________________
પૂજ્યશ્રીના પ્રભાવના નજરે જોયેલા અને સાંભળેલા કેટલાક પ્રસંગો હું કહેવા માંગું છું.
(૮) અમારા ગામ (સામખીયાળી)માં સુશ્રાવક નરસી ભગત રહે. ભગત એટલે કેવા ? બળદને પણ પાણી ગાળીને પીવડાવતા ને પુત્રની જેમ રાખતા. ભારે જીવદયાપ્રેમી, પૂજયશ્રી દ્વારા જ તેઓ ધર્મ પામેલા હતા.
એમની માતૃશ્રીને પેટમાં બરોળની ભયંકર તકલીફ થયેલી. પૂજયશ્રીને વાત કરતાં કહ્યું : “મારી માની આ તકલીફ માટે કોઇ ઉપાય ખરો ?”
- પૂજયશ્રી પાસે એક જ ધર્મની દવા હતી. કહ્યું : જુઓ, શ્રદ્ધાપૂર્વક ધર્મ આરાધના કરે તેનું બધું સારું જ થાય. એક કામ કરી જુઓ. ‘નવ આયંબિલ જાપપૂર્વક કરો. બધું સારું થશે.'
ખરેખર પૂજયશ્રીના વચનાનુસાર આ રીતે કરતાં બરોળની તકલીફ સંપૂર્ણપણે નાબૂદ થઇ ગઇ.
(૭) અમારા સામખીયાળી ગામમાં રહેતા ગર્ભશ્રીમંત સુશ્રાવક હીરાભાઇ પાંચાભાઇને ત્યાં પૂજયશ્રીનાં પગલાં થયા. ત્યાં જ વ્યાખ્યાન ગોઠવાયું. જીવદયામાં હીરાભાઇએ સારો લાભ લીધો તેમ જ રાત્રિભોજન, કંદમૂળ ત્યાગ વગેરે નિયમો પણ લીધા.
પૂજયશ્રીનાં પ્રવચનોમાં જૈનેતર ભાઇઓ પણ મોટી સંખ્યામાં આવતા. એમાંના એક ભારાભાઇ રબારી હતા. એમને એમની પત્નીની મોટી ચિંતા હતી, પત્નીને વાળાનો રોગ થયો હતો. કેટલાય ડૉકટરો, વૈદો, હકીમો, ભૂવાઓ વગેરેને બતાવેલું. ઉપચારો પણ ઘણા કરાવેલા, પણ કેમેય વાળાનો રોગ મટવાનું નામ લેતો ન હતો. એમણે પૂજયશ્રીને પોતાના મનની વાત કરતાં કહ્યું : ‘ગુરુદેવ ! મારા ઘરવાળાને વાળાનો રોગ થયો છે. કેટલીયે દવાઓ કરી, પણ મટતો નથી. કંઇક ઉપાય બતાવો તો સારું.’
પૂજ્યશ્રીએ કહ્યું : દ્રવ્યદવા ઘણી કરી. હવે તમે ભાવદવા કરો. ધર્મમાં ઘણી તાકાત છે. દ્રવ્ય અને ભાવ બંને રોગને એ મટાડે. તમારા ઘરવાળા જો કરી શકે તેમ હોય તો ત્રણ આયંબિલ કરાવો. આયંબિલમાં માત્ર બાફેલું અનાજ જ એક ટાઇમ ખાવાનું હોય છે ને બાકીના દિવસે માત્ર ઉકાળેલું પાણી પીવાનું હોય છે. ત્રણ આયંબિલમાં શંખેશ્વર પ્રભુનો જાપ કરાવજો .”
ભારાભાઇ તો પૂજયશ્રી પર અત્યંત શ્રદ્ધા ધરાવતા હતા. તેમણે પત્ની પાસેથી આ પ્રયોગ કરાવ્યો ને ખરેખર ચમત્કાર સર્જાયો. પહેલે જ દિવસે પીડા દૂર થઇ ગઇ ને બીજી બે દિવસમાં તો એ વાળાનો રોગ સાવ જ અદેશ્ય થઇ ગયો.
(૯) પૂજ્યશ્રીના પ્રવચનમાં જૈન-અજૈન તમામ લોકો આવતા. નગરશેઠ અને સરપંચ કે જેઓ લુહાણા હતા, તેઓ પણ આવતા.
એમાં એક જીવાભાઇ દરજી પણ ખાસ આવતા. તેઓ પ્રજ્ઞાચક્ષુ હતા. પણ આંતરદૃષ્ટિ તેમની ખુલી ગઇ હતી. વ્યાખ્યાન ધ્યાનથી સાંભળે ને પૂછવા જેવું લાગે ત્યાં ચાલું વ્યાખ્યાને પ્રશ્નો પણ પૂછે.
નજર ન હોવા છતાં આશ્ચર્ય એ વાતનું કે વ્યાખ્યાન સાંભળવા એકલા જ આવે ને એકલા જ જાય. રસ્તામાં ક્યાંય ભૂલા ન પડે.
તેમને પૂજયશ્રી પર અપાર આસ્થા. પૂજ્યશ્રી પર આસ્થા ધરાવનાર જીવનના માર્ગમાં પણ ભૂલો ન પડે ત્યાં દ્રવ્ય માર્ગમાં ક્યાંથી ભૂલો પડે ?
- જીવાભાઇ દરજી રોજ રાત્રે પોતાની ડેલીએ ભજનીયા ગાય ને જે પૂજયશ્રી પાસેથી દિવસે સાંભળેલું હોય તે પોતાની ભાષામાં બીજાને પણ સમજાવે. એમના ભજન અને વક્તવ્ય સાંભળવા ગામના ઘણા લોકો આવતા. ખેતી કામ કરીને થાકીને એમની ડેલીએ આવતા લોકો પોતાનો થાક ભૂલી જતા. હળવાફૂલ થઇ જતા.
જીવાભાઇની વાણીમાં પણ આટલી તાકાત હોય તો પૂજ્યશ્રીની વાણીમાં કેટલી તાકાત હશે ?
પૂ.આ. શ્રી વિ. દેવેન્દ્રસૂરીશ્વરજી મ. * ૧૦૦
કચ્છ વાગડના કર્ણધારો ૨ ૧૦૧