________________
પૂજયશ્રીના આવા રદિયા પછી પણ આ વાતનો પ્રચાર તો થતો જ રહ્યો. અમે નિષેધ કરીએ તો પણ લોકો એ માનવા તૈયાર ન થાય. મૂળ ભાવુક પ્રજા જ ચમત્કારપ્રિય હોય છે. એવા લોકોની આંખો આવા અલૌકિક દેવાંશી પુરુષોમાંથી કાંઇને કાંઇ ચમત્કાર શોધી જ કાઢે છે. પણ આવા લોકો જાણતા નથી કે આવા મહાપુરુષોનું અસ્તિત્વ જ સ્વયં ચમત્કાર છે. જે સ્વયં ચમત્કાર હોય તેને અન્ય ચમત્કારની શી જરૂર ?
વિ.સં. ૨૦૩૪, ઇ.સ. ૧૯૭૭-૭૮, આધોઇ ચાતુર્માસમાં દશેરાથી બહારની પાંજરાપોળના મકાનમાં ઉપધાન થયા. પૂજયશ્રી ત્યાં દરરોજ પ્રવચનાર્થે પધારતા.
મહા સુદમાં જંગી ગામના જિનાલયની પ્રતિષ્ઠા. (આ જિનાલય ભૂકંપમાં નષ્ટ થયું છે.)
સામખીયાળી જિનાલયની શિલાન્યાસ આદિ વિધિ.
દીક્ષાઓ ; મહા સુદ-૪, ભચાઉ : સા. નયનજ્યોતિશ્રીજી (વાલીબેન, આધોઇ), સા. નયચન્દ્રાશ્રીજી (પ્રજ્ઞાબેન, ભુજપુર), સા. સમદર્શનાશ્રીજી (શાંતાબેન, ભચાઉ)
મહા સુદ-૬, મનફરા : મુનિ શ્રી વિશ્વસનવિજયજી (મણિલાલભાઇ, મનફરા), સા. અનંતદર્શનાશ્રીજી (ચંદ્રિકાબેન, દૂધઈ), સા. આત્મરસાશ્રીજી (કાંતાબેન), સા. પુણ્યદર્શનાશ્રીજી (કંકુબેન, મનફરા), સા. ભવ્યદર્શનાશ્રીજી (ભાનુબેન, પલાંસવા-અંજાર), સા. ચારુલેખાશ્રીજી (નિર્મળાબેન, લાકડીયા), સા. વાચંયમાશ્રીજી (દીવાળીબેન, આધોઈ), સા. ઇન્દ્રવદનાશ્રીજી (જીવતીબેન, મનફરા), સા. મનોજયાશ્રીજી (માણેકબેન, કીડીઓનગર).
મનફરા, મહા સુદ-૬, દીક્ષા પ્રસંગે પૂજયશ્રીનો પુણ્ય પ્રકોપ જોવા મળ્યો હતો. તે વખતે રજનીશને કચ્છમાં લાવવાના પ્રયત્નો ચાલુ હતા. કારણ કે તેમને કચ્છની સૂકી હવા અનુકૂળ હતી તથા મા યોગલક્ષ્મી વગેરે તેમનાં શિષ્યાઓ કચ્છના હતા. કચ્છના મહારાજા મદનસિંહજીએ પોતાનો વિજય પેલેસ એ માટે આપવાની તૈયારી દર્શાવી છે, એવી વાતો પણ
પૂ.આ. શ્રી વિ. કલાપૂર્ણસૂરીશ્વરજી મ. ૧ ૧૬૨
સાંભળવા મળેલી. ધાર્મિક લોકો તરફથી કચ્છમાં રજનીશ પ્રવેશની તીવ્ર વિરોધ ચાલી રહ્યો હતો. ભુજ ચાતુર્માસ દરમ્યાન મુનિ શ્રી ભદ્રગુપ્તવિજયજીએ પણ તીવ્ર વિરોધ કરેલો. હવે આ વાત પૂજ્યશ્રી પાસે આવી. દીક્ષા પ્રસંગે પાટ ઉપર ઊભા થઇને પૂજયશ્રીએ ઠીક ઠીક કડક ભાષામાં રજનીશ પ્રવેશનો વિરોધ કર્યો તથા બાબુભાઈ મેઘજી (જેઓ પછીથી ગુજરાતના નાણાંમંત્રી બનેલા)ને પણ પૂજયશ્રીએ કહેલું : ગમે તે ભોગે કચ્છમાં રજનીશનો પ્રવેશ ન થવો જો ઇએ.
| બાબુભાઇએ પૂજયશ્રીને ખાતરી આપતાં કહ્યું : “સાહેબજી ! આપ ચિંતા નહિ કરતા. એ કામ થઇને જ રહેશે. આપના આશીર્વાદ છે એટલે હવે રજનીશ કોઇ પણ રીતે કચ્છમાં પ્રવેશી નહિ શકે. હું એ માટે સક્રિય કાર્યવાહી કરીશ.”
પછી ખરેખર એવી બાજી ગોઠવાઇ ગઇ કે રજનીશ કચ્છમાં ને આવી શક્યા.
મહા વદ-૧૩, આધોઇ, પૂ. દેવેન્દ્રસૂરિજીની અગ્નિસંસ્કાર ભૂમિ પર એક જ ભાઇ (હરખચંદ વાઘજી ગીંદરા) તરફથી ગુરુ-મંદિરનું નિર્માણ થઇ ગયું હતું. તેમાં ગૌતમસ્વામી, પૂ. કનકસૂરિજી તથા પૂ. દેવેન્દ્રસૂરિજી આદિ ત્રણે ગુરુમૂર્તિઓની પ્રતિષ્ઠા મહા વદ-૧૩ના થઇ.
તે જ દિવસે સાંજે આધોઇથી છ'રી પાલક સંઘનું પ્રયાણ થયું. આધોઇ નિવાસી માલશી મેઘજી ચરલા તથા હીરજી પ્રેમજી વધાણ – આ બંને તેના સંઘપતિ હતા.
પચીસ દિવસના આ સંઘમાં હજાર જેટલા યાત્રિકો તથા સૌથી વધુ સાધુ-સાધ્વીજીઓ હતાં. કટારીઆ, હળવદ, ધ્રાંગધ્રા, સુરેન્દ્રનગર, વઢવાણ, લીંબડી, બોટાદ, હસ્તગિરિ થઇને આ સંઘ ફા.વ.૭ ના દિવસે પાલીતાણા પહોંચ્યો હતો. ફા.વદ-૮ ના તીર્થમાળ થઇ હતી.
આ સંઘ ખૂબ જ ભવ્ય હતો. દરેક સ્થાને ભવ્ય સામૈયાં થયાં હતાં. સિયાણીમાં એક વખત તંબુમાં આગ લાગવા છતાં એ ઉપદ્રવ તત્કાળ શમી ગયો હતો, કોઇ નુકસાન થયું ન હતું.
કચ્છ વાગડના કર્ણધારો ૨ ૧૬૩