________________
તો પણ અતિ મન-બળ થકી જે રોજ પ્રભુ ગુણ ગાય છે, શ્રી જીતવિજયજી ચરણમાં મમ કોટિવાર પ્રણામ છે.. દેઢ ભાવ સાથે દેઢ પ્રતિજ્ઞા શાંતિ જિન પાસે કરે, “હું ગ્રહું સંયમમાર્ગ મારી નેત્રપીડા જો ટળે”: નેત્રની પીડા ટળી તુમ દેઢ પ્રતિજ્ઞાના બળે, શ્રી જીતવિજયજી ચરણમાં મમ કોટિવાર પ્રણામ છે. શ્રી પદ્મવિજયજી ગુરુકને સંયમ ગ્રહણના અવસરે, હર્ષને ઉલ્લાસ સાથે સંઘ જય જય રવ કરે; વૃક્ષ નવપલ્લવ ધરે ને જળ મધુરતાને વરે, શ્રી જીતવિજયજી ચરણમાં મમ કોટિવાર પ્રણામ છે. જિનભક્તિ ને ગુરુભક્તિ સાથે શાસ્ત્રભક્તિ જે કરે, સૌરાષ્ટ્ર વાગડ કચ્છ મરુધર દેશમાં જે સંચરે; જિન-વાણીની શક્તિ વડે કઇ લોકને ત્યાં ઉદ્ધરે,
શ્રી જીતવિજયજી ચરણમાં મમ કોટિવાર પ્રણામ છે. કચ્છ વાગડ ગામ આંબરડી મહીં ઇમ ઉચ્ચરે,
નવકાર ગણ'' આ વાતને ઝોટા હૃદયપૂર્વક વરે; ઘોડી ગઈ પલવારમાં ને ચાલતા પહોંચ્યા ઘરે, શ્રી જીતવિજયજી ચરણમાં મમ કોટિવાર પ્રણામ છે. .. જિનરાજની ભક્તિરૂપી, શુભ સારથિ સહ સંચરે, વળી ઢાલ જ્યાં વૈરાગ્યની સંતોષ ખગ કરે ધરે; સંયમ નિયમ રૂપ તીવ્ર જે, બાણો ઘણા રથમાં ભરે, શ્રી જીતવિજયજી ચરણમાં મમ કોટિવાર પ્રણામ છે. સકલ તીરથ બોલતાં મનમાંહિ સિદ્ધનું નામ છે, શિષ્યગણ છે પાસમાં શ્રી પલાંસવા શુભ ગામ છે; અષાઢ વદની છટ્ટના તુમ જીવનનું વિશ્રામ છે, શ્રી જીતવિજયજી ચરણમાં મમ કોટિવાર પ્રણામ છે. ................... . ૮
પૂ. કનકસૂરિજી મ.ની
(રાગ : ઓલગડી આદિનાથની રે) ગુણ ગાવો ગુરુરાજના રે, જે છે તરણતારણહાર હો લાલ; સૂરીશ્વરના ગુણ ગાવતાં રે, જસ નામે જયજયકાર હો લાલ, વિજયકનકસૂરિજી વંદીએ રે.... પલાંસવા જન્મભૂમિ રળિયામણી રે, માતા નવલ સુસ્વમ નિહાળે હો લાલ; નાનચંદ પિતા સોહે અતિ ભલો રે, ઓગણીસ ઓગણચાલીસ સાલે લાલ. ...... વિ૦ ૨ ભાદરવો ભલો ગાજતો રે, બહુલ પંચમી શુભ વારે લાલ; ઉપકારી જીવ જનમીઆ રે, કાનજીભાઇ નામ ધારે લાલ. ... ........... વિ૦ ૩ યૌવન વયમાં ગુયોગથી રે, વૈરાગ્ય વાસિત દીક્ષા લીધી લાલ; ઓગણીસ બાસઠ ભીમાસરે રે, દાદા જીતવિજયજી દીધી લાલ. ........... વિ૦ ૪ હીરવિજયજી ગુરુ હીરલા રે, શિષ્ય કીર્તિવિજયજી નામે લાલ; વડી દીક્ષાએ કનકસમ શોભતા રે, કનકવિજયજી છાણી ગામે લાલ. ........... વિ૦ ૫ સિદ્ધગિરિ છાયાં છોંતેર કાર્તિકે રે, પંચમી બહુલે પદ પંન્યાસ હો લાલ; પાઠક પદ લીધું. પંચાશીએ રે, ભોયણી તીરથ માઘ માસ લાલ. ........... વિ. ૬
કચ્છ વાગડના કર્ણધારો ૨ ૩૩૭
પ.પૂ. જીતવિજયજી મ. ૧ ૩૩૬