજીની ચકોર નજરે ૧૪ સ્વમ જોઇ લીધેલાં. એમણે આ તીર્થનો જીર્ણોદ્ધાર કરવા ખૂબ જ મહેનત કરેલી.” જેઠ સુ.૯, બનાડ, અમે ૧૫ કિ.મી.નો વિહાર કરીને અહીં આવ્યા હતા. જૈનોનું એકેય ઘર નહોતું. દેરાસર માત્ર પૂજારીના ભરોસે હતું. અમે પૂર્વ સૂચના આપ્યા વિના જ આવ્યા હતા. ઉપાશ્રયમાં ધૂળના ઢગલા હતા. પૂજારી જ એકમાત્ર કામ કરનાર હતો. અમારી સાથે કોઇ માણસ નહિ. કચ્છ વાગડના કર્ણધારો ૨ ૧૭૫ Page #94 -------------------------------------------------------------------------- ________________ ઉપાશ્રયમાં કોઇ થાળ વગેરે પણ નહિ. પૂજારીએ પોતાની નાની તપેલીમાં પાણી ઉકાળવા માંડ્યું. પોતાના ઘરે રહેલા ડબ્બાના નાના ઢાંકણામાં એ પાણી ઠારવા માંડ્યું. અહીં અમારા સૌના હોઠ પાણીથી સૂકાઇ રહ્યા હતા. અમે પાણી માટે તલસતા હતા. જ્યારે પૂજ્યશ્રી પ્રભુભક્તિમાં લીન બની ગયા હતા. પછી તો વાપર્યા પછી બપોરે જોધપુરના ભાઇઓ પણ આવેલા ને કહેલું : આપે અમને કહેવડાવ્યું કેમ નહિ ? અહીંથી જોધપુર માત્ર ૧૫ કિ.મી. જ દૂર હતું. પૂજ્યશ્રીએ કહ્યું : અમે ક્યાંય કહેવડાવતા નથી. જોધપુરવાસીઓનાં મસ્તક ઝૂકી ગયાં. જેઠ સુદ-૧૨, કાલીબેરી, જોધપુરથી માત્ર ૮ કિ.મી. જ દૂર આ ગામમાં જૈનોનું એકેય ઘર ન હોવાથી અમારા એક મહાત્મા (કુમુદચન્દ્રવિજયજી) અજૈનોને ત્યાં વહોરવા ગયેલા. ક્યારેક ત્યાં મીઠા અનુભવ થાય તો ક્યારેક કડવા અનુભવ પણ થાય. અહીં એક કડવો અનુભવ થયેલો. મહાત્મા કોઇ ઘરમાં ગયા ને તરત જ એક ભાઇ પાછળ હાથમાં લાકડી લઇને આવ્યો : મારે ઘર મેં આયે ક્યાં ? સિને મુત્તાયા ? घरमें लुगाई अकेली हो और आप घुस जाते हैं ? शर्म नहीं आती ? મુનિશ્રી તો તરત જ ઘરમાંથી બહાર નીકળી ગયા. પોતાનો અનુભવ પૂજ્યશ્રીને જણાવ્યો ત્યારે પૂજ્યશ્રીએ કહ્યું : “કોઇને અપ્રીતિ થાય તેવું નહિ કરવું; તેવા ઘરમાં પણ નહિ જવું. જે ઘરમાં આદર અને આવકાર દેખાય ત્યાં જ પ્રવેશ કરવો.” જેઠ સુદ-૧૪, ઓસિયા તીર્થ, તિવરીથી ૧૮ કિ.મી.નો વિહાર કરીને અમે ઓસિયા આવી રહ્યા હતા. મારવાડની ભયંકર ગરમીના કારણે સવારથી જ બધાનાં ગળાં શોષાઇ ગયાં હતાં. મારવાડના જોધપુરી પથ્થરોમાંથી બનેલાં મકાનો એટલાં ગરમ કે રાત્રે પણ પથ્થરોમાંથી ગરમી છૂટે. રાત્રે ૧૨.૦૦ વાગે પણ સંથારા પસીનાથી પલળી જાય. ગરમીથી ત્રસ્ત અમે વિચારતા હતા : ઓસિયા ક્યારે આવે ? પૂ.આ. શ્રી વિ. કલાપૂર્ણસૂરીશ્વરજી મ. - ૧૭૬ ઓસિયા ૨-૩ કિ.મી. દૂર હતું ને ઉદયપુરથી દર્શનાર્થે આવેલા કોઇ ભાવુક ભક્ત, ગાડામાં કોઠી ભરીને ઠંડું (અલબત્ત ગરમ કરીને ઠંડું કરેલું) પાણી લાવ્યા. અમે તો પચ્ચક્ખાણ પારીને પાણી પીવા તરત જ તૈયાર થઇ ગયા. પણ પૂજ્યશ્રીએ તે પાણી ન પીધું એટલે ન જ પીધું. અમે એટલા તરસ્યા હતા કે લવાયેલું એ બધું જ પાણી પૂરું થઇ ગયું. પણ પૂજ્યશ્રીએ તો ત્યાં પહોંચી શાંતિપૂર્વક દર્શન કરી પછી જ પાણી વાપર્યું; એ પણ કોઇ જ ઉતાવળ વિના ! ઓસિયાના પ્રાચીન જિનાલયમાં પ્રદક્ષિણા કરતાં પૂજ્યશ્રીની નજર તાંબાના અર્ધા સિદ્ધચક્ર યંત્ર પર પડી. પૂજ્યશ્રીએ કહ્યું : હજુ શોધ કરો. બીજો અર્ધો ભાગ પણ હશે અને ખરેખર બીજો અર્ધો ભાગ પણ મળી આવ્યો. એ બંનેને જોઇન્ટ કરીને સિદ્ધચક્રનું યંત્ર તૈયાર થયું. પૂજ્યશ્રીની નિશ્રામાં ફલોદીમાં જ્યારે સિદ્ધચક્ર પૂજન ભણાવાયેલું ત્યારે આ જ યંત્ર પર ભણાવાયું હતું. માંડલું કરવાની જરૂર નહોતી પડી. એ પૂજન ભણાવવા હિંમતભાઇ બેડાવાળા આવ્યા હતા. ત્યાંથી લોહાવટ, ખીચન થઇને જેઠ વદ-૬ ના ફલોદી ચાતુર્માસ પ્રવેશ થયો. આ વિહારોમાં પૂજ્યશ્રીએ અમને પૂ. જ્ઞાનસુંદરજીનાં પુસ્તક ‘શીઘ્રબોધ’ પરથી થોકડા (આમિક પદાર્થો) કંઠસ્થ કરાવ્યા હતા. ફલોદી ચાતુર્માસમાં પૂજ્યશ્રીએ ઉપા. માનવિ. રચિત ધર્મસંગ્રહ ગ્રંથ અમને વંચાવ્યો. પૂ. કલ્પતરુવિ.એ ઉત્તરાધ્યયન (ટીકા : ભાવવિજયજી) વંચાવ્યું. નાના મુનિઓના અધ્યયન માટે પૂજ્યશ્રીએ ત્યાંના બ્રહ્મભટ્ટ નામના બ્રાહ્મણ પંડિતને ગોઠવી આપેલા. એ વખતે ગુજરાત-મોરબીમાં મચ્છુ ડેમ તૂટતાં પૂર આવેલું. સેંકડો માણસો મરી ગયેલા, પણ અમને એની ખબર ૧૫ દિવસ પછી પ્રાયઃ પડેલી. એટલે કે અખબાર વગેરેથી અમે એટલા દૂર હતા. સા. ચન્દ્રાનનાશ્રીજીના પત્રથી વ્યવસ્થિત ખ્યાલ આવેલો. કચ્છ વાગડના કર્ણધારો - ૧૭૭ Page #95 -------------------------------------------------------------------------- ________________ એ વખતે અમે પૂજ્યશ્રીની આજ્ઞાપૂર્વક હીર સૌભાગ્ય તથા મેઘદૂત કાવ્યો સંપૂર્ણ વાંચ્યાં. ફલોદીની પૂજા ભણાવતી મંડળી બહુ જોરદાર. પૂજામાં પૂજ્યશ્રી અવશ્ય જાય જ. એમાં પણ જ્ઞાનચંદજી નામના ભાઇ ગાતા-ગાતા જયારે તાળીઓ વગાડવા માંડે, નૃત્ય કરવા માંડે ત્યારે તો આખું વાતાવરણ સ્વર્ગીય બની જાય, ભક્તિમય બની જાય. આવું ભક્તિનું વાતાવરણ જોઇને ‘પૂજ્યશ્રીએ બીજે ક્યાંય નહિ ને ફલોદીમાં જ કેમ જન્મ લીધો ?' એ સવાલનો જવાબ મળી જાય. ફલોદીનું આવું ભક્તિમય વાતાવરણ હતું માટે પૂજ્યશ્રીને ભક્તિનો રંગ લાગ્યો, એમ કહેવા કરતાં આવું વાતાવરણ હતું, માટે પૂજ્યશ્રીનો જન્મ અહીં થયો, એમ કહેવું વધુ ઠીક ગણાશે. કારણ કે ભક્તિનો રંગ તો પૂજયશ્રીને પૂર્વ જન્મથી જ લાગેલો હતો. ફલોદીનું વાતાવરણ તો માત્ર નિમિત્ત બન્યું. એક વખત પર્યુષણ પછી બહારની પરસાળમાં રાત્રે અમે સ્વાધ્યાય કરતા હતા ને અચાનક નાનાભાઇએ (મુનિચન્દ્રવિ.) જોરથી ચીસ પાડી : મંકોડો કરડ્યો છે. પણ પ્રકાશમાં જોવાથી ખ્યાલ આવ્યો કે એ મંકોડો નહિ, પણ વીંછી હતો. પૂજ્યશ્રી ઘણીવાર કહેતા : અમારા ગામમાં વીંછી ઘણા. રોજ ઘરમાંથી ૧૦-૧૫ તો નીકળે જ. પિતાજી રોજ ડોલ ભરીને બહાર નાખી આવે, પણ મને ક્યારેય કરડ્યો નથી. અમે માત્ર ચાર-પાંચ મહિના રોકાયા તોય અમને વીંછીએ છોડ્યા નહિ, પણ પૂજ્યશ્રીને ક્યારેય વીંછી કરડ્યો નથી. એ મહાપુરુષનું આજુબાજુનું વાતાવરણ કેવું મૈત્રી-મંડિત હશે ? ફલોદીમાં દશેરાથી ઉપધાન શરૂ થયા. ૨૧૨ આરાધકોનો પ્રવેશ થયો. માગ.સુદ-૩ (૨૦૩૬)ના માળ થઇ. ૧લી માળનો ચડાવો એક લાખમાં ગયેલો. પુત્રી રેખાબેન માટે તેમના પિતાશ્રી હરખચંદ વાઘજી ગીંદરા (આધોઈ)એ લીધેલો. પૂ.આ. શ્રી વિ. કલાપૂર્ણસૂરીશ્વરજી મ. ૧ ૧૭૮ વિ.સં. ૨૦૩૬, ઇ.સ. ૧૯૭૯-૮૦, ફલોદી ચાતુર્માસ પછી માંગ.સુદ-૧૫ ની સાંજે નાકોડા થઇને રાણકપુરનો ૨૮-૨૯ દિવસનો સંઘ નીકળ્યો, આ સંઘમાં સંપતરાજજી કોચર, કવરલાલજી વૈદ, સંપતલાલજી લુક્કડ તથા બાલચંદજી કોચર - આ ચાર સંઘપતિઓ હતા. નાકોડા પહેલાં માત્ર પાંચ સ્થાને જિનાલયો આવ્યાં હતાં. સેતરાવ, શેરગઢ, થોબ, પચપદરા અને બાલોતરા આટલાં ગામોને છોડીને ક્યાંય ગામોમાં દેરાસર કે જૈનોનાં ઘર નહોતાં. માગ.વદ-૯, પચપદરામાં મૂર્તિપૂજકોના ત્રણ જ ઘર હતા. જ્યારે તેરાપંથીઓના ૨૫૦ ઘર હતા. તેરાપંથીઓમાંના કેટલાક કટ્ટર શ્રાવકો પૂજયશ્રી સાથે ચર્ચા કરવા આવ્યા હતા, પણ પૂજયશ્રીએ સૌમ્ય અને મૃદુ સ્વર સાથે મૂર્તિનું એવી દૃઢતાથી મંડન કર્યું કે ચર્ચા કરવા આવનાર પૂજયશ્રીની વાત કબૂલ કરવી પડી. તેઓ નિરુત્તર થવાથી શરમિંદા થઇ ગયા, પણ પૂજ્યશ્રીની ખાસિયત હતી કે કોઇના પણ અહંને ઠેસ ન પહોંચાડવી. જીત્યા પછી સામાવાળાને લાચાર ન બનાવવા અને સ્વયં અહંકારથી ફુલાઇ ન જવું ! પૂજયશ્રીના આવા અલૌકિક સૌહાર્દપૂર્ણ અને મૈત્રીમંડિત વ્યવહારથી તેઓ પ્રભાવિત થઇ ઊઠ્યા અને બોલી ઊઠ્યા : સાચા જૈન સાધુઓ અમને આજે પહેલીવાર જોવા મળ્યા. પચપદરા પછી નાકોડા, ગઢસીવાણા, મોકલસર, રમણિયા, બાલવાડા, માંડવલા, જાલોર, આહાર, ઉમેદપુર વગેરે થઇને પૂજ્યશ્રીની નિશ્રામાં સંઘ તખતગઢ પહોંચ્યો. દરેક સ્થળે ભવ્ય સ્વાગતો થતા હતા. પોષ સુદ-૬, તખતગઢ, અહીંથી વિહાર કરતાં ખટાશ વગેરેનાં કારણે કે બીજા કોઇ કારણે મોટાભાઇ (મુક્તિચન્દ્રવિ.)ને પગમાં એવી તકલીફ થઇ કે એક ડગલું પણ ભરી ન શકાય. વળી, રોકાઇ શકાય એવી પણ સ્થિતિ નહોતી, ડોલી પણ ક્યાંયથી મળે તેમ નહોતી. પૂજ્યશ્રીને વાત કરતાં તેમણે કહ્યું : ચિંતા ન કરો. પ્રભુકૃપાએ બધું સારું થઇ જશે. કચ્છ વાગડના કણધારો ૧૭૯ Page #96 -------------------------------------------------------------------------- ________________ ખરેખર એમ જ થયું. બીજે દિવસે ડોલી ક્યાંથી આવી ગઇ તે ખબર જ ન પડી. ડોલીને ઉપાડનારા ત્રણ તો મજૂર હતા. ચોથા જણના સ્થાને સંઘપતિ કવરલાલનો પુત્ર પારસમલ પોતે જ જોડાઇ ગયો. તખતગઢથી સાંડેરાવ સુધીનો ૨૦ કિ.મી.નો એ વિહાર હતો. પછી તો વિના ડોલીએ ચાલીને જ મોટાભાઇ મોડા મોડા પણ મુકામમાં આવી જતા. અહીં ખરેખર પૂજ્યશ્રીની કૃપા જ કામ કરતી હતી. પછી વરકાણા, નાડોલ, નાડલાઇ થઇ પોષ સુદ-૧૨ ના સંઘ રાણકપુર પહોંચ્યો. પોષ સુદ-૧૫ થી ફા.સુદ-૫, દાદાજી તીર્થ (બેડા પાસે). અહીં જંગલમાં તીર્થ સિવાય બીજું કશું નથી. અત્યંત શાંત વાતાવરણમાં અહીં ઉપધાન તપ થયાં. ખૂબ જ આનંદ આવ્યો. અહીં એક દિવસ અમને બંનેને (મુનિચન્દ્ર-પૂર્ણચન્દ્રવિ.) બોલાવીને પૂજ્યશ્રીએ આવશ્યક નિર્યુક્તિનું મહત્ત્વ સમજાવ્યું : પૂ. સાગરજી મ.એ સૌ પ્રથમ આવશ્યક - નિયુક્તિ કંઠસ્થ કરેલી. એના સર્વ પદાર્થો ઉપસ્થિત હોવાથી આગળ જતાં તેઓ આગમવેત્તા બની શક્યા. માટે તમે આવશ્યક નિર્યુક્તિ કંઠસ્થ કરો. અમારી અનિચ્છા છતાં પૂજ્યશ્રીનું વચન વધાવીને અમે આવશ્યક નિર્યુક્તિ કંઠસ્થ કરવાનું શરૂ કર્યું, પણ ઇચ્છા બળવત્તર ન હોય તો ગાડું ક્યાં સુધી ચાલે ? છતાંય ૭૫૦ ગાથા તો કંઠસ્થ કરી જ. પૂજ્યશ્રીને ભગવાન વહાલા હતા તેમ ભગવાનની વાણીરૂપ આગમો પણ એટલા જ વહાલા હતા. આથી જ પોતાના શિષ્યો પણ આગમના અભ્યાસી બને, એ માટે પૂજ્યશ્રી પૂરો પ્રયત્ન કરતા. આ ઉપધાન સમયે મુનિશ્રી ધર્મગુપ્તવિજયજી (મહા વદ-૨ થી મહા વદ-૪) પધારેલા. મુનિશ્રી ધર્મગુપ્ત વિ.નો પ્રભુ-ભક્તિ-ગુણ પૂજયશ્રીને બહુ જ ગમી ગયેલો. એક દિવસ વ્યાખ્યાનમાં એમનો (ધર્મગુપ્તિવિ.નો) દુષ્કૃત-ગર્હાદિનો કાર્યક્રમ પણ રાખેલો. પૂ.આ. શ્રી વિ. કલાપૂર્ણસૂરીશ્વરજી મ. * ૧૮૦ પૂ.આ.શ્રી વિજયભુવનભાનુસૂરિજી મ.ના શિષ્યો પૂ. યોગીન્દ્રવિ પૂ. પદ્મસેનવિ. આદિ પણ ત્યારે રહેલા હતા. ફા.વદ-૧૦ થી ચૈત્ર સુદ-૧, પાટણ અહીં પૂ.પં. શ્રી ભદ્રંકરવિજયજી છેલ્લી વાર છ દિવસ માટે મળ્યા. અત્યંત બીમાર અવસ્થામાં હતાં, છતાં સંપૂર્ણ જાગૃત હતા. પૂ.પં.મ.ને પૂજ્યશ્રી ૫૨ અત્યંત વાત્સલ્ય હતું. પાટણમાં સામૈયાપૂર્વક જ્યારે પૂજ્યશ્રી પધારેલા ત્યારે પૂજ્યશ્રીને નિહાળવા તેઓશ્રી રૂમમાંથી બહાર આવી ઠેઠ બારી પાસે આવેલા હતા. પૂજ્યશ્રીને ટીકી-ટીકીને અત્યંત વાત્સલ્યપૂર્વક જોતા પૂ.પં.મ. બોલેલા : ‘પ્રભુભક્તિ દ્વારા ઉત્પન્ન થયેલું આમનું પુણ્ય કેવું નિર્મળ છે ?’ એ દૃશ્ય આજે પણ યાદ આવે છે. પૂ.પં.મ. ઘણી વાર પૂજ્યશ્રીને કહેતા : “તમારી સાધના બરાબર જૈન શૈલી મુજબની જ છે.” દાદાજી ઉપધાન પછી જીરાવલા, ડીસા, પાટણ થઇને પૂજ્યશ્રી ભોંયણી પધાર્યા. ચૈત્ર સુદ-૫ થી ચૈત્ર સુદ-૧૫, ભોંયણી, ભોંયણીમાં સામુદાયિક ચૈત્રી ઓળી બાબુભાઇ કડીવાળા પરિવાર તરફથી હતી. પૂ. બાપજી મ.ના પૂ.આ. શ્રી વિજયભદ્રંકરસૂરિજી મ. પણ પધારેલા હતા. બંને પૂજ્યોના સંયુક્ત પ્રવચનો સાંભળવા આરાધકો માટે અનુપમ લ્હાવો ગણાતો. પૂ. ભદ્રંકરસૂરિજી વર્તમાનકાળમાં બહુ ઝડપથી નીચે જઇ રહેલા શ્રાવકો અને સાધુઓના જીવન અંગે ખૂબ જ ચિંતિત હતા. એમનાં પ્રવચનોમાં એ વ્યથા વારંવાર ડોકાતી. વળી, પૂજ્યશ્રી અંગે તેઓ કહેતા : મારા વ્યાખ્યાનમાં તમને નિરાશા સાંભળવા મળશે, પણ આમનાં પ્રવચનોમાં તમને આશાવાદ જોવા મળશે. પૂજ્યશ્રીની ભક્તિ સાધના અને પુણ્ય જોઇ ખૂબ જ પ્રસન્નતા વ્યક્ત કરતા. પૂ. ભદ્રંકરસૂરિજી કૌટુંબિક જીવન પર પણ મર્મભર્યું કહેતા : “ચારેય ગતિમાં કુટુંબ આ માનવ ગતિમાં જ છે. માતા, પિતા, ભાઇ, કચ્છ વાગડના કર્ણધારો - ૧૮૧ Page #97 -------------------------------------------------------------------------- ________________ બહેન, માસી, માસા - આ બધાંની સાથે કઇ રીતે વ્યવહાર કરવો એ આ જ ગતિમાં શીખવા મળે છે. માનવ ગતિ એટલે વિદ્યાશાળા. અહીં આના પાઠ ભણાવવામાં આવે છે. જે એ પાઠ બરાબર ભણી લે તેને કર્મસત્તા ઊંચે લઇ જાય છે, નાપાસ થનારને પાછળ ધકેલે છે.” પોતે મોટા હોવા છતાં પૂજ્યશ્રીની પ્રશંસા કરવામાં જરા પણ અચકાતા નહિ. ચૈત્ર વદ-૪, અમદાવાદ (પાલડી, અમૂલ સોસાયટી), અહીં એક ઉપાશ્રયના ઉદ્ઘાટન પ્રસંગે તથા એક પૂ. સાધ્વીજીના સંયમજીવનની અનુમોદનાર્થે જિન-ભક્તિ મહોત્સવ રહ્યો હતો. ચૈત્ર વદ-૬, અમદાવાદ (વિદ્યાશાળા) અહીં જ્ઞાનમંદિર બિરાજમાન પૂ.આ.શ્રી વિજયરામચન્દ્રસૂરિજીને વંદન કરવા ગયા. પાત્રા આસન વગેરે કાંઇ લાવેલા ન હોવા છતાં પૂજ્ય આચાર્યશ્રીએ પ્રેમપૂર્વક અમને બધાને ત્યાં રોક્યા, એકાસણા કરાવ્યા. ચૈત્ર વદ-૭, અમદાવાદ (શાહપુર) અહીંથી લાલભાઇ નામના એક મહાનુભાવે પૂજ્યશ્રીની નિશ્રામાં ભોયણીનો છ’રી પાલક સંઘ કઢાવ્યો હતો. પોતે નોકરી કરતાં કરતાં બચાવેલા નીતિપૂર્વકના શુદ્ધ દ્રવ્યથી આ સંઘ કઢાવ્યો હતો. ચૈત્ર વ.૧૧ ના ભોંયણીમાં આ સંઘ પૂર્ણાહુતિને પામ્યો હતો. વૈ.સુદ-૪, તારંગા તીર્થ, પૂજ્યશ્રીએ આ તીર્થમાં ભાવવિભોર હૃદયે ભક્તિ કરી. પૂજારીએ અમને ઉપરના માળે કેગનાં લાકડાં બતાવ્યાં, આગ સમીપમાં આવતાં અંદરથી પાણી જેવું નીકળતું બતાવ્યું. ૯૦૦ વર્ષ પહેલાં કુમારપાળ મહારાજે આવાં લાકડાં વાપરીને કેવી દીર્ઘદ્રષ્ટિ લગાવી હશે ? ત્યાર પછી પૂજ્યશ્રી તારંગામાં ક્યારેય નથી આવ્યા. વૈ.સુદ-૬, દાંતા, અહીંની પ્રાચીન પ્રતિમાઓ વિષે શ્રાવકોએ કહેલું : આપને ક્યાંય પણ જરૂર હોય તો જણાવો. અમે પ્રતિમાઓ જરૂર મોકલીશું. પૂજ્યશ્રીને એ પ્રતિમાઓ ખૂબ જ ગમી ગયેલી. પૂ.આ. શ્રી વિ. કલાપૂર્ણસૂરીશ્વરજી મ. * ૧૮૨ વૈ.સુદ-૭, કુંભારિયાજી તીર્થ, આ તીર્થે પણ પૂજ્યશ્રી ત્યાર પછી નથી આવ્યા. વૈ.સુદ-૧૩ થી વૈ.વદ-૬, બેડા, પુખરાજજી રાયચંદ પરિવાર તરફથી અહીં ૫૧ છોડના ઉજમણાપૂર્વક ભક્તિ મહોત્સવ હતો. અહીં વૈ.સુદ-૧૪ ના સમાચાર મળ્યા : પૂ. પં.મ. પાટણમાં કાળધર્મ પામ્યા છે. પૂજ્યશ્રીએ દેવવંદન પછી ગદ્ગદ્ હૃદયે ગુણાનુવાદ કર્યા. બેડામાં તે નિમિત્તે મહોત્સવ ગોઠવાયો. વૈ.વદ-૩ ના બેડામાં ગુણાનુવાદ સભા ગોઠવાઇ. સિદ્ધચક્ર-પૂજન પણ રહ્યું. વદ-૪ ના દિવસે વરઘોડો તથા શાંતિસ્નાત્ર પૂજા ગોઠવાયા. પ્રથમ જેઠ સુદ-૮ થી સુદ-૧૪, પાટણ, સુદ-૧૪ ના દિવસે અહીં પૂ.પં.મ.ની પ્રથમ માસિક તિથિએ તેમના ભક્તો તરફથી ગુણાનુવાદ સભા હતી. બધા ભક્તો ગુરુ-વિરહથી દુ:ખી દુ:ખી હતા, કહેતા હતા : હવે આપણું શું થશે ? પૂજ્યશ્રીએ એ સભામાં કહેલું : સાચા ભક્તને કદી વિયોગ પડતો જ નથી. પૂ.પં.મ. ક્યાંય ગયા નથી, એ આપણા હૃદયમાં જ છે. સદા કાળ માટે હૃદયમાં જ રહેશે. તમે શા માટે ચિંતા કરો છો ? પૂજ્યશ્રીનાં આ વાક્યોએ ભક્તોના સંતપ્ત હૃદય પર આશ્વાસનના અમૃતનું કામ કરેલું. અહીં રસ્તામાં પૂજ્યશ્રીએ સાધુઓને ષોડશક વંચાવેલું. દ્વિ.જેઠ સુદ-૪, પાલીતાણા (મહારાષ્ટ્ર ભુવન), મહારાષ્ટ્ર ભુવનમાં પ્રવેશ પહેલાં અમે પાલીતાણા મોટી ટોળીના ઉપાશ્રયે જઇ રહ્યા હતા ત્યારે સામૈયામાં એક ઘટના ઘટી. બેન્ડ વગાડનારાઓમાં પીપૂડી વગાડનારો મુખ્ય મુસ્લિમભાઇ અચાનક જ નીચે ઢળી પડ્યો. અમે સૌ ચોંકી ઊઠ્યા : આ શું થયું ? એના મુખમાંથી ફીણ નીકળી રહ્યાં હતાં. તરત જ એને મોટરમાં લઇ જવામાં આવ્યો. અમને સમાચાર મળ્યા કે એનું મૃત્યુ થઇ ગયું છે. પીપૂડી વગાડતી વખતે જ એને હૃદયરોગનો તીવ્ર હુમલો આવ્યો હતો અને તરત જ એ મૃત્યુ પામ્યો હતો. એના કચ્છ વાગડના કર્ણધારો ૦ ૧૮૩ Page #98 -------------------------------------------------------------------------- ________________ ચાલ્યા જવાથી એનું કુટુંબ નિરાધાર બની ગયું છે, એવા સમાચાર મળતાં પૂજયશ્રીની પ્રેરણાથી સારી એવી રકમ એના કુટુંબને આપવામાં આવી હતી. પૂજયશ્રીનું હૃદય હંમેશ કરૂણાથી ભર્યું ભર્યું રહેતું. આવા પ્રસંગે એ કરુણા સક્રિય બની જતી. (આ વર્ષે સિંહસ્થ ગુરુ હોવાથી કોઇ દીક્ષા-પ્રતિષ્ઠા વિગેરે કાર્યો થયાં નહોતાં.) આ વર્ષે પાલીતાણામાં આધોઇ સંઘ તરફથી ચાતુર્માસ હતું. માલશી મેઘજી, હીરજી પ્રેમજી, હરખચંદ વાઘજી વગેરે મુખ્ય દાતાઓ હતા. આ ચાતુર્માસમાં ૮00 આરાધકો તથા ૨૦૦થી વધુ સાધ્વીજીઓ હતા. પ્રવચનમાં સૂયગડંગ સૂત્ર રહેલું. વાચનામાં ઉત્તરાધ્યયન દશવૈકાલિક વગેરે ના વિનય વિષયક અધ્યયનો હતાં. આ અરસામાં પૂજ્યશ્રીએ વિનય વિષયક આગમાદિના પાઠો એકત્રિત કર્યા હતા. તેના પર પુસ્તક પણ લખવાની ભાવના હતી, પણ સંયોગવશાત્ એ કાર્ય થઇ શક્યું નહિ. ચાતુર્માસ દરમ્યાન પૂજયશ્રી આગમપ્રજ્ઞ પૂ.આ. શ્રી વિજય માનતુંગસૂરિજી પાસે (સાંડેરાવ ભવન) ભગવતી સૂત્રનું વાંચન કરવા જતા. વિ.સં. ૨૦૩૭, ઇ.સ. ૧૯૮૦-૮૧, પાલીતાણા, ચાતુર્માસમાં દિવાળી પછી ત્રિદિવસીય અર્ધપૂજન રહેલું ત્યારે પૂજ્યશ્રીની પ્રેરણાથી સાધર્મિકો માટે સારી એવી ટીપ થયેલી. હરખચંદભાઇ વાઘજી (આધોઈ) તરફથી તથા અન્ય તરફથી ૯૯ યાત્રા પૂજયશ્રીની નિશ્રામાં થઈ. કા.વદ-૨ થી ઉપધાન તપ પણ શરૂ થયા. પોષ સુદ-૧૨ ના માળ થઇ. કા.વદ-૧૨ થી સર્વોદય સોસાયટીના નવનિર્મિત જિનાલયમાં અંજનશલાકા પ્રતિષ્ઠાથે મહોત્સવ શરૂ થયો. માગ.સુદ-૬ ના અંજનશલાકા પ્રતિષ્ઠા થઇ. પોષ સુદ-૬ ના સા. નિત્યાનંદાશ્રીજીનું ૧00 ઓળીનું પારણું થયું. પૂ.આ. શ્રી વિ. કલાપૂર્ણસૂરીશ્વરજી મ. ૧ ૧૮૪ દીક્ષાઓ : પોષ વદ-૫, પાલીતાણા, મુનિશ્રી હેમચન્દ્રવિજયજી (હસમુખભાઇ, બકુત્રા). સા. દેઢશક્તિશ્રીજી (પન્નાબેન, અમદાવાદ), સા. જયનંદિતાશ્રીજી (ચેતનાબેન, લાકડીઆ), સા. ચરણગુણાશ્રીજી (લીલાવતીબેન, જવાહરનગર), સા. તત્ત્વદર્શનાશ્રીજી (તબેન, મુંબઈ), સા. જયદર્શિતાશ્રીજી (વસુમતીબેન, પલાંસવા) આ દિવસોમાં પૂ. મહાબલવિ., પૂ. પુણ્યપાલવિ. (પછીથી આચાર્ય) આદિને રાત્રે પૂજ્યશ્રી આનંદઘનજીના સ્તવનોના અર્થો સમજાવતા હતા. મહા સુદ-૫ થી મહા વદ-૬, અમદાવાદ, આ વખતે વિદ્યાશાળામાં પૂ.આ. શ્રી ભુવનભાનુસૂરિજી આદિ, જ્ઞાનમંદિરમાં પૂ.આ.શ્રી વિ. રામચન્દ્રસૂરિજી આદિ અનેક મહાત્માઓને મળવાનું થયું. અનેક વિષયો પર ચર્ચા ચાલી. અમદાવાદમાં ત્યારે તોફાનો ચાલુ હતાં. આથી પૂ. રામચન્દ્રસૂરિજીની નિશ્રામાં નીકળનાર શંખેશ્વરનો છ'રી પાલક સંઘ બંધ રહ્યો હતો. મહા વદ-૯-૧૦, કડી-ભોયણી : અહીં વિહારમાં બે દિવસ પૂ. રામચંદ્રસૂરિજી સાથે રહેવાનું થયું હતું. કડીમાં કવિરત્ન પૂ. પદ્મવિ.એ (પૂ. લબ્ધિસૂરિજીના) પૂ. રામચન્દ્રસૂરિજીને સ્વરચિત સ્તુતિઓ સમર્પિત કરી હતી. મહા વદ-૧૪ થી ફા.સુ.૭, શંખેશ્વર, અહીં ફા.સુદ-૪ ના આઠ દીક્ષાઓ તથા પાંચ વડી દીક્ષાઓ હતી : સા. મિતપૂર્ણાશ્રીજી (અમિતાબેન, રાધનપુર), સા. સંવેગપૂર્ણાશ્રીજી (રતનબેન, મનફરા), સા. જીતકલ્પાશ્રીજી (મીનાબેન, મુંબઈ), સા. મોક્ષદર્શિતાશ્રીજી (મયૂરીબેન, મુંબઈ), સા. સમ્યગુરત્નાશ્રીજી (સુરેખાબેન, મુંબઇ), સા. અમીગિરાશ્રીજી (લલિતાબેન, વાંઢીયા), સા. વિશ્વનંદિતાશ્રીજી (શાંતાબેન, આધોઈ), સા. નયપધાશ્રીજી (મંજુલાબેન, રાપર).. આ દીક્ષા પ્રસંગે વડીલ તરીકે પૂ.આ.શ્રી વિ. રામચન્દ્રસૂરિજી હતા, પણ સમુદાયની પરંપરા પ્રમાણે મુમુક્ષુઓને ઓઘો પૂજ્યશ્રીએ આપ્યો હતો. કચ્છ વાગડના કર્ણધારો + ૧૮૫ Page #99 -------------------------------------------------------------------------- ________________ ફા.સુદ-૮ થી ફા.વદ-૭, ધામા, સમર્થ સંશોધક પૂ. મુનિ શ્રી જંબૂવિજયજી મ.ની નિશ્રામાં અહીં સમવાયાંગ સૂત્રની વાચના ગોઠવાઇ હતી. પૂજયશ્રી સાથે પૂ. મુનિચન્દ્રવિ. (હાલ આચાર્ય), પૂ. પુણ્યપાલવિ. (હાલ આચાર્ય) વગેરે પણ હતા. આ વાચનામાં સૂત્ર-વાંચન સાથે પ્રાચીન હસ્તપ્રતોના આધારે શુદ્ધ પાઠો કેવી રીતે શોધવા ? પૂર્વના સંશોધકોનો કેવી રીતે ઉપયોગ કરવો ? સંપાદન-સંશોધન કઇ રીતે કરવું ? વગેરે શીખવ્યું હતું. વચ્ચે વચ્ચે જૂની જૂની વાતો તથા પોતાના અનુભવો પણ કહેતા. એક શુદ્ધ પાઠ મળી જતાં સંશોધકને કેટલો આનંદ થાય ? તે પણ નજરે જોવા મળ્યું. એક વખત યોગશાસ્ત્રની તાડપત્રની પ્રાચીન પ્રત લાવીને પૂ. જંબૂવિ.એ બતાવ્યું કે ‘છયોગવાદિનાં’ની જગ્યાએ આપણે યોગવાહિનાં કરી નાખતાં ઉપધાન વગેરેમાં કેવી ગરબડ કરી નાખી છે ? ખરેખર તો જે અત્યારે ઉપધાનમાં નીવી વખતે ન વપરાય, તે આપણે વપરાવી રહ્યા છીએ. આવશ્યક સૂત્રોમાં પ્રચલિત ભૂલો તરફ પણ અંગુલિનિર્દેશ કર્યો હતો. દા.ત. 'મન્નત નળાળમાાં' સાયમાં “મન્નદ' નહિ પણ ‘મન્ન', એ રીતે ‘પરિહર’ નહિ પણ ‘પરિરૂ’, ‘ધર' નહિ પણ ‘ધર’ જોઇએ. પૂ. કલ્યાણવિજયજીએ ‘ઉજ્જુત્તા હોહ પઇદિવસં’ એવું જે સંશોધન કર્યું છે, તે બરાબર નથી, પણ આ રીતે બધા વર્તમાનકાળમાં ક્રિયાપદ હોવાં જોઇએ, એમ પ્રાચીન પ્રતોના આધારે મેં શોધ્યું છે. પણ થયું છે એવું કે પ્રાચીન-લિપિ ઓળખવામાં થાપ ખવાઇ જતાં ‘’ ને ‘TM” તરીકે વાંચવામાં આવ્યું છે. પ્રાચીન લિપિમાં ‘TM ને ‘ૐ’ ઘણા મળતા આવે છે. ‘ૐ’ નો “૪” થઇ જતાં વર્તમાનકાળની જગ્યાએ આજ્ઞાર્થનું રૂપ થઇ ગયું ! પ્રસિદ્ધ ત્રિપદીમાં પણ આપણે ભૂલ કરીએ છીએ. ‘પ્પન્ને રૂવા વિનમે હૈં વા ધ્રુવે રૂ વા' માં ‘વિહ્ હૈં વા’ જોઇએ. ‘૩પ્પન્ને’ માં કૃદંત હોય તો અહીં પણ કૃદંત જ હોવું જોઇએ. ત્યાં ‘ઉત્પન્ન’ શબ્દ છે તો પૂ.આ. શ્રી વિ. કલાપૂર્ણસૂરીશ્વરજી મ. * ૧૮૬ અહીં ‘વિગત’ શબ્દ જોઇએ. ‘વિગમ’ શી રીતે હોઇ શકે ? ને મને પ્રાચીન પ્રતોમાં એવો પાઠ મળ્યો છે. અજિતશાંતિમાં - પરિસાવિ અ સુહનંદિ’ના સ્થાને ‘પરિસાઇ વિ સુહનંદિ' એમ જોઇએ. બીજે ષષ્ઠી હોય તો અહીં પણ પછી જ જોઇએને ? પ્રથમા શી રીતે હોઇ શકે ? એમાં પણ પ્રાચીન પ્રતોમાં ‘પરિસાઇ વિ’ મળતું હોય તો એ જ પ્રમાણભૂત ગણાય ને ? મોટી શાંતિમાં – ‘ઓં હ્રીં શ્રીં ધૃતિ’ના સ્થાને ‘ઓં શ્રી હ્રી ધૃતિ’ એમ જોઇએ. કારણ કે ‘શ્રી ઠ્ઠી' એ દેવીઓનાં નામો છે : શ્રીદેવી હ્રીદેવી વગેરે. ભગવતીનું બીજું નામ આપણે ‘વિવાહપત્તી’ માનીએ છીએ, ખરેખર ‘વિઆહપન્નતી' (વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ) જોઇએ. એક વખત તેમણે કહેલું કે ‘વૈયાવચ્ચ’ આ પ્રાકૃત શબ્દની સંસ્કૃતછાયા આપણે ‘વૈયાવૃત્ત્વ’ કરીએ છીએ તે ખરેખર ખોટું છે. ખરેખર અહીં ‘વૈયાકૃત્ય’ શબ્દ જોઇએ. વ્યાવૃતસ્ય ભાવ: વૈયાવૃત્યમ્ - ‘વ્યાવૃત્ત’ નહિ, પણ વ્યાવૃત (કાર્યમાં વ્યાવૃત - સંલગ્ન હોવું) શબ્દમાંથી વૈયાવૃત્ય - વૈયાવચ્ચ શબ્દ બનેલો છે. આ બધાં સંશોધનો માત્ર વ્યાકરણના આધારે નહિ, પણ પ્રાચીન પ્રતોના આધારે કરતા. આ વાચનાથી અમને સંપાદન-સંશોધન કેવી રીતે કરવું જોઇએ ? એની દિશા મળી. ૧૫ દિવસની આ વાચનામાં બીજું પણ ઘણું ઘણું જાણવા મળ્યું. ત્યારે સવારથી સાંજ સુધી વાચનાઓ જ ચાલતી - વચ્ચે ફક્ત વાપરવા વગેરેના કામ માટે જ છુટ્ટી મળતી. એક લાંબો પાટ ઢાળીને દેરાસરની સાઇડની પરસાળમાં ચાલતું એ વાચનાનું દૃશ્ય આજે પણ સ્મૃતિમાં એવું ને એવું તાજું છે. અહીં એક માણસ આવેલો, જેને ઉદ્દેશીને પૂ. જંબૂવિ.એ કહેલું : આ માણસમાં એટલી મેધા-શક્તિ છે કે ચાર કે પાંચ આંકડાની રકમના ગમે તેટલા સરવાળા-બાદબાકી કે કાંઇ પણ ગણિત કરવું હોય તો ફક્ત કચ્છ વાગડના કર્ણધારો - ૧૮૭ Page #100 -------------------------------------------------------------------------- ________________ થોડી જ સેકન્ડોમાં કાગળમાં લખ્યા વિના કરી આપે છે. પરીક્ષા માટે અમે સાધુઓએ કેટલાક આંકડાના સરવાળા કરવા આપ્યા. તેણે થોડી જ ક્ષણોમાં તેનો સાચો જવાબ બતાવી આપેલો. કોમ્યુટર કરતાં પણ વધુ ઝડપી શક્તિ જોઇ અમે તાજુબ થઇ ગયેલા. પૂ. જંબૂવિ. મ.ની ભક્તિ, જાપ, ગુરુભક્તિ, પ્રતિમાસ અટ્ટમની ટેક વગેરે પણ પ્રત્યક્ષ જોવા મળ્યું. ફા.વ.૮ થી ચૈત્ર સુ.૧૫, શંખેશ્વર, પૂજયશ્રીની નિશ્રામાં અહીં સામુદાયિક ચૈત્રી ઓળીની આરાધના થઇ હતી, જેમાં અનેક આરાધકો આવેલા. પૂ. કમલવિ.ના શિષ્ય વિશ્વકીર્તિવિજયજી એમ.પી.માં કાળધર્મ પામ્યા, તેનાં દેવવંદન કર્યા. પૂજ્યશ્રીએ પીપરાળામાં ચૈત્ર વદ-૮ થી પૂ.ઉપા.શ્રી યશોવિજયજી વિરચિત પ્રતિમા-શતક અમને વંચાવવાનું શરૂ કર્યું. જે જેઠ સુદ-૪ આધોઇમાં પૂરું થયું હતું. ચૈત્ર વદ-૧૨, ગાગોદરથી કટારીઆનો છ'રી પાલક સંઘ નીકળ્યો. ચૈત્ર વદ-૧૪ના તીર્થમાળ થઇ. વૈ.સુદ-૫ થી વૈ.સુદ-૧૨, અંજાર, વૈ સુદ-૧૧ ના અહીં ચાર દીક્ષાઓ થઇ. મુનિ શ્રી વિમલપ્રવિજયજી (વિનોદભાઇ, અંજાર), મુનિ શ્રી પરમપ્રભવિજયજી (દલીચંદભાઇ, ગાગોદર), સા. જયમંગલાશ્રીજી (જાસુદબેન, અંજાર), સા. જયપ્રજ્ઞાશ્રીજી (શાંતાબેન, પલાંસવા) મનફરા ચાતુર્માસ, જેઠ સુદ-૧૧ના ચાતુર્માસ પ્રવેશ થયો. આ ચાતુર્માસમાં પૂજયશ્રીએ જ્ઞાતાધર્મકથા પર વ્યાખ્યાનો આપ્યાં તથા સાધુ-સાધ્વીજીઓ સમક્ષ ઓઘનિર્યુક્તિ પર વાચનાઓ આપી. અમને નાના સાધુઓને પ્રમાણનય તત્ત્વાલકાલંકાર અને સર્વ સિદ્ધાંત પ્રવેશક ગ્રંથો ભણાવ્યા. આ ચાતુર્માસમાં નાનાભાઇ (મુનિચન્દ્રવિ.)ને અઢાઇ હતી ત્યારે પૂજયશ્રીએ બોલાવીને કહ્યું : ધ્યાન-વિચાર ગ્રંથના મંગલાચરણ માટે પૂ.આ. શ્રી વિ. કલાપૂર્ણસૂરીશ્વરજી મ. ૧ ૧૮૮ તમારે સંસ્કૃત-શ્લોકો બનાવવાના છે. હું ગુજરાતી આપું, તે પરથી તમારે સંસ્કૃત શ્લોકો બનાવવાના છે. (પૂજ્યશ્રીના હાથે લખેલું એ ગુજરાતી લખાણ સ્મૃતિગ્રંથ ભાગ-૧ ના પ્રારંભમાં છે.) પૂજ્યશ્રીએ ગુજરાતીમાં જે લખી આપ્યું તેના આધાર પર મુનિશ્રીએ સંવત્સરીના દિવસે (આઠમાં દિવસે) બે કલાકમાં જ ૧૨-૧૩ શ્લોકો બનાવીને પૂજયશ્રીને આપ્યા. પૂજ્યશ્રી ખુશ ખુશ થઇ ગયા. આઠમા ઉપવાસે પણ સ્વસ્થતાપૂર્વક સંસ્કૃત-શ્લોકો બનાવવાની શક્તિમાં ખરેખર પૂજયશ્રીની જ કૃપા કામ કરી રહી હતી. (જો કે ઉજ્જૈન ચાતુર્માસમાં ધ્યાન-વિચારની પ્રેસ કોપી ખોવાઈ જતાં એ પ્રગટ થઇ શક્યા નહિ, પણ અમે શાલિભદ્રકાવ્યના મંગલા-ચરણમાં એનો ઉપયોગ કરી લીધો. ધ્યાનવિચારના મંગલાચરણમાં છપાયેલા ગુજરાતી દુહા પૂજયશ્રીની સ્વ-રચના છે. પૂજ્યશ્રીએ પદ્યમાં જો કાંઇ બનાવ્યું હોય તો માત્ર આટલું જ બનાવ્યું છે.) વિ.સં. ૨૦૩૮, ઇ.સ. ૧૯૮૧-૮૨, કા.વદ-૫, સામખીયાળી, અહીં સા. પુષ્પચૂલાશ્રીજીના શિષ્યા તપસ્વિની સા. હંસકીર્તિશ્રીજીનું વર્ધમાન તપની ૧૦૦મી ઓળીનું પારણું પૂજયશ્રીની નિશ્રામાં થયું. આ વખતે સામખીયાળી ખાતે વિદ્યાલયના નિર્માણની વાત થયેલી, પણ કોઇ કારણોસર એ યોજના આગળ વધી ન શકી. કા.વદ-૧૦, મનફરા, કા.વદ-૧૧ થી માગ.સુદ-૧૧ સુધીનો (પ્રાયઃ ૧૬ દિવસનો) અહીંથી શંખેશ્વરનો છ'રી પાલક સંઘ નીકળ્યો હતો. તેમાં છ સંઘપતિઓ (રતનશી સુરજી દેઢિયા, રતિલાલ હીરજી સાવલા, ગાંગજી લધા દેઢિયા, નરપાર માંઇઆ દેઢિયા, રવજી નોંઘા ગડા તથા મણસી કુંભા કારિયા) હતા. કા.વદ-૧૩, લાકડીઆ, અહીં વૃદ્ધ મુનિ શ્રી કિરણવિજયજીનાં અંતિમ દર્શન થયાં. થોડા દિવસો પછી શંખેશ્વરમાં સમાચાર મળ્યા કે મુનિ શ્રી કાળધર્મ પામ્યા છે. કાળધર્મ અગાઉ ચિઠ્ઠીમાં પોતાનો મૃત્યુ દિવસ લખી ગયા હતા. તેમાં માત્ર બે જ દિવસનો ફરક પડેલો. એમની સેવામાં મુનિ શ્રી મુક્તિચન્દ્રવિજયજી રોકાયા. કચ્છ વાગડના કર્ણધારો + ૧૮૯ Page #101 -------------------------------------------------------------------------- ________________ માગ.સુદ-૫, સાંતલપુર, અહીંથી સંઘવી ચુનીલાલ મલૂકચંદ પરિવાર તરફથી પણ સાત દિવસનો શંખેશ્વરનો સંઘ નીકળેલો. નિશ્રા એક જ આચાર્ય ભગવંતની હોય ને બબ્બે છ'રી પાલક સંઘો સાથે ચાલતા હોય તેવું પહેલી જ વાર જોવા મળ્યું. માગ.સુદ-૧૧ થી પોષ સુદ-૩, શંખેશ્વર, અહીં પૂ. જંબૂવિજયજી મ.ની પાસે આચારાંગ સૂત્રની વાચના ગોઠવાઇ. આ વખતે વાચનામાં સાધ્વીજીઓ પણ હતાં. આચાર્ય શીલાંકની ટીકા સહિતનું આચારાંગ સૂત્ર વાંચવાનો ખૂબ જ આનંદ આવ્યો. પો.વદ-૮-૯-૧૦, રાણકપુર, અહીંથી પો.વદ-૧૧ ના ૬૭ દિવસનો નાગેશ્વરનો છ'રી પાલક સંઘ નીકળ્યો. જેસલમેર-સંઘના જ એ ૨૧ સંઘપતિઓ હતા. એ સંઘની પૂર્ણાહુતિ વખતે જ તે સૌએ ફરી આવા મોટા સંઘની ભાવના ભાવેલી. ખેદની વાત એ જ હતી કે આ ભાવનાના મુખ્ય પુરસ્કર્તા નેમિચંદજી (મુંડારાવાળા) સ્વર્ગવાસી બની ચુક્યા હતા. આ સંઘમાં પણ એક હજાર જેટલા યાત્રિકો તથા ૨૫૦ જેટલા સાધુસાધ્વીજીઓ હતા. આ સંઘ મેવાડમાં થઈને મધ્યપ્રદેશના રતલામ, ધાર, ઇન્દોર વગેરે જિલ્લાઓ પસાર કરી ફરી રાજસ્થાનના નાગેશ્વર તીર્થમાં પૂર્ણાહુતિ પામ્યો હતો. આસંઘમાં અનેક તીર્થો, શહેરો વગેરે આવેલાં હતાં. સર્વત્ર શાહીસ્વાગતો થયાં હતાં. દયાલ શાહનો કિલ્લો, કરેડા, ચિત્તોડગઢ, મન્દસૌર (જુનું દસપુર), સાગોદિયા, બિબડોદ, રાજગઢ, મોહનખેડા, ભોપાવર, ધાર, માંડવગઢ દેવાસ, મક્ષી, ઉજજૈન, હાસમપુરા વગેરે અનેક તીર્થોની યાત્રા થઇ હતી, મહા સુદ-૧૦ ના ચિત્તોડમાં સંઘનો પ્રવેશ થયેલો ત્યારે ત્યાંના મુસ્લિમ આગેવાનોએ પણ પ્રેમપૂર્વક સંઘનું સ્વાગત કર્યું હતું તથા સંઘપતિઓનું બહુમાન કર્યું હતું. મહા વદ-૫, કચનારા, અહીં બપોરે બધા મહાત્માઓ વાપરતા હતા. નાનાભાઇ (મુનિચન્દ્રવિ.)ને વર્ધમાન તપની ઓળીનો ઉપવાસ હતો ત્યારે અચાનક વંટોળથી તંબુ પડી ગયું. એકાસણા કરનારા મહાત્માઓની પૂ.આ. શ્રી વિ. કલાપૂર્ણસૂરીશ્વરજી મ. ૧ ૧૯૦ હાલત કફોડી થઇ ગઇ. તાત્કાલિક વચ્ચેનો થાંભલો ઊંચો કરાવીને પરિસ્થિતિ સંભાળી લેવામાં આવેલી. તે વખતે તંબુનું લાકડું પડતાં એક મહાત્માનાં ચશ્માં તૂટી ગયાં હતાં. સ્ટેજમાં આંખ બચી ગઇ હતી. સંઘમાં સાથે પધારેલા પૂ.પં.શ્રી પ્રદ્યોતનવિ.મ.ની અચાનક આચાર્ય પદવી નક્કી થતાં કાલગ્રહણાદિ આ ગામમાં લેવાયાં હતાં. મહા વદ-૬, ઢાઢર, પૂજયશ્રી દ્વારા આજે પૂ.પં.શ્રી પ્રદ્યોતનવિજયજીને વડીલોની આજ્ઞાપૂર્વક આચાર્યપદવી અપાઇ હતી. પૂજ્યશ્રીએ પોતાના જીવનકાળમાં માત્ર બે જ આચાર્યપદવી આપી છે. એક વાર આ અને બીજી વખત વિ.સં. ૨૦૫૬, મહા સુદ-૬ ના પોતાના પ્રથમ પુત્ર શિષ્યને આપી. ફા.સુદ-૧૫, ઈદોર, અહીં સંઘનો પ્રવેશ ખૂબ જ શાનદાર થયેલો. જૈનેતર લોકોએ પણ અગાશી વગેરે પરથી સંઘના યાત્રિકો પર ફૂલોની એટલી વૃષ્ટિ કરી હતી કે રસ્તામાં (ફૂલો વગરની જગ્યા પર) ચાલવું મુશ્કેલ થઇ પડયું હતું. અહીં બેથી અઢી દિવસ રોકાવાનું થયેલું. એક જ રાતમાં અમારી ચટાઇ સંથારા વગેરેને ઊધઇ ખાઇ ગઇ હતી. એક બાગમાં અમારો ઉતારો હતો. ફા.વદ-૫, મક્ષી તીર્થ, અહીં દેરાસરની ભીંતોમાં દર્શન કરતી વખતે પાણી નીકળ્યાં હતાં, લોકોએ તેમાં અમીઝરણાની કલ્પના કરી હતી. ફા.વદ કિં.૬, ઉજ્જૈન, અહીંના સંઘની ચાતુર્માસ માટે ખૂબ જ આગ્રહપૂર્વક વિનંતી થઇ. પૂજ્યશ્રીને અહીંના અવંતી પાર્શ્વનાથજી ખૂબ જ ગમી ગયેલા. ભગવાનના સંકેતથી, નરેન્દ્રભાઇ સુરાણા વગેરેની ભાવભરી વિનંતીથી પૂજયશ્રીએ અહીંની વિનંતી સ્વીકારવાનો સંકેત આપ્યો. જો કે રતલામ વગેરેના સંઘોની પણ ખૂબ જ વિનંતી હતી. ચૈત્ર સુદ-૧ ના સંઘ નાગેશ્વર પહોંચ્યો. ચૈત્રી ઓળીની સામુદાયિક આરાધના અહીં જ થઇ. આ ઓળી ગાગોદરના સોમચંદ હરચંદ પરિવાર તથા સતનાવાળા દલસુખલાલ મગનલાલ વોરા પરિવાર તરફથી હતી. કચ્છ વાગડના કર્ણધારો ૨ ૧૯૧ Page #102 -------------------------------------------------------------------------- ________________ અહીં ખરતરગચ્છીય, જિનકાન્તિસાગર-સૂરિજી, મણિપ્રભસાગરજી વગેરે પણ હતા. શૈ.સુદ-૧૩ ના દિવસે તેમની સાથે પ્રવચનો પણ થયાં હતાં. અહીં એક વખત પ્રવચનમાં પૂજ્યશ્રીના મુખેથી શબ્દો નીકળેલા : આ તીર્થ ભવિષ્યમાં શંખેશ્વર જેવું બનશે. (પૂજ્યશ્રીના એ શબ્દો આજે સાકાર બનેલા દેખાય છે.) ચૈત્ર વદ-૯ થી વૈ.સુદ-૪, આગર (એમ.પી.), અહીંના માણેકચંદભાઇને જો ઇને પૂજ્યશ્રીને પોતાના મામા માણેકચંદજીની યાદ આવતી હતી. પૂજ્યશ્રી કહેતા કે મારા સંસારી મામી આકૃતિ અને પ્રકૃતિથી બરાબર આવા જ હતા. અમારાં સંસારી મા ભમીબેનને જોઇને પૂજ્યશ્રીને પોતાની મા ખમાબેનની યાદ આવતી. મનફરામાં પ્રથમ વાર ભમીબેનને જોયાં ત્યારે એમ જ લાગેલું : અરે ! ખમાબેન અહીં ક્યાંથી ? વૈ.સુદ-૧૪, મહીદપુર, અહીં કોઇ મહાત્માને મીઠાની (કોગળા માટે) જરૂર પડતાં એક મહાત્મા પાસેથી મંગાવ્યું. મહાત્માજી તો મોટી કાચલી ભરીને મીઠું લઇ આવ્યા. આ છે અને બધા હસી પડ્યા. પૂજયશ્રીએ કહ્યું : મહાત્મન્ ! આટલું મીઠું તો કોગળા માટે ૧૫ દિવસ ચાલે. હવે આ વધેલું મીઠું ક્યાં નાખવું ? કેટલો દોષ લાગે ? હવેથી આ અંગે ખ્યાલ રાખજો - ત્યારથી અમારા ગ્રુપમાં ‘મહીદપુરનું મીઠું' એ શબ્દ પ્રસિદ્ધ થઇ ગયો. વૈ.વદ-૮ થી જેઠ સુદ-૧૧, રતલામ, નરેન્દ્ર સુરાણાની આગ્રહભરી વિનંતીથી તથા અવંતી પાર્શ્વનાથજીના આકર્ષણથી પૂજયશ્રીનું ચાતુર્માસ ઉજજૈન નક્કી થઇ ગયું હતું, પણ હવે રતલામવાળા પૂજ્યશ્રીને આગ્રહપૂર્વક વિનંતી કરી રહ્યા હતા : અમને કોઇને કોઇ મહાત્મા ચાતુર્માસ માટે આપો. પૂજ્યશ્રીએ ત્યારે પૂ. મુનિ શ્રી કીર્તિચન્દ્રવિજયજી આદિ ત્રણને રતલામ ચાતુર્માસ માટે ગોઠવવાનું નક્કી કર્યું. પૂ.આ. શ્રી વિ. કલાપૂર્ણસૂરીશ્વરજી મ. ૧ ૧૯૨ ઉજ્જૈન ચાતુર્માસ, જેઠ વદ-૬ થી કા.વદ-૪ સુધી ચાતુર્માસાર્થે અમે ઉજજૈન રહ્યા. અમારાથી થોડેક જ દૂર ખારાકૂવામાં પૂ. દોલતસાગરજી મ.નું ચાતુર્માસ હતું. એક વખત અહીં વિજયરાજે સિંધિયા (માધવરાય સિંધિયાનાં માતૃશ્રી) પૂજયશ્રીને વંદનાર્થે આવેલાં. પૂજ્યશ્રીએ જીવદયા અંગે પ્રેરણા કરેલી, વિજયરાજે એ ત્યારે પોતાની હૈયાવરાળ કાઢતાં જણાવેલું : “fહંસા इतनी तेजी से बढ़ रही है कि उसमें क्या करना ? कुछ समझ में नहीं आता । पूरे देश में अनैतिकता-भ्रष्टाचार इत्यादि बढ़ते ही जा रहे है । पूरा देश केवल भगवान के भरोसे पर चल रहा है।" એક વખત એક સભ્ય જણાતા ભાઇ કુટુંબ સહિત પૂજયશ્રીને વંદનાર્થે આવ્યા. વંદન કરીને કહ્યું : “અમે સમેતશિખરજી જઇ રહ્યા છીએ, પણ ખીસું કપાઇ જતાં મુશ્કેલીમાં મૂકાઇ ગયા છીએ. જો અહીંથી ૮૦૦ રૂા.ની વ્યવસ્થા થઇ શકશે તો મોટો ઉપકાર ગણાશે. સમેતશિખર પહોંચ્યા પછી તો હું તરત જ મોકલાવી દઇશ. ત્યાં સુધી મુંબઇથી રકમ મંગાવી લઇશ.” - પૂજ્યશ્રીની પ્રેરણાથી કોઇ ભાઇએ ૮00 રૂા. પેલા ભાઇને આપ્યા. પેલા ભાઇ ગયા તે ગયા જ, પછી એ ૮૦૦ રૂ. કદી ન આવ્યા. ખરેખર એ સફેદ ઠગ જ હતો. પૂજયશ્રીના જીવનમાં આવા ઘણા પ્રસંગો બનેલા છે, છતાં પૂજ્યશ્રીની કરુણાની સરવાણી કદી સૂકાઇ નહોતી. પૂજયશ્રી કહેતા : ઠગ બનીને આવેલાને ન અપાવી શકાય તે બરાબર, પણ ઠગોના બહિષ્કારમાં કોઇ એક સાચાનો પણ બહિષ્કાર થઇ જાય તો ? આ ચાતુર્માસમાં ચૌદસ જેવી તિથિના દિવસોમાં પૂજયશ્રી ઉપવાસ કરીને અવંતી પાર્શ્વનાથના જિનાલયમાં (જે ૧ કિ.મી. દૂર થાય) પહોંચી જતા. ધ્યાન-કાયોત્સર્ગ ભક્તિ વગેરેમાં આખો દિવસ ગાળતા, ઠેઠ સાંજે પાછા ફરતો. કચ્છ વાગડના કણધારો ૨ ૧૯૩ Page #103 -------------------------------------------------------------------------- ________________ પૂજયશ્રીની નિશ્રામાં અવંતી પાર્શ્વનાથની સમક્ષ મુંબઇના કોઇ ક્રિયાકારકે (પ્રાયઃ જેઠાલાલભાઇ) સૌ પ્રથમવાર કલ્યાણ મંદિર પૂજન ભણાવેલું હતું. અહીં પૂજ્યશ્રીએ મુનિઓને પન્નવણા તથા જીવાભિગમ સૂત્ર વંચાવ્યું હતું. એક વખત ત્યાંના ટ્રસ્ટી કાન્તિભાઇ સાથે કોઇ બાબત એક મહાત્મા સાથે ચર્ચા થઇ. ચર્ચાએ અત્યંત ઉગ્ર સ્વરૂપ પકડી લીધું. પેલા ભાઇ જરા ગરમ મગજના હતા. મહાત્માનો હાથ પકડીને ક્રોધના આવેશમાં બરાડા પાડવા માંડ્યા. જોતાં એમ જ લાગે : જાણે હમણાં જ મારામારી શરૂ થઇ જશે. પેલા મહાત્મા પણ આવેશથી ઉત્તેજિત બની ગયા હતા, પણ પૂજયશ્રીએ ઉપશમ-લબ્ધિથી મામલો એટલો શાંત પાડી દીધો કે પેલા ભાઇને ઠંડા થવું જ પડ્યું ! ધોધમાર વરસાદમાં દાવાનળ ક્યાં સુધી સળગી શકે ? પૂજ્યશ્રી ઉપશમના વાદળ બનીને વરસ્યા હતા. અહીં ગિરીશભાઈ ધ્યાન-વિચાર'નું પ્રૂફ લાવેલા હતા, જે જૈન સાહિત્ય વિકાસ મંડળ-મુંબઇ-પાલ તરફથી છપાઇ રહ્યું હતું. પણ એ આખી બેગ જ ટ્રેનમાં રહી ગઇ, ગુમ થઇ ગઇ. આઠ વર્ષની મહેનત હતી છતાં પૂજ્યશ્રીએ એટલું જ કહ્યું : જેવું લખાવું જોઇએ, તેવું નહિ લખાયું હોય. માટે જ પ્રભુને મંજુર નહિ હોય. ત્યાર પછી કાચી નોંધના આધારે ફરીથી લખાણ શરૂ કર્યું ને એ ગ્રંથ ૮ વર્ષ પછી પ્રગટ થયો. અહીં એક વખત પૂજયશ્રીને સમાચાર મળ્યા કે પૂ. મોહનલાલજી મ.ના સમુદાયના પૂ. આ. મુનિસુંદરસૂરિજીના શિષ્ય સુદર્શન મુનિજી અત્યંત બીમાર અવસ્થામાં માનસિંહજીની હોસ્પિટલમાં દાખલ થયેલા છે. એટલે તરત જ પોતાના શિષ્યોને ક્રમશઃ તેમની સેવામાં મૂક્યા. ભા.સુદ૮-૯ ના દિવસે નાના ભાઇ (મુનિચન્દ્રવિ.) સેવા માટે ગયેલા. ભા.સુદ૯ ની સવારે એ મહાત્માએ ભક્તામર સાંભળતાં સાંભળતાં સમાધિપૂર્વક દેહત્યાગ કર્યો. સેવા કરવાના અવસરે પૂજયશ્રી સમુદાય-ભેદ વચ્ચે લાવતા નહિ. સેવા માટે મુનિઓને પણ પ્રોત્સાહિત કરતા. પૂ.આ. શ્રી વિ. કલાપૂર્ણસૂરીશ્વરજી મ. + ૧૯૪ અહીંના ડૉ. મહેશ, કનકમલજી ખાબિયા, મોહનલાલજી વગેરે ધર્મમાં જોડાયા અને આજીવન પૂજ્યશ્રીને તેમણે ગુરુ તરીકે સ્વીકાર્યા. મહેશ ડૉકટરના તો આજે પણ પૂજયશ્રીનું નામ સાંભળતાં રોમાંચ ખડા થઇ જાય છે. વિ.સં. ૨૦૩૯, ઇ.સ. ૧૯૮૨,ઉજ્જૈનથી કા.વદ-૫ ના વિહાર થયો. માગ.સુદ-૩, રતલામ, પૂજ્યશ્રીની આચાર્ય પદવીના ૨૦મા વર્ષમાં પ્રવેશ નિમિત્તે ગુરુપૂજન આદિ થયેલું. માગ.સુદ-૧૧, કસારવાડી (M.P), રતલામથી ગુજરાત આવતાં વચ્ચે આદિવાસી વિસ્તાર આવતો હતો. ભિલ્લોના આ પ્રદેશમાં આ કસારવાડી ગામ ! ઊતરવા માટે સ્કૂલ જેવું કાંઇક હતું. ગામનાં બીજાં ઘરો ક્યાં ? એવા અમારા પ્રશ્નના ઉત્તરમાં જવાબ મળ્યો કે થોડાં દૂર છે. પાણી બીજે ઘર છે. અમારામાંના કોઇ મહાત્મા પાણી વહોરીને આવ્યા ને કહ્યું : બરાબર એક કિ.મી. દૂર પાણી છે. કુશલગઢથી ૨૦ કિ.મી. ચાલીને આવવાથી થાકી તો ગયા જ હતા. આમાંય વળી ગોચરી-પાણીનાં ઠેકાણાં નહિ. એક કિ.મી. ગયા પછી પણ પાણીયે થોડુંક જ મળ્યું. ગોચરીની તો અહીં આશા જ ક્યાં રાખવી ? અમારામાંના કેટલાક મહાત્માઓએ નક્કી કરેલું : ચલો, આજે આમ પણ મૌન એકાદશી છે. ઉપવાસ કરી લઇશું. પૂજયશ્રી પાસે પચ્ચકખાણ લેવાની તૈયારી જ હતી. ત્યાં જ એક વાહનનો અવાજ આવ્યો. રતલામથી એક બસ દર્શનાર્થે આવી પહોંચી હતી. રતલામવાળા આવી જાય એટલે પત્યું ! એમની ભક્તિ જોરદાર ! પછી તો પાણી વગેરેની પણ વ્યવસ્થા થઇ ગઇ. ઠારવા માટે થાળા વગેરે કાંઇ ન હતું તો રતલામવાળાઓએ પોતાના ટિફિન વગેરેનાં ઢાંકણાં-ડબલાં વગેરેમાં પાણી ઠારવા માંડેલું ! તે જ દિવસે બપોરે ચાકલિયા તરફ વિહાર કર્યો. ધાર્યા કરતાં કિ.મી. ઘણી નીકળવાથી ખૂબ જ મોડું થઇ ગયું. અમારામાંના બે મહાત્માઓ (મુનિશ્રી કુમુદચન્દ્ર-હેમચન્દ્રવિ.) તો ચાકલિયા પહોંચ્યા જ નહિ, પૂજયશ્રી સાથે અમે બધાએ ઘણી વાટ જોઇ, તપાસ પણ કરાવી, કચ્છ વાગડના કર્ણધારો ૨ ૧૯૫ Page #104 -------------------------------------------------------------------------- ________________ પણ એમનો કોઇ પતો નહિ. પછીથી સમાચાર મળ્યા કે તેઓ ૨-૩ કિ.મી. દૂરની કોઇ જેલમાં રોકાઇ ગયા છે. | ચાકલિયામાં એક દારૂડિયાએ સારી એવી ધમાલ મચાવી હતી. પૂજયશ્રીએ સૌને કડક સૂચના આપેલી : એ દારૂડિયો ગમે તેવું બોલબોલ કરે, આપણામાંથી કોઇએ કાંઇ જવાબ આપવાનો નથી. આખરે ગામનો જ બીજો કોઇ માણસ આવીને એ દારૂડિયાને ઘસડીને લઇ ગયો હતો. દારૂડિયાનો બકવાસ બે કલાક ચાલ્યો હશે ! એમ.પી.નો આ છેલ્લો વિહાર, છેલ્લા મુકામો યાદગાર બની ગયા હતા. બીજા દિવસે અમે પંચમહાલ જિલ્લાના લીમડી ગામે પહોંચ્યા. પૂજ્યશ્રીની સાથે રહેવાથી પ્રતિકુળ કે અનુકૂળ પ્રસંગોમાં કઇ રીતે રહેવું ? તે જીવન દ્વારા શીખવા મળતું. “પ્રતિકૂળતામાં અકળાઇ ન જવું, અનુકૂળતામાં મલકાઈ જવું.” આવી શાબ્દિક શિખામણો કરતાં ખરેખર પ્રતિકૂળતા આવે ત્યારે કેમ વર્તવું ? અનુકૂળતામાં કેમ વર્તવું ? તે પ્રત્યક્ષ દેખાતા જીવનથી વધુ શીખાતું હતું. પૂજ્યશ્રીનું જીવન જ ઉપદેશરૂપ હતું. પો.વ.૧૪, અમદાવાદ (વિદ્યાશાળા) જ્ઞાનમંદિરમાં બિરાજમાન પૂ.આ. શ્રી વિજયભુવનભાનુસૂરિજી આદિના વંદનાદિકનો લાભ મળ્યો. મહા સુદ-૨, અમદાવાદ (સાબરમતી), અહીંથી પાલીતાણાનો મહા સુદ-૬ થી મહા વદ-૯ સુધીનો ૧૮ દિવસનો છ'રી પાલક સંઘ બેડાનિવાસી હેમાજી રકબાજી પરિવાર તરફથી નીકળ્યો હતો. આ સંઘમાં હજારેક યાત્રિકો તથા સોથી વધુ સાધુ-સાધ્વીજીઓ હતાં. મહા વદ-૩૦, પાલીતાણા, સા. ચન્દ્રલતાશ્રીજીની ૧૦૦મી ઓળીનું પારણું. (આ વર્ષે પોષ માસનો ક્ષય હતો અને ફાગણ માસ અધિક હતો.) ફા.વદ-૧૩, ખેરવા, અહીં જૈનોનું એકેય ઘર નથી. જિનાલયઉપાશ્રય વગેરે પટેલો જ સંભાળે છે. અહીં પટેલોએ પૂજયશ્રીનું જોરદાર સામૈયું કરેલું. ત્યાંના પટેલે (નામ પ્રાય: માધવભાઇ) પૂજ્યશ્રીને કહેલું : મારાં બધાં જ સંતાનો પરદેશ પૂ.આ. શ્રી વિ. કલાપૂર્ણસૂરીશ્વરજી મ. + ૧૯૬ ગયાં છે. મને પણ ત્યાં બોલાવવા બધાનો ખૂબ જ આગ્રહ છે, પણ મેં એ લોકોને કહી દીધું છે ; “હું તો અહીં જ રહેવા માંગું છું.' પૂજ્યશ્રીએ પૂછ્યું : ‘કેમ ?” ‘મહારાજ સાહેબ ! અહીં જે મહાત્માઓનો લાભ મળે છે, પરદેશમાં મને ક્યાં મળવાનો ? હું તો એમ જ માનું છું : જે કાંઇ પણ અમારું ભલું થયું છે તે આપ જેવા મહાત્માઓના આશીર્વાદથી જ. હું આ લાભ છોડવા માંગતો નથી.’ પટેલના જવાબથી પૂજયશ્રી પ્રસન્નતાથી મલકાઇ ઊઠ્યા. પટેલની આ વાત પૂજયશ્રી ઘણી વખત વાચના-વ્યાખ્યાનાદિમાં કરતા. દ્ધિ.ફા.સુદ-૫ થી કિ.ફા.વદ-૪, આદરિયાણા, અહીં પૂ. જંબૂવિ.ની નિશ્રામાં સૂયગડંગ સૂત્ર પર વાચના રહી હતી. માત્ર સાધુઓ માટેની આ વાચના હતી. આ વાચના દરમિયાન ગોવિંદ ડોડિયા (ભાવનગર) નામનો એક માણસ આવેલો. તે ચોખાના દાણા પર ભક્તામર લખી શકતો. એક ચોખાના દાણા પર ભક્તામર લખી શકતો. એક ચોખાના દાણા પર અમારી હાજરીમાં જ ઉવસગ્ગહરે લખી આપેલું. બહિર્ગોળ કાચની મદદથી અમે તે સ્પષ્ટ વાંચી પણ શકતા હતા. ચોખાના એક બીજા દાણા પર એણે પૂ. જંબૂવિ.મ.નું ચિત્ર પણ સોયની મદદ વડે દોરી કાઢેલું - માત્ર થોડી જ સેકંડોમાં. તે માણસના માથાના વાળ પર તો લખી શકતો, પણ કરોળિયાના જાળા પર પણ લખી શકતો. તેણે કહેલું : માણસના વાળ તો ઘણા જાડા છે. હજુ એના છ ઊભા ચીરા થઇ શકે ને તેના એકેક ચીરા પર પણ હું લખી શકું. એમ કહીને તેણે પોતાનો એક વાળ ખેંચી, એના મૂળને આંગળીથી મસળી છ ઊભા ચીરા કરી બતાવેલા. કરોળિયાનાં જાળાં મેળવવા તે કેટલાય દિવસો સુધી જંગલમાં ભટકતો. દુનિયામાં કેવા કેવા માણસો હોય છે ? કચ્છ વાગડના કર્ણધારો ૨ ૧૯૭ Page #105 -------------------------------------------------------------------------- ________________ પૂજ્યશ્રીએ આના પર ટિપ્પણી કરતાં કહેલું : આવી બધી જ કળા કરતાં પ્રભુ પ્રેમની કળા ચડી જાય. સવ્વા કલા ધમ્મકલા જિણાઇ. ચૈત્ર વદ-૧૦ થી વૈ.સુદ-૩, કટારીઆ, આધોઇ ચૈત્રી ઓળી કરી પૂજ્યશ્રી અહીં પધાર્યા. અહીં ૨૭ સામુદાયિક દીક્ષાઓનો મોટો પ્રસંગ હતો. એક સાથે આટલી વિશાળ સંખ્યામાં દીક્ષાઓ પૂજ્યશ્રીની નિશ્રામાં પહેલી જ વાર થઇ રહી હતી. લોકોમાં ખૂબ જ ઉત્સાહ હતો. એ. ડી. મહેતા વગેરેએ દીક્ષા વ્યવસ્થામાં સંપૂર્ણ રસ લીધો હતો. સાત પુરુષ તથા વીશ બહેનો દીક્ષાર્થી તરીકે હતા. (જોકે એક બહેનની દીક્ષા કારણસર વૈ.સુદ-૬ ના વાંઢિયામાં થઇ હતી.) વૈ.સુદ-૨ (પૂજ્યશ્રીનો ૫૯મો જન્મ દિવસ)ના દિવસે થયેલી ૨૬ દીક્ષાઓ : (૧) મુનિ શ્રી આનંદવર્ધનવિજયજી (ગોકળભાઇ, સામખીયાળી) (૨) મુનિ શ્રી તત્ત્વવર્ધનવિજયજી (દેવજીભાઇ, આધોઇ) (૩) મુનિ શ્રી અનંતયશવિજયજી (ચંદ્રકાંતભાઇ, આડીસર) (૪) મુનિ શ્રી અમિતયશવિજયજી (અમૃતભાઇ, પલાંસવા) (૫) મુનિ શ્રી કીર્તિદર્શનવિજયજી (હીરાભાઇ, ફલોદી) (૬) મુનિ શ્રી આત્મદર્શનવિજયજી (રમેશભાઇ, સામખીયાળી) (૭) મુનિ શ્રી તત્ત્વદર્શનવિજયજી (મનસુખભાઇ, આધોઇ) (૮) સા. પીયૂષવર્ષાશ્રીજી (સુભદ્રાબેન, પાટણ) (૯) સા. ભક્તિપૂર્ણાશ્રીજી (રેખાબેન, આધોઇ) (૧૦) સા. પદ્માનનાશ્રીજી (જયાબેન, મનફરા) (૧૧) સા. પદ્મદર્શનાશ્રીજી (પુષ્પાબેન, મનફરા) (૧૨) સા. પદ્મજ્યોતિશ્રીજી (લક્ષ્મીબેન, મનફરા) (૧૩) સા. પ્રશમજ્યોતિશ્રીજી (હેમલતાબેન, મનફરા) (૧૪) સા. મુક્તિદર્શનાથ્રીજી (મીનાક્ષીબેન, આડીસર) (૧૫) સા. તત્ત્વગુણાશ્રીજી (ચંદ્રિકાબેન) (૧૬) સા. ચારુનયનાશ્રીજી (ધનલક્ષ્મીબેન, ફતેગઢ) પૂ.આ. શ્રી વિ. કલાપૂર્ણસૂરીશ્વરજી મ. ૨ ૧૯૮ (૧૭) સા. નયરેખાશ્રીજી (નીલમબેન, રાજકોટ) (૧૮) સા. નયગુણાશ્રીજી (જયાબેન, શણવા) (૧૯) સા. વિરતિધર્માશ્રીજી (ભાગ્યવંતીબેન, કીડિયાનગર) (૨૦) સા. શાંતરસાથ્રીજી (ધીરુબેન, સઇ) (૨૧) સા. ભવ્યરંજનાશ્રીજી (ભારતીબેન, આધોઇ) (૨૨) સા. શીલદર્શનાશ્રીજી (ગુણવંતીબેન, સામખીયાળી) (૨૩) સા. નયયશાશ્રીજી (વસુમતીબેન, ભીમાસર) (૨૪) સા. વિનયપૂર્ણાશ્રીજી (જ્યોતિબેન, વઢવાણ) (૨૫) સા. નયભદ્રાશ્રીજી (લીલાબેન, પલાંસવા) (૨૬) સા. નયનજ્યોતિશ્રીજી (શારદાબેન, પલાંસવા). ૨૭મી દીક્ષા વૈ.