________________
મુંબઇ), સા. જયદર્શિતાશ્રીજી (રેખાબેન, જામનગર, મુંબઇ), સા. ધર્મરસાશ્રીજી (સદ્ગુણાબેન, જામનગર), સા. દિવ્યધર્માશ્રીજી (શકરીબેન), સા. સમ્યગ્દર્શનાશ્રીજી (ભાવનાબેન, મનફરા), સા. ચન્દ્રદર્શિતાશ્રીજી (મૃદુલાબેન), સા.દિવ્યનંદિતાશ્રીજી (આશાબેન), સા પ્રશીલયશાશ્રીજી (અજ્ઞાબેન, રાધનપુર), સા. વિરાગયશાશ્રીજી (શાંતાબેન, આધોઇ). ફા.સુદ-૩, ભચાઉ : સા. પ્રિયધર્માશ્રીજી (ઝવેરબેન, ભચાઉ), સા. જિનદર્શનાશ્રીજી (ચંદ્રિકાબેન, પાલીતાણા).
ફા.વદ-૪, ભદ્રેશ્વર ઃ સા. ચારૂકલાશ્રીજી (ચંદ્રિકાબેન, ભુજ), સા. યશોવલાશ્રીજી (ભાનુબેન, સામખીયાળી), સા. દિવ્યપ્રભાશ્રીજીનું ૧૦૦મી ઓળીનું પારણું.
ચૈત્ર વદ-૯, ભચાઉ, જયપુર યશસ્વી ચાતુર્માસ કરી પૂ. પ્રીતિવિ. વગેરે સાથે પૂ. કલાપ્રભવિ. આદિ છ મહાત્માઓ આજના દિવસે પૂજ્યશ્રીને મળ્યા.
અહીં પૂજ્યશ્રીની પ્રેરણાથી ઉપાશ્રયના સ્થાને મનમોહન પાર્શ્વનાથ ભગવાનના જિનાલયના નિર્માણની વિચારણા શરૂ થઇ. પૂજ્યશ્રીની ટકોરથી સંઘના લોકોએ એ માટે ૨૦૦-૫૦૦ રૂ।. લખાવવાનું શરૂ કરેલું !!! ત્યાર પછી બાર વર્ષે નૂતન જિનાલય ઊભું થયું. (પ્રતિષ્ઠા થઇ)
જેઠ સુદ-૧૦ થી ભરૂડીયા, અહીં નવનિર્મિત જિનાલયમાં મૂળનાયક શ્રી ચિંતામણિ પાર્શ્વનાથજી આદિ જિનબિંબોની મંગલ પ્રતિષ્ઠાનો પ્રસંગ હતો. ખૂબ જ ધામધૂમથી એ પ્રતિષ્ઠાનો પ્રસંગ ઊજવાયેલો હતો.
લગભગ પાંચેક વર્ષ પહેલાં પૂજ્યશ્રીએ ઓસવાળ સંઘને જિનાલય માટે પ્રેરણા કરેલી. ત્યાંના કાર્યકર્તા આદિના અથાગ પ્રયત્નથી એ જિનાલયનું નિર્માણ થયું હતું. હવે એ જિનાલય ભૂકંપે ભરખી લેતાં કેવળ સ્મૃતિશેષ રહ્યું છે. મૂળનાયક શ્રી ચિંતામણિ પાર્શ્વનાથજીની પ્રતિમા પણ ખંડિત થઇ ગઇ છે.
પૂ.આ. શ્રી વિ. કલાપૂર્ણસૂરીશ્વરજી મ. * ૧૬૦
વાગડ સમુદાયના આદ્ય મહાત્મા પૂ. દાદા શ્રી પદ્મવિજયજીની મૂર્તિ પણ ભૂકંપમાં ખંડિત બની ગઇ.
આધોઇ ચાતુર્માસ, ખૂબ જ દબદબા સાથે આધોઇ ચાતુર્માસ પ્રવેશ થયો. મોટા જોગ થવાના હોવાથી સાધ્વીજીઓ પણ મોટી સંખ્યામાં ચાતુર્માસાર્થે આવેલાં હતાં.
નવા બનેલા ઉપાશ્રયમાં પૂજ્યશ્રીનું પ્રથમ ચાતુર્માસ થઇ રહ્યું હતું. આ ચાતુર્માસમાં પૂજ્યશ્રીએ ઉત્તરાધ્યયન (ખાસ કરીને પ્રથમ વિનય અધ્યયન) પર વાચના-ગંગા વહેવડાવી હતી.
પૂ. કીર્તિચન્દ્રવિ. પૂ. મુક્તિચવિ., પૂ. કુમુદચન્દ્રવિ, પૂર્ણચન્દ્રવિ., મુનિચન્દ્રવિ. - આ પાંચેય મહાત્માઓએ તથા અનેક સાધ્વીજીઓએ ઉત્તરાધ્યયન તથા આચારાંગ સૂત્રના જોગ કર્યા. ક્રિયા કરાવનાર પૂ. પ્રીતિવિ. હતા.
પૂજયશ્રીની વાચનાઓનું અમે અવતરણ પણ કર્યું છે. તેમાંની કેટલીક નોટો સચવાયેલી છે. ત્યારે ગુરુસ્તુતિ તરીકે કેટલાક પૂજ્યશ્રીના શ્લોકો પણ બનાવેલા, જેમાંના કેટલાક આજે પણ ગવાય છે. (દા.ત. અહો ! કલાપૂર્ણ પવિત્ર નામ)
આ ચાતુર્માસ દરમ્યાન એક વખત પૂજ્યશ્રી બહિર્ભૂમિએથી પાછા વળી રહેલા હતા. રસ્તામાં ટ્રક હોવાના કારણે આગળ જઇ શકાય તેમ નહોતું. તેથી હીરજી પ્રેમજી વધાણના ઘેરથી પૂજ્યશ્રી નીકળ્યા. સાથે મોટા ભાઇ (પૂ. મુક્તિચન્દ્રવિ.) હતા. તેમણે જ એ ઘરમાંથી થઇને જવાની વાત કરી.
પૂજ્યશ્રીના ગયા પછી ત્યાંના ઘરના નવલબેન વગેરેને ત્યાં કંકુના પગલાં દેખાયાં. પૂજ્યશ્રીનાં જેવાં જ એ પગલાં લાગતાં હતાં. આથી ચારેબાજુ વાત ફેલાઇ : પૂજ્યશ્રીનાં કંકુનાં પગલાં થયાં છે. દર્શનાર્થીઓની ભીડ જામી. બીજે દિવસે કચ્છમિત્રમાં પણ આવ્યું. એટલે તરત જ પૂજ્યશ્રીએ વાચનામાં આ વાતનો રદિયો આપતાં કહ્યું કે આવું કશું થયું
નથી. કોઇએ આવો ખોટો પ્રચાર કરવો નહિ.
કચ્છ વાગડના કર્ણધારો - ૧૬૧