________________
શ્રા.વદ-૫, સ્વાથ્યમાં ગરબડ થતાં પૂજયશ્રીને ચેકિંગ માટે એપોલો હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા.
શ્રા.વદ-૬, વૃદ્ધોની શિબિરમાં પૂજ્યશ્રીએ વૃદ્ધોએ કઈ રીતે જીવવું? તે અંગે માર્ગદર્શન આપ્યું.
ભા.સુદ-૧૦, અમારું સંપાદિત, અનૂદિત વ્યાશ્રય મહાકાવ્યમ્ (સર્ગ-૧ થી ૧૦), તેનું વિમોચન પૂજ્યશ્રીની નિશ્રામાં ઉપકારી પં. શ્રી અમૂલખભાઇના હાથે થયું.
ભા.વદ-૧૨, આખા દેશમાં ‘ગણપતિ દૂધ પીએ છે”ની હવા ચાલી. એક ભાઇ ગણપતિની નાની ચાંદીની મૂર્તિ લાવીને કહે : જુઓ, ગણપતિ દૂધ પીએ છે. કહીને ચમચીથી પિવડાવવા માંડ્યું, પણ દૂધ જરાય ઓછું ન થયું.
પૂજયશ્રીએ આ જાણ્યું ત્યારે માત્ર માર્મિક હસ્યા અને કહ્યું : આને સામૂહિક ગાંડપણ કહેવાય.
ભા.વદ-૧૩, પૂ. કીર્તિચન્દ્રવિ. તથા પૂ. મુક્તિચન્દ્રવિ.નો ભગવતી જોગમાં પ્રવેશ.
આસો સુદ-૧૦, જયનગરમાં રાયચંદભાઇ પરિવાર તરફથી ઉપધાન તપ શરૂ.
આસો સુદ-૧૪, આજે વ્યાખ્યાનમાં રાનીપેટનો સંઘ પ્રતિષ્ઠા માટે વિનંતી કરવા આવેલો, પણ તેમાં જે દાઢીવાળા મુખ્ય માણસ હતા તે જ વ્યાખ્યાન સાંભળતાં-સાંભળતાં ઢળી પડ્યા, પ્રાણ-પંખેરું ઊડી ગયું. આ પ્રસંગે પૂજ્યશ્રીએ જીવનની ક્ષણભંગુરતાનો બોધ આપ્યો.
વિ.સં. ૨૦૫૨, ઇ.સ. ૧૯૯૫-૯૬, બેસતા વર્ષે વાગડ સાત ચોવીસી સમાજના મુંબઇથી ૭૦૦ માણસો આવ્યા. કચ્છમાં પધારવા પૂજ્યશ્રીને વિનંતી કરી.
તે જ દિવસે ૨૫ અમેરિકનો પૂજ્યશ્રી પાસે જૈન ધર્મ વિષે સમજવા આવેલા. દુભાષિયાની મદદથી પૂજ્યશ્રીએ તત્ત્વજ્ઞાન સમજાવ્યું. કોઇની જિજ્ઞાસા સંતોષવામાં કે માર્ગદર્શન આપવામાં પૂજયશ્રી ક્યારેય પ્રમાદ કરતા નહિ. ખરાબ તબિયતને પણ ગણકારતા નહિ.
પૂ.આ. શ્રી વિ. કલાપૂર્ણસૂરીશ્વરજી મ. ૧ ૨૪૦
કા.વ.૬, રાજાજીનગર (બેંગ્લોર)ના જિનાલયમાં એક સ્થાને પૂજ્યશ્રીની નિશ્રામાં ગોડીજી તથા શંખેશ્વર-પાર્શ્વનાથજીની પ્રતિષ્ઠા.
ગુજરાતના નાણાં મંત્રી બનેલા બાબુભાઇ મેઘજી આજે પૂજ્યશ્રીના આશીર્વાદ મેળવવા આવ્યા.
કા.વ.૧૨, જયનગર (બેંગ્લોર), ઉપધાનમાળ તથા સાંગલી નિવાસી તૃપ્તિબેનની દીક્ષા. નામ પડ્યું : સા. જયોદયાશ્રીજી. વડી દીક્ષા વખતે સા. જિનેશાશ્રીજી પડ્યું. ઉપધાનની કુલ ઉપજ ૬૫ લાખ થઇ.
કા.વદ-૩૦, અલસુર (બેંગ્લોર), પૂજયશ્રીની સાથે રસ્તો ક્રોસ કરતાં મોટાભાઇ (મુક્તિચન્દ્રવિ.)ના પગ પરથી હીરો હોન્ડા ચાલી જતાં ફ્રેકચર થયું, પ્લાસ્ટર આવ્યું.
માગ.સુદ-૧ થી માગ.સુદ-૫, ચાર દિવસનો દેવનહલ્લીનો છ'રી પાલક સંઘ નીકળ્યો. સંઘપતિ હતા તવાવવાળા એસ કપૂરચંદજી. દેવનહલ્લીમાં બે લાખ રૂ.ની બોલીથી ગુરુપૂજન થયું. કુલ ઉપજ આઠ લાખ થઇ. દાનવીર શેઠ શ્રી એસ. કપૂરચંદજીએ “નૂતનતીર્થ બનાવવામાં આપ પ્રેરક-માર્ગદર્શક બનો તો હું દાન આપવા તૈયાર છું.” આવું જણાવેલું ત્યારે પૂજ્યશ્રીએ દઢતાપૂર્વક ના કહેલી.
માગ.સુદ-૧૦, આજે કોલ્લારથી બંગારપેટ જતાં રસ્તામાં ધુમ્મસ આવી. પૂજ્યશ્રી સાથે અમે રસ્તામાં જ સવા કલાક બેસી રહ્યા. ધુમ્મસ પૂરી થઇ પછી જ અમારો વિહાર શરૂ થયો. આ રીતે અમે વિહારમાં ઘણી વખત બેઠેલા છીએ. ચાલુ ધુમ્મસમાં પૂજયશ્રી કદી ચાલતા નહિ, બોલતા નહિ કે બોલવા પણ દેતા નહિ..
માગ સુદ-૧૨, કે.જી.એફ., અહીં રહેલી સોનાની ખાણો (તેના મોડેલો) જોવા અમે ગયા, પણ પૂજ્યશ્રીને એ જોવાનું મન પણ ન થયું. પૂજ્યશ્રીને બહારનું જોવાનું કદી મન થતું જ નહોતું. જેણે અંદર છુપાયેલું અઢળક ઐશ્વર્ય જોઇ લીધું તેને બહારનું કાંઈ પણ ક્યાંથી આંજી શકે ?
માગ.વદ.કિ.૧, કુપ્પમ્, આજે સવારે વિહારમાં ડુંગરની ધાર પરથી નીચે રોડ પર ઊતરવા જતાં (કાચા પાણીની વિરાધનાથી બચવા ડુંગર પરથી
કચ્છ વાગડના કર્ણધારો ૨ ૨૪૧