સુદ-૬ ના વાંઢિયા ગામે થઇ. (૨૭) સા. વિમલપ્રશાશ્રીજી (નિહારિકાબેન, રાધનપુર) વૈ.વદ-૩ થી વૈ.વદ-૬, હળવદ, અહીં કટારીઆમાં દીક્ષિત પ્રાયઃ તમામની વડી દીક્ષા થઇ. અહીંથી પૂ. મુનિશ્રી પ્રીતિવિજયજી તથા નાનાભાઇ (મુનિચન્દવિ.) મનફરા ચાતુર્માસાર્થે અલગ થયા. અમદાવાદ, શાંતિનગર ચાતુર્માસ, પરમ શાસન પ્રભાવક પૂ.આ. શ્રી વિજય રામચન્દ્રસૂરિજીની સાથે આ ચાતુર્માસ થતું હોવાથી લોકોમાં અનેરો ઉત્સાહ હતો. ચાતુર્માસમાં પૂજ્યશ્રી માત્ર રવિવારે જ લલિત-વિસ્તરા પર વ્યાખ્યાનો આપતા હતા. દૈનિક પ્રવચનો પૂ. રામચન્દ્રસૂરિજી આપતા હતા. પૂજ્યશ્રીએ, પૂ. રામચન્દ્રસૂરિજી પાસેથી મહાનિશીથ સૂત્રનું વાંચન કર્યું. દિવાળીની આસપાસના દિવસોમાં પૂ. રામચન્દ્રસૂરિજી બીમાર પડ્યા ત્યારે પૂજ્યશ્રીએ અનેક વખત આનંદઘનજી - દેવચન્દ્રજી આદિનાં સ્તવનો ભાવભર્યા હૃદયે સંભળાવેલા. આ ચાતુર્માસમાં શ્રેણિકભાઈ કસ્તુરભાઈ પૂજ્યશ્રી પાસે દર અઠવાડિયે ત્રણ દિવસ (૨II-૩ કલાક બેસતા.) તત્ત્વજ્ઞાનના પાઠ શીખવા આવતા હતા. પૂજ્યશ્રી તેમને શ્રાવકાચાર, તત્ત્વજ્ઞાન અને યોગવિષયક કચ્છ વાગડના કર્ણધારો - ૧૯૯ Page #106 -------------------------------------------------------------------------- ________________ પાઠ આપતા. બીજે દિવસે શ્રેણિકભાઇ એ પાઠ કંઠસ્થ કરીને સંભળાવતા તથા વચ્ચે પૂજ્યશ્રી શાસન-વિષયક મહત્ત્વપૂર્ણ સમસ્યાઓનું સમાધાન આપતા. પૂજ્યશ્રીની નિશ્રામાં સંવત્સરીનું પ્રતિક્રમણ તેમણે જીવનમાં પહેલી વાર કર્યું. શ્રેણિકભાઇએ ત્યારથી પૂજ્યશ્રીને ગુરુ તરીકે ધારેલા. એ વાતનો ઉલ્લેખ પણ અનેક સ્થળે તેઓ કરતા રહ્યા છે. વિ.સં. ૨૦૪૦, ઇ.સ. ૧૯૮૩-૮૪. કા.વ.૨ થી કા.વ.૬ ના સા. લાવણ્યશ્રીજીના ૫૮ વર્ષીય સંયમજીવનની અનુમોદનાર્થે જહાંપનાહની પોળ (અમદાવાદ)માં મહોત્સવ. કા.વદ-૪ ના પલ્લવીબેનની દીક્ષા થઈ. નામ પડ્યું : સા પુષ્પદન્તાશ્રીજી. પો.વદ, નાદિયા (રાજ.), અહીંથી પાલીતાણાનો પો. વદિ પ્રાયઃ પો.વદ-૬) થી ફા.સુદ-૨ સુધીનો પ્રાયઃ ૪૫ દિવસનો અન્નરાજજી પરિવાર તરફથી છ'રી પાલક સંઘ નીકળ્યો હતો. હજાર યાત્રિકો અને શતાધિક સાધુ-સાધ્વીઓથી શોભતો આ સંઘ પણ ખૂબ જ શાસન પ્રભાવક બન્યો હતો. સંઘ મહા વદ-૫-૬ના સુરેન્દ્રનગર પહોંચ્યો ત્યારે ત્યાં (મહા વદ૬ના) અનેક દીક્ષાઓ થઈ હતી : મુનિ શ્રી અજિતશેખરવિજયજી (જીતેન્દ્રભાઇ, હારિજ-મુંબઈ), સા. જિનભદ્રાશ્રીજી (નિર્મળાબેન, વસઇમુંબઇ), સા. જિનધર્માશ્રીજી (ભારતીબેન, વસઇ-મુંબઈ), સા. સ્મિતદર્શનાશ્રીજી (નીલિમાબેન, મનફરા), સા. સ્મિતવદનાશ્રીજી (ચંદનાબેન, મનફરા), સા. રાજરત્નાશ્રીજી (રેખાબેન, સુરેન્દ્રનગર), સા. ભવ્યરત્નાશ્રીજી (ભારતીબેન, સુરેન્દ્રનગર), સા. સંયમરત્નાશ્રીજી (સોહિનીબેન, ચોટીલા), સા. પુણ્યરત્નાશ્રીજી (પ્રિયદર્શનાબેન, જોરાવરનગર), સા. જિનેશરત્નાશ્રીજી (યોસ્નાબેન, નાંદેજ), સા. ચિદ્રત્નાશ્રીજી (હીનાબેન, આધોઈ), સા. શાસનરત્નાશ્રીજી (શાંતિબેન, મનફરા), સા. કીર્તિરત્નાશ્રીજી (કેસરબેન, આધોઈ), સા. નંદીરત્નાશ્રીજી (પ્રદીનાબેન, રાધનપુર-બકુત્રા),. પૂ.આ. શ્રી વિ. કલાપૂર્ણસૂરીશ્વરજી મ. ૧ ૨૦૦ ફા.સુદ-૧ થી ફા.સુદ-૧૫, પાલીતાણા (પન્નારૂપા ધર્મશાળા), ફા.સુદ-૨ ના સંઘની તીર્થમાળ થયા પછી પણ અહીં રોકાણ થયું. ત્યારે મુનિઓ ગોચરી માટે ઠેઠ ગામમાં ભીડભંજન, સર્વોદય સોસાયટી વગેરે સ્થાને જતા. ફા.સુદ-૧૩ ની યાત્રા પૂજયશ્રી સાથે અમે સૌએ કરી. ભીડનો સારો એવો અનુભવ થયો. અહીં થયેલી દીક્ષાઓ, ફા.સુદ-૭ : સા. ચિરંજયાશ્રીજી (હીરાબેન, દેશલપુર), સા. અપૂર્વગુણાશ્રીજી (અલકાબેન, બાલાપુર) આ જ અરસામાં યાત્રા વખતે “દાદા ભગવાન છે. અંબાલાલ છે. દાદા ભગવાન છે.’ના નાદ પોકારતી એક યુવાનોની ટોળી સિદ્ધાચલ પર આવતી જણાઇ. ખુરશીમાં એક ટોપીવાળા ભાઇ બેઠા હતા. પાછળથી જાણવા મળ્યું કે એને લોકો દાદા ભગવાન કહે છે. મૂળ ચરોતરના અંબાલાલ પટેલ છે. સુરતના રેલવે સ્ટેશનના બાંકડા પર તેમને જ્ઞાન થયું. ત્યારથી એ પોતાના “અક્રમ-વિજ્ઞાનનો પ્રચાર કરતા ફરે છે. અમને સૌને આ કહેવાતા “ભગવાન” જોઇને આશ્ચર્ય થયેલું. એના કરતાંય વધુ આશ્ચર્ય એ થયેલું કે એ અંબાલાલ પટેલ જ્યારે દાદાના દરબારમાં પહોંચ્યા ત્યારે દાદાની પૂજા કરવા માટે ફૂલોની માળા વગેરે લઇને લાઇનમાં રહેલા શ્રાવકોએ પણ પોતાની ફૂલોની માળા અંબાલાલભાઇના ગળામાં પહેરાવી દીધી. આમ થવાનું કારણ એમ જાણવા મળ્યું કે ત્યાં એવો જોરશોરથી પ્રચાર કરવામાં આવ્યો કે આ જીવતા કેવળજ્ઞાની પધાર્યા છે, ભગવાન પધાર્યા છે. આવા પ્રચારપૂર્વક એમના બે-ચાર ભક્તોએ માળા પહેરાવી એટલે બીજાઓએ પણ પહેરાવી. બસ, પછી તો ચાલ્યું ! આ તો ગાડરોનું ટોળું ! એક વખત આ ‘દાદા ભગવાન શંખેશ્વરમાં પણ ભેટી ગયેલા. પ્રચાર એવો હોય કે “બે કલાકમાં મોક્ષ અપાવે છે.’ બે કલાકમાં મોક્ષ મળતો હોય તો કોણ છોડે ? મળે તો ઠીક છે, નહિ તો નુકસાન શું છે ? એમ સમજીને પણ માણસો ત્યાં જાય. કચ્છ વાગડના કર્ણધારો ૨ ૨૦૧ Page #107 -------------------------------------------------------------------------- ________________ ફા.વદ-૨ થી ફા.વદ-૫, ગારિયાધાર, અહીં પૂજયશ્રીની નિશ્રામાં જિન-ભક્તિ મહોત્સવ હતો. અહીંના વિહારોમાં પૂજ્યશ્રીએ મુનિઓને રાયપસણીય સૂત્રવંચાવેલું. ચૈિત્ર સુદ-૫ થી ચૈત્ર વદ-૭, જૂનાગઢ, અહીં પરમ તપસ્વી પૂ.આ.શ્રી વિ. હિમાંશુસૂરિજી, પૂ.આ. શ્રી વિ. હેમચન્દ્રસૂરિજી વગેરે મળ્યા. અહીં સહસાવનમાં તૈયાર થયેલા જિનાલયમાં અંજનશલાકા - પ્રતિષ્ઠા મહોત્સવ હતો. | ગિરનારની યાત્રા કરતાં, સહસાવન (સહસ્રામવન)માં ભક્તિધ્યાન કરતાં પૂજ્યશ્રીને ખૂબ જ આનંદ આવ્યો. આઈ ‘મિલે મન ભીતર ભગવાન' પુસ્તકનું વિમોચન થયું. પૂજયશ્રી ત્યાર પછી ગિરનાર ક્યારેય નથી આવ્યા. અહીં થયેલી દીક્ષાઓ : સા. શરપૂર્ણાશ્રીજી (લક્ષ્મીબેન, આધોઈ). સા. સ્નેહપૂર્ણાશ્રીજી (લોદરાબેન, ફલોદી). અહીં એક મહાત્મા કૂતરા માટે બનાવાતા રોટલા, એમ સમજીને વહોરી આવ્યા કે આ તો નિર્દોષ છે. પૂજ્યશ્રીએ આમ નહિ કરવા જણાવેલું : કૂતરા વગેરે માટે બનાવેલું હોય તે આપણાથી બિલકુલ ન લેવાય. આનાથી અજૈનોમાં ગેરસમજ ફેલાય, કૂતરાઓને અંતરાય પડે, શાસનની અપભ્રાજનાનો પણ સંભવ રહે. જૂનાગઢથી જેતપુર, વીરપુર, ગોંડલ થઇને પૂજ્યશ્રી રાજકોટ પધાર્યા. રસ્તામાં પથ્થરના બનાવેલા થાકલા (ચોસલા) ગોંડલનરેશ મહારાજા ભગવતસિંહજીના પ્રજા પ્રેમને કહેતા હતા. રસ્તાનો કોઇ મજૂર ભારો ઉપાડીને થાકી જાય તો આ થાકલા પર ભાર મૂકી આરામ કરી કોઇની મદદ વિના એ ભારો ઊંચકી શકે માટે ભગવતસિંહજીએ આ થાકલા બનાવ્યા હતા. પૂજ્યશ્રીએ પરોપકારી મહારાજાની આ પરોપકારભાવનાની વાત જાણીને પ્રસન્નતા વ્યક્ત કરેલી. પૂ.આ. શ્રી વિ. કલાપૂર્ણસૂરીશ્વરજી મ. ૧ ૨૦૨ અહીં રસ્તામાં મોટા ભાઇ (મુક્તિચન્દ્રવિ.) ને પગમાં અચાનક તકલીફ થઇ ગઇ. સહેજ પણ ચલાય નહિ. ચાલુ વિહારમાં શું કરવું ? પૂજયશ્રીના આદેશથી તરત જ સહવર્તી ચાર મુનિઓએ બે દાંડામાં સંથારો બાંધ્યો અને મુનિશ્રીને ઊંચકીને મુકામ સુધી લઇ ગયા. રાજકોટથી વાંકાનેર ત્રણ દિવસ સુધી (વૈ.સુદ-૪-પ-૬) ભક્તિવંતા મુનિઓએ મુનિશ્રીને ઊંચક્યા હતા. વૈિ.સુદ-૩, નવાગામ - રાજકોટથી વિહાર કરીને સાંજે અહીં શશિકાંતભાઇની સૌરાષ્ટ્ર પેપર મિલમાં પૂજ્યશ્રી પધાર્યા. અહીં પૂજ્યશ્રીએ શશિકાંતભાઇને “આપણા નિમિત્તે આરંભ-સમારંભ જયાં સુધી ચાલુ હોય છે ત્યાં સુધી ધ્યાનમાં નિશ્ચલતા આવતી નથી”, વગેરે સમજાવ્યું હતું. અહીં વિહારના કોઇ ગામડામાં મોટા ભાઇ (મુક્તિચન્દ્રવિ.) વહોરવા ગયેલા. કોઇ અજૈનને ત્યાંથી કંદમૂળનું શાક ભૂલથી આવી ગયેલું. હવે શું કરવું ? પૂજ્યશ્રીએ કહ્યું : અકલ્પનીય વસ્તુનો ધર્મલાભ ન હોય. જ્યાંથી લાવ્યા હો તેના ઘરે પાછું આપી શકાય. એ મહાત્મા એ અજૈનના ઘરે શાક પાછું આપવા ગયા, પણ પેલાં બહેન તો એવાં ગભરાયાં એવાં ગભરાયાં કે લેવા જ તૈયાર નહિ. પછી તો ઘરનો દરવાજો જ બંધ કરી દીધો. એના મનમાં કદાચ એમ હશે : આ બાવાજી કંઇક મંતર-જંતર કરવા માંગતા હશે. મહાત્માએ પૂજયશ્રીને બધી વાત કરતાં પૂજ્યશ્રીએ કહ્યું : હવે એ શાક પરઠવી દો. પૂજયશ્રીની આજ્ઞા પ્રમાણે એ શાક પરઠવી દેવામાં આવ્યું. આવા હતા પૂજયશ્રી, જિનાજ્ઞાના પાલન કરનાર અને કરાવનાર. ડીસા, ચાતુર્માસ, જેઠ વદમાં ચાતુર્માસ પ્રવેશ થયો. આ ચાતુર્માસમાં મુનિઓને કલ્પસૂત્ર, નંદી, મહાનિશીથ આદિના યોગોવહન કરાવ્યાં. પૂ. મુનિ શ્રી પ્રીતિવિજયજીને ભગવતીના જોગમાં પ્રવેશ કરાવ્યો. કચ્છ વાગડના કર્ણધારો ૨ ૨૦૩ Page #108 -------------------------------------------------------------------------- ________________ આ ચાતુર્માસથી પૂજ્યશ્રીને અમે સવારે સામુદાયિક રૂપે દ્વાદશાવર્ત વંદન કરવાનું શરૂ કર્યું. (એ પહેલાં સાદું વંદન જ કરતા.) પર્યુષણ પછી નવકાર મહામંત્રનો સવા ક્રોડનો અખંડ સામુદાયિક જાપ થયેલો. આ ચાતુર્માસમાં અજમેરથી ડૉ. જયચંદજીએ આવીને પૂજ્યશ્રીનું મસાનું ઓપરેશન આધુનિક પદ્ધતિથી કર્યું હતું. વિ.સં. ૨૦૩૩થી પૂજ્યશ્રીને મસાની તકલીફ શરૂ થઇ હતી. સિદ્ધાચલની યાત્રા કરીને ગરમીના દિવસોમાં ખૂબ મોડેથી પૂજ્યશ્રી ઊતરતા હતા. અત્યંત ગરમી લાગવાથી ત્યારથી આ તકલીફ શરૂ થઇ હતી. વિ.સં. ૨૦૪૧, ઇ.સ. ૧૯૮૪-૮૫, ડીસા, ચાતુર્માસ પછી ડીસામાં જ કા.વદ-૬ ના પૂજ્યશ્રીની નિશ્રામાં કેટલીક દીક્ષાઓ થઇ : સા. પરંયોતિશ્રીજી (પ્રેરણાબેન, રાધનપુર-મુંબઇ), સા. પ્રશાન્તદર્શનાશ્રીજી (ગુણીબેન, મનફરા), સા. પ્રસન્નહૃદયાશ્રીજી (હરખુબેન, ભચાઉ), સા. પ્રસન્નવદનાશ્રીજી વિમલાબેન, ભચાઉ), સા. પ્રસન્નલોચનાશ્રીજી (કમળાબેન, ભચાઉ), સા. લલિતગુણાશ્રીજી (લીલાબેન, જેગોલ), સા. રક્ષિતગુણાશ્રીજી (રમીલાબેન, જેગોલ), સા. વિરતિયશાશ્રીજી (ઝવેરબેન, આધોઇ). માગ.સુદ-૬ ના ડીસામાં જ પૂ. મુનિ શ્રી પ્રીતિવિજયજીને પૂજ્યશ્રી દ્વારા ગણિ-પંન્યાસ પદવી અપાઇ હતી. તે દિવસે દીક્ષાઓ પણ થઇ હતી : સા. શ્રુતદર્શનાશ્રીજી (ચંપાબેન, મનફરા), સા. કલ્પજ્ઞાશ્રીજી (ઉર્મિબેન, મનફરા), સા. કલ્પદર્શિતાશ્રીજી (નિર્મળાબેન, મનફરા), સા. કલ્પનંદિતાશ્રીજી (ભારતીબેન, મનફરા). આ જ અરસામાં ડીસા, હાઇવે પર રહેલા શ્રીપાળનગર સોસાયટીના ચતુર્મુખી જિનાલયની પ્રતિષ્ઠા થઇ હતી. માગ સુદ-૭ થી માગ સુદ-૧૪ નો ડીસાથી શંખેશ્વરનો છ’રી પાલક સંઘ નીકળ્યો હતો. મોતીલાલભાઇ મોહનલાલભાઇ સંઘપતિ હતા. ચારૂપ, પાટણ, કંબોઇ, હારિજ થઇને એ સંઘ શંખેશ્વર પહોંચ્યો હતો. પૂ.આ. શ્રી વિ. કલાપૂર્ણસૂરીશ્વરજી મ. ૨ ૨૦૪ શંખેશ્વરમાં થોડા દિવસ રોકાઇને પૂજ્યશ્રીએ રાજસ્થાન-જયપુર તરફ વિહાર કર્યો હતો. પં. પ્રીતિવિજયજી આદિએ મનફરા (કચ્છ) તરફ વિહાર કર્યો હતો. મુનિ શ્રી મુક્તિચવિ. મુનિચન્દ્રવિ. એ પાછળથી રાજસ્થાન તરફ વિહાર કર્યો હતો. માલપુરા (જયપુરથી ૯૫ કિ.મી. દૂર)માં પૂજ્યશ્રીની નિશ્રામાં ફા.સુદ-૩ ના નૂતન જિનાલયમાં પ્રતિષ્ઠા થઇ હતી. જયપુરના હીરાચંદજી વૈદે ખાસ આમાં રસ લીધો હતો. ચૈત્ર સુદ-૩ થી ચૈત્ર વદ-૩, મેડતા રોડ (ફળવૃદ્ધિ તીર્થ), અહીં પૂજ્યશ્રીની નિશ્રામાં દાનવીર શ્રેષ્ઠી શ્રી માણેકચંદજી બેતાલા તરફથી સામુદાયિક ચૈત્રી ઓળીની આરાધના થઇ હતી. અહીં ફલવૃદ્ધિ પાર્શ્વનાથની પૂજ્યશ્રીએ ખૂબ જ ભક્તિ કરી. ચૈત્ર વદ-૧૦ થી વૈ.સુદ-૫, નાગોર, કોઇ બહેનોના વર્ષીતપના પારણા પ્રસંગે પૂજ્યશ્રી અહીં પધાર્યા હતા. અહીં વૈ.સુદ-૨ ના (પોતાના ૬૨મા જન્મદિવસે) અમારા આગ્રહથી પૂજ્યશ્રીએ પોતાનું ગૃહસ્થજીવન કહેલું હતું, જે ‘કહે કલાપૂર્ણસૂરિ-૧’ (ગુજરાતી) આવૃત્તિ ત્રીજીમાં પ્રગટ થયેલું છે તથા આ ગ્રંથમાં (। કલાપૂર્ણમ્-૧ ||, સ્મૃતિગ્રંથ) પણ અન્યત્ર પ્રકાશિત થયેલું છે. વૈ.સુદ-૯, કુચેરા, પૂજ્યશ્રી અહીં પધારવાના હતા એટલે અહીંના મદ્રાસ રહેતા શ્રેષ્ઠીઓ આવ્યા હતા. સાંજ પડતાં અહીં એક સ્થાનેથી બહારની ગેલેરીમાં બલ્બની લાઇટ આવતી હતી. ગરમીથી અકળાયેલા એક મહાત્માએ ઇશારો કરી કોઇ ગૃહસ્થ પાસેથી બલ્બ ફોડાવી નાખ્યો હતો. આ વાતની ખબર પડતાં પૂજ્યશ્રીએ ઘણા જ કડક શબ્દોમાં એ મહાત્માને ઠપકો આપ્યો હતો : કોઇને પણ નુકસાન થાય એવી પ્રવૃત્તિ આપણાથી થઇ જ શી રીતે શકે ? લાઇટના દોષથી બચવાનો વિચાર તમને આવ્યો, પણ બલ્બ ફોડાવવાથી થતું નુકસાન કચ્છ વાગડના કર્ણધારો ૨ ૨૦૫ Page #109 -------------------------------------------------------------------------- ________________ ખ્યાલમાં ન આવ્યું ? કોઇ જૈન કે અજ્જૈનને ખબર પડે તો શું થાય ? આવી પ્રવૃત્તિ કરો ભલે તમે, પણ બદનામી કોની થાય, તે જાણો છો ? એ મહાત્માએ પોતાની ભૂલ કબૂલી પ્રાયશ્ચિત્ત લીધું હતું. જેઠ સુદ-૧ થી જેઠ સુદ-૪, બલાડ (બ્યાવરથી ૩ કિ.મી. દૂર) અહીં જિનાલયનો જીર્ણોદ્ધાર કરતાં જૂનો શિલાલેખ (લગભગ ૪૦૦ વર્ષ જૂનો) નીકળ્યો હતો. અમારા જ પૂર્વજોએ આ જિનાલય બંધાવ્યું છે’ એમ જણાતાં અહીં રહેલા તેરાપંથીઓ પણ જિનાલયના નિર્માણમાં જોડાયા હતા. તેરાપંથના આચાર્ય શ્રી તુલસી તરફથી આ અંગે મનાઇ આવવા છતાં તેમણે કાંઇ ગણકાર્યું ન હતું. પૂજ્યશ્રીની નિશ્રામાં થયેલા પ્રતિષ્ઠા મહોત્સવમાં પણ ઉલ્લાસભેર ભાગ લીધો હતો. અહીં મૂળનાયક શ્રી આદિનાથ ભગવાન આદિની જેઠ સુદ-૪ ના પ્રતિષ્ઠા થઇ હતી. ગુરુમંદિરની નાનકડી દેરીમાં પૂ.પં. શ્રી ભદ્રંકરવિજયજીની મૂર્તિની પ્રતિષ્ઠા થઇ હતી. આ જિનાલયના નિર્માણમાં તથા પ્રતિષ્ઠામાં શૌરીલાલજી નાહરે મુખ્ય ભૂમિકા ભજવી હતી. જૂના બ્યાવરમાં એક સ્થળે જેઠ સુદ-૧૦ ના પ્રતિષ્ઠા થઇ હતી. જેઠ સુદ-૧૩, ખરવા, અહીં સિદ્ધાર્થ નામનો ૪-૫ વર્ષનો નાનકડો છોકરો પૂજ્યશ્રીના સંસર્ગમાં આવ્યો હતો. આગળ જતાં એ છોકરાએ પૂ. ગુણરત્નસૂરિજી પાસે દીક્ષા લીધી. જેઠ સુદ-૧૫, અજમેર, પૂજ્યશ્રીની પ્રેરણાથી અહીં લોકાશા કોલોનીમાં જિનાલય નિર્માણની પ્રક્રિયા શરૂ થઇ. ત્યાંના ગણપત ભંડારીએ આમાં સક્રિય રસ લીધો. પૂજ્યશ્રીના અંગત ડૉકટર જયચંદજી વૈદને ત્યાં પૂજ્યશ્રી પધાર્યા હતા. આ ડૉકટરના પિતાજી મંગલચંદજી પૂજ્યશ્રી સાથે ભણ્યા હતા. ડૉ. જયચંદજી પૂજ્યશ્રી પ્રત્યે અત્યંત સમર્પિત હતા. જ્યારે પણ જરૂર પડે ત્યારે તરત જ પૂજ્યશ્રી પાસે દોડી આવતા. પછી પૂજ્યશ્રી ભલે ગુજરાતમાં હોય કે મદ્રાસમાં હોય ! પૂજ્યશ્રીના સ્વર્ગગમનથી એક-બે દિવસ પહેલાં પણ પહોંચી આવેલા. પૂ.આ. શ્રી વિ. કલાપૂર્ણસૂરીશ્વરજી મ. ૧ ૨૦૬ જયપુર ચાતુર્માસ (જેઠ વદ-૧૪ થી માગ.સુદ-૧) અહીં પૂજ્યશ્રીની નિશ્રામાં અનેક ધાર્મિક અનુષ્ઠાનો થયાં. એક દિવસમાં ૪૦૦ ઉપવાસપૂર્વક વીશસ્થાનક તપનું સામૂહિક આયોજન પ્રથમ જ વાર થતાં લોકોમાં ખૂબ જ આનંદ વ્યાપી ગયો હતો. અહીંના ચાતુર્માસમાં પૂ.પં. ભદ્રંકરવિજયજીની “શ્રીસંઘમાં મૈત્રીભાવ અત્યંત જરૂરી છે” વગેરે વાતો લક્ષમાં લઇ સંઘ-કલ્યાણની ભાવનાથી વિ.સં. ૨૦૦૨ના પટ્ટકમાં સહી કરી હતી. શ્રીસંઘમાં મૈત્રીના મંડાણ થાય એવા આશયથી પૂ. રામચન્દ્રસૂરિજીને પણ સહી કરવા પત્ર દ્વારા વિનંતી કરી હતી. સહી કરતાં પહેલાં પૂજ્યશ્રીએ ત્યાં રહેલી શ્રી મહાવીરસ્વામીની જિનમુદ્રાસ્થિત પ્રાચીન પ્રતિમા સમક્ષ ભાવપૂર્વક પ્રાર્થના કરી હતી. ઘણું કરીને ભા.સુદ-૫ નો એ દિવસ હતો. હિંમતભાઇ બેડાવાળા વગેરે સહી લેવા માટે આવ્યા હતા. ૫૦-૫૦ વર્ષથી તિથિ વગેરેના મુદ્દા પર ચાલતા સંઘર્ષથી પૂ. ભદ્રંકરસૂરિજી, પૂ.પં. ભદ્રંકરવિ. વગેરે મહાત્માઓ મનથી ભારે વ્યાકુળ હતા. એમાં પણ અનેક સ્થળે સંઘમાં ટુકડા પડતા જોઇને તેઓ ભારે ગ્લાનિ અનુભવતા. “સંઘ-ભેદમાં નિમિત્ત બનવું એ તો ઉત્કૃષ્ટ મોહનીય કર્મના બંધનના ૩૦ કારણોમાંનું એક કારણ છે. જો આપણે આ અંગે કાંઇ નહિ કરીએ તો ભાવિ પેઢી આવા સંઘર્ષમાં તણાયા કરવાની અથવા તો આવા સંઘર્ષો જોઇ ધર્મથી દૂર ભાગવાની. માટે ગમે તે ભોગે સંઘમાં મૈત્રીનાં ફૂલ ખીલવાં જોઇએ.” વડીલોની આવી ભાવના જોઇને જ પૂજ્યશ્રીએ સહી કરી હતી. જગદ્ગુરુ શ્રી હીરવિજયસૂરિજી દ્વારા ફરમાવાયેલ બાર બોલના પટ્ટકનો મુખ્ય સૂર પણ મૈત્રીભાવ નીકળે છે, એમ પૂજ્યશ્રીને લાગતું. પૂજ્યશ્રીની વિ.સં. ૨૦૧૬ ની સાલમાં લખાયેલી એક પીળી નોટમાં બાર બોલનો પટ્ટક પણ લખેલો હતો. પૂજ્યશ્રી તે પર અવારનવાર ચિંતન કરતા. સહી પછી પૂજ્યશ્રી પર ખૂબ જ દબાણો, નનામી પત્રિકા વગેરે આવતું, પણ પૂજ્યશ્રી એ અંગે કશી ટિપ્પણી કરતા નહિ. કોઇની સહેજ પણ નિંદા તો આટલાં વરસોમાં પણ અમે નથી સાંભળી. કચ્છ વાગડના કર્ણધારો ૨ ૨૦૭ Page #110 -------------------------------------------------------------------------- ________________ વિ.સં. ૨૦૪૨, ઇ.સ. ૧૯૮૫-૮૬, જયપુર ચાતુર્માસ પછી કા.વદના અંતમાં જનતા કોલોનીમાં નવનિર્મિત જિનાલયમાં મૂળનાયક શ્રી સીમંધરસ્વામી આદિ જિનબિંબોની અંજનશલાકાપૂર્વક પ્રતિષ્ઠા થઇ. તરસેમભાઇ, પદ્માબેન માતા-પિતા બન્યાં હતાં, ચંપાલાલજી વિધિકારક તરીકે આવ્યા હતા. જયપુરથી અજમેર થઇને મેડતા રોડ તરફ વિહાર થયો. રસ્તામાં પૂજ્યશ્રીના પગ ઘસાઇ જતાં પગ માટેની પટ્ટીઓ બનાવવાનો અમને લાભ મળ્યો હતો. પૂજ્યશ્રીને પટ્ટીઓ પસંદ ન હતી, પણ દાક્ષિણ્યથી ના પાડતા નહિ. વળી, પગ અત્યંત ઘસાઇ જતાં બીજો કોઇ ઉપાય પણ ન હતો. રોજ સવાર-સાંજ ૨૫-૩૦ કિ.મી. ના લાંબા લાંબા વિહારો હતા. મેડતા સિટી, માગ.સુ.૯, પૂજયશ્રીએ અહીં ૩૦૦ વર્ષ પહેલાં થઇ ગયેલા આનંદઘનજીના સ્મરણ માટે તેમનું સ્મારક (આનંદઘન સ્મારક) બનાવવા માટે પ્રેરણા કરેલી. તે મારક માટે જયપુરથી આવેલા તરસેમભાઇ જેવાએ આર્થિક લાભ પણ લીધેલો.. મેડતા રોડ, માગ.સુ.૧૦ થી મહા.સુ.૧, અહીં નાગોર વગેરે ગામોના નિવાસી હાલ મદ્રાસ રહેતા મદનચંદજી બાંગાણી વગેરે તરફથી ઉપધાન થયા. મહા સુદ-૪, સાંજે, ઓલવી, અહીં સ્થાનકવાસી રૂપ મુનિ મળ્યા હતા. રાત્રે સાથે પ્રવચનો થયાં હતાં. સાંભળનારા બધા અજૈન હતા. જૈનનું એક પણ ઘર નહોતું. અહીં રાત્રે પાટ ઉપરથી ઉઠતાં પૂજયશ્રી પડી ગયા હતા, જેથી પીઠ, ખભો વગેરે ભાગોમાં કેટલાય દિવસ સુધી સખત પીડા રહી હતી, પણ પાસે રહેનારાને પણ ખબર ન પડે, એવી સહજતાથી પૂજ્યશ્રી એ પીડા સહતા હતા. એમની પ્રસન્નતાનું સરોવર એટલું વિશાળ હતું કે આવી પીડાઓને એમાં ડૂબી જ જવું પડે. પૂ.આ. શ્રી વિ. કલાપૂર્ણસૂરીશ્વરજી મ. ૧ ૨૦૮ મહા સુદ-૧૪, નોવી, અહીંથી અમારે સાંજે ઘાટી ઉતરીને ઝાડોલી જવાનું હતું. ગામ લોકોના કહ્યા પ્રમાણે ૧૦-૧૨ કિ.મી. સમજીને અમે વિહાર કર્યો. ૨ કિ.મી. પછી રવાડા નામનું ગામ વટાવી અમે આગળ વધ્યા. હવે ઘાટી આવી. ડુંગર પર ચડીને અમે નીચે ઊતર્યા. ડુંગર ઉપરથી ઝાડોલી દેખાતું હતું એટલે અમને એમ જ થયું : હવે તો આ રહ્યું ! પણ અમે તો ચાલતા જ રહ્યા, પણ ઝાડોલી દૂરને દૂર ! સૂરજ આથમી ગયો, અંધારું છવાઇ ગયું, રસ્તો પણ ખોવાઇ ગયો (ખરેખર તો રસ્તો હતો જ નહિ) અમે એમને એમ દિશા પકડીને ચાલવા માંડ્યા. રસ્તામાં કાંટા, કાંકરા, મંઠિયા વગેરેનો પાર નહિ. અમે તો ઝડપ કરીને જલદી જલદી ઝાડોલી પહોંચી ગયા. તો ય રાતના નવ તો થઇ જ ગયા. પણ પૂજયશ્રી તો વનસ્પતિ આદિની વિરાધનાના ભયે ધીરે-ધીરે ચાલતા રહ્યા. આમેય ચૌદસના ઉપવાસ હોય. આજે તો ૧૪મી દીક્ષા તિથિ હતી. અમને ત્રણેયને ઉપવાસ હતો. વળી લાંબો વિહાર ! ચૌદસનું લાંબુ પ્રતિક્રમણ ! અમે થોડીક વાર પૂજયશ્રીની વાટ જોઇ. પણ પછી થયું કે ક્યાં સુધી વાટ જોવી ? અમે પ્રતિક્રમણ શરૂ કરી દીધું. ૧૦.૧૫ વાગે પૂજયશ્રી આદિ પધાર્યા. અમને પ્રતિક્રમણ કરતા જો ઇ પૂજ્યશ્રીએ કડક ભાષામાં ટકોર કરી : “આજે ચૌદસનો મોટો દિવસ... સાથે જ પ્રતિક્રમણ કરવું જોઇએ ને તમે અલગ કરવા માંડયું? વંદન કર્યા ? ગુરુ મહારાજ પાછળ હોય તો રાહ ન જોઇ શકાય ?" અમે સૌએ અમારી ભૂલ નિમિત્તે માફી માંગી. પૂજ્યશ્રીને વંદન કરી ફરી સાથે પ્રતિક્રમણ કર્યું. ૧૦.૧૫ વાગે શરૂ થયેલું અમારું પ્રતિક્રમણ લગભગ ૧૧.૪૦ની આસપાસ પુરું થયું ! તે દિવસની સાંજે લગભગ ૧૮ કિ.મી.નો વિહાર થયો હશે ! સવારે ૧૦ કિ.મી.નો વિહાર થયેલો તે અલગ. મહા સુદ-૧૫, માંડાણી, અહીં વહેલી સાંજે આવ્યા. અહીં પૂ. ધુરંધરવિજયજી તથા પૂ. કલહંસવિજયજી મળ્યા. તેઓ અહીંના કોઈ કચ્છ વાગડના કર્ણધારો ૨ ૨૦૯ Page #111 -------------------------------------------------------------------------- ________________ ગ્રામીણ માણસ (ઠાકરે) પાસેથી સારવાર લઇ રહ્યા હતા. મહા સુદ૫ ના ઓલવીમાં પૂજ્યશ્રી પડી ગયેલા એની પીડા હજુ ચાલુ હતી. ધુરંધરવિ, તથા કલહંસવિ. સાથે આ અંગે વાત નીકળી. તેમણે ઠાકરેની ખૂબ જ પ્રશંસા કરી. કલહંસવિ. કહે : મારા હાથમાં એકદમ સારું થઇ ગયું. ધુરંધરવિ. કહે : મારા પગમાં સારું થતું હોય તેમ જણાય છે. ઠાકરેને બોલાવવામાં આવ્યો. પૂજ્યશ્રીની તપાસ કરીને કહે : આપ જે સારવાર નહિ કરો તો લકવો થઇ જશે. અહીં રહીને જ સારવાર કરો. પૂજ્યશ્રીએ રોકાણની અશક્યતા દર્શાવી. એટલે રસ્તામાં આવી આવીને ઠાકરે સારવાર કરે, એમ નક્કી થયું. એ ઠાકરે શરૂમાં લગભગ રોજ આવતો. છાતી-પેટ-પીઠ વગેરે દરેક સ્થળે વનસ્પતિનાં સૂકાં પાંદડાં (એનું નામ એ “કણઝર’ કહેતો)નો લેપ લગાડતો. ઉપર કચકચાવીને પાટા બાંધતો. ઘણી વખત તો એટલા કસીને પાટા બાંધતો કે પૂજયશ્રી બરાબર શ્વાસ પણ લઇ શકતા નહિ. આખી રાત ઊંઘ પણ ન આવે. સવારે વળી વિહાર હોય. ઓલવીમાં પડવાથી જે પીડા થઇ તે કરતાં આ ઉપચારથી વધુ પીડા થઇ. દર્દ કરતા ઇલાજ ખતરનાક હતો. આ ઊંટવૈદું ઠેઠ માંડવી (ચાતુર્માસ પ્રવેશ) સુધી ચાલ્યું, પણ કોઈ ફાયદો ન થયો. પેલો ઉસ્તાદ ઠાકરે ૫-૧૦ દિવસે આવી જાય, લેપ લગાડી જાય. સારવારની કોઇ ફી ન લે, પણ દવાની તથા ટિકિટ ભાડાની ફી એટલી હોય કે સારવારની ફીની જરૂર જ ન પડે ! આ ઇલાજમાં પૂજયશ્રીને ખૂબ જ હેરાન થવું પડ્યું, આવી પીડામાં પણ પૂજ્યશ્રીની પ્રસન્નતા જરા પણ નંદવાઇ ન હતી કે ભક્તિમાં કોઇ રુકાવટ આવી ન હતી. માંડાણીમાં આઠાકરેએ બીજા એક મહાત્માને (અનંતયશવિ.) લકવાનો એવો ડર બેસાડી દીધો કે તેઓ, પૂર્ણચન્દ્રવિ. સાથે ત્યાં જ રોકાઈ ગયા. પછી તો ધુરંધરવિ. પણ ઘણી વાર કહેતા : મારા પગે કાંઇ સારું તો ન થયું, પણ મારાં દોઢ વર્ષ પેલાએ બગાડ્યાં. હેરાન થયો એ પૂ.આ. શ્રી વિ. કલાપૂર્ણસૂરીશ્વરજી મ. ૧ ૨૧૦ નફામાં ! આવા ઊંટવૈદો પણ પૂજ્યશ્રીના જીવનમાં ભેટ્યા છે. પછી માંડવી ચાતુર્માસમાં એક નિષ્ણાતની માલિશથી પૂજયશ્રીને ફાયદો થયેલો. મહા વદ-૧૨-૧૩, રાધનપુર, અહીંથી મહા વદ-૧૪ થી છગનલાલભાઇ દોશી પરિવાર તરફથી ચાર દિવસનો શંખેશ્વરનો છ'રી પાલક સંઘ નીકળ્યો હતો. ફા.સુદ-૨ ના શંખેશ્વર પહોંચ્યો હતો. ફાગણ સુદ-૨ થી ફા.સુદ-૯, શંખેશ્વર, અહીંની સ્થિરતા દરમ્યાન થોડાક દિવસ પૂજ્યશ્રી સાથે પૂ. અભયસાગરજી મ.ની વાચના પણ રહી હતી. એમણે કહેલી કેટલીક વાતો આજે પણ મનમાં ગુંજે છે : પ્રવ્રજ્યા એટલે પ્રકૃષ્ટ ગમન... દેરાસર બાજુમાં હોય તો પણ દાંડો-કામળી વગેરે સાથે જ ત્યાં જવાય. ઓધાની ઉપરની દોરીના ત્રણ કે પાંચ એમ એકી સંખ્યામાં આંટા જોઇએ... વગેરે. એક દિવસ તેઓશ્રીએ અમેરિકાની ચન્દ્રયાત્રા કેટલી બોગસ છે, તે સમજાવ્યું હતું. નાસા સંસ્થા સાથે કરેલો પત્રવ્યવહાર વગેરે અંગે પણ કહ્યું હતું. નાસા સંસ્થાએ તેમના પર જે ચન્દ્રની માટી મોકલાવેલી તે પણ ડબીમાંથી કાઢીને અમને સૌને બતાવી હતી. ડામર જેવી કાળી એ માટી હતી. દરેક બાબતમાં પોતે કેટલું ઊંડું ઊતરતા તે અંગે પણ તેમણે કહ્યું હતું કે ‘નમો અરિહંતાણં'માં પહેલા ‘ન’ છે કે ‘ણ’ ? એ જાણવા મેં કેટલીય પ્રતો ફેંદી નાખી. હું જે પણ પ્રાચીન તાડપત્ર (ખાસ કરીને ભગવતી સૂત્રની. કારણ કે તેમાં પ્રારંભમાં જ નવકાર છે.) જોતો તેમાં આ જ વસ્તુ જોતો. જેસલમેરની પ્રાચીન તાડપત્રની પ્રતમાં પણ મને ‘ણમો અરિહંતાણં ણમો સિદ્ધાણં’ એમ ‘ણ’ જ જોવા મળ્યો, એટલે હું ‘ણ' જ હતો, એમ માનું છું. એક વખત પૂ.પં. ભદ્રંકરવિ.ને આ અંગે પૂછતાં તેમણે સ્યાદ્વાદશૈલીથી જવાબ આપતાં કહ્યું હતું કે તારા જેવા વિદ્વાનો માટે ‘ણ' ચાલે, પણ સામાન્ય માણસો ‘ન' બોલે તો પણ વાંધો નથી.” વગેરે નવકાર અંગે સુંદર વાતો કરતાં પોતે કેવી રીતે રોગમુક્ત થયા તે પણ જણાવ્યું હતું. કચ્છ વાગડના કણધારો ૧ ૨૧૧ Page #112 -------------------------------------------------------------------------- ________________ આ દિવસોમાં પૂજયશ્રીની વાચના સાથે ધ્રાંગધ્રાના તત્ત્વચિંતક પન્નાલાલ ગાંધીના દ્રવ્યાનુયોગવિષયકતત્ત્વપૂર્ણ વક્તવ્યો પણ રહ્યાં હતાં. ધર્માસ્તિકાય વગેરે વિષે તેમનું ચિંતન ઘણું ઊંડું હતું. અમે એ બધું લખ્યું પણ હતું. ફા.સુદ-૩ ના અહીં કેટલાંક બહેનોની દીક્ષા થઇ હતી : સા. અક્ષયનંદિતાશ્રીજી (અકલેસબેન, ખ્યાવર, બેંગ્લોર), સા. અક્ષયપ્રજ્ઞાશ્રીજી (ઇન્દુબેન, ખ્યાવર, બેંગ્લોર), સા. દીપ્તિરત્નાશ્રીજી (નયનાબેન, સિકંદરાબાદ), સા. દીપ્તિદર્શનાશ્રીજી (વીણાબેન, થાવર, બેંગ્લોર), સા. શીતલદર્શનાશ્રીજી (સુમનબેન, ખ્યાવર, બેંગ્લોર), સા.ગીવણયશાશ્રીજી (હેમલતાબેન, બાવર, બેંગ્લોર), સા. મોક્ષનંદિતાશ્રીજી (મંજુલાબેન, બ્લાવર, બેંગ્લોર), સા. હર્ષવર્ધનાશ્રીજી (રેખાબેન, નવસારી). આમાં બ્લાવરના એક જ પરિવારનાં છ (એક માતા, પાંચ પુત્રીઓ) હતાં. તેમને તેમના સસરા તરફથી બિલકુલ રજા મળતી ન હતી, પણ જયપુરમાં પૂજયશ્રી પાસે આવતાં જ તેમના વિચારો બદલાઇ ગયા હતા. કોઇ પણ રીતે રજા ન જ આપવી, આવી ગાંઠ વાળીને આવેલા હોવા છતાં એ સાંડ મહાશય પૂજ્યશ્રીના સાંનિધ્યમાં આવતાં જ બદલાઇ ગયેલા અને બોલી ઊઠેલા : હું પ્રેમપૂર્વક સૌને રજા આપું છું. પૂજ્યશ્રીની ઉપશમલબ્ધિનો આ પ્રભાવ હતો. ચૈત્ર સુદ-૫ થી ચૈત્ર વદ-૧, શણવા, રણના કિનારે આવેલા આ નાનકડા ગામમાં સામુદાયિક ચૈત્રી ઓળીનું આયોજન થવાથી સેંકડો આરાધકો અનેક ગામોથી આવી પહોંચ્યા હતા. આ ઓળી ભુજ રહેતા અહીંના ત્રેવાડીઆ પરિવાર તરફથી હતી. ચૈત્ર વદ-૨ થી ચૈત્ર વદ-૫, ફતેહગઢ, ચૈત્ર વદ-૫ ના અહીં એક બહેનની દીક્ષા હતી. સા. જિનાજ્ઞાશ્રીજી (દમયન્તીબેન, ફતેહગઢ) ચૈત્ર વદ-૬, ગેડી, અહીં પ્રાચીન શ્રી મુનિસુવ્રતસ્વામી પ્રભુનું દેરાસર હતું. પૂજયશ્રીનું ગેડીમાં આ પ્રાયઃ છેલ્લું જ દર્શન હતું. પછી તો ૨૦૫૭ના ધરતીકંપમાં આ દેરાસર ધ્વસ્ત થયું. આ પ્રતિમાજી અન્યત્ર કટારીયાજી તીર્થમાં ખસેડાઇ. પૂ.આ. શ્રી વિ. કલાપૂર્ણસૂરીશ્વરજી મ. ૧ ૨૧૨ વૈ.સુદ-૪ થી વૈ.સુદ-૧૨, સામખીયાળી, અહીં પૂજયશ્રીની નિશ્રામાં નવનિર્મિત આરસના સુંદર જિનાલયમાં મૂળનાયક શ્રી કુંથુનાથજી આદિ જિનબિંબોની અંજનશલાકા-પ્રતિષ્ઠા હતી. આ જિનાલયના નિર્માણમાં ગામ બહારથી પૈસા લેવામાં આવ્યા ન હતા. સંગીતકાર જયંત રાહી આવેલા. કુલ ઊપજ ૪૪ લાખની થયેલી. | (આ જિનાલય ભૂકંપમાં ધ્વસ્ત થયું. પ્રતિમાજી બચી ગયા.) સામખીયાળીમાં વૈ.સુદ-૫ ના દીક્ષા પણ થઇ હતી : સા. વિરાગરસાશ્રીજી (મુક્તાબેન, ધમડકા, મુંબઈ) વૈ.સુદ-૧૫, ગાગોદર, અહીંના સંઘનો મુનિઓના ચાતુર્માસ માટે ખૂબ જ આગ્રહ થતાં અમારા બંનેનું (મુક્તિમુનિચન્દ્રવિ.) ચાતુર્માસ ગાગોદર નક્કી થયું. બીજે દિવસે થોરીઆરીમાં જય બોલાઇ. ખાસ કરીને આ વર્ષથી પૂજ્યશ્રીએ સ્વ-શિષ્યોને અલગ અલગ ક્ષેત્રોમાં ચાતુર્માસાર્થે મોકલવાનું શરૂ કર્યું. આ વર્ષે મુનિશ્રી કીર્તિચન્દ્રવિ.નું મુંદ્રામાં, મુનિશ્રી પૂર્ણચન્દ્રવિ. નું પૂ.પં.શ્રી પ્રીતિવિ. સાથે મનફરામાં, મુનિશ્રી કુમુદચન્દ્રવિ.નું પૂ. મુનિશ્રી દર્શનવિ. સાથે પલાંસવામાં ચાતુર્માસ થયેલું. થોરીઆરી, અહીં નવનિર્મિત શિખરબદ્ધ જિનાલયમાં મૂળનાયક શ્રી મહાવીરસ્વામી આદિ જિનબિંબોની પ્રતિષ્ઠા (વૈ.વ.૬) થઇ. અંજનશલાકા સામખીયાળી થઇ ગયેલી. (આ જિનાલય ભૂકંપમાં ધ્વસ્ત બન્યું.). અહીંના મૂળનાયક શ્રી મહાવીરસ્વામીની પ્રતિમાનું નિર્માણ અમારી હાજરીમાં જયપુર-આત્માનંદ સભા ભવનમાં થયું હતું. અહીં એક બહેનની દીક્ષા (વૈ.વ.૫) પણ થઇ હતી. સા. નિર્મલદર્શનાશ્રીજી (નિર્મળાબેન, થોરીઆરી) વૈ.વદ-૬, કટારીઆ, થોરીઆરીથી અહીં આવતાં રસ્તો (તે વખતે કાચો જ રસ્તો હતો) ભુલાઇ જતાં પૂજ્ય શ્રી વગેરે શિકારપુર સુધી પહોંચી ગયા. ત્યાંથી કટારીઆ આવતાં ખૂબ જ મોડું (લગભગ ૧૨.00 વાગી કચ્છ વાગડના કર્ણધારો ૨ ૨ ૧૩ Page #113 -------------------------------------------------------------------------- ________________ ગયા હતા.) થઇ ગયું હતું. નદીની રેતી તપી જતાં ભયંકર ઉષ્ણ પરિષહ સહન કર્યો હતો. આ ગરમીની અસર કેટલાય દિવસો સુધી રહી હતી. ત્યારથી કેટલીક શારીરિક તકલીફો પણ શરૂ થઇ ગઇ હતી. નોંધવા લાયક વાત એ હતી કે આટલું મોડું થવા છતાં પૂજયશ્રી કટારીઆ તીર્થમાં એક કલાક ભક્તિ કર્યા પછી જ પાણી વાપર્યું હતું. ભુજપુર, જેઠ, સાધ્વી શ્રી ચંદ્રકીર્તિશ્રીજી મહારાજનો 100મી ઓળીનો મહોત્સવ. માંડવી, ચાતુર્માસ, આ ચાતુર્માસમાં ઉત્તરાધ્યયન પર પ્રવચનો તથા ચારાંગસૂત્ર પર વાચના હતી. દશેરાથી ઉપધાનું શરૂ થયાં. આ ઉપધાનમાં પ્રથમ માળની (૫૫ હજારમાં) બોલી બોલનાર રતિલાલ હીરજી સાવલા ત્યાર પછી સાત વર્ષે પૂજયશ્રીના હાથે મદ્રાસમાં દીક્ષિત બની મુનિશ્રી મુક્તાનંદવિજયજી તરીકે પૂ. મુક્તિચન્દ્રવિ.ના શિષ્ય બન્યા. અહીં દરિયાકિનારે નરસી નાથાનું બનાવેલું શ્રી અજિતનાથ પ્રભુનું મંદિર છે. પૂજ્યશ્રી અહીં રોજ દર્શનાર્થે જતા. સાધના વગેરે માટે પણ ઘણો સમય અહીં ગાળતા. “પ્રીતલડી બંધાણી રે અજિત જિણંદશુ.” એ સ્તવન અહીંથી જ શરૂ થયું. વિ.સં. ૨૦૪૩, ઇ.સ. ૧૯૮૬-૮૭, માંડવી ચાતુર્માસ પછી પૂજયશ્રીએ કચ્છની પંચતીર્થી (જખૌ, સુથરી, નલિયા, કોઠારા વગેરે)ની યાત્રા કરી. પૂજ્યશ્રીની આ છેલ્લી યાત્રા હતી. પોષ વદ, અંજાર, અહીં પોષ વદ-૬ ના કેટલીક દીક્ષાઓ થઇ હતી : સા. અક્ષયચન્દ્રાશ્રીજી (અનસૂયાબેન, માધાપર), સા. જિનરક્ષિતાશ્રીજી (સુશીલાબેન, ભુટકિયા), સા. જિતમોહાશ્રીજી (જયશ્રીબેન, અંજાર), સા. ભક્તિરસાશ્રીજી (અમૃતબેન, આધોઈ). અહીં બીમાર મુનિ શ્રી શીલચન્દ્રવિજયજીની સેવામાં અમને બંને ભાઇઓને (મુક્તિ મુનિચન્દ્રવિ.ને) તથા બીજા કેટલાક મુનિઓને રાખ્યા. પૂ.આ. શ્રી વિ. કલાપૂર્ણસૂરીશ્વરજી મ. ૧ ૨૧૪ મુનિશ્રી શીલચન્દ્રવિજયજીએ કેટલાક દિવસો પછી સવારે બેઠા બેઠા નવકાર મંત્રના શ્રવણપૂર્વક દેહત્યાગ કર્યો. આ મુનિશ્રી પણ અન્ય સમુદાયના હતા, છતાં પૂજયશ્રીએ છેવટ સુધી તેમને સંભાળ્યા. આ અરસામાં પૂજ્યશ્રીએ લોડાઇ જવાહરનગર વગેરે જિનાલયોમાં પ્રતિષ્ઠા કરાવી. (એ જિનાલયો ભૂકંપમાં ધ્વસ્ત બન્યા છે.) ચૈત્રી ઓળી, ગાગોદર, સોમચંદ હરચંદ મહેતા, દલસુખલાલ મગનલાલ વોરા, મણિલાલ પ્રાગજી માંઊં પરિવાર તરફથી પૂજ્યશ્રીની નિશ્રામાં અહીં સામુદાયિક ચૈત્રી ઓળીનું આયોજન થયું હતું. જેમાં ૬OO જેટલા આરાધકો જો ડાયા હતા. વૈ.સુદ ---, ગાંધીધામ, અહીં સંગેમરમરના નૂતન શિખરબદ્ધ જિનાલયમાં મૂળનાયક શ્રી પાર્શ્વનાથજી આદિ જિનબિંબોની શાનદાર અંજનશલાકા-પ્રતિષ્ઠા થઇ હતી. (ભૂકંપ પછી પણ આ જિનાલય અખંડ છે.) અ વૈ.સુદ-૪ ના કેટલીક દીક્ષાઓ થઇ હતી : સા. આગમરસાશ્રીજી (તરુણાબેન, આડીસર), સા. જયપૂર્ણાશ્રીજી (ધર્મિષ્ઠાબેન, પલાંસવા), સા. વિરતિપૂર્ણાશ્રીજી (ચંદ્રિકાબેન, પલાંસવા). વૈ.સુદ-૬ ના એક દીક્ષા થઇ હતી : સાં. મુગલોચનાશ્રીજી (માનુબેન, પલાંસવા) વૈ.વદ થી જેઠ સુદી, ભચાઉ, અહીં એક મહિના જેટલા સમય સુધી થયેલી સ્થિરતા દરમ્યાન પૂજ્યશ્રીએ ૨૨૫ જેટલા સાધુ-સાધ્વીજીઓ સમક્ષ શ્રી દશવૈકાલિક સૂત્ર (ટીકા : શ્રીહરિભદ્રસૂરિ) પર વાચના ફરમાવી હતી. ભુજ ચાતુર્માસ, આ ચાતુર્માસમાં પૂ. સાધુ-સાધ્વીજીઓના મોટા જો ગ થયા હતા. પયા વગેરે પર વાચનાઓ તથા નિશીથ આદિ છેદસૂત્રો પર પાઠો ગોઠવાયા હતા. વિ.સં. ૨૦૪૪, ઇ.સ. ૧૯૮૭-૮૮, કા.વદ-૬, ભુજ, અહીં કેટલીક દીક્ષાઓ થઇ હતી. સા. ચારુચંદનાશ્રીજી (સુનીતાબેન, ભુજ), સા. રાજીમતીશ્રીજી (રંજનબેન, જંગી) કચ્છ વાગડના કર્ણધારો ૨ ૨ ૧૫ Page #114 -------------------------------------------------------------------------- ________________ ભદ્રેશ્વર : સા. જયલતાશ્રીજીની ૧૦૦મી ઓળીનું પારણું થયું. મહા સુદ-૫, રાપર, અહીં થયેલી દીક્ષાઓ : સા. વિશ્વ કલાશ્રીજી (સુશીલાબેન, રાપર), સા. દર્શનરત્નાશ્રીજી (ઝવેરબેન, આધોઈ), સા. જ્યોતિદર્શનાશ્રીજી (ઝવેરબેન, આધોઈ), સા. જિનેશપદ્માશ્રીજી (જયવંતીબેન (જીવતીબેન), મનફરા), સા. મુક્તિપ્રિયાશ્રીજી (ગુલાબબેન, રાપર), સા. ચન્દ્રનિલયાશ્રીજી (જયોતિબેન, વેરાવળ), સા. વીરદર્શનાશ્રીજી (હંસાબેન, આધોઇ). મહા સુદ-૧૪, આડીસર, અહીં થયેલી દીક્ષાઓ : સા. મુક્તિપૂર્ણાશ્રીજી (મુક્તાબેન, આડીસર), સા. મૈત્રીપૂર્ણાશ્રીજી (ચંદ્રિકાબેન, આડીસર), સા. જિનકલ્પાશ્રીજી (સા. જીતશાશ્રીજી) (નિર્મળાબેન, આડીસર). મહા વદ-૭, શંખેશ્વર, અહીં થયેલી દીક્ષાઓ : સા. અમીઝરણાશ્રીજી (ઉર્મિલાબેન, ભીમાસર). ભાભર, મહા.વ. ૧૧, અહીં એક બહેનની (નિમિષા) દીક્ષા થઈ હતી. નામ પડયું હતું : સા. ઇન્દ્રવન્દિતાશ્રીજી. ફા.સુદ, ભીલડીઆજી તીર્થ, અહીં સા. પુષ્પચૂલાશ્રીજીના શિષ્યા સા. હંસકીર્તિશ્રીજીના શિષ્યા સા. હેમચન્દ્રાશ્રીજીના ૧૦૮ ઓળીના પારણા નિમિત્તે તેમના સંસારી ભાઇઓ પ્રતાપભાઇ, મહાસુખભાઇ, જયસુખભાઇ (વઢવાણ) વગેરે તરફથી ૧૦ દિવસનો સામુદાયિક નવકાર-જાપનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. એ જાપમાં અનેક આરાધકો જોડાયા હતા. આવા સમયમાં પૂજ્યશ્રીનાં પ્રવચનો ખૂબ જ ખીલતાં. ત્યારે શશીકાંતભાઇ મહેતાનાં વક્તવ્યો પણ શ્રવણીય અને મનનીય રહેતાં. ચૈત્ર સુદ-૫ થી વૈ.સુદ-૫, અમદાવાદ, અહીં પાલડી - પંકજ સોસાયટીમાં પૂ. ઓંકારસૂરિજી, પૂ. ભદ્રંકરસુરિજી આદિના પ્રયત્નોથી પૂ. રામસૂરિજી (ડલાવાળા)ની અધ્યક્ષતામાં શ્રમણ-સંમેલન થયું હતું. જે ૧૫ દિવસથી પણ વધુ ચાલ્યું હતું. જેમાં ૨૫૦ જેટલા શ્રમણો મળ્યા હતા. અનેક વિષયો પર ચર્ચાઓ થઈ હતી અને મોટા ભાગે સર્વસંમતિથી ઠરાવો પસાર કરવામાં આવ્યા હતા. આની ફળશ્રુતિરૂપે અમુકને બાદ કરતાં મોટા પૂ.આ. શ્રી વિ. કલાપૂર્ણસૂરીશ્વરજી મ. ૧ ૨ ૧૬ ભાગનો તપાગચ્છ એક થયો હતો. વિ.સં. ૨૦૪૨ના પટ્ટકથી શરૂ થયેલી મૈત્રી-યાત્રા આ સંમેલનમાં પરાકાષ્ઠાએ પહોંચી હતી. આ સંમેલનમાં લગભગ તમામ સમુદાયોના પ્રતિનિધિઓ હતા. પૂ. પ્રેમસૂરિજી, પૂ. અરિહંતસિદ્ધસૂરિજી, પૂ. મિત્રાનંદસૂરિજી, પૂ. શીલચન્દ્રવિ. પૂ. હેમચન્દ્રસાગરજી, પૂ.પં. શ્રી ચન્દ્રશેખરવિ., પૂ. સ્થૂલભદ્રવિ., પૂ. હેમરત્નવિ., પૂ. રત્નસુંદરવિ, વગેરે અનેક મહાત્માઓ હતા. દરરોજ હજારો માણસો શ્રમણ-સમૂહના દર્શનાર્થે ઊમડતા. રોજ થતાં પ્રવચનોમાં પણ હજારો માણસો ઊભરાતા. આ સંમેલનમાં પૂજ્યશ્રીએ સમયે સમયે રચનાત્મક હકારાત્મક ભૂમિકા ભજવી હતી. શ્રી સંઘમાં મૈત્રીનાં મંડાણ થાય, સંઘર્ષો ટળે, એવી ભાવના પૂજયશ્રી વ્યક્ત કરતા રહ્યા હતા. સંમેલનના પ્રારંભમાં જ એક પ્રસિદ્ધ વ્યક્તિએ ‘પૂ. હિમાંશુસૂરિજીનું પારણું નહિ થઇ શકે” (તપાગચ્છમાં એકતા માટે તેમણે અખંડ આયંબિલ શરૂ કરેલા) પરંતુ પૂજયશ્રીએ કહેલું કે સંમેલન સફળ થશે અને પૂ. હિમાંશુસૂરિજીનું પારણું થઇને જ રહેશે ને ખરેખર તેમ જ થયું. વાવ ચાતુર્માસ - આ ચાતુર્માસમાં યોગવિશિકા, અમૃતવેલ, પંચસૂત્ર, અધ્યાત્મગીતા, દેવચન્દ્રજી - સ્તવનું ચોવીશી વગેરે પર પ્રવચનો, વાચનાઓ વગેરે રહ્યાં હતાં. અહીંના અજિતનાથજી ભગવાનની પૂજ્યશ્રીએ ખૂબ જ ભક્તિ કરી. માંડવીથી શરૂ થયેલું પ્રીતલડી બંધાણી રે’ સ્તવન અહીંથી દૈનિક ક્રમમાં આવ્યું. વિ.સં. ૨૦૪૫, ઇ.સ. ૧૯૮૮-૮૯, વાવ ચાતુર્માસ પછી પૂજયશ્રી બેણપ પધાર્યા. અહીં સઘમાં બાર વર્ષ જૂનો ઝઘડો પૂજયશ્રીના એક જ પ્રવચનથી ટળ્યો. ગામલોકોએ ઉત્સવ મનાવ્યો. બાર વર્ષ પછી પહેલી વાર મંગલગીતો ગવાયાં, વાજાં વાગ્યાં અને સાધર્મિક ભક્તિ થઇ. આજે પણ બેણપવાસીઓ આ પ્રસંગને ભૂલી શક્યા નથી. વઢવાણમાં સા. હંસકીર્તિશ્રીજીના ૧૬૮૦ આયંબિલનું પારણું તથા ઉપાશ્રયનું ઉદ્ઘાટન થયું. કચ્છ વાગડના કણધારો ૧ ૨૧૭ Page #115 -------------------------------------------------------------------------- ________________ સુરેન્દ્રનગર, આસોપાલવ સોસાયટી, અહીંના જિનાલયમાં માગ.સુ.૬ ના શ્રી શાન્તિનાથજી આદિ જિનબિંબોની પ્રતિષ્ઠા થઈ. મહા સુદ-૧૩, આધોઇ, અહીં નવનિર્મિત ત્રિશિખરી, ત્રિમજલી ગગનચુંબી જિનાલયમાં મૂળનાયક શ્રી અમીઝરા પાર્શ્વનાથ ભગવાન આદિ જિનબિંબોની અંજનશલાકા-પ્રતિષ્ઠા થઇ હતી. મહોત્સવ દરમ્યાન સાધર્મિક ભક્તિનો સંપૂર્ણ લાભ હરખચંદ વાઘજી ગીંદરાએ લીધો હતો. આ પ્રસંગે પત્રકાર કાન્તિ ભટ્ટ પૂજ્યશ્રીનો ઇન્ટર્વ્યુ લેવા આવેલા ત્યારે પૂજ્યશ્રીએ તે પ્રસિદ્ધ ન કરવાના ફરમાન સાથે માત્ર સાધના માટે જિજ્ઞાસા હોય તો પૂછવાનું કહ્યું હતું. ‘તમારી પાછળ સેંકડો માણસ કેમ ખેંચાતા આવે છે ? કોઇ વશીકરણ કરો છો ?' કાન્તિ ભટ્ટના આવા પ્રશ્નના જવાબમાં પૂજ્યશ્રીએ “હું કદી વશીકરણ કરતો નથી, પણ એટલું જાણું છું કે પ્રેમ આપો તો પ્રેમ મળે.” એમ કહેલું . મહા સુદ-૧૦ ના દીક્ષાઓ થઇ હતી : મુનિ શ્રી પૂર્ણરક્ષિતવિજયજી (શાંતિલાલભાઇ, આધોઇ) સા. વૈરાગ્યપૂર્ણાશ્રીજી (પાનુબેન, આધોઇ) આ પ્રતિષ્ઠા-પ્રસંગે સાડા ત્રણ ક્રોડની આવક થતાં બધે હર્ષની લહરી ફેલાઇ ગઇ હતી. સંગીતકાર શ્રી ગજાનનભાઇએ ભક્તિનો રંગ જમાવ્યો હતો. (એ ગગનચુંબી જિનાલય મૂળનાયક સહિત ભૂકંપમાં ધ્વસ્ત બન્યું છે.) મહા વદ-૪ થી ચૈત્ર સુદ-૮, લાકડીઆ, અહીં માતૃશ્રી અંબાબેન વેલજી મલૂકચંદ પરિવાર તરફથી ઉપધાન તપ થયાં હતાં. મહા વદ-૨, લાકડીઆ, આજે બે દીક્ષાઓ થઇ હતી. સા. હંસરક્ષિતાશ્રીજી (ચંદનબેન, લાકડીઆ), સા. પ્રશાન્તશીલાશ્રીજી (ધનુબેન, મનફરા). ચૈત્રી ઓળી, કટારિયા, સામુદાયિક ચૈત્રી ઓળી મહેતા વખતચંદ પોપટલાલ પરિવાર તરફથી હતી, જેમાં અનેક આરાધકો પધાર્યા હતા. ચૈત્ર વદ થી વૈ.સુદ, ભચાઉ - અહીં વૈ.સુદ-૬ ના નવનિર્મિત સંગેમરમરના ગગનચુંબી જિનાલયમાં મૂળનાયક શ્રી મનમોહન પૂ.આ. શ્રી વિ. કલાપૂર્ણસૂરીશ્વરજી મ. * ૨૧૮ પાર્શ્વનાથજી આદિ જિનબિંબોની અંજનશલાકા-પ્રતિષ્ઠા થઇ હતી. ત્યારે ૨૨૫ સાધુ-સાધ્વીજીઓ હતા. (આ દેરાસર ભૂકંપમાં સંપૂર્ણ ધ્વસ્ત તો નથી બન્યું, પણ સારો એવો ભાગ ખંડિત બન્યો છે. આજે પણ અર્ધખંડિત જિનાલય એમને એમ ઊભું છે. એમાં રહેલાં જિનપ્રતિમાઓ લગભગ બચી ગયાં હતાં.) વૈ.સુ.૩ ના અહીં કેટલીક દીક્ષાઓ થઇ હતી : સા. ચિન્તનપૂર્ણાશ્રીજી (નીલમબેન,માધાપર), સા. ઇન્દુરેખાશ્રીજી (સરોજબેન, બેંગલોર), સા. શ્રુતપૂર્ણાશ્રીજી (હંસાબેન, મનફરા), સા. શક્તિપૂર્ણાશ્રીજી (પૂર્ણિમાબેન, મનફરા). વૈ.વદ-૧ થી વૈ.વદ-૬, વાંકી, અહીં પૂજ્યશ્રીની કૃપાથી નિર્મિત થયેલા તીર્થસ્વરૂપ સુવિશાળ જિનાલયમાં મૂળનાયક શ્રી વર્ધમાનસ્વામી આદિ જિનબિંબોની વૈ.વદ-૬ ના અંજનશલાકા-પ્રતિષ્ઠા થઇ હતી. આ પ્રતિષ્ઠામાં સ્થાનકવાસી આઠ કોટિ મોટી પક્ષના આચાર્ય શ્રી છોટાલાલજી આદિ પણ હાજર રહ્યા હતા અને તેમણે પ્રભુ સમક્ષ ચૈત્યવંદન પણ કર્યું હતું. (ભૂકંપથી વડાલા, ગુંદાલા, લુણી, મુન્દ્રા, ગોઅરસમા, ભદ્રેશ્વર વગેરે આસપાસનાં જિનાલયો ધ્વસ્ત બનવાછતાં આવિશાળજિનાલય અખંડઊભું છે.) આધોઇ ચાતુર્માસ, જેઠ સુદ-૧૩ના ચાતુર્માસ પ્રવેશ થયો હતો. આ ચાતુર્માસમાં સાધુ-સાધ્વીજીઓના મોટા જોગ થયા હતા. ચાતુર્માસ પ્રવેશમાં ભુજ ચાતુર્માસાર્થે જઇ રહેલા પૂ. રત્નસુંદરવિ . (પછીથી આચાર્ય) આદિ સાથે હતા. અહીં ૨૦૬ સાધુ-સાધ્વીજીઓ હતા. લલિત વિસ્તરા પર વાચના રહી હતી. અહીં પૂ. મુનિ શ્રી કલાપ્રભવિ.ના ભગવતી યોગોદહન શરૂ થયા. વિ.સં. ૨૦૪૬, ઇ.સ. ૧૯૮૯-૯૦, કા.વદ-૫-૬, ચોબારી, અહીંના પ્રાચીન જિનાલયમાં ઉત્થાપિત કરાયેલા મૂળનાયક શ્રી ચન્દ્રપ્રભસ્વામી આદિ જિનબિંબોની પ્રતિષ્ઠા થઇ હતી. (ભૂકંપમાં મૂળનાયક સહિત આખું જિનાલય ધ્વસ્ત બન્યું છે.) કચ્છ વાગડના કર્ણધારો - ૨૧૯ Page #116 -------------------------------------------------------------------------- ________________ કા.વદ થી ભરૂડીઆ, ડુંગરશી શિવજી કરમશી સત્રી પરિવાર તરફથી થનાર ઉપધાનમાં શરૂઆતમાં હાજરી આપી પૂજયશ્રી સંઘ સાથે ભદ્રેશ્વર-વાંકી થઇ ભુજ પધાર્યા હતા. ભરૂડીઆથી ભદ્રેશ્વર-વાંકીનો સંઘ ખીમજી વીજપાર સત્રા પરિવાર દ્વારા નીકળ્યો હતો. (ભરૂડીઆના ભાઇઓએ આ પ્રસંગે પૂજ્યશ્રીના ફોટાવાળી આમંત્રણ પત્રિકા છપાવી હતી. પૂજયશ્રીને ખબર પડતાં એ માટે સખત વાંધો લીધો હતો, એટલું જ નહિ, પણ બીજા કોઇ અનુકરણ ન કરે માટે એ બધી પત્રિકાઓને કેન્સલ કરાવી હતી. પત્રિકા વગેરેમાં ફોટો છાપવાના પૂજયશ્રી સખત વિરોધી હતા.) ઉપધાનની જવાબદારીપૂ. મુનિશ્રી કલાપ્રભવિજયજી આદિએ નિભાવી. માગ. સુદ, ભુજ, અહીં માગ. સુદ-૯ ના હંસાબેનની દીક્ષા (દીક્ષિત નામ : સા. ચારુરક્ષિતાશ્રીજી) હતી ત્યારે એક ઘટના ઘટી, જે ઘટનાએ પૂજયશ્રીની જીવનપદ્ધતિ જ બદલાવી નાખી. દીક્ષાર્થીના વર્ષીદાનનો વરઘોડા વખતે પૂજ્યશ્રી ચાલી રહ્યા હતા. અચાનક જ પાછળથી દોડતી દોડતી ગાય આવી, બધા સાઇડ પર ખસી ગયા, પૂજયશ્રી પણ ખસવા ગયા ત્યાં જ જોરથી ગાયનો ધક્કો લાગ્યો (ગાયે પૂજયશ્રીને જો કે સ્પર્શ કર્યો ન હતો, પણ તેના કારણે પૂજયશ્રીને ધક્કો લાગ્યો.) પૂજ્યશ્રી નીચે ગબડી પડ્યા. પાછળનો બોલ તૂટી ગયો. ચારેબાજુ હાહાકાર મચી ગયો. પૂજ્યશ્રીને તાત્કાલિક હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા. તૂટી ગયેલા બોલના સ્થાને સ્ટીલનો નવો બોલ બેસાડવો હોય તો જામનગર જવું પડે તેમ હતું, પરંતુ પૂજયશ્રીએ સ્પષ્ટ જણાવી દીધું : જે કરવું હોય તે અહીં રહીને જ કરો. આખરે મુંબઇથી સ્પેશ્યલ ડૉકટરે આવીને ભુજમાં જ ઓપરેશન કર્યું. આવા સમયે પૂજયશ્રીની પ્રસન્નતા એટલી હતી કે ડૉકટરો પણ નવાઇ પામેલા. ડૉકટરોએ કહેલું : આવા યોગી પુરુષો જ આટલા સ્વસ્થ રહી શકે. સામાન્ય માણસ તો ચીસો પાડીને તો આખું ગામ ગજવી નાખે. પૂ.આ. શ્રી વિ. કલાપૂર્ણસૂરીશ્વરજી મ. ૧ ૨૨૦ પૂજયશ્રી કોઇ પણ ઘટનામાંથી સારો જ બોધ-પાઠ લેતા. આ પ્રસંગે ટિપ્પણી કરતાં પૂજ્યશ્રીએ કહેલું : એ તો સારું થયું. આ વરઘોડામાં બીજા કોઇને નહિ ને મને જ વાગ્યું. બીજાને વાગ્યું હોત તો આટલી સારવાર થાત ? સમસ્ત સંઘ ખડેપગે ઊભો રહેત ? સારું થયું : મને જ વાગ્યું. પૂજ્યશ્રીના આ ઉદ્ગારો સાંભળનારનાં હૃદય ઝૂકી પડતાં. ત્યાર પછી પૂજ્યશ્રી માટે વિહારમાં ચાલવાનું બંધ થયું, ડોલી આવી. આવા કટોકટીના પ્રસંગે પણ થોડી વાર માટે પૂજયશ્રી દીક્ષાના મંડપમાં (માગ સુદ-૯) પધારેલા, જે એમના હૃદયમાં રહેલી કરુણા જણાવે છે. આવી પરિસ્થિતિમાં પણ પૂજયશ્રી ભરૂડીઆ ઉપધાનમાળમાં પધાર્યા. પોષ વદ-૯, મનફરા, અહીં બે મહિલાઓની દીક્ષા થઇ. સા. સંયમપૂર્ણાશ્રીજી (ખેતઇબેન, મનફરા), સા. પ્રિયગુણાશ્રીજી (ભાનુબેન, મનફરા) મહા સુદ, આધોઇ, અહીં મહા સુ.૬ ના શુભ દિવસે પૂજયશ્રીએ પૂ.પં. શ્રી પ્રીતિવિજયજી ગણિને ઉપાધ્યાય પદ તથા પટ્ટશિષ્ય પૂ. મુનિ શ્રી કલાપ્રભવિજયજીને ગણિ-પંન્યાસ પદ આપ્યાં. આ સાથે કેટલીક દીક્ષાઓ પણ થઇ હતી : મુનિ શ્રી મહાગિરિવિજયજી (ખીમજીભાઇ, આધોઈ), સા. હર્ષનંદિતાશ્રીજી (ભાવનાબેન, અંજાર), સા. દર્શનગુણાશ્રીજી (જિજ્ઞાબેન, કાપરા), સા. ભાવધર્માશ્રીજી (લક્ષ્મીબેન, આધોઈ), સા. ભાવદર્શનાશ્રીજી (ગુણવંતીબેન, આધોઈ), સા. હેમકીર્તિશ્રીજી (પ્રભાબેન, સામખીયાળી). આ પ્રસંગે વાગડ સમુદાયના મહાતપસ્વિની સા. પુષ્પચૂલાશ્રીજીને ૨૦૦ (૧૦+૧૦૦)મી ઓળીનું પારણું થયું હતું. પૂજ્યશ્રી દ્વારા લિખિત ધ્યાનવિચાર’ ગ્રંથનું વિમોચન થયું. મહા વદ, ભીમાસર, અહીં નવનિર્મિત વિશાળ જિનાલયમાં મૂળનાયક શ્રી પાર્શ્વનાથ આદિ જિનબિંબોની અંજનશલાકા-પ્રતિષ્ઠા થઇ. (ભૂકંપ પછી પણ અહીંનું દેરાસર ઊભું છે.) આ પ્રસંગે પૂ. મુનિ શ્રી કચ્છ વાગડના કર્ણધારો ૨ ૨૨૧ Page #117 -------------------------------------------------------------------------- ________________ રત્નસુંદરવિ. (હાલ આચાર્ય) પૂ. મુનિશ્રી વજસેનવિ. (હાલ પંન્યાસજી) આદિ ઉપસ્થિત હતા. અહીં કેટલીક દીક્ષાઓ પણ થઇ હતી : મુનિશ્રી વિનયવિજયજી (શાન્તિલાલભાઇ, આંબલીઆરા), સા. જિનરસાશ્રીજી (ભારતીબેન, ભીમાસર), સા. વિરાગરસાશ્રીજી (નયનાબેન, ધમડકા). ચૈત્રી ઓળી રાપરમાં થઇ. વૈશાખ મહિનો પૂજ્યશ્રીએ મનફરામાં ગાળ્યો. ત્યાં દોઢ મહિનાની સ્થિરતા દરમ્યાન સાધુ-સાધ્વીજીઓની વાચના રહી હતી. ભચાઉ ચાતુર્માસ ખૂબ જ ઉલ્લાસપૂર્વક આરાધનામય ચાતુર્માસ થયું. કુલકો પર વાચના અને ઉત્તરાધ્યયન પર પ્રવચનો ફરમાવ્યાં હતાં. પં. શ્રી કલાપ્રભવિ.