________________
પૂ.પં.શ્રી હર્ષવિજયજી, સરળમૂર્તિ પૂ. પ્રદ્યોતનવિ., વયોવૃદ્ધ સેવાભાવી શ્રી ભાવવિજયજી (આ ભાવવિ. જો કે શિષ્ય નહોતા, ક્ષમાભદ્રસૂરિજીના પરિવારના હતા, વડીલ હતા, છતાં પૂ.પં.મ.ના પગ રોજ દબાવતા. પોતે ૮૦ વર્ષના હોવા છતાંય એકાસણું કરતા પહેલાં દરરોજ પોતાના પાત્રમાંથી બધાની ભક્તિ કરતા.) ઉદાર હૃદયી વજસેનવિ., વિદ્વદ્રર્ય ધુરંધરવિ., નવકારપ્રેમી મહાયશવિ., વગેરે તેમના શિષ્યો રત્ન જેવા હતા.
આમાંના ઘણાખરાએ વર્ધમાન તપની ૧૦૮ ઓળી કરેલી હતી.
પૂ.પં.મ. કોઇને દીક્ષા માટે કહેતા નહિ, છતાં એમની પાસે દીક્ષાર્થીઓ સામેથી આવતા.
રાણકપુર ચૈત્રી ઓળીમાં પૂ.પં.મ. તથા પૂ.આ.શ્રી બંનેનું સંયુક્ત પ્રવચન રહેતું. લોકો ભાવવિભોર બની જતા. રોજ સવારે ભક્તામર પાઠ રહેતો. સામુદાયિક જાપ પણ રહેતો. એ વખતનાં પ્રવચનો ખૂબ જ તાત્ત્વિક હતાં.
રાણકપુરમાં યુરોપ-અમેરિકા વગેરેથી આવતા વિદેશીઓ પૂ.પં.મ. વગેરે પાસે પણ આવતા. પૂ.પં.મ. તથા પૂજયશ્રી એમના પ્રશ્નોનું પણ સમાધાન આપતા..
ચૈત્ર વદ-૧ ના સા. વિજયલતાશ્રીજીની ૧૦૦મી ઓળીનું પારણું થયેલું.
આ ઓળી દરમિયાન જયપુર (રાજસ્થાનની રાજધાની)થી તપાગચ્છ જૈન સંઘના કેટલાક માણસો ચાતુર્માસ માટે વિનંતી કરવા માટે આવેલા. તેમાંના એક હીરાચંદજી વૈદે વ્યાખ્યાનમાં એવી ધારદાર રજૂઆત કરી કે સૌ પીગળી ગયા. પૂ.પં.મ. એ એમને સાધુઓ આપવાનું વચન આપી દીધું. હવે જેમના ભરોસે પૂ.પં.મ. એ વચન આપેલું હતું એ સાધુ કોઇ પણ રીતે ત્યાં જવા તૈયાર ન થતાં વચન-પાલન ખાતર પૂજ્યશ્રીને વાત કરી : અમારામાંથી તો બધા સાધુઓ ગોઠવાઇ ગયા. તમારામાંના કોઇકને તૈયાર કરો. પૂજ્યશ્રીની આજ્ઞાને માન આપીને પૂ. કલાપ્રભવિ. આદિ તૈયાર થયા.
પૂ.આ. શ્રી વિ. કલાપૂર્ણસૂરીશ્વરજી મ. ૧ ૧૫૮
વૈ.સુદ-૧૦ ના જયપુર જવા માટે છ મહાત્માઓનો (પૂ. પ્રીતિવિ., પૂ. તરુણવિ., પૂ. કલાપ્રભવિ., પૂ. મુક્તિચન્દ્રવિ., પૂ. પૂર્ણચન્દ્રવિ., પૂ. મુનિચન્દ્રવિ.) વિહાર થયો.
લુણાવા ચાતુર્માસ - પૂ.પં.મ. સાથેનું આ બીજું ચાતુર્માસ હતું . આ ચાતુર્માસમાં ઉભય પૂજયોના સંયુક્ત પ્રવચનો રહેતાં, જે જિજ્ઞાસુઓ ભારે અહોભાવથી સાંભળતા.
લલિત-વિસ્તરા પર વાચના ચાલતી.
આ ચાતુર્માસમાં પૂ.પં.મ.ની પ્રેરણાથી પૂ. દેવચન્દ્રજીના સ્તવનો પર તથા ધ્યાન-વિચાર પર પૂજયશ્રીએ લખવાનું શરૂ કર્યું હતું.
ધ્યાન-વિચારના લખાણ વખતે ક્યારેક પૂ.પં.મ, મીઠી ટકોર પણ કરતા: તમને ધ્યાન-વિચાર પર લખવામાં તો રસ છે, પણ ‘પરસ્પરોપગ્રહો જીવાનામુ” આના પર લખવામાં રસ છે ? જીવોનો ઉપકાર યાદ આવે છે ? તમારો જન્મ પહેલા વિશ્વયુદ્ધ પછી થયોને ? પછી આવું ક્યાંથી યાદ આવે ? પ્રથમ વિશ્વયુદ્ધ પછી દુનિયામાં સ્વાર્થવૃત્તિ ખૂબ જ પ્રબળ બની ગઇ છે. એમાં તમારો દોષ નથી. કાળ જ એવો છે.”
આ ટકોરને પૂજયશ્રી ઘણી વખત વાચન-વ્યાખ્યાનમાં યાદ કરતા.
અમદાવાદ, તા. સુલભાશ્રીજી તથા સા. અનંતશ્રીજીની 100મી ઓળીનું પારણું થયું.
દીક્ષાઓ : મહા સુદ-૩, વઢવાણ : સા. હંસપદ્માશ્રીજી (વીણાબેન, વઢવાણ), સા. હંસમાલાશ્રીજી (મૃદુલાબેન, વઢવાણ), સા. હંસદર્શિતાશ્રીજી (અરૂણાબેન, વઢવાણ), સા. હંસપ્રજ્ઞાશ્રીજી (વીરમતિબેન, વઢવાણ), સા. વિશ્વદર્શિતાશ્રીજી (નિર્મળાબેન, લુણાવા).
(આ દીક્ષાના પ્રસંગે વરઘોડામાં હાથીએ નાસભાગ કરતાં બધાના જીવ પડીકે બંધાઇ ગયા હતા. સદ્ભાગ્યે કોઇકે મીઠાઇનો ટોપલો ધરી દેતાં હાથી શાંત થઇ ગયો, અનર્થ થતો રહી ગયો.)
મહા સુદ-૧૩, સુરેન્દ્રનગર : મુનિ શ્રી તીર્થભદ્રવિજયજી (રોહિતભાઇ, સુરેન્દ્રનગર), સા. જિતપદ્માશ્રીજી (પુષ્પાબેન, જામનગર,
કચ્છ વાગડના કર્ણધારો ૨ ૧૫૯