________________
રાજનગરે સૂરિપદ આપતા રે, સૂરિ સિદ્ધિ વરદ હસ્તે લાલ; સંવત્ નેવ્યાશી પોષ માસમાં રે, બહુલ સામી દિન પ્રશસ્તે લાલ.. દેશવિદેશે વિચરી અનુક્રમે રે, ચોમાસું ભચાઉ પધારે લાલ, હિં સહસ્ર ઓગણીસ શ્રાવણે રે, હુમલો દર્દનો વધ્યો રે લાલ. કાલપંચમી કાલરાશી સમી રે, જેણે કીયો ગુરુવિયોગ હો લાલ, જીત-હીર-કનક ગુરુ નામથી રે, ‘દેવેન્દ્ર' શિવ સંયોગ હો લાલ.
* *
.......
ગહુંલી
ગુરુજી અમારા સ્વર્ગલોક સિધાવિયા, મૂકી અમોને એકલડા નિરધાર જો; સ્તંભ અમારો શાસનનો તૂટી પડ્યો, હવે અમારો કોણ રહ્યો આધાર જો. પરોપકાર કરવાને જાણે જનમીઆ, વાગડ દેશે પલાંસવા નગર મોઝાર જો; ઓગણીશ ઇગુણચાલીશ નભસ્ય (ભાદરવો) માસમાં,
પૂર્ણા તિથિએ વદ પંચમી શુભ વાર જો.
ચંદુરાકુળ ચંદ્ર સદેશ નિરમલું, નાનચંદ પિતા શોભે શુભ પરિવાર જો; નવલમાતા કુખે રત્ન પ્રગટીયું, કાનજીભાઇ નામ હતું મનોહાર જો.
પ.પૂ. કનકસૂરિજી મ. * ૩૩૮
વિ૦૭
વિ૦ ૮
વિ૦ ૯.
.......
ગુ૦ ૧
ગુ૦ ૨
ગુ૦ ૩
લઘુ વયમાં બુદ્ધિશાળી ને હસમુખા, પુત્રનાં લક્ષણ પારણીયે વરતાય જો; એ ન્યાયે કરી યૌવન વયને પામતાં, ગુરુનિમિત્તે વૈરાગ્ય વાસિત થાય જો.. શ્રુત-અભ્યાસ ને તપક્રિયા સાથે કરે, નાણનું ફલ તે વિરતિ કહે ભગવાન જો; સમજતાં એમ ઓગણીશ બાસઠ સાલમાં, પરિપકવ બનીયા વૈરાગ્યવાન જો. પ્રતાપી દાદા જીતવિજયજી જાણીએ, વરદ હસ્તે દીક્ષા ભીમાસર ગામ જો; સરળ સ્વભાવી હીરવિજયજી ગુરુતણા, શિષ્ય થાય તે કીર્તિવિજયજી નામ જો. વડી દીક્ષામાં કનકવિજયજી નામથી, પ્રસિદ્ધ થયા તે છાયાપુરી મઝાર જો; સિદ્ધિસૂરિજી તે સમયે પંન્યાસજી, વરદ હસ્તે વડી દીક્ષા નિરધાર જો. યોગોદ્દહન શ્રી સિદ્ધગિરિ છાયામાં, ઓગણીસ છોતેર રૂડો કાર્તિક માસ જો; પૂર્ણાતિથિ બહુલ પંચમી વાસરે, મહામહોત્સવે પદ પામ્યા પંન્યાસ જો. ઓગણીશ પંચાશી માધ સુદ એકાદશી, પાઠક પદવી મલ્લિનાથ દરબાર જો; ત્રિક પંન્યાસનું વાચકપદ સાથે થયું, સંઘ ઉત્સાહે ભોયણી તીર્થ મોઝાર જો. સૂરીશ્વર ઓગણીસ નેવ્યાશી પોષમાં બહુલ પક્ષે સપ્તમી તિથિ શુભ વાર જો; સિદ્ધિસૂરિરાજ પ્રતાપી વરદ કરે, ત્રણે પદવી થઇ રૂડી મનોહાર જો.
કચ્છ વાગડના કર્ણધારો ૨ ૩૩૯
૩૦ ૪
ગુ૦ ૫
ગુ૦ ૬
ગુ૦ ૭
૨૦ ૮
ગુ૦ ૯
૨૦ ૧૦