________________
ચાલેલા) નાનાભાઇ (મુનિચન્દ્રવિ.)નો પગ સ્લીપ થતાં તેઓ પડી ગયા. ચશ્માં ઊડી ગયાં. તરપણી તૂટી ગઇ. કામળી, કપડાં વગેરે કાદવવાળા થઇ ગયાં, પણ આશ્ચર્યની વાત છે કે હાથમાં થોડા ઉઝરડા સિવાય ક્યાંય વાગ્યું નહિ. પૂજ્યશ્રીની નિશ્રાનો જ આ પ્રભાવ ગણવો રહ્યો.
માગ.વદ-૫, વિશમંગલમ્, આજે એક મહાત્મા વિહારમાં ઓઘો ભૂલી આવ્યા. પૂજ્યશ્રીની આજ્ઞાથી ઓઘો લેવા પાછા ૪-૫ કિ.મી. ગયા. એક સ્થાનેથી ઓધો મળ્યો ખરો. એક અજૈન ભાઇએ એને કંઇક અજીબ વસ્તુ અથવા મંગલરૂપ વસ્તુ સમજી પોતાના પૂજાના રૂમમાં સંભાળીને રાખી મૂકેલો.
માગ.વદ-૬, આનંદવાડી, આજે રાત્રે પૂજ્યશ્રીએ અમને સૌને માર્મિક હિતશિક્ષા આપી.
માગ.વદ-૬, તિરુવનામલૈ, રમણ મહર્ષિની સાધના ભૂમિ તરીકે વિખ્યાત અરુણાચલ પર્વત દૂરથી જ દેખાતો હતો. શિખર પર એક જ વાદળું છત્ર જેવું શોભતું હતું.
ગામમાં પ્રવેશ કરીએ એ પહેલાં જ અરુણાચલ પર્વતને પ્રદક્ષિણા આપતા સેંકડો લોકો જોવા મળ્યા. અમને સિદ્ધાચલની છ ગાઉ વગેરેની પ્રદક્ષિણા યાદ આવી ગઇ.
રસ્તામાં જ રમણ મહર્ષિનો આશ્રમ આવ્યો. અમે સૌ આશ્રમ જોવા તલપાપડ હતા, પણ પૂજ્યશ્રીને તો ત્યાં જવાનો વિચાર સુદ્ધાં ન આવ્યો. પૂજ્યશ્રીનું સમ્યક્ત્વ એટલું નિર્મળ અને દૃઢ હતું કે ઇતર દર્શનોના સંતોની ગમે તેટલી પ્રશંસા સાંભળે, પણ ક્યારેય તેનાથી પ્રભાવિત ન થાય. હા, તેમના સદ્ભૂત ગુણોની પ્રશંસા જરૂર કરે, પણ પ્રભાવિત થવાનું નામ નહિ. “જે આપશે તે મારા અરિહંત ભગવાન જ આપશે. એમને છોડીને મારે બીજે કશેથી કશું જ માંગવું નથી.” આવી દેઢ શ્રદ્ધા પૂજ્યશ્રીના જીવનમાં બદ્ધમૂલ બનેલી હતી.
આવી શ્રદ્ધા હોવા છતાં પૂજ્યશ્રીનું હૃદય ખૂબ જ ઉદાર હતું. મળવા આવતા અજૈન સંતો કે સાધકોની વાતો પ્રેમપૂર્વક સાંભળતા અને ઉચિત પૂ.આ. શ્રી વિ. કલાપૂર્ણસૂરીશ્વરજી મ. ૨ ૨૪૨
માર્ગદર્શન આપતા. એના હૃદયને જરા પણ ઠેસ ન લાગે, તેવો વ્યવહાર કરતા. સાચે જ સમભાવથી રસાયેલું પૂજ્યશ્રીનું જીવન એકદમ સમતોલ હતું.
રમણ મહર્ષિના આશ્રમમાં માતૃભૂતેશ્વર મંદિર (રમણની માતાની યાદીમાં બંધાયેલું) રમણ મહર્ષિના ભાઇના પૌત્ર સુંદરરામન્, તેમની બેઠક વગેરે હતું. ગામમાં શિવજીનું મોટું ચાર દ્વારવાળું મંદિર, તેમાં બાળ રમણનું સાધનાસ્થળ (પાતાલ લિંગમ્ ગુફા), મંદિરમાં હાથીઓ, દુકાનો વગેરે ખૂબ જ હતું, પણ પૂજ્યશ્રીએ એ બધું જોવાનો વિચાર સુદ્ધાં કર્યો નથી.
માગ.વદ-૧૩, તિરુકોઇલુર, તિરુ શબ્દથી શરૂ થતાં અહીં ઘણાં ગામો છે. ‘શ્રી’નું પ્રાકૃતમાં સિરિ થાય, સિરમાંથી તિરિ અને તિરિમાંથી તિરુ બન્યું છે. તિરુ એટલે શ્રી. ‘કોઇલ’ એટલે મંદિર, ‘ઉર' એટલે ‘પુર’. તિરિકોઇલુર એટલે શ્રીમંદિરપુર. ખરેખર અહીં હિન્દુઓનાં ખૂબ જ મંદિરો છે. વામનમાંથી વિરાટ બનીને વિષ્ણુએ ત્રીજું પગલું અહીં મૂક્યું હતું, એમ કહેવાય છે. એક મંદિરમાં વિષ્ણુની ૧૩ ફૂટ ઊંચી મૂર્તિ છે. પેનિયાર નદીના તીરે રહેલું આ ગામ હિન્દુઓનું તીર્થ ગણાય છે. પણ પૂજ્યશ્રીને આમાંનું કશું આકર્ષણ નહોતું. તેઓની ચેતના તો એક માત્ર અરિહંત પ્રભુથી જ રંગાયેલી હતી.
માગ.વદ-૩૦, સૈવાલે, અહીંની પ્રજા સંતો પ્રત્યે ભક્તિવાળી ખરી અને માંસાહારી પણ ખરી.
અહીં નાના ભાઇ (મુનિચન્દ્રવિ.) બહિર્ભૂમિએથી પાછા ફરી રહ્યા હતા ત્યારે થોડી ક્ષણો માટે તળાવ કિનારે ઊભા રહ્યા. ત્યાં કેટલાક છોકરાઓ માછીમારી કરતા હતા. એમાંનો એક છોકરો હાથમાં જીવતી માછલી પકડીને નાના ભાઇ (મુનિચવિ.) પાસે લઇ આવ્યો અને તમિલ ભાષામાં કહેવા લાગ્યો : “સ્વામીજી ! આપને આ જોઇએ તો લઇ લો." અમને તમિલ ભાષા તો નહોતી આવડતી, પણ એક શબ્દ જરૂર આવડતો હતો. અમે કહ્યું : વેંઢા (નહિ જોઇએ.) એ લોકોને એટલી પણ ખબર ન હોય કે સંતો માછલી ન ખાય ! આટલી સરળતા હોવાથી જ પૂજ્યશ્રી જ્યારે આવા લોકોને માંસાહાર આદિનો ત્યાગ કરવા સમજાવે ત્યારે તરત કચ્છ વાગડના કર્ણધારો - ૨૪૩