SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ આવ્યા. વિક્રમની ૧૪મી કે ૧૫મી સદીમાં મુસ્લિમોનું આક્રમણ થતાં, ધર્માતર કરવાની ફરજ પડાતાં એ ઓસવાળો સિંધ ભૂમિને છોડી કચ્છવાગડમાં આવ્યા. (પણ ધર્માતર તો ન જ કર્યું) વાગડની રાજધાની કંથકોટમાં રાજયાશ્રય મેળવીને રહ્યા. કેટલાક વર્ષો પછી રાજા સાથે વાંધો પડતાં કંથકોટ છોડી વાગડના લાકડીયા વગેરે ગામોમાં રહ્યા. (કંથકોટ છોડવાની ઘટના પ્રાયઃ વિ.સં. ૧૫૬૬માં ઘટી) મનફરા, ભરૂડીયા, સામખીયાળી વગેરે કેટલાક ગામો તો ઓસવાળોએ જ વસાવેલા. સામખીયાળી ગામ તો ત્યારથી માત્ર સોએક વર્ષ પહેલાં લાખા છાડવા નામના ઓસવાળ તથા એક આહિરભાઇએ વસાવેલું. વાગડના આ ગામોમાં રહેતા ઓસવાળ ભાઇઓ મોટેભાગે ખેતીનો વ્યવસાય કરતા. બાહ્ય પહેરવેશથી પટેલ જેવા લાગતા આ ભાઇઓને કોઇ અજાણ્યો માણસ જુએ તો એને ન લાગે કે આ જૈન હશે ! જૈનત્વના સંસ્કારોથી ઠીક-ઠીક દૂર રહેલા આ ઓસવાળો હૃદયથી સરળ હતા. સવારથી સાંજ સુધી શરીર નીચોવીને ખેતર-વાડીઓમાં કામ કરનારા આ બંધુઓને જૈનત્વની દીક્ષા આપનાર આ ગોપાળભાઇ હતા. અહીંથી જ ગોપાળભાઇનું જીવન કાર્ય કદાચ આરંભાઈ ગયું, જે દીક્ષા પછી પણ ચાલુ જ રહ્યું. વાસી, કંદમૂળ, રાત્રિભોજન, દ્વિદળ વગેરે અભક્ષ્ય કહેવાય, તેમ ન જાણતા એ ભાઇઓને તેમણે જાણકારી આપી અને અભક્ષ્ય આદિનો ત્યાગ કરાવ્યો. સામખીયાળી પાઠશાળામાં ધાર્મિક સુત્રોની સાથે સંસ્કાર આપવાનું કામ શરૂ કર્યું. એમના કંઠમાં મીઠાશ હતી. સ્તવન, સઝાયો ગાય ત્યારે લોકો સ્તબ્ધ બનીને સાંભળ્યા જ કરે, સમજાવે પણ એટલી બધી સરળ ભાષામાં કે હૃદય સોંસરવું ઊતરી જાય. ગોપાળભાઇના આ સંસ્કાર યજ્ઞની સુવાસ અન્ય ગામોમાં પણ પ્રસરતાં ત્યાં પણ તેઓએ ધાર્મિક સંસ્કાર પોષક તરીકે કામ કર્યું. આધોઇ, મનફરા અને સામખીયાળી આ ત્રણેય ગામમાં ઓસવાળ ભાઈઓને જૈનત્વના સંસ્કાર આપવામાં પોતાના પ-૬ વર્ષ ખર્ચી નાખ્યા. પૂ.આ. શ્રી વિ. દેવેન્દ્રસૂરીશ્વરજી મ. ૧ ૭૮ છતાં હજુ માતા મૂળીબેનની મમતા ટળતી નથી ને દીક્ષા માટે રજા મળતી નથી. જયારે જ્યારે દીક્ષાની વાત મૂકે ત્યારે ત્યારે મૂળીબેન લાગણીવશ થઇને એવું બોલે કે ગોપાળભાઇ ચૂપ જ થઇ જાય. એમની માંગણી પણ યથાર્થ જ લાગે. મૂળીબેન કહે : બેટા ! તું એકનો એક છે. તે દીક્ષા લઇ લે તો પછી મને સમેતશિખરની યાત્રા કોણ કરાવશે ? મારવાડની નાની-મોટી પંચતીર્થી કોણ કરાવશે ? વિનીત ગોપાળે એ જમાનામાં સાહસ કરીને સમેતશિખર સાથે દક્ષિણમાં કુલપાકજી, રાયચૂર તથા મારવાડની નાની-મોટી પંચતીર્થી વગેરેની યાત્રા કરાવી. ‘હવે તો દીક્ષા માટે રજા આપો.' ગોપાળે ફરી પોતાની વાત દોહરાવી. ‘બેટા ! તું દીક્ષા લઇ લે તો પછી મને પાલીતાણા ચોમાસું કોણ કરાવશે ? ૯૯ યાત્રા કોણ કરાવશે ?' ફરીથી માતાએ માંગણી મૂકી. | ભલે મા ! તારા આ શુભ મનોરથ પૂર્ણ થાઓ.' અતિવિનીત ગોપાળે એ ભાવના પણ પૂર્ણ કરી. આવા વિનીત પુત્ર પર માતાના આશીર્વાદ કેમ ન ઊતરે ? ને એનું જીવન સફળ કેમ ન બને ? પણ, સંયમના મનોરથો પૂર્ણ કરવામાં વરસો વીત્યે જતા હતા, પણ રજા ન મળવાના કારણે સંયમ લઇ શકાતું નહોતું. જેમની વાણીથી વૈરાગ્ય પ્રગટેલો એ ઉપકારી ગુરુ મહારાજ પૂજય દાદા શ્રી જીતવિજયજી મ.નો વિ.સં. ૧૯૭૯માં સ્વર્ગવાસ થઇ ગયો. ગોપાળના હૃદયમાં અફસોસનો પાર નથી : મુખ્ય વર્ષો તો આમને આમ વેડફાઇ રહ્યાં છે ને મનોરથ પૂર્ણ થતા નથી. શું સંયમ વિના આમને આમ જીંદગી પૂરી થઇ જશે ? હું પણ શું કરી શકું ? સંયોગોની જાળમાં એવો ફસાયેલો છું કે ધાર્યું કરી શકતો નથી. મુખ્ય ઉપકારી ગુરુ ભગવંત તો સ્વર્ગે સંચરી ગયા. છતાં કાંઇ વાંધો નહિ. હજુ ઉપકારી ગુરુ ભગવંત કચ્છ વાગડના કર્ણધારો + ૭૯
SR No.008966
Book TitleKaccha Vagadna Karndharo
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShantijin Aradhak Mandal Manfara
Publication Year2010
Total Pages193
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy