________________
ગ્રામીણ માણસ (ઠાકરે) પાસેથી સારવાર લઇ રહ્યા હતા. મહા સુદ૫ ના ઓલવીમાં પૂજ્યશ્રી પડી ગયેલા એની પીડા હજુ ચાલુ હતી. ધુરંધરવિ, તથા કલહંસવિ. સાથે આ અંગે વાત નીકળી. તેમણે ઠાકરેની ખૂબ જ પ્રશંસા કરી. કલહંસવિ. કહે : મારા હાથમાં એકદમ સારું થઇ ગયું. ધુરંધરવિ. કહે : મારા પગમાં સારું થતું હોય તેમ જણાય છે.
ઠાકરેને બોલાવવામાં આવ્યો. પૂજ્યશ્રીની તપાસ કરીને કહે : આપ જે સારવાર નહિ કરો તો લકવો થઇ જશે. અહીં રહીને જ સારવાર કરો.
પૂજ્યશ્રીએ રોકાણની અશક્યતા દર્શાવી. એટલે રસ્તામાં આવી આવીને ઠાકરે સારવાર કરે, એમ નક્કી થયું.
એ ઠાકરે શરૂમાં લગભગ રોજ આવતો. છાતી-પેટ-પીઠ વગેરે દરેક સ્થળે વનસ્પતિનાં સૂકાં પાંદડાં (એનું નામ એ “કણઝર’ કહેતો)નો લેપ લગાડતો. ઉપર કચકચાવીને પાટા બાંધતો. ઘણી વખત તો એટલા કસીને પાટા બાંધતો કે પૂજયશ્રી બરાબર શ્વાસ પણ લઇ શકતા નહિ. આખી રાત ઊંઘ પણ ન આવે. સવારે વળી વિહાર હોય.
ઓલવીમાં પડવાથી જે પીડા થઇ તે કરતાં આ ઉપચારથી વધુ પીડા થઇ. દર્દ કરતા ઇલાજ ખતરનાક હતો.
આ ઊંટવૈદું ઠેઠ માંડવી (ચાતુર્માસ પ્રવેશ) સુધી ચાલ્યું, પણ કોઈ ફાયદો ન થયો. પેલો ઉસ્તાદ ઠાકરે ૫-૧૦ દિવસે આવી જાય, લેપ લગાડી જાય. સારવારની કોઇ ફી ન લે, પણ દવાની તથા ટિકિટ ભાડાની ફી એટલી હોય કે સારવારની ફીની જરૂર જ ન પડે !
આ ઇલાજમાં પૂજયશ્રીને ખૂબ જ હેરાન થવું પડ્યું, આવી પીડામાં પણ પૂજ્યશ્રીની પ્રસન્નતા જરા પણ નંદવાઇ ન હતી કે ભક્તિમાં કોઇ રુકાવટ આવી ન હતી.
માંડાણીમાં આઠાકરેએ બીજા એક મહાત્માને (અનંતયશવિ.) લકવાનો એવો ડર બેસાડી દીધો કે તેઓ, પૂર્ણચન્દ્રવિ. સાથે ત્યાં જ રોકાઈ ગયા.
પછી તો ધુરંધરવિ. પણ ઘણી વાર કહેતા : મારા પગે કાંઇ સારું તો ન થયું, પણ મારાં દોઢ વર્ષ પેલાએ બગાડ્યાં. હેરાન થયો એ
પૂ.આ. શ્રી વિ. કલાપૂર્ણસૂરીશ્વરજી મ. ૧ ૨૧૦
નફામાં ! આવા ઊંટવૈદો પણ પૂજ્યશ્રીના જીવનમાં ભેટ્યા છે. પછી માંડવી ચાતુર્માસમાં એક નિષ્ણાતની માલિશથી પૂજયશ્રીને ફાયદો થયેલો.
મહા વદ-૧૨-૧૩, રાધનપુર, અહીંથી મહા વદ-૧૪ થી છગનલાલભાઇ દોશી પરિવાર તરફથી ચાર દિવસનો શંખેશ્વરનો છ'રી પાલક સંઘ નીકળ્યો હતો. ફા.સુદ-૨ ના શંખેશ્વર પહોંચ્યો હતો.
ફાગણ સુદ-૨ થી ફા.સુદ-૯, શંખેશ્વર, અહીંની સ્થિરતા દરમ્યાન થોડાક દિવસ પૂજ્યશ્રી સાથે પૂ. અભયસાગરજી મ.ની વાચના પણ રહી હતી. એમણે કહેલી કેટલીક વાતો આજે પણ મનમાં ગુંજે છે : પ્રવ્રજ્યા એટલે પ્રકૃષ્ટ ગમન... દેરાસર બાજુમાં હોય તો પણ દાંડો-કામળી વગેરે સાથે જ ત્યાં જવાય. ઓધાની ઉપરની દોરીના ત્રણ કે પાંચ એમ એકી સંખ્યામાં આંટા જોઇએ... વગેરે. એક દિવસ તેઓશ્રીએ અમેરિકાની ચન્દ્રયાત્રા કેટલી બોગસ છે, તે સમજાવ્યું હતું. નાસા સંસ્થા સાથે કરેલો પત્રવ્યવહાર વગેરે અંગે પણ કહ્યું હતું. નાસા સંસ્થાએ તેમના પર જે ચન્દ્રની માટી મોકલાવેલી તે પણ ડબીમાંથી કાઢીને અમને સૌને બતાવી હતી. ડામર જેવી કાળી એ માટી હતી.
દરેક બાબતમાં પોતે કેટલું ઊંડું ઊતરતા તે અંગે પણ તેમણે કહ્યું હતું કે ‘નમો અરિહંતાણં'માં પહેલા ‘ન’ છે કે ‘ણ’ ? એ જાણવા મેં કેટલીય પ્રતો ફેંદી નાખી. હું જે પણ પ્રાચીન તાડપત્ર (ખાસ કરીને ભગવતી સૂત્રની. કારણ કે તેમાં પ્રારંભમાં જ નવકાર છે.) જોતો તેમાં આ જ વસ્તુ જોતો. જેસલમેરની પ્રાચીન તાડપત્રની પ્રતમાં પણ મને ‘ણમો અરિહંતાણં ણમો સિદ્ધાણં’ એમ ‘ણ’ જ જોવા મળ્યો, એટલે હું ‘ણ' જ હતો, એમ માનું છું. એક વખત પૂ.પં. ભદ્રંકરવિ.ને આ અંગે પૂછતાં તેમણે સ્યાદ્વાદશૈલીથી જવાબ આપતાં કહ્યું હતું કે તારા જેવા વિદ્વાનો માટે ‘ણ' ચાલે, પણ સામાન્ય માણસો ‘ન' બોલે તો પણ વાંધો નથી.” વગેરે નવકાર અંગે સુંદર વાતો કરતાં પોતે કેવી રીતે રોગમુક્ત થયા તે પણ જણાવ્યું હતું.
કચ્છ વાગડના કણધારો ૧ ૨૧૧