________________
તેણે ઘેર આવીને દીક્ષાની ભાવના દર્શાવી. આ સાંભળતાં જ માતા મૂળીબેનના માથે તો જાણે આભ તૂટી પડ્યું. પતિ વગરની કઇ સ્ત્રી પોતાના એકના એક હોંશિયાર સંતાનને દીક્ષા માટે રજા આપે ? બધાને હોય તેમ માતા મૂળીબેનને પણ પરણાવવાના હોંશ હતા.
માતાએ કહ્યું : “તારા સગપણ જેની સાથે થયેલા છે, તે ઉજમબેનનું
હું તેને ચુંદડી ઓઢાડી બેન બનાવવા માંગું છું.” ગોપાળના આ જવાબમાં અત્યંત દેઢતા દેખાતી હતી.
તે વખતે સામાન્યરૂપે બચપણમાં સગાઇ થઇ જતી હતી, તેમ ગોપાળની પણ સગાઇ થઇ ગયેલી.
આખરે ઘણી ચર્ચાઓ પછી વિ.સં. ૧૯૭૨માં પલાંસવા જઇ ઉજમબેનને ચુંદડી ઓઢાડી બેન તરીકે જાહેર કરી, ૨૪ વર્ષના યુવાન ગોપાળભાઇએ ચોથું વ્રત સ્વીકાર્યું. સંસારમાં તો મારે નથી જ રહેવું - એવા દેઢ નિશ્ચયનું એ પરિણામ હતું. પૂજય દાદા શ્રી જીતવિજયજીએ એવો વૈરાગ્યનો રંગ ભરેલો હતો કે જે ક્યારેય ઝાંખો પડે તેમ નહોતો.
- પણ, હજુ ચારિત્રના માર્ગે ઘણા વિજ્ઞોની વણઝાર હતી. માતા મૂળીબેન હજુ રજા આપવા તૈયાર નહોતાં.
ગોપાળભાઇ પણ માતાની પરિસ્થિતિ બરાબર સમજતા હતા. એમના અંતરના આશીર્વાદ વિના કાર્યમાં સફળતા ન મળે, એ વાત પણ બરાબર જાણતા હતા.
વિ.સં. ૧૯૭૪માં સમાચાર મળ્યા કે મહેસાણામાં ઉપધાન થવાના છે. ગોપાળભાઇ પણ બીજું ઉપધાન કરવા ત્યાં ગયા. ત્યાં વેણીચંદ સુરચંદભાઇના અથાગ પ્રયત્નોથી સ્થાપિત થયેલી શ્રી યશોવિજયજી જૈન પાઠશાળામાં ભણતા વિદ્યાર્થીઓને જોઇને ગોપાળને ભણવાનું મન થઇ ગયું. માતા સંયમ માટે રજા ન આપે ત્યાં સુધી ધાર્મિક અભ્યાસ તો કરું – એવી તેની ભાવનાનું પૂજય ગુરુભગવંતો દાદા શ્રી જીતવિજયજી મ. વગેરેએ પણ સમર્થન કર્યું.
પૂ.આ. શ્રી વિ. દેવેન્દ્રસૂરીશ્વરજી મ. ૧ ૭૬
મહેસાણામાં ત્રણ વર્ષ સુધી ગોપાળભાઇ ભણ્યા. આટલા ટૂંકા ગાળામાં પણ તેમણે ચાર પ્રકરણ, ત્રણ ભાષ્ય, છ કર્મગ્રંથ, બૃહત્સંગ્રહણી, ક્ષેત્રસમાસ, સંસ્કૃત ભાંડારકરની બે બુક, સંસ્કૃત કાવ્યો વગેરેનો સચોટ અભ્યાસ કર્યો.
માત્ર ભણતરના ક્ષેત્રે નહિ, ગણતર અને ઘડતરના ક્ષેત્રે પણ મહેસાણામાં તેમણે નામના મેળવેલી હતી. આચાર અને વિચારની શુદ્ધિ એટલી જોરદાર હતી કે ત્યાંના અધ્યાપકો અને વિદ્યાર્થીઓના હૃદયમાં પણ તેઓ વસી ગયા હતા. સૌ તેમને ‘ભક્તરાજ' કહીને બોલાવતા હતા.
તે વખતના પાઠશાળાના મેનેજર વલ્લભદાસભાઇ, અધ્યાપક દુર્લભદાસ કાલિદાસ શાસ્ત્રી તથા લલ્લુભાઇ, સહપાઠી વિદ્યાર્થીઓમાં આણંદજીભાઇ દેવશી, શંભુભાઇ જગશી (ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય, નવભારત સાહિત્ય મંદિર, અમદાવાદના આદ્યસ્થાપક) વગેરેમાં તેઓ પ્રિય હતા.
હજુ તો મહેસાણામાં ત્રણ વર્ષ થયા હતા ને કચ્છ-વાગડના સામખીયાળીથી પૂ. મુનિશ્રી હંસવિજયજી મ.નો પત્ર આવ્યો કે અહીં પાઠશાળા માટે એક શિક્ષકની ખાસ જરૂર છે તો તાત્કાલિક એક શિક્ષક મોકલશો.
બધાની નજર ગોપાળભાઈ પર ઠરી. કારણ કે એ ત્રણ વર્ષમાં પણ બરાબર ભણી ગયા હતા. ઠરેલ, પીઢ અને ગંભીર હતા. નાની ઉંમરમાં પણ વૃદ્ધ જેવા પરિપકવ હતા. વળી, કચ્છ-વાગડના જ હતા એટલે બીજો કોઇ પ્રશ્ન નહોતો.
આ રીતે સૌ પ્રથમ ધાર્મિક શિક્ષક તરીકેનું કામ સામખીયાળીમાં શરૂ કર્યું. ત્યારે સામખીયાળીમાં ૨૦૦ જૈન ઓસવાળોના ઘરો હતા. તેમને શિક્ષણ આપવાનું કપરું કાર્ય તેમણે શરૂ કર્યું. કપરું એટલા માટે કે ઓસવાળો જૈન હોવા છતાં પણ કેટલીયે પેઢીઓથી ધર્મ સંસ્કારોથી દૂર હતા.
ઓસિયા (રાજ.)માં ૨૪૦૦-૨૫૦૦ વર્ષ પહેલાં આચાર્ય શ્રી રત્નપ્રભસૂરિજી મ.એ ક્ષત્રિય રાજપૂતોને પ્રતિબોધ આપીને જૈન બનાવ્યા, તે ‘ઓસવાળ' કહેવાયા. ત્યાંથી કેટલાક ઓસવાળો મારવાડ થઇ સિંધમાં
કચ્છ વાગડના કર્ણધારો + ૭૭