ના જંબુસ્વામી ચરિત્ર ઉપર વ્યાખ્યાન હતા. સંઘમાં તપ-જપ આદિ અનેક અનુષ્ઠાનો ઘણા જ ઉલ્લાસપૂર્વક થયાં હતાં. સાત ચોવીશી સમાજના અધિવેશન તથા જીત-હીર-કનક પાઠશાળાના અધિવેશનમાં પૂજ્યશ્રીએ નિશ્રા આપી હતી. વિ.સં. ૨૦૪૭, ઇ.સ. ૧૯૯૦-૯૧, કી.વદ-૬ ના ભચાઉથી કટારીઆનો સંઘ નીકળ્યો. કા.વદ-૯ ના કટારીઆમાં તીર્થમાળ થઇ. તે જ દિવસે ગાગોદરથી મુનિશ્રી પૂર્ણચન્દ્રવિ.ની નિશ્રામાં આવેલા સંઘની પણ તીર્થમાળ થઇ. કા.વદ-૧૦ ના મોરબીથી આવેલા છ'રી પાલક સંઘ (નિશ્રા : પૂ. કીર્તિચન્દ્રવિજયજી)ની પણ તીર્થમાળ થઇ. માગ.વદ-૭, વઢવાણ, અહીં એક દીક્ષા થઈ. સા. ચંદનાશ્રીજી (ભાવનાબેન, ચૂડા) રજની દેવડી તરફથી પાલીતાણા અભિષેકમાં પધારવા માટે પૂજ્યશ્રીને આગ્રહભરી વિનંતી હતી, પૂજ્યશ્રી વઢવાણ સુધી પધાર્યા પણ ખરા, પરંતુ કારણસર પાલીતાણા સુધી પહોંચી શક્યા નહિ. વઢવાણ જ રોકાઇ જવું પડ્યું. પરંતુ તે પ્રસંગમાં પોતાના શિષ્યો વગેરેને (અમને) જરૂર મોકલ્યા. અમે અભિષેક પછી વિહાર કરી શંખેશ્વરમાં પૂજ્યશ્રીને પોષ વદ પૂ.આ. શ્રી વિ. કલાપૂર્ણસૂરીશ્વરજી મ. ૧ ૨૨૨ ૧૨ ના મળ્યા. અહીં ફા.સુદ-૭ સુધી થયેલ રોકાણ દરમિયાન વિદ્વદુર્ય પૂ. મુનિશ્રી જંબૂવિજયજી મ.ની પાસે નંદીસૂત્રનો અમે સૌએ પાઠ લીધો. પોષ વદમાં ઊણવાળા શાન્તિભાઇની બે પુત્રીઓની દીક્ષા થઈ. ક્રમશ: સા. સિદ્ધિદર્શનાશ્રીજી તથા સા. સંવેગદર્શનાશ્રીજી નામ પડ્યા. મહા સુદ-૫ ના ત્રણ દીક્ષાઓ થઇ : મુનિ શ્રી કેવલદર્શનવિજયજી (હસમુખભાઇ, આધોઈ), સા. વિશ્વમિત્રાશ્રીજી (વર્ષાબેન, ડીસા), સા. વિશ્વભારતીશ્રીજી (વિમલાબેન, ધાનપુરા) અહીં (શંખેશ્વરમાં) પૂ. ભદ્રકરસૂરિજીએ અતિ આગ્રહપૂર્વક પૂ. મુનિ શ્રી જંબૂવિજયજીને પ્રવર્તક પદ આપ્યું. ચૈત્રી ઓળી, અમદાવાદ, પંકજ સોસાયટીમાં થઇ હતી. લક્ષ્મીવર્ધક સોસાયટીમાં મહોત્સવપૂર્વક સા. ચાવ્રતાશ્રીજીની ૧૦મી ઓળીનું પારણું થયું. (પ્ર.વૈ.સુદ-૨). પ્ર.વૈ.સુદ-૧૩ થી પ્ર.વૈ.વદ-૬ સુધી મહેસાણા, અહીં બાબુભાઇ કડીવાળા તરફથી નવ દિવસનો નવકારનો સામૂહિક જાપ થયો હતો. ૯૦ આરાધકો હતા. આ જાપ વખતે પૂજયશ્રીના ખૂબ જ મનનીય પ્રવચનો થયાં હતાં. આ દરમ્યાન પૂ.આ. શ્રી વિજયધર્મસૂરીશ્વરજી મ.સા.ના સમુદાયના પૂ.આ. શ્રી વિજયજયાનંદસૂરિજી, પૂ. સૂર્યોદયસૂરિજી વિહાર કરતા પધાર્યા હતા. પૂજ્યશ્રી સાથે સૌનું સંયુક્ત પ્રવચન ગોઠવાયું હતું. પૂ. સૂર્યોદયસૂરિજીએ પ્રવર્તમાન એક ભૂલ તરફ અંગુલિનિર્દેશ કરતાં કહ્યું હતું કે- ‘સીમંધર પછી આપણે શબ્દ-સામ્યના કારણે “યુગમંધર' બોલીએ છીએ, પણ ખરેખર યુગંધર શબ્દ હોવો જોઇએ. વચ્ચે “મ” ખોટો ઘૂસી ગયો છે. અહીં મુમુક્ષુ શ્રી અતુલ (હિતરુચિવિ., જેની દીક્ષા અમદાવાદમાં પૂ. રામચન્દ્રસૂરિજી પાસે થવાની હતી.) પૂજ્યશ્રીને પોતાની દીક્ષામાં પધારવા વિનંતી કરવા આવેલા. પૂજ્યશ્રીએ દીક્ષામાં આવવા અશક્યતા દર્શાવી, પણ પોતાના પાંચ શિષ્યો (મુક્તિચન્દ્રવિજયજી આદિ)ને મોકલેલા. કચ્છ વાગડના કર્ણધારો ૨ ૨૨૩ Page #118 -------------------------------------------------------------------------- ________________ શંખેશ્વરમાં વૈ.સુ.૧૦ ના એક દીક્ષા થઇ. સી. હંસગુણાશ્રીજી (નીલમબેન, અંજાર). ધ્રાંગધ્રા ચાતુમસ, જેઠ સુદ-૬ ના પૂજયશ્રીનો પ્રવેશ થયો. અષા.વદ-૧૪ ના અમદાવાદમાં પૂ. રામચન્દ્રસૂરિજી કાળધર્મ પામ્યાના સમાચાર મળતાં પૂજ્યશ્રીએ સકલ સંઘ સાથે દેવવંદન કર્યા તેમજ સભામાં ગુણાનુવાદ કર્યા. આ ચાતુર્માસમાં સાધર્મિક ભક્તિનો સંપૂર્ણ લાભ મગનલાલ ચકુભાઇ પરિવાર તરફથી લેવામાં આવ્યો હતો. વિશેષતા એ હતી કે રસોડામાં કોઇ નોકર કે રસોઇયા નહિ રાખતાં જાતે (ઘરના સભ્યોએ) જ તે પરિવારે સઘળો લાભ લીધો હતો. અહીં ચાલતા રાત્રિતત્ત્વજ્ઞાન-ક્લાસમાં ર-૪ અજૈનો અને ડૉકટરો પણ આવતા હતા. વિ.સં. ૨૦૪૮, ઇ.સ. ૧૯૯૧-૯૨, વઢવાણમાં સા. હેમચન્દ્રાશ્રીજીની સળંગ વીસ ઉપવાસથી વીસસ્થાનક ઓળીની પૂર્ણાહુતિ નિમિત્તે મહાસુખભાઇએ સુંદર મહોત્સવ કર્યો. ડીસાથી શંખેશ્વરનો ૧૦-૧૧ દિવસનો સંઘ નીકળ્યો હતો. પૂજ્યશ્રીનું બે મહિના જેટલું પાલીતાણા રોકાણ થયું હતું. ત્યારે સાત ચોવીસી ધર્મશાળાનું ખાતમુહૂર્ત આદિ થયેલું. ત્યાં એક વખત સ્વામી સચ્ચિદાનંદજી (દંતાલીવાળા) પૂજયશ્રીને મળવા આવેલા. સુરત ચાતુર્માસ (અઠવા લાઇન્સ), ચાતુર્માસ પ્રવેશ જેઠ સુદ-૨, સ્થાનિક સંઘના ઉલ્લાસ સાથે મુંબઇ વગેરે શહેરોમાંથી અને વાગડ સમાજના ભાવિક ભક્તો ઘણી વિશાળ સંખ્યામાં આવ્યા હતા. પૂ.આ. ભુવનભાનુસૂરિજી મ., પૂ.આ. ચન્દ્રોદયસૂરિજી મ. વગેરેએ પણ પોતાના શિષ્ય પરિવાર સાથે સામૈયામાં હાજરી આપી હતી. પૂ. ચન્દ્રોદયસૂરિજીએ કહેલું : આ પ્રવેશ પ્રસંગે સૂર્ય (પૂ. ભુવનભાનુસુરિજી) અને ચન્દ્ર (પૂ. કલાપૂર્ણસૂરિજી) બંને હાજર છે. આવો ભવ્ય પ્રસંગ ક્યારેક જ જોવા મળે - ઇત્યાદિ. પૂ.આ. શ્રી વિ. કલાપૂર્ણસૂરીશ્વરજી મ. ૧ ૨૨૪ ચાતુર્માસ પ્રવેશ પહેલાં કારભવનમાં વંદન વખતે પૂ. ભુવનભાનુસૂરિજીએ પૂજ્યશ્રીને કશુંક કહેવા કહ્યું ત્યારે પૂજ્યશ્રીએ કહ્યું : “આપ જેવા બેઠા હોય ને હું બોલું તે શોભે ? પરમ તેજ પુસ્તક દ્વારા આપનો મારા પર ઘણો જ ઉપકાર છે. આપે એ ગ્રંથમાં પ્રભુનો અનુગ્રહ ખૂબ જ સુંદર રીતે બતાવ્યો છે. એ પુસ્તકનું હું ઘણી વાર અવગાહન કરતો રહું છું.” પછી પૂ. ભુવનભાનુસૂરિજીએ પ્રભુના અનુગ્રહ વિષે સમજાવ્યું. સુરત ચાતુર્માસમાં પાર્લા પોઇન્ટ પાસેના એરિયામાં જિનાલયનું ખાતમુહૂર્ત આદિ થયેલું. વિ.સં. ૨૦૪૯, ઇ.સ. ૧૯૯૨-૯૩, દીક્ષા, માગ.સુ.૧૦, સુરત, સા. ભવ્યગિરીશ્રીજી (સુશીલાબેન, સાંતલપુર), સા. ચન્દ્રસુધાશ્રીજી (ઉર્મિલા, ---), સા. જિનભક્તિશ્રીજી (અમીષા, રાધનપુર), સા. જિનકીર્તિશ્રીજી (જ્યોસ્નાબેન, ભીમાસર), સા. જિનપ્રિયાશ્રીજી (હંસાબેન, ભીમાસર) જયંતીલાલ માસ્તરના ઘેર પ્રતિષ્ઠા થઇ. અહીંથી પૂજ્યશ્રી મધ્યપ્રદેશ પધાર્યા. રતલામમાં એક ભાઇના ઘરે ગૃહમંદિરની પ્રતિષ્ઠા થઇ.. બાડકુબેદમાં નવનિર્મિત જિનાલયની પ્રતિષ્ઠા થઇ. ટોંકખુર્દમાં મહાવીરસ્વામીની પ્રતિષ્ઠા તથા ફા.સુ.૯ ના એક બહેનની દીક્ષા થઇ. સા. ચિત્તદર્શનાશ્રીજી (મિતાબેન, અમદાવાદ). ચૈત્રી ઓળી, અંતરીક્ષજી (શિરપુર), મધ્યપ્રદેશમાં ઠેર ઠેર અભૂતપૂર્વ શાસન પ્રભાવનાની હારમાળા સર્જી પૂજયશ્રી બુરહાનપુર, જલગામ, મલકાપુર, આકોલા થઇ ચૈત્ર સુ. ૧૩ ના દિવસે અંતરીક્ષજી પધાર્યા. પાલીતાણાથી ઝડપી વિહાર કરીને અમે ત્રણ મુનિઓ ચૈત્ર સુ.૫ ના જ ત્યાં આવી ગયા હતા. અહીં સામુદાયિક ચૈત્રી ઓળી હતી. પૂજ્યશ્રીના પ્રવેશમાં દિગંબરો પણ આવેલા. શ્વેતાંબર અગ્રણી તરીકે સાકળચંદભાઇ વગેરે પણ હાજર રહ્યા હતા. દિગંબર અગ્રણીઓ પણ કચ્છ વાગડના કર્ણધારો ૨ ૨૨૫ Page #119 -------------------------------------------------------------------------- ________________ હાજર રહ્યા. પૂજયશ્રીએ પ્રવચનમાં મૈત્રી-ભાવનાની એવી સુંદર વાતો કરી કે સૌનાં દિલ દ્રવી ઊઠ્યાં. મૈત્રીનું સુંદર વાતાવરણ તૈયાર થયું. છેલ્લા બાર બાર વર્ષથી અંતરીક્ષ પાર્શ્વનાથજીના દરવાજા બંધ હતા. અંદર સફાઇ પણ થઇ નહોતી. પૂજયશ્રીની નિશ્રામાં ૧૨ વર્ષે પહેલી વાર સફાઇ થઇ. ચૈત્ર વદ-૧૪, નાયગાંવ (મહારાષ્ટ્ર, જિ. નાંદેડ), આજે “પુ. ભુવનભાનુસૂરિજી અમદાવાદમાં ચૈત્ર વદ-૧૩ ના કાળધર્મ પામ્યા છે?” તેવા સમાચાર મળતાં પૂજ્યશ્રી સાથે અમે સૌએ દેવવંદન કર્યા. પૂજયશ્રીએ ભાવપૂર્વક ગુણાનુવાદ કર્યા. વૈ.સુદ-દ્ધિ.૧, મેડપલ્લી (આંધ્રપ્રદેશ), ગોદાવરી નદીને ઓળંગીને અમે આંધ્રપ્રદેશમાં આવ્યા હતા. આંધ્રપ્રદેશનું આ બીજું જ ગામ હતું. નાનકડા આ ગામમાં પોસમ્મા દેવીના મંદિરની પાસે રહેલા સભાગૃહમાં અમે ઊતર્યા હતા. ઉપર પતરાં હોવાથી તાપ સખત હતો. મંદિરની ભીંત પાસે પાર્શ્વનાથ ભગવાનની ખંડિત મૂર્તિ હતી. તેના પર લોકો હળદર વગેરે ચડાવતા હતા, પણ તેમને ખબર ન હતી કે આ કયા ભગવાન છે ? પૂજ્યશ્રીએ કહ્યું કે આ તો જૈનોના ૨૩મા તીર્થંકર પાર્શ્વનાથ ભગવાને છે. તેમના કહેવાથી અમે ‘શ્રી પાર્શ્વનાથાય નમઃ એવો જાપનો મંત્ર લખી આપ્યો. તેમણે તરત જ તે મંત્ર દીવાલ પર તેલુગુ ભાષામાં લખી નાખ્યો. પૂજ્યશ્રીએ પૂછ્યું : આ ભગવાન તમારી પાસે આવ્યા ક્યાંથી ? તેમણે કહ્યું : ૬૦ વર્ષ પહેલાં આ પોસમ્મા દેવીના મંદિરનો જીર્ણોદ્ધાર થયો ત્યારે તેના પાયામાંથી આ ખંડિત મૂર્તિ નીકળી હતી. પછી અમે આ રીતે રાખી છે. | (સંપ્રતિ મહારાજાએ આંધ-તમિલનાડુ વગેરે અનાર્ય જેવા ગણાતા દેશોમાં જિનાલયો બંધાવ્યાં હતાં તેવો ઉલ્લેખ હરિભદ્રસૂરિજીએ ઉપદેશપદમાં કર્યો છે. મધ્યકાળમાં મુસ્લિમોના ઝનૂની આક્રમણ સમયે આ મંદિરો-મૂર્તિઓ તૂટ્યાં હશે ને પછી જમીનમાં આ રીતે મૂકી દેવામાં આવ્યાં હશે, એવી કલ્પના અસંગત નહીં ગણાય.) પૂ.આ. શ્રી વિ. કલાપૂર્ણસૂરીશ્વરજી મ. ૧ ૨૨૬ બપોરે પૂજ્યશ્રીના થયેલા પ્રવચનમાં ૨૨ જેટલા લોકોએ માંસમદિરા આદિના ત્યાગની પ્રતિજ્ઞા લીધી હતી. દક્ષિણના લોકો ભલે માંસાહારી કે મદિરાપાયી હોય. પણ હૃદયના અત્યંત સરળ ! કોઇ સમજાવનાર મળે તો છોડી દેવા તરત જ તૈયાર થઇ જાય. અહીંથી સાંજે જ અમારો જંગમપેઠ (૯ કિ.મી.) તરફ વિહાર હતો. પૂજ્યશ્રીએ માંગલિક સંભળાવવાની તૈયારી કરી ને એ જ વખતે ઢોલનો અવાજ સંભળાયો. એ તરફ અમે જોયું તો એક બકરાના ગળામાં માળા હતી. કપાળે તિલક હતું. મંદિરના ચોગાનમાં એ બકરાના ચાર પગ એક ભાઇએ પકડી રાખ્યા ને અમે હજુ વધુ વિચારીએ કે કરીએ એ પહેલાં તો એક ભાઇએ બકરાનું ગળું કાપી દેવીને ચઢાવી દીધું ! અમે તો આ જો અને સ્તબ્ધ થઇ ગયા, પણ ગામ લોકોને કોઈ આશ્ચર્ય થતું ન હતું. સ્વાભાવિક રીતે બધા જોઇ રહ્યા હતા. પૂજયશ્રીને આ અંગે ખૂબ જ દુ:ખ થતું રહ્યું. નજર સમક્ષ બકરાની હત્યા થઇ. એનો જીવ ને બચાવી શકાયો. પણ... પછી તો ખબર પડી કે લગ્નદીઠ કમસે કમ એક બકરો ચડાવવાની અહીં પ્રથી જ છે. ત્યાર પછીના બે દિવસોમાં (લગ્નગાળો હોવાથી) મંદિરોમાં ઠેર ઠેર બકરો ચઢાવવા આવતા લોકોની ભીડ જોવા મળી. આવા અવસરે ગુજરાત, હેમચન્દ્રસૂરિજી અને કુમારપાળ જરૂર યાદ આવે. ગુજરાતમાં આવું દૃશ્ય જોવા નથી મળતું, તેની પાછળનું કારણ કુમારપાળે અહિંસાનો દૃઢતાપૂર્વક નાખેલો પાયો છે, જે આજે પણ ઘણા અંશે જળવાઇ રહ્યો છે. હિંસાનું આવું પ્રત્યક્ષ દર્શન થવાથી પૂજયશ્રીનું હૃદય દ્રવી ઊહ્યું હતું. આ લોકો કઇ રીતે બચે તે માટે નિરંતર ચિંતનશીલ હતા. દરેક ગામમાં અમને જોઇ લોકોનું ટોળું ભેગું થઇ જતું. તેઓ “યેલુરૂ સ્વામી ? (સ્વામીજી ! આપ ક્યાંના છો ? કોણ છો ?) ઇત્યાદિ પૂછતા રહેતા, પણ દક્ષિણની તેલુગુ વગેરે ભાષાથી અમે અજાણ હોવાથી ઇશારાથી આગળ વાર્તાલાપ વધી શકતો નહિ. પૂજ્યશ્રી ઘણી વખત અમને કહેતા : કચ્છ વાગડના કર્ણધારો ૨ ૨૨૭ Page #120 -------------------------------------------------------------------------- ________________ તમારામાંથી કોઇ તેલુગુ શીખી લો તો આ લોકોને હિંસા વગેરેની ભયંકરતા સમજાવી શકાય. અમે કહેતા : સાહેબજી ! અમે કદાચ તેલુગુ શીખીને તેમાં પ્રવીણતા પ્રાપ્ત કરીએ તે પહેલાં તો આ આંધ્રપ્રદેશ પૂરું થઇ જશે, પછી તેલુગુ નિરુપયોગી બની જશે. પછી તેલુગુ નહિ, તમિલ ભાષા જો ઇશે. પૂજયશ્રી મર્માળુ હસી પડતા. વૈ.સુદ-૫-૬-૭, કામરેડ્ડી, અહીં મુનિ શ્રી દિવ્યરત્નવિ., અજિતશેખરવિ, વિમલબોધિવિજયજી આદિ ત્રણ મહાત્માઓ મળ્યા. સ્વ. ગુરુદેવ પૂ. ભુવનભાનુસૂરિજીના તાત્કાલિક સ્વર્ગગમનથી દુઃખી અજિતશેખરવિ. આદિને પૂજ્યશ્રીએ આશ્વસ્ત કર્યા. મુનિશ્રીની પ્રેરણાથી થઇ રહેલા જિનાલયનું શિલાન્યાસ આદિ પૂજયશ્રીની નિશ્રામાં થયું. (પછીથી પ્રતિષ્ઠા પણ પૂજ્યશ્રીની નિશ્રામાં થઇ.). વૈ.સુદ-૧૩ થી વૈ.વદ-૩, સિકન્દ્રાબાદ-હૈદ્રાબાદ, પૂજયશ્રીના મામા માણેકચંદ અહીં રહેતા હતા. આથી પૂજ્યશ્રીએ બચપણમાં કેટલાક વર્ષો અહીં ગાળ્યાં હતાં. દીક્ષા પછી પૂજયશ્રીનું અહીં પ્રથમ વખત જ આગમન થયું હતું. સમગ્ર જૈનોના હૃદય હિલોળે ચડ્યા હતા. ચાર મિનાર વગેરે સ્થળે આવતાં પૂજ્યશ્રીએ પોતાના શૈશવનાં સંસ્મરણો વાગોળ્યાં હતાં. વૈ.વદ-૭, કુલ્યાકજી તીર્થ, અહીં માણિક્યદેવશ્રી આદિનાથ પ્રભુને ભેટીને પૂજયશ્રી પુલકિત થઇ ઊઠ્યા હતા. એક દિવસની સ્થિરતા દરમિયાન લગભગ સમય પૂજ્યશ્રીએ જિનાલયમાં ભક્તિ, સાધના વગેરે માટે ગાળ્યો હતો. - પૂજ્યશ્રીને ભગવાન મળી ગયા એટલે બધું જ મળી ગયું. મદ્રાસ તરફના લાંબા વિહારોમાં ઘણી વખત તો ૧૦-૧૫ દિવસ સુધી દેરાસર, ઘર વગેરે કશું ન આવે. આવા અવસરે પૂજયશ્રીની, સાથે રાખેલી નાની મૂર્તિ સમક્ષ ત્રિકાળ ભક્તિ એવીને એવી જ ચાલુ રહેતી. ક્યારેક દેરાસર આવી જતું તો પૂજયશ્રી મન મૂકીને ભક્તિ કરતા. અહીં તો તીર્થસ્થાન મળ્યું હતું. ભક્તિમાં શી કમીના રહે ? પૂ.આ. શ્રી વિ. કલાપૂર્ણસૂરીશ્વરજી મ. ૧ ૨૨૮ જેઠ સુદ-૫-૬-૭, વિજયવાડા, કૃષ્ણા નદીને કિનારે વસેલું આ નગર ડેમના કારણે વધુ સુંદર લાગે છે. ત્રણ બાજુ પહાડ હોવાથી ગરમી સખત લાગે. અહીં અમારે ત્રણ દિવસ રોકાવાનું થયું. લોકોની ભાવના ખૂબ જ ઉત્તમ. ચાતુર્માસ માટે ખૂબ જ આગ્રહ હોવાથી પૂજ્યશ્રીએ ત્રણ મહાત્માઓને ગોઠવી આપ્યા. (અહીં બાજુના ડુંગરોમાંથી એક ડુંગરમાં પ્રાચીન જૈન ગુફા, જિનાલય વગેરે મળી આવ્યાં છે. કલ્પસૂત્ર સ્થવિરાવલીમાં જે ગોદાસ ગણિનું વર્ણન આવે છે. એમણે આ ગુફામાં સાધના કરી હતી, એવું માનવામાં આવે છે.) જેઠ સુદ-૮, હુંકાર તીર્થ, પૂ.પં.શ્રી ભદ્રાનંદ (કે ભદ્રાનન)વિજયજીની પ્રેરણાથી અહીં મોટું જિનાલય ઊભું થયું છે, મૂર્તિ પર “ ઈ-વી ટ્રેશો દ્વારા પૂ.શ્રી નીવિનય ની પરંપરીયામ” એમ લખેલું જો ઇ આશ્ચર્ય સાથે આનંદ થયો. પૂ. શાન્તિચન્દ્રસૂરિજીના પ્રશિષ્ય પૂ.પં.શ્રી ભદ્રાનંદવિજયજીએ દક્ષિણમાં મદ્રાસ, બેંગ્લોર, હુબલી વગેરે જેટલે સ્થળે પ્રતિષ્ઠા કરાવી છે ત્યાં કચ્છ-વાગડ દેશોદ્ધારક પૂ. જીતવિજયજીનું નામ લખાવવાનું ભૂલ્યા નથી. પૂ. કનકસૂરિજીના શિષ્ય પૂ. કેવલવિજયજીની પ્રેરણાથી પણ મદ્રાસ વગેરેમાં અનેક જિનાલયો ઊભાં થયાં છે. જેઠ સુદ-૯, ગુટુર, અહીં પૂ. રામચન્દ્રસૂરિજીના શિષ્ય વયોવૃદ્ધ મુનિ શ્રી નંદનવિજયજી મળ્યા. ઘણાં વર્ષોથી એકાકી જ ત્યાં સ્થિરવાસરૂપે રહેલા હતા. દક્ષિણમાં ક્યાંક જ સાધુઓ જોવા મળે. એકાદ સાધુ મળી જાય તો પણ આનંદ થાય. અહીં પૂજ્યશ્રીનું ઠાઠમાઠથી સામૈયું થયું હતું. જ્યાં જ્યાં જૈનોના થોડાં પણ ઘરો હતાં ત્યાં સર્વત્ર પૂજયશ્રીનો શાનદાર સત્કાર થતો હતો. જેઠ વદ-૧૪, રામાપુરમુ, અહીં કિરણ કેમિકલ્સની ફેકટરીમાં અમે ઊતરેલા હતા. તામિલનાડુ રાજયનું આ પ્રથમ જ ગામ હતું. ફેકટરી માલિક જૈન હતો. તેણે અમને પોતાની ફેકટરીમાં રેતી અને ચૂનાના મિશ્રણથી થતી કચ્છ વાગડના કર્ણધારો ૨ ૨૨૯ Page #121 -------------------------------------------------------------------------- ________________ કાચની ઉત્પત્તિ બતાવી તથા કાચના એ ગાંગડાઓમાંથી તેલ કાઢવાની પ્રક્રિયા બતાવીને કહ્યું : આ તેલ અમે હિન્દુસ્તાન લીવર વગેરે કંપનીઓને વેચીએ છીએ. આ તેલ સાબુ વગેરે બનાવવામાં કામ લાગે છે. ‘રેતીમાંથી તેલ ન નીકળે' એ ઉક્તિ આ ફેકટરી જોયા પછી ખોટી ઠરતી લાગી. પૂજયશ્રી કહેતાઃ રેતીમાંથી તેલ પ્રગટાવવું મોટી વાત નથી, આ દેહમાં પ્રભુને પ્રગટાવવા એ જ મોટી વાત છે. એમાં જ જીવનની સફળતા છે. મદ્રાસ ચાતુર્માસ, અમે નેલ્લોર-કાકર(તીથી થઇને અષાઢ સુદ૨ ના મદ્રાસ (કેસરવાડી) અને અષાઢ સુદ-૪ ની આરાધના ભવનમાં ચાતુર્માસ પ્રવેશ કર્યો. પૂજયશ્રીના ચાતુર્માસ પ્રવેશ વખતે એટલી બધી ભીડ થઈ હતી કે આરાધના ભવન તો ઠીક, મિન્ટ સ્ટ્રીટ આખી ઠેઠ સુધી ભરાઇ ગઇ હતી. લોકો કહેતા હતા કે અત્યાર સુધી કોઇના પ્રવેશમાં આટલા લોકો જોવા મળ્યા નથી. મદ્રાસનું આ પ્રથમ ચાતુર્માસ અનેકવિધ આરાધનાઓથી ભવ્યતમ બન્યું હતું. સામુદાયિક તપના પારણામાં લાભ લેનારાઓ ૪૦-૫૦ હજારની બોલી બોલી લાભ લેવામાં ગૌરવ માનતા હતા. (પારણાનો ખર્ચ થાય તે અલગ). પૂજ્યશ્રીના આશીર્વાદપૂર્વક વ્યાશ્રય (સર્ગ-૧ થી ૧૦)ના અનુવાદ (સંસ્કૃત, અન્વય આદિ સહિત)નું કાર્ય અમે અહીં જ શરૂ કર્યું અને ૧૦ મહિનામાં પુરું પણ અહીં જ કર્યું. પૂજયશ્રી પાસે બપોરે ૩.૦૦ વાગ્યા પછી દીન-દુઃખિયાઓની લાઇન લાગતી. લોકોની નજરમાં પૂજ્યશ્રી એક પવિત્ર સંત કે ચમત્કારિક ઓલિયા તરીકે વસી ગયા હતા. સૌ પોતાનું કલ્યાણ થાય, દુ:ખ મુક્તિ થાય તે માટે આશીર્વાદ લેવા આવતા. પૂજયશ્રી આશીર્વાદમાં માત્ર નવકાર ગણવાનું કહેતા. કોઈને શંખેશ્વર પાર્શ્વનાથનો જાપ કરવાનું કહેતા. કોઇને ક્યારેય દેવ-દેવીના પૂ.આ. શ્રી વિ. કલાપૂર્ણસૂરીશ્વરજી મ. ૧ ૨૩૦ મંત્રો આપતા નહિ. ચમત્કારોમાં માનવાનું કહેતા નહિ કે દોરા-ધાગા વગેરેમાં પડતા નહિ. લોકોને સારું થઇ પણ જતું. પૂજ્યશ્રી પાસે લોકો આ વાત જણાવતા ત્યારે પૂજયશ્રી ક્યારેક કહેતા : તમારી શ્રદ્ધાએ આ કામ કર્યું છે. પૂજયશ્રી દરેક જવાબમાં હંમેશાં ભગવાનને જ આગળ રાખતા, ‘ભગવાનની કૃપાએ બધું સારું થશે.” આ પૂજ્યશ્રીનો જવાબ રહેતો અને આ જ આશીર્વાદ રહેતા. પૂજયશ્રી ધારત તો પોતાને ભગવાન તરીકે પૂજાવી શકત, પણ પૂજ્યશ્રી હંમેશાં પોતાને ભગવાનના ભક્ત તરીકે જ ઓળખાવતા હતા. પૂજ્યશ્રીના નિર્મળ જીવન અને ઉત્તમ ભક્તિનો પ્રભાવ સમગ્ર મદ્રાસની જનતા પર ફેલાઇ ગયો હતો. પૂજ્યશ્રીએ આ ચાતુર્માસમાં અમને અધ્યાત્મસારની વાચના આપી. પૂજ્યશ્રીએ પર્યુષણ તથા આસો મહિનાની ઓળીની આરાધના કરાવવા અમને કેસરવાડી મોકલેલા. અહીં સુરતથી પૂજયશ્રી પર ટ્રસ્ટીઓની ટપાલ આવી કે આપના કહ્યા મુજબ ૬૦ હજાર અમે આપને મોકલી આપ્યો છે તે રકમ મળી ગઇ હશે ? પૂજયશ્રીએ જણાવ્યું : અમે ક્યારેય કોઇની પાસેથી આવી રીતે રકમ મંગાવતા નથી. તો તમે ૬૦ હજાર રૂપિયા કોને આપ્યા ? આખરે તપાસ કરતાં ખબર પડી કે હસમુખ નામના કોઇ ગઠિયાએ આ કળા કરી છે. મુમુક્ષુ બનીને એ ફોન દ્વારા ક્યારેક ડોલી માટે, ક્યારેક દવા માટે કે ક્યારેક પુસ્તક માટે પૂજયશ્રીના નામથી રૂપિયા મંગાવ્યું રાખતો. પૂજ્યશ્રીના નામના કારણે વધુ ઊંડા ઉતર્યા વિના ટ્રસ્ટીઓ રકમ મોકલતા રહ્યા. આ બિરાદરે પછી પણ પૂજ્યશ્રીના નામે અલગ-અલગ ભક્તો પાસેથી પ-૬ વર્ષ સુધી ઠગવાનું ચાલું રાખેલું. ૬-૭ લાખ ભેગા કર્યા હશે ! પણ એ ક્યારેય પકડાયો નથી ! આવા અનેક અનુભવો થવા છતાં ગરીબો પ્રત્યે પૂજ્યશ્રીની કરુણાની સરવાણી ક્યારેય સૂકાઇ ન હતી. કચ્છ વાગડના કર્ણધારો ૨ ૨૩૧ Page #122 -------------------------------------------------------------------------- ________________ વિ.સં. ૨૦૫૦, ઇ.સ. ૧૯૯૩-૯૪, ચાતુર્માસ પછી મહા સુદ-૧૩ ના ચન્દ્રપ્રભપ્રભુ નયા મંદિરમાં મોટા પાયે પ્રતિષ્ઠા થવાની હતી, પણ ત્યારે મદ્રાસમાં પાણીની તીવ્ર તંગી હતી. કેટલાક લોકો સવારે ૩.૦૦ વાગે ઊઠીને ટેન્કરમાંથી પાણી લેવા લાઇનમાં ઊભા રહેતા. પાણીનો મોટો વેપાર થતો. આવી પાણીની તીવ્ર તંગીમાં પ્રતિષ્ઠા શી રીતે થઇ શકે ? લોકો ખૂબ ચિતામાં હતા. અધૂરામાં પુરું કોઇએ વળી એવી વાત ઉડાવેલી કે મહા સુદ-૧૩ નું મુહૂર્ત બરાબર નથી. એ મુહૂર્તે પ્રતિષ્ઠા થશે તો મદ્રાસના ભૂક્કા નીકળી જશે. લોકો પાણીની આનાથી પણ વધુ તંગી અનુભવશે. આવી ભિન્ન ભિન્ન વાતોથી સંઘના અગ્રણીઓ પણ ચિંતાતુર થઇને પૂજ્યશ્રી પાસે આવતા. પૂજ્યશ્રી માત્ર એટલું કહેતા : ચિંતા ન કરો. પ્રભુ કૃપાએ બધું સારું થશે. મદ્રાસમાં દશેરા પછી વરસાદ થતો હોય છે. વરસાદ જો કે શરૂ થઇ ગયો હતો, પણ જોઇએ તેવો પડ્યો ન હતો. એટલે લોકો હજુ ચિંતામાં હતા : ક્યા હોગા ? પણ, પૂજ્યશ્રીની નિશ્રાનો મોહ લોકોને એવો હતો કે પ્રતિષ્ઠા કરવી જ કરવી, એવો નિર્ણય લેવાઇ ગયો. કા.સુ.૫ ના (વિ.સં. ૨૦૫૦) ચડાવા પણ લેવાઇ ગયા. એક જ દિવસમાં પાંચ કરોડ જેટલી બોલી થઇ ગયેલી. બસ, એ જ અરસામાં મેઘ બારે ખાંગે તૂટી પડ્યો. એટલો વરસાદ પડ્યો કે છેલ્લા ૧૦ વર્ષમાં પડ્યો ન હતો. પાણીની તંગી દૂર થઇ. લોકોમાં પ્રતિષ્ઠાનો ઉત્સાહ અનેકગણો વધી ગયો. પોષ સુદ-૪, મદ્રાસ, આરાધના ભવન, આજે સાંજે સમાચાર મળ્યા : ગોલ (આંધ્રપ્રદેશ) પાસે ટ્રક અકસ્માતમાં એક સાધ્વીજી (સા. મુક્તિપૂર્ણાશ્રીજી) કાળધર્મ પામ્યા છે. એક સાધ્વીજી (સા. ચારુલેખાશ્રીજી) ગંભીર રીતે ઘાયલ થયાં છે ને બીજા બેને પણ વાગ્યું છે. પૂજ્યશ્રીની આજ્ઞાપૂર્વક ઘાયલ સાધ્વીજીને તાત્કાલિક મદ્રાસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં. ભારે લાંબી સારવાર પછી તેઓ બચી શક્યાં. સા. મુક્તિપૂર્ણાશ્રીજીનો અગ્નિસંસ્કાર નેલ્લોર ખાતે કરવામાં આવ્યો. પૂ.આ. શ્રી વિ. કલાપૂર્ણસૂરીશ્વરજી મ. * ૨૩૨ આનાથી બરાબર એક મહિના પહેલાં માગ.સુદ-૪ ના ગુજરાતસૌરાષ્ટ્રમાં થયેલા વાહન અકસ્માતમાં તપસ્વિની સા. હેમચન્દ્રાશ્રીજી કાળધર્મ પામ્યાં હતાં. હવે મહા સુદ-૪ ના વળી કોઇ અનિષ્ટ ઘટના ન બને તે માટે સૌ મનોમન પ્રાર્થના કરી રહ્યા હતા. તે વખતે કોઇને ખબર ન હતી કે આઠ વર્ષ પછી મહા સુદ-૪ ના પણ સૌને ગોઝારા સમાચાર (પૂજ્યશ્રીના કાળધર્મના) સાંભળવા મળશે ! મહા સુદ-૧૦, ધોબીબેઠ (મદ્રાસ), તા. ૨૧-૦૨-૧૯૯૪. મદ્રાસમાં પૂજ્યશ્રીની નિશ્રામાં સૌપ્રથમ અંજનશલાકા-પ્રતિષ્ઠા અહીં થઇ. અહીં ત્યાંના સ્થાનિક રાજકીય નેતા મધુસૂદન (જયલલિતાના નજીકના સાથી) અવારનવાર પૂજ્યશ્રી પાસે આવતા હતા. સંગીતકાર આશુ વ્યાસે સારો ભક્તિરંગ જમાવ્યો હતો. અહીંનું કાર્ય મુખ્યરૂપે ચંપાલાલજી ભાઇએ સંભાળ્યું હતું. મૂળનાયક શ્રી શાંતિનાથ ભગવાન આદિ જિનબિંબોની અંજનશલાકા-પ્રતિષ્ઠા થઈ. આ જ દિવસોમાં સાહુકાર પેઠમાં પ્રતિષ્ઠા-મહોત્સવ શરૂ થઇ ગયો હતો. સર્વત્ર અસીમ ઉલ્લાસ હતો. પ્રત્યેક જૈનોએ આ પોતાનો ઉત્સવ છે એમ સમજીને એમાં ભાગ લીધો હતો. સાંજે કોઇ ફરવા નીકળે તો સાહુકાર પેઠ ઇન્દ્રપુરી જ લાગે. દરેક ગલીમાં શણગાર, દરેક મંડળો દ્વારા રચનાઓ વગેરે અદ્ભુત હતું. રોજ ૬૦-૭૦ હજાર માણસો જમે છતાં કોઇ એંઠું છોડી ન શકે એવી ચુસ્ત વ્યવસ્થા હતી. સૂર્યાસ્તથી ૧૫ મિનિટ પહેલાં ભોજન સંપૂર્ણ રીતે બંધ થઇ જ જાય. આવી વ્યવસ્થા ગોઠવવામાં મદ્રાસનાં ૬૨ મંડળોના ૩૧૦૦ સભ્યોનું યોગદાન હતું. મહા સુદ-૧૩, ગુરુવાર, તા. ૨૪-૦૨-૧૯૯૪ના દિવસે આ ઐતિહાસિક અંજનશલાકા-પ્રતિષ્ઠા થઇ. ૫૧ ઈંચના મૂળનાયક શ્રી ચન્દ્રપ્રભસ્વામી આદિ ૧૩૬ પ્રતિમાઓની અંજનશલાકા (બહારની પણ પ્રતિમાઓ સાથે ગણી છે.) થઇ હતી. ૨૦ ક્રોડ જેટલી આવક થઈ હતી. જીવદયાની પણ ૫૦ લાખ જેટલી આવક થયેલી. કચ્છ વાગડના કર્ણધારો ૨૦ ૨૩૩ Page #123 -------------------------------------------------------------------------- ________________ પ્રતિષ્ઠા પછી દોઢેક લાખ જેટલા જૈન-અજૈનો પ્રભુના દર્શનાર્થે આવેલા. સૌને નાળિયેરની પ્રભાવના કરાયેલી. મદ્રાસ આરાધના ભવનમાં એક વખત હિન્દુ સાધ્વી ઋતંભરા દર્શન કરવા આવ્યાં હતાં. પૂજયશ્રીની સહજ આધ્યાત્મિકતાપૂર્ણ પ્રસન્નતાથી પ્રભાવિત થયાં હતાં. મુનિશ્રી અરુણવિજયજીનું ચાતુર્માસ વેપેરીમાં હતું તેથી તેઓશ્રી પણ પ્રતિષ્ઠા સુધી રોકાયા હતા. મદ્રાસની નયા મંદિરની પ્રતિષ્ઠા પછી પૂજ્યશ્રીનું પુણ્ય સોળે કળાએ ખીલી ઊઠ્યું. મદ્રાસ સહિત દક્ષિણ ભારતના તમામ સંઘો પ્રતિષ્ઠામાં પૂજ્યશ્રીની નિશ્રા મેળવવા પડાપડી કરવા લાગ્યા. મહાવદ-૧૩, ૧૦-૦૩-૧૯૯૪, દેવદર્શન (મદ્રાસમાં) પ્રતિષ્ઠા થઇ. સામુદાયિક ચૈત્રી ઓળી કેસરવાડીમાં થઇ. વૈ.સુદ-૪, ૧૫-૦૫-૧૯૯૪, મદ્રાસ શાંતિગુરુકુળમાં શ્રીલોદ્રવી (ચૌમુખજી) પાર્શ્વનાથજી આદિની અંજનશલાકા-પ્રતિષ્ઠા થઇ. આ અવસરે મનફરા નિવાસી (હાલ મુંબઇ), રતિલાલ હીરજી સાવલાની વૈ.સુદ-૫ ના પૂજયશ્રીના વરદ હસ્તે દીક્ષા થઇ. તેમને મુનિ શ્રી મુક્તિચન્દ્રવિજયજીના શિષ્ય બનાવ્યા. (૧૧ વર્ષનું ઉત્તમ સંયમજીવન જીવી આ મુક્તાનંદવિજયજી મહાત્મા વિ.સં. ૨૦૬૧, વૈ.સુ.૮ ના કાળધર્મ પામ્યા. પૂજ્યશ્રીના શિષ્ય-પ્રશિષ્ય પરિવારમાં સૌ પ્રથમ સ્વર્ગવાસી બનનાર આ મહાત્મા છે.) આ પ્રતિષ્ઠા દીક્ષાદિ પ્રસંગે શ્રેણિકભાઈ કસ્તૂરભાઇ આદિ પધારેલા. દક્ષિણમાં આ એક જ માત્ર પૂજયશ્રીના વરદ હસ્તે પુરુષની દીક્ષા થઇ છે. આ પ્રસંગે ફલોદીના ગુરુભક્તો તરફથી ‘ફલોદીરત્ન' બિરુદ આપવાનું સભામાં જાહેર થયું હતું. બિરુદથી સખત નારાજ થયેલા પૂજયશ્રીએ કહ્યું હતું : ભગવાને આપેલા બિરુદ સાર્થક કરીયે તોય ઘણું છે. નવા કોઇ બિરુદની જરૂર નથી. મહેરબાની કરીને બિરુદ વગેરેની કોઇ વાત કરશો નહિ. પૂજ્યશ્રીએ આ બિરુદને જાહેરમાં જ અસ્વીકૃત પૂ.આ. શ્રી વિ. કલાપૂર્ણસૂરીશ્વરજી મ. ૧ ૨૩૪ કર્યું હતું. બિરુદ આપવાની આવી પદ્ધતિ જ પૂજ્યશ્રીએ નાપસંદ કરી હતી. તે વખતે કંઇક નારાજ થયેલા ગુરુભક્તો પછીથી પૂજયશ્રીની નિઃસ્પૃહતાથી પ્રભાવિત થયા હતા. વૈ.સુદ-૧૪ (તા. ૨૩-૦૫-૧૯૯૪) સૈદાપેઠ (મદ્રાસ) જિનાલયમાં શ્રીઆદિનાથ આદિ જિનબિંબોની પ્રતિષ્ઠા. વૈ.વ.૫, ટી.નગર (મદ્રાસ)માં નૂતન મુનિની વડી દીક્ષા પછી સાંજે અમારો બેંગલોર ચાતુર્માસાર્થે વિહાર થયો. - જેઠ સુદ-૩ (તા. ૧૨-૦૬-૧૯૯૪) વાસુપૂજ્ય એપા. (મદ્રાસ)માં શ્રીવિમલનાથજી આદિ જિનબિંબોની પ્રતિષ્ઠા. પૂજયશ્રીનું બીજું ચાતુર્માસ મદ્રાસમાં જ (ચૂલૈમાં) થયું હતું. નયા મંદિરમાં છ માસિક તિથિએ મૂળનાયક શ્રી ચન્દ્રપ્રભસ્વામીના જિનાલયમાં અમીઝરણા થતાં તથા છતમાં કેસરનાં પગલાં થતાં હજારો જૈન-અજૈન માણસો દર્શનાર્થે આવેલા. અનેક વર્તમાનપત્રોએ પણ આ સમાચારોને પ્રસિદ્ધિ આપી હતી. મદ્રાસ-ચૂર્તના જિનાલયને ૧૦૦ વર્ષ પૂર્ણ થતાં પૂજ્યશ્રીની નિશ્રામાં ભવ્ય મહોત્સવ ઉજવાયો હતો. શ્રા.સુદ-૩ (તા. ૧૦-૦૮-૧૯૯૪) તેનાપેઠમાં શ્રીપાર્શ્વનાથ આદિ જિનબિંબોની પ્રતિષ્ઠા થઇ. શ્રા.વદ-૯, ૩૦-૦૮-૧૯૯૪ પુરુષવાકમૂના નૂતન જિનાલયમાં પુરુષાદાનીય પાર્શ્વનાથ આદિ જિનબિંબોની પ્રતિષ્ઠા થઇ. આસો મહિનાની ઓળી પછી અહીં પૂજ્યશ્રીને તાવ આવવા માંડ્યો હતો. શરૂઆતમાં સામાન્ય તાવ સમજીને ઉપચાર કરવામાં આવ્યો, પણ ફાયદો ન થતાં ડોકટરની સલાહથી ટાઇફોઇડનો ઉપચાર શરૂ કર્યો, પણ તોય તાવ ન જ ઊતર્યો. પૂજયશ્રીનું શરીર અત્યંત શિથિલ થઇ ગયું. પેટમાં પણ ભયંકર પીડા ! એક વખત તો વિદાયની વેળા આવી ગઇ છે, એવો સંકેત પણ પૂ. કલ્પતરુવિ.ને આપી દીધો. આ માંદગીમાં પૂજ્યશ્રીની મગજશક્તિ એટલી મંદ થઇ ગઇ હતી કે મુહપત્તિના બોલ કચ્છ વાગડના કર્ણધારો ૨ ૨૩૫ Page #124 -------------------------------------------------------------------------- ________________ પણ યાદ આવતા નહિ અને પદ્મ વખતે મોટી શાંતિ પણ ભુલાઇ જતી. આથી આ બંને બીજા બોલી આપતા. પૂજ્યશ્રી જાતે બેઠા પણ થઇ શકતા નહિ. મદદથી માંડ માંડ ચાલી શકતા. સમગ્ર મદ્રાસમાં ચિંતાની લાગણી ફેલાઇ ગઇ, પણ પૂજ્યશ્રીનું આયુષ્ય પ્રબળ હતું. આથી જ એક અનુભવી ડૉકટરની નજર પડતાં જ યોગ્ય નિદાન પકડાઇ ગયું. તેણે જોતાં જ કહી દીધું : ‘લિવરમાં પાણી ભરાઇ ગયું છે. જો હમણાં જ ટ્રીટમેન્ટ કરવામાં નહિ આવે તો કદાચ લિવર ફાટી પણ જાય. લિવર ફાટી જશે તો કોઇ ઉપચાર કામ નહિ લાગે.” તપાસ કરાવતાં એ ડૉકટરની વાત ખરી નીકળી. તાત્કાલિક પૂજ્યશ્રીને એપોલો હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા. ઇન્જેકશનની મદદથી લગભગ રસી કાઢી લેવામાં આવી. ડૉકટરોએ કહ્યું : જો ૧૨ દિવસ મોડું થયું હોત તો લિવર ફાટી જાત ! ત્યાર પછી થોડા દિવસોમાં પૂજ્યશ્રીનું સ્વાસ્થ્ય પૂર્વવત્ થઇ ગયું. ત્યાર પછી ડૉકટરની સલાહ મુજબ પૂજ્યશ્રી દર છ મહિને એક ગોળી લેતા. વાપરતાં પહેલાં હાથ સાબુથી ધોતા. જો તેમ કરવામાં ન આવે તો ફરીથી આ દર્દ થઇ શકે, એમ ડૉકટરોનું કહેવું હતું. પણ ત્યારથી પૂજ્યશ્રીને એક ફાયદો થયો. શરદી હંમેશ માટે બંધ થઇ ગઇ ! આના પહેલાં પૂજ્યશ્રીને લગભગ કાયમ શરદી રહેતી. પણ છેલ્લે શરદી આવી ત્યારે એવી આવી કે જીવ લઇને જ ગઇ ! કેટલાક અનુભવીઓ કહે છે કે શરદીને કદી દવાથી દબાવવી ન જોઇએ.દબાવાયેલી શરદી અંદર બીજા રોગો ઉત્પન્ન કરે છે. સંભવ છે : ઘણા વર્ષોથી દબાયેલી શરદીએ વિફરી જઇને જોરદાર હુમલો કર્યો હોય ! પૂજ્યશ્રીને વિ.સં. ૨૦૧૬માં જે ટી.બી. થયેલો એના સૂક્ષ્મઅંશો કદાચ જીવનભર રહી ગયેલા. કારણ કે મૃત્યુથી ૧૫ દિવસ પહેલા નાકોડા કે જાલોરમાં તપાસ કરાવેલી ત્યારે ફેફસાંમાં ટી.બી.નાં અંશો દેખાયા હતા. મદ્રાસની આ બિમારી દરમ્યાન પૂજ્યશ્રીની ભક્તિધારા ખંડિત થઇ ગઇ હતી. પછીથી પાલીતાણા વગેરેમાં પૂજ્યશ્રી આ માંદગીને ઘણી વખત પૂ.આ. શ્રી વિ. કલાપૂર્ણસૂરીશ્વરજી મ. ૧ ૨૩૬ યાદ કરતા ને કહેતા : તે વખતે તૂટી ગયેલી ભક્તિધરાને પૂર્વવત્ કરતાં છ મહિના જેટલો સમય લાગેલો. આ માંદગીથી જીવનનો અંત નજીકમાં જોતા પૂજ્યશ્રી અત્યંત સાવધાન થઇ ગયેલા. ત્યાર પછીના આઠ વર્ષોમાં પૂજ્યશ્રીએ જરૂરી કાર્યો તાત્કાલિક કરવા માંડેલા. દા.ત. પદવી પ્રદાન, રાજનાંદગાંવ, વાંકી, પાલીતાણા, સ્વ જન્મભૂમિ ફલોદી વગેરે મહત્ત્વપૂર્ણ સ્થળે ચાતુર્માસો, પાલીતાણા ચાતુર્માસમાં સમગ્ર સમુદાયને સાથે રાખવો, વાંકીમાં ઉત્તરાધિકારીને આચાર્ય પદથી વિભૂષિત કરવા ઇત્યાદિ, ‘હું મારી જીવનલીલા સંકેલી રહ્યો છું’ એની નિશાની હતી. વાચના વગેરેમાં આવા ઉદ્ગારો (જુઓ, કહે કલાપૂર્ણસૂરિ) સ્પષ્ટ જોઇ શકાય છે. છેલ્લા બે વર્ષની વાચનાઓ સાધનાના પરિપાકરૂપે નીકળેલી અત્યંત સારભૂત હતી, એવું જણાયા વિના રહેતું નથી. વિ.સં. ૨૦૫૧, ઇ.સ. ૧૯૯૪-૯૫, કેસરવાડીમાં ઉપધાન થયા. અહીં માળારોપણ વખતે સાત લાખની બોલી બોલી એક ભાઇએ પૂજ્યશ્રીને કામળી વહોરાવેલી. પોષ સુદ-૬, ૨૦-૦૧-૧૯૯૫, મદ્રાસ, નેહરુ બજારના નવનિર્મિત જિનાલયમાં શ્રી મુનિસુવ્રત સ્વામી આદિ જિનબિંબોની પ્રતિષ્ઠા થઇ. ચૈત્ર વદ-૧૦, ૨૪-૦૪-૧૯૯૫, મદ્રાસ, કેલમ્બાકમ્ નૂતન જિનાલયમાં શ્રી પાર્શ્વનાથ આદિ જિનબિંબોની પ્રતિષ્ઠા થઇ. ચાતુર્માસ બેંગ્લોર નક્કી થયું હોવાથી પૂજ્યશ્રીએ તે તરફ વિહાર કર્યો. રસ્તામાં વેલ્લુરમાં ઉપાશ્રયનું ઉદ્ઘાટન, આમ્બુરમાં સિદ્ધચક્રપૂજન સહિત જિનભક્તિ મહોત્સવ વગેરે દરેક સ્થળે અપૂર્વ શાસન પ્રભાવના કરતા પૂજ્યશ્રી જેઠ સુદ-૨ ના તિરુપાન્નુર પધાર્યા. અમે બેંગ્લોર ચાતુર્માસ કરી મૈસુર, ઉટી, કોઇમ્બતુર થઇને વૈ.વ.૧૨ ના અહીં તિરુપાન્નુર આવી ગયા હતા. અહીં મૂળનાયક શ્રીપાર્શ્વનાથજી આદિ જિનબિંબોની જેઠ સુદ-૮ ના અંજનશલાકા થઇ તથા જેઠ સુદ-૧૨ ના પ્રતિષ્ઠા થઇ. ૨૦ ઘરના આ ગામમાં અપૂર્વ ઉલ્લાસ હતો. આ પ્રતિષ્ઠા મહોત્સવ બેંગ્લોરના સુરેન્દ્ર કચ્છ વાગડના કર્ણધારો ૨ ૨૩૭ Page #125 -------------------------------------------------------------------------- ________________ ગુરુજી, મનોજ હરણ તથા સંગીતકાર અશોક ગેમાવતના કારણે ખૂબ જ રળીયામણો બન્યો હતો. તિરુપાસુરમાં અમે મદનચંદજી બાંઠિયાના ઘરે ઊતર્યા હતા. તેની વયોવૃદ્ધ માતાને સવારે દૂધ તથા દહીં બંનેનું સેવન કરવાથી ગેસ ટ્રબલ થતાં છાતીમાં ભયંકર દુ:ખાવો શરૂ થયો. પૂજ્યશ્રી આદિએ તેમને સમાધિદાયક સ્તોત્રોનું શ્રવણ કરાવ્યું કે તેઓ સ્વર્ગવાસી બન્યાં. કોઇને સમાધિ આપવાનો પ્રસંગ પૂજ્યશ્રી કદી પણ ચૂકતા નહિ. “બીજાને સમાધિ આપીશું તો જ આપણને સમાધિ મળશે.’’ એમ પૂજયશ્રીનું વ્યાખ્યાન આદિમાંનું કથન આ રીતે જીવનમાં પ્રત્યક્ષ દેખાતું. છ'રી પાલક સંઘ, જેઠ સુદ-૧૪ થી જેઠ વદ-૧૦, ૧૧ દિવસનો તિરુપાનુરથી જયનગર (બેંગલોર)નો સંઘ પૂજ્યશ્રીની નિશ્રામાં નીકળ્યો હતો. સંઘપતિ શ્રી જયંતીલાલભાઇ કોઠારી હતા. જેઠ સુદ-૧૪, કાંડિલી, અહીં અમે સ્કૂલમાં ઊતર્યા હતા. અહીં બાળકોને નાસ્તામાં ઈંડાં અપાતાં હતાં તે એક દિવસ માટે બંધ કરાવ્યાં. જેઠ વદ-૩, કુરબરપલ્લીમાં પણ આ જ રીતે સ્કૂલમાં ઈંડા એક દિવસ માટે બંધ કરાવ્યાં. - જેઠ વદ-૬, હોસુર, અહીં આપસી મતભેદના કારણે જિનાલયનું નિર્માણ શક્ય બનતું નહોતું. પૂજ્યશ્રીએ થોડા જ પ્રયત્નથી મતભેદ દૂર કરાવ્યા અને જિનાલય નિર્માણ નક્કી કરાવ્યું. જેઠ વદ-૭, માઇક્રોલેબ, અહીં સંપૂર્ણ ઇન્ડસ્ટ્રીઅલ એરિયા હતો. સર્વત્ર અલગ અલગ ફેકટરીઓ હતી. અમે ઊતર્યા તે દવાની ફેકટરી હતી. અહીં દવા કેવી રીતે બને છે? તેનું અમે નિરીક્ષણ કરવા ગયેલા. (પૂજયશ્રી નહિ) ઇજેકશનની દવા માટે કરવો પડતો બેકટેરિયાનો નાશ, તેના પ્રયોગો માટે સસલાઓ પર ગુજારાતો ત્રાસ વગેરે જોઇને એમ જ થાય કે માંદા પડવું એ જ ગુનો છે. જેઠ વદ-૮, બોમસન્દ્રા, અહીં બોઘરા મલવરી સિલ્ક ફેકટરીમાં અમે ઊતર્યા હતા. અહીં ૩૫ રૂા.ના ચાંદીના સિક્કાની પ્રભાવના થઇ હતી. જેઠ વદ-૯ ના પણ ૩૫ રૂા.ના ચાંદીના સિક્કાની પ્રભાવના થયેલી. પૂ.આ. શ્રી વિ. કલાપૂર્ણસૂરીશ્વરજી મ. ૧ ૨૩૮ જેઠ વદ-૧૦ ના જયનગરમાં તીર્થમાળપૂર્વક સંઘની સમાપ્તિ થઇ. પછી શ્રીનગર, બસવનગુડી, ચામરાજપેટ, ગાંધીનગર,કલ્પતરુ, માધવનગર, રાજાજીનગર, દાદાવાડી આદિ બેંગ્લોરના ઉપનગરોમાં પૂજયશ્રીએ વિચરણ કર્યું. સર્વત્ર કામળી–ગુરુપૂજનના મોટા ચડાવાઓ, સંઘપૂજનો વગેરે કાર્યક્રમો રહ્યા. બેંગ્લોર ચાતુર્માસ, અષાઢ સુદ-૧ ના બેંગ્લોર-ચીકપેટમાં સસ્વાગત પ્રવેશ થયો. દસ હજારની મેદનીથી હસ્તિ બિલ્ડર્સના સ્થાને બંધાયેલો વિશાળ મંડપ શોભી ઊઠ્યો હતો. અષાઢ સુદ-૫, વિજયનગરમાં જિનાલય-ઉપાશ્રયના ખાતમુહૂર્ત માટે પૂજ્યશ્રીએ એમને (મુક્તિ-મુનિ) મોકલ્યા. અષાઢ સુદ-૯ ના શિલાન્યાસ વખતે પૂજ્યશ્રી પધાર્યા. ૧૪ લાખની ઊપજ થઇ. અષાઢ સુદ-૯, પૂજ્યશ્રીએ રાત્રિ-તત્ત્વજ્ઞાનનો પાઠ શરૂ કર્યો. દરેક ચાતુર્માસમાં પૂજયશ્રી રાત્રિ-તત્ત્વજ્ઞાનનો પાઠ અવશ્ય ચલાવતા. અષાઢ સુદ-૧૪, ૨૪ તીર્થંકર સામુદાયિકતપમાં ૩૩૦આરાધકો જોડાયા. પૂજ્યશ્રીએ પંચસૂત્ર પર પ્રવચનો ફરમાવ્યાં તથા આનંદઘનચોવીશી પર વાચના આપી. અષાઢ વદ-૫ થી મુનિઓના સૂયગડંગ, કલ્પસૂત્ર વગેરેના જોગ શરૂ થયા. અષાઢ સુદ-૧૪ થી જે. જેમકુમાર તરફથી જિનાલયમાં દરરોજ સ્નાત્ર. (શ્રા.વદ-૩ સુધી) શ્રા.સુદ-૧૦, એન્ટવર્પ રહેતા હીરાના મોટા વેપારી કીર્તિલાલ મણિલાલના પુત્ર રશ્મિભાઇ પૂજયશ્રી પાસે આવ્યા. અકસ્માતમાં મૃત્યુ પામેલા પુત્ર આદેશના કારણે ખૂબ જ શોકાર્ત હતા. પણ પૂજયશ્રીની વાણીથી તેમનો આત્મા ખૂબ જ આશ્વસ્ત બન્યો. શ્રા.સુદ-૧૪, પંચ દિવસીય શિબિર ચલાવવા કુમારપાલ વી.શાહ આવ્યા. થોડું પ્રવચન પૂજયશ્રી આપતા ને ત્યારબાદ કુમારપાળભાઇ આગળનું બધું સંભાળી લેતા. કચ્છ વાગડના કર્ણધારો ૨ ૨૩૯ Page #126 -------------------------------------------------------------------------- ________________ શ્રા.વદ-૫, સ્વાથ્યમાં ગરબડ થતાં પૂજયશ્રીને ચેકિંગ માટે એપોલો હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા. શ્રા.વદ-૬, વૃદ્ધોની શિબિરમાં પૂજ્યશ્રીએ વૃદ્ધોએ કઈ રીતે જીવવું? તે અંગે માર્ગદર્શન આપ્યું. ભા.સુદ-૧૦, અમારું સંપાદિત, અનૂદિત વ્યાશ્રય મહાકાવ્યમ્ (સર્ગ-૧ થી ૧૦), તેનું વિમોચન પૂજ્યશ્રીની નિશ્રામાં ઉપકારી પં. શ્રી અમૂલખભાઇના હાથે થયું. ભા.વદ-૧૨, આખા દેશમાં ‘ગણપતિ દૂધ પીએ છે”ની હવા ચાલી. એક ભાઇ ગણપતિની નાની ચાંદીની મૂર્તિ લાવીને કહે : જુઓ, ગણપતિ દૂધ પીએ છે. કહીને ચમચીથી પિવડાવવા માંડ્યું, પણ દૂધ જરાય ઓછું ન થયું. પૂજયશ્રીએ આ જાણ્યું ત્યારે માત્ર માર્મિક હસ્યા અને કહ્યું : આને સામૂહિક ગાંડપણ કહેવાય. ભા.વદ-૧૩, પૂ. કીર્તિચન્દ્રવિ. તથા પૂ. મુક્તિચન્દ્રવિ.નો ભગવતી જોગમાં પ્રવેશ. આસો સુદ-૧૦, જયનગરમાં રાયચંદભાઇ પરિવાર તરફથી ઉપધાન તપ શરૂ. આસો સુદ-૧૪, આજે વ્યાખ્યાનમાં રાનીપેટનો સંઘ પ્રતિષ્ઠા માટે વિનંતી કરવા આવેલો, પણ તેમાં જે દાઢીવાળા મુખ્ય માણસ હતા તે જ વ્યાખ્યાન સાંભળતાં-સાંભળતાં ઢળી પડ્યા, પ્રાણ-પંખેરું ઊડી ગયું. આ પ્રસંગે પૂજ્યશ્રીએ જીવનની ક્ષણભંગુરતાનો બોધ આપ્યો. વિ.સં. ૨૦૫૨, ઇ.સ. ૧૯૯૫-૯૬, બેસતા વર્ષે વાગડ સાત ચોવીસી સમાજના મુંબઇથી ૭૦૦ માણસો આવ્યા. કચ્છમાં પધારવા પૂજ્યશ્રીને વિનંતી કરી. તે જ દિવસે ૨૫ અમેરિકનો પૂજ્યશ્રી પાસે જૈન ધર્મ વિષે સમજવા આવેલા. દુભાષિયાની મદદથી પૂજ્યશ્રીએ તત્ત્વજ્ઞાન સમજાવ્યું. કોઇની જિજ્ઞાસા સંતોષવામાં કે માર્ગદર્શન આપવામાં પૂજયશ્રી ક્યારેય પ્રમાદ કરતા નહિ. ખરાબ તબિયતને પણ ગણકારતા નહિ. પૂ.આ. શ્રી વિ. કલાપૂર્ણસૂરીશ્વરજી મ. ૧ ૨૪૦ કા.વ.૬, રાજાજીનગર (બેંગ્લોર)ના જિનાલયમાં એક સ્થાને પૂજ્યશ્રીની નિશ્રામાં ગોડીજી તથા શંખેશ્વર-પાર્શ્વનાથજીની પ્રતિષ્ઠા. ગુજરાતના નાણાં મંત્રી બનેલા બાબુભાઇ મેઘજી આજે પૂજ્યશ્રીના આશીર્વાદ મેળવવા આવ્યા. કા.વ.૧૨, જયનગર (બેંગ્લોર), ઉપધાનમાળ તથા સાંગલી નિવાસી તૃપ્તિબેનની દીક્ષા. નામ પડ્યું : સા. જયોદયાશ્રીજી. વડી દીક્ષા વખતે સા. જિનેશાશ્રીજી પડ્યું. ઉપધાનની કુલ ઉપજ ૬૫ લાખ થઇ. કા.વદ-૩૦, અલસુર (બેંગ્લોર), પૂજયશ્રીની સાથે રસ્તો ક્રોસ કરતાં મોટાભાઇ (મુક્તિચન્દ્રવિ.)ના પગ પરથી હીરો હોન્ડા ચાલી જતાં ફ્રેકચર થયું, પ્લાસ્ટર આવ્યું. માગ.સુદ-૧ થી માગ.સુદ-૫, ચાર દિવસનો દેવનહલ્લીનો છ'રી પાલક સંઘ નીકળ્યો. સંઘપતિ હતા તવાવવાળા એસ કપૂરચંદજી. દેવનહલ્લીમાં બે લાખ રૂ.ની બોલીથી ગુરુપૂજન થયું. કુલ ઉપજ આઠ લાખ થઇ. દાનવીર શેઠ શ્રી એસ. કપૂરચંદજીએ “નૂતનતીર્થ બનાવવામાં આપ પ્રેરક-માર્ગદર્શક બનો તો હું દાન આપવા તૈયાર છું.” આવું જણાવેલું ત્યારે પૂજ્યશ્રીએ દઢતાપૂર્વક ના કહેલી. માગ.સુદ-૧૦, આજે કોલ્લારથી બંગારપેટ જતાં રસ્તામાં ધુમ્મસ આવી. પૂજ્યશ્રી સાથે અમે રસ્તામાં જ સવા કલાક બેસી રહ્યા. ધુમ્મસ પૂરી થઇ પછી જ અમારો વિહાર શરૂ થયો. આ રીતે અમે વિહારમાં ઘણી વખત બેઠેલા છીએ. ચાલુ ધુમ્મસમાં પૂજયશ્રી કદી ચાલતા નહિ, બોલતા નહિ કે બોલવા પણ દેતા નહિ.. માગ સુદ-૧૨, કે.જી.એફ., અહીં રહેલી સોનાની ખાણો (તેના મોડેલો) જોવા અમે ગયા, પણ પૂજ્યશ્રીને એ જોવાનું મન પણ ન થયું. પૂજ્યશ્રીને બહારનું જોવાનું કદી મન થતું જ નહોતું. જેણે અંદર છુપાયેલું અઢળક ઐશ્વર્ય જોઇ લીધું તેને બહારનું કાંઈ પણ ક્યાંથી આંજી શકે ? માગ.વદ.કિ.૧, કુપ્પમ્, આજે સવારે વિહારમાં ડુંગરની ધાર પરથી નીચે રોડ પર ઊતરવા જતાં (કાચા પાણીની વિરાધનાથી બચવા ડુંગર પરથી કચ્છ વાગડના કર્ણધારો ૨ ૨૪૧ Page #127 -------------------------------------------------------------------------- ________________ ચાલેલા) નાનાભાઇ (મુનિચન્દ્રવિ.)નો પગ સ્લીપ થતાં તેઓ પડી ગયા. ચશ્માં ઊડી ગયાં. તરપણી તૂટી ગઇ. કામળી, કપડાં વગેરે કાદવવાળા થઇ ગયાં, પણ આશ્ચર્યની વાત છે કે હાથમાં થોડા ઉઝરડા સિવાય ક્યાંય વાગ્યું નહિ. પૂજ્યશ્રીની નિશ્રાનો જ આ પ્રભાવ ગણવો રહ્યો. માગ.વદ-૫, વિશમંગલમ્, આજે એક મહાત્મા વિહારમાં ઓઘો ભૂલી આવ્યા. પૂજ્યશ્રીની આજ્ઞાથી ઓઘો લેવા પાછા ૪-૫ કિ.મી. ગયા. એક સ્થાનેથી ઓધો મળ્યો ખરો. એક અજૈન ભાઇએ એને કંઇક અજીબ વસ્તુ અથવા મંગલરૂપ વસ્તુ સમજી પોતાના પૂજાના રૂમમાં સંભાળીને રાખી મૂકેલો. માગ.વદ-૬, આનંદવાડી, આજે રાત્રે પૂજ્યશ્રીએ અમને સૌને માર્મિક હિતશિક્ષા આપી. માગ.વદ-૬, તિરુવનામલૈ, રમણ મહર્ષિની સાધના ભૂમિ તરીકે વિખ્યાત અરુણાચલ પર્વત દૂરથી જ દેખાતો હતો. શિખર પર એક જ વાદળું છત્ર જેવું શોભતું હતું. ગામમાં પ્રવેશ કરીએ એ પહેલાં જ અરુણાચલ પર્વતને પ્રદક્ષિણા આપતા સેંકડો લોકો જોવા મળ્યા. અમને સિદ્ધાચલની છ ગાઉ વગેરેની પ્રદક્ષિણા યાદ આવી ગઇ. રસ્તામાં જ રમણ મહર્ષિનો આશ્રમ આવ્યો. અમે સૌ આશ્રમ જોવા તલપાપડ હતા, પણ પૂજ્યશ્રીને તો ત્યાં જવાનો વિચાર સુદ્ધાં ન આવ્યો. પૂજ્યશ્રીનું સમ્યક્ત્વ એટલું નિર્મળ અને દૃઢ હતું કે ઇતર દર્શનોના સંતોની ગમે તેટલી પ્રશંસા સાંભળે, પણ ક્યારેય તેનાથી પ્રભાવિત ન થાય. હા, તેમના સદ્ભૂત ગુણોની પ્રશંસા જરૂર કરે, પણ પ્રભાવિત થવાનું નામ નહિ. “જે આપશે તે મારા અરિહંત ભગવાન જ આપશે. એમને છોડીને મારે બીજે કશેથી કશું જ માંગવું નથી.” આવી દેઢ શ્રદ્ધા પૂજ્યશ્રીના જીવનમાં બદ્ધમૂલ બનેલી હતી. આવી શ્રદ્ધા હોવા છતાં પૂજ્યશ્રીનું હૃદય ખૂબ જ ઉદાર હતું. મળવા આવતા અજૈન સંતો કે સાધકોની વાતો પ્રેમપૂર્વક સાંભળતા અને ઉચિત પૂ.આ. શ્રી વિ. કલાપૂર્ણસૂરીશ્વરજી મ. ૨ ૨૪૨ માર્ગદર્શન આપતા. એના હૃદયને જરા પણ ઠેસ ન લાગે, તેવો વ્યવહાર કરતા. સાચે જ સમભાવથી રસાયેલું પૂજ્યશ્રીનું જીવન એકદમ સમતોલ હતું. રમણ મહર્ષિના આશ્રમમાં માતૃભૂતેશ્વર મંદિર (રમણની માતાની યાદીમાં બંધાયેલું) રમણ મહર્ષિના ભાઇના પૌત્ર સુંદરરામન્, તેમની બેઠક વગેરે હતું. ગામમાં શિવજીનું મોટું ચાર દ્વારવાળું મંદિર, તેમાં બાળ રમણનું સાધનાસ્થળ (પાતાલ લિંગમ્ ગુફા), મંદિરમાં હાથીઓ, દુકાનો વગેરે ખૂબ જ હતું, પણ પૂજ્યશ્રીએ એ બધું જોવાનો વિચાર સુદ્ધાં કર્યો નથી. માગ.વદ-૧૩, તિરુકોઇલુર, તિરુ શબ્દથી શરૂ થતાં અહીં ઘણાં ગામો છે. ‘શ્રી’નું પ્રાકૃતમાં સિરિ થાય, સિરમાંથી તિરિ અને તિરિમાંથી તિરુ બન્યું છે. તિરુ એટલે શ્રી. ‘કોઇલ’ એટલે મંદિર, ‘ઉર' એટલે ‘પુર’. તિરિકોઇલુર એટલે શ્રીમંદિરપુર. ખરેખર અહીં હિન્દુઓનાં ખૂબ જ મંદિરો છે. વામનમાંથી વિરાટ બનીને વિષ્ણુએ ત્રીજું પગલું અહીં મૂક્યું હતું, એમ કહેવાય છે. એક મંદિરમાં વિષ્ણુની ૧૩ ફૂટ ઊંચી મૂર્તિ છે. પેનિયાર નદીના તીરે રહેલું આ ગામ હિન્દુઓનું તીર્થ ગણાય છે. પણ પૂજ્યશ્રીને આમાંનું કશું આકર્ષણ નહોતું. તેઓની ચેતના તો એક માત્ર અરિહંત પ્રભુથી જ રંગાયેલી હતી. માગ.વદ-૩૦, સૈવાલે, અહીંની પ્રજા સંતો પ્રત્યે ભક્તિવાળી ખરી અને માંસાહારી પણ ખરી. અહીં નાના ભાઇ (મુનિચન્દ્રવિ.) બહિર્ભૂમિએથી પાછા ફરી રહ્યા હતા ત્યારે થોડી ક્ષણો માટે તળાવ કિનારે ઊભા રહ્યા. ત્યાં કેટલાક છોકરાઓ માછીમારી કરતા હતા. એમાંનો એક છોકરો હાથમાં જીવતી માછલી પકડીને નાના ભાઇ (મુનિચવિ.) પાસે લઇ આવ્યો અને તમિલ ભાષામાં કહેવા લાગ્યો : “સ્વામીજી ! આપને આ જોઇએ તો લઇ લો." અમને તમિલ ભાષા તો નહોતી આવડતી, પણ એક શબ્દ જરૂર આવડતો હતો. અમે કહ્યું : વેંઢા (નહિ જોઇએ.) એ લોકોને એટલી પણ ખબર ન હોય કે સંતો માછલી ન ખાય ! આટલી સરળતા હોવાથી જ પૂજ્યશ્રી જ્યારે આવા લોકોને માંસાહાર આદિનો ત્યાગ કરવા સમજાવે ત્યારે તરત કચ્છ વાગડના કર્ણધારો - ૨૪૩ Page #128 -------------------------------------------------------------------------- ________________ જ તેઓ ત્યાગ કરવા તૈયાર થઇ જતા. પૂજ્યશ્રીએ આ બાજુના વિહારોમાં અનેક લોકો પાસેથી માંસાહાર અને મદિરાપાન છોડાવ્યા. પોષ સુદ-૩, પનરુટિ, અહીં જૈનોનાં ૪૦ ઘર હતાં. પૂજયશ્રીનું ભાવભીનું સ્વાગત થયું. બપોરે સિદ્ધચક્રપૂજન હતું. પૂજયશ્રી જયાં પધારતા ત્યાં મહોત્સવનાં મંડાણ થઇ જ જતાં. અહીં તો સાધુઓનાં દર્શન પણ દુર્લભ હતાં. એટલે લોકોના ભાવોમાં ખૂબ જ ભરતી હોય તે સ્વાભાવિક છે. અહીંના D.G.P. (જિલ્લા કલેકટર) પણ પૂજયશ્રીના દર્શનાર્થે ખાસ આવેલા. પૂજ્યશ્રીએ તેમને માંસાહાર ત્યાગની પ્રતિજ્ઞા આપેલી. પોષ સુદ-૭, કડલૂર, પૂજયશ્રીની આજ્ઞાથી અહીં (૧૧૦ ઘર) સાધ્વીજીઓનું સુંદર ચાતુર્માસ થયેલું. અહીં ૧૮ અભિષેકનો કાર્યક્રમ રહ્યો. પોષ સુદ-૯, પોંડિચેરી, મહર્ષિ અરવિંદથી પ્રસિદ્ધ આ પોંડિચેરીમાં ત્રણ દિવસ રોકાવાનું થયું. અરવિંદના આશ્રમમાં તેની સમાધિના (સમાધિના સ્થાને માત્ર ઓટલો જ છે) દર્શનાર્થે હજારો લોકો આવીને શ્રદ્ધાપૂર્વક ફૂલો ચડાવતા હોય છે. અરવિંદ અહીં વર્ષો સુધી મૌનપૂર્વક રહ્યા હતા. આપણા ગુજરાતી કવિ સુંદરમ્ પણ અહીં રહેતા. અહીંના ૨૫ (૨૫ સ્થાનકવાસી) ઘરના સંઘમાં જિનાલયની આવશ્યકતા હતી, પૂજ્યશ્રીએ એ માટે પ્રયત્નો કર્યા. મૂર્તિ ભરાવવાના ચડાવામાં ૨૭ લાખ રૂપિયા થયેલા. પોષ સુદ-૧૩-૧૪, વલુપુરમ, રામે અહીં રહીને બાણ મારેલું માટે આ ગામનું નામ ‘વિલુપુરમુ” (“વીલુ' એટલે બાણ) પડ્યું હોવાનું કહેવાય છે. ૭૦ ઘરના અહીંના સંઘમાં પૂજયશ્રીની નિશ્રામાં જિનાલય નિર્માણની યોજના ઘડાઇ, જેમાં ૨૫ લાખ રૂપિયા થયેલા તથા ગોશાળાનિર્માણની યોજના પણ થયેલી. કાંચીના શંકરાચાર્ય પણ અહીં આવેલા હતા. શંકરાચાર્યના સામૈયામાં માત્ર બેન્ડવાળા જ હતા, જ્યારે પૂજ્યશ્રીના સામૈયામાં સેંકડો માણસોની ભીડ જોવા મળતાં પૂજ્યશ્રીનો પ્રભાવ સહજ રીતે જ અહીં ફેલાઇ ગયો. પૂ.આ. શ્રી વિ. કલાપૂર્ણસૂરીશ્વરજી મ. ૧ ૨૪૪ શંકરાચાર્ય પાસે લોકો ફળોના ટોપલા ધરતા હતા. અહીં પણ કેટલાક અજૈન લોકો ફળોના ટોપલા (પૂજયશ્રી સમક્ષ) ધરતા હતા. પછી તેમને સમજાવવું પડતું. અહીંના મારવાડી જૈનોમાં કેટલાકને હિન્દી પણ ન આવડે. તમિલ, ઇંગ્લીશ અને મારવાડી આ ત્રણ જ ભાષા આવડે. વર્ષોથી એ લોકો આ બાજુ વસે છે છતાં ધર્મ, ભાષા (મારવાડી), પોશાક, રીત-રિવાજ તથા ખોરાકની પદ્ધતિમાં એમણે પરંપરાગત બધું જ ઘણુંખરું ટકાવી રાખ્યું છે. પોષ વદ-૧-૨, તિન્દીવરમ્, અહીં પણ મંદિર નિર્માણ માટેની પૂજ્યશ્રીની પ્રેરણા શ્રીસંઘે ઝીલી લીધી. વ્યાખ્યાન સભામાં જ મૂર્તિઓની બોલી ૩૩ લાખની થઇ. પોષ વદ-૪, અચરપાકમુ, પૂજયશ્રીની જીવદયા માટે પ્રેરણા થતાં અહીં પોણા બે લાખ જેટલી ટીપ થયેલી. પોષ વદ-૮, આલંદૂર, અહીં જે મકાનમાં ઊતરેલા તેના માલિકને પૂજ્યશ્રી પ્રત્યે એટલો ભક્તિભાવ ઊભરાયેલો કે તે જ દિવસે પાંચ હજાર ખર્ચીને પૂજયશ્રી માટે પાટ બનાવેલો. ખબર પડતાં પૂજ્યશ્રીએ એનો ઉપયોગ ન કર્યો. મહા સુદ-૫-૬-૭, વ્યાસર પાડી (મદ્રાસ), અહીં મહા સુદ-૭ ના જિનાલયની પ્રતિષ્ઠા થઇ. આ જિનાલયનું નિર્માણ પૂ. મુનિશ્રી કેવલવિજયજી (પૂ. કનકસૂરિજીના શિષ્ય)ની પ્રેરણાથી થયું હતું. અહીંના લોકો પૂ. કેવલવિજયજીના પરમ ભક્તો હતા. મહા સુદ-૭ સાંજથી ચૈત્ર વદ-૩, મદ્રાસ, અઢાઇ મહોત્સવપૂર્વક મહા સુદ-૧૩ ના બે મુનિઓને પદવી અપાઇ. રાજસ્થાન ગ્રાઉન્ડમાં પૂ. કીર્તિચન્દ્રવિ. ને ગણિપંન્યાસ પદ તથા મોટા ભાઇ પૂ. મુક્તિચન્દ્રવિ.ને પૂજયશ્રીએ ગણિ પદથી વિભૂષિત કર્યા. આ પ્રસંગે રાજસ્થાનના ઉપપ્રમુખપ્રધાન હરિશ્ચન્દ્ર બાબરા, મદ્રાસ પોલીસ કમિશ્નર શ્રીપાળ ઇત્યાદિ આવ્યા હતા. કચ્છ વાગડના કણધારો ૨ ૨૪૫ Page #129 -------------------------------------------------------------------------- ________________ મહા વદ-૩, આજથી પૂજયશ્રીએ યોગદષ્ટિ સમુચ્ચય પર વાચના આપવાનું શરૂ કર્યું. ફા.સુદ-૪, રાયપેઠા (મદ્રાસ) અહીં અંજનશલાકાપૂર્વક પ્રતિષ્ઠા થઇ. ફા.સુદ-૬ (ટી.નગર, મદ્રાસ) આજે પૂજ્યશ્રીને તાવ આવ્યો હતો. લીવરમાં ફરી રસી ભરાઇ હોવાનું જણાયું. ઇન્દોરમાં મુનિશ્રી કલહંસવિજયજી લકવાગ્રસ્ત બન્યા છે, સેવા માટે કોઇ મુનિની જરૂર છે, એવા સમાચાર મળતાં પૂજ્યશ્રીએ તે માટે કરેલી પ્રેરણાને ઝીલી લઇને મુનિ શ્રી વિમલપ્રવિજયજી આદિ બે ઠાણા ઇન્દોર જવા તૈયાર થયા. ફા.સુદ.પ્ર.૧૦ ના તેમણે વિહાર કર્યો. ફા.સુદ-૧૨, મદ્રાસ, આજથી પૂજયશ્રીને હેડકીની તકલીફ શરૂ થઇ હતી. જે ફા.વદ-૯ સુધી ચાલુ રહી હતી. આ વખતે અમે બધા ગભરાઇ ગયા હતા. તે માટે કેટલાય ઉપચારો કર્યા હતા. મયૂરપંખની ભસ્મ, જીભ ખેંચવી વગેરે અનેક ઉપચારો કર્યા, પણ હેડકી ચાલુ જ રહી હતી. પૂજયશ્રીએ ત્યારે ચિંતા ન કરવાનું કહ્યું હતું. “યૌગિક પ્રક્રિયામાં થોડીક ગરબડ થવાના કારણે જ આમ થયું છે, માટે ચિંતા ન કરશો. એનો સમય પાકશે એટલે પોતાની મેળે એ મટી જશે.” આખરે ફા.વદ-૯ ના હેડકી બંધ થઇ હતી. આવી તબિયતમાં પણ દૈનિક ક્રિયા તથા શાસનનાં કાર્યોમાં સહેજ પણ વિઘ્ન ન પડે તેવી પૂજ્યશ્રીએ તકેદારી રાખી હતી. ફા.સુદ-૧૩ ના વેપેરી (મદ્રાસ), અંજનશલાકા-પ્રતિષ્ઠા નિમિત્તે થયેલા ચડાવામાં સવા ક્રોડ રૂપિયા થયા હતા, જેમાં પૂજયશ્રીએ નિશ્રા આપી હતી. ફા.વદ-૧૧ ના શત્રુંજય પર મૂર્તિની તોડફોડ ૧૫ દિવસ પહેલા થઇ હતી. તેના વિરોધમાં ચૂલે (મદ્રાસ)માં સાત હજારની સભા થઇ હતી. ચૈત્ર સુદ-૩ ના નેલુર (કાટુર તીર્થી માટે એક ક્રોડ તેર લાખના ચડાવા થયા હતા. ચૈત્ર સુદ-૯, રાજસ્થાન સચિવ ઓ. આર. જૈન પૂજયશ્રીને મળવા આવ્યો. પૂ.આ. શ્રી વિ. કલાપૂર્ણસૂરીશ્વરજી મ. ૧ ૨૪૬ ચૈત્ર સુદ-૧૩, દીક્ષાર્થી મધુકુમારીના સન્માન-સભા પ્રસંગે શિવરાજ પાટીલ તથા સ્વામી સુબ્રહ્મણ્યમ્ પૂજયશ્રીના દર્શન કરવા આવેલા. ચૈત્ર વદ-૮, કૃષ્ણાપુરમ્, અહીં ગુડિયાતમવાળા પ્રતિષ્ઠા માટે પૂજયશ્રીને વિનંતી કરવા આવતાં પૂજયશ્રીએ હુબલી-ચાતુર્માસાર્થે જઈ રહેલા નૂતન ગણિશ્રી (મુક્તિચન્દ્રવિ.)ને એ પ્રસંગે જવા આજ્ઞા ફરમાવી. જેઠ સુદ-૬ નું મુહૂર્ત આપ્યું. વૈ.સુદ-૧ થી વૈ.સુદ-૮, કાકટુર તીર્થ (નેલ્લોર પાસે) અહીં રાણકપુરના ટુકડા જેવા અતિભવ્ય વિશાળ જિનાલયમાં વચ્ચે શ્રી મહાવીરસ્વામી ચૌમુખજી તથા ચારેબાજુ બીજા ૨૩ તીર્થકરોની પ્રતિમાઓની વૈ.સુદ-૬ ના અંજનશલાકા તથા વૈ.સુદ-૭ ના પ્રતિષ્ઠા થઇ. ૪ કોડ જેટલી કુલ ઉપજ થઇ. વૈ.સુદ-૪ ના ફલોદી નિવાસી (હાલ મદ્રાસ) મધુકુમારીની દીક્ષા થઇ. નામ પડ્યું : સા. જિનકુપાશ્રીજી. .સુદ-૧૨, કૃષ્ણાપુરમ્, રાત્રે સાઇક્લોન (તોફાની વંટોળ સાથે વરસાદ) આવતાં બહારની ચાલીમાં સૂતેલા અમે બધા પૂજયશ્રીના રૂમમાં ઘૂસ્યા. ત્યાં સૂતેલા કેટલાક ગરીબ માણસો પણ રૂમમાં આવ્યા. પવનની ગતિ એટલી ઝડપી હતી કે એક મહાત્માનો ઓઘો ક્યાંય દૂર જઇ ચડ્યો. તરપણી તો એટલે દૂર ગઇ કે પછી મળી જ નહિ. એ પવનની ગતિમાં માણસ સ્થિર ઊભો રહી જ ન શકે. સવારે વિહારમાં જોયું તો કેટલાંક ઝાડ પણ પડી ગયાં હતાં. (અહીંથી વિક્રમ સારાભાઇ દ્વારા સ્થપાયેલું ઉપગ્રહ છોડવાનું સ્થાન માત્ર ૧૦ કિ.મી. દૂર હતું.) વૈ.વદ-૬, તા. ૦૪-૦૫-૧૯૯૬, આવડી (મદ્રાસ), અહીં પૂજયશ્રીની નિશ્રામાં પ્રતિષ્ઠા થઇ. વૈ.વદ-૮ થી વૈ.વદ-૧૧ (ટી.નગર, મદ્રાસ), મુનિ શ્રી દિવ્યરત્નવિજયજીનું વર્ધમાન તપની ૧OO ઓળીનું પારણું થયું. પૂજયશ્રીના દર્શનાર્થે આવેલા શ્રેણિકભાઇએ પોતાના વક્તવ્યમાં પૂજયશ્રીના ઉપકારોને યાદ કરેલા. સાંજે અમે હુબલી ચાતુર્માસાર્થે વિહાર કર્યો. કચ્છ વાગડના કર્ણધારો ૨ ૨૪૭ Page #130 -------------------------------------------------------------------------- ________________ જેઠ સુદ-૩, ૨૦-૦૫-૧૯૯૬, મૈલાપુર (મદ્રાસ), અહીં નૂતન જિનાલયમાં શ્રીવાસુપૂજય સ્વામી આદિ જિનબિંબોની શાનદાર અંજનશલાકા-પ્રતિષ્ઠા થઇ. જેઠ સુદ-૫, ૨૨-૦૫-૧૯૯૬, કાલાદ્રિપેઠ (મદ્રાસ), અહીં શ્રીમુનિસુવ્રતસ્વામી આદિ જિનબિંબોની પ્રતિષ્ઠા થઇ. જેઠ સુદ-૬, ૨૩-૦૫-૧૯૯૬, વેપેરી (મદ્રાસ), અહીં નૂતન જિનાલયમાં શ્રી સંભવનાથ આદિ જિનબિંબોની શાનદાર અંજનશલાકાપ્રતિષ્ઠા થઇ. અહીંથી પૂજ્યશ્રીએ કોઇમ્બતુર ચાતુર્માસ માટે વિહાર આરંભ્યો. વચ્ચે સાઇક્લોનના કારણે કટોકટીના દિવસોમાં એક ફેકટરીમાં બે દિવસ રોકાવું પડ્યું. સેલમ, ઇરોડ થઇ પૂજયશ્રી કોઇમ્બતુર પધાર્યા. રસ્તામાં ઠેર ઠેર શાનદાર સ્વાગતો થયાં. કોઇમ્બતુર ચાતુર્માસ, અનેકવિધ તપશ્ચર્યા-આરાધનાઓથી આ ચાતુર્માસ યશસ્વી બન્યું. દૈનિક અખંડ અટ્ટમ, શિશુ-યુવા શિબિર, રાત્રિતત્ત્વજ્ઞાન-ક્લાસ, અઠ્ઠાઇઓ, માસક્ષમણો વગેરે અનેક નેત્ર-દીપક આરાધનાઓ થઇ હતી. કોઇમ્બતુરની બાજુમાં થઇ રહેલા કતલખાનાને અટકાવવા પૂજ્યશ્રીએ સક્રિય ઝુંબેશ ચલાવી હતી. તે માટે જૈનોની મિટીંગ બોલાવેલી તેમ અજૈન મહેશ્વરી-અગ્રવાલોની પણ મિટીંગ બોલાવેલી. પૂજયશ્રીના વાસક્ષેપથી એક જડ જેવો છોકરો ડાહ્યોડમરો થઇ ગયેલો, એમ ત્યાંના ભાઇઓ કહેતા હતા. પૂજયશ્રીએ આ ચાતુર્માસમાં અમને (અમે હુબલી ચાતુર્માસ હતા) જણાવ્યું : मन्त्रमूर्ति समादाय, देवदेवः स्वयं जिनः । સર્વજ્ઞ: સર્વકા: શત:, સોય સાક્ષાત્ વ્યવસ્થિત: આ શ્લોકનો ગુજરાતી પદ્યાનુવાદ કરીને મોકલો. અમે હરિગીતમાં પદ્યાનુવાદે આ પ્રમાણે કર્યો : પૂ.આ. શ્રી વિ. કલાપૂર્ણસૂરીશ્વરજી મ. ૧ ૨૪૮ ‘પ્રભુ-મૂર્તિમાં છે શું પડ્યું ? છે માત્ર એ તો પત્થરો, પ્રભુ-નામમાં છે શું પડ્યું ? છે માત્ર એ તો અક્ષરો,' એવું કહો ના સજ્જનો ! સાક્ષાતુ આ ભગવાન છે, નિજ નામ-મૂર્તિનું રૂપ લઇ પોતે જ અહીં આસીન છે. આ અનુવાદથી પ્રસન્ન થયેલા પૂજયશ્રીએ જણાવેલું : “તમે મારા મનની જ વાત આ અનુવાદમાં વણી લીધી છે.” વિ.સં. ૨૦૫૩, ઇ.સ. ૧૯૯૬-૯૭, કોઇમ્બતુર ચાતુર્માસ પછી કા.વદ૧૩, તા. ૦૮-૧૨-૧૯૯૬ના નવનિર્મિત ગગનચુંબી જિનાલયમાં મૂળનાયક શ્રી સુપાર્શ્વનાથજી આદિ જિનબિંબોની અંજનશલાકાપૂર્વક પ્રતિષ્ઠા થઇ હતી. મદ્રાસની જેમ આ પ્રતિષ્ઠા પણ ખૂબ જ ઠાઠથી ઊજવાઇ હતી. આ પ્રસંગે રમણીકભાઇ (ડભોઇ)ની રંગોળી, તેમજ સંગીતરત્ન પ્રજ્ઞાચક્ષુ રવીન્દ્ર જૈનનાં ગીતો (ખાસ કરીને “નમામિ નમામિ કલાપૂર્ણ સ્વામી” એ સ્વરચિત ગીત), હેલિકોપ્ટરથી પાંચ વખત પુષ્પ-વૃષ્ટિ વગેરે વિશેષ આકર્ષણો હતાં. અહીં દેવદ્રવ્યની પણ પૂજ્યશ્રીએ શુદ્ધિ કરાવી. અહીં (કોઇમ્બતુર) આર. એસ. પુરમમાં માગ સુદ-૩ ના (તા. ૧૩-૧૨-૧૯૯૬) શ્રી બહુફણા પાર્શ્વનાથજી આદિ જિનબિંબોની પ્રતિષ્ઠા પણ થઇ હતી. મા. સુદ-૪ ની સાંજે પૂજયશ્રીએ કોઇમ્બતુર છોડ્યું. પૂજયશ્રીને વિદાય આપવા સેંકડો લોકો ઊભરાયા હતા... કોતગિરિ, કૂનૂર, ઊટી વગેરે નીલગિરિનાં ગીચ જંગલો, પર્વતો વીંધી પૂજ્યશ્રી મૈસુર પધાર્યા. પોષ સુદ-૪, રવિ, શ્રવણબેલગોલ (બાહુબલીજી) - શ્રીરંગપટ્ટનમ, પાંડવપુર થઇને પૂજ્યશ્રી આ દિગંબરીય તીર્થમાં પધાર્યા. અહીંના ભટ્ટારક ચારકીર્તિ પૂજ્યશ્રીને પ્રેમથી મળ્યા. જાહેરમાં સંયુક્ત પ્રવચનો પણ થયાં, પરંતુ શ્વેતાંબરોએ જ્યારે અહીં પોતાનાં પૂજા-દર્શન વગેરે માટે નાનકડું જિનાલય બનાવવાની વાત મૂકી ત્યારે ભટ્ટારકે એ વાત જાહેરમાં જ નકારી દીધી. ચન્દ્રાયપટ્ટના, પૂજયશ્રી પધારતાં અહીંના લોકોએ એક જ દિવસમાં પાંત્રીસ હજાર રૂપિયાનો ખર્ચ કર્યો. પૂજ્યશ્રીની પ્રેરણાથી અહીં સુંદર જિનાલય બનાવવાની ભાવના પ્રબળ બની . કચ્છ વાગડના કર્ણધારો ૨ ૨૪૯ Page #131 -------------------------------------------------------------------------- ________________ અરસીકરે – અહીં એક બહેને ૯૧ હજારની બોલી બોલી કામળી વહોરાવેલી. અહીંસર્વત્રપૂજ્યશ્રીના દર્શનાર્થે જન-અજૈન લોકોની ભીડ જામતી હતી. એક અજૈન (કન્નડ) ભાઇએ ૧૫ હજારનો ચડાવો લઇ પૂજ્યશ્રીનું ગુરુપૂજન કરેલું અને આજીવન માંસાહાર ત્યાગની પ્રતિજ્ઞા લીધેલી. અહીં સંઘમાં વર્ષોથી બે ભાગ હતા. એ ભાગ કેટલીયે મહેનત છતાં સંધાયા ન હતા, પણ પૂજયશ્રીના આગમનના સમાચાર માત્રથી ગામમાં સંપ થઇ ગયો. પૂજયશ્રીને જરા જેટલી પણ મહેનત ન કરવી પડી. પૂજયશ્રીની પ્રશમલબ્ધિ કેટલી ઉત્કૃષ્ટ હશે ? અહીં બપોરે ૧.૦૦ વાગ્યા સુધી પણ એટલી ભીડ હતી કે ચાલવાની પણ જગ્યા નહોતી રહી. મંદિરની ભમતીમાં ત્રણ મંગલ મૂર્તિઓ મૂકવાના ચડાવા સવા પાંચ લાખ રૂપિયા થયા હતા. દાવણગિરિ - અહીં વાસક્ષેપ માટે ખૂબ જ ભીડ રહી. એક બહેને પૂજ્યશ્રીને કહ્યું : સાહેબજી ! કફ મટતો જ નથી. પૂજયશ્રીએ કહ્યું : ‘બહેન ! આ દવાખાનું નથી. માળા ગણો. બધું સારું થશે.' સંપૂર્ણ દક્ષિણમાં પૂજ્યશ્રીની એક મહાન ચમત્કારિક સંત તરીકેની ખ્યાતિ ફેલાઇ ગઇ હતી. એચ. બી. હલ્લી (હગરીબામનહલ્લી), અહીં પૂજ્યશ્રીએ ૨૨ વર્ષનો ઝઘડો મિટાવવા પ્રયત્ન કર્યો. એ ઝઘડાના કારણે જ ૨૨ વર્ષથી પ્રતિષ્ઠા અટકેલી હતી. પછીથી દાવણગિરિ ચાતુર્માસાર્થે આવેલા અમે પણ પૂજ્યશ્રીના એ પ્રયત્નોને વેગ આપેલો. આખરે સફળતા પણ મળી અને પૂજ્યશ્રીના શિષ્યો (મુનિશ્રી કીર્તિરત્ન + હેમચન્દ્રવિ.) દ્વારા પછીના વર્ષે પ્રતિષ્ઠા પણ થઇ. કંપલી, મહા સુદ-૧૨, ૧૯-૦૨-૧૯૯૭, અહીં નવનિર્મિત જિનાલયમાં શ્રી મુનિસુવ્રતસ્વામી આદિ જિનબિંબોની અંજનશલાકાપૂર્વક પ્રતિષ્ઠા થઇ. પૂ.આ. શ્રી વિ. કલાપૂર્ણસૂરીશ્વરજી મ. ૧ ૨૫૦ અહીં દરેક કાર્યક્રમોમાં જૈન કરતાં અજૈનોએ ખૂબ જ લાભ લીધો. કુલ ઉપજ સવા કોડની થઇ. ગંગાવતી, મહા સુદ-૧૩, ૨૦-૦૨-૧૯૯૭, કુલ ૮૦ જૈન ઘરોના સંઘમાં નવનિર્મિત જિનાલયમાં શ્રી પાર્શ્વનાથજી આદિ જિનબિંબોની અંજનશલાકાપૂર્વક પ્રતિષ્ઠા થઇ. કુલ એક ક્રોડની ઊપજ થઇ. અહીં સર્વત્ર વિધિકાર શ્રી મનોજ હરણનો નોંધપાત્ર ફાળો રહ્યો. સિરિગુપ્પા, અહીં મહા સુદ-૨ ના દિવસે અન્ય આચાર્ય ભગવંતની નિશ્રામાં પ્રતિષ્ઠા થયા પછી મુસ્લિમો દ્વારા મોટા પાયે નુકસાન થયેલું. જૈનોનાં ૧૪ ઘરોની મોટા ભાગની દુકાનો બાળવામાં આવેલી. જૈનોને દોઢ કરોડ જેટલું નુકસાન થયેલું. કેટલાક જૈનો તો જાન બચાવવા (કારણ કે નીચેની દુકાનોમાં મુસ્લિમોએ આગ લગાવેલી ને ઉપર રહેઠાણ હતાં) ઉપરથી દોરડાના સહારે નીચે આવ્યા. એક નાનો બાળક દોરડાના સહારે જઇ શકે તેમ ન હતો એટલે ઉપરથી નીચે ફેંકવામાં આવ્યો. નીચે રહેલા માણસોએ તેને ઝીલી લીધો. ગભરાતી-ગભરાતી એક ગર્ભવતી મહિલા દોરડા દ્વારા ઊતરી. આવા માહોલમાં ‘સિરિગુપ્પા પધારો' એમ કહેવા તે સંઘ ક્યાંથી આવે ? છતાં એક વ્યક્તિ, જે ફરતાં ફરતાં કંપલી આવેલી, તેણે પૂજયશ્રીને સામાન્ય રીતે પધારવા વિનંતી કરી. બલ્લારી જવાનું ટાળીને પૂજ્યશ્રીએ સિરિગુપ્પા જવાનું નક્કી કર્યું. કારણ કે બેમાંથી એક જ સ્થળે જઇ શકાય તેમ હતું. આથી બલ્લારી સહિત અનેક ગામોના સંઘોએ પૂજ્યશ્રીને સિરિગુપ્પાના અશાંત વાતાવરણમાં જવાની ના પાડી. રખે ક્યાંક બીજું હુલ્લડ થાય ! પણ પૂજયશ્રી તો મૈત્રીના મસીહા હતા. જ્યાં ‘તોફાનો થયાં હોય ત્યાં તો ખાસ જવું જોઇએ' એમ માનીને પૂજયશ્રી સિરિગુપ્પા જવા મક્કમ રહ્યા. ગોવાળિયાએ ના પાડેલી છતાં ભગવાનશ્રી મહાવીરસ્વામી ચંડકૌશિક પાસે સ્વેચ્છાએ ગયા હતા, એ પ્રસંગ અહીં આપણને યાદ આવી જાય. કચ્છ વાગડના કર્ણધારો ૨ ૨૫૧ Page #132 -------------------------------------------------------------------------- ________________ પૂજયશ્રીએ ગામમાં પ્રવેશ કર્યો ત્યારે બેન્ડવાજાં નહોતાં, માત્ર જય-જયકારો સાથે શાંત શોભાયાત્રા હતી. સર્વત્ર પોલીસનો બંદોબસ્ત ગોઠવાઇ ગયો હતો. પ્રવચનમાં પૂજ્યશ્રીએ મૈત્રીની એવી ગંગા વહેવડાવી કે ત્યાંના મુસ્લિમો પણ પીગળી ગયા. એક મુસ્લિમ નેતાએ કહ્યું કે “જૈનો હવે અહીં સુખપૂર્વક રહેવા પધારે (બધા જૈનો બહાર નીકળી ગયા હતા.) અમારા તરફથી હવે હેરાનગતિ નહિ થાય તેની ખાતરી આપું છું.” અહીં મંદિરાદિની ભક્તિ માટે પાંચ જ મિનિટમાં પાંચ લાખની ટીપ થઇ. બેંગ્લોરથી આવેલા રતનચંદ હરણે જ્યારે કહ્યું કે જે જૈનોને નુકસાન થયું છે તેને સરકાર તરફથી વળતર મળી શકશે. આપણે તેવી કાર્યવાહી કરીશું. પૂજ્યશ્રીએ તરત જ પ્રત્યુત્તર આપતાં જણાવ્યું કે જૈનો કદી સરકાર પાસેથી માંગે નહિ, ઊલટું સરકારને આપે. સેંકડો પાંજરાપોળો જૈનો ચલાવે છે, દુકાળમાં છૂટા હાથે દાન આપે છે, એ જૈનો પોતાના સાધર્મિકોને અણીના સમયે મદદ નહિ કરે ? પૂજયશ્રીની પ્રેરણા થતાં જ બેંગ્લોર, હુબલી વગેરે ગામોથી આવેલા લોકોએ ૧૮ લાખ જેટલી જૈનો માટે (જેમને નુકસાન થયું હતું) ટીપ કરી આપેલી. આ રીતે કોમી દંગલના દાવાનળ વચ્ચે સામેથી જઇને પૂજયશ્રીએ મૈત્રીની ગંગા વહેવડાવી. ‘હિંસા-પ્રતિષ્ઠાયાં તર્નાન્નિધૌ વૈરત્યા : પતંજલિએ કહેલી આ વાત પૂજ્યશ્રીના સાંનિધ્યમાં કદમ કદમ પર ચરિતાર્થ થતી દેખાતી હતી. પૈદકુમ્બલમ્, અહીં જમીનમાંથી પ્રાચીન પ્રતિમા નીકળતાં ‘પાર્શ્વમણિ’ નામનું નવું તીર્થ બની રહ્યું છે. પૂ.પં.શ્રી કીર્તિચન્દ્રવિ.ની નિશ્રામાં અહીં ચાલતા ઉપધાનની માળમાં પૂજ્યશ્રી પધાર્યા હતા. માળમાં પ્રાયઃ એકાદ ક્રોડની આવક થઇ હતી. પૂ.આ. શ્રી વિ. કલાપૂર્ણસૂરીશ્વરજી મ. ૧ ૨૫૨ સોરાપુર (કર્ણાટક), ખૂબ જ વિનંતીથી પૂજયશ્રી અહીં પધાર્યા હતા. અહીંના ઉપાશ્રયમાં દેવદ્રવ્યની રકમ ઘૂસી ગયેલી. તેની શુદ્ધિ માટે પૂજ્યશ્રીએ પ્રેરણા કરતાં છ લાખની ધારણા હતી ત્યાં સોળ લાખ સાધારણની અને ચાર લાખ દેવદ્રવ્યની ઊપજ થઇ. સાંજે પ્રભુજીના નેત્રમાં નીકળતી વિશિષ્ટ જયોતિને જોવા હિન્દુમુસ્લિમ સહિત આખું ગામ ઊમટ્યું હતું. તે સમાચાર સાંજે વિહાર કરીને ગયેલા પૂજ્યશ્રીને જણાવાયા હતા. સૈદાપુર, સૈદાપુર જતાં રસ્તામાં એક ગામના જૈનેતર ભાઇઓ યોગિરાજ (પૂજ્યશ્રી)નું સન્માન કરવા વહેલી સવારથી આવીને રોડ પર ઊભા રહી ગયા હતા. ‘જય રાઘવેન્દ્ર જય શ્રીકૃષ્ણ'ના નારા લગાવતા તેઓ ત્રણ કલાક ઊભા રહ્યા હતા. પૂજયશ્રીનું તથા સાથે રહેલા તમામનું હૃદયપૂર્વક અભિવાદન કર્યું હતું. પૂજ્યશ્રીના કહેવાથી અજૈનો તરત જ સાતેય વ્યસનોનો જીવનભર ત્યાગ કરી દેતા. ક્યાંક લોકો અજૈનો) પૂજયશ્રી વગેરેને વાહનમાં બેસવાનું કહેતા, ક્યાંક પાંચ-દસ રૂપિયાની નોટો ધરતા. એમને એ ખ્યાલ ન હોય કે જૈન મુનિઓનો આચાર કેવો હોય ? સામુદાયિક ચૈત્રીઓની કુલપાકજી તીર્થમાં થઇ. એક હજાર આરાધકો હતા. અહીં પ્રભુ સમક્ષ પૂજયશ્રીને અદ્વૈત સમાધિની પ્રાપ્તિ થઇ હતી. જેના આનંદનું ટૂંકું વર્ણન પૂજ્યશ્રીએ પોતાની નોંધપોથીમાં લખ્યું. પૂજયશ્રીને જયાં જયાં ઉત્કૃષ્ટસમાધિ લાગતી ત્યાં ત્યાં તેનું ટાંચણ કરતા. ટાંચણ પણ સ્વ-સ્મૃતિ માટે કરતા. દા.ત. ‘દીઠો સુવિધિ નિણંદ સમાધિરસે ભર્યો’ આ સ્તવન બોલતાં સમાધિ લાગી હોય તો ફરી એ શબ્દો દ્વારા પૂજયશ્રી સમાધિમાં સરી પડતા. ચૈત્ર સુદ-૧૪ ના દિવસે સોલાપુર ચાતુર્માસની જય બોલાઇ. હુબલી, કંપલી, સાંગલી, ચિત્રદુર્ગ, વિજયવાડા, વિશાખાપટ્ટનમ્, કચ્છ વાગડના કર્ણધારો ૨ ૨૫૩ Page #133 -------------------------------------------------------------------------- ________________ હૈદ્રાબાદ વગેરે ૧૪-૧૫ સંઘોની આગ્રહપૂર્ણ વિનંતી હતી. સોલાપુરની જય બોલાઇ ત્યારે ત્યાંના યુવાનો એક કલાક સુધી નાચ્યા હતા. હૈદ્રાબાદ (બેગમ બજાર) ચૈ.વદ-૧૦, ૦૪-૦૫-૧૯૯૭, અહીં શ્રી પાર્શ્વનાથ પ્રભુના પરિકરની પ્રતિષ્ઠા થઇ. સિકન્દ્રાબાદ, વૈ.સુદ-૧૧, ૧૮-૦૫-૧૯૯૭, અહીં શ્રીઆદિનાથ આદિ જિનબિંબોની અંજનશલાકાપૂર્વક શાનદાર પ્રતિષ્ઠા થઇ. ત્યાંના વૃદ્ધો કહેતા હતા કે આવો શાનદાર પ્રસંગ અમે અમારા જીવનમાં જોયો નથી. સંગીતકાર આશુ વ્યાસે ભક્તિ-રસની રમઝટ મચાવેલી. એક રાત્રે ભજનસમ્રાટું અનુપ જલોટા પણ આવેલા. અહીં પ્રતિષ્ઠા વખતે જ ખરતર ગીય દાદા ગુરુના પગલા અંગે વાતાવરણ ખૂબ જ તંગ બની ગયું હતું. અત્યાર સુધીના કોઇ પ્રસંગમાં તણખલા જેટલું પણ વિદન નહોતું આવ્યું, પણ અહીં આવેલું. પરંતુ મૈત્રીના મહાસાગર પૂજ્યશ્રીએ એવું સુખદ સમાધાન શોધી કાઢ્યું કે સૌને સંતોષ થયો. પૂજયશ્રી સદા હીરવિજયસૂરિજીના બાર બોલના પટ્ટકના હાર્દને નજર સામે રાખતા ને સંઘમાં વિખવાદ થાય કે કુસંપ વધે તેવું કશું થવા દેતા નહિ. અહીંના (કારવાન) 100 વર્ષ જૂના જિનાલયનો જીર્ણોદ્ધાર કરી તેને તીર્થરૂપ આપવા કાર્યકર્તાઓએ પૂજ્યશ્રીના આશીર્વાદ લીધેલા. બોલારામ, સિકન્દ્રાબાદથી ૧૧ કિ.મી. દૂર આવેલા આ ગામમાં પૂજ્યશ્રીના આગમન નિમિત્તે છ-છ દિવસથી તૈયારી ચાલેલી. અઢાર અભિષેકનો કાર્યક્રમ પણ પ્રતિષ્ઠા જેવા ઉલ્લાસથી મનાવાયો. અહીંના ૯૦ વર્ષ જૂના મંદિરને જોઇને પૂજ્યશ્રીએ જીર્ણોદ્ધારની જરૂરિયાત બતાવી. સંઘની પણ આવી કંઇક ભાવના હતી જ, પૂજયશ્રીની પ્રેરણા ઝીલીને તે જ વખતે એક સ્થાનકવાસી ભાઇએ કહ્યું : “આ જીર્ણોદ્ધારનો સંપૂર્ણ લાભ મને મળવો જોઇએ.' પૂજ્યશ્રીએ કહ્યું : “ટીપ થયા પછી તેમાં ખૂટે તેટલો લાભ તમે લેજો.’ પણ પેલાએ તો કહ્યું : “નહિ... સંપૂર્ણ લાભ મને જ મળવો જોઇએ.' પૂ.આ. શ્રી વિ. કલાપૂર્ણસૂરીશ્વરજી મ. ૧ ૨૫૪ મેડચલ, વૈ.સુદ-૧૪, અહીં નૂતન નિર્માણાધીન તીર્થ માટે જગ્યા લેવાયેલી હતી. પછીના દિવસે શિલાન્યાસ આદિ કાર્યક્રમ રહ્યા. આ બધું મનોજ હરણના પ્રયત્નને આભારી હતું. કામરેડ્ડી, વૈ.વદ૧૦, ૩૧-૦૫-૧૯૯૭, અહીં ૪૦ જૈનોના ઘરોમાં માત્ર એક જ ઘર મૂર્તિપૂજક હોવા છતાં શિખરબદ્ધ જિનાલય ઊભું થઇ ગયું હતું. તેના શિલાન્યાસ આદિ પણ પૂજયશ્રીની નિશ્રામાં (દક્ષિણમાં પ્રવેશતાં) થયેલાં અને હવે દક્ષિણની છેલ્લી પ્રતિષ્ઠા પણ પૂજ્યશ્રીની નિશ્રામાં જ થઇ. | મુનિસુવ્રત સ્વામી આદિ જિનબિંબોની અંજનશલાકા પૂજયશ્રી દ્વારા જ કંપલી મુકામે થયેલી. પ્રતિષ્ઠા પણ વૈ.વદ-૧૦ ના પૂજયશ્રીની નિશ્રામાં જ થઇ. - પ્રવચનમાં પૂજ્યશ્રીની પ્રેરણા થતાં અહીં કેટલાક ભાઇઓએ પ્રભુપૂજા આદિના નિયમો લીધા. મેડચલ (જય ત્રિભુવન તીર્થ)માં તાત્કાલિક દર્શન-પૂજા માટે ઉપરના ગભારામાં બિરાજમાન થનારા શ્રી પાર્શ્વનાથજી આદિ ત્રિગડાની અહીં ‘મીની’ અંજનશલાકા થઇ હતી. કામરેડ્ડી, જિનાલયના નિભાવ ખર્ચને પહોંચી વળવા ૫00 રૂા.ની ૩૬૫ મિતિઓ થોડા જ સમયમાં ભરાઇ ગઇ. સોલાપુર ચાતુર્માસ, ચાતુર્માસ પ્રવેશ શાહી ઠાઠથી થયો. ૫૪, ૫૧, ૩૦, ૧૬, ૧૧, ૮ વગેરે ઉપવાસોની આરાધના, શંખેશ્વર-ચંદનબાળા અટ્ટમ, ૨૪ તીર્થકર સામુદાયિક તપમાં ૧૫૦ ભાગ્યશાળીઓ, રાત્રિતત્ત્વજ્ઞાન-ક્લાસ વગેરે અનેક અનુષ્ઠાનોથી ચાતુર્માસ આરાધનાથી ભર્યું ભર્યું રહ્યું. ચાતુર્માસ પ્રવેશના દિવસે પૂજયશ્રીએ બે કલાક સુધી હજારો માણસોને વાત્સલ્યપૂર્વક વાસક્ષેપ નાખેલો. જેના કારણે પૂજ્યશ્રીને હાથમાં તકલીફ થઇ હતી, એક મહિના સુધી હાથ ઊંચો થઇ શક્યો નહોતો. કચ્છ વાગડના કર્ણધારો ૨૫૫ Page #134 -------------------------------------------------------------------------- ________________ આ ચાતુર્માસમાં સ્પેશ્યલ ટ્રેન દ્વારા ધનજી ગેલા (લાકડીઓ, મુંબઇ) એકી સાથે બે હજાર માણસોને મુંબઇથી લાવેલા. વિ.સં. ૨૦૫૪, ઇ.સ. ૧૯૯૭-૯૮, માગ. સુદ (સોલાપુર), અહીં માગસરમાં સંઘના દેરાસરમાં અંજનશલાકાપૂર્વક પ્રતિષ્ઠા થઇ. હજુ મહા મહિને સોલાપુરમાં બીજી અંજનશલાકા-પ્રતિષ્ઠા હતી. વચ્ચેના દોઢ મહિનાના ગાળામાં પૂજ્યશ્રીએ બીજાપુર, કુંભોજગિરિ, કોલ્હાપુર, સાંગલી વગેરે ક્ષેત્રોમાં વિચરણ કર્યું. અહીં પણ સર્વત્ર અપૂર્વ સત્કાર આદિ થયાં. બાર્સી (સોલાપુરથી ૭૫ કિ.મી. દૂર), અહીં પાર્શ્વપુરમ્ સંકુલમાં નવનિર્મિત જિનાલયમાં અંજનશલાકા-પ્રતિષ્ઠા મહોત્સવ ઊજવાયો. અહીં ઘીસુલાલજીભાઇએ જિનાલય બંધાવી પ્રતિષ્ઠા કરાવેલી, જેમાં લગભગ દોઢ કરોડનો ખર્ચ થયેલો. ફરી સોલાપુરમાં, અહીં મોહનલાલજી કોઠારીએ દોઢ કરોડના ખર્ચે સમ્રાટ્ ચોકમાં કોતરણીયુક્ત મનોરમ જિનાલય બનાવ્યું. પૂજ્યશ્રીના વરદ હસ્તે અંજનશલાકા-પ્રતિષ્ઠા મહા સુદ-૧૩ ના દિવસે કરાવી. તે જ દિવસે બેંગ્લોરનિવાસી સમતાબેનની દીક્ષા થઇ. નામ પડ્યું : સા. ચિંતનપ્રિયાશ્રીજી. અહીં હુબલી નિવાસી મનોજકુમારનું દીક્ષા મુહૂર્ત પ્રદાન પૂજ્યશ્રી દ્વારા થયું. (દીક્ષા મુહૂર્ત : વૈ.વદ-૭, હુબલી) મહા સુદ-૧૩ ના રાજનાંદગાંવ ચાતુર્માસની જય બોલાઇ ત્યારે સૌને આશ્ચર્ય થયું હતું. કારણ કે તે વખતે થાણા અને વાંકી, બંને સ્થાનો જ ચાતુર્માસ માટે મનાઇ રહ્યા હતા. સોલાપુરથી વિહાર કરી લાતુર, નાંદેડ, કલમનૂરી, શૈબાળ, પિંપરી, દિગ્રસ, દારવા, યવતમાલ (અહીં પૂજ્યશ્રીએ જિનાલય નિર્માણ માટે પ્રેરણા કરી. પૂજ્યશ્રીની પ્રેરણાથી હાલ એ જિનાલય તૈયાર થઇ ગયું છે.), થઇને ચૈત્ર સુદ-૬ ના ભદ્રાવતી તીર્થે પધાર્યા. ત્રણ દિવસ સ્થિરતા કરી. ત્યાં મંદિરની પાછળના પરિસરમાં જીર્ણોદ્વારરૂપે થઇ રહેલા નૂતન જિનાલયના નિર્માણ માટે પૂજ્યશ્રીની નિશ્રામાં સારો એવો ફાળો થયો. પૂ.આ. શ્રી વિ. કલાપૂર્ણસૂરીશ્વરજી મ. * ૨૫૬ ચૈત્ર સુદ-૧૨-૧૩, હિંગણઘાટ, અહીં બે દિવસમાં પર્યુષણ જેવો માહોલ સર્જાયો. નિર્મલ જૈને (વિજયવાડા, ફલોદી) પ્રાચીન ભજનો લલકારીને રાત્રિ ભક્તિમય બનાવી દીધી. ચૈત્ર વદ-૨, નાગપુર (રામદાસ પેઠ), અહીંના નૂતન મંદિરમાં મૂળનાયક શ્રી સુમતિનાથજી આદિ જિનબિંબોના પ્રવેશની બોલી દોઢ લાખમાં અનિલભાઇએ લીધી. બીજા દિવસે ઇતવારી પેઠમાં મુંબઇથી આવેલા મુમુક્ષુશ્રી જિજ્ઞેશભાઇ (સામખીયાળી)નું સન્માન થયું. નાગપુરમાં કુલ ચાર દિવસ રોકાણ થયું. આ વિહારોમાં પૂજ્યશ્રી મુનિઓને પન્નવર્ણાનો પાઠ દરરોજ આપતા હતા. વૈ.સુદ-૨, ચિંચોળા (છત્તીસગઢ), ૭૫ કિ.મી.નું લાંબું જંગલ પસાર કરી પૂજ્યશ્રીએ આજે છત્તીસગઢના આ ગામમાં પ્રવેશ કર્યો ત્યારે જીવનના પણ ૭૫મા વર્ષે પ્રવેશ કર્યો હતો. રાજનાંદગાંવ નજીક હોવાથી ભક્ત લોકો પૂજ્યશ્રીના જન્મદિવસ નિમિત્તે આવી પહોંચ્યા હતા. મોટા મંડપો તૈયાર કરવામાં આવ્યા હતા. પૂજ્યશ્રીએ રાજનાંદગાંવના ઉપકારી પ્રભુ પાર્શ્વનાથ (કાલિયા બાબા)ને યાદ કરતાં કહ્યું કે– “એમની ભક્તિના પ્રભાવથી જ અમને દીક્ષા મળી છે. એ ભગવાનના આકર્ષણે જ રાજનાંદગાંવમાં ચાતુર્માસ નક્કી થયું છે." ગુરુપૂજન અને કામળીની બોલી એક લાખ થઇ. પૂજ્યશ્રીની ખાસ પ્રેરણાથી જીવદયાની પણ ત્રીસ હજારની ટીપ થઇ. વૈ.સુદ-૬, રાજનાંદગાંવ, આ દિવસે પૂજ્યશ્રીએ ૪૫ વર્ષ પછી પ્રવેશ કર્યો. મન મૂકીને કાલિયા બાબા પાર્શ્વપ્રભુને ભેટ્યા. સમગ્ર નગરની જનતાએ ઉલ્લાસપૂર્વક સ્વાગત કર્યું. રાજનાંદગાંવના જિનાલયને ૧૦૦ વર્ષ પૂરાં થઇ રહ્યાં હતાં. તે નિમિત્તે થતા મહોત્સવના કારણે પૂજ્યશ્રીએ વહેલો પ્રવેશ કર્યો હતો. કચ્છ વાગડના કર્ણધારો ૦ ૨૫૭ Page #135 -------------------------------------------------------------------------- ________________ આ શતાબ્દી મહોત્સવમાં જ પૂજયશ્રીની દીક્ષાતિથિ (વૈ.સુદ-૧૦ ના સંયમજીવનના ૪૫મા વર્ષમાં પ્રવેશ થયો હતો) પણ ઊજવાઇ. આ પ્રસંગે અત્યંત ઉદાર, ઇંદરચંદજી (નેતાજી)એ કહ્યું : “૪૫ વર્ષ પહેલા અમે અને પૂજયશ્રી – બંને બાજુબાજુમાં જ કામ કરતા. એમના કારણે હું પણ દેરાસરે જવાનું શીખ્યો. તે વખતે પણ એમનું વર્તન સાધુ જેવું જ હતું.” આ જ દિવસે બપોરે મધ્યપ્રદેશના (તે વખતે છત્તીસગઢ અલગ રાજ્ય નહોતું બન્યું.) મુખ્યમંત્રી શ્રી દિગ્વિજયસિંહજી પૂજયશ્રીના દર્શનાર્થે આવેલા. સાથે સાંસદ મોતીલાલ વોરા પણ હતા. પૂજયશ્રીએ જીવદયા અને હિંસા નિષેધ વિષે કહેતાં મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે “મારા શાસનના સાડા ચાર વર્ષ દરમ્યાન એક પણ નવું કતલખાનું ખૂલ્યું નથી તથા ગોસંવર્ધન માટે અમારી સરકાર દર વર્ષે એક કોડ ખર્ચે છે.” ઇત્યાદિ. રાજનાંદગાંવ, શતાબ્દી-મહોત્સવ પછી પૂજ્યશ્રી ખેરાગઢ (જ્યાં પૂજ્યશ્રીના બહેન સ્વ. ચંપાબેનનું કુટુંબ રહે છે) પધાર્યા. અહીં ૧૫ દિવસની સ્થિરતા થઇ. અહીંથી ઉવસગ્ગહર તીર્થનો ત્રિદિવસીય છ'રી પાલક સંઘ નીકળ્યો. ઉવસગ્ગહર તીર્થમાં વીસેક દિવસનું રોકાણ થયું. અહીં જેઠ વદ૧૨ ના એક પ્રાકૃતિક ઉપચાર કેન્દ્રનું ઉદઘાટન મધ્યપ્રદેશના શિક્ષણમંત્રી ચોબેના હાથે થયું. પૂજ્યશ્રીએ ત્યારે માંગલિક પ્રવચનમાં શરીરની નીરોગિતાથી માંડી આત્માની સમાધિ સુધીની વાતો કરી. આ ઉપચાર કેન્દ્રના આધારસ્તંભ સમા ડૉ. શિવે એક-બે વખત પૂજયશ્રી પાસે અધ્યાત્મ-વચનોનું અમૃતપાન કર્યું. ઉવસગ્ગહર તીર્થના આધારસ્તંભ સમા ‘રાવલમલ મણિ'એ ચાતુર્માસ બાદ આ તીર્થમાં ઉપધાન માટેની વિનંતી કરી હતી. કોપેડીમાં શ્રી ઋષભદેવ ચૌમુખ જિનાલયના શિલારોપણ પ્રસંગે પણ ઉવસગ્ગહર તીર્થથી સમેતશિખરજી તીર્થની છ'રી પાલક સંઘની વિનંતી થઇ હતી. પૂ.આ. શ્રી વિ. કલાપૂર્ણસૂરીશ્વરજી મ. ૧ ૨૫૮ ઉવસગ્ગહર તીર્થમાં છેલ્લે તપાગચ્છના આદ્ય આચાર્ય શ્રી જગચ્ચન્દ્રસૂરિજી તથા ન્યાયાભાનિધિ પૂ. આત્મારામજી મહારાજની ગુરુમૂર્તિની પ્રતિષ્ઠા પંચ દિવસીય મહોત્સવપૂર્વક પૂજયશ્રીની નિશ્રામાં થઇ. રાજનાંદગાંવ ચાતુર્માસ, ઉવસગ્ગહર તીર્થથી અષાઢ સુદ-૩ ના વિહાર કરી દુર્ગ, ટેડેસરા (અહીં નાગપુરથી સમેતશિખર મહાતીર્થ વિહારક્ષેત્રમાં ઉપાશ્રય યોજના અંતર્ગત ‘સિદ્ધાચલમ્' ઉપાશ્રયનો શિલાન્યાસ થયો.) થઇને પૂજ્યશ્રીએ અષાઢ સુદ-૧૦ ના રાજનાંદગાંવમાં ચાતુર્માસ પ્રવેશ કર્યો. વરસાદ સતત ચાલુ હોવાના કારણે સવારના બદલે બપોરે પ્રવેશ થયો. પોણા ત્રણ વાગે શરૂ થયેલી સભા સાંજે પોણા પાંચ વાગે પૂર્ણ થઇ. આ ચાતુર્માસમાં પૂજયશ્રીનું પ્રવચન સાંભળવા દરેક ગચ્છ અને સંપ્રદાયના લોકો શ્રદ્ધાપૂર્વક આવતા. અષાઢ વદ-૩ થી પ્રવચનમાં પૂજ્યશ્રીએ ઉત્તરાધ્યયનનું ૧૦મું અધ્યયન (સમય ગોયમ મા પમાયએ) શરૂ કર્યું. અષાઢ વદ-૬ થી સામૂહિક શત્રુંજય તપે શરૂ થયું. માસક્ષમણ પણ ૨૦ જેટલાં થયાં. ખેરાગઢવાળા સુશ્રાવિકા કમલાબાઈએ પોતાના પતિ સાથે માસક્ષમણ કર્યું. અત્યંત કૃશ થયેલાં કમલાબાઇએ પારણામાં પણ પરિમર્દુ એકાસણાની જ હઠ પકડેલી, પણ મુનિઓના ખૂબ જ આગ્રહે પારણે તો સાઢપોરસી બેસણું કર્યું, પરંતુ બીજા જ દિવસથી પુરિમઢ એકાસણા ચાલુ ! પણ કાયા ક્યાં સુધી સાથ આપે ? બેત્રણ દિવસમાં જ (તા. ૧૪-૦૮-૧૯૯૮) એમણે સમાધિપૂર્વક દેહત્યાગ કર્યો. દુર્ગના પ્રેમચંદજી ગટાગટે ૫૧ ઉપવાસ કર્યો. બીજી એક વ્યક્તિએ ૪૧ ઉપવાસ કર્યો. કલકત્તાથી આવેલા જયંતીભાઇએ (ઉંમર ૭૬) ૬૦ ઉપવાસના પારણે પૂજ્યશ્રીના આગ્રહના કારણે માત્ર મગના પાણીના પાંચ આયંબિલ કરીને ૩૩ ઉપવાસ કર્યો. દર વર્ષે તેઓ પોતાની ઉમરના વર્ષો પ્રમાણે ઉપવાસો કરતા જ રહેતા હતા. નામનાની કોઈ કામના નહિ. આવા તપસ્વી માટે પૂજયશ્રીને કહેવું પડ્યું : મેં મારા જીવનમાં આવા તપસ્વી જોયા નથી. કચ્છ વાગડના કર્ણધારો ૨૫૯ Page #136 -------------------------------------------------------------------------- ________________ ભીખમચંદજી છાજેડ પૂજયશ્રીના પૂર્વ સંસ્મરણો યાદ કરતાં કહેતા : પર્યુષણમાં અમારે ત્યાં પારણું કે પોથી ઘેર પધરાવવાનો લાભ મળેલો ત્યારે અમે તો ૧૦-૧૧ વાગ્યા સુધી જાગ્યા, પણ આ પૂજયશ્રી (અખેરાજજી)એ તો ભક્તિ-ગીતો ગાઇને આખી રાત જાગીને સાચા અર્થમાં રાત્રિ-જાગરણ કર્યું હતું. પૂજ્યશ્રીના પરિચયથી જિનાલયમાં જવાનું શરૂ કરનાર ઇન્દરચંદજી બૈદ (નેતાજી) નેહરુ, ઇન્દિરાથી માંડીને અત્યારના રાજનેતાઓ સાથે ગાઢ સંબંધો ધરાવે છે. તેઓમાં ઉદારતા એટલી કે કોઇ પણ વ્યક્તિ ખાલી હાથે ન જાય, તેમના પ્રયત્નથી પર્યુષણના બે દિવસ સમગ્ર મધ્યપ્રદેશમાં કતલખાના બંધ રહ્યાં. બીજી વખત પૂજયશ્રીના દર્શનાર્થે મુખ્યપ્રધાન દિગ્વિજયસિંહ આવતાં આ દિવસ દરમ્યાન હોટલોમાં પણ માંસ ન પીરસાય, તેવું તેમણે વચન ઠરાવ્યું. સાધુ-સાધ્વીઓ માટે બપોરે લલિત-વિસ્તરા પર ચાલતી વાચનાઓમાં કેટલાક જિજ્ઞાસુ ગૃહસ્થો આવતા. તેમાં આ ઇંદરચંદજી બૈદ પણ હોય જ. ૮૫ વર્ષના ભીખમચંદજી મુણોત ગૃહસ્થપણામાં પૂજ્યશ્રી સાથે રમેલા છે. આજે આ ઉંમરે પણ તેમનો જ્ઞાન-પ્રેમ જોરદાર છે, આગમ કર્મસાહિત્યના જ્ઞાન સાથે જયોતિષનું પણ ઠીક ઠીક જ્ઞાન ધરાવે છે. ત્યાંનાં પ્રવચનોમાં કેટલાક અજૈનો પણ આવતા. તેમાંના એક ડૉ. જેઠમલજી માહેશ્વરીએ પોતાના મનની વાત કહેતાં કહ્યું હતું કે- પૂજ્યશ્રી તો સાક્ષાત્ ભગવાન છે. વિ.સં. ૨૦૫૫, ઇ.સ. ૧૯૯૮-૯૯, રાજનાંદગાંવ ચાતુર્માસ પૂર્ણ કરી પૂજ્યશ્રીએ રાયપુર થઇ ફરી રાજનાંદગાંવ આવી હૈદ્રાબાદ તરફ વિહાર કર્યો. માગ.સુદ-૩, કુમરદા, અહીં ઇંદરચંદજી ‘નેતાજી'એ આવીને સમાચાર આપ્યા કે અહીં (નાંદગાંવ) રોજ જે દસ હજાર ગાયો કપાતી હતી તે આપના આશીર્વાદથી બંધ કરાવી છે. જે ઢોરોની ટ્રકો નીકળશે પૂ.આ. શ્રી વિ. કલાપૂર્ણસૂરીશ્વરજી મ. ૧ ૨ ૬૦ તેને પકડીને તેમાંનાં ઢોરોને પાંજરાપોળમાં મોકલીશું. છત્તીસગઢમાં મોટું કતલખાનું શરૂ થવાનું હતું, તેને રોકવા હું પૂરો પ્રયત્ન કરતો જ રહીશ. પૂજયશ્રીએ તેમને અંતરના આશીર્વાદ આપ્યા. ગઢચિરોલી, અહીંના પ્રવચનમાં મહારાષ્ટ્રના કલેકટર આવેલા. પૂજ્યશ્રીએ તેમને માંસાહારનો ત્યાગ કરાવ્યો. અહીં વિહારમાં ઠેર ઠેર પ્રવચનો દ્વારા પૂજયશ્રી લોકો પાસેથી સાત વ્યસનોના ત્યાગ કરાવતા રહ્યા. ચન્દ્રપુર, અહીં ચૂંટણીમાં જીતીને મધ્યપ્રદેશના મુખ્યમંત્રી બનેલા દિગ્વિજયસિંહ પૂજયશ્રીના દર્શનાર્થે આવેલા. ચૂંટણીથી પાંચ દિવસ પહેલાં પણ આશીર્વાદ લેવા આવેલા. ત્યારે જીતવાની શક્યતા ઓછી જણાતી હતી, છતાં ચૂંટણીમાં જીત મળી તેમાં તેમને પૂજયશ્રીના આશીર્વાદ જ કારણરૂપે જણાયા. આથી જ તેઓ કૃતજ્ઞતા વ્યક્ત કરવા પૂજયશ્રી પાસે આવ્યા હતા. પૂજ્યશ્રીએ ફરી જીવદયાની જ વાત કાઢી. મુખ્યમંત્રીએ વાતનો સહર્ષ સ્વીકાર કરતાં કહેલું : “નવું તો મેં સા पद पर रहूंगा तब तक नया एक भी बुचड़खाना खोलने नहीं दूंगा और आपके आदेश का अच्छी तरह से पालन करुंगा।" હૈદ્રાબાદ (કારવાન), અંજનશલાકા-પ્રતિષ્ઠા. કુલ્પાકજી ચૈત્રી, ઓળી પ્રસંગે પૂજયશ્રી પધાર્યા હતા ત્યારે કારવાનમાં રહેલા ગોડીજી પાર્શ્વનાથના (પૂજયશ્રી ૧૦-૧૨ વર્ષની ઉંમરે ગૃહસ્થપણામાં અહીં પૂજા કરતા હતા) દર્શન કરતાં તેમણે કહ્યું : બાપ सबके अच्छे अच्छे बंगले हो गये और भगवान के लिए यह ऐसा मंदिर ? क्या जीर्णोद्धार नहीं हो सकता ? ત્યાં રહેલા ટ્રસ્ટીઓએ પૂજયશ્રીના મુખેથી નીકળેલું આ વચન તરત જ વધાવી લીધું અને પાયાથી જીર્ણોદ્ધારનું કામ શરૂ થયું. માત્ર ૧૬ મહિનામાં વિશાળ જિનાલય ઊભું થઇ ગયું. (જેમાં શ્રેષ્ઠીઓએ પોતાના પૈસા રોકેલા) અને રાજનાંદગાંવથી પાછા ફરી રહેલા પૂજ્યશ્રીની નિશ્રામાં મહા સુદમાં ભવ્ય રીતે અંજનશલાકાપૂર્વક પ્રતિષ્ઠા પણ કરાવી. કચ્છ વાગડના કર્ણધારો ૧ ૨૬૧ Page #137 -------------------------------------------------------------------------- ________________ હૈદ્રાબાદથી પૂના થઇને પૂજ્યશ્રી મુંબઇ તરફ પધારી રહેલા હતા ત્યારે વડગામમાં ફા.સુદમાં પૂજ્યશ્રીની નિશ્રામાં પ્રતિષ્ઠા થઇ તથા પનવેલ પધાર્યા ત્યારે મુંબઇના વાગડ સાત ચોવીશી સમાજના પાંચ હજાર માણસોએ ભવ્ય સ્વાગત કરેલું. નવી મુંબઇ (નેરૂલ) અંજનશલાકા-પ્રતિષ્ઠા, ફા.વદ-૧ ના નેરૂલ (નવી મુંબઇ) પધાર્યા. મુંબઇ બાજુમાં હોવાથી પૂજ્યશ્રીને સત્કારવા ઠેર ઠેર જબરદસ્ત ભીડ થતી હતી. ઘણી ઘણી વિનંતી પછી પૂજ્યશ્રી અહીં પધાર્યા હતા. અહીં પૂજ્યશ્રીના આશીર્વાદપૂર્વક દામજી કોરશી (સામખીયાળી) વગેરેના પ્રયત્નોથી વાગડવાસીઓના મુખ્ય આર્થિક સહયોગથી સુંદર જિનાલય તથા વિશાળ ઉપાશ્રયનું નિર્માણ થયેલું હતું. થાણા ચાતુર્માસ કરીને અમે અહીં આવી ગયેલા. ત્રણ વર્ષ પછી અમને પૂજ્યશ્રીના આજે દર્શન થયાં. ત્રણ વર્ષમાં શરીરમાં ઘણું પરિવર્તન થયેલું દેખાતું હતું. શરીરમાં વાર્ધક્યનો પ્રવેશ થઇ ચૂક્યો હતો. ઊંચાઇ પણ ઘટી ગયેલી જણાતી હતી તથા કમ્મરથી શરીર એક તરફ ઝૂકવા લાગ્યું હતું, છતાં આશ્ચર્ય એ હતું કે આવી અવસ્થા હોવા છતાં પૂજ્યશ્રીની ચમક એવીને એવી જ હતી. કદાચ પહેલા કરતાં પણ ચમક વધી હતી. અંદર પ્રગાઢ બનતી સાધના, આ રીતે શરીર દ્વારા વ્યક્ત થઇ રહી હતી. અહીં ફા.વદ-૫ ના શ્રી શ્રેયાંસનાથજી (ભૂમિગૃહમાં મુનિસુવ્રતસ્વામી) આદિ જિનબિંબોની અંજનશલાકાપૂર્વક પ્રતિષ્ઠા થઇ. આદિનાથ ધામ માટેના શ્રી આદિનાથજી, ગોરેગામ માટેના શ્રી વાસુપૂજ્ય આદિ તથા માટુંગા માટેના સુમતિનાથજી આદિની અંજનશલાકા પણ અહીં જ થઇ. કુલ ઊપજ ૭૫ લાખ થઈ. ફા.વદ-૭, ડોમ્બીવલી, સ્વાગતમાં ભારી ભીડ હતી. અહીં પૂ. રાજેન્દ્રસૂરિજી તથા અચલગચ્છીય પૂ.આ.શ્રી કલાપ્રભસાગરસૂરિજી મળ્યા. ફા.વદ-૮, થાણા, અહીં પૂ.આ.શ્રી હેમરત્નસૂરિજી સાથે પ્રવચનો થયાં. પૂ.આ. શ્રી વિ. કલાપૂર્ણસૂરીશ્વરજી મ. • ૨૬૨ અહીં સર્વત્ર આખો દિવસ ભીડ રહેતી. અહીંથી બીજે દિવસે સાંજે મુલુંડ (મુંબઇ) જવાનું થયું. કોઇ પણ આયોજન કે જાહેરાત વિના ઉપાશ્રયથી ૧-૨ કિ.મી. પહેલાં જ રસ્તાની બંને બાજુએ એટલી ભીડ થઇ ગયેલી કે જોતાં જ આશ્ચર્ય લાગે. કોઇ વડાપ્રધાન કે રાષ્ટ્રપતિની સવારી નીકળવાની હોય તેમ ચારેબાજુ માણસો કતારબંધ હાથ જોડીને ઊભા હતા. વિના કહ્યું ઢોલવાળા પણ હાજર થઇ ગયેલા. ફા.વદ-૧૦, દહીંસર, અહીં પણ સ્વાગત આદિમાં સતત ભીડ રહી. પૂ. જયસુંદરવિ., પૂ. મુક્તિવલ્લભવિ. આદિ મળ્યા. અહીંથી ૯૦૦ યાત્રિકો સાથેનો ત્રણ દિવસનો સંઘ નીકળ્યો. ફા.વદ-૧૨ ના મહાવીરધામમાં પૂર્ણાહુતિ થઇ. ફા.વદ-૧૩, આજે રસ્તામાં નિર્માણાધીન મહાવીરનગરી (જ્યાં મંદિરાદિ નિર્માણ થનાર છે, આજે તે ‘વાગડ ગુરુકુળ’ તરીકે ઓળખાય છે.)ની જમીન પર વાસક્ષેપ કર્યો. ભારોલમાં પૂ.આ. હેમચન્દ્રસૂરિજી મળ્યા. ચૈત્ર સુદ-૪, અતુલ, આજે સાંજે અહીં પ્રવેશ કર્યો ત્યારે શ્રેણિકભાઇ હાજર હતા. અહીં ટિપોઇ પર બેસવા જતાં ટિપાઇ પડી જતાં પૂજ્યશ્રી પડી ગયા. જોરદાર ધડાકાનો અવાજ આવતાં અમે સૌ એકઠા થઇ ગયા. ખૂબ વાગ્યું હોવા છતાં અને ખૂબ પીડા હોવા છતાં પૂજ્યશ્રીએ કોઇને ખાસ વાત ન કરી. કારણ કે બીજે દિવસે ચૈત્રી ઓળી નિમિત્તે વલસાડમાં પ્રવેશ થવાનો હતો. કાર્યક્રમમાં વિક્ષેપ ન થાય માટે પૂજ્યશ્રી મૌન રહ્યા હતા. કમ્મરની વેદના ઘણા દિવસો સુધી રહી હતી. ચૈત્ર સુદ-૫ થી ચૈત્ર વદ પ્ર.૧, વલસાડ, અહીં પ્રાગજી જાદવજી માઉં પરિવાર (ફતેગઢ) તરફથી સામુદાયિક ચૈત્રી ઓળીનું ભવ્ય આયોજન હતું, જેમાં એક હજારથી વધુ આરાધકો જોડાયા હતા. ચૈત્ર વદ હિં.૧, બીલીમોરા, અહીં પૂ.આ.શ્રી વિ. જગવલ્લભસૂરિજી મળ્યા. ચૈત્ર વદ-૩, નવસારી, અહીં પૂ.આ. શ્રી વિજયરત્નસુંદરસૂરિજીએ પ્રવચનમાં પૂજ્યશ્રીમાં રહેલા વૈભવ (પુણ્યવૈભવ, પ્રજ્ઞાવૈભવ અને પવિત્રતાવૈભવ)નું સુંદર વર્ણન કર્યું. મધુમતીમાં પાઠશાળાનું ઉદ્ઘાટન થયું. કચ્છ વાગડના કર્ણધારો ૨૨૬૩ Page #138 -------------------------------------------------------------------------- ________________ ચૈિત્ર વદ-૭ થી ચૈત્ર વદ-૧૨, સુરત, અહીં સા. અનંતદર્શનાશ્રીજીનું ૧OO ઓળીનું પારણું થયું. અહીં કેન્દ્રીય કાપડમંત્રી શ્રી કાશીરામ રાણા પૂજયશ્રીને મળવા આવેલા. ચૈત્ર વદ-૧૧ ના પૂ.આ.શ્રી વિજયભુવનભાનુસૂરિજીના સમુદાયના પૂ. મુનિ શ્રી અજિતશેખરવિજયજીને પૂજયશ્રી દ્વારા ગણિ-પંન્યાસ પદ અપાયા. પૂજ્યશ્રીની નિશ્રા પામવા આ જ્યોતિર્વિદ્ વિદ્વાન મુનિશ્રીએ મુહૂર્ત વગેરેને ગૌણ માન્યું હતું. આ પ્રસંગે પૂ.આ. રત્નસુંદરસૂરિજી, પૂ.આ. યશોવર્મસૂરિજી, પૂ.આ. અભયશેખરસૂરિજી આદિ ઉપસ્થિત રહ્યા હતા. વૈ.સુદ-૨, ભરૂચ, અહીં પૂજયશ્રીના ૭૬મા વર્ષમાં પ્રવેશ નિમિત્તે ૭૬ રૂા.નું સંઘપૂજન થયેલું. પૂજયશ્રીના ભક્ત ભૂરાભાઇ પટેલના પુત્રોએ ઉત્સવ જેવું વાતાવરણ ઊભું કરેલું. વૈ.સુદ-૧૩, અમદાવાદ (સાબરમતી), અહીં બે દીક્ષાઓ થઇ. સા.અભયરત્નાશ્રીજી (અર્ચનાબેન, અમદાવાદ), સા. અહંદૂત્નાશ્રીજી (ચેતનાબેન, અમદાવાદ) વૈ.સુદ-૧૫, ઘાટલોડિયા (અમદાવાદ), મધુવંદ સોસાયટીમાં સા. હેમમાલાશ્રીજીની ૧૦૦ ઓળીનું પારણું થયું. વૈ.વદ-૧ ના પંકજ સોસાયટીમાં પૂ.આ. ભદ્રંકરસૂરિજી મળ્યા. આ છેલ્લું દર્શન-વંદન હતું. વૈ.વદ-૭, કડી, અહીં કલ્યાણજી અબજી પરિવાર તરફથી મહોત્સવ હોવાથી અમને બે દિવસ અગાઉ મોકલેલા હતા. પૂજયશ્રી આજે પધાર્યા. વૈ.વદ-૧૨ થી વૈ.વદ-૩૦, શંખેશ્વર. વૈ.વદ-૧૩ ના અહીં ત્રણ દીક્ષાઓ થઇ. (પૂ.આ. રાજેન્દ્રસૂરિજી કલિકુંડવાળા સાથે હતા) : મુનિ શ્રી રાજવલ્લભવિજયજી (સાગર, પૂ. રાજેન્દ્રસૂરિજી-શિષ્ય), સા. વિનયનિધિશ્રીજી (અવનીબેન, ડીસા), સા. મૈત્રીકૃપાશ્રીજી (આશાબેન, ડીસા). પ્ર. જેઠ સુદ-૧૦, સાંતલપુર, અહીં મહોત્સવ નિમિત્તે અમને આગળ મોકલેલા. પૂ.આ. શ્રી વિ. કલાપૂર્ણસૂરીશ્વરજી મ. ૧ ૨ ૬૪ જેઠ સુદ-૧૨ ના કચ્છમાં લાકડીઆ ચિત્રોડ વચ્ચે પૂ. ઉપા. પ્રીતિવિ.નો એક્સીડેન્ટ થતાં અહીં થઇને મહેસાણા લઇ જવાયા ત્યારે બેહોશ અવસ્થામાં રહેલા પૂ. ઉપાધ્યાયશ્રી પર પૂજ્યશ્રીએ વાસક્ષેપ નાખ્યો હતો. પ્ર.જેઠ સુદ-૧૩, પીપરાળા, ઉપા. પ્રીતિવિ. કાળધર્મ પામ્યા છે, એમ સમાચાર મળતાં અહીં અશ્રુભીની આંખે દેવવંદન તથા ગુણાનુવાદ થયાં હતાં. પૂજ્યશ્રીએ ઉપા. પ્રીતિવિ.ના સરળતા, ભદ્રિકતા વગેરે ગુણોને ખૂબ જ સુંદર રીતે વર્ણવ્યા હતા. અહીં લવાયેલા ઉપાધ્યાયજીના મૃતદેહ પર પૂજયશ્રી સહિત અમે સૌએ વાસક્ષેપ કર્યો. પ્ર.જેઠ સુદ-૧૫, વદ-૧, ઘાણીથર, પ્ર. જેઠ વદ-૧ ના અહીંથી કટારિયાનો ચાર દિવસનો સંઘ નીકળેલો. ગરમીની શક્યતા હોવા છતાં એક હજાર યાત્રિકો જોડાયેલા. જો કે અગાઉ વરસાદ પડી જતાં ઠંડક થઇ ગઇ હતી. અહીં જીવદયાના ૨૫ લાખ રૂપિયા થયેલા. પ્ર.જેઠ વદ-૪, કટારિયાજી તીર્થ, અહીં સંઘની તીર્થમાળના પ્રસંગે કચ્છના ત્રણેય જૈન રાજકીય મહાનુભાવો (ગુજરાત વિધાનસભા અધ્યક્ષ ધીરુભાઇ, ભૂતપૂર્વ નાણાંમંત્રી બાબુભાઇ તથા ધારાસભ્ય મુકેશ ઝવેરી) ઉપસ્થિત રહ્યા હતા. મુકેશ ઝવેરી દ્વારા સરકાર તરફથી સ્કૂલમાં ૧૫. લાખનો ચેક અપાયો હતો. પ્ર.જેઠ વદ-૧૦ થી દ્વિ.જેઠ સુદ-૩, ભચાઉ, અહીં નવનિર્મિત શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ ભગવાનના જિનાલયનો અંજનશલાકા પ્રતિષ્ઠાનો પ્રસંગ હતો. જેઠ સુદ-૨ ના અંજનશલાકા તથા સુદ-૩ ના પ્રતિષ્ઠા થઇ હતી. આ પ્રસંગે માત્ર જીવદયામાં જ સવા કોડની ટીપ થઈ હતી. દેવદ્રવ્યની આવક અલગ. સંગીતકાર અશોક ગેમાવતે ભક્તિરસની રમઝટ મચાવી હતી. કચ્છ વાગડના કણધારો ૨૫ Page #139 -------------------------------------------------------------------------- ________________ (આ જિનાલય ભૂકંપમાં પૂર્ણરૂપે ધ્વસ્ત થયું. મૂળનાયક પણ પૂર્ણરૂપે ખંડિત થયાં. મૂળનાયકની અંજનશલાકા અગાઉ પૂ.આ. રામચન્દ્રસૂરિજી દ્વારા થયેલી.) હિં. જેઠ સુદ-૫, ગાંધીધામ, કારગીલ યુદ્ધમાં મૃત્યુ પામેલા લશ્કરના જવાનોના નિરાધાર કુટુંબોને મદદરૂપ થવા સંઘના ભાઇઓને વિચાર આવ્યો અને તે પૂજ્યશ્રીને દર્શાવ્યો ત્યારે કહેલું કે અનુકંપાનો ક્યારેય નિષેધ નથી હોતો. પૂજ્યશ્રીની પ્રેરણા ઝીલીને ભક્તોએ તરત જ ૧૧ લાખ રૂપિયા કરી આપેલા. પૂજ્યશ્રીની નિશ્રામાં થયેલા આ કાર્યના કારણે અન્યત્ર પણ પૂ.આ. ભગવંતોની નિશ્રામાં આ માટે ટીપ થયેલી. દ્વિ. જેઠ સુદ-૮ થી જેઠ સુદ-૧૩, મોખા, અહીં ૪૦૦ વર્ષ જૂનું શ્રી ચન્દ્રપ્રભસ્વામીનું જિનાલય હતું. તેનો પાયાથી જીર્ણોદ્ધાર કરીને નવું જિનાલય બનાવવામાં આવ્યું. અહીં જૈનો સ્થાનકવાસી (આઠ કોટિ નાની પક્ષ) હોવા છતાં સૌએ જિનાલય નિર્માણમાં તથા પ્રતિષ્ઠામાં ભાગ લીધો. વાંકી ચાતુર્માસ, પછી છસરા, કુંદરોડી, રતાડિયા, લાખાપર, પત્રી (સર્વત્ર મહોત્સવ હતા) થઇને પૂજ્યશ્રીએ દ્ધિ જેઠ વદ-૪ ના વાંકી તીર્થમાં ચાતુર્માસ પ્રવેશ કર્યો. ‘દાસોહં' પુસ્તકનું વિમોચન થયું. નાનકડું વાંકી પૂજયશ્રીના આગમનથી વિરાટ બની ગયું. ચાતુર્માસ પ્રવેશ વખતે સ્થાનકવાસી આઠ કોટિ મોટી પક્ષના નાયક શ્રી પ્રાણલાલજી મુનિ, રમેશ મુનિ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. અહીં પૂજ્યશ્રીની નિશ્રામાં અમે કુલ ૧૦૯ સાધુ-સાધ્વીજીઓ હતા. અહીં સાધુ-સાધ્વીજીઓના મોટા જો ગ થયા. ક્રિયાકારક તરીકે પૂજ્યશ્રીએ મોટા ભાઇ (મુક્તિચન્દ્રવિ.)ને નીમ્યા. અષાઢ સુદ-૫ થી પંચવસ્તુક પર વાચના શરૂ થઇ. (તે પહેલાં અધ્યાત્મસારના આત્માનુભવ અધિકાર પર વાચના આપેલી.) આ વખતે પૂ.આ. શ્રી વિ. કલાપૂર્ણસૂરીશ્વરજી મ. ૧ ૨૬૬ અનાયાસે લખાઇ ગયેલી એ વાચનાઓ “કહે કલાપૂર્ણસૂરિ-૧' નામના પુસ્તકરૂપે પછીથી પ્રગટ થઇ. | મુનિઓને ભગવતીની વાચના શરૂ થઇ. આ ભગવતીસૂત્ર ઠેઠ ફલોદી (વિ.સં. ૨૦૫૭)ના છેલ્લા ચાતુર્માસમાં પૂરું થયું. શ્રા.સુદ-૧૪, શંકરસિંહ વાઘેલા (ભૂતપૂર્વ મુખ્યમંત્રી, ગુજરાત), બાબુભાઇ વગેરે પૂજયશ્રીના દર્શનાર્થે આવ્યા. પૂજ્યશ્રીએ જીવદયાની વાત કરી. ભા.સુદ-૧૦, પૂ. મુનિ શ્રી કલ્પતરુવિજયજી, મુનિ શ્રી પૂર્ણચન્દ્રવિજયજી તથા મુનિ શ્રી મુનિચન્દ્રવિજયજીનો ભગવતીના યોગોદ્રહનમાં પ્રવેશ. ભા.વદ-૬ થી ભા.વદ-૧૪, કંચનલાલ ગભરૂચંદ (ચાણસ્મા) દ્વારા આયોજિત નવકાર જાપના અનુષ્ઠાનમાં ૪૦૦ આરાધકો જોડાયા. આસો મહિનાની ઓળીનો લાભ રમાબેન હંસરાજ નીસર (ખારોઇ-કચ્છ) પરિવાર દ્વારા લેવાયો. આસો વદ-૩ થી પન્નાબેન દિનેશભાઇ રવજીભાઇ મહેતા પરિવાર દ્વારા આયોજિત ઉપધાન તપમાં ૩૮૦ આરાધકો જોડાયા. વિ.સં. ૨૦૫૬, ઇ.સ. ૧૯૯૯-૨૦૦૦, કા.વદ-૧૨-૧૩, ભુજ, અહીં નવનિર્મિત જિનાલયમાં મૂળનાયક શ્રી સંભવનાથ આદિ જિનબિંબોની અંજનશલાકાપૂર્વક પ્રતિષ્ઠા થઇ. કુલ ત્રણ કરોડની ઊપજ થઇ. નીતાબેનની દીક્ષા થઇ. નામ પડ્યું : સા. ચાનિધિશ્રીજી (જિનાલય ભૂકંપગ્રસ્ત બન્યું, પણ જિનબિંબો બચી ગયાં છે.) કા.વદ-૩૦, માધાપર, તા. અનંતકિરણાશ્રીજીનું ૧00મી ઓળીનું પારણું. માગ.સુદ-૩, વાંકી, મુખ્ય જિનાલયની પાછળની દેરીમાં શંખેશ્વર પાર્શ્વનાથજીની પ્રતિષ્ઠા. માગ.સુદ-૫, ઉપધાન તપની માળ. મા.સુદ, મુન્દ્રા, ઉપાશ્રય ઉદ્દઘાટન. કચ્છ વાગડના કર્ણધારો ૨ ૨૬૭ Page #140 -------------------------------------------------------------------------- ________________ માગ.વદ-૧૦, માંડવી, સા. અમીવર્ષાશ્રીજીનું ૧૦૦મી ઓળીનું પારણું તથા સરલાબેનની ૧૦૦મી ઓળી નિમિત્તે મહોત્સવ. પો.વદ-૬, નયા અંજાર, નૂતન મંદિરમાં શ્રી મહાવીરસ્વામી આદિ જિનબિંબોની પ્રતિષ્ઠા (ભૂકંપમાં આ એક જ જિનાલય અખંડ રહ્યું. અંજારના બીજા બધા જિનાલયો ધ્વસ્ત થયાં.) બાર (રૂપેશ, રીટા, રંજન, મમતા, શર્મિષ્ઠા, મંજુલા, તારા, સરલા, હંસા, દર્શના, સુનીતા, દમયંતી) દીક્ષાઓ પણ થઇ. રૂપેશકુમાર (વાંઢિયા, મુંબઇ)નું નામ પડ્યું : મુનિ શ્રી કલ્પજિતવિજયજી . પોષ વદ-૮, ધમડકા, અહીં નૂતન જિનાલયમાં પ્રાચીન મૂળનાયક શ્રી શાંતિનાથજી આદિની પ્રતિષ્ઠા થઇ. (ભૂકંપમાં આ જિનાલય ધ્વસ્ત બન્યું. મૂળનાયક ખંડિત થયા.) મહા સુદ-૬, વાંકી, પૂ.