________________
નિર્મળ બોધ પણ શાસ્ત્રની પંક્તિએ પંક્તિએ પ્રગટે ! કેટલાક શાસ્ત્રોનાં રહસ્યો તો સ્વયમેવ એમની પ્રજ્ઞામાં પ્રગટે, જેનો બીજા મહાવિદ્વાનોને વિચાર પણ ન આવે ! ભક્તિના કારણે નિર્મળ બનેલી પ્રજ્ઞામાં આ તાકાત હતી. આમ પૂ. પદ્મ વિ.મ.ની ઉદારતા, પૂ. જીત વિ.મ.નું દાક્ષિણ્ય, પૂ. કનકસૂરિજી મ.ની પાપ-જુગુપ્સા અને પૂ. દેવેન્દ્રસૂરિજી મ.ના નિર્મળ બોધ – વગેરે બધા જ લક્ષણોનો પૂજ્યશ્રીમાં સમાવેશ થયેલો જોઇ શકાય છે. એટલે જ તેઓ ‘કલાપૂર્ણ’ હતા ને ! બધી કળાઓથી પૂર્ણ હોય તે “કલાપૂર્ણ !
પૂ. પ્રસન્નચન્દ્રસાગરજી મ.સા. :
પૂજયશ્રીમાં ગુરુ-પાતંત્ર્ય, સત્ત્વ, સંયમમાં અડગતા અને વિપુલ જ્ઞાનનો વૈભવ - આ ચારેય ગુણો હતા. આથી જ તેઓ ‘મહાપુરુષ' ગણાયા.
ગુરુ-પારdય અર્થાત્ ગુરુની આજ્ઞા પ્રત્યેનો પ્રેમ ! ગુરુ-આજ્ઞા તેમને પોતાના પુત્રો કરતાં પણ વહાલી હતી. આથી જ તેમણે પૂ. ગુરુદેવ કનકસૂરિજી મ.ની આજ્ઞા નહિ માનનાર પોતાના પુત્ર-શિષ્ય કલ્પતરુ વિ. પર એટલો ગુસ્સો કરેલો કે ચિત્રોડમાં ઊંચકીને ફેંકી દીધેલા. ત્યાર પછી પૂ. કનકસૂરિજીએ આટલો ગુસ્સો નહિ કરવાનું કહેતાં જીવનભર ગુસ્સાનો ત્યાગ કરેલો ! આ બધાના કારણે પૂજયશ્રીમાં એવી લબ્ધિ પેદા થયેલી કે શ્રદ્ધાપૂર્વક આવતા લોકોની તમામ સમસ્યા એમના વાસક્ષેપથી ટળી જતી.
કર્ણાટક-શોરાપુરમાં રહેતા શાન્તિલાલજીના પુત્રે કોઇ કારણસર તુંગભદ્રા નદીમાં પડી આપઘાત કર્યો. એના આઘાતથી પત્ની મૃત્યુ પામી. એમને પોતાને પણ થોડા સમય પછી ગળામાં દુ:ખાવો થતાં ડૉકટરોએ કહ્યું : બાયોપ્સીના રિપોર્ટ પ્રમાણે તમને કેન્સર છે. ચારે બાજુથી દુ:ખી થઇ ગયેલા શાન્તિલાલજીએ કોઇના કહેવાથી બેંગ્લોર બિરાજમાન પૂજય આચાર્યશ્રી પાસેથી વાસક્ષેપ કરાવ્યો ને થોડા સમય બાદ તપાસ કરાવતાં કેન્સર સંપૂર્ણ નાબુદ ! આનાથી પ્રભાવિત થયેલા શાન્તિલાલજીએ સંકલ્પ કર્યો કે મારે શંખેશ્વરમાં પોષી દશમના સામૂહિક અટ્ટમ આજ પૂજ્ય
કચ્છ વાગડના કર્ણધારો ૨ ૩૬૬
આચાર્યશ્રીના નિશ્રામાં કરાવવા ! (શંખેશ્વર પેઢીમાં નામ તો અગાઉથી જ લખાવી દીધેલું !) પણ ઠેઠ અઢાર વર્ષે (અર્થાતું ગયા વર્ષે વિ.સં. ૨૦૬૫) નંબર લાગ્યો. પૂજય આચાર્યશ્રી તો દિવંગત થઇ ગયા હતા. એટલે પૂ. કલાપ્રભસૂરિજી મ.ને વિનંતિ કરી. પૂજય આચાર્યશ્રી વિજયકલાપ્રભસૂરિજીએ પૂ.પં. શ્રી મુક્તિચન્દ્ર વિ.મ., પૂ.પં. શ્રી મુનિચન્દ્ર વિ.મ.નું નામ આપ્યું. કારણ કે પોતાને અનુકૂળતા ન્હોતી ને પૂ.પં.મ.ની નિશ્રામાં તેમણે ગયા વર્ષે પાંચ હજાર અમ શંખેશ્વરમાં કરાવ્યા.
એ શાન્તિલાલજીની પુત્રી પૂનામાં જ ઋતુરાજ સોસાયટીમાં રહે છે. પૂ. વિરામચન્દ્રસાગરજી મ. :
પૂજ્ય આચાર્યશ્રીને જોતાં શ્રી તીર્થકર ભગવંતોના પુણ્યની ઝલક તમને જોવા મળશે, એવું વારંવાર મારા ગુરુદેવ મને કહેતા. વાચનામાં પણ જવાનો આગ્રહ કરતા. મારા જેવાને તો જગ્યા માંથી મળે ? પણ મહાદેવની પાછળ પોઠિયા ય પૂજાય તેમ મારા ગુરુદેવના કારણે મને આગળ બેસવા માટે જગ્યા મળી જતી.
પૂજય આચાર્યશ્રીની પ્રભુ-પ્રીતિ પ્રાર્થનામાં વ્યક્ત થતી. પ્રભુ પામ્યાની પ્રતીતિ પ્રવચનાદિમાં વ્યક્ત થતી, અંદરની વિશુદ્ધ પરિણતિ પ્રવૃત્તિમાં વ્યક્ત થતી અને એમનું પુણ્ય એમના પ્રભાવમાં વ્યક્ત થતું. મેં આ બધું નજરે જોયું છે.
એમના પુણ્ય પ્રભાવે કેવી કેવી ઘટનાઓ બનતી ? નજરે જોયું ન હોય તો માની પણ ન શકાય !
પાલીતાણામાં એક છોકરો આવીને કહે : “મહારાજ ! તમારું નામ ‘વિરાગ' છે ને ! મારું નામ પણ ‘વિરાગ' છે. મને કોઇએ કહેલું કે તારા જ નામવાળા એક મહારાજ છે. એટલે હું તમને શોધતો-શોધતો આવ્યો છું.’
મેં પૂછ્યું : ‘તારા પપ્પા કોણ ? તારા ગુણ કોણ ?'
મારા પપ્પા ચમન કચ્છી ! ને મારા ગુરુદેવ અધ્યાત્મયોગી પૂજ્ય આચાર્યદેવશ્રી !'
કચ્છ વાગડના કણધારો ૨ ૩૬૩