________________
મહાવ.૧૨, ભદ્રેશ્વર, સા. અમીપૂર્ણાશ્રીજી (ભાગ્યવંતીબેન, માંડવી) ચૈત્ર વ.૨, ભચાઊ, સા. ચન્દ્રધર્માશ્રીજી (શાંતાબેન)
આ વર્ષે ઉચ્ચનો ગુરુ હોવાથી કચ્છમાં મનફરા, ઘાણીથર, ગળપાદર (કંચનવિજયજી), ભૂવડ, પ્રાગપર (કિરણવિજયજી), વગેરે ગામોના જિનાલયોની પ્રતિષ્ઠા થઇ હતી.
મનફરામાં એક નાની વાતના કારણે ગામમાં મોટો ઝઘડો ઊભો થયેલો. પૂજયશ્રીએ કહેલું : સંઘમાં ઝઘડા હશે ત્યાં સુધી પ્રતિષ્ઠા નહિ થઇ શકે. પૂજયશ્રીની પ્રશમલબ્ધિથી ઝઘડો ટળ્યો. શાંતિ સ્થપાઇ. નૂતન જિનાલયમાં વૈ.સુ. ૧૦ ના દિવસે મૂળનાયક શ્રી વાસુપૂજયસ્વામી આદિ જિનબિંબોની પ્રતિષ્ઠા થઇ.
જગશી ખંડોર તરફથી થયેલા મહોત્સવમાં પૂજ્ય શ્રી એક વખત અંજાર પધારેલા. ત્યારે પૂજ્યશ્રીની પ્રેરણાથી કાયમી ધોરણે પાઠશાળાની સ્થાપના થયેલી. ત્યારથી પૂજયશ્રીનું હીર ચમકેલું.
અંજાર ચાતુર્માસમાં સાધ્વીજીઓની વાચના દસવૈકાલિક ટીકા પર રહી.
રાત્રિ તત્ત્વજ્ઞાનમાં ચાલતા નવ તત્ત્વના પદાર્થો ડૉ. યુ. પી. દેઢિયાને એટલા સુંદર લાગ્યા કે તેમણે પોતાના ૩૫ હજાર રૂપિયા ખર્ચીને તે પદાર્થોના સંકલનરૂપે ‘તત્ત્વજ્ઞાન પ્રવેશિકા' નામનું પુસ્તક છપાવ્યું. દસ હજાર નકલો છપાવી હતી. પૂજ્યશ્રીનું આ પ્રથમ પુસ્તક હતું. તેને તત્ત્વજ્ઞાનાર્થીઓ તરફથી ખૂબ જ સારો આવકાર મળ્યો હતો.
વિ.સં. ૨૦૨૪, ઇ.સ. ૧૯૬૮, સા. પુષ્પચૂલાશ્રીજીને રાજકોટમાં સૌ ઓળીનું પારણું. પ્રતાપભાઇ વગેરે ત્યારથી પૂજ્યશ્રીના અનુરાગી બન્યા.
ફલોદી ચાતુર્માસમાં સૂયગડંગ-ઠાણંગના જોગ પછી પૂજ્યશ્રીનો ભગવતીના જોગમાં પ્રવેશ થયો.
જોગમાં ઘણી બધી ક્રિયાઓ કરવાનું હોવા છતાં પૂજ્યશ્રી બાર મોટી તિથિએ ગોડી પાર્શ્વનાથજી તથા તળાવની પાળે ચિંતામણિ પાર્શ્વનાથજી - નેમિનાથજીનાદેરાસરોમાં ભક્તિ, ધ્યાન, કાયોત્સર્ગ વગેરે કરવા અવશ્ય જતા.
પૂ.આ. શ્રી વિ. કલાપૂર્ણસૂરીશ્વરજી મ. + ૧૩૦
અહીં જાહેર વ્યાખ્યાનમાં એક અજૈન ભાઇએ ઉતારી પાડવાની બુદ્ધિથી પૂજ્યશ્રીને પૂછેલું : “પાપનો બાપ કોણ?” “પાપનો બાપ લોભ.” એમ પૂજ્યશ્રીએ જવાબ તો આપી દીધો, પણ આ ઘટના પછી જાહેર વ્યાખ્યાનો પરથી મન હટી ગયું. પછીથી પૂ.પં.મ.ની પણ આવી જ સલાહ મળેલી : આપણે ઘણું બોલીશું તો ઘણા જીવો પામી જશે, એવું નથી.
વિ.સં. ૨૦૨૫, ઇ.સ. ૧૯૬૯, ફલોદી ચાતુર્માસ પછી લાભુજી વૈદ તરફથી ૧૨ દિવસનો જેસલમેરનો છ'રી પાલક સંઘ નીકળ્યો.
મહા સુ.૧૩ ના ફલોદીમાં જ પૂજયશ્રીની પૂ. દેવેન્દ્રસૂરિજીના વરદ હસ્તે ગણિ-પંન્યાસ પદવી થઇ. તે વખતે પૂજયશ્રીના સંસારી પિતરાઇ ભત્રીજા હેમચંદભાઇ ચનણમલજી લુક્કડની પણ દીક્ષા થઇ. નામ પડ્યું : મુનિશ્રી કીર્તિચન્દ્રવિજયજી, આ પ્રસંગે મનફરાવાસી મેઘજીભાઇ ભચુ દેઢિયા તથા રતનશી પૂનશી ગાલાએ ચોથું વ્રત સ્વીકારેલું. (પછીથી બંનેએ દીક્ષા સ્વીકારેલી) ત્યારે અનેક સાધ્વીજીઓની વડી દીક્ષા પણ થઇ હતી.
અમદાવાદ વિદ્યાશાળા ચાતુર્માસ વખતે પૂજયશ્રી જ્ઞાનમંદિરમાં ચાતુર્માસ બિરાજમાન પૂ.પં.શ્રી મુક્તિવિજયજી (પછીથી આચાર્ય શ્રી વિજયમુક્તિચન્દ્રસૂરિજી) પાસે બૃહત્કલ્પ આદિ છેદસૂત્ર ભણવા જતા. ક્યારેક પૂ. વિચક્ષણવિજયજી (પછીથી આચાર્ય) પાસે પણ પૂજ્યશ્રી ભણતા હતા.
વિ.સં. ૨૦૨૬, ઇ.સ. ૧૯90, દીક્ષાઓ : ભાગ.વ.૧૧, રાધનપુર, સા. જીતપ્રજ્ઞાશ્રીજી (માનુબેન, પલાંસવા)માં સા. જયકીર્તિશ્રીજી (અનિલાબેન, પલાંસવા)
મહા સુ.૯, પાટણ, સા. મયણાશ્રીજી (મનોરમા, પાટણ), સા. પ્રિયંકરાશ્રીજી (કૌશિકા, પાટણ), સા. પ્રિયંવદાશ્રીજી (પ્રજ્ઞા, પાટણ)
વૈ.સુ.૬, નવસારી, અનંતપ્રજ્ઞાશ્રીજી (જયોસ્નાબેન, નવસારી)
(પૂ. દેવેન્દ્રસૂરિજીની નિશ્રામાં સાંતલપુરમાં સુમતિનાથ જિનાલયની પ્રતિષ્ઠા થઈ ત્યારે પૂજ્યશ્રી નવસારી દીક્ષા પ્રસંગે પધાર્યા હતા.)
(સાંતલપુરમાં આ એક દેરાસર સિવાય બીજા બંનેય દેરાસરો ભૂકંપમાં ધ્વસ્ત બન્યા હતા.)
કચ્છ વાગડના કર્ણધારો ૨ ૧૩૧