પં. શ્રી કલાપ્રભવિજયજી ગણિવરને આચાર્યપદ આપી ઉત્તરાધિકારી રૂપે ઘોષિત કર્યા તથા પૂ. મુનિ શ્રી કલ્પતરુવિને પંન્યાસ પદ તેમજ મુનિ શ્રી પૂર્ણચન્દ્રવિજયજી અને મુનિ શ્રી મુનિચન્દ્રવિજયજીને ગણિપદથી અલંકૃત કર્યા. મહા સુદ-૧૩, ગાંધીધામ, અહીં એક દેરીમાં પ્રભુની પ્રતિષ્ઠા થઇ. મહા વદ-૨ થી મહા વદ-૫, મનફરા, વેજીબેન ગાંગજી લધા દેઢિયા પરિવાર દ્વારા નિર્મિત ગુમંદિરમાં પૂ. દાદા શ્રી જીતવિજયજી, પૂ. કનકસૂરિજી તથા પૂ. દેવેન્દ્રસૂરિજી – આ ત્રણ ગુરુમૂર્તિઓની પ્રતિષ્ઠા તથા સા. પ્રભંજનાશ્રીજીની 200મી (૧00+100) ઓળીનું તેમજ સા. સૌમ્યજયોતિશ્રીજી, સા. સૌમ્યકીર્તિશ્રીજીનું ૧૦૦મી ઓળીનું પારણું થયું. મહા વદ-૬ થી મહા વદ પ્ર.૧૨ મનફરાથી કટારીઆ, નાંગલબેન મણસી લખધીર કારિયા પરિવાર આયોજિત મનફરાથી કટારિયા છ’રી પાલક સંઘમાં ૪૧૩ યાત્રિકો જોડાયા હતા. પહેલે જ દિવસે મનફરાથી ભરુડી જતાં મોમાય મોરા ગામમાં જૈનેતરો (આહિરો) એ ૪૦ હજાર રૂપિયા જીવદયામાં લખાવ્યા હતા. (કચ્છમાં સર્વત્ર અજૈનો પણ જીવદયામાં રકમ લખાવતા હતા.) પૂ.આ. શ્રી વિ. કલાપૂર્ણસૂરીશ્વરજી મ. ૧ ૨૬૮ મહા વદ-૭, સુવઇ, અહીં જીવદયામાં ૬|| લાખ થયા હતા. મહા વદ-૮, ત્રંબૌ, અહીં જીવદયા માટે ૪ લાખ થયા હતા. મહા વદ પ્ર.૧૨, કટારીઆમાં તીર્થમાળ થઈ હતી. મહા વદ પ્ર. ૧૨, લાકડીઆ, અહીંથી મહા વદ કિ.૧૨ ના પાલઇબેન ગેલાભાઇ ગાલા (ધનજી ગેલા) પરિવાર દ્વારા પાલિતાણાનો છ'રી પાલક સંઘ નીકળ્યો હતો, જેમાં ૨૫૦ સાધુ-સાધ્વીજીઓ તથા હજાર યાત્રિકો જોડાયા હતા. આ સંઘ ખૂબ જ શાસન-પ્રભાવક રહ્યો હતો. ફા.સુદ-૫, સીધાળા, અહીંથી ચંદા-વિજઝય પાયા પર વાચના શરૂ થઇ હતી. આ ગ્રંથ પર અષાઢ વદ-૨ સુધી વાચના ચાલી હતી. જે “કહ્યું કલાપૂર્ણસૂરિએ' (કહે કલાપૂર્ણસૂરિ-૨) નામે પ્રગટ થયેલી છે. એક વખત અમારી લખેલી નોટોને જોઇને પૂજ્યશ્રીએ કહ્યું હતું : તમે બરાબર મારા મનની વાત જ લખો છો. હવે નોટ બતાવવાની જરૂર નથી. ફા.સુદ-૧૦-૧૧-૧૨, શંખેશ્વર, અહીં પ૫૧ યાત્રિકોએ અટ્ટમ કરેલા. સૌને પ00 રૂપિયાની પ્રભાવના અપાઇ હતી. પુરાંબાઇ ધર્મશાળાનું ઉદ્ઘાટન થયું હતું. તે ધર્મશાળા માટે ૮૦ લાખ રૂપિયા થયા હતા. ફા.વદ-૬, સુરેન્દ્રનગર, અહીં મહાસુખભાઇ દ્વારા નિર્મિત ‘હેમાંજલિ” નામના ઉપાશ્રયનું ઉદ્ઘાટન થયું હતું. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી કેશુભાઇ પટેલ, વિધાનસભા અધ્યક્ષ ધીરુભાઇ, શ્રેણિકભાઇ કસ્તુરભાઇ, પ્રકાશ ઝવેરી, તારાચંદ છેડા, ડુંગરશીભાઇ-અમર સન્સવાળા, ઊર્જાપ્રધાન જયવંતીબેન મહેતા વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને સૌએ પૂજ્યશ્રીના આશીર્વાદ મેળવ્યા હતા. ફા.વદ-૯, લીંબડી, અહીં સા. શીલગુણાશ્રીજીને ૧૦૦મી ઓળીનું પારણું થયું હતું. ચૈત્ર સુદ-૪, પાલિતાણા, ચૈત્ર સુદ-૫ ના દાદાના દરબારમાં તીર્થમાળ થઇ હતી. કચ્છ વાગડના કણધારો : ૨૬૯ Page #141 -------------------------------------------------------------------------- ________________ પૂજયશ્રી ખીમજીબેન ધર્મશાળામાં ઊતર્યા હતા. ચૈત્રી ઓળીનો લાભ વેલજી મલુકચંદ કુબડીઆ (લાકડી) પરિવારે લીધો હતો. જેમાં ૪૦આરાધકો જોડાયા હતા. ચૈત્ર સુદમાં સિદ્ધાચલ પર નરશી નાથાની ટૂંકમાં એક પ્રતિમાની પ્રતિષ્ઠા થઇ. વૈ.સુદ-૧૨, “સિદ્ધશિલા’ (પરમાર દ્વારા) ધર્મશાળાના ઉદ્ઘાટન પ્રસંગે માંગલિક સંભળાવ્યું. વૈ.વદ-૧ થી વૈ.વદ-૬, શત્રુંજય ડેમથી શત્રુંજય તીર્થનો છ દિવસનો છ'રી પાલક સંઘ, બી. એફ. જસરાજજી લુક્કડ (ફલોદી, મનારગુહી) દ્વારા આયોજિત આ સંઘમાં ૧૧૦ સાધુ-સાધ્વીજીઓ તથા ૨૦૦ યાત્રિકો હતા. શિહોરથી પાલીતાણાનો છ'રી પાલક સંઘ જેઠ સુદ-૧૦ ના પાલીતાણા પહોંચ્યો હતો. તે જ દિવસે ચાતુર્માસ પ્રવેશ થયો તે દિવસે ખીમઇબેન ધર્મશાળામાં બનેલા આરાધનાભવન માટે એક ક્રોડ થયા. જેઠ સુદ-૧૪, આજે છ (અર્ચના, સારિકા, જયા, રશ્મિ, ઉર્વશી તથા મોનલ) કુમારિકાઓની દીક્ષા થઇ. અષાઢ સુદ-૨, દાદાના દરબારમાં આજે અભિષેક થયા. શશિકાંતભાઇ દ્વારા મેઘરાજાને પ્રાર્થના કરાઇ. શ્રેણિકભાઇ પણ આવેલા. બપોરે મેઘરાજા રીઝુયા પણ ખરા ! અષાઢ સુદ-૧૧, પાલીતાણા ચાતુર્માસાર્થે પધારનાર સર્વ સૂરિ ભગવંતોનો સામૂહિક પ્રવેશ, તળેટીમાં સામુદાયિક ચૈત્યવંદન તથા સામૂહિક પ્રવચનો. આ પ્રસંગે પૂજ્યશ્રી, પૂ. અરવિંદસૂરિજી, પૂ.યશોવિજયસૂરિજી, પૂ. જગવલ્લભસૂરિજી, પૂ.આ. હેમચન્દ્રસાગરસૂરિજી, પૂ. નવરત્નસાગરસૂરિજી આદિ સાથે હતા તથા સામૂહિક પ્રવચનો થયાં. અહીંથી મૈત્રીના મંડાણ થયા. આ ચાતુર્માસમાં પૂજ્યશ્રીની નિશ્રામાં ૪૬૨ જેટલાં સાધુસાધ્વીજીઓ તથા ૧૬૦૦ જેટલા આરાધકો રહેલા હતા. પૂ.આ. શ્રી વિ. કલાપૂર્ણસૂરીશ્વરજી મ. ૧ ૨૭૦ અષાઢ વદ-૩થી લલિત વિસ્તરા પર વાચના શરૂ થઇ. આ વાચના ‘કહે કલાપૂર્ણસૂરિ-૩-૪” એમ બે ભાગમાં પૂજયશ્રીની વિદ્યમાનતામાં જ પ્રગટ થઇ ચૂકી છે. (‘કહે કલાપૂર્ણસૂરિ' પુસ્તકના કુલ ચારેય ભાગ પૂજયશ્રીની વિદ્યમાનતામાં પ્રગટ થઇ ચૂક્યા છે.) પર્યુષણ પહેલાં દર રવિવારે મૈત્રી, ભક્તિ વગેરે વિષયો પર સમસ્ત આચાર્યો તથા આરાધકોનાં સામૂહિક પ્રવચનો ગોઠવાયાં. જેના કારણે મૈત્રીપૂર્ણ મંગલમય વાતાવરણનું સર્જન થયું. આ ચાતુર્માસમાં પાલીતાણામાં કોલેરાનો રોગચાળો ફેલાયેલો. કેટલાક સાધુ-સાધ્વીજીઓ તથા આરાધક ગૃહસ્થો તેના ભોગ બન્યા હતા, પણ પૂજયશ્રીના પ્રભાવથી એ ઉપદ્રવ થોડા સમયમાં ટળી ગયો હતો. પાલીતાણાનું આ ચાતુર્માસ વાગડના બંને સમાજ તરફથી હતું એટલે અર્ધ ચાતુર્માસ ઓસવાળ સમાજ તરફથી ખીમઇબેન ધર્મશાળામાં રહ્યું ને ભા.સુદ-૧૩ થી (માંગ.સુદ-૫ સુધી) ઉત્તરાર્ધ ચાતુર્માસ શ્રીમાળી સમાજ તરફથી વાગડ સાત ચોવીશી ધર્મશાળામાં રહ્યું. આ ચાતુર્માસમાં સાધુ-સાધ્વીજીઓના મોટા જો ગ થયા. ક્રિયાકારક તરીકે મોટાભાઇ (ગણિ મુક્તિચન્દ્રવિજયજી)ને પૂજ્યશ્રીએ નિમ્યા. આસો સુદ-૧૪ થી વખતચંદ મેરાજ વારૈયા (સાંતલપુર) તરફથી ઉપધાન તપ શરૂ થયાં, જેમાં ૩૮૦ આરાધકો જોડાયા. આસો મહિનાની ઓળીમાં ધ્યાન-વિચાર ગ્રંથ પર મનનીય વાચના તથા બપોરે દેવચન્દ્રજી ચોવીશીના અર્થ પર વિવેચના. આસો સુદ-૧૫ ના લંડન નિવાસી ગુલાબચંદભાઇ દ્વારા ‘કહ્યું કલાપૂર્ણસૂરિએ” (કહે કલાપૂર્ણસૂરિ-૨) પુસ્તકનું વિમોચન. વિ.સં. ૨૦૫૭, ઇ.સ. ૨૦૦૦-૦૧, કા.સુદ-૧૦, આચાર્ય ધર્મેન્દ્રજી સાથે વાર્તાલાપ આદિ. કા.વદ-૫, ઇન્દોરમાં પૂ. કલહંસવિજયજી (પૂજયશ્રીના સાળા) કાળધર્મ પામ્યા છે, સમાચાર જાણી દેવવંદન કર્યો. માગ સુદ-૩, પાલીતાણા, ઉપધાનમાળ. કચ્છ વાગડના કર્ણધારો જે ૨૭૧ Page #142 -------------------------------------------------------------------------- ________________ માગ સુદ-૫, પાલીતાણા, આજના દિવસે પૂ. ગણિશ્રી મુક્તિચન્દ્રવિજયજીને પંન્યાસ પદ, મુનિ શ્રી તીર્થભદ્રવિજયજી તથા મુનિ શ્રી વિમલપ્રવિજયજીને ગણિપદ અપાયાં. તેમજ બાબુભાઇ, હીરેન, પૃથ્વીરાજ, ચિરાગ, મણિબેન, કંચન, ચારુમતી, શાંતા, વિલાસબેન, ચંદ્રિકા, લતા, શાંતા, મંજુલા અને ભારતી - આ ચાર ભાઇઓ તથા દસ બહેનોની દીક્ષા થઇ. માગ.સુદ-૬, અહીં સાત સ્થાને ચાલતી ૯૯ યાત્રાનો ભાર નૂતન પં.શ્રી મુક્તિચન્દ્રવિજયજી આદિને સોંપીને પૂજ્યશ્રીએ પાલીતાણાથી વિહાર કર્યો. આ અમારાં છેલ્લાં દર્શન હતાં. પૂજ્યશ્રી અમદાવાદ પૂ. ભદ્રંકરસૂરિજીનાં દર્શન-વંદનાર્થે જવાના હતા, પણ વિહાર કરતાં પહેલાં જ સમાચાર મળ્યા : પૂ. ભદ્રકરસૂરિજી કાળધર્મ પામ્યા છે. અમદાવાદ, અહીં રહેલા મહાત્માઓનું મૈત્રી મિલન ગોઠવાયું હતું. સંકલ સંઘ એક થઇને આરાધના કરે તે દિશામાં પૂજયશ્રી આવા પ્રસંગે સદૈવ સક્રિય રહેતા હતા. કડી પાસેના ગામમાં પૂજ્યશ્રીના દર્શનાર્થે જ ખાસ એક દિવસમાં ૬૦ કિ.મી.નો વિહાર કરીને વિદ્વદ્વર્ય મુનિ શ્રી યશોવિજયજી આદિ આઠ (પૂ.આ. ભુવનભાનુસૂરિજીના સમુદાયના) મુનિઓ સાંજે પધાર્યા. શંખેશ્વર, તા. ૦૧-૦૧-૨૦૦૧, પૂજ્યશ્રીએ આ દિવસે શંખેશ્વરમાં છેલ્લાં દર્શન કર્યા. જતી વખતે માંગલિક વખતે લોકોને, જિનાલયને પૂંઠ ન આવે તે રીતે ઊભા રહેવાની સૂચના આપેલી.. ડીસા, અહીં બે બહેનોની (મધુબેન ભંસાલી, રમીલાબેન લુક્કડ) દીક્ષા થઇ. પૂજયશ્રીના વરદ હસ્તે આ છેલ્લી દીક્ષાઓ હતી. પાવાપુરી (રાજસ્થાન), મહા સુદ-૧૪, કે. પી. સંઘવી પરિવાર દ્વારા અહીં મોટા પાયે અંજનશલાકા પ્રતિષ્ઠાનું આયોજન થયું હતું. અહીં ૧૮ આચાર્ય ભગવંતો (પૂ.આ. અરિહંતસિદ્ધસૂરિજી, પૂ.આ. અભયદેવસૂરિજી, પૂ.આ. જિતેન્દ્રસૂરિજી, પૂ.આ. ગુણરત્નસૂરિજી, પૂ.આ. નવરત્નસાગરસૂરિજી, પૂ.આ. માનતુંગસૂરિજી, પૂ.આ. પ્રદ્યુમ્નસૂરિજી, પૂ.આ. શ્રી વિ. કલાપૂર્ણસૂરીશ્વરજી મ. ૧ ૨૭૨ પૂ.આ. અરવિંદસૂરિજી, પૂ.આ. યશોવિજયસૂરિજી, પૂ.આ. મુનિચન્દ્રસૂરિજી, પૂ.આ. અશોકસાગરસૂરિજી આદિ ૧૮) ઉપસ્થિત રહ્યા હતા. કચ્છમાં મોટો ભૂકંપ થયો તે વખતે પૂજયશ્રી જીરાવલામાં હતા. ભૂકંપની દાસ્તાન સાંભળી પૂજ્યશ્રીનું હૃદય દ્રવી ઉઠ્યું હતું. એક લાખ રૂપિયાની તૈયારી મીઠાઇ તાત્કાલિક ધોરણે કચ્છ તરફ રવાના કરાવી હતી તથા ભૂકંપગ્રસ્તોને મદદરૂપ થવા ૭ કરોડનું મોટું ફંડ કરાવ્યું હતું. ત્યાર પછી પણ ભૂકંપગ્રસ્તો માટે પૂજયશ્રી સતત ચિંતાતુર રહેતા અને આવશ્યક ફંડ કરાવતા રહેતા. ભૂકંપગ્રસ્તોને તાત્કાલિક રાહત મળે માટે કોઇ પણ સંપ્રદાયનો કે ગચ્છનો ભેદ રાખ્યા વિના દરેક કુટુંબને કુમારપાળભાઇ દ્વારા ૧૦-૧૦ હજારનું વિતરણ કરાવ્યું હતું. નિમ્બજ, મહા વદ-૫, રમણભાઇ મોન્ટેક્ષવાળાના પ્રયત્નથી પૂજ્યશ્રી અહીં પધારેલા અને પ્રતિષ્ઠા કરાવેલી. નાનકડું ગામ હોવા છતાં અહીં પાંચ કરોડની આવક થયેલી. ૨૫ લાખની આવક થાય તોય ઘણું, એવી ત્યારે ધારણા હતી. ભેરુ તારક તીર્થધામ, ફાગણ સુદ-૩, પૂ. ગુણરત્નસૂરિજી મ.ની પ્રેરણાથી તારાચંદભાઇ આદિ દ્વારા નિર્માણ પામેલા અહીંના જિનાલયમાં શાનદાર અંજનશલાકા પ્રતિષ્ઠા થઇ હતી. અહીં પણ ૧૫-૧૬ આચાર્ય ભગવંતો ઉપસ્થિત રહ્યા હતા. ચૈત્રી ઓળી : રાણકપુરમાં લુણાવાના સોહનરાજજી તરફથી સામુદાયિક ચૈત્રી ઓળી થઇ હતી. પૂજ્યશ્રીની આ છેલ્લી ચૈત્રી ઓળી હતી. અજમેર, વૈશાખ, તા. ૦૬-૦૫-૨૦૦૧ થી ૧૪-૦૫-૨૦૦૧, લોકાશા કોલોનીમાં પૂજ્યશ્રીની જ પ્રેરણા અને આશિષથી બનેલા જિનાલયની પ્રતિષ્ઠા થઇ. અહીં પૂ. પદ્મસાગરસૂરિજી પણ ઉપસ્થિત રહ્યા હતા. ખ્યાવર, અહીં એક બ્રાહ્મણ જ્યોતિષીએ પૂજ્યશ્રીની કુંડલીને જોઇને કહેલું : આ કોઇ અવતારી પુરુષની કુંડલી છે, પરંતુ રામ કે શ્રીકૃષ્ણ જેવા આ અવતારી પુરુષનું હવે આયુષ્ય વધારે જણાતું નથી. ભા.વદ૮ સંભાળવા જેવી ખરી. કચ્છ વાગડના કણધારો ૨ ૨૭૩ Page #143 -------------------------------------------------------------------------- ________________ (ફલોદી ચાતુર્માસ વખતે આ દિવસોમાં અનેક લોકો દર્શનાર્થે ઊમટેલા, પણ ત્યારે પૂજયશ્રીને કેડની સામાન્ય પીડા સિવાય બીજું કશું થયું ન હતું.) અહીંના સંઘમાં વર્ષો જૂના મતભેદો પૂજ્યશ્રીએ સહજતાથી દૂર કર્યા. અહીંથી ૩ કિ.મી. દૂર રહેલા બલાડ ગામના જિનાલયમાં આદિનાથ ભગવાનનાં પગલાંની પ્રતિષ્ઠા કરાવી. મેડતા સિટી, જેઠ સુદ, વિજય ચિંતામણિ પાર્શ્વનાથજીના જિનાલયનું ખનન તથા શિલાન્યાસ થયા તથા બે મજલી શ્રી શાન્તિનાથ ભગવાનના જિનાલયમાં પ્રતિષ્ઠા થઇ. અહીંથી જોધપુર સુધી પૂજયશ્રીના મામાના પુત્ર ઉમેદમલજી ગુલેચ્છા પરિવારના સભ્યો પદયાત્રા પૂર્વક સાથે ચાલ્યા હતા. ચતુર્વિધ સંઘની ભક્તિમાં લગભગ બે લાખનો વ્યય કર્યો હતો. ફલોદી ચાતુર્માસ, સ્વ-જન્મભૂમિમાં આ છેલ્લું ચાતુર્માસ અનેકવિધ આરાધનાઓથી ભર્યું ભર્યું રહ્યું. અજૈનો પણ પૂજયશ્રીના પ્રવચનોમાં આવતા. ભગવતીસૂત્ર (મુનિઓની વાચના) અહીં પૂરું થયું. ઉપમિતિ પર પૂજયશ્રીએ સાધુ-સાધ્વીઓ સમક્ષ વાચના આપેલી. લગભગ ૪૦ હજારથી વધુ સંખ્યામાં ભાવિકો વંદન-દર્શનાર્થે આવેલા. જેમની સુંદર ભક્તિ સંઘે કરેલી. વિ.સં. ૨૦૫૮, ઇ.સ. ૨૦૦૧-૦૨, ખીચન, કા.વદ-૫, અહીં અંજનશલાકાપૂર્વક પ્રતિષ્ઠા થઇ. પૂજ્યશ્રીની નિશ્રામાં આ છેલ્લી અંજનશલાકા થઇ. લોહાવટ, કા.વદ-૯, અહીં પૂજયશ્રીની નિશ્રામાં છેલ્લી પ્રતિષ્ઠા થઇ. ફલોદીથી નાકોડા છ'રી પાલક સંઘ. નાકોડા તીર્થ, પોષ દશમી નિમિત્તે અહીં દોઢ મહિના સુધી સ્થિરતા. ૩ કરોડના ખર્ચે નિર્મિત પાઠશાળાનું પૂજ્યશ્રીની નિશ્રામાં ઉદ્દઘાટન. બાલોત્તરામાં ચંપાલાલજીભાઇના બાના ધર્મમય જીવનની અનુમોદનાથને શાનદર જીવિત મહોત્સવ. પૂ.આ. શ્રી વિ. કલાપૂર્ણસૂરીશ્વરજી મ. ૧ ૨૭૪ બાલવાડા આદિ ગામોમાં સંઘના મતભેદ દૂર કર્યા. પોષ વદ-૬, રમણિયા, અહીં ચતુર્વિધ સંઘ સમક્ષ લલિતવિસ્તરા પર છેલ્લી વાચના આપી અને તે પર પ્રકાશિત થયેલા પાલીતાણાવાચનાના પુસ્તક (કહે કલાપૂર્ણસૂરિ) વાંચવાની ભલામણ કરી. પોષ વદ-૧૦, સામાન્ય શરદી લાગુ પડતાં ઘરગથ્થુ ઉપચારો શરૂ કર્યા. ભૂકંપમાં ભ્રમણ પુસ્તકમાં ભૂકંપના પ્રસંગો વાંચતાં પૂજયશ્રી અત્યંત ગગ બન્યા. મહા સુદ-૧, કેશવણામાં પ્રવેશ. શરદીનો પ્રકોપ વધતાં ડૉકટર બોલાવ્યા. અજમેરથી ડૉ. જયચંદજી વૈદ પણ આવ્યા. ડૉકટરોએ સારવાર કરીને ચિંતા ન કરવા કહ્યું. પલાંસવાના બાદરભાઇ વાસક્ષેપ લેવા (દર બેસતે મહિને આવતા હતા.) આવ્યા ત્યારે હવે પછી આવવાની પૂજયશ્રીએ ના કહી. આજથી શ્વાસની તકલીફ શરૂ થઇ ગઇ હતી. ઊંઘ પણ આવતી નહોતી. પૂજયશ્રી પ્રાયઃ આખો દિવસ ધ્યાન અને સમાધિમાં લીન રહેવા લાગ્યા. શરીર છોડવાનો અવસર આવી ગયો છે, એમ અંદરથી સમજાઈ ગયું. ત્રણ દિવસ સુધી શ્વાસની તકલીફ રહી, ઊંઘ બિલકુલ ન આવી. મહા સુદ-૩, કેશવણા, બપોરે માંડવલા સંઘપતિ પરિવારને વાસક્ષેપ નાખીને કહ્યું : “હું તમારી સાથે છું. ઉલ્લાસપૂર્વક સંઘ કઢાવજો .” સાંજે જાલોરના ડૉ. અનિલ વ્યાસે ઇજેકશન આપ્યું. સાંજે સૌ સાધુએ સામૂહિક વંદન કર્યા પછી અત્યંત પ્રસન્નતાપૂર્વક પૂજ્યશ્રીએ સૌને પૂછ્યું : સૌ સાતામાં છોને ? આખી રાત જાગતા રહેલાં પૂજ્યશ્રીને સમાધિપ્રેરક સ્તવન આદિ સંભળાવવામાં આવ્યા. મહા સુદ-૪, તા. ૧૬-૦૨-૨૦૦૨, કેશવણા, સવારે પ્રતિક્રમણમાં ઇરિયાવહિયંના કાઉસ્સગ્નમાં ‘ચંદેસુ નિમલયરા' પદમાં પૂજયશ્રી લીન બન્યા... પુનઃ પુનઃ તે જ પદનું ઉચ્ચારણ કરવા લાગ્યા. આંખો સ્થિર બની. વાણી બંધ થઇ. ગમે તેટલા પ્રશ્નો પૂછવામાં આવે તો પણ પૂજયશ્રી મૌન જ રહ્યા. કચ્છ વાગડના કણધારો ૨ ૨૭૫ Page #144 -------------------------------------------------------------------------- ________________ પ્રતિક્રમણ, પડિલેહણ પછી મુનિસુવ્રતસ્વામી ભગવાનનાં દર્શન કરાવ્યા. (પૂજયશ્રીનાં આ છેલ્લાં દર્શન હતાં.) *પ્રીતલડી બંધાણી રે’ સ્તવન બોલાયું હતું. ઉપાશ્રયમાં પાટ પર બેસાડ્યા. પૂજ્યશ્રીએ જાતે માત્રુ કર્યું. કેશવણાના ઓટમલજીએ ગુરુપૂજન કરી પૂજ્યશ્રીને કામળી વહોરાવી વાસક્ષેપ લીધો. (આ છેલ્લો વાસક્ષેપ હતો.) ત્યાર પછી પૂજ્યશ્રી કાયોત્સર્ગ ધ્યાનમાં લીન બન્યા. બરાબર સવારે ૭.૨૦ કલાકે (સૂર્યોદય સમયે જ) નવકાર મહામંત્રનું શ્રવણ કરતા પૂજ્યશ્રીએ અત્યંત સમાધિપૂર્વક દેહનો ત્યાગ કર્યો. કાળધર્મ પછી પૂજયશ્રીના હાથનો અંગૂઠો એક અર્જન ભાઇએ સીધો કરવાનો વારંવાર પ્રયત્ન કર્યો, પણ ફરી એ અંગૂઠો આંગળી પર આવી જાય. જાણે નવકાર ગણતા ન હોય ! સંસ્કારોને શરીર પણ કેવું ઝીલી લેતું હોય છે ! હજારો માણસોની હાજરીમાં શંખેશ્વર તીર્થમાં મહા સુદ-૬, તા. ૧૮-૦૨-૨૦૦૨, પૂજ્યશ્રીના દેહનો અગ્નિસંસ્કાર થયો. મોટી રકમ બોલીને હિતેશ ગઢેચા (ફતેગઢ-કચ્છ, અમદાવાદ)એ અગ્નિસંસ્કારનો લાભ લીધો હતો. અગ્નિ-સંસ્કારના સ્થાન પર આજે વિશાળ ગુરુ-સ્મૃતિ-મંદિર ઊભું છે. જેનું નિર્માણ શ્રી ધનજી ગાલાએ કર્યું છે. પ્રતિષ્ઠા વિ.સં. ૨૦૬૨, ઇ.સ. ૨૦૦૬, મહા વ. ૬ ના શાનદાર મહોત્સવપૂર્વક થઇ છે. અધ્યાત્મયોગી પૂજ્ય આચાર્યશ્રીની અંતિમ અવસ્થા - પૂજ્ય પં. શ્રી મુક્તિચન્દ્રવિજયજી મ. - પૂજ્ય પં. શ્રી મુનિચન્દ્રવિજયજી મ. મહા સુ.૩ (વિ.સં. ૨૦૫૮)નો દિવસ હતો. અમે મનફરા (કચ્છવાગડ)માં નૂતન મનફરા (શાંતિનિકેતન)ની સ્થાપનાના પ્રસંગે પ્રભુ પ્રવેશ પ્રતિષ્ઠા આદિ કાર્યો માટે આવેલા હતા. એ જ દિવસે અમે કહે કલાપૂર્ણસૂરિ-૧' પુસ્તકનો હિન્દી અનુવાદ ‘Tejas Printers' વાળા તેજસભાઇને આપેલો. એ જ દિવસે સાંજે વિહાર કરીને અમે માય નામના નાનકડા ગામમાં આવ્યા. ભૂકંપથી આખું ગામ ભાંગી ગયું હોવાના કારણે ગામથી એક કિ.મી. દૂર ભચા ગણેશાની વાડીમાં પતરાના રૂમમાં અમે રાત ગાળી. રાતના ખુલ્લા આકાશમાં અમે એક તેજસ્વી તારો ખરતો જોયો. બીજા જ દિવસે જિનશાસનનો પ્રકાશમાન સિતારો અદશ્ય થવાનો હતો, તેનો શું આ પૂર્વ સંકેત હશે ? બીજે દિવસે વિહારમાં જ સવારે ૯.૩૦ કલાકે અમે લાકડિયા સંઘના માણસો પાસેથી પૂજ્યશ્રીના કાળધર્મના સમાચાર સાંભળ્યા ત્યારે આઘાત અને આશ્ચર્યથી સ્તબ્ધ બની ગયા. ધીરે ધીરે આંખો સજળ બનતી ગઇ. આધોઇમાં આવીને દેવવંદન કર્યા પછી હૃદય એટલું ભરાઇ ગયેલું કે ગુણાનુવાદ માટે બે-ચાર વાક્ય માંડ માંડ બોલી શકાયાં. વારંવાર એક જ વાત મગજમાં ઘુમરાવા લાગી : આવા પ્રભુમગ્ન, પ્રબુદ્ધ, સચ્ચિદાનંદમય સદ્ગુરુનો યોગ ફરી આ વિશ્વને ક્યારે મળશે ? એમની દિવ્ય વાણી ફરી ક્યારે કાને પડશે ? તીર્થંકર પ્રભુના સમવસરણની સ્મૃતિ કરાવનાર એમની દેશના-સભા હવે ક્યાં જોવા મળશે ? તો પણ એટલો આનંદ છે કે ૩૦-૩૦ વર્ષ સુધી પૂજયશ્રીનું પાવન સાંનિધ્ય મળ્યું. વર્ષો સુધી પૂજ્યશ્રીના ચરણોમાં બેસવાનું, પૂજયશ્રીની આપણે જે કાંઈ કરીશું, તેની પરંપરા ચાલશે. અમને જે એકાસણા કરનારે ન દેખાયું હોત તો અમે અહીં એકાસણા ક્યાં કરવાના હતા ? ચા પીવાની ટેવ ક્યાંથી છૂટત ? પૂ. કનકસૂરિજી મ. ની ભવ્ય પરંપરા મળી છે.. તબિયત બગડી જાય તો એકાસણું છોડવા કરતાં તેઓશ્રી ગોમૂત્ર લેવું પસંદ કરતાં. પૂ. કનકસૂરિજીએ અમને આ બધું વાચનાથી નહિ, જીવનથી શિખવાડ્યું છે. બોલ બોલ કરવાની તો અમને આદત છે. - કહે કલાપૂર્ણસૂરિ-૧ (પે.નં. ૩૯), તા. ૧૭-૦૭-૧૯૯૯ પૂ.આ. શ્રી વિ. કલાપૂર્ણસૂરીશ્વરજી મ. ૧ ૨૭૬ કચ્છ વાગડના કણધારો ૨ ૨૭૩ Page #145 -------------------------------------------------------------------------- ________________ વાણી સાંભળવાનું સૌભાગ્ય મળ્યું. વાંકી (વિ.સં. ૨૦૫૫) તથા પાલીતાણા (વિ.સં. ૨૦૫૬) ચાતુર્માસની વાચનાઓ સાંભળવાનું સદ્ભાગ્ય મળ્યું. (જો કે, દર વખતે વાચનાઓ સાંભળવાનું મળતું ને અમે અવતરણ પણ કરતા, પરંતુ આ વખતે લખાયેલું પુસ્તકરૂપે પ્રકાશિત થયું, એ વિશેષતા હતી.) માત્ર સાંભળવાનું જ નહિ, પરંતુ તે જ વખતે અવતરણ કરવાનું અને પ્રકાશિત કરવાનું પણ સદ્ભાગ્ય મળ્યું. આજે પૂજ્યશ્રીની ગેરહાજરીમાં વિચાર આવે છે આ બધું શી રીતે થઇ ગયું ? આમ તો અમારા છેલ્લા ૧૬ વર્ષોથી પ્રાયઃ અલગ ચાતુર્માસ થતા રહે છે. તો પણ વાંકી-પાલીતાણા ચાતુર્માસ સાથે થવા, વાચનાઓનું અવતરણ થવું, પ્રકાશિત થવું, આ બધું જલ્દી-જલ્દી શી રીતે થઇ ગયું ? જાણે કોઇ અજ્ઞાત શક્તિએ અમારી પાસેથી આ કામ કરાવી લીધું. પૂજયશ્રીની ભાષામાં કહીએ તો પ્રભુએ આ કામ કરાવી લીધું. પૂજ્યશ્રી દરેક વાતમાં પ્રભુને જ આગળ રાખતા હતા. એ વખતે તો અમને કલ્પના સુદ્ધાં ન હતી કે પૂજ્યશ્રીની આ બધી અંતિમ દેશનાઓ છે. કલ્પના કરીએ પણ શી રીતે ? કારણ કે પૂજયશ્રીની એટલી ર્તિ હતી, મુખ પર એટલું તેજ હતું કે મૃત્યુ તો શું ઘડપણ પણ એમની પાસે આવતાં ડરતું હોય, તેમ અમને લાગતું હતું. સામાન્ય માણસની ઉંમર વધતી જાય તેમ તેમ ચહેરો ચમક વગરનો બનતો જાય છે, કરચલીઓ વધવા લાગે છે, પરંતુ અમે પૂજયશ્રીના ચહેરા પર વધતી ચમકને જોઈ રહ્યા હતા. આટલી ચમક, આટલી સ્કૂર્તિ હોય તો એમ કેમ માની લેવાય કે પૂજ્યશ્રી હવે થોડા જ સમયના મહેમાન છે ? પાલીતાણા ચાતુર્માસ પછી માગ.સુ.૫ (વિ.સં. ૨૦૫૭)ના ત્રણ પદવીઓ તથા ૧૪ દીક્ષાઓ થઈ. એના બીજા જ દિવસે પૂજ્યશ્રીનો વિહાર થયો. ત્યારે અમને ક્યાં ખ્યાલ હતો કે પૂજ્યશ્રીના આ અંતિમ દર્શન છે ? પૂજયશ્રીએ અંતિમ ચાતુર્માસ પોતાની જન્મભૂમિ ફલોદીમાં કર્યું. છેલ્લાં બે વર્ષોમાં પૂજ્યશ્રીએ એવાં-એવાં કાર્યો કર્યા, જાણે પૂજયશ્રીએ પોતાના મૃત્યુની પૂર્વ તૈયારી કરી લીધી હોય ! પૂ.આ. શ્રી વિ. કલાપૂર્ણસૂરીશ્વરજી મ. ૧ ૨૭૮ કચ્છના વાંકી તીર્થમાં ચાતુર્માસ કરવું, આચાર્ય-પંન્યાસ-ગણિ આદિ પદ પ્રદાન કરવું, પાલીતાણામાં ચાતુર્માસ કરવું, ચાતુર્માસમાં લગભગ સંપૂર્ણ સાધુ-સાધ્વી સમુદાયને સાથે રાખવો, બધા સાધુસાધ્વીજીઓને યોગોદ્દહન કરાવવા, આ બધાં એવાં કાર્યો હતાં જેને આપણે મૃત્યુની પૂર્વ તૈયારી માની શકીએ. * પૂજયશ્રીનું મહાસમાધિપૂર્ણ મૃત્યુ : પૂજયશ્રીને મૃત્યુના ૭-૮ દિવસ પહેલાં શરદી-તાવ થઇ ગયાં હતાં, કે જે સામાન્યથી તેઓને થયા કરતું હતું. તે વખતે ભયંકર ઠંડી હતી. એક વાર તો ઠંડી શૂન્ય ડિગ્રી સુધી પણ પહોંચી ગઇ હતી. ત્યારે કોઇને આવી કલ્પના પણ ન આવી કે આ ઠંડી-તાવ પૂજયશ્રી માટે જીવલેણ બનશે. સામાન્ય આયુર્વેદિક ઉપચાર કર્યા. મહા.સુ.૧ ના દિવસે પૂજયશ્રીએ રાજસ્થાનના કેશવણા ગામમાં (જાલોરથી ૧૦ કિ.મી. દૂર) પ્રવેશ કર્યો. માંગલિક વ્યાખ્યાન પણ આપ્યું. આ પૂજ્યશ્રીનું અંતિમ વ્યાખ્યાન હતું. (પૂજયશ્રીની અંતિમ વાચના રમણિયા ગામમાં પોષ વ.૬ ના થઇ હતી. રમણિયા ગામના લાલચંદજી મુણોતે (હાલ મદ્રાસ) ત્યારે આખા ગામમાં કહેવડાવ્યું હતું કે : આજે પ્રભુની દેશના છે માટે બધા જરૂર-જરૂર પધારજો ... પધારજો... તે દિવસે પૂજયશ્રીએ વાચનામાં કહ્યું હતું કે લલિત વિસ્તરા ગ્રંથનું અધ્યયન-મનન જરૂર કરવા જેવું છે. જો સંસ્કૃતમાં તમે ન સમજી શકો તો મારા ગુજરાતી પુસ્તક (કહે કલાપૂર્ણસૂરિ)ને તો જરૂર જરૂર વાંચજો ) તેના પછી ફરીથી એક કલાક સુધી મંદિરમાં પ્રભુ ભક્તિ કરીને પછી ઉપાશ્રયમાં ઉપર જ રહ્યા. પૂજ્યશ્રીને શ્વાસની તકલીફ વધતી જતી હતી. છેલ્લા બે-ત્રણ દિવસ તો શ્વાસની એટલી તકલીફ થઇ ગઇ કે ઊંઘ પણ નહોતી આવતી. હંમેશાં બાજુમાં જ સંથારો કરનાર પૂ.પં. કલ્પતરુવિજયજી પૂજયશ્રીના સ્વાથ્યની ચિંતાના કારણે ઊંઘી શકતા ન હતા. પણ ડૉકટરોને આમાં કોઇ ગંભીર બિમારીનાં ચિહ્ન દેખાયાં નહીં. જાલોરના પ્રસિદ્ધ ડોકટર કચ્છ વાગડના કર્ણધારો + ૨૭૯ Page #146 -------------------------------------------------------------------------- ________________ અનિલ વ્યાસ તથા અજમેરના પૂજ્યશ્રીના અંગત ડૉકટર જયચંદજી વૈદ આદિ બધાએ આ જ કહ્યું ઃ કોઇ ગંભીર વાત નથી. ડૉકટરોએ કાર્ડિયોગ્રામ કાઢયો હતો. બી.પી. આદિ પણ ચેક કર્યું હતું. બધું જ બરાબર હતું... પછી તો બિચારા ડૉકટરો પણ પૂજ્યશ્રીના મૃત્યુની વોર્નિંગ કેવી રીતે આપી શકે ? અને પૂજ્યશ્રી પણ બધાની સાથે યથાવત્ દૈનિક વ્યવહાર કરતા હતા. વાતચીત પણ કરતા હતા... આમાં મૃત્યુનો વિચાર પણ કોને આવે ? કોઇને ન આવ્યો. હા, પણ પૂજ્યશ્રી તો મૃત્યુના સંકેત આપતા જ રહ્યા હતા, કે જે પછીથી સમજાયા. (૧) મહા.સુ.૧ ના દિવસે એક માણસ (બાદરભાઇ, કે જે છેલ્લાં ૧૨ વર્ષોથી દર સુદ-૧ ના દિવસે પૂજયશ્રીનો વાસક્ષેપ લેવા માટે આવતા હતા)ને વાસક્ષેપ નાખ્યા પછી કહ્યું : “હવે તું વાસક્ષેપ લેવા માટે આટલે દૂર મારી પાસે નહીં આવતો. ત્યાંથી જ સંતોષ માનજે.” (આમ તો પૂજયશ્રી ગુજરાતમાં નજીક જ આવી રહ્યા હતા છતાં પૂજ્યશ્રીના આ કથનથી શું સૂચિત થાય છે ?) તે માણસ તે વખતે તો બરાબર સમજી ન શક્યો. તેણે વિચાર્યું : કદાચ હમણાં મારી આર્થિક સ્થિતિ ઠીક નથી તેથી મારે ટિકિટ-ભાડાનો ખર્ચ ન થાય માટે પૂજ્યશ્રી મને ના પાડી રહ્યા છે. (૨) મહા સુ.૩ ના દિવસે માંડવલાથી સિદ્ધાચલજીના સંઘના સંઘપતિ પરિવાર (મોહનલાલજી, ચંપાલાલજી આદિ મુથા પરિવાર)ને કહ્યું : “ખૂબ ઉલ્લાસથી સંઘ કાઢજો. હું તમારી સાથે જ છું." તે દિવસે તો સંઘપતિ પરિવારને આ વાત ન સમજાઇ. ઘરમાં થોડી ચર્ચા પણ થઇ કે બાપજીએ આજે આવું કેમ કહ્યું ? સંઘમાં પૂજ્યશ્રીની જ નિશ્રા છે તો પછી “હું તમારી સાથે જ છું” આવું કહેવાની જરૂર જ શું છે ? પણ બાપજીએ ઉત્સાહમાં આવીને આવું કહ્યું હશે... આમ મનોમન તેઓએ સમાધાન કરી લીધું. (૩) કોટકાષ્ઠા અંજનશલાકાનું મુહૂર્ત મહા સુ.૧૦ ના દિવસે, સંઘ પ્રયાણ પછી આવતું હતું. તેથી ચંપાલાલજી ત્યાં જવા માટે તૈયાર થતા નહોતા. પણ પૂજ્યશ્રીએ ચંપાલાલજીને ખાસ સમજાવીને કોટકાષ્ઠા માટે તૈયાર કર્યા પૂ.આ. શ્રી વિ. કલાપૂર્ણસૂરીશ્વરજી મ. * ૨૮૦ અને કહ્યું : જયપુર અંજનશલાકા (વિ.સં. ૨૦૪૨)ના પ્રસંગને તમે યાદ કરો. તે વખતે ચંપાલાલજીના ભાઈ મદનલાલજીની પત્નીનો સ્વર્ગવાસ થયો હતો. તેથી ત્યાં જવા માટે ઉત્સુક બનેલા ચંપાલાલજીને પૂજ્યશ્રીએ સમજાવીને રોકેલા. પરંતુ અંજનશલાકામાં વિઘ્ન આવવા દીધેલું નહિ. અહીં પણ (સંઘના ૬ દિવસ પહેલાં જ પૂજ્યશ્રીનું સ્વર્ગગમન થયું.) એવું જ થયું. આખરે પૂજ્યશ્રીએ કહેલા અંતિમ શબ્દોને જ શુકન માનીને સંઘપતિ પરિવારે મહા.સુ.૧૦ ના દિવસે માંડવલાથી પૂ.આ.શ્રીમદ્ વિજયકલાપ્રભસૂરીશ્વરજી મ.સા.ની નિશ્રામાં સંઘ કાઢ્યો. ગુજરાતના ભયંકર તોફાનો વચ્ચે એ સંઘ નિર્વિઘ્ને પૂર્ણ પણ થયો.) છેલ્લી બે રાત પૂ.પં.શ્રી કલ્પતરુવિજયજી લગભગ પાસે જાગતા જ રહ્યા હતા. મહા સુ.૩ ની અંતિમ રાત હતી. પૂજ્યશ્રીનો શ્વાસ બે દિવસથી જેવો ચાલતો હતો, તેવો જ ચાલી રહ્યો હતો. વારંવાર પૂજ્યશ્રીને પૂછવામાં આવતું હતું કે કોઇ તકલીફ છે ? ત્યારે પૂજ્યશ્રી પણ સસ્મિત હાથ હલાવી કહેતા હતા : “નહીં.” આખી રાત પૂજ્યશ્રીની આંખ ખુલ્લી હતી. પૂ. કલ્પતરુવિજયજીએ પૂછ્યું : આપ શું કરો છો ? ત્યારે પૂજ્યશ્રીએ કહ્યું : હું શ્વાસોચ્છ્વાસની સાથે ધ્યાન કરું છું. થોડી વાર રહી પૂજયશ્રીએ કહ્યું ઃ યોગશાસ્ત્રનો ૧૨મો પ્રકાશ સંભળાવો. પૂ.પં. કલ્પતરુવિજયજી મ.સા.એ યોગશાસ્ત્રનો ૧૨મો પ્રકાશ સંભળાવવો શરૂ કર્યો અને જ્યાં આ શ્લોક આવ્યો... જાતેભ્યાસે સ્થિરતા... ૧૨ ૪૬ પૂજ્યશ્રી ત્યાં અટક્યા અને તે શ્લોકના ચિંતનમાં તેઓ ડૂબી ગયા. જાણે કે પૂજ્યશ્રી માટે શ્લોકના આ શબ્દો સમાધિના બટન હતા, કે જેને સાંભળતાં જ તેઓ સમાધિમગ્ન બની જતા હતા. પૂ.પં. કીર્તિચન્દ્રવિજયજી પાસેથી પણ દેવચંદ્રજી કૃત ચોવીશીનું શ્રી શીતલનાથ પ્રભુનું સ્તવન સાંભળ્યું. તેમાં જ્યારે આ ગાથા આવી : કચ્છ વાગડના કર્ણધારો ૨ ૨૮૧ Page #147 -------------------------------------------------------------------------- ________________ “સકલ પ્રત્યક્ષપણે ત્રિભુવન ગુરુ ! જાણું તુમ ગુણગ્રામજી; બીજું કાંઈ ન માંગું સ્વામી ! એહિ જ છે મુજ કામજી.” પૂજયશ્રી આ ગાથા પર પણ ચિંતન કરતા-કરતા પ્રભુ ધ્યાનમાં મગ્ન બની ગયા - ડૂબી ગયા. પૂજયશ્રી હર શ્વાસની સાથે “નમો સિદ્ધાણં” પદનો જાપ છેલ્લી બે રાતથી કરી જ રહ્યા હતા. આવી પરિસ્થિતિમાં પણ સવાર-બપોર ૧-૧ કલાક સુધી પ્રભુભક્તિમાં દરરોજની જેમ મગ્ન બનતા હતા. ૪.૩૦ વાગે સવારે પૂજયશ્રી પ્રતિક્રમણ કરવા બેઠા થયા. ઇરિયાવહિય, કુસુમિણનો કાઉસ્સગ્ન કર્યા પછી માત્ર માટે પ્રયત્ન કર્યો, પરંતુ માનું થયું નહીં. પછી જગચિંતામણિ બોલવામાં વાર લાગવાથી પૂ.પં. કલ્પતરુવિજયજીએ જ બોલીને સંભળાવ્યું. ફરીથી શંકા થવાથી ફરી માગુ કરવા ગયા, પણ થયું નહીં. તેના પછી ઇરિયાવહિયંના કાઉસ્સગ્નમાં ચંદેસુ નિમ્મલયરા સુધી પહોંચ્યાં અને પછી વારંવાર આ પદનું મંદમંદ ઉચ્ચારણ કરતા રહ્યા. મુનિઓએ જોયું : પૂજયશ્રીના હાથોમાં કાંઇક કંપન થઇ રહ્યું છે. દષ્ટિ નિશ્ચલ થઇ ગઇ છે. પૂ.પં. કલ્પતરુવિજયજીએ પૂ. કલાપ્રભસૂરિજી, પૂ.પ, કીર્તિચંદ્રવિજયજી આદિને બોલાવ્યા. તેઓએ પરિસ્થિતિની ગંભીરતા જોઇને આગળની ક્રિયા જલદીથી કરાવીને પૂજ્યશ્રીને કેશવણા મંદિરમાં દર્શન માટે લઇ ગયા. પૂજ્યશ્રી ચારે બાજુ જોઈ રહ્યા હતા અને ઇશારાથી જાણે પૂછી રહ્યા હતા કે “આજે આટલા જલદી કેમ લાવ્યા ?” ચાલુ ચૈત્યવંદનમાં પૂજ્યશ્રીએ ઇશારાથી માત્રુની શંકા છે, એમ કહ્યું “માસુ” શબ્દ પણ બોલ્યા. જલદી ચૈત્યવંદન કરાવીને પૂજયશ્રીને ઉપાશ્રયમાં લાવવામાં આવ્યા. પૂજયશ્રીનું આ અંતિમ ચૈત્યવંદન હતું. ઉપાશ્રયમાં પૂજયશ્રી જાતે જ ખુરશી ઉપરથી ઊભા થઇ ગયા અને પાટ પર માત્રુ કર્યું. તે પછી ઓટમલજી કપૂરચંદજીએ કામની વહોરાવી અને વાસક્ષેપ લીધો, મૃત્યુથી એક કલાક પહેલાંની જ આ ઘટના છે. આ છેલ્લી કામળી તથા છેલ્લો વાસક્ષેપ હતો. પછી પાટ પર બેસીને પૂજયશ્રી કાઉસ્સગ્ગ ધ્યાનમાં બેસી ગયા. (મૃત્યુના અર્ધા કલાક પહેલાંની આ વાત પૂ.આ. શ્રી વિ. કલાપૂર્ણસૂરીશ્વરજી મ. ૧ ૨૮૨ છે) આ સમયે પણ પૂજયશ્રીએ ભીંત આદિનો ટેકો નહોતો લીધો. પૂજયશ્રી તો પોતાની અંતિમ અવસ્થાની તૈયારી કરી રહ્યા હતા, પણ સાથે રહેનારા મુનિઓ તો ઉપચારની ચિંતામાં હતા. એક મુનિ (પૂ. કુમુદચંદ્રવિજયજી) એ પૂજયશ્રીને ઉપાડવાની કોશિશ કરી, પરંતુ પૂજયશ્રી તો મેરુપર્વતના શિખરની જેમ ધ્યાનમાં એવા નિશ્ચલ બેઠા હતા કે જરા પણ ખસ્યા નહિ. કેવલી ભગવંતના શૈલેશીકરણની થોડી ઝલક અહીં યાદ આવી જાય. આમ પણ પૂજ્યશ્રીએ છેલ્લા બે દિવસથી શરીર પરની મમતા સંપૂર્ણરૂપે હટાવી દીધી હતી. બે દિવસમાં ઇન્જકશન વગેરે કેટલાંય લગાવ્યાં (મહા સુ.૩ ના દિવસે સાંજે એક મોટું ઇજેકશન લગાવ્યું હતું, જેમાં ૨૦ મિનિટ થઇ હતી, પરંતુ પૂજ્યશ્રીએ ઊંહ સરખો પણ અવાજ ન કર્યો, એટલું જ નહિ મુખની રેખા પણ બદલાઈ નહિ. જાણે કે તેઓ તો દેહથી પર થઇ ગયા હતા. શરીરરૂપી વસ્ત્ર ઉતારવાની પૂરી તૈયારી કરી લીધી હતી. - આમ તો પૂજ્યશ્રીનું વજન માત્ર ૪૦ કિ.ગ્રા. જ હતું. છતાં પણ પૂજયશ્રીને જરા પણ હલાવી શકાયા નહિ. તેથી બધાને આશ્ચર્ય થયું. બીજા મુનિ (શ્રી અમિતયશવિ.) જ્યારે મદદે આવ્યા ત્યારે પૂજયશ્રીને કાંઇક ખસેડી શકાય. પૂજ્યશ્રી તો પોતાની સમાધિમાં લીન હતા. તેઓને તો આ શરીરની સાથે હવે ક્યાં લેવા-દેવા હતો ? પાદપોપગમન અનશન વિષે કહેવાય છે કે તે અનશનમાં રહેલા સાધકને કોઇ ક્યાંક લઇ જાય, કાપી નાંખે, સળગાવી દે અથવા તો શરીરનું કાંઇ પણ કરી નાખે તો પણ તે સાધક પાદપ વૃક્ષ)ની જેમ તે અડોલ હોય છે. પૂજયશ્રીમાં પણ આવી જ કાંઇક ઝલક દેખાતી હતી. આ બધુંય બેહોશ અવસ્થામાં થઇ રહ્યું હતું, એવું નથી. અંત સમય સુધી પૂજ્યશ્રી પૂર્ણરૂપે જાગૃત હતા. આની નિશાની એ હતી કે પાસે રહેલા મુનિ જયારે પૂજ્યશ્રીના હાથ હલાવે અથવા તો આમતેમ કરે ત્યારે પૂજયશ્રી ફરી કાઉસ્સગ્ગ મુદ્રામાં હાથ રાખી દેતા હતા. પૂજ્યશ્રીની આ અવસ્થાને જોઇને બાજુના મુનિઓએ નવકાર, ઉવસગ્ગહરે, સંતિકર, અજિતશાંતિની ૧૦ ગાથાઓ સંભળાવી. ધીરે કચ્છ વાગડના કર્ણધારો ૨ ૨૮૩ Page #148 -------------------------------------------------------------------------- ________________ ધીરે શ્વાસની ગતિ મંદ થઇ રહી હતી. હાથમાં નાડીઓનું ધડકન પણ ઉપર-ઉપર જઇ રહ્યું હતું. મુનિઓ સાવધ બની ગયા. તેઓએ ફરીથી નવકારમંત્ર સંભળાવવા શરૂ કરી દીધા. ૫૦-૬૦ નવકાર સંભળાવ્યા ને પૂજ્યશ્રીએ અંતિમ શ્વાસ લીધો. તે વખતે સવારના ૭.૨૦નો સમય થઇ ચૂક્યો હતો. પૂર્વ ક્ષિતિજમાંથી મહા સુ.૪, શનિવાર, ૧૬-૦૨-૨૦૦૨નો સૂર્યોદય થઇ રહ્યો હતો, જ્યારે આ બાજુ અધ્યાત્મનો મહાસૂર્ય મૃત્યુના અસ્તાચલમાં ડૂબી રહ્યો હતો. ઉત્તર ભાદ્રપદ નક્ષત્રનું ત્યારે ચતુર્થ ચરણ હતું. પૂર્વ ક્ષિતિજમાં કુંભ લગ્ન ઉદિત હતું. ત્યારના ગ્રહોની સ્થિતિ : લ | સૂ| ચં | મે | બ | ગુ | શુ | શ | રા | કે | ૧૧ | ૧૧ | ૧૨ | ૧૨ | ૧૦ | ૩ | ૧૧ | ૨ | ૩ | ૯ તે સમયે કેશવણામાં, ફલોદીમાં ચાતુર્માસ કરનાર બધા જ મુનિ ભગવંતો (પૂ.આ.શ્રી વિ. કલાપ્રભસૂરિજી, પૂ.પં. કલ્પતરુવિ., પૂ.પં. કીર્તિચન્દ્રવિ., પૂ. તત્ત્વવર્ધન વિ., પૂ. કીર્તિદર્શનવિ., પૂ. કેવલદર્શનવિ., પૂ. કલ્પજિવિ.) તથા સાચોરમાં ચાતુર્માસ કરનાર પૂ. અમિતયશવિ., પૂ. આગમયશવિ. પણ મૌન એકાદશીના દિવસે પૂજયશ્રીની સેવામાં ઉપસ્થિત થઇ ગયા હતા. રાણીમાં ચાતુર્માસ કરનાર કીર્તિરત્નવિ. તથા હેમચન્દ્રવિ. પણ ૧૮ દિવસ પહેલાં જ આવી ગયા હતા. આ બધા મહાત્માઓએ પૂજ્યશ્રીની સેવાનો અનુપમ લાભ લીધો હતો. તે સમયે પૂજ્યશ્રીના બીજા શિષ્યો ગુજરાતમાં હતા. ગણિ શ્રી પૂર્ણચન્દ્રવિ., મુનિ શ્રી અનંતયશવિ. મુનિ શ્રી અજિતશેખરવિ આદિ ૫ ઊંઝામાં, ગણિ શ્રી તીર્થભદ્રવિ. આદિ ૩ રાજપીપળામાં, ગણિ શ્રી વિમલપ્રભવિ. આદિ ૨ નવસારીની બાજુમાં, આનંદવર્ધન વિ. આદિ ૨ આરાધનાધામ (જામનગર)માં હતા ને અમે મનફરાથી આધોઇના વિહારમાં હતા. પૂજયશ્રીના પવિત્ર દેહને અનેક સંઘો તથા અનેક પૂ. આચાર્ય ભગવંતોની સૂચનાથી શંખેશ્વરમાં લાવવામાં આવ્યો તથા અગ્નિસંસ્કાર પૂ.આ. શ્રી વિ. કલાપૂર્ણસૂરીશ્વરજી મ. = ૨૮૪ પણ ત્યાં જ કરાયો. તે વખતે ગણિ પૂ. પૂર્ણચન્દ્રવિ., મુનિ અનંતયશવિ., મુનિ શ્રી અજિતશેખરવિ. આદિ પાંચ મહાત્માઓ ઊંઝાથી શંખેશ્વર આવી ગયા હતા. હજારો લોકોની ચોધાર અશ્રુધારા વહાવતી આંખો સાથે પૂજયશ્રીનો અગ્નિસંસ્કાર મહા સુ.૬ ના દિવસે કરાયો. | દોઢ કરોડની બોલી ઉત્સાહપૂર્વક બોલીને હિતેશ ઉગરચંદ ગઢેચા (કચ્છ-ફતેહગઢવાળા, હાલ અમદાવાદ)એ અગ્નિદાહ આપ્યો હતો. જ્યારે હિતેશે કેશવણા સંઘના લોકોને ધીરુભાઇ શાહ (વિધાનસભા અધ્યક્ષ, ગુજરાત) કુમારપાળ વી. શાહ, પોતાની સામે ૧ કરોડ ને ૪૧ લાખ સુધી બોલી બોલવાવાળા ખેતશી મેઘજી તથા ધીરુભાઇ કુબડિયા આદિને પણ અગ્નિદાહ માટે બોલાવ્યા ત્યારે હિતેશની આ ઉદારતાથી બધાય લોકો આશ્ચર્યચકિત થઇ ગયા. બધું મળીને ૩ કરોડની ઊપજ થઇ હતી. અગ્નિદાહના સમયે અમે લાકડિયા (કચ્છ)માં હતા. અગ્નિસંસ્કારની ક્રિયા પૂરી થયા પછી લાકડિયા નિવાસી ચીમન કચ્છી (પાલીતાણા) અમારી પાસે આવ્યા અને તેમણે અમને સમાચાર આપ્યા : કેશવણાથી શંખેશ્વર સુધી જે ટ્રકમાં પૂજ્યશ્રીના દેહને રાખ્યો હતો, તે જ ટૂંકમાં પૂજ્યશ્રીની પાસે જ હું બેઠો હતો. કારણ કે પૂજ્યશ્રીના દેહને સાચવવાની જવાબદારી મને સોંપવામાં આવી હતી. ત્યારે મેં રસ્તા પર ગામોમાં જોયું : ભિનમાલ, જાલોર આદિ ગામોમાં રાતના ૧૨-૧-૨ વાગે પણ પૂજયશ્રીના પાવન દેહના અંતિમ દર્શન કરવાને માટે માનવ મહેરામણ ઊભરાયું હતું. મારા જીવનમાં મેં આવું દેશ્ય ક્યારે પણ જોયું નથી. ખરેખર ત્યારે સમજાયું કે પૂજયશ્રી પ્રત્યે લોકોના હૃદયમાં કેવો જબરદસ્ત આદરભાવ છે.. (બબ્બે) બે-બે દિવસો પસાર થવા છતાં પણ પૂજ્યશ્રીનો દેહ જેમ વાળીએ તેમ વળી શકતો હતો. આંગળીઓ પણે વળી શકતી હતી. એક વાર તો મેં પૂજ્યશ્રીના હાથેથી વાસક્ષેપ પણ લીધો. સામાન્ય માણસનું શરીર તો મૃત્યુ પછી થોડા જ સમયમાં અક્કડ થઇ જાય છે. જયારે અહીં તો પૂજ્યશ્રીનો દેહ એવોને એવો જ હતો. ખરેખર આ બહુ મોટું આશ્ચર્ય હતું. કચ્છ વાગડના કર્ણધારો ૨ ૨૮૫ Page #149 -------------------------------------------------------------------------- ________________ વર્ષ પહેલાની ઘટના છે, પણ પૂજયશ્રીનો દેહ અંત સુધી અરિહંતના આકારમાં રહ્યો, તે તો આજની જ ઘટના છે. અરિહંતના ધ્યાનમાં જ લીન પૂજ્યશ્રીની અહંન્મયી ચેતના દેવલોકમાં જ્યાં પણ હશે, ત્યાં અરિહંત-ભક્તિમાં જ લીન હશે, એટલું તો સુનિશ્ચિત જ છે. અમારા જવાબથી ચીમનને સંતોષ થયો. પૂજયશ્રીની અર્ણન્મયી ચેતનાને હૃદયના અનંત-અનંત વંદન ! અગ્નિદાહ આપ્યા પછી તો મારું આશ્ચર્ય ખૂબ વધી ગયું. કારણ અગ્નિદાહ આપ્યા પછી બે કલાક પછી ચમકતી બે આંખો સાથે સમાધિમગ્ન પૂજ્યશ્રીનો દેહ બરાબર અરિહંત ભગવંતની મૂર્તિના આકારમાં જ દેખાતો હતો. મેં મારા જીવનમાં અનેકોને અગ્નિદાહ આપ્યા છે અને જોયું છે કે બે કલાકમાં તો હાથ-પગ આદિનાં હાડકાં પોતાની મેળે અલગ અલગ થઇ જાય, પણ પૂજ્યશ્રીના શરીરમાં એવું કાંઇ થયું નહીં. ખોપરી તોડવા માટે કેટલાંક લોકોએ મોટાં મોટાં લાકડાં પણ જોરથી માર્યા હતાં. ધીરે ધીરે દેહ નાનો-નાનો થતો ગયો, પણ દેહની આકૃતિ તો છેલ્લે સુધી અરિહંતની જ રહી. હું સવારે ૪.૩૦ વાગ્યા સુધી ત્યાં જ જાગતો રહ્યો અને જોતો રહ્યો. મારા આશ્ચર્યનો કોઇ પાર ન હતો. મારી જેમ બીજા પણ હજારો ગુરુભક્તોએ આ દૃશ્ય જોયું. બધા જ આશ્ચર્યચકિત બની ગયા. તો મહારાજ ! આવું કેમ થયું ? કાંઇ સમજાતું નથી ? અમે કહ્યું : ચીમન ! આમાં આશ્ચર્ય કે ચમત્કારની કોઇ વાત જ નથી. આ સ્વાભાવિક જ છે. કારણ કે પૂજ્યશ્રીએ બચપણથી મૃત્યુ સુધી અરિહંત પ્રભુનું જ ધ્યાન કર્યું છે. પૂજયશ્રીના વ્યાખ્યાનમાં, વાચનામાં, હિતશિક્ષામાં, પત્રમાં, લખવામાં, મનમાં, હૃદયમાં, શરીરના રોમરોમમાં ભગવાન-ભગવાન ને ભગવાન જ હતા. તેઓની બધી વાતો, બધું ચિંતન પણ ભગવાન સંબંધી જ હતું. પૂજયશ્રીની ચેતના ભગવન્મયી બની ગઇ હતી. એક વૈજ્ઞાનિક તથ્ય છે કે મને જેનું ધ્યાન ધરે છે, શરીર તેનો સ્વીકાર કરી લે છે. લીંબુ બોલતા જ મુખમાં કેવું પાણી આવે છે ! મનનો શરીરની સાથે ગાઢ સંબંધ છે. એવો ઉલ્લેખ આવે છે કે એક કવિને પંપા સરોવરના ચિંતનથી જલોદર રોગ થઇ ગયો ત્યારે સુબુદ્ધિ નામના કુશલ વૈદે મારવાડનું ચિંતન છ મહિના સુધી કરવાનું કહ્યું અને ખરેખર ! મારવાડના ચિંતનથી તેનો જલોદર રોગ મટી ગયો. આ છે મનની સાથે શરીરનો સંબંધ ! શ્રેણિક રાજાની ચિતા સળગતી હતી ત્યારે કહેવાય છે કે તેમના હાડકામાંથી વીર... વીર... નો અવાજ આવતો હતો. આ તો ૨૫૦૦ પૂ.આ. શ્રી વિ. કલાપૂર્ણસૂરીશ્વરજી મ. ૧ ૨૮૬ વિ.સં. ૨૦૩૫ની સાલમાં છરી પાલિત સંઘ સાથે ગુરુદેવ જેસલમેર પધારી રહ્યા હતા. ત્યારે ગુરુદેવના દર્શન માટે પરમશ્રાવક શ્રી હિંમતભાઈ બેડાવાલા બાડમેર આવ્યા. આ હું શ્રાવકે ગુરુદેવ પાસે સાધનાના પાઠ ભણવા વારંવાર આવતા અને ઘણો સમય સાથે રહેતા. - બાડમેર સ્ટેશને હિંમતભાઈ બસમાંથી ઉતરતાં પૂજાની પેટી લેવાનું ભૂલી ગયા. પૂજની પેટીમાં એમનું રોજના પૂજન માટેનું સિદ્ધચક્ર યંત્ર વગેરે સામગ્રીઓ હતી. અત્યંત વ્યથિત હૃદયે ગુરુદેવ પાસે પહોંચ્યા. વાત જણાવી અને બોલ્યા : ‘ગુરુદેવ ! લાખ રૂપિયા ભરેલી પેટી ખોવાત તો મને દુ:ખું ન થાત. પણ મારી રોજની સાધનાની સામગ્રી ભરેલી પેટી ગઈ તેનું પારાવાર દુ:ખે છે.' હિંમતભાઇની વ્યથાની વાત સાંભળી ગુરુદેવ માત્ર એટલું જ બોલ્યા : ‘હિંમતભાઈ ! હતાશ ન થાઓ. પ્રભુ કૃપાથી સૌ સારા વાના થશે.” ગુરુદેવનું એ માત્ર શાબ્દિક આશ્વાસન ન હતું. પણે ગૂઢ વાણી હતી. યોગીઓ ક્યારેય નકામા શબ્દો બોલતા નથી અને એમના શબ્દો નકામા જતા નથી. હિંમતભાઈને વધારે ચિંતા એ થતી કે પેટી પર નામ વગેરે કાંઈ નથી તો પેટી મળશે કેવી રીતે ? પણ ગુરુદેવના વચનો એમને હિંમત આપતા હતા. બીજે દિવસે બસ ડેપો પર 20 #કારી કરી કે તરત જ પેટી સહીસલામત મળી ગઈ. નહીં તો આવી ખોવાયેલી ચીજો માટે કેટલુંયે રખડવું પડે. કેટલાયને ખુશ કરવા પડે. પણ એમને એકદમ સહજતાથી પેટી મળી ગઇ. ગુરુદેવના શબ્દો પર એમને શ્રદ્ધા ખૂબ વધી ગઈ. - ‘આવા હતા કલાપૂર્ણસૂરિ’ પુસ્તકમાંથી કચ્છ વાગડના કણધારો ૨ ૨૮૩ Page #150 -------------------------------------------------------------------------- ________________ મધુરભાષી પૂજ્ય આચાર્ય શ્રી વિજયકલાપ્રભસૂરીશ્વરજી મહારાજ વિ.સં. ૨૦૦૦, ઇ.સ. ૧૯૪૩, કા.સુ.૯ ના દિવસે ફલોદી (રાજ.)ના વતની રતનબેન અક્ષરાજજી લુક્કડને ત્યાં રાજનાંદગાંવ (છત્તીસગઢ)માં જન્મ પામેલા જ્ઞાનચન્દ્રજી તે જ વર્તમાન ગણનાયક પૂછ્યું આચાર્યદેવ શ્રીમદ્ વિજયકલાપ્રભસૂરિજી મહારાજ. વિ.સં. ૨૦૧૦, વૈ.સુ.૧૦ના પોતાના પિતા-માતા, ભાઇ તથા નાના સાથે દીક્ષિત બનેલા આ મહાત્માનું પ્રારંભિક જીવન પૂ. કનકસૂરિજી મ.ના સામ્રાજ્યમાં તથા પોતાના પિતા-ગુરુવર શ્રી કલાપૂર્ણવિજયજીની છત્રછાયામાં ઘડાયું હતું. વિ.સં. ૨૦૧૭-૧૮ બે વર્ષ સુધી જામનગરમાં ઉપા. શ્રી વ્રજલાલજી પાસે સંસ્કૃત વ્યાકરણાદિનો અભ્યાસ કર્યો. પૂ. કનકસૂરિજી મ.ના સ્વર્ગવાસ પછી વયોવૃદ્ધ પૂ. દેવેન્દ્રસૂરિજી મ. સમુદાય-નાયક બનતાં સમુદાય સંચાલનની જવાબદારી પિતા મુનિવર શ્રી કલાપૂર્ણવિજયજીની સાથે તેમના પર પણ આવી પડી. પૂ. દેવેન્દ્રસૂરિજી તથા પૂ. પિતા ગુરુદેવશ્રીના આશીર્વાદથી વિ.સં. ૨૦૨૬, ઇ.સ. ૧૯૭૦ માં રાધનપુરથી પ્રવચન આપવાનું શરૂ કર્યું. ત્યારથી શરૂ થયેલી પ્રવચન ભાગીરથીનો એ પ્રવાહ આજે પણ તેમના કંઠમાંથી વહી રહ્યો છે. બુલંદ, મધુર અને લયબદ્ધ અવાજ - એ પૂજ્યશ્રીના પ્રવચનનું ખાસ આકર્ષણ છે. પૂ. દેવેન્દ્રસૂરિજી મ.ના સ્વર્ગવાસ પછી પિતા ગુરુદેવ પૂજ્ય આચાર્ય શ્રી વિજયકલાપૂર્ણસૂરીશ્વરજી મ.સા. સાથે રહીને સતત સમુદાય સંચાલનમાં સહાયક બનતા રહ્યા છે. પૂજ્ય ગુરુદેવશ્રીની છત્રછાયામાં જ રહેનારા આ પૂજ્યશ્રીએ લગભગ ક્યારેય ગુરુ-નિશ્રા છોડી નથી. ક્યારેક જ વડીલોની આજ્ઞા પાલન ખાતર જવું પડ્યું છે, તે વાત જુદી છે. પૂ.આ. શ્રી વિ. કલાપ્રભસૂરીશ્વરજી મ. - ૨૮૮ પૂજ્ય ગુરુદેવશ્રીથી પૂજ્યશ્રીએ માત્ર ચાર જ ચાતુર્માસ અલગ કર્યા છે. (૧. વિ.સં. ૨૦૩૨, ઇ.સ. ૧૯૭૬, જયપુર) (૨. વિ.સં. ૨૦૩૪, ઇ.સ. ૧૯૭૮, ભચાઉ) (૩. વિ.સં. ૨૦૩૭, ઇ.સ. ૧૯૮૧, આધોઇ) તથા (૪. વિ.સં. ૨૦૪૭, ઇ.સ. ૧૯૯૧, સુરત) ‘ચાતુર્માસ અલગ કર્યા છે’ એમ કહેવા કરતાં ‘આજ્ઞાથી અલગ જવું પડ્યું છે' એમ કહેવું જ વધારે ઉચિત ગણાશે. પ્રેરક પ્રવચનો સાથે પૂજ્યશ્રીનું અંતરંગ જીવન પણ એટલું જ સમૃદ્ધ છે. દીક્ષા જીવનથી જ (૧૦ વર્ષની ઉંમરથી) પૂજ્યશ્રીએ નિયમિત એકાસણા ૪૦-૪૫ વર્ષ સુધી ચાલુ રાખ્યા છે. કેટલાય લાંબા વિહારો હોય કે ભયંકર ગરમી હોય, પણ એકાસણા પ્રાયઃ ચાલુ જ હોય ! પૂજ્યશ્રી જાપના ખૂબ જ પ્રેમી છે. દિવસે-રાત્રે અમુક સમય તો જાપ ખાતે ફાળવેલો જ હોય. પૂજ્યશ્રી પ્રભુ ભક્તિના પણ સારા એવા રસિયા છે. ગુરુદેવ પાસેથી વારસામાં ભક્તિના આ સંસ્કારો સહજરૂપે મળેલા છે. આવા ગુણ-ગણથી સમૃદ્ધ પૂ. મુનિવરશ્રીને પૂજ્ય ગુરુદેવે વિ.સં. ૨૦૪૬, ઇ.સ. ૧૯૯૦, મહા સુ.૬, આધોઇ (કચ્છ-વાગડ) મુકામે ગણિ-પંન્યાસ પદવીથી વિભૂષિત કર્યા તથા વિ.સં. ૨૦૫૬, ઇ.સ. ૨૦૦૦, મહા સુ.ના વાંકી તીર્થે આચાર્ય પદથી વિભૂષિત કરી ઉત્તરાધિકારી તરીકે ઘોષિત કર્યા. (આ આચાર્ય પદવી વખતે લઘુબંધુ પૂ. કલ્પતરુવિજયજીને ગણિ-પંન્યાસ પદ તથા મુનિ શ્રી પૂર્ણચન્દ્રવિજયજી તથા મુનિ શ્રી મુનિચન્દ્રવિજયજીને ગણિ પદ પ્રદાન થયા હતા.) વિ.સં. ૨૦૫૮, ઇ.સ. ૨૦૦૨, મહા સુ.૪ ના પૂજ્ય ગુરુદેવના સ્વર્ગવાસ પછી આવી પડેલી સમુદાયની જવાબદારી પૂજ્યશ્રીએ કુશળતાપૂર્વક નિભાવી છે. સ્વર્ગસ્થ પૂ. ગુરુદેવશ્રીની પૂજ્યશ્રી પર સતત કૃપા વરસતી રહી છે. એવા કેટલાય અનુભવો લોકોને થયા છે ને થઇ રહ્યા છે. કચ્છ વાગડના કર્ણધારો * ૨૮૯ Page #151 -------------------------------------------------------------------------- ________________ (૨) એ જ સામખીયાળી ચાતુર્માસમાં શ્રા.સુ.૭ ના દિવસે લાકડીયા દેરાસરનો શિલાન્યાસ થવાનો હતો. પૂજયશ્રીનું ત્યાં જવાનું નક્કી હતું, પણ શ્રી .૧ થી જ મુશળધાર વરસાદ પડવા માંડ્યો. (સુરતમાં તો જલ પ્રલય જ થયો હતો.) બધાને એમ કે કચ્છનો વરસાદ વળી કેટલો ટકે ? પણ આ વરસાદ તો અવિચ્છિન્નપણે ચાલતો જ રહ્યો. શ્રા.સુ.૬ સુધી વરસાદ ચાલુને ચાલુ જ ! પણ જ્યાં શ્રા.સુ.૭ ની સવાર ઊગી ને વરસાદ એકદમ બંધ ! જાણે ઉપર કોઇએ બટન ઓફ કરી દીધું ! સવારે પૂજયશ્રી નિર્વિદને લાકડીયા પધાર્યા. શિલાન્યાસ કરાવીને સાંજે પુનઃ સામખીયાળી પધારી ગયા. બસ, બીજા દિવસથી શ્રા.સુ.૮ થી જ વરસાદે ફરીથી પોતાનું કામ કરવાનું શરૂ કરી દીધું. આ વાત પર વિચાર કરતાં લોકોને આજે પણ નવાઇ લાગે છે. આને ગુરુકૃપા જ માનવી કે બીજું કાંઇ ? પૂજ્ય ગુરુદેવના સ્વર્ગવાસ પછી માંડવલાથી સિદ્ધાચલનો છ'રી પાલક સંઘ હતો. એ વખતે ગુજરાતભરમાં ગોધરાકાંડના કારણે ભયંકર તોફાનો હતા. આખું ગુજરાત સળગતું હતું. આવા વખતે ઘણા હિતસ્વીઓએ સલાહ આપી કે આવા અવસરે સંઘને ભીલડીયા કે શંખેશ્વરમાં જ સમાપ્ત કરી દેવામાં આવે તો સારું ! પણ સંઘપતિઓને પૂજ્ય સ્વ. ગુરુદેવનાં આશીર્વાદ પર સંપૂર્ણ વિશ્વાસ હતો. તોફાનોના વાતાવરણમાં પણ સંઘ નિર્વિને આગળ ચાલતો રહ્યો. આશ્ચર્ય એ હતું કે આગળ-પાછળના ગામોમાં તોફાન, અગ્નિકાંડ વગેરે ચાલુ હોય પણ જ્યાં સંઘ હોય ત્યાં સંપૂર્ણ શાંતિ હોય. પાટણ વગેરે સ્થળોએ આવું પ્રત્યક્ષ જોવા મળ્યું. ખરેખર પૂજયશ્રી પર સ્વ. પૂજય ગુરુદેવનો અંદેશ્ય હાથ છે, એમ સૌને આ પ્રસંગથી લાગી ગયું. (૧) વિ.સં. ૨૦૬૨, ઇ.સ. ૨૦૦૬ માં પૂજ્યશ્રીનું સુવિશાળ સાધુ-સાધ્વીજી સમુદાય સાથે સામખીયાળી-કચ્છમાં ચાતુર્માસ હતું. એ વખતે દેશભરમાં ચિકનગુનિયા તાવનો ભયંકર ઉપદ્રવ શરૂ થયેલો. એ તાવથી ગ્રસ્ત થયેલો માણસ હાથ-પગ ન હલાવી શકે. મોરબીમાં એક ભાઇને રીક્ષા ચલાવતાં જ ચિકનગુનિયા આવી ગયો ને હાથ વાળી જ ન શકે. એક્સીડેન્ટ કરી નાખ્યું. માંડ-માંડ રીક્ષામાંથી તેમને બહાર કાઢયા. એક બેનને ગેસ પર કૂકરની સીટી બંધ કરતાં જ તાવ આવી ગયેલો. એ જ અવસ્થામાં એમને ડૉકટર પાસે લઇ જવા પડેલાં. આ તાવ અત્યંત ચેપી હતો. બધે સ્થળે આ તાવનો વાયરો હોય તો કચ્છ પણ આનાથી બાકાત શી રીતે રહી શકે ? કચ્છમાં પણ અમુક ગામોમાં એનો ચેપ ભયંકર રીતે ફેલાયેલો. સામખીયાળીની બાજુમાં જ માત્ર ૭ કિ.