________________
સુરેન્દ્રનગર, આસોપાલવ સોસાયટી, અહીંના જિનાલયમાં માગ.સુ.૬ ના શ્રી શાન્તિનાથજી આદિ જિનબિંબોની પ્રતિષ્ઠા થઈ.
મહા સુદ-૧૩, આધોઇ, અહીં નવનિર્મિત ત્રિશિખરી, ત્રિમજલી ગગનચુંબી જિનાલયમાં મૂળનાયક શ્રી અમીઝરા પાર્શ્વનાથ ભગવાન આદિ જિનબિંબોની અંજનશલાકા-પ્રતિષ્ઠા થઇ હતી. મહોત્સવ દરમ્યાન સાધર્મિક ભક્તિનો સંપૂર્ણ લાભ હરખચંદ વાઘજી ગીંદરાએ લીધો હતો. આ પ્રસંગે પત્રકાર કાન્તિ ભટ્ટ પૂજ્યશ્રીનો ઇન્ટર્વ્યુ લેવા આવેલા ત્યારે પૂજ્યશ્રીએ તે પ્રસિદ્ધ ન કરવાના ફરમાન સાથે માત્ર સાધના માટે જિજ્ઞાસા હોય તો પૂછવાનું કહ્યું હતું. ‘તમારી પાછળ સેંકડો માણસ કેમ ખેંચાતા આવે છે ? કોઇ વશીકરણ કરો છો ?' કાન્તિ ભટ્ટના આવા પ્રશ્નના જવાબમાં પૂજ્યશ્રીએ “હું કદી વશીકરણ કરતો નથી, પણ એટલું જાણું છું કે પ્રેમ આપો તો પ્રેમ મળે.” એમ કહેલું .
મહા સુદ-૧૦ ના દીક્ષાઓ થઇ હતી : મુનિ શ્રી પૂર્ણરક્ષિતવિજયજી (શાંતિલાલભાઇ, આધોઇ)
સા. વૈરાગ્યપૂર્ણાશ્રીજી (પાનુબેન, આધોઇ)
આ પ્રતિષ્ઠા-પ્રસંગે સાડા ત્રણ ક્રોડની આવક થતાં બધે હર્ષની લહરી ફેલાઇ ગઇ હતી. સંગીતકાર શ્રી ગજાનનભાઇએ ભક્તિનો રંગ જમાવ્યો હતો. (એ ગગનચુંબી જિનાલય મૂળનાયક સહિત ભૂકંપમાં ધ્વસ્ત બન્યું છે.) મહા વદ-૪ થી ચૈત્ર સુદ-૮, લાકડીઆ, અહીં માતૃશ્રી અંબાબેન વેલજી મલૂકચંદ પરિવાર તરફથી ઉપધાન તપ થયાં હતાં.
મહા વદ-૨, લાકડીઆ, આજે બે દીક્ષાઓ થઇ હતી. સા. હંસરક્ષિતાશ્રીજી (ચંદનબેન, લાકડીઆ), સા. પ્રશાન્તશીલાશ્રીજી (ધનુબેન, મનફરા).
ચૈત્રી ઓળી, કટારિયા, સામુદાયિક ચૈત્રી ઓળી મહેતા વખતચંદ પોપટલાલ પરિવાર તરફથી હતી, જેમાં અનેક આરાધકો પધાર્યા હતા. ચૈત્ર વદ થી વૈ.સુદ, ભચાઉ - અહીં વૈ.સુદ-૬ ના નવનિર્મિત સંગેમરમરના ગગનચુંબી જિનાલયમાં મૂળનાયક શ્રી મનમોહન પૂ.આ. શ્રી વિ. કલાપૂર્ણસૂરીશ્વરજી મ. * ૨૧૮
પાર્શ્વનાથજી આદિ જિનબિંબોની અંજનશલાકા-પ્રતિષ્ઠા થઇ હતી. ત્યારે ૨૨૫ સાધુ-સાધ્વીજીઓ હતા.
(આ દેરાસર ભૂકંપમાં સંપૂર્ણ ધ્વસ્ત તો નથી બન્યું, પણ સારો
એવો ભાગ ખંડિત બન્યો છે. આજે પણ અર્ધખંડિત જિનાલય એમને એમ ઊભું છે. એમાં રહેલાં જિનપ્રતિમાઓ લગભગ બચી ગયાં હતાં.)
વૈ.સુ.૩ ના અહીં કેટલીક દીક્ષાઓ થઇ હતી : સા. ચિન્તનપૂર્ણાશ્રીજી (નીલમબેન,માધાપર), સા. ઇન્દુરેખાશ્રીજી (સરોજબેન, બેંગલોર), સા. શ્રુતપૂર્ણાશ્રીજી (હંસાબેન, મનફરા), સા. શક્તિપૂર્ણાશ્રીજી (પૂર્ણિમાબેન, મનફરા).
વૈ.વદ-૧ થી વૈ.વદ-૬, વાંકી, અહીં પૂજ્યશ્રીની કૃપાથી નિર્મિત થયેલા તીર્થસ્વરૂપ સુવિશાળ જિનાલયમાં મૂળનાયક શ્રી વર્ધમાનસ્વામી આદિ જિનબિંબોની વૈ.વદ-૬ ના અંજનશલાકા-પ્રતિષ્ઠા થઇ હતી.
આ પ્રતિષ્ઠામાં સ્થાનકવાસી આઠ કોટિ મોટી પક્ષના આચાર્ય શ્રી છોટાલાલજી આદિ પણ હાજર રહ્યા હતા અને તેમણે પ્રભુ સમક્ષ ચૈત્યવંદન પણ કર્યું હતું.
(ભૂકંપથી વડાલા, ગુંદાલા, લુણી, મુન્દ્રા, ગોઅરસમા, ભદ્રેશ્વર વગેરે આસપાસનાં જિનાલયો ધ્વસ્ત બનવાછતાં આવિશાળજિનાલય અખંડઊભું છે.) આધોઇ ચાતુર્માસ, જેઠ સુદ-૧૩ના ચાતુર્માસ પ્રવેશ થયો હતો. આ ચાતુર્માસમાં સાધુ-સાધ્વીજીઓના મોટા જોગ થયા હતા. ચાતુર્માસ પ્રવેશમાં ભુજ ચાતુર્માસાર્થે જઇ રહેલા પૂ. રત્નસુંદરવિ . (પછીથી આચાર્ય) આદિ સાથે હતા.
અહીં ૨૦૬ સાધુ-સાધ્વીજીઓ હતા. લલિત વિસ્તરા પર વાચના રહી હતી. અહીં પૂ. મુનિ શ્રી કલાપ્રભવિ.ના ભગવતી યોગોદહન શરૂ થયા.
વિ.સં. ૨૦૪૬, ઇ.સ. ૧૯૮૯-૯૦, કા.વદ-૫-૬, ચોબારી, અહીંના પ્રાચીન જિનાલયમાં ઉત્થાપિત કરાયેલા મૂળનાયક શ્રી ચન્દ્રપ્રભસ્વામી આદિ જિનબિંબોની પ્રતિષ્ઠા થઇ હતી. (ભૂકંપમાં મૂળનાયક સહિત આખું જિનાલય ધ્વસ્ત બન્યું છે.)
કચ્છ વાગડના કર્ણધારો - ૨૧૯