________________
••• .ગુ૦ ૧૧
પદવી પામી શાસન કાર્ય બહુ કર્યા, સર્વ-દેશવિરતિ સમકિત પ્રદાન જો; પ્રતિષ્ઠા ઉપધાનાદિ તીર્થસંઘો લઇ, એમ શાસન ઉન્નતિ કરી બહુમાન જો . સગવન (સત્તાવન) વરસ એમ ચારિત્ર ચોખ્ખું પાલી, અઠ્ઠીવનમું ચોમાસું ભચાઉ ગામ જો; શ્રાવણ વદ પંચમી કાળરાત્રિ સમી, જેણે કરાવ્યું ગુરુવિરહનું કામ જો ....
....... ગુ૦ ૧૨ સમાધિમરણે સદ્ગતિ પામીયા, ઉત્તમ પુરુષનો શોક નહિ બહુ કાળ જો ; એ ન્યાયે આનંદરૂપે બદલી જાતાં, શ્રીસંઘ માંહે હર્ષ અતિ નિહાળ જો ..
* * * * * ...ગુ0 ૧૩ દેશવિદેશે સંદેશ ગામેગામમાં, વાયુવેગે મહામહોત્સવ મંડાય જો; શાંતિ, અષ્ટોત્તરી, સિદ્ધચક્ર પૂજનો, અઠાઇ મહોત્સવ, થોકબંધ રચાય જો..
* * * * * ગુ0 ૧૪ અમારિ પાળે સંઘ સહુ સાથે મળી, પુણ્ય કાર્ય ને તપસ્યા મંગળ-માળ જો; શુભ અનુષ્ઠાનો ઉજવાયાં એણી પરે, જિનેશ્વરની આંગી ઝાકઝમાળ જો . ગુરુવિરહનું દુઃખ હૃદયમાં સાલતું, પણ શાંતિ સુખનો કહ્યો ખરો ઉપાય છે , અનંત ઉપકારી વચનથી તે જાણીયું, જિન પ્રતિમા જિન સારિખી ગવરાય જો . . ......... ગુ ૧૬ ગુરુવિરહંમી ઠવણ કહી ગુરુભાષ્યમાં, તે વચનથી ગુરુમૂર્તિ ગુરુ તુલ્ય જો; એમ જાણી શ્રી ગુરુમૂર્તિ ભરાવતા, કચ્છ અંજારે શોભતું સંઘવી કુલ જો.
............ ગુ૦ ૧૭ પ.પૂ. કનકસૂરિજી મ. ૧ ૩૪૦
પાશવીર પુત્ર ધર્મશ્રદ્ધામાં ઝીલતા, ત્રણે બંધનમાં રાઘવજી લધુ ભ્રાત જો; ધર્મપત્ની સોનબાઇ ગુરુ રાગિયા, ગુરુ ઉપદેશે ગુરુમૂર્તિ ભરાવે જાત જો .
... ગુ૦ ૧૮ જિન સ્વરૂપ થઇ જિન આરાધન જે કરે, તે સાધનથી સાધક હોય જિનરાજ જો ; ગુરુભક્તિથી સેવક પણ ગુરુ બને, તે માટે શિષ્ય સેવા કરે શિવકાજ જો .... ....... ગુ૦ ૧૯ મૂર્તિ શ્રી કનકસૂરિ ગુરુરાજની, પ્રાણપ્રતિષ્ઠાવિધિ શહેર અંજાર જો ; દ્વિ સહસ્ર વિચરતા પ્રભુ (૨૦૨૦) વરસમાં, ફાલ્ગણ બહુલ ત્રીજ ને રવિવાર જો ..... ..... ....ગુ) ૨૦ જીતવિજયજી તપાગચ્છમાં દિનમણિ, કચ્છ-વાગડમાં ઉદ્ધારક પ્રખ્યાત જો ; હીરવિજયજી સરળ સ્વભાવી તેહના, શિષ્ય ગુરુ કનકસૂરિજી વિખ્યાત જો. .................................. ગુ૦ ૨૧ શિષ્ય સૂરિરાજના સદા ઋણી, ‘દીપવિજય’ ગુરુરાજના ગુણ ગવાય જો; ગુરુજીના ગુણ ગાતાં ચતુર્વિધ સંઘને, સદા સર્વદા મંગલિક માળા થાય જો . ........... ગુ૦ ૨૨
* એક %
શ્રી વિજયકનકસૂરીશ્વરજી મહારાજનું ચોઢાળિયું
દુહા શ્રી શંખેશ્વર પાસજી, પ્રણમી સદ્ગુરુ પાય; સમરી શારદ વર્ણવું, વિજયકનકસૂરિરાય..... વિનય લહે ગુણગાનથી, જિલ્લા નિર્મળ થાય; શાસ્ત્ર કહ્યો સ્વાધ્યાય એ, જ્ઞાનાવરણ હઠાય. .........
કચ્છ વાગડના કર્ણધારો ૨ ૩૪૧