મી. દૂર લાકડીયા ગામમાં ૯૦% લોકો ચિકનગુનિયાથી ગ્રસ્ત હતા, પણ સામખીયાળીમાં લગભગ શાંતિ હતી. આ હતી સ્વ. પૂજય ગુરુદેવશ્રીની અદેશ્ય કૃપા ! (૩) એ જ સામખીયાળી ચાતુર્માસમાં પ્રાયઃ ભાદરવા મહિનામાં ભયંકર ઉલ્કાપાત થયેલો. સાંજે પ્રતિક્રમણ પછી ભયંકર કડાકા સાથે આખું આકાશ પ્રકાશમાન થઇ ગયું હતું. અમે સૌ ગભરાઇ ગયેલા. શું કોઇએ બોમ્બ નાખ્યો હશે ! કે બીજો કોઇ ઉપદ્રવ હશે ! સવારે ઉલ્કાપાત થયાની ખબર પડી. એ મોટી ઉલ્કાના ટુકડાઓ કચ્છ અને સૌરાષ્ટ્રના અનેક ગામડાઓમાં પડેલા. સામખીયાળીની પાસે જ વાંઢીયા નામના એક ગામમાં તો ઘરનું છાપરું તોડીને એક ઉલ્કા ચૂલા પર પડેલી. (એ ઉલ્કાના ટુકડાઓ પછીથી અમારી પાસે લાવવામાં આવેલા ને અમે જોયેલા.). આશ્ચર્ય એ વાતનું કે બાજુના ગામોમાં ઉલ્કાપાત થયો, પણ સામખીયાળીમાં કશું જ નહિ ! આ ગુરુકૃપાનો પ્રભાવ નહિ તો બીજું શું ? પૂ.આ. શ્રી વિ. કલાપ્રભસૂરીશ્વરજી મ. ૧ ૨૯૦ કચ્છ વાગડના કણધારો ૨ ૨૯૧ Page #152 -------------------------------------------------------------------------- ________________ (૪) સુરતમાં ભયંકર જલ-પ્રલયના સમાચાર પૂજયશ્રીને મળ્યા. અનેક લોકો તાપીના પાણીમાં ફસાયેલા હતા. એમને મદદ માટે તાત્કાલિક સહાયની જરૂર હતી. પૂજયશ્રીએ કરુણાદ્ધ હૃદયે પ્રવચનમાં સૌને સહાયક બનવા અપીલ કરી. થોડી જ મિનિટોમાં ૧૮ લાખ રૂપિયા એકઠા થઇ ગયા. હૃદયમાં કોમળતા અને કરુણા વિના આવું કાર્ય શી રીતે થાય ? પૂજ્યશ્રીએ સ્પષ્ટ કહી દીધું : જુઓ ભાઈ ! ગુરુમંદિર બનવાનું હોય તો બનશે, નહિ બનવાનું હોય તો નહિ બને. પણ એના માટે થઇને અમારે માંગણી કરવી પડે, એવું નથી કરવું. અમારા ગુરુ મહારાજે જ અમને ના પાડી છે કે પ્રોજેક્ટ કદી ઊભા કરવા નહિ ને કદી કોઇની પાસેથી માંગવું નહિ. ગુરુદેવની એ જ વાત પર પગ મૂકીને અમે કોઇ ગુરુમંદિર વગેરે બનાવવા નથી માંગતા. અમે તો એમ કહીએ છીએ કે વિશાળ ગુરુમંદિરની જરૂર જ શી છે? નાનું બનાવોને ! જેટલી રકમ હોય તેટલું જ બનાવો ! પણ માંગવાના ધંધા અમારે કરવા નથી ને તેવી ઇચ્છા પણ નથી. પૂજયશ્રી પોતાના જ પિતા - ગુરુદેવના ગુરુમંદિર નિર્માણ માટે પણ કેટલા નિઃસ્પૃહ ! હા, ત્યાંના સંઘનું કોઇ કાર્ય હોય તો તેમાં ઉત્સાહપૂર્વક પ્રેરણા આપે. ત્યાં વેયાવચ્ચ માટે રકમની જરૂર હતી તો પૂજયશ્રીએ જોરદાર પ્રેરણા આપેલી ને લગભગ ત્યારે કરોડ જેટલી રકમ પણ થયેલી. (૫) વિ.સં. ૨૦૫૯, મહા મહિનામાં પૂજ્યશ્રીની નિશ્રામાં મુંબઇ-અંધેરીમાં પ્રતિષ્ઠા હતી. ત્યાંના લોકો ચિંતામાં પ્રસ્ત હતા. કારણ કે સંઘના ૧-૨ વગદાર લોકોનો બીજા સમુદાયના પૂ. આચાર્ય ભગવંતને પણ લાવવાનો આગ્રહ હતો. એ પૂ.આ.ભ. વડીલ હતા. આ સમસ્યા પૂજ્યશ્રી પાસે આવી. પૂજ્યશ્રીએ કહ્યું : તમે ચિંતા શા માટે કરો છો ? એ વડીલ પૂજ્ય આચાર્ય ભ. ભલે પધારે. એ અમારો વિષય છે. તમારે એની ચિંતા કરવાની જરૂર નથી. ને, ખરેખર એમ જ થયું. પૂજયશ્રી એવી નમ્રતાપૂર્વક વર્યા કે કોઇને કાંઇ ખબર જ ન પડી. જે પ્રશ્ન લોકોને પહાડ જેવો લાગતો હતો, તે રાઇ બની ગયો. પૂજયશ્રીની અદ્દભુત નમ્રતા વિના આ શી રીતે બને ? (૭) મુંબઇ-પાર્લાના ટ્રસ્ટીઓ પૂજયશ્રી પાસે આવીને કહેવા લાગ્યા : આપ આવતી કાલે કઇ બાજુથી પધારવાના છો ? અમારે આપનું સામૈયું કરવું છે. બેન્ડવાજા લાવવાની અમને ખબર પડે. જુઓ ભાઇ, તમે બેન્ડ લાવવાના હો તો મારે આવવું જ નથી. હું પાલ છોડીને બીજે ક્યાંક જતો રહીશ. શી જરૂર છે અત્યારે સામૈયાની કે બેન્ડવાજાની ? વગર પ્રસંગે આ રીતે ન શોભે.” ટ્રસ્ટીઓ મૌન થઇ ગયા ! સામૈયા-સત્કાર-સન્માનવગેરે તરફ પૂજ્યશ્રીની કેટલી નિઃસ્પૃહતા ! (૬) વિ.સં. ૨૦૫૯, ઇ.સ. ૨૦૦૩ માં પૂજ્યશ્રીનું ચાતુર્માસ મુંબઇ-ગોવાલિયા ટેન્ક હતું. ગોવાલીયા ટેન્ક એટલે અત્યંત સમૃદ્ધ સંઘ. કરોડોપતિઓ ત્યાં વસે. એ વખતે શંખેશ્વર ગુરુમંદિરના નિર્માણ માટે ધનજી ગેલા જાગ્યા નહોતા. કાર્યકર્તા-ટ્રસ્ટીઓ વગેરેને રકમની ખૂબ જ જરૂર હતી. કેટલાક ટ્રસ્ટીઓએ આવીને કહ્યું : સાહેબજી ! આપ પ્રવચન વગેરેમાં કે પ્રાઇવેટ જે આવે તેને પ્રેરણા કરશો તો અમારું ગાડું આગળ વધશે. નહિ તો આપણે શું કરીશું ? બીજાઓ તો આવા સંઘોમાંથી લાખોકરોડો લઇ જાય ને આપ કાંઇ ન કહો તે કેમ ચાલે ? પૂ.આ. શ્રી વિ. કલાપ્રભસૂરીશ્વરજી મ. ૧ ૨૯૨ (૮) પૂજ્યશ્રી દેવદ્રવ્યનું ભક્ષણ ન થાય, તે માટે ઘણી જ કાળજી રાખી રહ્યા છે. “દેવદ્રવ્યની ઉપજ ખૂબ જ થાય. સાધારણમાં મોટું ગાબડું હોય, એટલે દેવદ્રવ્યમાંથી હવાલા પાડીને કામ ચલાવાતું હોય છે. આથી કચ્છ વાગડના કર્ણધારો + ૨૯૩ Page #153 -------------------------------------------------------------------------- ________________ દેવદ્રવ્યનું ભક્ષણ થતું રહે.” પૂજયશ્રીની નજરે આવું ઘણે સ્થળે જોવામાં આવ્યું હતું. આથી જ હમણાં છેલ્લા ૪-૫ વર્ષમાં કચ્છ-વાગડમાં શ્રેણિબંધ પ્રતિષ્ઠાઓ થઇ, તે તમામ સ્થાને સર્વપ્રથમ સાધારણ દ્રવ્યની માતબર રકમ એકઠી કરવામાં આવી હતી. પૂજયશ્રીનું પુણ્ય પણ એવું કે જ્યાં ૧૦ લાખની પણ સંભાવના ન હોય ત્યાં પ૦-૬૦ લાખ સાધારણના થઇ જાય. વળી, દેવદ્રવ્યની આવક કરોડોની થાય તે તો જુદી જ. પૂજ્યશ્રીની તમામ પ્રવૃત્તિઓમાં લઘુબંધુ વિદ્વદ્રર્ય પૂ.પં. શ્રી કલ્પતરુવિજયજી મ.નો સંપૂર્ણ સહયોગ રહે છે. વિશાળ ભક્ત વર્ગ, વિશાળ સત્તા હોવા છતાં બંને બંધુઓ ઘણે અંશે નિઃસ્પૃહ રહ્યા છે. કોઇ પોતાનો પ્રોજેક્ટ રાખ્યો નથી. પૂજય પં. શ્રી મુક્તિચન્દ્રવિજયજી, પં. મુનિચન્દ્રવિજયજી આદિ પૂજ્યશ્રીનો શિષ્ય વર્ગ છે. પૂજ્ય અધ્યાત્મયોગી સ્વ. પૂ. ગુરુદેવશ્રીના સ્વર્ગવાસ પછી સમુદાયનું સંચાલન સુપેરે કરી રહ્યા છે. પૂજ્યશ્રીના સ્વર્ગવાસ સમયે ૩૧ સાધુઓ હતા, આજે તે આંકડો ૭૧ સુધી પહોંચ્યો છે. ૭૧ સાધુઓ તથા ૫૪૩ સાધ્વીઓનું યોગક્ષેમ કરતા, કચ્છ-વાગડના ભૂકંપથી ધ્વસ્ત બનેલા ગામોમાં ધ્વસ્ત જિનાલયોનો પુનરુદ્ધાર કરાવીને નૂતન જિનાલયોની પ્રતિષ્ઠા દ્વારા વાગડને વૃંદાવનમાં પલટાવનારા પૂજય આચાર્યશ્રી ચિરકાળ શાસનની પ્રભાવના કરતા રહે તેવી પ્રભુને પ્રાર્થના છે. પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજયકલાપ્રભસૂરીશ્વરજી મ.સા.ની , નિશ્રામાં થયેલ પ્રતિષ્ઠા-દીક્ષા-ઉપધાન વગેરે શાસન પ્રભાવક કાર્યોની શ્રેણિ જ વિ.સં. ૨૦૫૮, ઇ.સ. ૨૦૦૧-૨ : ૪ દેશોક પ્રતિષ્ઠા : કારતક વદ-૯ જે માંડવલાથી સિદ્ધાચલ સંઘ : મહા સુદ-૧૦ » કોટકાષ્ટા અંજનશલાકા : મહા વદ-૫ છે પાવાપુરી ૪ દીક્ષા : મહા વદ-૯ વલસાડ ઉપધાન : (માલશીભાઇ રમેશભાઇ) વિ.સં. ૨૦૫૯, ઇ.સ. ૨૦૦૨-૩ : » વલસાડથી નંદિગ્રામ સંઘ. જે થાણા-૧૩ દીક્ષા : પોષ વદ-૪. » અંધેરી અંજનશલાકા : મહા સુદ-૬ દાદર (દયાનિવાસ ગૃહ મંદિર) પ્રતિષ્ઠા » ગોરેગામ (એમ. જી. રોડ) પ્રતિષ્ઠા » ડોંબીવલી પ્રતિષ્ઠા. » ભીવંડી-પુનિતની દીક્ષા : ચૈત્ર વદ-૧૧ (મુ. પુણ્યનિધાન વિ.) - વિ.સં. ૨૦૬૧, ઇ.સ. ૨૦૦૩-૦૪ : » બારેજડી દીક્ષા. » જવાહરનગર પ્રતિષ્ઠા : વૈશાખ સુદ-૩. ૪ ડગારા અંજનશલાકા : વૈશાખ સુદ-૭. ૪ અંજાર (જેશીસ) પ્રતિષ્ઠા : વૈશાખ સુદ-૧૧. <> ભુવડ પ્રતિષ્ઠા. જે વાંકી (ગુરુમંદિર) પ્રતિષ્ઠા. છે મુન્દ્રા પ્રતિષ્ઠા : વૈશાખ વદ-૧૦. છે દુધઇ અંજનશલાકા : જેઠ સુદ-૬, કચ્છ વાગડના કર્ણધારો ૨ ૨૯૫ મદ્રાસનો અનુભવ... ઘણાએ કહ્યું : તેઓ ધુતારા છે. જવા જેવું નથી. પણ ભગવાનના સંકેતથી ભગવાનના ભરોસે અમે મદ્રાસ ગયા. ત્યાં પણ મુહૂર્ત સંબંધી વિશ્ન આવ્યાં. પણ ટળી ગયાં અને પ્રતિષ્ઠા ધામધૂમથી થઈ. હું આમાં ભગવાનની કૃપા જોઉં છું. - કહે કલાપૂર્ણસૂરિ-૧ (પે.નં. ૧૯૪), તા. ૩૦-૦૮-૧૯૯૯ પૂ.આ. શ્રી વિ. કલાપ્રભસૂરીશ્વરજી મ. ૧ ૨૯૪ Page #154 -------------------------------------------------------------------------- ________________ » આધોઇ પ્રતિષ્ઠા (શ્રીમાળી સમાજ) : જેઠ વદ-૧૩. જે જવાહરનગર (નાથીબેન, વૈશાલીબેન દીક્ષા) : વૈશાખ સુદ-૧૩. મનફરા ઉપધાન. જ વિ.સં. ૨૦૬૨, ઇ.સ. ૨૦૦૪-૫ : » શંખેશ્વર ૧૭ દીક્ષા : મહા સુદ-૧૩. » શંખેશ્વર ગુરુમંદિર પ્રતિષ્ઠા : મહા વદ-૬. સાંતલપુર ર દેરાસર પ્રતિષ્ઠા : ફાગણ સુદ-૩. ૪ બકુતરા પ્રતિષ્ઠા : ફાગણ સુદ-૭. ૨૪ થોરીઆરી પ્રતિષ્ઠા : ફાગણ સુદ-૧૧. જે રાપર (સોસાયટી) પ્રતિષ્ઠા (બે બહેનોની દીક્ષા) : ચૈત્ર વદ-૬. * પ્રાગપર (ગુરુપાદુકા) પ્રતિષ્ઠા : ચૈત્ર વદ-૮. » ભરૂડીયા-અંજનશલાકા : વૈશાખ સુદ-૬. ૪ લોડાઇ પ્રતિષ્ઠા તથા બે દીક્ષા : વૈશાખ વદ-૮. » માંડવી ગુરુમંદિર પ્રતિષ્ઠા. ૪ સામખીયારી પ્રતિષ્ઠા : અષાઢ સુદ-૧૦. જે સામખીયારી ઉપધાન... (સંઘ તરફથી). જે વિ.સં. ૨૦૬૩, ઈ.સ.૨૦૦૬ ૪ સામખીયારીથી શંખેશ્વર સંઘ (કાંતિલાલ પોપટભાઇ ગડા) ૪ લાકડીયા (શ્રીમાળી સમાજ) પ્રતિષ્ઠા : મહા સુદ-૬ » આડેસર : ૧ દીક્ષા (મુકેશ) (મુ. અનંતસિદ્ધવિ.) જે નવાગામ અંજનશલાકા તથા ૪ વડી દીક્ષા : વૈશાખ સુદ-૧૨. 3) ભુજ પ્રતિષ્ઠા : વૈશાખ વદ-૧૧. આધોઇ - ઉપધાન. » ચિત્રોડ પ્રતિષ્ઠા : મહા સુદ-૭. વિ.સં. ૨૦૬૪, ઇ.સ. ૨૦૦૭ : <> આધોઈ (ગુરુમંદિર દેરાસર) પ્રતિષ્ઠા : કારતક વદ-૨. » કટારીયા અંજનશલાકા : કારતક વદ-૧૧. પૂ.આ. શ્રી વિ. કલાપ્રભસૂરીશ્વરજી મ. ૧ ૨૯૬ જે મનફરા અંજનશલાકા : પોષ સુદ-૧૩. આધોઇ-ગિરનાર-પાલીતાણા છ'રી પાલક સંઘ. » લાકડીયા (ઓસવાળ સમાજ) પ્રતિષ્ઠા : પોષ વદ-૨. - કટારીયા દીક્ષા (વૈશાલીબેન) : કારતક વદ-૧૨. * લીંબડી પ્રતિષ્ઠા : ફાગણ... ૪ લીંબડી ૧ દીક્ષા. » જંગી પ્રતિષ્ઠા + બે દીક્ષા : ચૈત્ર વદ-૫. વોંધ પ્રતિષ્ઠા : ચૈત્ર વદ-૧૩. ૪ ચોબારી પ્રતિષ્ઠા : પોષ સુદ-૧૨. » ભચાઉ ઉપધાન.. વિ.સં. ૨૦૬૫, ઇ.સ. ૨૦૦૮ : આંબરડી પ્રતિષ્ઠા : કારતક વદ-૫. જે ધમડકા પ્રતિષ્ઠા : કારતક વદ-૮. » ભચાઉ અંજનશલાકા (ઓસવાળ સમાજ) + ૧ દીક્ષા (વૈશાલીબેન) : માગસર સુદ-૩. ૪ સીકરા પ્રતિષ્ઠા + ૧ દીક્ષા : માગસર સુદ-૯. ૪ વાંઢીયા પ્રતિષ્ઠા : મહા વદ-૬. ૪ વાંઢીયા (૪ દીક્ષા, રાજુભાઇ પરિવાર, બકુતરા) : મહા વદ-૬ . ૪ આડેસર-૨ દીક્ષા (અલ્પાબેન, વૈશાલીબેન) ; મહા વદ-૧૦. આડેસર પ્રતિષ્ઠા : મહા વદ-૧૩. ગાગોદર પ્રતિષ્ઠા : ફાગણ સુદ-૨. જે રાપર અંજનશલાકા : ફાગણ સુદ-૧૧. » ભુટકીયા (દવ-દેવી) પ્રતિષ્ઠા : ફાગણ વદ-૨. » પલાંસવા પ્રતિષ્ઠા : જેઠ સુદ-૯, » કટારીયા-૧ દીક્ષા (ભાવિક) : વૈશાખ સુદ-૬. (મુ. પ્રિયદર્શનવિ.) સાંતલપુર - ૧ દીક્ષા (ખોડીભાઇ) : વૈશાખ વદ-૧૨. (મુ. કલ્યાણપ્રભવિ.) કચ્છ વાગડના કણધારો ૧ ૨૯૭ Page #155 -------------------------------------------------------------------------- ________________ લાકડીયા ગુરુમંદિર પ્રતિષ્ઠા : જેઠ વદ-૬. ♦ શિકારપુર પ્રતિષ્ઠા : અષાઢ સુદ-૩. ♦ ભચાઉથી કટારીયા સંઘ (ધનજીભાઇ કારીયા) * વિ.સં. ૨૦૬૬, ઇ.સ. ૨૦૦૯-૧૦ : ♦ ભદ્રેશ્વર (ગુરુમંદિર) પ્રતિષ્ઠા : કારતક વદ-૧૨. > ભુજોડી પ્રતિષ્ઠા : માગસર સુદ-૩. ♦ અંજાર પ્રતિષ્ઠા : માગસર સુદ-૧૦. ♦ નંદગાવ પ્રતિષ્ઠા : માગસર સુદ-૧૫. > ભચાઉ (સોસાયટી) અંજનશલાકા : માગસર વદ-૫. ♦ અયોધ્યાપુરમ્ થી પાલીતાણા સંઘ (લહેરચંદભાઇ) > પાલીતાણા ૧૨ ગાઉ સંઘ (ભીખમચંદ છાજેડ પરિવાર) > ભદ્રેશ્વર તીર્થ પ્રતિષ્ઠા - દ્વિ.વૈ.વ.૫, ૦૨-૦૬-૨૦૧૦ ચૈત્રી ઓળી : સ્થળ લાભાર્થી ઘાટકોપર | અચુભાઇ (૨વજી નોંધા) નાસિક શંખેશ્વર ડુંગરશી શિવજી સત્રા મણિલાલ હરચંદ મહેતા રાપર મનફરા આધોઇ ભચાઉ શંખેશ્વર સુરેશભાઇ ગાભુભાઇ ગડા માલશી મેઘજી ચરલા ધનજીભાઇ ગાલા (ધજ્ઞાશા) વિ.સં. ૨૦૫૯ ૨૦૦ ૨૦૬૧ ૨૦૨ ૨૦૧૩ ૨૦૬૪ ૨૦૫ ઇ.સ. ૨૦૦૩ ૨૦૦૪ ૨૦૦૫ ૨૦૦૬ ૨૦૦૭ પૂ.આ. શ્રી વિ. કલાપ્રભસૂરીશ્વરજી મ. ૧ ૨૯૮ ૨૦૦૮ ૨૦૦૯ ૨૦૧૦ ૨૦૬ ૬ - મી 2 અને 8 પૂવ પૂ. કલાપૂર્ણસૂરિજી તથા પૂ. કલાપ્રભસૂરિજી ચાતુર્માસ સૂચિ વિ.સં. ૨૦૧૦ ૨૦૧૧ ૨૦૧૨ ૨૦૧૩ ૨૦૧૪ ૨૦૧૫ ૨૦૧૬ ઇ.સ. ૧૯૫૪ ફલોદી ૧૯૫૫ રાધનપુર ૧૯૫૬ લાકડીયા ૧૯૫૭ માંડવી ૧૯૫૮ વઢવાણ ૧૯૫૯ સુરેન્દ્રનગર ૧૯૬૦ આધોઇ ૨૦૧૭ ૧૯૬૧ ૨૦૧૮ ૨૦૧૯ ૨૦૨૦ ૨૦૨૧ ૨૦૨૨ ૨૦૨૩ ૨૦૨૪ ૨૦૨૫ ૨૦૨૬ ૨૦૨૭ ૨૦૨૮ ૨૦૨૯ ૨૦૩૦ ૨૦૩૧ ૨૦૩૨ જામનગર ૧૯૬૨ જામનગર ૧૯૬૩ ગાંધીધામ ૧૯૬૪ આધોઇ ૧૯૬૫ ૧૯૬૬ ભુજ ૧૯૬૭ અંજાર ૧૯૬૮ ફલોદી ૧૯૬૯ ૧૯૭૦ ૧૯૭૧ ૧૯૭૨ ૧૯૭૩ ૧૯૭૪ ૧૯૭૫ ૧૯૭૬ ભુજપુર અમદાવાદ નવસારી આધોઈ લાકડીયા મનફરા અંજાર ગામ ખેડા લુણાવા (પૂ. કલાપ્રભસૂરિજીનું જયપુર) કચ્છ વાગડના કર્ણધારો ૨ ૨૯૯ Page #156 -------------------------------------------------------------------------- ________________ વિ.સં. | ઇ.સ. ગામ ૨૦પ૯ ૨૦૩ મુંબઈ (ગોવાલિયા ટેન્ક) ૨૦૬૦ ૨૪ | મુંબઇ (ઘાટકોપર) ૨૦૬૧ ૨૫ મનફરા ૨૦૬૨ ૨૦૦૬ સામખીયાળી ૨૦૬૩ | ૨૦૧૭ | આધોઈ ૨૦૬૪ ૨Q૮ ભચાઉ ૨૦૬૫ ૨૯ | કટારીયા ૨૦૬૬ | ૨૦૧૭ | ભુજ વિ.સં. | ઇ.સ. ગામ | ૨૦૩૩ | ૧૯૭૭ ] આધોઇ ૨૦૩૪ | ૧૯૭૮ | પિંડવાડા (પૂ. કલાપ્રભસૂરિજીનું ભચાઉ) ૨૦૩૫ ૧૯૭૯ | ફલોદી ૨૦૩૬ ૧૯૮૦ પાલીતાણા | ૨૦૩૭ | ૧૯૮૧ | મનફરા (પૂ. કલાપ્રભસૂરિજીનું આધોઈ) ] ૨૦૩૮ ૧૯૮૨ ઉજ્જૈન ૨૦૩૯ | ૧૯૮૩ | અમદાવાદ ૨૦૪૦ ૧૯૮૪ | ડીસા ૨૦૪૧ ૧૯૮૫ જયપુર ૨૦૪૨ ૧૯૮૬ | માંડવી ૨૦૪૩ ૧૯૮૭ | ભુજ ૨૦૪૪ ૧૯૮૮ વાવ ૨૦૪૫ | ૧૯૮૯ | આધોઇ ૨૦૪૬ | ૧૯૯0 | ભચાઉ ૨૦૪૭ ૧૯૯૧ ધ્રાંગધ્રા (પૂ. કલાપ્રભસૂરિજીનું સુરત) ૨૦૪૮ ૧૯૯૨ | સુરત ૨૦૪૯ | ૧૯૯૩ | મદ્રાસ ૨૦૫૦ ૧૯૯૪ | મદ્રાસ ૨૦૫૧ ૧૯૯૫ બેંગ્લોર ૨૦૧૨ ૧૯૯૬ | કોઇમ્બતુર ૨૦૫૩ ૧૯૯૭ સોલાપુર ૨૦૫૪ ૧૯૯૮ | રાજનાંદગાંવ ૨૦૫૫ ૧૯૯૯ | વાંકી ૨ઉપE ૨OOO પાલીતાણા ૨૦૧૭ | ૨OO૧ | ફલોદી ૨૦૫૮ | ૨૦૦૨ | વલસાડ (પૂ. કલાપૂર્ણસૂરિજીનો સ્વર્ગવાસ) પૂ.આ. શ્રી વિ. કલાપૂર્ણસૂરીશ્વરજી મ. - કલાપ્રભસૂરીશ્વરજી મ. ૧ 300 કચ્છ વાગડના કણધારો ૨ ૩૦૧ Page #157 -------------------------------------------------------------------------- ________________ કલિકાલ ચંદન બાલાવતાર વાગડ સમુદાયનાં રત્ન પૂજ્ય સાધ્વીજી આણંદથીજી (સાથે સાથે તેમના ગુરુબેન પૂજ્ય સા. જ્ઞાનશ્રીજીનું જીવન પણ ટૂંકમાં વણી લેવામાં આવ્યું છે.) વિ.સં. ૧૯૨૪, ઇ.સ. ૧૮૬૮માં પલાંસવા (કચ્છ-વાગડ)માં રાધનપુરથી નંદુબેન આવેલાં. નંદુબેન એટલે અંદરબેનના ફોઇનાં પુત્રી ! બચપણથી જ સંસારથી એમનો આત્મા વિરક્ત હતો. નંદુબેને મામાની છોકરી અંદુને પૂછ્યું : ‘અંદુ ! આ સંસાર ખારો ઝેર છે. અસારછે. આમાં આપણે ન રહેવાય.' ‘તો આપણે શું કરવું ?’ ‘દીક્ષા લઇ લેવી.’ ‘દીક્ષા એટલે શું ?’ ઘર છોડીને સાધુ થઇ જવું. જીવનભર ઉગ્ર સાધના કરવી. પાંચ મહાવ્રતોનું પાલન કરવું વગેરે.' ‘એમ કરવાથી શું મળે ?' ‘મોક્ષ મળે.’ ‘મોક્ષ એટલે શું ?’ ‘આપણામાં રહેલા બધા જ ગુણો પ્રગટ થાય અને બધા જ દોષો નષ્ટ થાય, એનું નામ મોક્ષ, ‘એમ ? તો તો હું પણ દીક્ષા લઇશ.’ સાત વર્ષની અંદુ બોલી ઊઠી. આ અંદુ તે બીજાં કોઇ નહિ, પણ ભવિષ્યના આણંદશ્રીજી. નંદુ તે તેમના ભવિષ્યના ગુરુ નિધાનશ્રીજી. વિ.સં. ૧૯૧૭, ઇ.સ. ૧૮૬૧, જેઠ સુદ-૧ ના નવલબેન મોતીચંદ માનસંગ દોશીને ત્યાં અંદરબેનનો જન્મ થયેલો. પૂ. સાધ્વીજી આણંદશ્રીજી • ૩૦૨ પૂર્વ ભવના સંસ્કારના કારણે અંદરબેનનો આત્મા સહજ રીતે જ સંસારથી વિરક્ત હતો. એમાં પણ નંદુબેન વગેરેના નિમિત્તો એના વૈરાગ્યને પુષ્ટ બનાવતા રહ્યા. એ જમાનામાં પાટી (સ્લેટ) પર રેતી પાથરીને બાળકો લખતા હતા - ભણતા હતા. અંદરબેન પણ આ જ રીતે ભણેલાં. પણ એમની મૂળભૂત રુચિ તો ધાર્મિક જ્ઞાનની જ. એમને પુણ્યોદયથી સાથીદાર પણ એવાં જ ધાર્મિક મળેલાં. એનું નામ ગંગાબેન. કસ્તૂરભાઇ દોશીની પુત્રી આ ગંગાબેન પણ બચપણથી જ ધાર્મિક વૃત્તિવાળાં. બંને સખીઓએ પાંચ પ્રતિક્રમણનો અભ્યાસ સાથે જ કર્યો. એક વખત બંનેને સમાચાર મળ્યા કે બાજુમાં આડીસર ગામમાં જેમલ નામના કોઇ યુવકની દીક્ષા થવાની છે. બંનેને જોવાની ખૂબ જ ઇચ્છા થઇ આવી. ગાડામાં તો કોણ લઇ જાય ? બંને ૭-૮ વર્ષની સખીઓ ચાલતાં-ચાલતાં (લગભગ ૧૨ કિ.મી.) ત્યાં પહોંચી. વિ.સં. ૧૯૨૫, ઇ.સ. ૧૮૬૯, વૈ.સુ.૩ નો દિવસ હતો. દીક્ષાનો અપૂર્વ માહોલ હતો. દીક્ષા-દાતા હતા : પૂ. પદ્મવિજયજી મ. ને દીક્ષા લેનારા હતા : પૂ. જીતવિજયજી. આ દીક્ષા પ્રસંગ જોવાથી ‘અમારે પણ ગમે તે રીતે દીક્ષા લેવી જ' એ ભાવના અત્યંત દેઢ થઇ ગઇ. આમ પણ નંદુબેન વૈરાગ્ય બીજનું વપન કરી જ ગયાં હતાં. દીક્ષા દર્શનના આ નિમિત્તે જળસિંચનનું કામ કર્યું ને વૈરાગ્યનો અંકુરો ફૂટ્યો. પણ દીક્ષા લેવા માટે ઘરના તમામ સંયોગો પ્રતિકૂળ હતા. નવલબેનને એક જ પુત્ર (વેણીદાસ) અને એક જ પુત્રી (અંદુ) હતા. એકની એક લાડકી દીકરીને કોણ રજા આપે ? અધૂરામાં પૂરું પ્રાયઃ વિ.સં. ૧૯૨૭, ઇ.સ. ૧૮૭૧માં માતૃશ્રી નવલબેન સ્વર્ગવાસી બની ગયાં. ૧૦ વર્ષની અંદુ પર જાણે આભ તૂટી કચ્છ વાગડના કર્ણધારો ૨ ૩૦૩ Page #158 -------------------------------------------------------------------------- ________________ પડવું. વળી, ઘરની જવાબદારી પણ આવી પડી. પણ પોતાના જીવન ધ્યેયને સારી રીતે જાણતી અંદુએ પિતાશ્રીને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું : “હું બેત્રણ વર્ષથી ધર્મના અભ્યાસમાં લીન છું, એ આપ જાણો જ છો. મને સંસારમાં જરા પણ રસ નથી. એટલે મારા પર કોઇ આશા રાખતા નહિ.' “આવું બોલીને તું શા માટે મને વધુ ચિંતામાં નાંખે છે ?' ‘ચિંતામાં નથી નાખતી, પણ ચિંતાથી મુક્ત કરું છું. ઘરમાં રહેલી છોકરી તો જીવનભર પિતા માટે (પરણીને જાય તો પણ) ચિંતાનું પોટલું બની રહે છે. જ્યારે હું તો આપને જીવનભર માટે ચિંતામુક્ત બનાવું છું.” આવું સ્પષ્ટપણે બોલતી અંદુની સામે પિતાશ્રી મોતીચંદ એક શબ્દ પણ ન બોલી શક્યા. દૃઢ સંકલ્પની સામે ઘણું કરીને સામી વ્યક્તિ હતપ્રભ બની જતી હોય છે. વિ.સં. ૧૯૩૨, ઇ.સ. ૧૮૭૬માં પૂ. પદ્મવિજયજી, પૂ. જીતવિ., પૂ. પુણ્યવિ. આદિ પલાંસવામાં ચાતુર્માસાર્થે પધાર્યા. પૂ. પદ્મવિ.મ.ની વૈરાગ્યભરી વાણી સાંભળીને અંદરબેનનો વૈરાગ્ય અત્યંત તીવ્ર બન્યો. ચોથું વ્રત લેવાની ભાવના જાગી. જયોતિર્વિદ્ પૂ. પદ્મવિ. એ પણ આ બાળાના કપાળના લેખ વાંચી લીધા ને એક દિવસ વ્યાખ્યાન સભામાં જ બંને બેનોને (અંદરબેન તથા ગંગાબેન) આજીવન બ્રહ્મચર્યવ્રતની પ્રતિજ્ઞા આપી દીધી. સભામાં ખળભળાટ મચી ગયો. ૧૪-૧૫ વર્ષની બાળાઓને વ્રત ? લોકોને આશ્ચર્યનો આઘાત લાગ્યો. પૂ. પદ્મવિજયજીએ સૌને સમજાવતાં કહ્યું : ભાગ્યશાળીઓ ! આ વ્રત દુર્ધર છે, તે હું જાણું છું. પણ સાથે-સાથે આ બંને બાળાઓનાં મન પણ દેઢ છે, તે પણ જાણું છું. આજનો દિવસ અને અત્યારનો સમય અતિશ્રેષ્ઠ હોવાથી મેં અત્યારે પ્રતિજ્ઞા આપી છે. લોકો ચૂપ થઈ ગયા. બંને બાળાઓને ચલાયમાન કરવા કુટુંબીજનોએ ઘણા પ્રયત્ન કર્યા, પણ જેમનો સંકલ્પ મેરૂ જેવો નિશ્ચલ હોય તેમને કોણ ચલાયમાન કરી શકે ? પૂ. પદ્મવિ.એ શુભ મુહૂર્ત આપેલી પ્રતિજ્ઞા બંનેએ કેવી રીતે પાળી ? તે જગત જાણે છે. પૂ. સાધ્વીજી આણંદશ્રીજી + ૩૦૪ હવે બંને બાળાઓએ પોતાનું મન સંપૂર્ણપણે ધર્મ-માર્ગમાં લગાવી દીધું. ત્યારથી માંડીને જ્યાં સુધી સંસારમાં રહ્યા ત્યાં સુધી બંને વખત પ્રતિક્રમણ, રોજ ૭-૮ સામાયિક, ૧૨ તિથિએ પૌષધ, પૌષધ સિવાયના દિવસોમાં પણ પડિલેહણ કરવાનું (અભ્યાસ માટે) તથા સચિત્તનો સ્પર્શ નહિ કરવાનો ! હવે તો પિતા મોતીચંદજીએ પણ બાળકીનું મન જાણી લીધું એટલે અનુકૂળ થઇને રહેવા માંડ્યા. ભાગ્ય યોગે વિ.સં. ૧૯૩૫, ઇ.સ. ૧૮૭૯ થી પૂ. પદ્મવિજયજીએ પલાંસવામાં જ સ્થિરવાસ કર્યો હતો. આથી અંદરબેને તેમની પાસે જ આગળનો ધાર્મિક અભ્યાસ શરૂ કર્યો. સાથે તપ પણ ચાલુ રાખ્યો. ગૃહસ્થપણામાં જ એમણે કરેલો તપ તથા કરેલો જ્ઞાનાભ્યાસ આશ્ચર્ય ઉપજાવે તેવા છે. જીવવિચારાદિ ચાર પ્રકરણ, ત્રણ ભાષ્ય, છ કર્મગ્રંથ, વૈરાગ્ય શતક, દાન-શીલાદિ ૨૭ કુલકો, બૃહત્સંગ્રહણી, ક્ષેત્રસમાસ, ઉપદેશમાલા, સિંદૂરપ્રકર વગેરે અર્થ સહિત કંઠસ્થ કર્યા હતા. બીજ, પાંચમ, આઠમ, અગ્યારસ, ચૌદસ, રોહિણી, નવપદજીનું આરાધન વગેરે સંપૂર્ણ તથા વીશસ્થાનકની ૧૧ ઓળી વગેરે તપ કરેલ હતાં. સાથે સાથે પૂ. પદ્મવિ.મ.ની વૈરાગ્ય-ગર્ભિત વાણીથી સંસાર પૂર્ણપણે અસાર લાગવા માંડ્યો હતો. વર્ષો પર વર્ષો વીતવા લાગ્યા હતા છતાં હજુ સ્વજનો તરફથી દીક્ષા માટે રજ મળતી નહોતી. હવે, ફોઇના પુત્રી નંદુબેન, જે રાધનપુરમાં વિ.સં. ૧૯૩૧, ઇ.સ. ૧૮૭૫માં પૂ. જીતવિજયજી પાસે દીક્ષા લઇને સા. નિધાનશ્રીજી રૂપે સુંદર સંયમ જીવન પાળતા હતાં, તેઓ પોતાના ગુરુજી સા. રળીયાતશ્રીજી સાથે પલાંસવામાં પધાર્યા. તેમના ઉપદેશથી જલ્દીથી દીક્ષા લેવાની ઇચ્છા થઇ, સ્વજનોએ પણ હવે માંડ-માંડ રજા આપી, પણ પૂ. પાવિજયજી મ. પાસે કચ્છ વાગડના કર્ણધારો જે ૩૦૫ Page #159 -------------------------------------------------------------------------- ________________ શરત મૂકી કે અમે અમારી અંદરને રજા આપીએ, પણ તેનું મુહૂર્ત અત્યારથી (બાર મહિના પહેલાથી) જોઇએ. એ મુહૂર્ત આપ્યા પછી જો , (૧) કચ્છ-વાગડમાં વરસાદ પડશે, (૨) કોઇ સગા-વહાલાનું મૃત્યુ નહિ થાય, (૩) પૈસે-ટકે અમારી સમૃદ્ધિ વધશે તો જ અમે રજા આપશું. વિ.સં. ૧૯૩૭, ઇ.સ. ૧૮૮૧માં જયોતિર્વેત્તા પૂ. પદ્મવિજયજી મ.એ વિ.સં. ૧૯૩૮, માગ.સુ.૩ નું મુહૂર્ત આપ્યું. ખરેખર ચમત્કાર એ સર્જાયો કે- વરસાદ પણ પડ્યો, સમૃદ્ધિ પણ વધી અને કોઇનું મૃત્યુ પણ ન થયું ! પલાંસવાના બધા જ લોકો પૂ. પદ્મવિ.મ.ની જ્યોતિષ વિદ્યાને તથા અંદરબેનના પુણ્યને વંદી રહ્યા. માગ.સુ.૩ ના કુલ ચારની દીક્ષા થવાની હતી. (જો ઇતારામ ઝવેરચંદ કોઠારી, હરદાસભાઇ ઓધવજી ચંદુરા, કુ. અંદરબેન મોતીચંદ દોશી તથા ક. ગંગાબેન કસ્તુરભાઇ દોશી) આથી પલાંસવામાં અપાર આનંદ હતો. ચારેય બાળ બ્રહ્મચારી યુવક-યુવતીઓ હતા. કચ્છ-વાગડમાં દીક્ષાનો આવો પહેલો જ પ્રસંગ હતો. ધનતેરસથી વાયણા શરૂ થયા હતા. કચ્છમાં ભુજ વગેરે તેમજ મોરબી, રાધનપુર, ભાભર વગેરે ૮૦ ગામોમાં પત્રિકા લખવામાં આવી હતી. (છાપીને નહિ, લખીને). તે તમામ સંઘો દીક્ષા વખતે આવ્યા હતા. મહોત્સવના પ્રારંભના દિવસોમાં પાંચ હજાર માણસ તથા દીક્ષાના દિવસે દસ હજાર માણસો એકઠા થયા હતા. રહેવા માટે પલાંસવાના રજપૂત, બ્રાહ્મણ, કુંભાર વગેરેએ પોતાના મકાનો આપ્યા હતા. (પોતે સંકડાશ ભોગવી હતી અથવા વાડીઓમાં રહેવા ચાલ્યા ગયા હતા.) પલાંસવાના ઠાકોર પુંજાજી, આડીસરના ઠાકોર લખાજી – એ બંનેની ખૂબ જ સહાયતા મળી હતી. વરઘોડા માટે રથ, ઘોડા, પાલખી વગેરે તમામ વસ્તુઓ આપી હતી. કારભારી નાગર બ્રાહ્મણ ચુનીલાલે ચુસ્ત સુરક્ષાનો બંદોબસ્ત કર્યો હતો. જે જે ગામના સંઘો આવે તેમનું સામૈયું થતું હતું. ૧૮ મોટા સાધર્મિક વાત્સલ્ય થયા હતા. એક ટેકમાં ૨૧ મણ ઘીનો શિરો વપરાતો હતો. (તે સમયે એક પૂ. સાધ્વીજી આણંદશ્રીજી + ૩૦૬ કે બે જ વસ્તુ સાધર્મિક વાત્સલ્યમાં બનતી હતી.) આવેલા સંઘો તરફથી તથા પલાંસવા ગામ તરફથી પરસ્પર થાળી, મોટા થાળા વગેરેની સવાસો લહાણીઓ થઇ હતી. પ્રભાવનાઓનો તો કોઇ પાર નહોતો. આખું પલાંસવા ઇન્દ્રપુરીની જેમ શણગારાયું હતું. માગ.સુ.૩ ના શુભ મુહૂર્ત ચારેયને પૂ. પદ્મવિજયજીએ દીક્ષા આપી હતી. ચારેયના નામ નીચે મુજબ પડ્યા હતા. જોઇતારામ : જીવવિજયજી : ગુરુ પૂ. પદ્મવિજયજી (વડીદીક્ષામાં પૂ. જીતવિ.) હરદાસભાઇ : હીરવિજયજી : ગુરુ પૂ. જીતવિજયજી અંદરબેન : આણંદશ્રીજી : ગુરુ સા. નિધાનશ્રીજી ગંગાબેન : જ્ઞાનશ્રીજી : ગુરુ સા. નિધાનશ્રીજી દીક્ષા પછી સંઘના અતિ આગ્રહથી એક મહિના સુધી રોકાયા. વિદાય વખતે જૈન-જૈનેતર તમામ લોકો વળાવવા આવ્યા. ગુરુ મ.ના કહેવાથી નૂતન દીક્ષિત સા. આણંદશ્રીજીએ ત્યારે લોકોની સમક્ષ વક્તવ્ય આપ્યું. (વાગડ સમુદાયમાં પૂ. પદ્મવિ.મ.ના સમયથી જ સાધ્વીજીઓ આ રીતે વ્યાખ્યાન આપતા આવ્યાં છે, જેમાં પુરુષો પણ બાજુમાં બેઠા હોય.) દીક્ષા પ્રસંગે વાયણાની પાંચ હજાર કોરી (કચ્છી નાણું) તથા વરઘોડા વગેરેની બોલીની ૧૦ હજાર કોરીની આવકમાંથી સોનાનું પાકું, સોનાની ઠવણી તથા શ્રીશાન્નિનાથજીની આંગી બનાવવામાં આવી હતી. કુલ ૮૦ હજાર કોરીનો વ્યય થયો હતો. અત્યારના હિસાબે કેટલા રૂપિયા કહેવાય તે સુજ્ઞોએ સ્વયં જાણી લેવું.) પલાંસવાથી વિહાર કરીને સા. રળીયાતશ્રીજી વગેરે પાટણ આવ્યાં. નૂતન દીક્ષિતોને જોઇને આનંદમાં આવેલા પાટણના સંઘે અઢાઇ મહોત્સવ કર્યો હતો. પુણ્યશાળીના પગલે નિધાન ! ત્યાર પછી વિસનગર (સા. રળીયાતશ્રીજીની જન્મભૂમિ) થઇને અમદાવાદ આવ્યા. ત્યાં ડહેલાના ઉપાશ્રયે બિરાજમાન ગીતાર્થવર્ય પૂ.પં. શ્રી રત્નવિજયજી (જે પૂ. પદ્મવિજયજીના જ ભૂતપૂર્વ શિષ્ય હતા ને તેમણે ડેલાવાળા પૂ. કચ્છ વાગડના કર્ણધારો ૨ ૩૦૭ Page #160 -------------------------------------------------------------------------- ________________ સૌભાગ્યવિજયજીને સોંપ્યા હતા.) પાસે યોગોદ્ધહનપૂર્વક નૂતન દીક્ષિતોની વડી દીક્ષા થઇ. પ્રથમ ચાતુર્માસ અમદાવાદ રૂપા સુરચંદની પોળમાં કર્યું. વિ.સં. ૧૯૪૦નું ચાતુર્માસ પણ અમદાવાદમાં થયું. આ વખતે દાદી ગુણી સા. રળીયાતશ્રીજીનું સ્વાથ્ય બગડ્યું. સા. આણંદશ્રીજી વગેરેએ તેમની અદભુત સેવા કરી. એ જ ચાતુર્માસમાં તેઓશ્રી સમાધિપૂર્વક કાળધર્મ પામ્યાં. તે નિમિત્તે એક મહિનાનો મહોત્સવ થયો હતો. સા. રળીયાતશ્રીજીનો કેટલો પ્રભાવ હશે ! તે વિચારતા કરી મૂકે તેમ છે. આ ચાતુર્માસ પછી બીજાપુરમાં ચાર મહિના રહી પંડિતજી પાસે અભ્યાસ કર્યો. વિ.સં. ૧૯૪૧ અમદાવાદના ચાતુર્માસમાં પૂ.પં. શ્રી રત્નવિજયજી મ.ની પાસે ઉત્તરાધ્યયન તથા આચારાંગના યોગોદ્ધહન કર્યા. જ્યાં સાધ્વીજી જતા ત્યાં તેમના ચારિત્ર ધર્મની આરાધનાનો શ્રાવક-શ્રાવિકાઓ ઉપર ખૂબ જ ઊંડો પ્રભાવ પડતો. ગમે તેવા પ્રશ્નો શ્રાવક કે શ્રાવિકાઓ પૂછે તેનો શાસ્ત્રીય જવાબ સાધ્વીજી તરફથી અપાતો જોઇ સૌ સ્તબ્ધ બની જતા. દીક્ષા પછી સ્વજન્મભૂમિ પલાંસવામાં પ્રથમ ચાતુર્માસ વિ.સં. ૧૯૪૬, ઇ.સ. ૧૮૯૦માં કરતાં શ્રીસંઘમાં અપાર હર્ષ છવાયો હતો. પૂ. દાદા શ્રી જીતવિ.મ.ની નિશ્રામાં એ ચાતુર્માસ થયેલું. વિ.સં. ૧૯૪૭-૪૮, ઇ.સ. ૧૮૯૧-૯૨ માં બે ચાતુર્માસ કચ્છભુજમાં કર્યા હતા. આગમજ્ઞ મુનિ શ્રી ખાન્તિવિજયજી (જેઓ પૂ. બુટ્ટરાયજી મ.ના શિષ્ય હતા) પાસે આ બે ચાતુર્માસ દરમ્યાન આગમની વાચના લીધી હતી તથા સૌરાષ્ટ્રમાં સાયલામાં પણ એમની જ નિશ્રામાં આગમની વાચના લીધી હતી. સાધ્વીજીના વિનય તથા ઉદ્યમ વગેરે જોઇ મુનિ શ્રી ખાગ્નિવિજયજી પણ વાચના માટે પૂરતો સમય આપતા હતા. હવે ગુરુવર્યા સા. નિધાનશ્રીજીને ટી.બી. થતાં તેના ઉપચાર માટે અમદાવાદ આવ્યાં. બે ચાતુર્માસ (વિ.સં. ૧૯૪૯-૫૦, ઇ.સ. ૧૮૯૩૯૪) અમદાવાદ કર્યા. ખૂબ જ ઇલાજ કર્યા, પણ તૂટીની બુટી શું હોય ? આખરે સં. ૧૯૫૦, ચૈ.વ.૧ ના અમદાવાદ રૂપ સુરચંદની પોળમાં પૂ. સાધ્વીજી આણંદશ્રીજી + ૩૦૮ તેઓશ્રી સમાધિપૂર્વક કાળધર્મ પામ્યાં ! સા. આણંદશ્રીજી પર તો જાણે દુઃખના ડુંગરા તૂટી પડ્યા. ગૃહસ્થપણામાં બચપણથી લઈને આજ સુધી જેમનો ઉપકાર હતો, જેમની છત્રછાયામાં જ સા. આણંદશ્રીજી ઘડાયા હતાં, એમનો વિયોગ અત્યંત આઘાતજનક બને, એ સહજ હતું. પણ આવા આઘાતો પચાવવા જ જાણે આણંદશ્રીજી જન્મ્યા હતાં. કદાચ કુદરત આવા આઘાતો આપીને અત્યંત ઉત્કૃષ્ટ ઘડતર કરવા માંગતી હતી. પરીક્ષા સોનાની થાય, કથીરની નહિ. કુદરત ક્યારેય રણમાં ગુલાબ નથી ઊગાડતી. સહન ન કરી શકે તેવાને ક્યારેય કુદરત તેટલા કષ્ટ નથી આપતી ! શાસ્ત્ર-તત્ત્વોને પચાવીને બેઠેલા, વૈરાગ્યનું અમૃત પી ચૂકેલાં આ સાધ્વીજી આ વિયોગને પચાવી ગયાં ! અખંડ ગુરુ-સેવા કરવાનો, તેમની આજ્ઞા ઝીલવાનો અવસર મળ્યો, કંઇક કૃપા મેળવી શકાઇ, તેનાથી તેમણે સંતોષ માન્યો. ગુણી સ્વર્ગવાસી થયાં ત્યારે માત્ર ૧૩ વર્ષની દીક્ષા પર્યાય હતો અને માત્ર ૩૩ વર્ષની ઉંમર હતી ! વિ.સં. ૧૯૫૨માં વિહાર કરતા માણસા પધાર્યા. ત્યાં બનેલો પ્રસંગ જાણવા જેવો છે ; સાધ્વીજી આણંદશ્રીજી પાસે એક ભાઇ આવી પહોંચ્યા અને કહેવા લાગ્યા : હું ચોટીલાનો છું. મારું નામ લલ્લુભાઇ કપાસી. બચપણથી જ મારી દીક્ષા લેવાની ભાવના હતી, પણ સફળ થઇ શકી નહિ, સ્વજનોએ મને પરાણે લગ્નગ્રંથિથી બાંધી દીધો. આજે મને વિચાર આવે છે કે ભલે હું દીક્ષા ન લઇ શક્યો, પણ મારા સંતાનોમાંથી કોઇ દીક્ષા લે તો સારું ! મારી ૧૫ વર્ષની મણિ નામની પુત્રી છે. આપના ચારિત્રની સુવાસ કેટલાયના મુખેથી સાંભળી એટલે વિચાર આવ્યો કે આવા ગુણીયલ ગુરુણીના ચરણે મારે મારી બાળા સોંપવી છે. મણિને હું મારી સાથે જ લાવ્યો છું. એને મેં મારી રીતે દીક્ષા લેવા માટે તૈયાર કરી છે. એનામાં પણ મને પાત્રતા જણાય છે. એટલે આપની પાસે મૂકવાની મારી ઇચ્છા છે, એની માતા જડાવને જરાય ખબર ન પડવી જોઇએ. એને તો હું કચ્છ વાગડના કર્ણધારો + ૩૦૯ Page #161 -------------------------------------------------------------------------- ________________ એમ કહીને આવ્યો છું કે “આ મણિને મારા બેનને ત્યાં થોડા દિવસ માટે મૂકી આવું છું. એની ફોઇને ત્યાં ભલે થોડા દિવસ રહી આવે.” મારા જેવી ધર્મની લાગણી મારી પત્નીને નથી, એટલે આવું કરવું પડે. શું થાય ? આપ જો કહેતા હો તો મારી મણિને આપની પાસે મૂકી જાઉં? તમે એને તૈયાર કરજો . મારી સંપૂર્ણ રજા છે.” જિનશાસનમાં આવા શ્રાવકો વસે છે, એ જાણીને સાધ્વીજીને ખૂબ જ આનંદ થયો. કહ્યું : “ભલે, તમે મૂકી જાવ. અમે તૈયાર કરવામાં કોઇ કચાશ નહિ રાખીએ.’ ૧૫ વર્ષની મણિ પ્રેમપૂર્વક સાધ્વીજી પાસે રહી ગઇ. પ્રથમ નજરે જ તે સાધ્વીજીના તપ-તેજથી અંજાઇ ગઇ અને વાત્સલ્યથી ભીંજાઇ ગઇ. થોડા જ દિવસોમાં તો તેને એટલું બધું ગમી ગયું કે તે ઘર અને માતાપિતા વગેરે બધું જ ભૂલી ગઈ ! તે વખતે માણસાથી કેશરીયાજીનો છ'રી પાલક સંઘ નીકળેલો, એમાં સાધ્વીજીની સાથે મણિ પણ જોડાઈ. એને વિહારો ખૂબ જ ફાવી ગયા. વિ.સં. ૧૯૫૨ ના બીજાપુર ચાતુર્માસમાં તે સાથે રહીને ભણી. ગુણી સા. આણંદશ્રીજીએ પણ તેને સંયમની ઉત્કૃષ્ટ તાલીમ આપી . વિ.સં. ૧૯૫૩, ઇ.સ. ૧૯૯૭, વૈ.સુ.૧૫ ના દિવસે તેણે પૂ. દાદા શ્રી જીતવિજયજી મ.ના વરદ હસ્તે બીજાપુરમાં દીક્ષા સ્વીકારી. તેની દઢતા જોઇને માતા જડાવબેન પણ છેલ્લે દીક્ષા માટે સંમત થઇ ગયાં હતાં. તેમનું નામ પાડવામાં આવ્યું : સા, માણેકશ્રીજી. સા.આણંદ શ્રીજીના આ પ્રથમ શિષ્યા થયાં. તેઓ ખૂબ જ વિનીત, શાંત અને આજ્ઞાંકિત હતાં. ગુરુજીનું પણ તેમના પર ખૂબ જ વાત્સલ્ય હતું. તેમણે પ્રકરણ, વ્યાકરણ વગેરેનો સારો અભ્યાસ કર્યો હતો. ગુરુવર્યાના દરેક કાર્યોમાં તેમનો બધી રીતે સહકાર રહ્યો હતો. વિ.સં. ૧૯૬૫, ઇ.સ. ૧૯૦૯નું ચોટીલા ચોમાસું તેમના જ સ્વજનોના આગ્રહથી થયું હતું. વિ.સં. ૧૯૬૮, ઇ.સ. ૧૯૧૨, વૈ.વ.૧ ના મુન્દ્રા (કચ્છ)માં ટી.બી. રોગથી ગ્રસ્ત બનેલાં આ સા. માણેકશ્રીજી સમાધિપૂર્વક કાળધર્મ પૂ. સાધ્વીજી આણંદશ્રીજી * ૩૧૦ પામ્યાં હતાં. સા. આણંદશ્રીજીથી પ્રતિબોધ પામેલ મુન્દ્રાના વોરા તેજસી ફોજદારે ખૂબ જ ભક્તિ કરી હતી. ૩૨ વર્ષની વયે ૧૬ વર્ષના દીક્ષાપર્યાયનું પાલન કરીને કાળધર્મ પામેલાં આ સાધ્વીજીના જવાથી સા. આણંદશ્રીજીને બહુ મોટી ખોટ પડી હતી. સા. રતનશ્રીજી – ચતુરશ્રીજી વગેરેની પરંપરાનો સાધ્વી વર્ગ સા. માણેકશ્રીજીની શાખાનો છે. - સા. આણંદશ્રીજીના પોતાના કુલ ત્રણ શિષ્યાઓ હતાં. ત્રણે ત્રણનો સ્વર્ગવાસ પોતાની વિદ્યમાનતામાં જ થઇ ગયો હતો. વિ.સં. ૧૯૫૮, ઇ.સ. ૧૯૦૨માં પાલીતાણા ચાતુર્માસ દરમ્યાન નરોડા (અમદાવાદ પાસે)ના અ.સૌ. ચંદનબેન ચાતુર્માસ કરવા આવેલાં . સાધ્વીજીનું અત્યંત નિર્મળ જીવન જોઇ તેમને ચારિત્ર સ્વીકારની પ્રબળ ઇચ્છા થઇ અને તરત જ અમલમાં પણ મૂકી દીધી. ચાતુર્માસ પછી તરત જ વિ.સં. ૧૯૫૯, ઇ.સ. ૧૯૦૨, માગ.સુ. ૧૫ ના દિવસે ચારિત્ર સ્વીકાર કરી ચંદનશ્રીજી નામ ધારણ કર્યું. આ તેમનાં બીજા શિષ્યા હતાં. સા. ચંદનશ્રીજી ખૂબ જ આરાધક, ગુરુભક્ત અને શુદ્ધ ક્રિયાના પક્ષપાતી હતાં. એમનો ચહેરો જ એટલો પ્રતિભાશાળી હતો કે જે જોઇને જ કેટલાય લોકો પ્રતિબોધ પામી જતા હતા. ૨૦ વર્ષનું ચારિત્ર પાળી વિ.સં. ૧૯૭૭, ઇ.સ. ૧૯૨૧, પોષ વદ-૮ ના સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા હતાં. ચંપાશ્રીજી-ગુણશ્રીજી-સુભદ્રાશ્રીજી વગેરે તેમની પરંપરા છે. ત્રીજા શિષ્યા તે સા. મુક્તિશ્રીજી, જે સા. ચતુરશ્રીજીના સંસારી માતૃશ્રી હતાં. સંસારી નામ મીઠીબાઇ હતું. માંડવીના આ મીઠીબેને એકની એક પુત્રી પાર્વતીની સાથે વિ.સં. ૧૯૬૭, ઇ.સ. ૧૯૧૧, મહા સુ.૧૦ ના દિવસે પૂ. જીતવિજયજી મહારાજના વરદ હસ્તે દીક્ષા લીધેલી. વિ.સં. ૧૯૬૯, ઇ.સ. ૧૯૧૩, ભુજ ચાતુર્માસ દરમ્યાન કેટલાક શ્રાવિકાઓએ તથા આ સા. મુક્તિશ્રીજીએ કર્મ-સૂદન તપ શરૂ કર્યો હતો. એકલઠાણાના દિવસે અચાનક જ કોલેરા રોગથી ગ્રસ્ત બન્યાં ને સતત - સખત ઝાડાઉલ્ટી થવાથી, શરીરમાં પાણી ઘટી જતાં રાત્રે ૩.૦૦ વાગે અષા.વ.૧૧ કચ્છ વાગડના કર્ણધારો ૨ ૩૧૧ Page #162 -------------------------------------------------------------------------- ________________ ના દિવસે સમાધિપૂર્વક કાળધર્મ પામ્યાં. માત્ર દોઢ વર્ષનો પર્યાય અને ૩૩ વર્ષની તેમની ઉંમર હતી ! તેઓ ખૂબ જ સરળ, શાંત અને ભક્તિવાળા હતાં. પ્રકરણ, વ્યાકરણાદિનો સારો અભ્યાસ કર્યો હતો. આ ત્રણ શિષ્યાઓના કાળધર્મ પછી તેમણે પોતાના નામના કોઇ શિષ્યાઓ કર્યા નથી. એમના સંયમજીવન અને પુણ્યથી ઘણા બહેનો આકર્ષિત થયાં, પણ બધાયને તેમણે પ્રશિષ્યાઓ જ બનાવ્યાં ! વિ.સં. ૧૯૫૪. ઇ.સ. ૧૮૯૮માં ફરી બીજી વખત પોતાની જન્મભૂમિ પલાંસવામાં તેમણે ચાતુર્માસ કર્યું. આ ચાતુર્માસમાં કેટલાક બાળકો તથા કિશોરોને પણ તેમણે ધર્માભિમુખ બનાવ્યા. એમાંનો એક કિશોર, નામે કાનજીભાઇ, એમને બહુ જ સરળ, ગંભીર, વિનયી, શાંત અને બુદ્ધિમાન જણાયો. તેમના પર તેમણે વધુ ધ્યાન આપ્યું. તેને વૈરાગ્યમય વાણીથી વૈરાગી બનાવ્યો ને દીક્ષા માટે તૈયાર કર્યો. ૧૬ વર્ષના કાનજીને આ ચાતુર્માસમાં ખૂબ જ સારી રીતે ભણાવ્યો. કાનજી પણ ભણવામાં હોંશિયાર હતો. વિહાર વખતે બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા પણ આપી તથા આગળ જતાં વિ.સં. ૧૯૫૮, ઇ.સ. ૧૯૦૨માં સિદ્ધાચલતીર્થ પર દાદા શ્રી આદિનાથજીની સમક્ષ તેને બ્રહ્મચર્ય વ્રતની પ્રતિજ્ઞા આણંદશ્રીજીએ સ્વયં કરાવી. આ જ છોકરો દીક્ષા લઇ આગળ જતાં મહાન સંયમમૂર્તિ પૂ.આ. શ્રી કનકસૂરિજી રૂપે વિખ્યાત બન્યો, તે આપણે જાણીએ છીએ. (સા. ચતુરશ્રીજીએ લખેલા સા. આણંદશ્રીજીના જીવનમાં (દેવવંદનના પુસ્તકના પ્રારંભમાં, પેજ-૨૩) લખ્યું છે કે અમડકા ગલાલચંદના સુપુત્ર કાનજીભાઇ તેઓશ્રીનાં વૈરાગ્યમય વચનામૃતો શ્રવણ કરવાથી સંસારથી વિરક્ત થયા. અહીં કંઇક ભૂલ થઈ હોય તેમ લાગે છે. કાનજીભાઇ ખરેખર ચંદુરા નાનજીભાઇના પુત્ર હતા અથવા તો આ કાનજીભાઇ કોઇ બીજા હશે ?) પલાંસવા ચાતુર્માસ પછી સાધ્વીજી કીડીયાનગર પધાર્યા.ત્યાં ૨૨ વર્ષના યુવાન ડોસાભાઇ મહેતાને (હતા યુવાન, પણ નામ ડોસાભાઇ !) બ્રહ્મચર્યવ્રતની પ્રતિજ્ઞા આપી દીક્ષાભિલાષી બનાવ્યા. વિ.સં. ૧૯૫૬ , પૂ. સાધ્વીજી આણંદશ્રીજી + ૩૧૨ ઇ.સ. ૧૯૦૦, વૈ.વ.૧૧ ના દિવસે દીક્ષા લઇ તેઓ પૂ. જીતવિ.ના શિષ્ય મુનિ શ્રી ધીરવિજયજી રૂપે પ્રસિદ્ધ થયા. ત્યાંથી તેમણે વાગડના ઉત્તર વિભાગમાં બેલા, લોદ્રાણી વગેરે સ્થળોએ વિચરણ કરી કેટલાયને શ્રાવક ધર્મમાં સ્થિર કર્યા. કેટલાયને બ્રહ્મચર્યવ્રત આપ્યું. બ્રહ્મચર્યનો મહિમા તેઓ ખાસ સમજાવતા ને તેની અસર પણ જોરદાર થતી. લગભગ સામેવાળી વ્યક્તિ એમની વાત સ્વીકારવા તૈયાર થઇ જતી. તે વખતે ઉનાળાની ભયંકર ગરમી હોવા છતાં ત્યારે કેટલાય પુણ્યશાળી લોકોએ ૧૬, ૮, ૧૧ વગેરે ઉપવાસની તપશ્ચર્યા કરી હતી. વગર પર્યુષણે પર્યુષણ જેવું વાતાવરણ સર્જાયું હતું. સાધ્વીજી એટલા પુણ્યશાળી હતા કે જ્યાં વિચરતાં ત્યાં પર્યુષણનું વાતાવરણ ઊભું થઇ જતું. વિ.સં. ૧૯૫૮, ઇ.સ. ૧૯૦૨ માં તેઓશ્રી પાલીતાણા આવેલાં. ૯૯ યાત્રા કરી તથા તે ચાતુર્માસ પણ ત્યાં જ કર્યું. વિ.સં. ૧૯૫૯, ઇ.સ. ૧૯૦૩ માં રાધનપુરમાં ત્યાંના શેઠ ભોગીલાલભાઇના પત્ની અ.સૌ. જેકોરબાઇને દીક્ષા આપી તેનું નામ જયશ્રીજી સ્થાપ્યું હતું. વિ.સં. ૧૯૬૦, ઇ.સ. ૧૯૦૪નું ચાતુર્માસ સાંતલપુરમાં પૂ. દાદા શ્રી જીતવિજયજી મ.ની નિશ્રામાં કર્યું. ત્યારે ખૂબ જ ઘણી તપશ્ચર્યા અને શાસન પ્રભાવના થઇ હતી. સ્વયં આણંદશ્રીજીએ આ ચાતુર્માસમાં અઠ્ઠાઇ કરી હતી. વિ.સં. ૧૯૬૨, માગ સુ.૧૫ ના ભીમાસર મુકામે ડુંગરશીભાઇ તથી કાનજીભાઇના દીક્ષા પ્રસંગે ખાસ વિહાર કરીને આવ્યા હતાં. એ વર્ષનું ચાતુર્માસ પૂ. દાદાશ્રી જીતવિજયજી મ.ની નિશ્રામાં લાકડીયા થયું હતું. એ જ ચાતુર્માસમાં દાદા શ્રી જીતવિ.મ.ની વૈરાગ્યમય વાણી, તપોમય જીવન તેમજ સા. આણંદશ્રીજીની નિર્મળ જીવનચર્યા જોઇને મહેતા ગોપાલજીને દીક્ષા લેવાના ભાવ જાગ્યા હતા. પછીથી દીક્ષા લઇને તેઓ દીપવિજયજી અને આગળ જતાં પૂ. દેવેન્દ્રસૂરિજી તરીકે પ્રસિદ્ધ થયા હતા. કચ્છ વાગડના કણધારો ૨ ૩૧૩ Page #163 -------------------------------------------------------------------------- ________________ વિ.સં. ૧૯૬૩, ઇ.સ. ૧૯૦૭માં વિહાર કરતા સાધ્વીજી અમદાવાદ પાસેના કલ્લોલ ગામમાં આવ્યાં. ત્યાં મનસુખભાઇ ભગુભાઇ શેઠ અમદાવાદથી ખાસ વંદન કરવા આવ્યા. ગામમાં ઢંઢક મત (સ્થાનકવાસી)નું જોર જોઇને તેમણે સાધ્વીજીને વિનંતી કરી : આપ અહીં આવ્યા જ છો તો ઉન્માર્ગે ચડી ગયેલા આપણા જૈન ભાઇઓને સન્માર્ગે લાવો તો મોટો ઉપકાર થશે. ભોળા જીવો બિચારા મૂર્તિ, શાસ્ત્ર, ઇતિહાસ, તર્ક અને પરંપરા બધી રીતે સિદ્ધ હોવા છતાં તેનાથી દૂર રહે છે. આપનામાં આ કાર્ય કરવાની શક્તિ છે. આપ જરૂર કરી શકશો. સાધ્વીજીએ આ વિનંતી સ્વીકારી લીધી અને સ્થાનકવાસીઓ સમક્ષ ખૂબ જ પ્રેમથી અને કરુણાથી મૂર્તિની અનાદિસિદ્ધતા સાબીત કરી બતાવી. તેમની કરુણાભરી વાણી, નિર્મળ જીવન તથા અકાટ્ય દલીલોથી. પ્રભાવિત થયેલા મોટા ભાગના સ્થાનકવાસીઓએ મૂર્તિ પૂજાનો માર્ગ સ્વીકાર્યો, આ એક મોટું શાસન પ્રભાવનાનું કામ થયું. વિ.સં. ૧૯૬૪, ઇ.સ. ૧૯૦૮માં પલાંસવા નિવાસી ચંદુરા પાનાચંદભાઇની પુત્રી સામુબેન દીક્ષા લેવાની ભાવના સાથે સાધ્વીજી પાસે આવ્યાં. તેમને દીક્ષા આપીને પોતાના ગુરુબેન, ગૃહસ્થપણાથી માંડીને ઠેઠ અત્યાર સુધીના પોતાના પરમ સાથી સાધ્વીજી જ્ઞાનશ્રીજીનાં શિષ્યા કર્યા. એમનું નામ સુમતિશ્રીજી રાખવામાં આવ્યું. ત્યાર પછી થોડા સમય બાદ પોતાના ભાઇ વેણીદાસની પુત્રી રંભાને દીક્ષા આપી સા. માણેકશ્રીજીના શિષ્યા કર્યા. નામ આપ્યું : રતનશ્રીજી. વિ.સં. ૧૯૬૫, ઇ.સ. ૧૯૦૯માં અમદાવાદ - મુહૂર્ત પોળના એક બેનને દીક્ષા આપી. સા. ચંદનશ્રીજીના શિષ્યા સા. ચંપાશ્રીજી તરીકે સ્થાપિત કર્યો. અમદાવાદમાં એક વખત કચ્છ-અંજારના જાદવજીભાઇ પીતાંબર તથા ચિત્રોડના માંઉ દેવરાજ જગશી તથા માંઉં કેશવજી જગશી વંદન કરવા આવેલા. વાતચીત કરતાં તીર્થયાત્રાનો ભાવ જાગ્યો. તેના પોતાના પૂ. સાધ્વીજી આણંદશ્રીજી + ૩૧૪ ગામના અમુક માણસો સાથે છ’રી પાલક સંઘરૂપે કેશરીયાજી તથા મારવાડની પંચતીર્થીની યાત્રા માટે સૌએ પ્રયાણ કર્યું. સાધ્વીજી પણ સાથે ગયેલા. ચોટીલા ચાતુર્માસ પછી વિ.સં. ૧૯૬૬, ઇ.સ. ૧૯૧૦માં સાધ્વીજી પાલીતાણા પધાર્યા. ત્યાં માંડવીના દામજીભાઇ મોણસી, જેઠાભાઇ પીતાંબર વગેરે વંદનાર્થે આવેલા. સાધ્વીજીના ઉપદેશથી તેમણે પાલીતાણાથી છ'રી પાળતા ગિરનાર જવાનું નક્કી કર્યું. તેમાં આ સાધ્વીજી પણ જોડાયા હતા. વિ.સં. ૧૯૬૬ , ઇ.સ. ૧૯૧૦ના મોરબી ચાતુર્માસમાં સાત જણને બ્રહ્મચર્યવ્રત આપ્યું. મોરબી ચાતુર્માસ દરમ્યાન ચારિત્રના અભિલાષી રળીયાતબેન માંડવી-કચ્છથી સાધ્વીજી પાસે આવ્યાં ને કહેવા લાગ્યાં : “મારે દીક્ષા લેવાની તીવ્ર ઇચ્છા છે, પણ તે પહેલાં મારે મારી બંને પુત્રીઓને ખાસ તૈયાર કરવી છે. બંને પુત્રીઓ (નાનુ અને લાલુ)ને પણ અહીં ખાસ લાવી છું. આપની નિશ્રામાં રાખવા માટે જ લાવી છું. ગયા વર્ષે અમારા ગામ માંડવીમાં ચાતુર્માસ બિરાજમાન પૂ. દાદા શ્રી જીતવિજયજી મ. થી પ્રતિબોધ પામી મારી નાની પુત્રી લાલુએ તો નવ વર્ષની વયે ચોથા વ્રતની પ્રતિજ્ઞા લઇ લીધી છે, પણ મોટી નાનુ (આમ મોટી, પણ નામ નાનું !) હજુ બાકી છે. આપ આ ચાતુર્માસ દરમ્યાન એને પણ ભાવ થાય તેવા પ્રયત્ન કરશો.” ‘માતા હો તો આવી હો.” આ સાંભળી સાધ્વીજી મનોમન બોલી ઊડ્યાં અને કહ્યું : “કશી ચિંતા કરતા નહિ. અમે બંને બાળાઓને બરાબર સંભાળી લઇશું.' ચાર મહિના દરમ્યાન સાધ્વીજીએ બંનેને અપાર વાત્સલ્ય અને કરૂણા સાથે એવો વૈરાગ્ય પીરસ્યો કે બંનેને બહુ જ ગમી ગયું. મોટી નાનું પણ તૈયાર થઇ ગઇ ને બ્રહ્મચર્યવ્રતની પ્રતિજ્ઞા લઇ લીધી. ચાતુર્માસ પુરું થતાં બંને બેનો માંડવી પાછી ગઈ. પછીના વિ.સં. ૧૯૬૭, ઇ.સ. ૧૯૧૧, મુન્દ્રા ચાતુર્માસમાં એ બંને બેનો પોતાની માતા કચ્છ વાગડના કર્ણધારો ૨ ૩૧૫ Page #164 -------------------------------------------------------------------------- ________________ રળીયાતબેન સાથે ફરી ભણવા આવ્યાં તથા માંડવીનાં બીજા બે માતાપુત્રી (મીઠીબેન તથા પાર્વતીબેન) પણ મુમુક્ષુરૂપે ભણવા આવ્યાં. વિ.સં. ૧૯૬૫માં પૂ. દાદા શ્રી જીતવિજયજી મ. માંડવી ચાતુર્માસ બિરાજમાન હતા ત્યારે માતા મીઠીબેનને ચારિત્રના ભાવ જાગ્યા હતા. તેમણે દાદાશ્રીને વિનંતી કરી હતી કે મારી પુત્રી પાર્વતીને આપ એવો પ્રતિબોધ આપો કે જેથી તેને દીક્ષાના ભાવ જાગે. પૂ. દાદાશ્રી જીતવિજયજીએ આ વાત લક્ષ્યમાં લઇ એવી દૃઢતાપૂર્વક સમજાવ્યું કે ૧૪ વર્ષની આ પાર્વતી પણ દીક્ષા લેવા તૈયાર થઇ ગઇ ને એ જ ચાતુર્માસમાં તેણે પૂ. જીતવિ.ના મુખે બ્રહ્મચર્ય વ્રતનો સ્વીકાર કર્યો. મીઠીબેનને પોતાની પુત્રી પાર્વતીને તૈયાર કરવામાં અનેક લોકોના મેણા-ટોણા સાંભળવા પડ્યા હતા. છતાં તેઓ પોતાના નિર્ણયમાં અડોલ રહ્યાં, તેમાં પૂ. દાદા શ્રી જીતવિ. તથા સા. આણંદશ્રીજી જેવાનું અદ્ભુત કૃપા બળ મુખ્ય કારણ હતું. મુન્દ્રા ચાતુર્માસ પછી માંડવીમાં વિ.સં. ૧૯૬૭, મહા સુ.૧૦ ના બંને (માતા-પુત્રી)ની દીક્ષા થઇ. મીઠીબેન સા. મુક્તિશ્રીજી બન્યા અને પાર્વતીબેન સા. રતનશ્રીજીના શિષ્યા ચતુરશ્રીજી બન્યા. (વડી દીક્ષા પહેલાં ચતુરશ્રીજીનું નામ પ્રધાનશ્રીજી હતું તથા તેઓ સા. માણેકશ્રીજીના શિષ્યા બન્યા હતાં.) પુત્રીને માતાના શિષ્યા ન બનાવતાં અન્યના શિષ્યા બનાવ્યાં, એમ અહીં ઔચિત્ય ભંગ લાગે, પણ મહાપુરુષો ક્રાન્તદેષ્ટા હોય છે. એમના કાર્યોમાં કોઇને કોઇ અદૃશ્ય બળ કામ કરી રહ્યું હોય છે, એ તો સ્વીકારવું જ રહ્યું. આપણે જાણીએ છીએ કે તેમનાં માતૃશ્રી માત્ર દોઢ વર્ષ દીક્ષા પાળી કાળધર્મ પામી ગયાં. હવે, એમનાં નામના શિષ્યા હોત તો નાનકડાં સા. ચતુરશ્રીજીને આત્મીયતાપૂર્વક કોણ સંભાળત? જો કે સમુદાયમાં કોઇને કોઇ સંભાળી જ લે, છતાં ગુરુશિષ્યા વચ્ચે જે આત્મીયતાનો સંબંધ આવે, તેવો સંબંધ બીજે ક્યાંથી આવે ? વળી, આ સા. ચતુરશ્રીજી તો માણેકથ્રીજી પછી સા. આણંદશ્રીજીના મુખ્ય આધાર બનવાના હતા તથા આણંદશ્રીજી પછી પણ પૂ. સાધ્વીજી આણંદશ્રીજી • ૩૧૬ સમગ્ર સાધ્વી સમુદાયના પ્રવર્તિની જેવા યોગક્ષેમ વાહક બનવાના હતા, એ ક્રાન્તદષ્ટા સિવાય કોણ જાણી શકે ? વિ.સં. ૧૯૬૮, ઇ.સ. ૧૯૧૨માં સાધ્વીજી ભુજપુર ચાતુર્માસ રહેલા હતાં. ત્યાં નરશીભાઇ, ડુંગરશીભાઇ વગેરે અનેકને તેમણે બ્રહ્મચર્યવ્રત આપ્યું હતું. અન્ય ગચ્છીય લોકો પણ એમનું નિર્મળ જીવન જોઇ આકર્ષિત બન્યા હતા. આ અરસામાં (વિ.સં. ૧૯૬૮, ઇ.સ. ૧૯૧૨) મહા મહિનામાં ઝીંઝુવાડામાં સા. જ્ઞાનશ્રીજી સમાધિપૂર્વક કાળધર્મ પામ્યાં. ગૃહસ્થપણાથી માંડીને અત્યાર સુધી દરેક બાબતમાં સાથે રહેનારા આ સાધ્વીજીના કાળધર્મથી સા. આણંદશ્રીજીને કેટલો આધાત લાગ્યો હશે ! એની આપણે કલ્પના કરી શકીએ છીએ ! ૩૦ વર્ષના દીક્ષા પર્યાયમાં તથા ૫૦ વર્ષ જેટલી નાની વયે તેઓ કાળધર્મ પામ્યા હતાં. (આ સમયે માત્ર દોઢ વર્ષના ગાળામાં ત્રણ મહત્ત્વના સાધ્વીજીઓ કાળધર્મ પામી ગયાં હતાં.) મૃત્યુનો શો ભરોસો ? એ ગમે ત્યારે, ગમે ત્યાં આવીને ગમે તેને ઉપાડીને લઇ જઇ શકે છે ! નાનુ અને લાલુના માતૃશ્રી રળીયાતબેન અચાનક જ પ્લેગના ઝપાટામાં આવી ગયાં ને તરત જ સ્વર્ગવાસી બની ગયાં. દીક્ષાના મનોરથ મનમાં જ રહી ગયા. હવે મા વગરની બનેલી બંને પુત્રીઓને દીક્ષા માર્ગથી ચલાયમાન કરવા માટે સ્વજનો વગેરે તરફથી અનેક ઉપસર્ગો કરવામાં આવ્યા, પણ જેમણે દાદાશ્રી જીતવિ.