________________
ભદ્રેશ્વર : સા. જયલતાશ્રીજીની ૧૦૦મી ઓળીનું પારણું થયું.
મહા સુદ-૫, રાપર, અહીં થયેલી દીક્ષાઓ : સા. વિશ્વ કલાશ્રીજી (સુશીલાબેન, રાપર), સા. દર્શનરત્નાશ્રીજી (ઝવેરબેન, આધોઈ), સા.
જ્યોતિદર્શનાશ્રીજી (ઝવેરબેન, આધોઈ), સા. જિનેશપદ્માશ્રીજી (જયવંતીબેન (જીવતીબેન), મનફરા), સા. મુક્તિપ્રિયાશ્રીજી (ગુલાબબેન, રાપર), સા. ચન્દ્રનિલયાશ્રીજી (જયોતિબેન, વેરાવળ), સા. વીરદર્શનાશ્રીજી (હંસાબેન, આધોઇ).
મહા સુદ-૧૪, આડીસર, અહીં થયેલી દીક્ષાઓ : સા. મુક્તિપૂર્ણાશ્રીજી (મુક્તાબેન, આડીસર), સા. મૈત્રીપૂર્ણાશ્રીજી (ચંદ્રિકાબેન, આડીસર), સા. જિનકલ્પાશ્રીજી (સા. જીતશાશ્રીજી) (નિર્મળાબેન, આડીસર).
મહા વદ-૭, શંખેશ્વર, અહીં થયેલી દીક્ષાઓ : સા. અમીઝરણાશ્રીજી (ઉર્મિલાબેન, ભીમાસર).
ભાભર, મહા.વ. ૧૧, અહીં એક બહેનની (નિમિષા) દીક્ષા થઈ હતી. નામ પડયું હતું : સા. ઇન્દ્રવન્દિતાશ્રીજી.
ફા.સુદ, ભીલડીઆજી તીર્થ, અહીં સા. પુષ્પચૂલાશ્રીજીના શિષ્યા સા. હંસકીર્તિશ્રીજીના શિષ્યા સા. હેમચન્દ્રાશ્રીજીના ૧૦૮ ઓળીના પારણા નિમિત્તે તેમના સંસારી ભાઇઓ પ્રતાપભાઇ, મહાસુખભાઇ, જયસુખભાઇ (વઢવાણ) વગેરે તરફથી ૧૦ દિવસનો સામુદાયિક નવકાર-જાપનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. એ જાપમાં અનેક આરાધકો જોડાયા હતા.
આવા સમયમાં પૂજ્યશ્રીનાં પ્રવચનો ખૂબ જ ખીલતાં. ત્યારે શશીકાંતભાઇ મહેતાનાં વક્તવ્યો પણ શ્રવણીય અને મનનીય રહેતાં.
ચૈત્ર સુદ-૫ થી વૈ.સુદ-૫, અમદાવાદ, અહીં પાલડી - પંકજ સોસાયટીમાં પૂ. ઓંકારસૂરિજી, પૂ. ભદ્રંકરસુરિજી આદિના પ્રયત્નોથી પૂ. રામસૂરિજી (ડલાવાળા)ની અધ્યક્ષતામાં શ્રમણ-સંમેલન થયું હતું. જે ૧૫ દિવસથી પણ વધુ ચાલ્યું હતું. જેમાં ૨૫૦ જેટલા શ્રમણો મળ્યા હતા. અનેક વિષયો પર ચર્ચાઓ થઈ હતી અને મોટા ભાગે સર્વસંમતિથી ઠરાવો પસાર કરવામાં આવ્યા હતા. આની ફળશ્રુતિરૂપે અમુકને બાદ કરતાં મોટા
પૂ.આ. શ્રી વિ. કલાપૂર્ણસૂરીશ્વરજી મ. ૧ ૨ ૧૬
ભાગનો તપાગચ્છ એક થયો હતો. વિ.સં. ૨૦૪૨ના પટ્ટકથી શરૂ થયેલી મૈત્રી-યાત્રા આ સંમેલનમાં પરાકાષ્ઠાએ પહોંચી હતી. આ સંમેલનમાં લગભગ તમામ સમુદાયોના પ્રતિનિધિઓ હતા. પૂ. પ્રેમસૂરિજી, પૂ. અરિહંતસિદ્ધસૂરિજી, પૂ. મિત્રાનંદસૂરિજી, પૂ. શીલચન્દ્રવિ. પૂ. હેમચન્દ્રસાગરજી, પૂ.પં. શ્રી ચન્દ્રશેખરવિ., પૂ. સ્થૂલભદ્રવિ., પૂ. હેમરત્નવિ., પૂ. રત્નસુંદરવિ, વગેરે અનેક મહાત્માઓ હતા. દરરોજ હજારો માણસો શ્રમણ-સમૂહના દર્શનાર્થે ઊમડતા. રોજ થતાં પ્રવચનોમાં પણ હજારો માણસો ઊભરાતા. આ સંમેલનમાં પૂજ્યશ્રીએ સમયે સમયે રચનાત્મક હકારાત્મક ભૂમિકા ભજવી હતી. શ્રી સંઘમાં મૈત્રીનાં મંડાણ થાય, સંઘર્ષો ટળે, એવી ભાવના પૂજયશ્રી વ્યક્ત કરતા રહ્યા હતા.
સંમેલનના પ્રારંભમાં જ એક પ્રસિદ્ધ વ્યક્તિએ ‘પૂ. હિમાંશુસૂરિજીનું પારણું નહિ થઇ શકે” (તપાગચ્છમાં એકતા માટે તેમણે અખંડ આયંબિલ શરૂ કરેલા) પરંતુ પૂજયશ્રીએ કહેલું કે સંમેલન સફળ થશે અને પૂ. હિમાંશુસૂરિજીનું પારણું થઇને જ રહેશે ને ખરેખર તેમ જ થયું.
વાવ ચાતુર્માસ - આ ચાતુર્માસમાં યોગવિશિકા, અમૃતવેલ, પંચસૂત્ર, અધ્યાત્મગીતા, દેવચન્દ્રજી - સ્તવનું ચોવીશી વગેરે પર પ્રવચનો, વાચનાઓ વગેરે રહ્યાં હતાં.
અહીંના અજિતનાથજી ભગવાનની પૂજ્યશ્રીએ ખૂબ જ ભક્તિ કરી. માંડવીથી શરૂ થયેલું પ્રીતલડી બંધાણી રે’ સ્તવન અહીંથી દૈનિક ક્રમમાં આવ્યું.
વિ.સં. ૨૦૪૫, ઇ.સ. ૧૯૮૮-૮૯, વાવ ચાતુર્માસ પછી પૂજયશ્રી બેણપ પધાર્યા. અહીં સઘમાં બાર વર્ષ જૂનો ઝઘડો પૂજયશ્રીના એક જ પ્રવચનથી ટળ્યો. ગામલોકોએ ઉત્સવ મનાવ્યો. બાર વર્ષ પછી પહેલી વાર મંગલગીતો ગવાયાં, વાજાં વાગ્યાં અને સાધર્મિક ભક્તિ થઇ. આજે પણ બેણપવાસીઓ આ પ્રસંગને ભૂલી શક્યા નથી.
વઢવાણમાં સા. હંસકીર્તિશ્રીજીના ૧૬૮૦ આયંબિલનું પારણું તથા ઉપાશ્રયનું ઉદ્ઘાટન થયું.
કચ્છ વાગડના કણધારો ૧ ૨૧૭