________________
પૂ.પં.મ. સાધુઓને એ વાત પણ ભારપૂર્વક કહેતા કે “કદી કોઇ અનુષ્ઠાનો ઊભાં કરવાં નહિ, ગૃહસ્થોને ભારરૂપ થવું નહિ. સહેજે થતું હોય તેનો માત્ર સ્વીકાર કરવો. સદા સહજતામાં રહેવું.” અનેક વખત કરાયેલી આ વાત આજે પણ મગજમાં રમ્યા કરે છે.
પૂ.પં.મ.ના અનેક શ્રીમંત ભક્તો હતા. એ ધારત તો અનેક અનુષ્ઠાનો ઊભા કરાવી શકત, પણ તેઓશ્રી સહજતામાં માનતા હતા. ઉપધાનો, સામુદાયિક જાપ વગેરે અનેક અનુષ્ઠાનો સહજપણે પૂ.પં.મ.ની નિશ્રામાં થયા કરતાં.
બેડા ચાતુર્માસમાં ઉભય પૂજયોની નિશ્રામાં દશેરાથી ઉપધાન શરૂ થયેલા..
પૂ.પં.મ, પાસે ચારેબાજુથી અનેક જિજ્ઞાસુઓ પોતાની શંકાનું સમાધાન મેળવવા, સાધનામાં માર્ગદર્શન મેળવવા આવતા. પૂ.પં.મ. નાદુરસ્ત તબિયતમાં પણ પ્રાયઃ કોઇને નિરાશ ન કરતા.
પૂ.પં.મ. રોજ સાંજે આંખે ત્રિફળાનું પાણી છાંટતા.
પૂ. જિનસેનવિ.મ.એ ગુરુસેવા સાથે વિમલનાથ ભગવાનના દેરાસર પાસે રહેલો જ્ઞાનભંડાર સૂચિપત્ર સહિત વ્યવસ્થિત કર્યો. તેમના અક્ષરો સુંદર હતા.
વિ.સં. ૨૦૩૨, ઇ.સ. ૧૯૭૫-૭૬, બેડા ઉપધાન પછી રાતા મહાવીર ઉપધાન થયા. એ અરસામાં વાવથી વિનંતી આવવાથી પૂ. કલાપ્રભવિ., મુનિચન્દ્રવિ, કીર્તિરત્નવિ., દિવ્યરત્નવિ. આ ચાર મુનિઓ સા. દમયંતીશ્રીજીના 100મી ઓળીના પારણા પ્રસંગે વાવ પધારેલા. ઉપધાનની માળ પહેલાં આવી પણ ગયેલા.
રાતા મહાવીર ઉપધાન વખતે પૂ.પ્રીતિવિ ને રાત્રે ૧૧.૦૦ વાગે નવકારના જાપમાં અત્યંત આનંદનો આવેશ આવતાં તેઓ જોર-શોરથી નવકાર બોલવા લાગ્યા. આખી રાત આ રટણ ચાલુ રહ્યું. બીજા દિવસે સવારે નવ વાગ્યે તેઓ શાંત પડ્યા. બીજા બધા નવાઇ પામ્યા. પૂ.પં.મ.એ કહ્યું : કુંડલિની વગેરે જાગૃત થતાં ક્યારેક અંદર ઊછળતો
પૂ.આ. શ્રી વિ. કલાપૂર્ણસૂરીશ્વરજી મ. ૧ ૧૫૬
આનંદ આ રીતે બહાર પ્રગટ થતો હોય છે. આમાં ગભરાઇ જવા જેવું નથી. એમને નવકાર ફળ્યો છે. નવકારમાં તેઓ ડૂળ્યા છે.
રાતા મહાવીર ઉપધાનની માળ વખતે કોઈ રાજકીય મિનિસ્ટર આડું-અવળું બોલી ગયા ત્યારે પૂજ્યશ્રીને તેનો પ્રતિકાર કરવાનું મન થયું. પૂ.પં.મ.એ કહ્યું : “એનો પ્રતિકાર કે વિરોધ કરવાથી જે નહોતા જાણતા એ પણ જાણતા થશે. એટલે આડકતરી રીતે એની વાતનો આપણે જ પ્રચાર કરીશું. એટલે કેટલીક વખત મૌન રહેવું સારું.” પૂજ્યશ્રીએ આ શબ્દોને શુકનની ગાંઠની જેમ મનમાં બાંધી રાખ્યા અને જીવનભર એ નીતિ પર ચાલ્યા.
' પૂ.પં.મ.ની આજ્ઞાથી સાદડીવાળા રતનચંદજીએ કઢાવેલા રાણકપુર પંચતીર્થીના છ'રી પાલક સંઘમાં પૂજ્યશ્રી નિશ્રા પ્રદાન કરવા પધારેલા.
મહા સુદ-૭, લુણાવા, આ દિવસે ભચાઉ નિવાસી બે બહેનો (મનીષા અને બીના)ની દીક્ષા થઇ. નામ પડ્યાં : સા. ચિત્તપ્રસશાશ્રીજી તથા સા. ચિત્તરંજનાશ્રીજી .
મહા સુદ-૧૩, લુણાવા, આ દિવસે કેટલીક દીક્ષાઓ થઇ.
મુનિશ્રી વિશ્વકીર્તિવિજયજી (ગેનમલજી, ફલોદી), સા. સૌમ્યપૂર્ણાશ્રીજી (મૂળીબેન, લાકડીઓ), સા. જયરેખાશ્રીજી (ચંદ્રિકાબેન, મુંબઇ), સા. જયપધાશ્રીજી (પુષ્પાબેન, રાધનપુર), સા. જયદર્શનાશ્રીજી (ઇલાબેન, રાધનપુર), સા. નયપૂર્ણાશ્રીજી (સુંદરબેન, પલાંસવા),
લુણાવામાં આ બધી દીક્ષાઓ વડના ઝાડ નીચે જ થઇ. એ વડ એવો હતો કે મંડપ બાંધવાની જરૂર ન પડે.
સામુદાયિક ચૈત્રી ઓળી તથા ૨૦ દિવસનો જાપ, રાણકપુર. અહીં સામુદાયિક જાપમાં અનેક આરાધકો આવ્યા હતા. પૂ.પં.મ. ની નિશ્રી હોય એટલે હિંમતભાઇ, પ્રાણલાલભાઇ દોશી, શશીકાંતભાઇ મહેતા, બાબુભાઈ કડીવાળા વગેરે તો હોય જ. એમનાં વક્તવ્યો પણ ગોઠવાય. પૂ.પં.મ.ના શ્રાવકો જેમ ભક્તો હતા તેમ તેમના શિષ્યો પણ રત્ન જેવા હતા.સેવાભાવી જયંતભદ્રવિડ, વ્યવહારકુશળ જયમંગલવિ. , પ્રથમ શિષ્ય
કચ્છ વાગડના કર્ણધારો ૨ ૧૫૭