________________
પ.પૂ. જીતવિજયજી મહારાજની સઝાય (શ્રી જિનવરને પ્રગટ થયું રે ક્ષાયિક ભાવે જ્ઞાન - એ દેશી) સમતા ગુણે કરી શોભતા રે, જીતવિજયજી મહારાય; તેહના ગુણ ગાતાં થકાં રે, આતમ નિર્મલ થાય રે; ભવિયણ વંદો મુનિવર એહ, જેમ થાયે ભવોદધિ છેહ રે.. એ આંકણીત //l. કચ્છ દેશમાં દીપતું રે, મનફરા નામે ગામ; ભવિક જ વિકાસતું રે, જિહાં શાન્તિજિન ધામ રે. ......... ભ૦ /રા સંવત અઢાર છનુઍરે, ચૈત્ર ઉજ્જવલ બીજ સાર; માતા અવલબાઇયે જનમીયા રે, વર્યો જય જયકાર રે....... ભ૦ //all બાર વર્ષના જબ થયા રે, નેત્ર પીડા તબ થાય, સોળ વર્ષની વયમાં રે, દ્રવ્ય લોચન અવરાય રે............ ભ૦ ||૪ll, જ્ઞાન લોચન પ્રકાશથી રે, અભિગ્રહ ધરે સુજાણ; જો નેત્ર પડલ દૂરે જશે રે, તો સંયમ લેશું સુખખાણ રે. .... ભ૦ ||પો દૃઢ અભિગ્રહ પ્રભાવથી રે, મન વંછિત સિદ્ધ થાય, સંવત્ ઓગણીસ પંદરમાં રે, ચક્ષુ દર્શન શુદ્ધ થાય રે....... ભ૦ || દો. સંવતુ ઓગણીસ વીસમાં રે, શ્રી સિદ્ધક્ષેત્ર મોઝાર; તીર્થપતિની સમક્ષમાં રે, ઉચ્ચરે ચતુર્થવ્રત સાર રે............. ભ૦ ||કી ચઢતે સંવેગ રંગથી રે, આવ્યા આડીસર ગામ, ગુરુ ગુણવંતા વખાણીયે રે, પદ્મવિજયજી નામ રે. ........... ભ૦ liટી. તેહની પાસે સંયમ લીયે રે, ઓગણીસે પચીસ મોઝાર; વૈશાખ અક્ષય ત્રીજ ભલી રે, શુભ મુહુર્ત શુભ વાર રે...... ભ૦ llll સંયમ લઇ આનંદથી રે, કરે ગુરુ સાથ વિહાર; વિનય કરી શુભ ભાવથી રે, આગમ ભણે સુખકાર રે..... ભ૦ /૧૭ની અનુક્રમે સૂત્ર ધારતા રે, મૂલનો અર્થ વિસ્તાર; એમ પીસ્તાલીસ સૂત્રના રે, જાણ થયા નિરધાર રે......... ભ0 ||૧૧|| સંવતું ઓગણીસ આડત્રીસે રે, ગુરુ સિધાવ્યા પરલોક; પછી વિચરી પ્રતિબોધીયા રે, અનેક દેશના લોક રે....... ભ૦ ||૧૨ા
પ.પૂ. જીતવિજયજી મ. ૧ ૩૩૪
કચ્છ કાઠીયાવાડ ભલો રે, સોરઠ ગુજરાત સાર; મેવાડ મારવાડ તેમ સહી રે, થરાદરી વઢીઆર રે......... ભ0 I/૧all જ્ઞાન ક્રિયા ઉપદેશતા રે, મધુર વચને મનોહર; દૃષ્ટાંત બહુ દર્શાવીને રે, સમજાવે ધર્મ સાર રે... ........... ભ0 ||૧૪ll તેહ દેશના સાંભલી રે, દીક્ષા કેઇ ભવ્ય લીધ; કેઇક દેશવિરતિ ગ્રહે રે, સમકિત કેઇ પ્રસિદ્ધ રે........... ભ૦ /૧૫ નિર્મલ ભાવના ભાવતા રે, સંવેગી શિરદાર, કામ કષાયને જીપતા રે, નિર્મમ નિરહંકાર રે... ........... ભી ll૧૬ની તપસ્યા ને વ્યાધિ થકીરે, થયું દુર્બલ નિજ દેહ; તો પણ દેઢ શ્રદ્ધાથકી રે, તપ નવી મૂકે જેહ રે. ....... ભ૦ // ૧ણી ચોપન વર્ષ એમ ચોંપથી રે, કીધો પર ઉપગાર; અખંડ ચારિત્ર પાલીને રે, સફલ કર્યો અવતાર રે. ........ ભ0 I/૧૮|| પંચાવનમા વર્ષમાં રે, અધિક વ્યાધિ થયો જાણ; આતમબલ આગલ કરી રે, ધરતા સિદ્ધનું ધ્યાન રે. ....... ભ0 I/૧લી. સંવત્ ઓગણીસ એંશીયે રે, અષાઢ કૃષ્ણ છઠ ધાર; શુક્રવારે સીધાવીયા રે, પરલોક પલાસવા મઝાર રે........ ભ૦ ૨ની તેહની ભક્તિ પુરે ભર્યા રે, હીરવિજયજી ગુણ ગેહ; શિષ્ય “કનક' કહે ભવિ તુમે રે, ગુરુપદ નમો સસ્નેહ રે. . ભ૦ ૧ /
સ્તુતિ : શ્રી જીતવિજયજી મહારાજ શ્રી કચ્છ વાગડ દેશમાં મનહર મનફરા ગામ છે, જ્યાં શાંતિનાથ જિનેન્દ્રનું ઉપકારકારક ધામ છે; આ ગામમાં જન્મ્યા અને જયમલ્લ આપનું નામ છે, શ્રી જીતવિજયજી ચરણમાં મમ કોટિવાર પ્રણામ છે. બાર વર્ષની ઉંમરે અતિ નેત્રપીડા થાય છે, ને સોળ વર્ષની ઉંમરે જસ નયન જયોત બુઝાય છે;
કચ્છ વાગડના કર્ણધારો ૨ ૩૩૫