ના તથા સા. આણંદશ્રીજીના ઉપદેશ સાંભળ્યા હોય તેને કોણ ચલાયમાન કરી શકે ? એમને ખબર હતી કે સીધી રીતે તો અમને દીક્ષા મળે તેમ લાગતું નથી એટલે આપણે જ કોઇ પરાક્રમ કરવું પડશે. આપ મૂઆ વિના સ્વર્ગે ન જવાય ! નાની ઉંમર હોવા છતાં ગજબનું સાહસ કરી બંને બેનો માંડવીથી નીકળી ભદ્રેશ્વર આવી પહોંચી અને શાસનપતિશ્રી મહાવીરદેવ સમક્ષ જાતે જ દીક્ષા લઇ લીધી ! વેષ પહેરી લીધો ! એ દિવસ હતો : વિ.સં. ૧૯૬૯, ઇ.સ. ૧૯૧૩, ફા.સુ.૨. કુટુંબીઓને આ વાતની ખબર કચ્છ વાગડના કર્ણધારો ૦-૩૧૭ Page #165 -------------------------------------------------------------------------- ________________ પડતાં જ ધમપછાડા મચાવી દીધા. બંને બેનોને ઘેર લઇ જવા માટે ખૂબ જ પ્રયત્નો કર્યા, પણ આ બંને બાળાઓ મેરુની જેમ નિશ્ચલ રહી. આ વખતે કુદરતી રીતે તે બંનેની દઢતા જોઇ મુન્દ્રાના શ્રાવક વોરા તેજસીભાઈ ફોજદાર તથા ભુજપુરના શ્રાવક શ્રી આણંદજીભાઇ દેવશીએ (જેઓ પછીથી મહેસાણામાં ભણી પંડિતજી બન્યા હતા.) ખૂબ જ મદદ કરી હતી. શુભ ભાવથી શુભ કાર્યમાં પ્રવૃત્તિ કરનારને શાસનદેવ તરફથી ક્યાંકથી સહાય મળી જ જાય છે, તે આનું નામ ! ૧૮ વર્ષના મોટા બેનનું (નાનુબેન) નામ પાડવામાં આવ્યું : સા. નીતિશ્રીજી અને ૧૬ વર્ષના નાના બેન (લાલ)નું નામ પાડવામાં આવ્યું : સા. લાભશ્રીજી. આ બંને બેનો આ રીતે દીક્ષિત બની લાકડીયામાં બિરાજમાન સા. આણંદશ્રીજીને મળ્યા હતાં. વિ.સં. ૧૯૭૧, ઇ.સ. ૧૯૧૫નું ચાતુર્માસ ફતેહગઢ કર્યું. કારણ કે આ ચાતુર્માસ સુશ્રાવક ગઢેચા મેરાજ દીપચંદજી તરફથી હતું, જેઓ સા. આણંદશ્રીજીના સંસારી મોસાળપક્ષના સગા થતા હતા તથા પૂ. દાદાશ્રી જીતવિ.નું ચાતુર્માસ પણ ત્યાં હતું. વળી, ચોમાસામાં દશેરાથી તેમના તરફથી ઉપધાન તથા ત્યાર પછી સિદ્ધાચલનો છ'રી પાલક સંઘ નીકળવાનો હતો. કચ્છ-વાગડમાં આ ઉપધાન પહેલી વખત હતા. આ ઉપધાનમાં ગોપાલજીભાઇ (પૂ. દેવેન્દ્રસૂરિજી) જોડાયા હતા.) તથા સંઘ પણ પ્રથમ જ વખત હતો. સા. આણંદશ્રીજીએ ઉપધાનમાં શ્રાવિકાઓને આરાધના કરાવી તથા સંઘમાં પરિવાર સહિત સિદ્ધાચલ પધાર્યા. વિ.સં. ૧૯૭૩, ઇ.સ. ૧૯૧૭, મહા સુ.૧૩ ના પૂ. દાદાશ્રી જીતવિ. ના હાથે વાગડમાં ભીમાસરના વેજુબેન (જે સાધ્વીજીના સંસારી ભત્રીજી થતાં હતાં)ની દીક્ષા થઇ. ત્યાં સ્વયં ન જતાં પ્રશિષ્યાઓને મોકલ્યાં હતાં. વેજુબેન વિવેકશ્રીજીરૂપે પ્રસિદ્ધ થયાં ને તેમના ગુરુ બન્યાં : સા. નીતિશ્રીજી. આ અરસામાં અમદાવાદમાં પૂ. સાગરાનંદસૂરિજી મ.ની વાચનાનો લાભ લીધો હતો. વિ.સં. ૧૯૭૪, ઇ.સ. ૧૯૧૮નું ચાતુર્માસ મહેસાણા કર્યું. આ વખતે સા. નીતિશ્રીજીને ટી.બી. રોગ લાગુ પડ્યો. સખતે માંદગીમાં પણ જ્ઞાન બળે અને ગુરુ કૃપા બળે અપૂર્વ સમતા રાખીને વિ.સં. ૧૯૭૫, કા.સુ.૭ ના ૪.૦ વાગે સમાધિપૂર્વક કાળધર્મ પામ્યાં ! માત્ર પાંચ વર્ષનો દીક્ષા પર્યાય અને ૨૩ વર્ષની ઉંમર ! માતૃશ્રી રળીયાતબેન સંસારી અવસ્થામાં જ ગયાં, બેન અત્યારે ગયાં ! હવે ૨૧ વર્ષના લાભશ્રીજી જ માત્ર એક રહ્યાં ! આ બધા પ્રસંગો લાભશ્રીજી માટે તો ઉત્કૃષ્ટ વૈરાગ્યના નિમિત્ત બન્યાં ! સા. નીતિશ્રીજીના અગ્નિસંસ્કાર વખતે કેટલીક અદ્ભુત ઘટનાઓ ઘટી હતી. અગ્નિસંસ્કારના સ્થાને કેશરની ધારાવારિ જોવા મળી હતી તેમ જ ગામમાં અનેક સ્થળે કેસરનાં છાંટણા પણ થયાં હતાં. ઉપાશ્રયમાં તો પોતાની મેળે જ ધૂપના ગોટેગોટા છવાઇ ગયા હતા. આ પ્રસંગથી જૈન-જૈનેતર લોકોની ધર્મ-શ્રદ્ધા ખૂબ જ વધી હતી. વિ.સં. ૧૯૭૭, ઇ.સ. ૧૯૨૧માં સા. આણંદશ્રીજી કચ્છની પંચતીર્થીની યાત્રાર્થે પધાર્યા હતા. નળીયામાં સુશ્રાવક ફોજદાર વોરા તેજસી સાંકળચંદને (મુન્દ્રામાં જે તેમના થકી જ ધર્મમાં જોડાયા હતા) સજોડે ચતુર્થ વ્રતની પ્રતિજ્ઞા કરાવી. રાત્રિ-ભોજન વગેરેના પણ નિયમો આપ્યા. તેમજ જ્ઞાનાદિ અભ્યાસ માટે એટલી જોરદાર પ્રેરણા આપી કે મોટી ઉંમરે પણ ફોજદારે બે પ્રતિક્રમણના સૂત્રો કંઠસ્થ કરી લીધા. આ વર્ષની ચૈત્રી ઓળી ભચાઊ કરી અનેક શ્રાવક-શ્રાવિકાઓને આયંબિલપૂર્વક શ્રી સિદ્ધચક્ર ભગવંતની આરાધનામાં જોડ્યા. આ વર્ષનું ચાતુર્માસ પલાંસવામાં પૂ. દાદા શ્રી જીતવિ., પૂ. હીરવિ, તથા પૂ.પં. શ્રી કનકવિ. ની નિશ્રામાં કર્યું. પૂ.પં. શ્રી કનકવિ.મ.ની પાસેથી વ્યાખ્યાનમાં ભગવતીસૂત્રનું શ્રવણ કર્યું તથા પૂ. ગુરુદેવની આજ્ઞાપૂર્વક વ્યાખ્યાન સિવાયના સમયમાં અનુયોગદ્વાર, કચ્છ વાગડના કર્ણધારો ૨ ૩૧૯ પૂ. સાધ્વીજી આણંદશ્રીજી ૩૧૮ Page #166 -------------------------------------------------------------------------- ________________ પિંડનિર્યુક્તિ, ઓઘનિર્યુક્તિ, શ્રમણસૂત્ર ટીકા, પપ્પીસૂત્ર ટીકા, દશવૈકાલિક ટીકા વગેરેની વાચનાનો લાભ લીધો. જો કે આ સૂત્રની વાચનાઓ એમણે તો પહેલાં પણ લીધેલી જ હતી, પણ શિષ્યાઓના લાભ માટે પોતે પણ ફરીથી લાભ લીધો. ચાતુર્માસ પછી વિ.સં. ૧૯૭૮, ઇ.સ. ૧૯૨૨માં વિચરણ કરતાકરતા શણવા ગામમાં પધાર્યા. ત્યાં બનેલો પ્રસંગ જાણવા જેવો છે. શણવાથી પ-૬ કિ.મી. દૂર મોમાઇ માતાના મંદિરે દર વર્ષના મેળામાં બે ઘેટાં અને એક પાડો - એમ ત્રણ જીવોનું બલિદાન અપાતું હતું. જીવદયા પ્રેમી જૈનો તથા બીજા હિન્દુઓને પણ આ હિંસા ગમતી ન હતી પણ ગામના રાણાને સમજાવે કોણ ? સા. આણંદશ્રીજીએ આ કાર્ય ઉપાડી લીધું. એક મહિના સુધી શણવામાં સ્થિરતા કરીને રાણાને પ્રતિબોધ આપ્યો. રાણાનું હૃદય દયાપૂર્ણ બન્યું. એમણે ગુણીજી પાસેથી અભિગ્રહ લીધો કે હું મારી જીંદગીમાં કદી વધ કરાવીશ નહિ, પણ બીજાઓને હજુ મારે સમજાવવા પડશે. પ્રાણીઓના વધના સ્થાને જો ‘મીઠી જાતર'ની વ્યવસ્થા થઇ શકે તો હું તે બધાને આરામથી સમજાવી શકું.” મીઠી જાતર’ એટલે મીઠાઇ દ્વારા યાત્રા કરવી. શણવામાં તો શ્રાવકોના ગયા-ગાંઠ્ય ઘર. એમનાથી આ વ્યવસ્થા દર વર્ષે થઇ શકે તમ નહોતી એટલે સાધ્વીશ્રીજીએ અમદાવાદના શેઠ જમનાભાઇ ભગુભાઇને આ લાભ લેવા જણાવ્યું. સાધ્વી શ્રીજીના પરમ ભક્ત એ શેઠે ગુણીજીની આ વાત સ્વીકારી પૂરી આર્થિક સહાયતા આપી, એ પૈસાથી દર વર્ષે “મીઠી જાતર’ થવા લાગી અને ત્રણ જીવોની હિંસા હંમેશ માટે અટકી ગઇ. સા. ચતુરશ્રીજીએ સા. આણંદશ્રીજીના જીવનચરિત્રમાં નોંધ્યું છે કે (વિ.સં. ૨૦૦૨, ઇ.સ. ૧૯૪૬) “આજ સુધી આ “મીઠી જાતર'ની વ્યવસ્થા ચાલી આવી છે.” વિ.સં. ૧૯૭૮, ઇ.સ. ૧૯૨૨માં લાકડીયા ચાતુર્માસ દરમ્યાન સાધ્વીજીશ્રીના ઉપદેશથી કન્યાશાળા સ્થપાઇ હતી. કુબડીયા સાકરચંદ પૂ. સાધ્વીજી આણંદશ્રીજી + ૩૨૦ મેરાજના પુત્રી અ.સૌ. મૂળીબેન તથા તેમના પૌત્રી સ્વરૂપીબાઇને સર્વવિરતિના અભિલાષી બનાવ્યાં. વિ.સં. ૧૯૭૯, ઇ.સ. ૧૯૨૩નું ચાતુર્માસ ભુજપુર કર્યું. ચાતુર્માસ પછી પૂ. દાદાશ્રી જીતવિજયજી મ.ની તબિયત સિરીયસ છે, એવા સમાચાર સાંભળી ઉગ્ર વિહાર કરી પલાંસવા પધાર્યા ને વિ.સં. ૧૯૮૦નું ચાતુર્માસ પલાંસવા કર્યું. ચોમાસી ચૌદસ પછી ૬-૭ દિવસ પછી અષા.વ.૬ ના દિવસે સવારે પૂ. દાદાશ્રી સવારે 10.00 વાગે કાળધર્મ પામ્યા. (આણંદશ્રીજી મ.નું જીવન, જે સા. ચતુરશ્રીજીએ લખેલું છે તેમાં ઉપર મુજબ જણાવેલું છે, પણ અમારી દૃષ્ટિએ વિ.સં. ૧૯૭૯નું ચાતુર્માસ ભુજપુર નક્કી થઈ ગયું હશે ! ચાતુર્માસ પ્રવેશ પણ આદ્ર પહેલા થઇ ગયો હશે, પણ અચાનક જ પૂ. જીતવિ.મ.ની તબિયતના સમાચાર સાંભળી ઉગ્ર વિહાર કરી ભુજપુર ચોમાસું કેન્સલ કરી ચોમાસી ચૌદસ પહેલાં પલાંસવા આવી ગયાં હશે ! નહિ તો ઉગ્ર વિહાર કરવાની જરૂર પડે નહિ. વળી, પૂ. જીતવિ. વિ.સં. ૧૯૭૯માં (કચ્છી ૧૯૮૦) કાળધર્મ પામેલા છે. વિ.સં. ૧૯૮૦માં નહિ. વળી, સવારે ૧૦.૦૦ વાગે નહિ, પણ સવારે પ્રતિક્રમણ કરતાં સકલ તીર્થ વખતે ‘સિદ્ધ અનંત નમું નિશદિન’ એ પંક્તિ વખતે કાળધર્મ પામ્યા છે, એ પ્રસિદ્ધ વાત છે. સવારે ૧૦.૦૦ વાગે એમની અંતિમયાત્રા નીકળી હોય ને એ અપેક્ષાએ લખાઇ ગયું હોય, તેમ લાગે છે !) વિ.સં. ૧૯૮૧, ઇ.સ. ૧૯૨૫માં કીડીયાનગર ચાતુર્માસમાં વોરા વસ્તા ભાણજીના પાંચ પુત્રોમાંથી મોટા પુત્ર કાન્તિલાલને સર્વ વિરતિની ભાવના કરાવી. | (પૂ. કનકસૂરિજીના જીવનનું પુસ્તક ‘સાધુતાનો આદર્શ’ બીજી આવૃત્તિમાં પેજ નંબર-૧૨૨ પર લખ્યું છે કે “૧૯૮૦ના લાકડીયાના ચાતુર્માસ પછી વિ.સં. ૧૯૮૧ (પૂ. કનકવિ. આદિ) કીડીયાનગર પધાર્યા અને ત્યાં વોરા કાન્તિલાલ વસ્તા ભાણજીને મહા સુદ-૫ ના રોજ મંગળ મુહૂર્તે દીક્ષા આપી પોતાના શિષ્ય તરીકે મુનિશ્રી કાન્તિવિજયજી નામ રાખ્યું.” કચ્છ વાગડના કર્ણધારો ૩૨૧ Page #167 -------------------------------------------------------------------------- ________________ જો ૧૯૮૧ના ચાતુર્માસમાં કાન્તિલાલ પ્રતિબોધ પામ્યા હોય તો ચાતુર્માસ પછી વિ.સં. ૧૯૮૨માં તેમની દીક્ષા થવી જોઇએ, પણ ખરેખર તેમ નથી. એટલે અહીં પણ સંવતુ લખવામાં ગરબડ થઇ ગઇ લાગે છે. કચ્છી સંવતું અષાઢ મહિનાથી શરૂ થતું હોવાથી ને તે સમયે કચ્છમાં કચ્છી સંવતું જ પ્રચલિત હોવાથી આ ગરબડ થઇ લાગે છે. ખરેખર સા. આણંદશ્રીજીએ વિ.સં. ૧૯૮૦માં કીડીયાનગર ચાતુમાંસ કર્યું હશે. એવી રીતે ત્યાર પછીની સંવતમાં પણ ગરબડ લાગે છે.), સાધ્વીજી હવે વૃદ્ધ થયાં હોવાથી કીડીયાનગરના આ ચાતુર્માસ પછીના પ્રસંગો પછી કચ્છ-વાગડમાં આવ્યા નથી. વૃદ્ધાવસ્થા આવી રહી હોવાથી વાગડના લાંબા વિહારો બંધ કર્યા. વિ.સં. ૧૯૮૧ના પાલીતાણા ચાતુર્માસમાં માંડવીથી કાનજી નાથા દોશીનાં પુત્રી મણિબેન દીક્ષાની ભાવનાપૂર્વક ગુરુનો પરિચય કરવા આવ્યાં. ગુરુવર્યાના ગુણો જોઇ ચાર મહિનામાં દીક્ષા લેવા તૈયાર થઇ ગયાં. ચાતુર્માસ પછી કા.વ.૬ ના તેમની દીક્ષા થઇ. લાભશ્રીજીના શિષ્યા તરીકે સા. લાવણ્યશ્રીજી તેમનું નામ પડ્યું. ત્યાર પછી માગ.સુ.૭ લાકડીયાના મૂળીબેન અને સ્વરૂપીબેનની દીક્ષા થઇ. ચતુર શ્રીજીના શિષ્યા રૂપે સા. ચારિત્રશ્રીજી, સા. ન્યાયશ્રીજી તરીકે તેમને સ્થાપિત કર્યા. વિ.સં. ૧૯૮૪ ને ૮૫ (?) આ બે ચાતુર્માસ અમદાવાદમાં શેખના પાડે તથા પાડાના ઉપાશ્રયે કરેલા. ચાતુર્માસ પછી કા.વ.૧૦ ના ૨૬ વર્ષીય શકુબેન તથા ૨૨ વર્ષીય લલિતાને દીક્ષા અપાવી. ક્રમશઃ તેમના નામ નંદનશ્રીજી તથા ચરણશ્રીજી પડ્યાં. ગુરુ બન્યાં : સા. ચતુરશ્રીજી . રામજી મંદિરની પોળના મોતીલાલ વાડીલાલના પુત્રી કમળાબેન પણ બે વર્ષથી દીક્ષાના ઇચ્છુક હતાં, પણ માતા-પિતા તરફથી રજા મળતી નહોતી. આખરે રજાની દરકાર કર્યા વિના જ્ઞાતિના આગેવાનોની સલાહ અને બંદોબસ્તપૂર્વક પૂ. બાપજી મ. પાસે કા.વ.૧૨ ના દીક્ષા લીધી. નામ પડ્યું : સા. કુમુદશ્રીજી, ગુરુ બન્યાં : સા. નંદનશ્રીજી. પૂ. સાધ્વીજી આણંદશ્રીજી + ૩૨૨ પાટણ ચાતુર્માસ વખતે (વિ.સં. ૧૯૮૬ કે ૮૭ ?) જૈનો બે વિભાગમાં વહેંચાઇ ગયેલા હતા : સોસાયટી તથા યુવક સંઘ, એક પક્ષ બાલદીક્ષાનો વિરોધી હતો જ્યારે બીજો શાસન પક્ષ તેનો સમર્થક હતો. આપણા ચરિત્રનાયક સાધ્વીજીએ ત્યારે ખૂબ જ નીડરપણે મક્કમતાપૂર્વક બાલદીક્ષાનું સમર્થન કર્યું હતું. પાટણના આ ચાતુર્માસ પછી રાધનપુરના સંઘની ખૂબ જ આગ્રહભરી વિનંતી થતાં ત્યાં જ જીવનના છેલ્લા સાત ચાતુર્માસ કર્યા, સ્થિરવાસ કર્યો. તો પણ એમના ચારિત્રના પ્રભાવથી દૂર-દૂરથી ચારિત્રાભિલાષીઓ આવ્યા જ કરતા. તે વખતે પોતે રાધનપુર જ રહ્યા, પણ અલગ-અલગ સ્થાનોએ દીક્ષા અપાવતા રહ્યા. વિ.સં. ૧૯૮૬, માગ.સુ.૧૩, માંડવીમાં ઠાકરશીની પુત્રી મણિબેનને પૂ. ઉપા. શ્રી કનકવિ.એ દીક્ષા આપી. નામ પડ્યું : દોલતશ્રીજી. ગુરુ બન્યાં : સા. લાભશ્રીજી. વિ.સં. ૧૯૮૭, ઇ.સ. ૧૯૩૧, લીંચના ગુલાબચંદ માનચંદના પુત્રી ૨૧ વર્ષીય અ.સૌ. ગજરાબેને (ગજીબેન) સ્વયંવેષ પહેરી લીધો હતો. પછી તેમને પૂ. ઉપા. કનકવિજયજીએ દીક્ષા આપી. નામ પાડ્યું : વિદ્યાશ્રીજી. ગુરુ બન્યાં : સા. વિવેકશ્રીજી. અમદાવાદના લાલભાઇ ખુશાલદાસના પુત્રી એ.સૌ. જાસુદબેન દીક્ષિત બની સા. ચરણશ્રીજીના શિષ્યા સા. હેમશ્રીજી બન્યાં. વિ.સં. ૧૯૮૯, ઇ.સ. ૧૯૩૩, વાગડ-કાનમેરના ૨૬ વર્ષીય ગં.સ્વ. મંછીબેનને પાલીતાણામાં દીક્ષા અપાવી. નામ : વિમલશ્રીજી, ગુરુ : વિવેકશ્રીજી. વિ.સં. ૧૯૮૯, ઇ.સ. ૧૯૩૩, જોટાણાના ૧૮ વર્ષીય અ.સૌ. મેનાબેનની દીક્ષા થઇ. સા. હેમશ્રીજીના શિષ્યા સા. રેવતીશ્રીજી તરીકે સ્થાપિત થયા. વિ.સં. ૧૯૯૦, ઇ.સ. ૧૯૩૪, ચાણસ્માના માણેકલાલ મગનલાલનાં પત્ની શકરીબેને પોતાની જાતે જ વર્ષો પહેર્યો હતો. તેમને દીક્ષા અપાવી. નામ : સુવ્રતાશ્રીજી, ગુરુ : લાભશ્રીજી. કચ્છ વાગડના કર્ણધારો ૨ ૩૨૩ Page #168 -------------------------------------------------------------------------- ________________ અમદાવાદ ગલા મનજીની પોળની ત્રિકમલાલ વાડીલાલનાં પુત્રી ૧૬ વર્ષીય કુ. શારદા સા. નંદનશ્રીજીના શિષ્યા સા. હિરણ્યશ્રીજી બન્યાં. વિ.સં. ૧૯૯૧, ઇ.સ. ૧૯૩૫, અમદાવાદ-પીપરડી પોળના ચીમનલાલ મોતીલાલનાં પત્ની ૨૦ વર્ષીય અ.સૌ. મંજુલાબેન લાભશ્રીજીના શિષ્યા સા. અરુણશ્રીજી બન્યાં. રાધનપુર નિવાસી ગણપત બાદરચંદનાં પુત્રી ૨૫ વર્ષીય મણિબેન લાવણ્યશ્રીજીનાં શિષ્યા મહિમાશ્રીજી બન્યાં. વિ.સં. ૧૯૯૨, ઇ.સ. ૧૯૩૬, વૈ.સુ. ૧૨, ભીમાસરમાં પૂ. કનકસૂરિજીના હાથે દીક્ષા પામી જાંબુડીયા લાલચંદ આશુનાં પત્ની રંભાબેન સા. લાવણ્યશ્રીજીના શિષ્યા રક્ષિતાશ્રીજી બન્યાં. લક્ષ્મીચંદ માણેકચંદ કોચર (ફલોદી)નાં પત્ની રાજુબેન સા. ચતુરશ્રીજીના શિષ્યા નિર્મળાશ્રીજી બન્યાં. (જેઠ વ.૨, ચાણસ્મા) - ચાણસ્માના ૧૯ વર્ષીય કુ. તારાબેન ધનજી સુવ્રતાશ્રીજીના શિષ્યા સુપ્રજ્ઞાશ્રીજી બન્યાં. (જેઠ.વ.૨, ચાણસ્મા). આમ સા. આણંદશ્રીજી “રોહિણી’ બનીને જીવનપર્યંત ચારિત્રનું દાન કરતા રહ્યાં. રાધનપુરમાં શરૂઆતમાં નાના વિહારો કરીને આજુબાજુમાં વિચરવાનું વિચારેલ. એ માટે બે-ત્રણ વાર પ્રયત્નો પણ કર્યા, પરંતુ પગમાં વા હોવાના કારણે સફળતા મળી શકી નહિ. આથી ન છૂટકે રાધનપુરમાં સ્થિરવાસ કરવો પડ્યો. સ્થિરવાસ રહેવા છતાં આરાધનામાં ખૂબ જ અપ્રમત્ત રહ્યાં. પોતે રત્નત્રયીમાં ઉજમાળ રહેતાં અને આશ્રિતને પણ તેમાં તત્પર રખાવતાં. એમના ઉપદેશથી રત્નત્રયીનાં અઠ્ઠમ, ક્ષીરસમુદ્ર, ચત્તારિ અä, ૧૬ ઉપવાસ, સિદ્ધિતપ, અષ્ટમહાસિદ્ધિ તપ, અઠ્ઠાઇ, પંચરંગી તપ વગેરે અનેક તપશ્ચર્યાઓ શ્રાવિકાઓ તેમજ સાધ્વીજીઓએ કરી. શ્રાવિકાઓને ૧૨ વ્રત ગ્રહણ કરાવ્યા. સમુદાયની બધી જવાબદારી પોતાના પ્રશિષ્યાઓને સોંપી પોતે આત્મસાધનામાં લીન બન્યાં. સ્વયં સ્વાધ્યાય અને વાંચનના ખૂબ જ પૂ. સાધ્વીજી આણંદશ્રીજી + ૩૨૪ રસીયા હતાં. સ્થિરવાસ દરમ્યાન એમણે વાંચેલા કેટલાક ગ્રંથોના નામ જાણીએ તો આશ્ચર્યચકિત થઇ જવાય. ઠાણંગ, ભગવતી, દશવૈકાલિક, વ્યવહારસૂત્ર, આચારાંગ, ઉત્તરાધ્યયન, જીવાભિગમ, અનુયોગદ્વાર, સૂયગડંગ, પન્નવણા, ગચ્છાચાર પત્રો (આ બધા સૂત્રો સટીક વાંચેલા) તથા પ્રવચન સારોદ્ધાર, શ્રાદ્ધવિધિ, ઉપદેશમાલા-સટીક, ધર્મસંગ્રહ, ભરતેશ્વર – બાહુબલીવૃત્તિ, સુબોધ સામાચારી, ઉપદેશપ્રાસાદ વગેરે પ્રકરણ ગ્રંથો તથા શત્રુંજય માહાભ્ય, કુમારપાલ, વસ્તુપાલ – તેજપાલ, ચન્દ્રપ્રભ – ચરિત્ર વગેરે અનેકાનેક ચરિત્ર ગ્રંથો – આ રીતે ખૂબ જ વિશાળ વાંચન કર્યું હતું. આના દ્વારા એમની અપ્રમત્ત જ્ઞાન સાધના જણાઇ આવે છે. દિવસના વાંચન કરતા તો રાત્રે સ્વાધ્યાયમાં લીન બની જતાં. ઉપદેશમાલા, ચઉસરણ, સિંદૂરપ્રકર, આત્માનુશાસન, કર્મગ્રંથો, ભાષ્યો, પ્રકરણો, પૂર્વાચાર્ય કૃત ધ્યાનની સઝાયો, દશ યતિધર્મ, બાર ભાવના, નવ વાડ, સમકિતના સડસઠ બોલ, દશવૈકાલિક, જીવવિચાર, હુંડી, સિદ્ધિ દંડિકા, મૌન એકાદશી, પાંચમ, દીવાળી, પંચકલ્યાણ, નિગોદ વગેરેની અનેક ઢાળો પૂર્વકની સજઝાયોનું પણ પુનરાવર્તન કરતા રહેતાં. ક્યારેક કોઇક શાસ્ત્રીય પદાર્થ શિષ્યાઓને પણ સમજાવીને વૈરાગ્યમાં વૃદ્ધિ કરાવતા હતાં. વિ.સં. ૧૯૯૩, ઇ.સ. ૧૯૩૭, અષા.વ.૬ ના ટૂંકી માંદગી ભોગવીને સા. લાભશ્રીજી કાળધર્મ પામી ગયાં. ૨૪ વર્ષનો દીક્ષાપર્યાય અને ૪૦ વર્ષની ઉંમર ! સા. લાભશ્રીજી અનેક ગુણોનો ભંડાર અને સમુદાયની જવાબદારી નિભાવી ગુરુદેવનો બોજ હલકો કરનારાં હતાં. કોણ જાણે છેલ્લા છ મહિનાથી તેમને એમ જ લાગતું હતું કે મારો અંતસમય નજીક આવી ગયો છે. મુખમાંથી ઉગારો પણ એવા જ નીકળતા હતા. ખૂબ જ ઉગ્ર વિહાર કરી છેલ્લા છ મહિનામાં સિદ્ધાચલ, ગિરનાર, અજારા, ઊના, વેરાવળ, પ્રભાસપાટણ, વંથલી, માંગરોળ, બળેજા, મહુવા, દાઠા, ઘોઘા, તળાજા, ભાવનગર વગેરે તીથોની ખૂબ જ ઉલ્લાસપૂર્વક યાત્રા કરી તથા પ્રભુભક્તિમાં આત્મા ઓળઘોળ કરી કચ્છ વાગડના કર્ણધારો ૨ ૩૨૫ Page #169 -------------------------------------------------------------------------- ________________ દીધો. દરેક તીર્થમાં ‘મારી આ છેલ્લી યાત્રા સફળ હોજો' એમ બોલતા ત્યારે શિષ્યાઓને નવાઇ લાગતી : ૪૦ વર્ષની ઉંમરે આવા ઉદગારો કેમ ? પણ રહસ્ય કોણ જાણે ? છેલ્લે, ચાણસ્મામાં પૂજ્ય ગુરુદેવ આ.શ્રી વિ.કનકસૂરિજી મ.ને વંદન કર્યા ને ઉગ્ર વિહાર કરી જેઠ વ.૧૩ ના રાધનપુર પૂ. ગુરુવર્યાના ચરણોમાં હાજર થઇ ગયાં. જેઠ વ.૩૦ ના અચાનક ગભરામણ ઊપડતાં બધા સાવધાન થઇ ગયાં. તેઓ પણ સાંભળવામાં લીન બની ગયાં. ચરિત્રનાયક સાધ્વીજીશ્રીએ પણ ઘણી સારી રીતે નિર્ધામણા કરાવી. આવું સાધ્વીરત્ન આમ એકાએક અષા.વ.૬ ના ક્રૂર કાળે ઝૂંટવી લીધું. તેથી સૌને ખૂબ જ આઘાત લાગ્યો. એમના નિમિત્તે રાધનપુર, પલાંસવા વગેરેમાં મોટા અઠ્ઠાઇ મહોત્સવો થયા હતા. સા. આણંદશ્રીજીને ઠેઠ બચપણથી લઇને છેલ્લે સુધી સતત મૃત્યુના પ્રસંગો આવતા રહ્યા ને એ આઘાતોની અગ્નિપરીક્ષામાંથી પસાર થઇ શુદ્ધ સુવર્ણની જેમ ઝળકી ઊઠ્યાં. ૧૦ વર્ષના હતા ત્યારે માતાનું મૃત્યુ. દીક્ષા લીધી તે જ વર્ષે દીક્ષા-દાતા પૂ. પદ્મવિ.નો સ્વર્ગવાસ ! દીક્ષાના ત્રીજા વર્ષે દાદી ગુસણીનો કાળધર્મ ! દીક્ષાના બારમા વર્ષે ગુરુવર્યાનો કાળધર્મ ! પ્રૌઢાવસ્થામાં પ્રથમ શિષ્યાનો કાળધર્મ ! થોડા જ આંતરે પોતાના સદાના સાથી જ્ઞાનશ્રીજીનો કાળધર્મ ! જેની દીક્ષા માટે અપાર સાહસ કર્યું તે બાળસાધ્વી નીતિશ્રીજીનો નાની ઉંમરમાં જ કાળધર્મ ! તે પહેલાં સા. ચતુરશ્રીજીનાં ઉપકારી માતૃશ્રી મુક્તિશ્રીજીનો કાળધર્મ ! પૂ. દાદાશ્રી જીતવિ. તેમજ પૂ. હીરવિ.નો કાળધર્મ ! આ બધું ઓછું હોય તેમ ઠેઠ છેલ્લા વર્ષે પોતાના મહત્ત્વના પ્રશિષ્યા લાભશ્રીજીનો કાળધર્મ ! આવા બધા પ્રસંગોથી એમના હૃદયમાં વિરાગનો ચિરાગ છેલ્લે સુધી ઝળહળતો રહ્યો હશે ! આવા આઘાતના ઝટકાનું ઝેર પી-પીને ખરેખર એ ‘નીલકંઠ' બન્યા હતાં; એ આઘાત શોકરૂપે બહાર ન કાઢ્યો ને મનમાં પણ ન લીધો ! પૂર્વની કોઇ અધૂરી સાધના કરીને આવેલો આત્મા જ આવા આઘાતોમાં સ્વસ્થતાપૂર્વક રહી શકે ! આ છેલ્લા ચાતુર્માસમાં તેમને જીર્ણજ્વર લાગુ પડ્યો. આસો સુ.૧૪ ના છેલ્લો ઉપવાસ કર્યો. ૧૨-૧૩ વર્ષની ઉંમરથી તેઓશ્રી દર ચૌદસે ઉપવાસ કરતા આવ્યા હતાં. અત્યાર સુધી એક પણ ઉપવાસ છોડ્યો ન હતો. આસો વદ-૩ થી થોડીક શ્વાસની તકલીફ અનુભવાઇ. છતાં દૈનિક વાંચન ચાલુ જ. વ.૮ થી શ્વાસની તકલીફ અત્યંત વધી ગઇ. એટલે વાંચન ન થઇ શકતાં જાપમાં મન પરોવ્યું. સૌને ખમાવી ચાર શરણમાં લીન બન્યાં. તેઓ પોતાના આશ્રિત ગણને કહેતાં કે “મારી તમે ચિંતા કરતા નહિ. મારે તો અહીં પણ આનંદ છે ને જયાં જઇશ ત્યાં પણ આનંદ છે. તમે સૌ જ્ઞાન-ચારિત્રાદિની ક્રિયામાં બરાબર ઉપયોગ રાખશો. મારો કોઇ શોક કરતા નહિ.' અંતિમ દશામાં કેવા ઉચ્ચ વિચારો ! કેવા ઉચ્ચ ઉચ્ચારો ! કેવો આત્મવિશ્વાસ ! ધમણની જેમ શ્વાસ તો વધતો જ જતો હતો. પોતાની અંતિમ અવસ્થા નજીક આવતી જતી તેઓશ્રી જોઇ રહ્યા હતાં. આથી જ દૈનિક દરેક ક્રિયા અત્યંત ઉપયોગીપૂર્વક સ્વસ્થ ચિત્તે કરતા હતાં. તેમાં અત્યંત એકાકારતા લાવવા લાગ્યા. ૨.૭ સુધી ચઉસરણ, નિત્યસ્મરણ, સ્વાધ્યાય વગેરે બધું જ જાતે જ કરતા હતાં, પણ પછી એ શક્ય ન બનતાં બીજા દ્વારા કરવા લાગ્યાં. સ્વયં ઉપયોગપૂર્વક સાંભળતાં રહ્યાં. આસો વદિ૧૪ નો છેલ્લે ઉપવાસ ન થઇ શક્યો ત્યારે બોલી ઊઠ્યાં : મહાપુરુષો ધન્ય છે કે અંતિમ અવસ્થામાં અનશન સ્વીકારે, જ્યારે હું ચૌદસના પણ ઉપવાસ કરી શકતી નથી.” અમાવસ્યાના છેલ્લા દિવસે પ્રતિક્રમણાદિ દરેક ક્રિયા સ્વસ્થતાપૂર્વક કરી સંથારા પોરસી પણ સમયસર ભણાવી. મોડી કચ્છ વાગડના કર્ણધારો ૨ ૩૨૭ પૂ. સાધ્વીજી આણંદશ્રીજી ૩૨૬ Page #170 -------------------------------------------------------------------------- ________________ સા. આણંદશ્રીજી ચાતુર્માસ સૂચિ રાત્રે પ્રાયઃ ૪.૧૫ વાગ્યે... બરાબર ભગવાન મહાવીરદેવના નિર્વાણ સમયે અત્યંત સમાધિપૂર્વક દેહ છોડ્યો. ૭૬ વર્ષનું આયુષ્ય ને લગભગ પંચાવન વર્ષનો એમનો સંયમ પર્યાય હતો. દીક્ષા લઇને આજ સુધી અખંડપણે ગુરુવર્યની આજ્ઞા પાળી હતી. પૂ. પદ્મ-જીત-હીર અને છેલ્લે પૂ.કનકસૂરિજી મ.ના આજ્ઞાવર્તિની બનીને તેઓ રહ્યા હતાં. વાગડ સમુદાયની ચાર-ચાર પેઢી એમણે જોઇ હતી તથા વાગડ સમુદાયના શ્રમણી વંદના તેઓ મોભી બન્યા હતાં. એમની વિદ્યમાનતામાં જ લોકો તેમને કલિકાલ ચંદન- બાલાવતાર' તરીકે નવાજતા હતા. (અમને એક ૧૦૦ વર્ષ જૂની પોસ્ટકાર્ડ મળી આવ્યો છે. જેમાં ચોટીલાના જગજીવનભાઇ નામના શ્રાવકે તેમને ‘કલિકાલ ચંદનબાલાવતાર'ના વિશેષણથી નવાજયા છે.) પૂ.કનકસૂરિજી, પૂ. ધીરવિ., પૂ. હર્ષવિ., પૂ. કાન્તિવિ., પૂ. દેવેન્દ્રસૂરિજી જેવા ઉત્તમ શ્રમણ પુષ્પો વાગડ સમુદાયના ઉદ્યાનમાં ખીલવીને અતિ અદ્દભુત કક્ષાનું શકવર્તી કામ તેમણે કર્યું છે. સંખ્યાબંધ લોકોને દેશવિરતિધર તથા બ્રહ્મચર્યવ્રત ધારક બનાવ્યા છે. પૂ. હરિભદ્રસૂરિજીના જીવન સાથે યાકિની મહત્તરાનું નામ કાયમ માટે જોડાયેલું છે, તેમ પૂજ્ય કનકસૂરિજી મ.ના જીવન સાથે તેઓનું નામ ધર્મમાતા તરીકે કાયમ માટે જોડાઇ ગયું છે. પૂજ્ય કનકસૂરિજી જો આટલા મહાન તો એમને તૈયાર કરનાર ધર્મમાતા સા. આણંદશ્રીજી કેટલા મહાન હશે ? તેની કલ્પના જ કરવી રહી. સા. નિધાનશ્રીજીનાં બે શિષ્યાઓના નામ પણ કેટલા અદ્ભુત છે ! આનંદ અને જ્ઞાન ! જ્ઞાન એટલે ‘ચિત્' ! આત્માના ‘ચિદાનંદ’ સ્વરૂપનો ખ્યાલ આપનાર વાગડ સમુદાયના આ બે શ્રમણી રત્નો ચિરકાળ સુધી જયવંતા રહેશે. * * * રાગી સાથે કરેલો પ્રેમ સંસાર વર્ધક બને. વીતરાગી સાથે કરેલો પ્રેમ સંસાર નાશક બને. - કહે કલાપૂર્ણસૂરિ | વિ.સં. | ઇ.સ. | ગામ - તે વર્ષે થયેલી મુખ્ય ઘટનાઓ | ૧૯૩૮ ૧૮૮૨ અમદાવાદ, રૂપા સુરચંદની પોળ ૧૯૩૯ ૧૮૮૩ અમદાવાદ, રૂપા સુરચંદની પોળ ૧૯૪૦ ૧૮૮૪ અમદાવાદ, રૂપા સુરચંદની પોળ (સા. રળીયાતશ્રીજી – કાળધર્મ) ૧૯૪૧ ૧૮૮૫ | અમદાવાદ, રૂપા સુરચંદની પોળ ૧૯૪૨ ૧૮૮૬ મોરબી | ૧૯૪૩ | ૧૮૮૭ | ધોલેરા ૧૯૪૪ ૧૮૮૮ વઢવાણ ૧૯૪૫ ૧૮૮૯ પાલીતાણા ૧૮૯૦ | પલાંસવા (પૂ. જીતવિ.ની નિશ્રા) ૧૯૪૭ ૧૮૯૧ ભુજ (પૂ. ખાન્તિવિ. પાસે આગમ વાચના) ૧૯૪૮ ૧૮૯૨ ભુજ (પૂ. ખાન્તિવિ. પાસે આગમ વાચના) ૧૯૪૯ | ૧૮૯૩ અમદાવાદ (રૂપા સુરચંદની પોળ) ૧૯૫૦ ૧૮૯૪ અમદાવાદ (રૂપા સુરચંદની પોળ) (સા. નિધાનશ્રીજી - કાળધર્મ). ૧૯૫૧ | ૧૮૯૫ | અમદાવાદ (રૂપા સુરચંદની પોળ) ૧૯૫૨ ૧૮૯૬ બીજાપુર ૧૯૫૩ ૧૮૯૭ બીજાપુર (સા. માણેકશ્રીજી દીક્ષા) ૧૯૫૪ ૧૮૯૮ | પલાંસવા (કાનજી તથા ડોસાભાઇ પ્રતિબોધ) ૧૯૫૫) ૧૮૯૯ પલાંસવા ૧૯૫૬ ૧૯00 | અમદાવાદ ૧૯૫૭ | | ૧૯૦૧ | વઢવાણ | ૧૯૫૮ | ૧૯૦૨ | પાલીતાણા (કાનજીભાઇને ૪થું વ્રત આપ્યું) કચ્છ વાગડના કર્ણધારો ૨ ૩૨૯ પૂ. સાધ્વીજી આણંદશ્રીજી + ૩૨૮ Page #171 -------------------------------------------------------------------------- ________________ વિ.સં. ૧૯૧૯ ૧૯૬૦ ૧૯૬૧ ૧૯૬૨ ૧૯૬૩ ૧૯૬૪ ૧૯૬૫ ૧૯૬૬ ૧૯૬૭ ૧૯૬૮ ૧૯૬૯ ૧૯૭૦ ૧૯૭૧ ૧૯૭૨ ૧૯૭૩ ૧૯૭૪ ૧૯૭૫ ૧૯૭૬ ઇ.સ. ૧૯૦૩ ૧૯૦૪ ૧૯૦૫ ૧૯૦૬ ૧૯૦૭ ૧૯૦૮ ૧૯૦૯ ૧૯૧૦ ૧૯૧૧ ૧૯૧૨ ૧૯૧૩ ૧૯૧૪ ૧૯૧૫ ૧૯૧૬ ૧૯૧૭ ૧૯૧૮ ૧૯૧૯ ૧૯૨૦ ગામ તે વર્ષે થયેલી મુખ્ય ઘટનાઓ રાધનપુર (ચંદનશ્રીજી - જયશ્રીજી દીક્ષા) સાંતલપુર (નિશ્રા : પૂ. જીતવિ.) ભુજ લાકડીયા (નિશ્રા : પૂ.જીતવિ.) અમદાવાદ (કલ્લોલમાં મૂર્તિપૂજાનીસ્થાપના) અમદાવાદ (ગુસ્સા પારેખની પોળ) સુમતિશ્રી - રતનશ્રી દીક્ષા) ચોટીલા (કેશરીયાજી, મારવાડ સંઘ, ચંપાશ્રી - દીક્ષા) મોરબી (ગિરનાર સંઘ, નાનુ-લાલુ ભણવા આવ્યાં) મુન્દ્રા (મીઠી, પાર્વતી, નાનુ, લાલુ, રળીયાત પાંચ મુમુક્ષુ) ભુજપુર (મુક્તિશ્રીજી - ચતુરશ્રીજી દીક્ષા, જ્ઞાનશ્રીજી-માણેકથ્રીજી સ્વ.) ભુજ (મુક્તિશ્રીજી-સ્વ., નીતિશ્રી-લાભશ્રીદીક્ષા) રાધનપુર ફતેગઢ (નિશ્રા : જીતવિ., ઉપધાન) અમદાવાદ, પાંજરાપોળ (ફતેગઢથી સિદ્ધાચલ સંઘ, વિવેકશ્રીજી દીક્ષા) અમદાવાદ માસીનો ઉપાશ્રય (પૂ. સાગરજી મ.ની વાચના) મહેસાણા (સા. નીતિશ્રીજી સ્વ.) અંજાર માંડવી પૂ. સાધ્વીજી આણંદશ્રીજી • ૩૩૦ વિ.સં. ૧૯૭૭ ૧૯૭૮ ૧૯૭૯ ૧૯૮૦ ૧૯૮૧ ૧૯૮૨ ૧૯૮૩ ૧૯૮૪ ૧૯૮૫ ૧૯૮૬ ૧૯૮૭ ૧૯૮૮ ૧૯૮૯ ૧૯૯૦ ૧૯૯૧ ૧૯૯૨ ૧૯૯૩ ઇ.સ. ૧૯૨૧ ૧૯૨૨ ૧૯૨૩ ૧૯૨૪ ૧૯૨૫ ૧૯૨૬ ૧૯૨૭ ૧૯૨૮ ૧૯૨૯ ૧૯૩૦ ૧૯૩૧ ૧૯૩૨ ૧૯૩૩ ૧૯૩૪ ૧૯૩૫ ૧૯૩૬ ૧૯૩૭ ગામ - તે વર્ષે થયેલી મુખ્ય ઘટનાઓ પલાંસવા (નિશ્રા : પૂ. જીતવિ., આગમ વાચના) (મોમાયમોરામાં અમારિ પ્રવર્તન) લાકડીયા (કન્યાશાળાની સ્થાપના) ભુજપુર-પલાંસવા (પૂ. જીતવિ. સ્વ.) કીડીયાનગર (કાન્તિલાલ વસ્તા-પ્રતિબોધ) પાલીતાણા વઢવાણ (લાવણ્યશ્રી-ચારિત્રશ્રી - ન્યાયશ્રીજી-દીક્ષા) અમદાવાદ, ઝવેરીવાડ અમદાવાદ, શેખનો પાડો અમદાવાદ (?) (નંદનશ્રી - ચરણશ્રી - કુમુદશ્રી-દીક્ષા) પાટણ (બાળદીક્ષાના પક્ષમાં, દોલતશ્રી-દીક્ષા) રાધનપુર (વિદ્યાશ્રી-હેમશ્રી-દીક્ષા) રાધનપુર (વિમલશ્રી - દીક્ષા) રાધનપુર (રેવીશ્રી - દીક્ષા) રાધનપુર (સુવ્રતાશ્રી - હિરણ્યશ્રી - દીક્ષા) રાધનપુર (અરુણશ્રી - મહિમાશ્રી - દીક્ષા) રાધનપુર (રક્ષિતાશ્રી -નિર્મળાશ્રી-સુપ્રજ્ઞાશ્રી-દીક્ષા) રાધનપુર (અષા.વ.૬ ના લાભશ્રીજી સ્વ., દીવાળીની રાત્રે પોતાનો કાળધર્મ) કચ્છ વાગડના કર્ણધારો ૨ ૩૩૧ Page #172 -------------------------------------------------------------------------- ________________ પદ્ય વિભાગ પ.પૂ. પદ્મવિજયજી મહારાજની સઝાય દેવ સમા ગુરુ પદ્મવિજયજી, સબહી ગુણે પૂરા; શુદ્ધ પ્રરૂપક સમતાધારી, કોઇ વાતે નહીં અધુરા; મુનીશ્વર લીજે વંદના હમારી, ગુરુ દર્શન સુખકારી---મુની. . // એ આંકણી IIT/ સંવત્ અઢાર છાસઠની સાલે, ઓસવાલ કુલેં આયા, ગામ ભરૂડીએ શુભ લગ્ને, માતા રૂપાં બાઇએ જાયા....... મુની //રા સત્તર વર્ષે રવિ ગુરુ પાસે, હુવા યતિ વેષધારી, ગુરુ વિનયે ગીતારથ થયા, ચંદ્ર જેસા શીતલકારી.......... મુની llll સંવત ઓગણીશ અગીઆરની સાલું, સંવેગ રસ ગુણ પીધો, રૂપે રૂડાં શાને પૂરા, જિનશાસન ડંકો દીધો. જ, 14 "રાસન કી દીધી. * * * * * * * * * * મુનીd ||૪|| સંવત ઓગણી ચોવીસની સાલે, છેદોપસ્થાપન કીધો, મહારાજ મણિવિજયજી નામનો, વાસક્ષેપ શિર લીધો. ...... મુની //પો. દિન દિન અધિકે સંવેગ રંગે, કામ કષાય નિવારી, ધર્મ ઉપદેશે બહુ જીવ તારી જ્ઞાન ક્રિયા ગુણધારી. ......... મુનીટ lll સંવતું ઓગણીશ આડત્રીસ વૈશાખે, શુદી અગીઆરસ રાતે, પ્રથમ જામે પલાંસવા કાળધર્મ કીધો, ‘જીત’ નમે નિત્ય પ્રીતે. મુની શી. * * * નિજ પ્રાણપ્રિય વૃષભતણું જે જોઇ આકસ્મિક મરણ , સંસારમાં નથી સાર જાણીને કર્યું સંયમ ગ્રહણ; વૈરાગ્યના રંગો સજી પાવન કર્યું અંતઃકરણ, તે પદ્મવિજયજી ચરણ કમળ ભાવથી કરું હું નમન. .............. //રા/ સંવેગથી દીક્ષા ગ્રહી શ્રી રવિવિજયજી ગુરુ કને, બે હાથ જોડી વીનવે આપો હવે શિક્ષો મને; ને શાસ્ત્રનો અભ્યાસ કરવા મન ઘણું જ થનગને, તે પદ્મવિજયજી ચરણ કમળ ભાવથી કરું હું નમન. .................. Hall ન્યાય-આગમ-નિમિત્ત ને વ્યાકરણ ને જ્યોતિષ ભણે, વાંચે વિચારે ને પછી નિજ-જીવનમાં તેને વણે; પછી માર્ગ સંવેગી ગ્રહ્યો શ્રી મણિવિજયજી ગુરુકને, તે પદ્મવિજયજી ચરણ કમળ ભાવથી કરું હું નમન. ... //૪ll નિજ શિષ્યને સોંપ્યા, વળી સૌભાગ્યવિજય મુનિરાજને, ને દેશ ને પરદેશમાં વિચરી કર્યા કઇ કાજને; અજ્ઞાનતા દૂરે ટળી જયાં જયાં પડ્યા પાવન ચરણ, તે પત્રવિજયજી ચરણ કમળ ભાવથી કરું હું નમન. .. I/પIL તરસ્યો તપાસે નીરને, ભૂખ્યો તપાસે ખીરને, ડૂબતો ગ્રહે નદી-તીરને, સમ્રાટ શોધે વીરને, તિમ માર્ગ ભૂલેલા અમે ગ્રહ્યું માર્ગદર્શક ગુરુ શરણ, તે પદ્મવિજયજી ચરણ કમળે ભાવથી કરું હું નમન. . જન્મ લીધો વીરભૂમિ પુણ્યભૂમિ કચ્છમાં, ને પાટ બહોતેરમે થયા ગુરુદેવ જે તપગચ્છમાં; ભરુડીયે જન્મ્યા અને શ્રી પલાંસવે અંતિમ શરણ. તે પદ્મવિજયજી ચરણ કમળે ભાવથી કરું હું નમન. . છેલ્લે કરાવે સંઘ શ્રી નવકારનું મંગલ શ્રવણ, વૈશાખ સુદી એકાદશી દિન જે કરે સ્વર્ગે ગમન; મુક્તિ તરફ આગળ વધ્યા મુનિચન્દ્ર જે ઉત્તમ ‘શ્રમણ', તે પદ્મવિજયજી ચરણ કમળ ભાવથી કરું હું નમન. .............. IIટા શ્રી પદ્મવિજયજી સ્તુતિ અષ્ટક (હરિગીત) જેણે ઉગાર્યો કચ્છને અજ્ઞાનના અંધારથી, જેણે સજાવ્યો કચ્છને સંસ્કારના શણગારથી; જેના હૃદયમાં વહી રહ્યું વાત્સલ્યનું સુંદર ઝરણ, તે પદ્મવિજયજી ચરણ કમળ ભાવથી કરું હું નમન................ ////. પ.પૂ. પદ્મવિજયજી મ. ૧ ૩૩૨ કચ્છ વાગડના કર્ણધારો ૨ ૩૩૩ Page #173 -------------------------------------------------------------------------- ________________ પ.પૂ. જીતવિજયજી મહારાજની સઝાય (શ્રી જિનવરને પ્રગટ થયું રે ક્ષાયિક ભાવે જ્ઞાન - એ દેશી) સમતા ગુણે કરી શોભતા રે, જીતવિજયજી મહારાય; તેહના ગુણ ગાતાં થકાં રે, આતમ નિર્મલ થાય રે; ભવિયણ વંદો મુનિવર એહ, જેમ થાયે ભવોદધિ છેહ રે.. એ આંકણીત //l. કચ્છ દેશમાં દીપતું રે, મનફરા નામે ગામ; ભવિક જ વિકાસતું રે, જિહાં શાન્તિજિન ધામ રે. ......... ભ૦ /રા સંવત અઢાર છનુઍરે, ચૈત્ર ઉજ્જવલ બીજ સાર; માતા અવલબાઇયે જનમીયા રે, વર્યો જય જયકાર રે....... ભ૦ //all બાર વર્ષના જબ થયા રે, નેત્ર પીડા તબ થાય, સોળ વર્ષની વયમાં રે, દ્રવ્ય લોચન અવરાય રે............ ભ૦ ||૪ll, જ્ઞાન લોચન પ્રકાશથી રે, અભિગ્રહ ધરે સુજાણ; જો નેત્ર પડલ દૂરે જશે રે, તો સંયમ લેશું સુખખાણ રે. .... ભ૦ ||પો દૃઢ અભિગ્રહ પ્રભાવથી રે, મન વંછિત સિદ્ધ થાય, સંવત્ ઓગણીસ પંદરમાં રે, ચક્ષુ દર્શન શુદ્ધ થાય રે....... ભ૦ || દો. સંવતુ ઓગણીસ વીસમાં રે, શ્રી સિદ્ધક્ષેત્ર મોઝાર; તીર્થપતિની સમક્ષમાં રે, ઉચ્ચરે ચતુર્થવ્રત સાર રે............. ભ૦ ||કી ચઢતે સંવેગ રંગથી રે, આવ્યા આડીસર ગામ, ગુરુ ગુણવંતા વખાણીયે રે, પદ્મવિજયજી નામ રે. ........... ભ૦ liટી. તેહની પાસે સંયમ લીયે રે, ઓગણીસે પચીસ મોઝાર; વૈશાખ અક્ષય ત્રીજ ભલી રે, શુભ મુહુર્ત શુભ વાર રે...... ભ૦ llll સંયમ લઇ આનંદથી રે, કરે ગુરુ સાથ વિહાર; વિનય કરી શુભ ભાવથી રે, આગમ ભણે સુખકાર રે..... ભ૦ /૧૭ની અનુક્રમે સૂત્ર ધારતા રે, મૂલનો અર્થ વિસ્તાર; એમ પીસ્તાલીસ સૂત્રના રે, જાણ થયા નિરધાર રે......... ભ0 ||૧૧|| સંવતું ઓગણીસ આડત્રીસે રે, ગુરુ સિધાવ્યા પરલોક; પછી વિચરી પ્રતિબોધીયા રે, અનેક દેશના લોક રે....... ભ૦ ||૧૨ા પ.પૂ. જીતવિજયજી મ. ૧ ૩૩૪ કચ્છ કાઠીયાવાડ ભલો રે, સોરઠ ગુજરાત સાર; મેવાડ મારવાડ તેમ સહી રે, થરાદરી વઢીઆર રે......... ભ0 I/૧all જ્ઞાન ક્રિયા ઉપદેશતા રે, મધુર વચને મનોહર; દૃષ્ટાંત બહુ દર્શાવીને રે, સમજાવે ધર્મ સાર રે... ........... ભ0 ||૧૪ll તેહ દેશના સાંભલી રે, દીક્ષા કેઇ ભવ્ય લીધ; કેઇક દેશવિરતિ ગ્રહે રે, સમકિત કેઇ પ્રસિદ્ધ રે........... ભ૦ /૧૫ નિર્મલ ભાવના ભાવતા રે, સંવેગી શિરદાર, કામ કષાયને જીપતા રે, નિર્મમ નિરહંકાર રે... ........... ભી ll૧૬ની તપસ્યા ને વ્યાધિ થકીરે, થયું દુર્બલ નિજ દેહ; તો પણ દેઢ શ્રદ્ધાથકી રે, તપ નવી મૂકે જેહ રે. ....... ભ૦ // ૧ણી ચોપન વર્ષ એમ ચોંપથી રે, કીધો પર ઉપગાર; અખંડ ચારિત્ર પાલીને રે, સફલ કર્યો અવતાર રે. ........ ભ0 I/૧૮|| પંચાવનમા વર્ષમાં રે, અધિક વ્યાધિ થયો જાણ; આતમબલ આગલ કરી રે, ધરતા સિદ્ધનું ધ્યાન રે. ....... ભ0 I/૧લી. સંવત્ ઓગણીસ એંશીયે રે, અષાઢ કૃષ્ણ છઠ ધાર; શુક્રવારે સીધાવીયા રે, પરલોક પલાસવા મઝાર રે........ ભ૦ ૨ની તેહની ભક્તિ પુરે ભર્યા રે, હીરવિજયજી ગુણ ગેહ; શિષ્ય “કનક' કહે ભવિ તુમે રે, ગુરુપદ નમો સસ્નેહ રે. . ભ૦ ૧ / સ્તુતિ : શ્રી જીતવિજયજી મહારાજ શ્રી કચ્છ વાગડ દેશમાં મનહર મનફરા ગામ છે, જ્યાં શાંતિનાથ જિનેન્દ્રનું ઉપકારકારક ધામ છે; આ ગામમાં જન્મ્યા અને જયમલ્લ આપનું નામ છે, શ્રી જીતવિજયજી ચરણમાં મમ કોટિવાર પ્રણામ છે. બાર વર્ષની ઉંમરે અતિ નેત્રપીડા થાય છે, ને સોળ વર્ષની ઉંમરે જસ નયન જયોત બુઝાય છે; કચ્છ વાગડના કર્ણધારો ૨ ૩૩૫ Page #174 -------------------------------------------------------------------------- ________________ તો પણ અતિ મન-બળ થકી જે રોજ પ્રભુ ગુણ ગાય છે, શ્રી જીતવિજયજી ચરણમાં મમ કોટિવાર પ્રણામ છે.. દેઢ ભાવ સાથે દેઢ પ્રતિજ્ઞા શાંતિ જિન પાસે કરે, “હું ગ્રહું સંયમમાર્ગ મારી નેત્રપીડા જો ટળે”: નેત્રની પીડા ટળી તુમ દેઢ પ્રતિજ્ઞાના બળે, શ્રી જીતવિજયજી ચરણમાં મમ કોટિવાર પ્રણામ છે. શ્રી પદ્મવિજયજી ગુરુકને સંયમ ગ્રહણના અવસરે, હર્ષને ઉલ્લાસ સાથે સંઘ જય જય રવ કરે; વૃક્ષ નવપલ્લવ ધરે ને જળ મધુરતાને વરે, શ્રી જીતવિજયજી ચરણમાં મમ કોટિવાર પ્રણામ છે. જિનભક્તિ ને ગુરુભક્તિ સાથે શાસ્ત્રભક્તિ જે કરે, સૌરાષ્ટ્ર વાગડ કચ્છ મરુધર દેશમાં જે સંચરે; જિન-વાણીની શક્તિ વડે કઇ લોકને ત્યાં ઉદ્ધરે, શ્રી જીતવિજયજી ચરણમાં મમ કોટિવાર પ્રણામ છે. કચ્છ વાગડ ગામ આંબરડી મહીં ઇમ ઉચ્ચરે, નવકાર ગણ'' આ વાતને ઝોટા હૃદયપૂર્વક વરે; ઘોડી ગઈ પલવારમાં ને ચાલતા પહોંચ્યા ઘરે, શ્રી જીતવિજયજી ચરણમાં મમ કોટિવાર પ્રણામ છે. .. જિનરાજની ભક્તિરૂપી, શુભ સારથિ સહ સંચરે, વળી ઢાલ જ્યાં વૈરાગ્યની સંતોષ ખગ કરે ધરે; સંયમ નિયમ રૂપ તીવ્ર જે, બાણો ઘણા રથમાં ભરે, શ્રી જીતવિજયજી ચરણમાં મમ કોટિવાર પ્રણામ છે. સકલ તીરથ બોલતાં મનમાંહિ સિદ્ધનું નામ છે, શિષ્યગણ છે પાસમાં શ્રી પલાંસવા શુભ ગામ છે; અષાઢ વદની છટ્ટના તુમ જીવનનું વિશ્રામ છે, શ્રી જીતવિજયજી ચરણમાં મમ કોટિવાર પ્રણામ છે. ................... . ૮ પૂ. કનકસૂરિજી મ.ની (રાગ : ઓલગડી આદિનાથની રે) ગુણ ગાવો ગુરુરાજના રે, જે છે તરણતારણહાર હો લાલ; સૂરીશ્વરના ગુણ ગાવતાં રે, જસ નામે જયજયકાર હો લાલ, વિજયકનકસૂરિજી વંદીએ રે.... પલાંસવા જન્મભૂમિ રળિયામણી રે, માતા નવલ સુસ્વમ નિહાળે હો લાલ; નાનચંદ પિતા સોહે અતિ ભલો રે, ઓગણીસ ઓગણચાલીસ સાલે લાલ. ...... વિ૦ ૨ ભાદરવો ભલો ગાજતો રે, બહુલ પંચમી શુભ વારે લાલ; ઉપકારી જીવ જનમીઆ રે, કાનજીભાઇ નામ ધારે લાલ. ... ........... વિ૦ ૩ યૌવન વયમાં ગુયોગથી રે, વૈરાગ્ય વાસિત દીક્ષા લીધી લાલ; ઓગણીસ બાસઠ ભીમાસરે રે, દાદા જીતવિજયજી દીધી લાલ. ........... વિ૦ ૪ હીરવિજયજી ગુરુ હીરલા રે, શિષ્ય કીર્તિવિજયજી નામે લાલ; વડી દીક્ષાએ કનકસમ શોભતા રે, કનકવિજયજી છાણી ગામે લાલ. ........... વિ૦ ૫ સિદ્ધગિરિ છાયાં છોંતેર કાર્તિકે રે, પંચમી બહુલે પદ પંન્યાસ હો લાલ; પાઠક પદ લીધું. પંચાશીએ રે, ભોયણી તીરથ માઘ માસ લાલ. ........... વિ. ૬ કચ્છ વાગડના કર્ણધારો ૨ ૩૩૭ પ.પૂ. જીતવિજયજી મ. ૧ ૩૩૬ Page #175 -------------------------------------------------------------------------- ________________ રાજનગરે સૂરિપદ આપતા રે, સૂરિ સિદ્ધિ વરદ હસ્તે લાલ; સંવત્ નેવ્યાશી પોષ માસમાં રે, બહુલ સામી દિન પ્રશસ્તે લાલ.. દેશવિદેશે વિચરી અનુક્રમે રે, ચોમાસું ભચાઉ પધારે લાલ, હિં સહસ્ર ઓગણીસ શ્રાવણે રે, હુમલો દર્દનો વધ્યો રે લાલ. કાલપંચમી કાલરાશી સમી રે, જેણે કીયો ગુરુવિયોગ હો લાલ, જીત-હીર-કનક ગુરુ નામથી રે, ‘દેવેન્દ્ર' શિવ સંયોગ હો લાલ. * * ....... ગહુંલી ગુરુજી અમારા સ્વર્ગલોક સિધાવિયા, મૂકી અમોને એકલડા નિરધાર જો; સ્તંભ અમારો શાસનનો તૂટી પડ્યો, હવે અમારો કોણ રહ્યો આધાર જો. પરોપકાર કરવાને જાણે જનમીઆ, વાગડ દેશે પલાંસવા નગર મોઝાર જો; ઓગણીશ ઇગુણચાલીશ નભસ્ય (ભાદરવો) માસમાં, પૂર્ણા તિથિએ વદ પંચમી શુભ વાર જો. ચંદુરાકુળ ચંદ્ર સદેશ નિરમલું, નાનચંદ પિતા શોભે શુભ પરિવાર જો; નવલમાતા કુખે રત્ન પ્રગટીયું, કાનજીભાઇ નામ હતું મનોહાર જો. પ.પૂ. કનકસૂરિજી મ. * ૩૩૮ વિ૦૭ વિ૦ ૮ વિ૦ ૯. ....... ગુ૦ ૧ ગુ૦ ૨ ગુ૦ ૩ લઘુ વયમાં બુદ્ધિશાળી ને હસમુખા, પુત્રનાં લક્ષણ પારણીયે વરતાય જો; એ ન્યાયે કરી યૌવન વયને પામતાં, ગુરુનિમિત્તે વૈરાગ્ય વાસિત થાય જો.. શ્રુત-અભ્યાસ ને તપક્રિયા સાથે કરે, નાણનું ફલ તે વિરતિ કહે ભગવાન જો; સમજતાં એમ ઓગણીશ બાસઠ સાલમાં, પરિપકવ બનીયા વૈરાગ્યવાન જો. પ્રતાપી દાદા જીતવિજયજી જાણીએ, વરદ હસ્તે દીક્ષા ભીમાસર ગામ જો; સરળ સ્વભાવી હીરવિજયજી ગુરુતણા, શિષ્ય થાય તે કીર્તિવિજયજી નામ જો. વડી દીક્ષામાં કનકવિજયજી નામથી, પ્રસિદ્ધ થયા તે છાયાપુરી મઝાર જો; સિદ્ધિસૂરિજી તે સમયે પંન્યાસજી, વરદ હસ્તે વડી દીક્ષા નિરધાર જો. યોગોદ્દહન શ્રી સિદ્ધગિરિ છાયામાં, ઓગણીસ છોતેર રૂડો કાર્તિક માસ જો; પૂર્ણાતિથિ બહુલ પંચમી વાસરે, મહામહોત્સવે પદ પામ્યા પંન્યાસ જો. ઓગણીશ પંચાશી માધ સુદ એકાદશી, પાઠક પદવી મલ્લિનાથ દરબાર જો; ત્રિક પંન્યાસનું વાચકપદ સાથે થયું, સંઘ ઉત્સાહે ભોયણી તીર્થ મોઝાર જો. સૂરીશ્વર ઓગણીસ નેવ્યાશી પોષમાં બહુલ પક્ષે સપ્તમી તિથિ શુભ વાર જો; સિદ્ધિસૂરિરાજ પ્રતાપી વરદ કરે, ત્રણે પદવી થઇ રૂડી મનોહાર જો. કચ્છ વાગડના કર્ણધારો ૨ ૩૩૯ ૩૦ ૪ ગુ૦ ૫ ગુ૦ ૬ ગુ૦ ૭ ૨૦ ૮ ગુ૦ ૯ ૨૦ ૧૦ Page #176 -------------------------------------------------------------------------- ________________ ••• .ગુ૦ ૧૧ પદવી પામી શાસન કાર્ય બહુ કર્યા, સર્વ-દેશવિરતિ સમકિત પ્રદાન જો; પ્રતિષ્ઠા ઉપધાનાદિ તીર્થસંઘો લઇ, એમ શાસન ઉન્નતિ કરી બહુમાન જો . સગવન (સત્તાવન) વરસ એમ ચારિત્ર ચોખ્ખું પાલી, અઠ્ઠીવનમું ચોમાસું ભચાઉ ગામ જો; શ્રાવણ વદ પંચમી કાળરાત્રિ સમી, જેણે કરાવ્યું ગુરુવિરહનું કામ જો .... ....... ગુ૦ ૧૨ સમાધિમરણે સદ્ગતિ પામીયા, ઉત્તમ પુરુષનો શોક નહિ બહુ કાળ જો ; એ ન્યાયે આનંદરૂપે બદલી જાતાં, શ્રીસંઘ માંહે હર્ષ અતિ નિહાળ જો .. * * * * * ...ગુ0 ૧૩ દેશવિદેશે સંદેશ ગામેગામમાં, વાયુવેગે મહામહોત્સવ મંડાય જો; શાંતિ, અષ્ટોત્તરી, સિદ્ધચક્ર પૂજનો, અઠાઇ મહોત્સવ, થોકબંધ રચાય જો.. * * * * * ગુ0 ૧૪ અમારિ પાળે સંઘ સહુ સાથે મળી, પુણ્ય કાર્ય ને તપસ્યા મંગળ-માળ જો; શુભ અનુષ્ઠાનો ઉજવાયાં એણી પરે, જિનેશ્વરની આંગી ઝાકઝમાળ જો . ગુરુવિરહનું દુઃખ હૃદયમાં સાલતું, પણ શાંતિ સુખનો કહ્યો ખરો ઉપાય છે , અનંત ઉપકારી વચનથી તે જાણીયું, જિન પ્રતિમા જિન સારિખી ગવરાય જો . . ......... ગુ ૧૬ ગુરુવિરહંમી ઠવણ કહી ગુરુભાષ્યમાં, તે વચનથી ગુરુમૂર્તિ ગુરુ તુલ્ય જો; એમ જાણી શ્રી ગુરુમૂર્તિ ભરાવતા, કચ્છ અંજારે શોભતું સંઘવી કુલ જો. ............ ગુ૦ ૧૭ પ.પૂ. કનકસૂરિજી મ. ૧ ૩૪૦ પાશવીર પુત્ર ધર્મશ્રદ્ધામાં ઝીલતા, ત્રણે બંધનમાં રાઘવજી લધુ ભ્રાત જો; ધર્મપત્ની સોનબાઇ ગુરુ રાગિયા, ગુરુ ઉપદેશે ગુરુમૂર્તિ ભરાવે જાત જો . ... ગુ૦ ૧૮ જિન સ્વરૂપ થઇ જિન આરાધન જે કરે, તે સાધનથી સાધક હોય જિનરાજ જો ; ગુરુભક્તિથી સેવક પણ ગુરુ બને, તે માટે શિષ્ય સેવા કરે શિવકાજ જો .... ....... ગુ૦ ૧૯ મૂર્તિ શ્રી કનકસૂરિ ગુરુરાજની, પ્રાણપ્રતિષ્ઠાવિધિ શહેર અંજાર જો ; દ્વિ સહસ્ર વિચરતા પ્રભુ (૨૦૨૦) વરસમાં, ફાલ્ગણ બહુલ ત્રીજ ને રવિવાર જો ..... ..... ....ગુ) ૨૦ જીતવિજયજી તપાગચ્છમાં દિનમણિ, કચ્છ-વાગડમાં ઉદ્ધારક પ્રખ્યાત જો ; હીરવિજયજી સરળ સ્વભાવી તેહના, શિષ્ય ગુરુ કનકસૂરિજી વિખ્યાત જો. .................................. ગુ૦ ૨૧ શિષ્ય સૂરિરાજના સદા ઋણી, ‘દીપવિજય’ ગુરુરાજના ગુણ ગવાય જો; ગુરુજીના ગુણ ગાતાં ચતુર્વિધ સંઘને, સદા સર્વદા મંગલિક માળા થાય જો . ........... ગુ૦ ૨૨ * એક % શ્રી વિજયકનકસૂરીશ્વરજી મહારાજનું ચોઢાળિયું દુહા શ્રી શંખેશ્વર પાસજી, પ્રણમી સદ્ગુરુ પાય; સમરી શારદ વર્ણવું, વિજયકનકસૂરિરાય..... વિનય લહે ગુણગાનથી, જિલ્લા નિર્મળ થાય; શાસ્ત્ર કહ્યો સ્વાધ્યાય એ, જ્ઞાનાવરણ હઠાય. ......... કચ્છ વાગડના કર્ણધારો ૨ ૩૪૧ Page #177 -------------------------------------------------------------------------- ________________ એથી અલ્પમતિ છતાં, વર્ણવું ગુરુગુણલેશ; સુણજો ભવિજન ભાવથી, ટળે સકળ સંક્લેશ... દિન દિન જ્ઞાન ક્રિયા ગુણ વાધે, નિજ પરનું હિત સાધે રે; ‘ભદ્ર કર’ ગુણ ગુરુના ઘુણતાં, મંગળ કમળા લાધે રે......... વંદુ૦ ૧૧ ઢાળ પહેલી (સાંભળજો તમે અદ્ભુત વાતો - એ દેશી) કચ્છ દેશ વાગડ વિભાગે, પલાંસવા શુભ ગામે રે, શાંતિજિનેશ્વર મહેર નજરથી, ભવિજન સુખડાં પામે રે; વંદુ કનકસૂરીશ્વર રાયા, ભવિજન મન જે ભાયા રે, વંદું કનકસૂરીશ્વર રાયા, ભવિજન મન જે ભાયા રે. . ........ ૧ વિક્રમથી ઓગણીશ ગુણચાલીશ, ભાદ્રપદી વદિ પંચમી રે; જન્મ્યા નાનુભાઇ-નવલના, નાનડિયા શુભકરમી રે........... વંદુ) ૨ કાનજી નામ ધરે સોભાગી, ગુણરાગી બડ ભાગી રે; બાલપણાથી તીક્ષણ બુદ્ધિ, જ્ઞાનતણી લય લાગી રે............ વંદુ૦ ૩ દશ-આઠ વરસે માત-પિતાનો, વિરહ વિરાગ જગાવે રે; સાહુણી આનંદશ્રી તવ ગુણિયલ, ધર્મશાસ્ત્ર શિખાવે રે............ વંદુ ૪ તવ કાકા હરદાસ મુનિશ્રી, હીરવિજય હતા ત્યાગી રે; તાસ ચરણ-શરણે રહેવાની, કાનજી મન લય લાગી રે......... વંદુ) ૫ દાદાગુરુ શ્રી જીતવિજયજી, શમદમગુણના દરિયા રે, ચંદ્ર-ચકોરાં જિમ તસ દર્શન, કાનજી મન ગહગહીયાં રે. ...... વંદુ ૬ ઓગણીસ વરસે જાવજીવનું, બ્રહ્મવ્રત ધરે ત્યાગી રે; સંયમ વરવા ભાવ ભલેરા, ધરતા તેહ વિરાગી રે. ............ વંદુ) ૭ ભીમાસરમાં ઓચ્છવ મહોચ્છવ, ધર્મપ્રભાવના ઝાઝી રે; ગામગામના સંઘ મળે તિહાં, લોક થયા બહુ રાજી રે........ વંદુ ૮ ઓગણીશ બાસઠ મૃગશિર પૂનમ, દાદા જીતવિજયજી રે; શિષ્ય કરે મુનિ હીરવિજયના, નામે કીર્તિવિજયજી રે......... વંદુ0 ૯ વડી દીક્ષાથી કનકવિજયજી, કનકસમાં ગુણધારી રે; ગામગામ વિચરે ગુરુઆણે, આતમ નિર્મળકારી રે. .......... વંદુ૦ ૧૦ પ.પૂ. કનકસૂરિજી મ. ૧ ૩૪૨ ઢાળ બીજી (એક દિન પુંડરીક ગણધરુ રે લાલ - એ દેશી) એ ગુરુના ગુણ સાંભરે રે લોલ, ભૂલ્યા કદી ન ભુલાય સુખકારી રે; માતા-પિતા સમ જે હતા રે લોલ, વિરહો અતિ દુ:ખદાય ગુણકારી રે. ............. એડ ૧ અષ્ટ પ્રવચન માતરે રે લોલ, સેવે જે અવધૂત સુખકારી રે; ચાલે જયણા પાળતા રે લોલ, યુગમાને દૃષ્ટિપૂત ગુણકારી રે. .. એ ૨ બોલે હિત મિત મીઠડાં રે લોલ, વેણ સાચા નિરવદ્ય સુખકારી રે; મુખવસ્ત્રિકા ધારતા રે લોલ, તજે નિંદાદિ અવદ્ય ગુણકારી રે. .. એ૦ ૩ શુદ્ધ ગવેષણા પિંડની રે લોલ, ટાળે દોષ બિયાલ સુખકારી રે; લેતાં મૂકતાં વસ્તુને રે લોલ, પ્રમાર્જન પૂરો ખ્યાલ ગુણકારી રે. ...... એ૦ ૪ પરિઠાવણવિધિ પાળતા રે લોલ, પૂર્વમહર્ષિની જેમ સુખકારી રે; ત્રણગુપ્તિ ગુપ્તા રહે રે લોલ, કરતા યોગને પ્રેમ ગુણકારી રે. . એ ૫ ગુરુભક્તિ બહુમાનથી રે લોલ, કરતા જેહ વિબુદ્ધ સુખકારી રે; કચ્છ વાગડના કણધારો ૨ ૩૪૩ Page #178 -------------------------------------------------------------------------- ________________ ધીર વીર ગુરુઆણને રે લોલ, પાળે ભાવવિશુદ્ધ ગુણકારી રે. એ ૬ સત્ત્વ પરાક્રમે શોભતા રે લોલ, લઘુતા ગુણ ઉદાર સુખકારી રે; નવ વાડે અતિ નિર્મળું રે લોલ, બ્રહ્મચરણ અવિકાર ગુણકારી રે. એ૦ ૭ લોકપ્રિય ગુરુજી કરે રે લોલ, બહુલા પરઉપકાર સુખકારી રે; અપ્રમત્ત વિધિથી કરે રે લોલ, ક્રિયા નિરતિચાર ગુણકારી રે. ..... એ ૮ કૃતજ્ઞતા ગુણ જેહનો રે લોલ, સર્વ ગુણ અવતંસ સુખકારી રે; ત્યાગી વિરાગી દયાનિધિ રે લાલ, ભવિજન માનસહંસ ગુણકારી રે. ... ........ એ૦ ૯ ભણે ભણાવે શાસ્ત્રને રે લોલ, યોગોપધાન ધરી ખંત સુખકારી રે; મૈત્રાદિગુણ વાસિયા રે લોલ, વાત્સલ્યભાવ અત્યંત ગુણકારી રે. .. * * * ..... એ ૧૦ શમ-દમથી જે જીપતી રે લોલ, અરિયણ બહિરંતરંગ સુખકારી રે; જિતેન્દ્રિય મનસંયમી રે લોલ, પાળે ચારિત્ર ચંગ ગુણકારી રે. .......................... એ૦ ૧૧ યશકીર્તિ વાધે ઘણી રે લોલ, સંઘો કરે બહુમાન સુખકારી રે; ભદ્ર કર’ જસ આતમા રે લોલ, વાધે નિત નિત વાન ગુણકારી રે............................ એક ૧૨ ઢાળ ત્રીજી (અનંતવીરજ અરિહંત સુણો મુજ વિનતિ - એ દેશી) ભણીયે ચાતુર્માસ હવે ગુરુરાજનાં, વિચર્યા દેશ-વિદેશ સંયમ ધરી પાવના; ચાણસ્મા રતલામ ભાભર અણહિલપુર, ઝીંઝુવાડા ને જામનગર વળી ભુજપુરે. .. આધોઇ એટલાં એક એક, દો ભરૂચમાં, પત્રી ફતેગઢ લાકડિયા ને ખંભાતમાં; સાંતલપુર અંજાર બે બે ચાર માંડવી, પાલીતાણા ચાર તીરથગુણ મન ઠવી. રાધનપુર ભચાઉ પાંચ ઉલ્લાસથી, નવ નવ અમદાવાદ પલાંસવા ભાવથી; કચ્છ-વાગડ સૌરાષ્ટ્ર મેવાડ ગુર્જર ફર્યા, થરાદ્રી ને વઢિયાર કાનમ ભણી વિચર્યા. તીર્થયાત્રાના સંઘ ઉજમણાં વખાણીએ, પ્રતિષ્ઠા તપ ઉપધાન ઘણાં ગુવાણીએ; બ્રહ્મચર્યનું દાન દીક્ષા-ઓચ્છવ ઘણા, કેતા કહું ઉપકાર તારક એ ગુરુતણા. પાઠશાળા ઠામ ઠામ નૂતન-જીર્ણ મંદિર, પુણ્યપનોતા પગલે ભવિ બહુ ઉદ્ધર્યા; વિજયસિદ્ધસૂરિરાજ શિક્ષાગુરુ જેહના, સંયમવૃદ્ધિમાં સહાય કરે ધરી ખેવના. . ઓગણીછોત્તેર ગણી-પંન્યાસપદે સ્થાપતા, વાચક પંચાશી નેવાશી સૂરિપદ આપતા; શિષ્યાદિ ગુણવંત પાંત્રીશ ગુરુરાજના, અઢીસો સાહુણી “ભદ્રંકર’ શીલ સાધના. ........ પ.પૂ. કનકસૂરિજી મ. ૧ ૩૪૪ કચ્છ વાગડના કણધારો ૨ ૩૪૫ Page #179 -------------------------------------------------------------------------- ________________ ઢાળ ચોથી (ધન ધન શાસન મંડન મુનિવરા - એ દેશી) ધન ધન વાગડ ભૂષણ સૂરિવરા, ચરણ કરણ ભંડાર; મોહને મારે રે તારે ભવિજના, વારે વિષય વિકાર. ....... . ધનતુ ૧ ધન્ય તે દેશ નગર ને ગામડાં, ધન્ય તિહાં ભવિજન લોક; જિહાં વિચરે ગુરુ નિજ-પરહિત ધરી, હરતા ભવ-ભય શોક. ધન ૨ ધન્ય તે ગુરુવર જેણે દીષિા , શિખિયા તે ધન્ય ધન્ય; ધન્ય તે દર્શન-વંદન કારકા, પડિલાભ શુદ્ધ અ. .......... ....... ધનવ ૩ ધરતા દશવિધ ધર્મ સોહામણો, કરતા ભાવઉદ્યોત; ભરતા પુણ્યની પોઠ પદે પદે, ધરતા જ્ઞાનની જયોત. ....... * * * .... ધ0 ૪ વહે મહાવ્રત શીલસોહામણાં, લહે નિત્ય ઉપશમ ભાવ; સહે પરિષહ ઉપસર્ગ ઊમંગથી, રહે વળી આપસ્વભાવ. .... ....... ધન ૫ સંઘ ચતુર્વિધ યોગ-મંકરા, પર-ઉપકારી પ્રધાન; નિજ હિત સાધે રે વાધે ગુણથી, કરતા ધર્મનું દાન. ............. ........... ધન, ૬ પ.પૂ. કનકસૂરિજી મ. ૧ ૩૪૬ વરસ અઠ્ઠાવન વિરતિ ધારકા, આયુ અશિતિ પ્રમાણ; વિચરે વસુધા તળ પાવનકરા, ગુણમણિ રોહણ ખાણ. . ધન૭ ચરમ ચોમાસું રહે સંઘભાવથી, કચ્છ-ભચાઉ મોઝાર; વિક્રમ દોયસહસ ગુણવીશમાં, વર્તે જય જયકાર. .... ....... ધન, ૮ ધર્મ કરે ભવિલોક ઉમંગથી, તપ-જપ વિવિધ પ્રકાર; શ્રાવણ પૂનમ લગે તનમાં નહિ, રોગાદિનો વિકાર. ........ ..... ધન ૯ ઉદય અશાતવેદનીનો થયો, વાધ્યો હૃદયનો રોગ; ચિંતા જાગી સકલ શ્રીસંઘમાં, તેડવા વૈદ્ય સશોક. ......... ધન૧૦ ભેષજ ધર્મનું કર્મને તોડવા, લહે ધીર વીર ગુરુરાજ; સમતા ભાવે રે ચાર શરણ કરી, સાધે આતમકાજ. ૫. ધન૧૧ વદિ પંચમી તિથિ ત્રીજા પ્રહરમાં, કરે પરલોક પ્રયાણ; સંઘ ચતુર્વિધ રડે ગુણરાગથી, વિરહ અતિ દુ:ખ ખાણ. ....... ધન૦ ૧૨ ઠામઠામથી રે બહુજન આવીયા, પુણ્યદાન બહુ દીધ; પાવન દેહનો અંતિમ વિધિ કરી, આતમ પાવન કીધ. ......... .......... ધન) ૧૩ કચ્છ વાગડના કર્ણધારો ૨ ૩૪૭ Page #180 -------------------------------------------------------------------------- ________________ ઓચ્છવ મહોચ્છવ કરે ભવ ભાવથી, સમરે નિત્ય ગુણગ્રામ; ‘ભદ્રંકર' ભાવે ગુરુરાજને, વંદન કરે શિરનામ. કળશ વીર પ્રભુ બહોત્તર પાટે વિજયસિદ્ધિસૂરીશ્વરા; તસ પદ્મભૂષણ થયા વિજયમેઘ નામે સૂરિવરા. તાસ મનહરસૂરિ પધર, જાસ પુણ્ય પ્રભાવથી; શિષ્ય ભદ્રંકરવિજય રચે, ઢાળ ચર્ચા શુભ ભાવથી. વિજયકનકસૂરિરાયનો, સ્વાધ્યાય એહ ભન્ને ગુણે; વિજય કમળા વરે દિન દિન, લક્ષ્મી તસ ઘર ભામણે. * ધન૦ ૧૪ પૂ. આચાર્યદેવ શ્રી વિજયકનકસૂરિજી મ.ની સજ્ઝાય દોહા શ્રી શંખેશ્વર સાહિબા, પુરુષાદાણી પાસ; પ્રણમી ગુરુગુન્ન વર્ણવું, મુજ મન પૂરો આશ. શ્રુતદેવી સાંનિધ્યથી, ઉપકારી ગુરુરાય; ગુણ ગાઉં ઉલ્લાસથી, મનમાં હર્ષ ન માય. ૧ ર ૩ ૧ ઢાળ પહેલી (દેશી - રાજગૃહી નગરી ભલી રે લાલ, બાર યોજન વિસ્તાર હૈ ભવિકજન) જંબૂઠ્ઠીપ સોહામણો રે લાલ, સકલ દ્વીપ શણગાર રે, ભવિકજન ભાવ ધરી નિત્ય સાંભળો રે લાલ, સાંભળતાં સુખ થાય રે. . ભ.ભા.૦ ૧ પ.પૂ. કનકસૂરિજી મ. * ૩૪૮ તેહના દક્ષિણ ભરતમાં રે લાલ, આર્યદેશ મનોહાર રે, ભવિક તેહમાં કલ્પતરુ સમો રે લાલ, કચ્છ દેશ સુખકાર રે. તેહના પૂર્વ વિભાગમાં રે લાલ, પવિત્ર પલાંસવા ગામ રે, ભવિક કચ્છ-વાગડ ભૂષણ સમું રે લાલ, ગુણવંતોનું ધામ રે......... ભ.ભા.૦૩ પૂર્વે પણ કેઇ જનમીયા રે લાલ, પુન્યવંત તેણે ઠામ રે, ભવિક સંયમ લઇ શુભ ભાવથી રે લાલ, રાખ્યા જગમાં નામ રે.... ભ.ભા.૦૪ શ્રદ્ધાવંત તિહાં વસે રે લાલ, શ્રાવક-કુળ અભિરામ રે, ભવિક ભવિકકજ વિકાસતું રે લાલ, જિહાં શાંતિજિન ધામ રે. શ્રેષ્ઠિજનમાં શોભતા રે લાલ, ચંદુરા નાનચંદ નામ રે, ભવિક૦ તેહનાં ગૃહદેવી ભલાં રે લાલ, નવલબાઇ ગુણ્ણ ધામ રે. ભ.ભા.૦૬ ઓગણીશ ઓગુણચાલીશે રે લાલ, ભાદ્રવો પુન્ય નિધાન રે, ભવિક૦ તેહમાં વિદ પાંચમ ભલી રે લાલ, જન્મ્યા સુગુણ સુજાણ રે... ભ ભા.૦૭ ઉત્તમ લક્ષો શોભતા રે લાલ, ચંદુરા કુળ ચંદ રે, ભવિક૦ રત્નનિધાન પ્રાપ્તિ સમો રે લાલ, સહુને અતિ આનંદ રે. માતપિતા ઉત્સાહથી રે લાલ, કાનજી દિયે શુભ નામ રે, ભવિક ઉદ્ભવળ પક્ષ શશી પરે રે લાલ, વધતા તે ગુણધામ ........ ભ.ભા.૦ ૯ દેશી શિક્ષણને પામતા રે લાલ, ન્યાય-નીતિ વ્યવહાર રે, ભવિક મનમાં સમકિત વાસિયો રે લાલ, ધરતા ધર્મશું પ્યાર રે. ....ભ.ભા.૦ ૧૦ દેવગુરુની સેવા કરે રે લાલ, મોહનો કરે પરિહાર રે, ભવિક .....ભ.ભા.૦૮ વૈરાગે મન વાસિયો રે લાલ, જાણી અસ્થિર સંસાર રે. ......ભ.ભા.૦ ૧૧ શાસ્ત્ર સિદ્ધાંત રુચિ ઘણી રે લાલ, ભન્નતા ધર્મનો સાર હૈ, ભવિક૦ જ્ઞાન-ક્રિયાએ શોભતા રે લાલ, બ્રહ્મચારી શિરદાર રે. ......ભ.ભા.૦ ૧૨ દાદા બિરુદે બિરાજતા રે લાલ, જીતવિજય ગુરુરાજ રે, ભવિક૦ તાસ શિષ્ય હીરવિજય મુનિવરા રે લાલ, ગુણિજનમાં શિરતાજ રે. ભાભા.૦ ૧૩ સંવત્ ઓગણીશ બાસઠે રે લાલ, પૂનમ માગશર માસ રે, ભવિક૦ અમૃતસિદ્ધ યોગમાં રે લાલ, ચારિત્ર લીયે ઉલ્લાસ રે.......ભ.ભા.૦ ૧૪ દાદા વરદ હસ્તે દીક્ષા રે લાલ, હીરવિજય ગુરુ નામ રે, ભવિક૦ કીર્તિવિજયજી નામથી રૈ લાલ, દીક્ષા ભીમાસર ગામ રે. ...ભ.ભા.૦ ૧૫ કચ્છ વાગડના કર્ણધારો ૨ ૩૪૯ ..... ..... ભ.ભા.૦ ૨ ભ.ભા. ૫ Page #181 -------------------------------------------------------------------------- ________________ વડી દીક્ષામાં તે થયા રે લાલ, કનકવિજયજી નામ રે, ભવિક કચ્છમાં કનક મણિ સમા રે લાલ, સર્વ ગુણોના ધામ રે. ...ભ.ભા.૦ ૧૬ અનુક્રમે યોગવહન કરી રે લાલ, આગમવાચના લીધે રે, ભવિક૦ છોતેર કાર્તિક વદ પંચમી રે લાલ, પંન્યાસપદવી પ્રસિદ્ધ રે. . ભ.ભા.૦ ૧૭ આચાર્ય સિદ્ધિસૂરીશ્વરા રે લાલ, શ્રી સિદ્ધક્ષેત્ર મોઝાર રે, સંઘસમક્ષ પદવી દિયે રે લાલ, વર્તે જય જયકાર રે. પૂર્વવૃત્તાંત પ્રમોદથી રે લાલ, તેહની પહેલી એ ઢાળ રે, સાવધાન થઇ સાંભળો રે લાલ, હવે ગુરુગુણ રસાળ રે. ભવિક * * ગીતાર્થપદ પામીનેજી, કરતા ભવિ ઉપકાર, પાઠકપદ પંચ્યાસીયેજી, મલ્લિનાથ દરબાર; સૂરીશ્વર ધન્યધન્ય તુમ અવતાર. ઉજ્જવળ એકાદશી માધનીજી, ભોયણી તીર્થ મોઝાર; ઉપાધ્યાય ઉમંગથીજી, દેશના દિયે મનોહાર. જ્ઞાન-ક્રિયા ઉપદેશતાજી, મધુર અર્થ સુખકાર; ભવ્ય જીવોના હિત ભણીજી, સમજાવે ધર્મસાર.. તેહ દેશના સાંભળીજી, દીક્ષા કેઇ ભવ્ય લીધ; દેવરિત કેઇ થયાજી, સમકિત કેઇ પ્રસિદ્ધ. ગ્રામાનુગ્રામે વિચરતાજી, રાજનગર પાવન કીધ; સંઘ મળી મહોચ્છવ કિયોજી, સૂરિપદ તહાં દીધ. નેવ્યાસી પોષ વદ સાતમેજી, વિજયસિદ્ધિ સૂરિરાય; પટ્ટધર મેઘસૂરીશ્વરા જી, કરે વિજયકનકસૂરિરાય.... શમદમરસસાયર સમાજી, શાસનના શણગાર; જંગમે કલ્પતરુ સમાજી ભવિજનના આધાર. ભ.ભ.૦ ૧૮ ઢાળ બીજી (શમદમગુણના આગરુજી, પંચમહાવ્રતધાર - એ દેશી) ભવિક ...ભ.ભા. ૧૯ *****...... પ.પૂ. કનકસૂરિજી મ. * ૩૫૦ .......... ૧ સૂરીશ્વર૦ ૨ સૂરીશ્વર૦ ૩ સૂરીશ્વર૦ ૪ સૂરીશ્વર૦ ૫ સૂરીશ્વર૦ ૬ સૂરીશ્વર૦ ૭ શાસનપ્રભાવના બહુ કરેજી, પ્રતિષ્ઠા ઉપધાન; ઉદ્યાપન દીક્ષા ઘણીજી, આગમવાચના પાન. છ'રી પાળતા સંઘ બહુજી, દેશનો કર્યો ઉદ્ધાર; કામકષાયને જીપતાજી, નિર્મમ નિરહંકાર. અષ્ટ પ્રવચન માતશુંજી, વ૨સ અઠ્ઠાવન જાણ; સમતાભાવે આતમાજી, નિર્મળ કરે ગુણખાણ. સંવત બે હજારથી, ઓગણીશ ઉપર જાય; શ્રાવણ વદ પાંચમ દિનેજી, પર્વ પક્ષરધર આય. કચ્છ-વાગડ ભૂષણ સમોજી, ભચાઉ નામે ગામ; શુક્રવારે સિધાવીયાજી, સૂરીશ્વર સુરધામ. સંઘ ચતુર્વિધ તે સમેજી, શંબલ દિયે તાસ; તે સંખ્યા હવે વર્ણવુંજી, યાત્રા સ્વાધ્યાય ઉપવાસ. અઠ્ઠાઇ ચોત્રીશભત્ત ભલાજી, છમાસી વર્ષીતપ સાર; શતપીસ્તાલીશ તિહુત્તરાજી, ઉપવાસ સંખ્યાધાર. વીશસય ચુમોતેર ભલાજી, આયંબિલ સંખ્યા જાણ; સાધિક અઢાર હજાર ભલાજી, એકાસણનું પ્રમાણ. બે હજાર ચુમોતેર ભલાજી, બિયાસણાં તપ જાણ; બસોબાર નીવી ભલીજી, તપ સંખ્યાનું પ્રમાણ. નવ્વાણું યાત્રા સોળ ભલીજી, સ્વાધ્યાય તપ બે ક્રોડ; ચોપન હજાર ને પાંચસેજી, સામાયિકને જોડ. નૂતન અભ્યાસ મૌન વીજી, બીજા અનેક પ્રકાર; તે સઘળું લેખું કરે જી, લખતાં નાવે પાર. સ્મશાનયાત્રામાં વળીજી, ગૃહસ્થો અતિ ઉદાર; શુભ માર્ગે રોકડ કહીજી, સાડી અગ્યાર હજાર........... સૂરીશ્વરના ગુણ વર્ણવ્યાજી, તેહની બીજી એ ઢાળ; ભણશે સુણશે ભાવથીજી, તસ ઘર મંગળમાળ. બધા સવાલોડ ગ્રામ ગુરુકુળવાસી વિનવેજી, શિષ્ય ‘કંચન’ કર જોડ; વંદના લેજો માહરીજી, વદું મનને કોડ. કચ્છ વાગડના કર્ણધારો ૨ ૩૫૧ -..... ****** ......... ....... સૂરીશ્વર૦ ૮ સૂરીશ્વર૦ ૯ સૂરીશ્વર૦ ૧૦ સૂરીશ્વર૦ ૧૧ સૂરીશ્વર૦ ૧૨ સૂરીશ્વર૦ ૧૩ સૂરીશ્વર૦ ૧૪ સૂરીશ્વર૦ ૧૫ સૂરીશ્વર૦ ૧૬ સૂરીશ્વર૦ ૧૭ સૂરીશ્વર૦ ૧૮ સૂરીશ્વર૦ ૧૯ સૂરીશ્વર૦ ૨૦ સૂરીશ્વર૦ ૨૧ ******.. Page #182 -------------------------------------------------------------------------- ________________ વંદુ વાર હજાર સૂરીશ્વર, લીયો વંદના સ્વીકાર, દીયો દર્શન એક વાર સૂરીશ્વર, જેમ થાય અમ ઉદ્ધાર; સૂરીશ્વર ધન્ય ધન્ય તુમ અવતાર, * પૂ.સ્વ.આ.મ. શ્રી વિજયકનકસૂરીશ્વરજીના ગુણાનુવાદ દુહા જનમ્યા ને જીવ્યા જગે, જાણો તે જ પ્રમાણ; છોડી સહુ જંજાળને, જે કરે આત્મકલ્યાણ. ત્યાગ ધર્મ વીરે કહ્યો, મોક્ષ સુખ નિદાન; આરાધક પૂર્વે થયા, પુરુષો સિંહ સમાન.. તેવા એક મહાપુરુષના, ગાઉં ગુણ રસાળ; નામે કનકસૂરીશ્વ, જિન શાસન રખવાળ. સંત પુરુષ ગુણ ગાવતાં, જિલ્લા પાવન થાય; સાંભળતાં સુખ ઊપજે, ભવજલ પાર પમાય. * કાનજીભાઇ શુભ નામથી રે, બોલાવે સહુ લોક; બાલવયે પણ માનતા રે, ધર્મ વિના બધું ફોક રે. ભણી ગણી યુવાન થયા રે, હૃદયે દઢ વૈરાગ; દીક્ષા વરસ ત્રેવીસમે રે, હીરવિજય ગુરુરાજ રે.. પ.પૂ. કનકસૂરિજી મ. * ૩૫૨ ******** ૨૨ ......... ૧ ૨ (શ્રી જિનવરને પ્રગટ થયું રે ક્ષાયિક - એ રાગ) કચ્છ-વાગડમાં પલાંસવા રે, ધરમી જનસમુદાય, દેરાસર ઉપાશ્રયો રે, જ્ઞાનભંડાર સોહાય રે ભવિયાં; ગુરુવર ગુણભંડાર, કીધા બહુ ઉપકાર રે ભવિયાં. નાનજી વંશ નભ ચંદ્રમા હૈ, નવલ કુક્ષિ સર હંસ; ઓગણીસો ઓગણચાલીસે રે, જનમ્યા જન અવતંસ રે... ભવિયાં૦ ૨ ૩ ४ ૧ ભવિયાં૦ ૩ ભવિયાં૦ ૪ જીતવિજય દાદાજીએ રે, ભીમાસર કર્યું ન્યાલ; દીક્ષા દીધી નિજ હાથથી રે, ઓગણીસો બાસઠ સાલ રે. . ભવિયાં૦ ૫ કનકવિજય મુનિ થયા રે, સમિતિ ગુપ્તિ ધરનાર; શુદ્ધ ચારિત્રને પાળતા રે, જીતે કષાયની વાર રે........... ભવિયાં૦ ૬ રાગ દ્વેષને જીતવા રે, ઉદ્યમશીલ રહે નિત; જ્ઞાન-દર્શન-ચારિત્રને રે, આરાધે એકચિત્ત રે.. નિસ્પૃહતા ગંભીરતા રે, અલ્પભાષી ગુણધાર; આશ્રિતોને ઉદ્ઘારવા રે, કરતા ધર્મપ્રચાર રે. ગણી પંન્યાસ પાલીતાણે રે, ઓગણીસો છોતેર; ઉપાધ્યાય પંચાશીએ રે, ભોયણીમાં ભલીપેર રે. ઓગણીસો નેવ્યાસીએ રે, સિદ્ધિસૂરીશ્વર હાથ; અમદાવાદ સૂરિપદ લહ્યું રે, સંઘનો પૂરણ સાથ રે. ભવિયાં૦ ૧૦ ઉત્તમ સંયમ ખ્યાતિને રે, વર્ષો વાગડ સમુદાય; .....ભવિયાં૦ ૧૩ ગચ્છ નાયકની પ્રેરણા રે, વિશેષ શુદ્ધિ થાય રે...........ભવિયાં૦ ૧૧ ઓચ્છવ પ્રતિષ્ઠા ઉજમણા રે, તીરથસંઘ ઉપધાન; સંયમધારી ઘણા કર્યા રે, ગુરુ ગુણરત્નની ખાણ રે. ભવિયાં૦ ૧૨ બે હજાર ઓગણીસમાં રે, ભચાઉ ચાતુર્માસ; કાળ કર્યો વદ ચતુર્થીએ રે, શુક્ર ને શ્રાવણ માસ રે. અંતે સમાધિ સારી રહીરે, ખમાવ્યા જીવ તમામ; સાંભળી સંઘ દુ:ખી થયો રે, કીધા ધર્મનાં કામ રે. ઉમ્મર એંશી વરસની રે, સત્તાવન પર્યાય, અઢીસો સાધુ-સાધ્વી રે, જેઓશ્રીનો સમુદાય રે. તેઓની પાટે આવીયા રે, વિજયદેવેન્દ્રસૂરિરાય; સારણાદિ કરે ગચ્છની રે, દીઠે દુઃખ દૂર થાય છે......... .......ભવિયાં૦ ૧૪ ત્યાગી તપસ્વી સંયમી રે, વિજયકનકસૂરિરાય; ભાગ્યથી લબ્ધિસૂરિ શિશુ રે, ‘પદ્મવિજય' ગુણ ગાય રે ... ભવિયાં૦ ૧૭ * * * કચ્છ વાગડના કર્ણધારો ૦-૩૫૩ ****** ....... ****.. ભવિયાં૦૭ ભવિયાં૦ ૮ ભવિયાં૦ ૯. ભવિયાં૦ ૧૫ ભવિયાં૦ ૧૬ Page #183 -------------------------------------------------------------------------- ________________ પૂજ્ય શ્રી કનકસૂરિજી મહારાજ ગુરુસ્તુતિ (હરિગીત) વાગડતણા સમુદાયના પહેલા જ સૂરીશ્વર હતા, જેના ચરણના ભક્તગણ કઇ લોક કોટીશ્વર હતા; જેના ચરણના સ્પર્શ દ્વારા દૂર ટળતી દુર્મતિ, તે કનકસૂરિ ગુરુરાજ કેરા સ્મરણમાં મુજ હો મતિ.. .......... પ્રજ્ઞા પ્રતિભા વિનય ગુણના કારણે સૌને ગમે, ઠાકોર કહે ઇંગ્લેન્ડ જઈને થાવ બેરિસ્ટર તમે; કહે કાનજી ઇંગ્લેન્ડ ભણવામાં નથી મુજને રતિ, શ્રી કનકસૂરિ ગુરુરાજ કેરા સ્મરણમાં મુજ હો મતિ. સાધ્વીજી શ્રી આણંદશ્રીના શુભ સમાગમ કારણે, વ્રત રહ્યું ચોથું વલી શ્રી વિમલગિરિવર આંગણે; સંવેગપૂર્વક ઝંખતા ક્યારે ટળે મુજ અવિરતિ, શ્રી કનકસૂરિ ગુરુરાજ કેરા સ્મરણમાં મુજ હો મતિ. ગામ ભીમાસર અને માગસર સુદિ પૂનમ હતી, શ્રી જીતવિજય ગુરુરાજની સોહામણી નિશ્રા હતી; દીક્ષાર્થી કાનજીભાઇની ઉત્સવસભર દીક્ષા હતી, શ્રી કનકસૂરિ ગુરુરાજ કેરા સ્મરણમાં મુજ હો મતિ. સિદ્ધિ-જીત-હીર-મેઘ ગુરુવર ‘હે કનક’ બોલાવતા, આસન ઉપરથી સાંભળી ‘ક’ તરત ઊભા થઇ જતા; આવું સમર્પણ જોઇને અત્યંત સૌ રાજી થતા, શ્રી કનકસૂરિ ગુરુરાજ કેરા સ્મરણમાં મુજ હો મતિ.. પંન્યાસને આચાર્ય પદવી પામીને શોભે અતિ, સિદ્ધિસૂરીશ્વરજીએ ભૂષિત કર્યા નિર્મળમતિ; પદધારીની સામે ગયા ગુરુ જીતવિજયજી મુનિપતિ, શ્રી કનકસૂરિ ગુરુરાજ કેરા સ્મરણમાં મુજ હો મતિ.. પ.પૂ. કનકસૂરિજી મ. ૧ ૩૫૪ ભચાઉ સંવત્ બારમાં ભૂકંપથી ધ્રુજી ધરા; પણ કોટમાં ક વ્યક્તિને ઇજા નહિ પહોંચી જરા; એવા અનુપમશક્તિધારક સત્ત્વસાધક સૂરિવરા, શ્રી કનકસૂરિ ગુરુરાજ કેરા સ્મરણમાં મુજ હો મતિ.. ‘કલિકાળના સ્થૂલિભદ્રજી આ’ ઇમ કહે કઇ મહાવતી, છે શાન્તમૂર્તિ ભદ્રમૂર્તિ ને વળી સમતાવતી; નિર્મલ સ્ફટિક સમ આપની અત્યંત શુદ્ધ પરિણતિ, શ્રી કનકસૂરિ ગુરુરાજ કેરા સ્મરણમાં મુજ હો મતિ.. શ્રમણગણ પાસે રહી શ્રી પંચસૂત્ર સુણાવતા, હૃદયના ધબકાર સહ ઘડિયાળ કૌટા થોભતા; જીવનભર રહેશે ગુરુવર ! હૃદય મંદિરમાં સ્મૃતિ, શ્રી કનકસૂરિ ગુરુરાજ કેરા સ્મરણમાં મુજ હો મતિ.. શ્રાવણ વદિ દિન ચોથના ભચાઉ વાગડ કચ્છમાં, ગુરુ વિરહના કારણે અતિ શોક વ્યાપ્યો ગચ્છમાં; થઇને મુનિ મુક્તિ તરફ ચાલ્યા “શ્રમણ-ગણ-અધિપતિ, શ્રી કનકસૂરિ ગુરુરાજ કેરા સ્મરણમાં મુજ હો મતિ... કચ્છ-વાગડ દેશોદ્ધારક પૂ. આચાર્ય શ્રી વિજયકનકસૂરિજી મ.નું ભક્તિ-ગીત | (તર્જ : એ મેરે વતન કે લોગો...) ઓ કચ્છ વાગડના લોકો ! તમે યાદ કરો ગુરુવરને, શ્રી કનકસૂરીશ્વર ચરણે તમે વંદો હર્ષ ધરીને... પ્રજ્ઞા પ્રતિભા બુદ્ધિ, જીવનમાં છે અતિ શુદ્ધિ, તેનાથી છે તેમ વૃદ્ધિ (૨), નથી મોહમાયાની ગૃદ્ધિ. જે શાસ્ત્ર ભણે ગુરુ પાસે, દિલમાં અતિ ભાવ ભરીને ..... શ્રી કનક0 ૧ કરુણા ઝરે છે નયને, ને મધુરતા છે વયણે, આનંદિત થઇ તે જાએ (૨), જે આવે આપના શરણે, વંદન કરોડો હોજો , વાગડના પ્રથમ સૂરિને. .............. શ્રી કનક0 ૨ કચ્છ વાગડના કર્ણધારો ૨ ૩૫૫ Page #184 -------------------------------------------------------------------------- ________________ જીતવિજયના લાડકવાયા, હીરવિજયના આંખના તારા, સિદ્ધિ-મેઘસૂરિગુરુવરનું (૨), બહુમાન ઉરે ધરનારા, જે વિનય કરે તે સૌનું, નિજ દિલમાં પ્રેમ ધરીને......... શ્રી કનક0 ૩ તપ-ત્યાગના જે છે સ્વામી, સ્વાધ્યાયના જે છે કામી, જે લઘુ પણ દોષ વિરામી (૨), જે નિર્મમ ને નિષ્કામી, અમે ધન્ય થયા સહુ આજે, તે ગુરુવર ચરણ ગ્રહીને. .... શ્રી કનક0 ૪ બે હજારને ઓગણીશ વરસે, શ્રાવણ વદિ ચોથને દિવસે, પંચસૂત્ર સુણે ઉલ્લાસે (૨), શ્રી સંઘ ઉભો છે પાસે, સુરલોક સિધાવ્યા સૂરિવર, આ ગચ્છને રડતો મૂકીને, સુરલોક સિધાવ્યા સૂરિવર, આ કચ્છને રડતો મૂકીને. પરલોક સિધાવ્યા સૂરિવર, સૌ “શ્રમણ'ને રડતા મૂકીને.... શ્રી કનક0 ૫ પૂજ્ય શ્રી દેવેન્દ્રસૂરીશ્વરજી મ.સા. શ્રી કચ્છ વાગડ દેશ પર ઉપકાર અગણિત આપનો, ઉદ્ભવ કર્યો સૌના હૃદયમાં ધર્મમંગલ દીપનો, આજે બિરાજ્યા છો તમે અગણિત અંતઃકરણમાં શ્રદ્ધા સહિત કરું વંદના દેવેન્દ્રસૂરિવર ચરણમાં. ગામ લાકડિયા અને ગોપાલજી શુભ નામ છે, તાત લીલાધર જનતા મૂલી હૃદયારામ છે; વદન પર છે દિવ્યતા તેજસ્વિતા છે નયનમાં, શ્રદ્ધા સહિત કરું વંદના દેવેન્દ્રસૂરિવર ચરણમાં. શ્રી જીતવિજય ગુરુવર તણી શ્રવણે ધરીને વાણીને, વૈરાગ્યથી વાસિત થયા સંસારથી મન વાળીને; વીનવે ગુરુદેવને રાખો મને તુમ શરણમાં, શ્રદ્ધા સહિત કરુ વંદના દેવેન્દ્રસૂરિવર ચરણમાં.... ‘તું કરાવ યાત્રા તીર્થ શ્રી સમેતશિખરાદિ તણી’, નિજ માતની કરી પૂર્ણ ઇચ્છા જાણી હોંશ અતિ ઘણી; પ.પૂ. દેવેન્દ્રસૂરિજી મ. ૧ ૩૫૬ ભાવના કરી પૂરી તો પણ છોડતી નથી લાગણી, શ્રદ્ધા સહિત કરું વંદના દેવેન્દ્રસૂરિવર ચરણમાં... ‘ગોપાલ માવડીયો કરે શું આ ભવે સંયમગ્રહણ’, આ સાંભળી મહેણું પછી જલ્દી કર્યું અભિનિષ્ક્રમણ; પાંત્રીશ વરસની ઉંમરે વ્રતનું કરે જેઓ વહન, શ્રદ્ધા સહિત કરુ વંદના દેવેન્દ્રસૂરિવર ચરણમાં.. સંયમ ત્રાસી સાલમાં શ્રી કનકસૂરિ હાથે ગ્રહ્યું, નિજ ગામ લાકડિયામહીં ને નામ ‘દીપવિજય’ પડ્યું ; ચારમાં પંન્યાસ પદ ને વીસમાં સૂરિપદ લાં, શ્રદ્ધા સહિત કરું વંદના દેવેન્દ્રસૂરિવર ચરણમાં. ..... જિનધર્મથી અતિ દૂર જયારે ઓસવાળ જનો હતા, ત્યારે રહી કઇ ગામમાં તે સર્વને પ્રતિબોધતા; ગુરુવર ! તમારી ધર્મવાણી આજ પણ અમ સ્મરણમાં, શ્રદ્ધા સહિત કરું વંદના દેવેન્દ્રસૂરિવર ચરણમાં. સજઝાય મધુરી આપની ગંગા લહર જિમ રણકતી, કઇ વ્યક્તિ તે સંજઝાય કેરું શ્રવણ કરવા તલસતી, તે સાંભળી ગુરુવર કને વ્રતધર બન્યા કઈ દમ્પતી, શ્રદ્ધા સહિત કરું વંદના દેવેન્દ્રસૂરિવર ચરણમાં..... ક્રિયારુચિ સુંદર અને છો તીવ્ર મેધાવી તમે, ધારણા છે પ્રબળ ને સવિ શાસ્ત્ર તુમ મુખ પર રમે; જે પણ ભણ્યા શિશુકાળથી તે સર્વ રહેતું સ્મરણમાં, શ્રદ્ધા સહિત કરુ વંદના દેવેન્દ્રસૂરિવર ચરણમાં. ચૈત્ર સુદિ ચૌદસ દિને ઉપવાસના પચ્ચકખાણમાં, સ્વર્ગે સિધાવ્યા સોમવારે, સૂરિ સંધ્યાકાળમાં; શ્રમણ' જે મુક્તિતણા મુનિચંદ્ર જે કલિકાળમાં, શ્રદ્ધા સહિત કરું વંદના દેવેન્દ્રસૂરિવર ચરણમાં. . * * * * ૩ કચ્છ વાગડના કણધારો ૨ ૩પ૩ Page #185 -------------------------------------------------------------------------- ________________ પૂ. કલાપૂર્ણસૂરીશ્વરજી ગુરુ ગુણ ગીત (તર્જ : અય મેરે વતન કે લોગો...). ઓ જિનશાસન જયોતિર્ધર, ને મૈત્રીના મહાસાગર... વંદન કરોડો તમને, શ્રી કલાપૂર્ણસૂરીશ્વર... ! ઉદારતા દાક્ષિણ્ય, ને પાપ જુગુપ્સા ભારી... છે બોધ હૃદયમાં નિર્મળ (૨), હતી લોકપ્રિયતા સારી; સોપાનો ધર્મસિદ્ધિના, સર કર્યા તમે યોગીશ્વર, વંદની ૧ મૈત્રી ભરી છે દિલમાં, ને કરૂણા ઝરે છે નયણે; પ્રીતિ જગત જીવો પર (૨), ને મધુરતા છે વયણે, સમતા ને સમાધિ કેરી, કરી સાધના જીવનભર.... ......... વંદન ૨ ક્રોધી પણ ચરણે આવે, અતિ શાંત થઇને જાવે; ઉપશમલબ્ધિના પ્રભાવે (૨), બેણપ શિરગુપ્પા બચાવે, સવિ વિનને દૂર કરે છે, શુભ ભાવો ભરી નિજ અંતર. .... વંદન) ૩ જે ધ્યાન ધરે નિશિ જાગી, ને સ્વાધ્યાયી ગુણરાગી; જિનરાજ તણા અનુરાગી (૨), અનુકૂળપણાના ત્યાગી, ભક્તિની વહાવી ગંગા, ભારતની આ અવનીપર. ........... વંદન ૪ સદ્જ્ઞાનની કરતા વૃષ્ટિ, કરી વાણીથી પાવન સૃષ્ટિ; છે મુક્તિ તરફ તુમ દૃષ્ટિ (૨), મુનિ ગુણની કરતા પુષ્ટિ, થયું આપની શીતલ છાયે, સૌ ‘શ્રમણ'નું સુંદર ઘડતર, વંદન કરોડો તમને, શ્રી કલાપૂર્ણસૂરીશ્વર. ................... વંદન, પ વૈશાખ સુદની બીજ ને વિક્રમની એંશી સાલમાં, શ્રી ફલોદી ગામમાં તુમ જન્મ સાયંકાલમાં; માતા-પિતા હર્ષિત થયા કઇ લક્ષણો છે બાલમાં, કલાપૂર્ણસૂરિ ગુરુદેવ ! મારા હૃદયમાં આવી વસો. વૈરાગ્યના રંગે ભરેલા જૈન પ્રવચનનું પઠન, સંવેગ મનમાં ધારીને જે ઝંખતા બનવા શ્રમણ; દીક્ષા વગર રહેવાય ના ભવમાં હવે ક્ષણ એક પણ, કલાપૂર્ણસૂરિ ગુરુદેવ ! મારા હૃદયમાં આવી વસો. નિજ ધર્મપત્નીને કહે સંયમ તણા ઇચ્છુક અમે, પત્ની કહે છે નિજ પિતાને તાત ! સમજાવો તમે; વળતું કહે આ ભાવના મારા હૃદયમાં પણ રમે, કલાપૂર્ણસૂરિ ગુરુદેવ ! મારા હૃદયમાં આવી વસો. સંતાન ને સહચારિણી, સાળા તથા સસરા સહિત, વૈશાખ સુદિ દશમી દિને સંસારની મમતા રહિત; સંયમ સ્વીકારે સર્વ કર્મો ટાળવા શ્રી જિન-કથિત, કલાપૂર્ણસૂરિ ગુરુદેવ ! મારા હૃદયમાં આવી વસો. બેણપમહીં આવી અને આનંદ રેલાવ્યો તમે, ને ગામ શિરગુપ્પામહીં શાંતિ પ્રસારી છે તમે; આ વિશ્વ ઉપર પ્રશમની ગંગા વહાવી છે તમે, કલાપૂર્ણસૂરિ ગુરુદેવ ! મારા હૃદયમાં આવી વસો. જયારે હતી પાણી તણી તંગી અતિ મદ્રાસમાં, ને સર્વજન જયારે હતા વરસાદ કેરી આશમાં; ત્યારે કહે ‘સારું થશે’ હોશો કદી નિરાશ માં, કલાપૂર્ણસૂરિ ગુરુદેવ ! મારા હૃદયમાં આવી વસો. છે ઇન્દ્રપુરી કે નરપુરી આ વાત સૌ ભૂલી ગયા, શ્રી ચન્દ્રપ્રભસ્વામી તણા શુભધ્યાનમાં ડૂબી ગયા; કષ્ટો ટળ્યા ઇષ્ટો મળ્યા જિનરાજ ગાદીનશીન થયા, કલાપૂર્ણસૂરિ ગુરુદેવ ! મારા હૃદયમાં આવી વસો. કચ્છ વાગડના કર્ણધારો ૨ ૩૫૯ પૂજ્યશ્રી કલાપૂર્ણસૂરીશ્વરજી મ.સા. ગુરુ સ્તુતિ (હરિગીત) મૈત્રી અને કરુણા મુદિતા ભાવના તુમ મન રમે, જયાં જયાં પડે ચરણો તમારા વિનું ત્યાં ત્યાં ઉપશમે; સ્વાધ્યાય ને વળી ધ્યાન ભક્તિયોગ આદિ અતિ ગમે, કલાપૂર્ણસૂરિ ગુરુદેવ ! મારા હૃદયમાં આવી વસો. ..... પ.પૂ. કલાપૂર્ણસૂરીશ્વરજી મ. ૧ ૩૫૮ Page #186 -------------------------------------------------------------------------- ________________ જિનભક્તિને વળી શાસ્ત્રમાં રમમાણ રહેતું નિત્ય મન, ગંભીર ને સુખકર વળી હિતકર અને સુંદર વચન; ધ્યાન-કાયોત્સર્ગમાં જોડ્યું ગુરુવર ! આપ તન, કલાપૂર્ણસૂરિ ગુરુદેવ ! મારા હૃદયમાં આવી વસો. નિજ આત્મવિશ્વાસે કહે સંયમ તણા પર્યાયમાં, ક્ષણ એક પણ ચૂક્યો નથી છું નિત્ય શુભ વ્યવસાયમાં; અત્યંત જતનાવંત છો ગુરુ ! આપ પØવકાયમાં, કલાપૂર્ણસૂરિ ગુરુદેવ ! મારા હૃદયમાં આવી વસો. તેજસ્વિતા ઉત્તમ સહજ તુમ અંગમાં સોહી રહી, વહેતી નયનથી શાંતરસસરિતા હૃદય મોહી રહી; દર્શન તમારા પામવા જનમેદની દોડી રહી, કલાપૂર્ણસૂરિ ગુરુદેવ ! મારા હૃદયમાં આવી વસો. વાંકી અને વિમલાચલે, ગુરુવાણીની ગંગા વહે, “કલાપૂર્ણસૂરિવર કહે” એ બંધમાં આવી રહે; તસ પઠનના આસ્વાદથી ૐ શાન્તિ-સુખ-સાતા લહે, કલાપૂર્ણસૂરિ ગુરુદેવ ! મારા હૃદયમાં આવી વસો. સંવત્ અઠ્ઠાવન ને વળી સુદ ચોથ માસ મહા તણી, ગામ કેશવજ્ઞે ગયા છે મુક્તિપંથે મુનિધણી, આવા સમાચારે થયા શોકાર્ત સૌ જૈનાગ્રણી, કલાપૂર્ણસૂરિ ગુરુદેવ ! મારા હૃદયમાં આવી વસો. ચંદેસ એ લોગસ્સ તણા પદ બોલતા છેલ્લે તમે, ધ્યાનસ્થ મુદ્રામાં હતા, સિદ્ધો તમારા મન ૨મે; તે ‘શ્રમણ’ને ચરણે નમે તે ના કદી ભવમાં ભમે, કલાપૂર્ણસૂરિ ગુરુદેવ ! મારા હૃદયમાં આવી વસો. * * પ.પૂ. કલાપૂર્ણસૂરીશ્વરજી મ. * ૩૬૦ ♦ ૧૦ ૧૧ ---------...૧૨ aa 66 &&&&&4..૧૩ ..............98 આ.દેવ શ્રી કલાપ્રભસૂરીશ્વરજી ગુરુ સ્તુતિ શ્રી કચ્છ વાગડ ગચ્છ કેરા ગચ્છનાયક છો તમે, ને પાટ અઠોતેરમે શોભી રહ્યા ગુરુવર ! તમે; સૌહાર્દમૂર્તિ છો અને શાસનપ્રભાવક પણ તમે, કલાપ્રભસૂરીશ્વર ચરણમાં વંદન સદા વંદન સદા. ભૂકંપથી ધ્રુજી ધરા સુદિ બીજ માસ મહામહીં, દેરાસરો ઉપાશ્રયો સર્વત્ર તૂટ્યા'તા અહીં; શ્રીકચ્છમાં જિનમંદિરોની કરી પ્રતિષ્ઠા ત્યાં રહી, કલાપ્રભસૂરીશ્વર ચરણમાં વંદન સદા વંદન સદા. વૈરાગ્યને વિકસિત કરે જસ વાચના એવી સરસ, અભિનવ અનુપ્રેક્ષા કરે જે સાંભળે સૌ એકરસ; તે બંધુવર શ્રીકલ્પતરુ સાથે રહે છે સર્વદા, કલાપ્રભસૂરીશ્વર ચરણમાં વંદન સદા વંદન સદા. જ્યારે તમારી મધુર વાણી કર્ણપટ પર અવતરે, છલકાય શીતલતા અને કલ્યાણમાલા વિસ્તરે; તુમ વચન આપે સંપદા, તુમ વચન કાપે આપદા, કલાપ્રભસૂરીશ્વર ચરણમાં વંદન સદા વંદન સદા. ઉપધાન-અંજન ને પ્રતિષ્ઠા આપના હાથે ઘણી, થઇ કચ્છ ને સૌરાષ્ટ્રમાંહે હૈ સૂરિ ચૂડામણિ; આ પુણ્યવૈભવ આપનો આપે પરમની સંપદા, કલાપ્રભસૂરીશ્વર ચરણમાં વંદન સદા વંદન સદા. શ્રીમંત કેઇ આપના ચરણે કરે નિશદિન નમન, ગુણગાન ગાતા આપનાને આપનું કરતા સ્તવન; પણ આપના દિલમાં કદી ના માનનું થયું આગમન, કલાપ્રભસૂરીશ્વર ચરણમાં વંદન સદા વંદન સદા. ગુરુદેવની સાથે રહે તે ધન્ય છે બોલે વિભુ, આજીવન અંતેવાસિતા શ્રી વીરના ગૌતમ પ્રભુ; કચ્છ વાગડના કર્ણધારો ૨ ૩૬૧ ૫ E Page #187 -------------------------------------------------------------------------- ________________ આપે જીવનભર ગુરુતણું સાંનિધ્ય છોડ્યું ના કદા, કલાપ્રભસૂરીશ્વર ચરણમાં વંદન સદા વંદન સદા. ... 'श्रम'-श्रम सेंडो अ भा५ भाशानुं श२७, કરવા તરત મુક્તિગમન કરતા ચરણનું આચરણ; યુગ યુગ સુધી મુનિદેવ ! કરજો પૃથ્વીતલ પર સંચરણ , साप्रभसूरीश्वर य२५ मां वहन सहा वहन सहा. ..... ॥५ ॥ श्रीमद्विजयकलापूर्णसूरिस्मृत्यष्टकम् (अनुष्टुप्) तत्त्वबोधकलापूर्ण कलापूर्णशशिप्रभम् । कलापूर्णाह्वयं सूरि स्मरामि प्रौढगौरवम् (उपजाति:) श्रीमत्तपागच्छनभस्तलेऽसौ, विराजते स्माभिनवः शशाङ्कः । यद्दर्शनाल्लोकमन:पयोधौ, भावोमिवेला न कदाप्यशाम्यत् .......... (पुष्पिताग्रा) जिनवरवरशासनप्रभावप्रसरविधौ विधुतुल्यतामुपेतः । श्रुतचरणसुयोगतः पुराणमुनिवृषभस्मृतिमेष कि न दद्यात् ? ......................... ॥३॥ (वसंततिलका) श्रीवीतरागपदपङ्कजभक्तिलीनं, श्रीवीतरागपथसंचरणैकनिष्ठम् । श्रीवीतरागवचनाशयविज्ञमय्यं सूरिं नमामि विजयादिकलादिपूर्णम् ........ .................. ||४|| ५.पू. बापूसूरीश्व२७ म. + 3६२ (मालिनी) ऋजुशुचितनुयष्टिं स्मेरदृष्टि विशिष्टमतनुसुमतिपात्रं हस्तविन्यस्तशास्त्रम्। मृदुमधुरखचोभिः शिष्यकान् बोधयन्तं कथमिह विबुधास्तं विस्मरेयुस्तु सन्तम् .. (शिखरिणी) अतन्द्रो जैनेन्द्रप्रवचनविबोध-प्रयतने, प्रबुद्धः शुद्धात्मप्रतिनिहितदृष्टिः शुचिमनाः । सचेतश्चेतांसि स्मितमधुरदृष्ट्या विकचयन्, कलापूर्णः सूरि: सकलगुणपूर्णः स जयतु ...... .. ||६|| (शार्दूलविक्रीडितम्) अध्यात्मप्रतिपादिशास्त्रनिचयस्वाध्यायसंपादितशुद्धान्तः करणप्रवाहिसरसस्निग्धोक्तिशीतांशुभिः । शैत्यं सुज्ञमनस्सु शीतकरवत् सम्पादयन् सूरिराट्, सत्यं धर्मकलाकलापसकलोऽपूर्वोऽभवच्चन्द्रमाः .. ||७|| (स्रग्धरा) जन्मस्थानं यदीयं मरुविषयफलोदीति तीथं प्रसिद्ध, संसारं यौवनस्थ: स्वजनपरिवृतस्त्यक्तवान् मोहजेता । गच्छे श्रीमत्तपाख्ये श्रमणगणयुतोऽराजत प्रौढतेजा योगीन्द्रं तं मुनीन्द्रं प्रणमत सुजना: श्रीकलापूर्णसूरिम् ..... ................. ||८|| - रचयिता : उपा. भुवनचन्द्रः (पार्श्वचन्द्र-गच्छाधिपः) ॥२॥ તમારામાંથી ઘણાએ પૂ. પં. ભદ્રંકરવિ. મ. ને જોયા હશે, સાંભળ્યા હશે. મને પસ એમની સાથે ત્રણ ચાતુર્માસનો લાભ મળ્યો. શેષ કાળમાં પણ લાભ મળ્યો. જિનશાસનના રંatતા જ નહિ, પન્ન અનુભવી આ મહાપુરુષની છાયા મેળવવા બીજું બધું ગણ કર્યું. એમની પાસે રહેવાથી અનેકાનેક લાભ મળ્યા. વર્ષો સુધી ગ્રંથોના ગ્રંથો વાંચવાથી મળે તે समां मनी पासे थी मजा तु. बापूधसूरि-२, पै.सु.१४ કચ્છ વાગડના કર્ણધારો ૨ ૩૬૩ Page #188 -------------------------------------------------------------------------- ________________ પૂનામાં અધ્યાત્મયોગી પૂ. આચાર્યશ્રીની ૮મી સ્વર્ગતિથિએ વિશાળ ગુણાનુવાદ-સભા યોજાઇ મહા સુ.૪, તા. ૨૦-૦૧-૨૦૧૦ પૂ.પં. શ્રી મુક્તિચન્દ્ર વિ.મ. તથા પૂ.પં. શ્રી મુનિચન્દ્ર વિ.મ.ના પ્રેમભર્યા આમંત્રણને સ્વીકારીને પધારેલા પ્રવચન-પ્રભાવક પૂજય આચાર્ય શ્રી હેમચન્દ્રસાગરસૂરિજી મ. આદિની નિશ્રામાં પૂના ગોડીજીના આંગણે આપણા પરમ ઉપકારી પૂજ્ય આચાર્ય શ્રી વિજયકલાપૂર્ણસૂરીશ્વરજી મ.સા.ની વિશાળ ગુણાનુવાદ સભા યોજાઇ હતી. પૂજ્ય આચાર્યશ્રીએ કહ્યું હતું કે– પાલીતાણામાં મારે પૂજયશ્રીની સાથે અતિ નિકટનો પરિચય રહ્યો. હું પોતે વાચનામાં લગભગ રોજ આવતો અને શિષ્યોને પણ મોકલતો. “તીર્થંકરના પુણ્યની ઝલક તમારે જોવી હોય તો આ પૂજ્યશ્રીમાં તમને દેખાશે.” એવું હું મારા શિષ્યોને અવાર-નવાર કહેતો. મને પૂજ્યશ્રી પ્રત્યે પહેલેથી જ અહોભાવ હતો. કારણ કે, અમારા પૂ. ગુરુદેવ અભયસાગરજી મ. અને આ પૂજ્યશ્રી બંને પૂ. પંન્યાસજી શ્રી ભદ્રંકર વિ.મ.ના માનસ-પુત્રો હતા. પાલીતાણા ચાતુર્માસ વખતે તાવ, શરદી અને ચક્કરની બિમારીમાં હું સપડાયો. મને પૂજયશ્રીએ કહ્યું જ હતું કે- પારણામાં તબીયતનું સંભાળજે . ને ખરેખર એવું જ થયું. ૭૫મી ઓળીના પારણા પછી બિમારી આવી. તાવ-શરદી તો ગયા, પણ ડૉકટરની દવાથી પણ ચક્કર તો ન જ મટ્યા. આખરે મેં પૂજયશ્રીનું શરણું પકડયું. પૂર્ણ શ્રદ્ધા સાથે પૂજયશ્રીનો વાસક્ષેપ કરાવ્યો ને તે દિવસથી મારા ચક્કર ગયા તે ગયા જ. આજ સુધી પછી મને ચક્કર આવ્યા નથી.” પૂ.પં. શ્રી મુક્તિચન્દ્ર વિ.મ., પૂ.પં. શ્રી મુનિચન્દ્રવિ.મ. એ જણાવ્યું કે- ધર્મસિદ્ધિનાં પાંચ લક્ષણો ઔદાર્ય વગેરે આપણા ઉપકારી પૂ. ગુરુભગવંતોમાં એકદમ ઘટે છે. (૧) ઉદારતા તો પૂ. પદ્મવિજયજી મ.ની, જેમણે પોતાના શિષ્ય રત્નવિજયજીને ડેલાવાળા સૌભાગ્યવિજયજીને સોંપી દીધેલા. (૨) દાક્ષિણ્ય તો પૂ. જીતવિજયજી મ.નું, જેમણે વિ.સં. ૧૯૬૯ - મુન્દ્રામાં સ્થાનકવાસી આઠ કોટિ મોટી પક્ષના આ. કર્મસિંહજીની વિનંતિથી તેમને નિર્ધામણા કરાવ્યા. (૩) પાપ – જુગુપ્સા તો પૂ. કનકસૂરિજી મ.ની, જેમણે પોતાના પર ચપુથી હુમલો કરનાર વ્યક્તિને પણ માફી આપી દીધી. ક્રોધરૂપ પાપ પ્રત્યેની કેવી જુગુપ્સા ! (૪) નિર્મળ બોધ તો પૂ. દેવેન્દ્રસૂરિજી મ.નો, જેમણે ૫૦-૬૦ વર્ષ પહેલાંનું ભણેલું પણ અક્ષરશઃ યાદ રહેતું. મૃત્યુના આગલા દિવસે પણ સ્વાધ્યાયમાં અત્યારે કેટલામી ગાથા ચાલે છે ? તે કહી આપવાની શક્તિ ! કેટલી નિર્મળ પ્રજ્ઞા ! (૫) લોકપ્રિયતા તો પૂ. કલાપૂર્ણસૂરિજીની, જેઓ મુંબઇ-મુલુંડ પધાર્યા ત્યારે વગર આયોજને, વગર જાહેરાતે એમના દર્શનાર્થે હજારોની ભીડ ઉમટી પડેલી ! જ્યાં જાય ત્યાં લોકો એમની એક ઝલક નિહાળવા પડાપડી કરે ! પૂજય અધ્યાત્મયોગી આચાર્યશ્રીમાં હૃદયની ઉદારતા પણ એટલી બધી કે અન્ય સંપ્રદાય કે ગચ્છના મહાનાયકો પણ મહાન યોગી તરીકે સ્વીકારે. જેઓ બીજાને પોતાના હૃદયમાં સમાવે તેમને બીજા પણ પોતાના હૃદયમાં સ્વીકારે, એમાં નવાઈ શી ? જગતના સર્વ જીવોને એમણે પોતાના હૃદયમાં સમાવેલા, આથી જ મૈત્રીના કારણે જ એમનામાં ઉત્કૃષ્ટ પ્રશમ લબ્ધિ પેદા થયેલી. જેના પ્રભાવથી બેણપ, સિરિગુપ્પા વગેરેના ઝગડા ટળ્યા હતા. દાક્ષિણ્ય પણ પૂજ્ય આચાર્યશ્રીનું જોરદાર ! કોઇને ય પ્રતિકૂળ નહિ બનતાં, અનુકૂળ જ બનતા. પાપ-જુગુપ્સા તો પળે પળે દેખાય ! છ જીવનિકાયની સહેજ પણ વિરાધના ન થાય, તેની અત્યંત તકેદારી ! હિંસારૂપ પાપ પ્રત્યે કેટલો ધિક્કારભાવ ! કચ્છ વાગડનાં કર્ણધારો ૨ ૩૬૪ કચ્છ વાગડના કર્ણધારો ૨ ૩૫ Page #189 -------------------------------------------------------------------------- ________________ નિર્મળ બોધ પણ શાસ્ત્રની પંક્તિએ પંક્તિએ પ્રગટે ! કેટલાક શાસ્ત્રોનાં રહસ્યો તો સ્વયમેવ એમની પ્રજ્ઞામાં પ્રગટે, જેનો બીજા મહાવિદ્વાનોને વિચાર પણ ન આવે ! ભક્તિના કારણે નિર્મળ બનેલી પ્રજ્ઞામાં આ તાકાત હતી. આમ પૂ. પદ્મ વિ.મ.ની ઉદારતા, પૂ. જીત વિ.મ.નું દાક્ષિણ્ય, પૂ. કનકસૂરિજી મ.ની પાપ-જુગુપ્સા અને પૂ. દેવેન્દ્રસૂરિજી મ.ના નિર્મળ બોધ – વગેરે બધા જ લક્ષણોનો પૂજ્યશ્રીમાં સમાવેશ થયેલો જોઇ શકાય છે. એટલે જ તેઓ ‘કલાપૂર્ણ’ હતા ને ! બધી કળાઓથી પૂર્ણ હોય તે “કલાપૂર્ણ ! પૂ. પ્રસન્નચન્દ્રસાગરજી મ.સા. : પૂજયશ્રીમાં ગુરુ-પાતંત્ર્ય, સત્ત્વ, સંયમમાં અડગતા અને વિપુલ જ્ઞાનનો વૈભવ - આ ચારેય ગુણો હતા. આથી જ તેઓ ‘મહાપુરુષ' ગણાયા. ગુરુ-પારdય અર્થાત્ ગુરુની આજ્ઞા પ્રત્યેનો પ્રેમ ! ગુરુ-આજ્ઞા તેમને પોતાના પુત્રો કરતાં પણ વહાલી હતી. આથી જ તેમણે પૂ. ગુરુદેવ કનકસૂરિજી મ.ની આજ્ઞા નહિ માનનાર પોતાના પુત્ર-શિષ્ય કલ્પતરુ વિ. પર એટલો ગુસ્સો કરેલો કે ચિત્રોડમાં ઊંચકીને ફેંકી દીધેલા. ત્યાર પછી પૂ. કનકસૂરિજીએ આટલો ગુસ્સો નહિ કરવાનું કહેતાં જીવનભર ગુસ્સાનો ત્યાગ કરેલો ! આ બધાના કારણે પૂજયશ્રીમાં એવી લબ્ધિ પેદા થયેલી કે શ્રદ્ધાપૂર્વક આવતા લોકોની તમામ સમસ્યા એમના વાસક્ષેપથી ટળી જતી. કર્ણાટક-શોરાપુરમાં રહેતા શાન્તિલાલજીના પુત્રે કોઇ કારણસર તુંગભદ્રા નદીમાં પડી આપઘાત કર્યો. એના આઘાતથી પત્ની મૃત્યુ પામી. એમને પોતાને પણ થોડા સમય પછી ગળામાં દુ:ખાવો થતાં ડૉકટરોએ કહ્યું : બાયોપ્સીના રિપોર્ટ પ્રમાણે તમને કેન્સર છે. ચારે બાજુથી દુ:ખી થઇ ગયેલા શાન્તિલાલજીએ કોઇના કહેવાથી બેંગ્લોર બિરાજમાન પૂજય આચાર્યશ્રી પાસેથી વાસક્ષેપ કરાવ્યો ને થોડા સમય બાદ તપાસ કરાવતાં કેન્સર સંપૂર્ણ નાબુદ ! આનાથી પ્રભાવિત થયેલા શાન્તિલાલજીએ સંકલ્પ કર્યો કે મારે શંખેશ્વરમાં પોષી દશમના સામૂહિક અટ્ટમ આજ પૂજ્ય કચ્છ વાગડના કર્ણધારો ૨ ૩૬૬ આચાર્યશ્રીના નિશ્રામાં કરાવવા ! (શંખેશ્વર પેઢીમાં નામ તો અગાઉથી જ લખાવી દીધેલું !) પણ ઠેઠ અઢાર વર્ષે (અર્થાતું ગયા વર્ષે વિ.સં. ૨૦૬૫) નંબર લાગ્યો. પૂજય આચાર્યશ્રી તો દિવંગત થઇ ગયા હતા. એટલે પૂ. કલાપ્રભસૂરિજી મ.ને વિનંતિ કરી. પૂજય આચાર્યશ્રી વિજયકલાપ્રભસૂરિજીએ પૂ.પં. શ્રી મુક્તિચન્દ્ર વિ.મ., પૂ.પં. શ્રી મુનિચન્દ્ર વિ.મ.નું નામ આપ્યું. કારણ કે પોતાને અનુકૂળતા ન્હોતી ને પૂ.પં.મ.ની નિશ્રામાં તેમણે ગયા વર્ષે પાંચ હજાર અમ શંખેશ્વરમાં કરાવ્યા. એ શાન્તિલાલજીની પુત્રી પૂનામાં જ ઋતુરાજ સોસાયટીમાં રહે છે. પૂ. વિરામચન્દ્રસાગરજી મ. : પૂજ્ય આચાર્યશ્રીને જોતાં શ્રી તીર્થકર ભગવંતોના પુણ્યની ઝલક તમને જોવા મળશે, એવું વારંવાર મારા ગુરુદેવ મને કહેતા. વાચનામાં પણ જવાનો આગ્રહ કરતા. મારા જેવાને તો જગ્યા માંથી મળે ? પણ મહાદેવની પાછળ પોઠિયા ય પૂજાય તેમ મારા ગુરુદેવના કારણે મને આગળ બેસવા માટે જગ્યા મળી જતી. પૂજય આચાર્યશ્રીની પ્રભુ-પ્રીતિ પ્રાર્થનામાં વ્યક્ત થતી. પ્રભુ પામ્યાની પ્રતીતિ પ્રવચનાદિમાં વ્યક્ત થતી, અંદરની વિશુદ્ધ પરિણતિ પ્રવૃત્તિમાં વ્યક્ત થતી અને એમનું પુણ્ય એમના પ્રભાવમાં વ્યક્ત થતું. મેં આ બધું નજરે જોયું છે. એમના પુણ્ય પ્રભાવે કેવી કેવી ઘટનાઓ બનતી ? નજરે જોયું ન હોય તો માની પણ ન શકાય ! પાલીતાણામાં એક છોકરો આવીને કહે : “મહારાજ ! તમારું નામ ‘વિરાગ' છે ને ! મારું નામ પણ ‘વિરાગ' છે. મને કોઇએ કહેલું કે તારા જ નામવાળા એક મહારાજ છે. એટલે હું તમને શોધતો-શોધતો આવ્યો છું.’ મેં પૂછ્યું : ‘તારા પપ્પા કોણ ? તારા ગુણ કોણ ?' મારા પપ્પા ચમન કચ્છી ! ને મારા ગુરુદેવ અધ્યાત્મયોગી પૂજ્ય આચાર્યદેવશ્રી !' કચ્છ વાગડના કણધારો ૨ ૩૬૩ Page #190 -------------------------------------------------------------------------- ________________ ‘એમનો કોઇ પ્રભાવ તેં જોયો છે ?' મારા પિતાજીની જ તમને વાત કરું. વિ.સં. ૨૦૩૬માં પહેલી વખત મારા પિતાજીએ પૂજય આચાર્યશ્રીને જોયેલા ને એમની નિર્મળતા વગેરેથી અત્યંત પ્રભાવિત થઇ ગયેલા. ત્યારે આંખમાં ભયંકર તકલીફ ઊભી થઈ. ડૉકટરના કહેવા પ્રમાણે ઓપરેશનની જરૂર ઊભી થઇ. મારા પિતાજી પૂજ્યશ્રી પાસે એ માટે વાસક્ષેપ નખાવવા ગયા. પૂજ્યશ્રી કહે : તમને ઓપરેશનની જરૂર પડી ? હોય નહિ ! લો, આ વાસક્ષેપ ! ને એ વાસક્ષેપના પ્રભાવથી કોણ જાણે શું થયું કે ઓપરેશન કરાવવાની જરૂર જ ન પડી. આવા તો અનેક પ્રસંગો અને પ્રસંગે પ્રસંગે સાંભળવા મળતા હોય છે. પુણ્યપુરુષ પૂજય આચાર્યશ્રીના ચરણમાં અનંત નમન. પૂ. મુકિતચરણવિજયજી : નારદે પિતા માટે અમરપટ્ટો મેળવવા પ્રયત્ન કરેલો, પણ એ પ્રયત્ન જ પિતાજીના મૃત્યુનું કારણ બન્યું, એમ રૂપક કથા કહે છે. દૈહિક અમરપટ્ટો કોઇને મળતો નથી, પણ પૂજ્યશ્રી જેવા કોઇ પુણ્યપુરુષ ગુણ-દેહે અને અક્ષર-દેહે (કહે કલાપૂર્ણસૂરિ જેવા પુસ્તકરૂપે) અમર રહે છે. પૂજ્યશ્રીની નિશ્રામાં ગૃહસ્થપણામાં મેં બે ચાતુર્માસ કરેલા છે, વાંકી તથા પાલીતાણામાં. મેં પહેલાં તાત્કાલિક દીક્ષા (માતાની મંજુરી વિના જ) લેવાની તજવીજ કરેલી, પણ પૂજયશ્રીએ કહ્યું : “માતાના આશીર્વાદપૂર્વક કાર્ય સફળ થાય. ચાતુર્માસ પછી તમારું કામ આમેય થવાનું જ છે ને !' ને ખરેખર પાલીતાણા ચાતુર્માસ પછી મારી દીક્ષા થઇ. આવી હતી પૂજયશ્રીની વચન-સિદ્ધિ ! ગુરુપૂજનનો ચડાવો પોપટભાઇ હીરજીભાઇ ગડા (આધોઈ) અને માળાનો ચડાવો પ્રવીણભાઇ ભીખુભાઇ બાર્સીવાળા પરિવારે લીધો હતો. ૩૫ રૂા.નું સંધપૂજન થયેલું હતું. ૨૨૫ જેટલા આયંબિલ થયેલા હતા. વ્યાખ્યાન સભામાં કચ્છ-વાગડ સિવાયના મારવાડી, ડીસા-સમાજ વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કચ્છ વાગડના કર્ણધારો ૨ ૩૬૮ Page #191 -------------------------------------------------------------------------- ________________ || શ્રીં || || શ્રી દૈવગતની અકલગતની ખબર પડે નહિ પણ પાંચમો આરો તે દુષમાં દુષ છે. જે પ્રાણી ધરમ દયા કરે તે સૂખી હોસ્ટેજી. સંવત્ ૧૮૭૫ના વર્ષે સાકે ૧૭૪૦ના પ્રવર્તમાન્યે વિરોધિનાંમા સંત્સરે તથા જેષ્ટ માસે કૃષ્ણપક્ષે નૌમી તિથો બુધ વાશરે રવિ અસ્ત પામતે પ્રથવી ધણધણી છે. માહાકલ્પાંત થયો છે. ગઢ મોહલ ઘર હાટ વખાર ઇત્યાદિક પ્રથવી સરણ ગયાં છે. પાતાલ પણ કિહાંકર ફૂટાં છે. મધ્યેથી પાણી નીકલ્યાં છે. માંણશ તીર્થંચ ઇત્યાદિ ઘણો ભય પામ્યાં છે. તે માટે ૧૮૭૬ વરસ માહાકાલ પડસે. પછે તો દૈવ કરે તે ખરું. પણ સાસ્ત્રમાં કહ્યું છે જે શ્લોક : ગર્જતી કુપો જદી ભોમાં કંપ; પતંતી તારારવિઅસ્તકાલે, કાગા વિશાલા સૂરભી રતિ નીોંષ સબ્દ પ્રતિમા હસંતિ ૧ તે માટે એ છ વસ્તુ માહેલા કદાચિત એક વસ્તુ થઇ હોએ જે વરસમાં તે વરસ મધ્યે કાં તો મોટો છત્રપતી પડે તથા મૃગી ચાલો કરે તથા દુકાલ પડે પણ કોઇક :: । પછે તો નારાયણો વેતીઃ || હીં || શ્રીં || || શ્રી દૈવગતની અકલગતની ખબર પડે નહિ પણ પાંચમો આરો તે દુખમાં દુષ છે. જે પ્રાણી ધરમ દયા કરે તે સૂખી હોસ્ટેજી. સંવત્ ૧૮૭૫ના વર્ષે સાકે ૧૭૪૦ના પ્રવર્તમાન્ય વિરોધિનાંમા સંત્સરે તથા જેષ્ટ માસે કૃષ્ણપક્ષે નૌમી તિથો બુધ વાશરે રવિ અસ્ત પામતે પ્રથવી ધણધણી છે. માહાકલ્પાંત થયો છે. ગઢ મોહલ ઘર હાટ વખાર ઇત્યાદિક પ્રથવી સરણ ગયાં છે. પાતાલ પણ કિહાંકર ફૂટાં છે. મધ્યેથી પાણી નીકલ્યાં છે. માંણશ તીર્યંચ ઇત્યાદિ ઘણો ભય પામ્યાં છે. તે માટે ૧૮૭૬ વરસ માહાકાલ પડસે. પછે તો દૈવ કરે તે ખરું. પણ સાસ્ત્રમાં કહ્યું છે જે– શ્લોક : ગર્જતી કુપો જદી ભોમાં કંપ; પતંતી તારારવિઅસ્તકાલે, કાગા વિશાલા સૂરભી રતિ નીગૃપ સબ્દ પ્રતિમા હસંતિ ૧ તે માટે એ છ વસ્તુ માહેલા કદાચિત એક વસ્તુ થઇ હોએ જે વરસમાં તે વરસ મધ્યે કાં તો મોટો છત્રપતી પડે તથા મૃગી ચાલો કરે તથા દુકાલ પડે પણ કોઇક ઃ । પછે તો નારાયણો વેતીઃ || હીં Page #192 -------------------------------------------------------------------------- ________________ એટલે મેં વિચાર્યું : બધું તો નહિ પકડી શકાય, એક નવકાર બરાબર પકડી લઈએ તોય તરી જઈએ. આથી એક નવકાર પકડ્યો. - કહે, કલાપૂર્ણસૂરિ-1 (પે.નં. 1et), તા. ૨૯-૦૯-૧૯૯૯ તમને ભગવાન પર વિશ્વાસ નથી ? મને છે. મને તો વિશ્વાસ છે કે ભગવાન મારું બધું સાંભળી લેશે. એ જ ધું બોલાવશે. બાકી મારી પાસે પુસ્તકો જેવાનો ક્યાં સમય છે ? જ્યાં પાંચ મિનિટ મળે કે માણસો હાજર. આવા મળનારાઓને હું શી રીતે નારાજ કરી શકું? મૈત્રીની વાતો કરનારો હું અહીં મૈત્રી ન રાખું.? ખાલી બોલું જ ? ઘણી ભીડ થઈ જય. હું અકળાઈ જઉં ત્યારે પૂ. પં. ભદ્રકવિ. મ. યાદ આવે. વજસેનવિ. કોઈક દર્શનાર્થીને રવાના કરે (સાહેબજીને તકલીફ ન પડે તે આશયથી) ને એ મને ખેબર પડે તો ઊધડો લઈ લે. ૨વાના કર્યો કેમ ? અાવી અમૈત્રી ? ભગવાને તેમને અહીં મોકલ્યા અને હું તેમને અહીંથી બહાર ધકેલે છે ? અ યાદ આવી જાય ને હું તરત તૈયાર થઈ જઉં. શારીરિક સ્થિતિને ગૌણ કરીને પણ હજ ર-હજાર માણસને મેં અહીં વાસક્ષેપ નાખ્યો છે. - કઈ કલાપૂર્ણસૂરિ-૧ (પે.નં. ૨૮૪), તા. ૦૩-૧૦-૧૯૯૯ નાનપણમાં મને અધ્યાત્મ માટેની રુચિ ખરી, પણ કર્યું સાચું અધ્યાત્મ અને કયું ખોટું ? તેના ગતાગમ નહિ. પણ પુયોગે મને પહેલેથી જ ભક્તિ પસંદ. #ણે કે સતત ભગવાન માર્ગદર્શન આપતા રહ્યા. કોઈએ મને ગૃહસ્થપણામાં કાનજીનું પુસ્તક આપીને કહ્યું : આમાં ખરું અધ્યાત્મ છે. વાંચો.. પુસ્તક ખોલતાં જ અંદર જોવા મળ્યું. ઉપાદાન જ મુખ્ય છે. નિમિત્ત અકિંચિત્કરે છે. મેં તરત જ મૂકી દીધું ને પેલાને કહી દીધું : આ અધ્યાત્મ નથી. હું બધા સાધુ-સાધ્વીજીને જણાવવા માંગું છું': જયાં દેવ ગુરુની ભક્તિ ન હોય તેવા કોઇ અનુ છાનમાં સાચું અધ્યાત્મ છે, તેમ માનશો નહિ. - કહે કલાપૂર્ણસૂરિ-૧ (પે.નં. ૨૦૩), તા. ૦૨-૦૯-૧૯૯૯ આ મહાવ્રતો, આ સામાયિક તો ચિંતામણિ કરતાં પન્ન વધુ મૂલ્યવાન છે. ચિંતામણિથી પણ અધિક સાચવીને તેની સુરક્ષા કરજો , તેનું સંવર્ધન કર જો. ‘કરેમિ ભંતે "ની પ્રતિજ્ઞાથી સર્વ સાવધનો ત્યાગ થાય છે. આથી જગતના સર્વ જીવો રાજી થાય છે. અભયદાન મળતાં કોણ રાજી ન થાય ? - કહે કલાપૂર્ણસૂરિ-૨, જેઠ સુ. ૧૪ ભગવાનને હૃદયમાં રાખશો તો મોક્ષ મળશે. ભગવાનને છોડશો તો નિગોદ મળશે. કાર# કે વચ્ચે ક્યાંય વધુ સમય રહી શકાય તેમ નથી... • કહે કલાપૂર્ણસૂરિ શ્રાવકો ધ્યાન-વિચાર પર વાચના રાખવા વિનંતી કરે છે. તમને મનું યુ” કેવું છે. આપણું જીવન ? આખો દિવસ વાતો... વાતે-વાતે ગુસ્સો! અવિનય-ઉદ્ધતાઈનો પાર નહિ, ગુર્જનો છાંટો નહિ. છતાં અહંનો પાર નહિ. ભગવાન પાસે બાળક બનીને બધું જણાવી દો. જે કાંઈ પણ ક્રિયાકાંડ કરીએ છીએ તે લોક ઉપચારથી કરીએ છીએ કે આત્માથી કરીએ છીએ ? કંદીકે આત્મનિરીક્ષણ કર જો. તમે સહું પહેલાં તમારા જ સૂતેલા આત્માને જગાડો. એ જ ગી જય પછી જ બીજને જગાડવા પ્રયત્ન કરી જો. આપણે તો અત્યારે સૂતેલા છીએ ને બીજાને જગાડવા પ્રયત્ન કરી રહ્યા છીએ. આ બધું હું બીજાને જોવા નથી શીખવાડતો. તને જોવા માટે જ કહું છું. ફરી ફરીને આ વાત હું ભારપૂર્વક કહેવા માંગુ છું. - કહે કલાપૂર્ણસૂરિ-૨ (પે.નં. ૧o૯), તા. ૦૯-૦૪-૨000, ચૈ. સુ." પૂ. પં. ભદ્રંકરવિ. મ.ને પૂછ્યું : નવકારને જ તમે કેમ પકડવો ? પૂ. પં. મ. કહેતા : આ બધાં સૂત્રો, વિષિ, વિધાનો જોઈએ ત્યારે એમ થયું કે આમાંનું બધું ક્યારે જીવનમાં ઉતારીશું ? સૂત્રથી પણ નહિ, તો અર્થથી કે તદુભયથી શી રીતે ઉતારી શકીશું ? આ હું નથી બોલતો. ભગવાન જ બોલે છે. બોલનાર હું કોણ ? જે ભગવાન આ બોલાવે છે તે ભગવાનના જ ચરણોમાં આ બધું મમત " . Page #193 -------------------------------------------------------------------------- ________________ ઘણી વાર પત્રકારો કાન્તિ ભટ્ટ જેવા) મને પૂછે : શું તમે વશીકરણ કરો છો ? લોકો કેમ દોડતા આવે છે ? હું કહું છું : કોઈ વશીકરન્ન નથી. વશીકરણ હોય તો પણ એ મંત્ર કે કામણ વગરનું (મૈત્રીનું) છે. - કહે કલાપૂર્ણસૂરિ-૧ (પે.નં. 298), તા. 05-10-1999