________________
હૈદ્રાબાદથી પૂના થઇને પૂજ્યશ્રી મુંબઇ તરફ પધારી રહેલા હતા ત્યારે વડગામમાં ફા.સુદમાં પૂજ્યશ્રીની નિશ્રામાં પ્રતિષ્ઠા થઇ તથા પનવેલ પધાર્યા ત્યારે મુંબઇના વાગડ સાત ચોવીશી સમાજના પાંચ હજાર માણસોએ ભવ્ય સ્વાગત કરેલું.
નવી મુંબઇ (નેરૂલ) અંજનશલાકા-પ્રતિષ્ઠા, ફા.વદ-૧ ના નેરૂલ (નવી મુંબઇ) પધાર્યા. મુંબઇ બાજુમાં હોવાથી પૂજ્યશ્રીને સત્કારવા ઠેર ઠેર જબરદસ્ત ભીડ થતી હતી. ઘણી ઘણી વિનંતી પછી પૂજ્યશ્રી અહીં પધાર્યા હતા. અહીં પૂજ્યશ્રીના આશીર્વાદપૂર્વક દામજી કોરશી (સામખીયાળી) વગેરેના પ્રયત્નોથી વાગડવાસીઓના મુખ્ય આર્થિક સહયોગથી સુંદર જિનાલય તથા વિશાળ ઉપાશ્રયનું નિર્માણ થયેલું હતું. થાણા ચાતુર્માસ કરીને અમે અહીં આવી ગયેલા.
ત્રણ વર્ષ પછી અમને પૂજ્યશ્રીના આજે દર્શન થયાં. ત્રણ વર્ષમાં શરીરમાં ઘણું પરિવર્તન થયેલું દેખાતું હતું. શરીરમાં વાર્ધક્યનો પ્રવેશ થઇ ચૂક્યો હતો. ઊંચાઇ પણ ઘટી ગયેલી જણાતી હતી તથા કમ્મરથી શરીર એક તરફ ઝૂકવા લાગ્યું હતું, છતાં આશ્ચર્ય એ હતું કે આવી અવસ્થા હોવા છતાં પૂજ્યશ્રીની ચમક એવીને એવી જ હતી. કદાચ પહેલા કરતાં પણ ચમક વધી હતી. અંદર પ્રગાઢ બનતી સાધના, આ રીતે શરીર દ્વારા વ્યક્ત થઇ રહી હતી.
અહીં ફા.વદ-૫ ના શ્રી શ્રેયાંસનાથજી (ભૂમિગૃહમાં મુનિસુવ્રતસ્વામી) આદિ જિનબિંબોની અંજનશલાકાપૂર્વક પ્રતિષ્ઠા થઇ. આદિનાથ ધામ માટેના શ્રી આદિનાથજી, ગોરેગામ માટેના શ્રી વાસુપૂજ્ય આદિ તથા માટુંગા માટેના સુમતિનાથજી આદિની અંજનશલાકા પણ અહીં જ થઇ. કુલ ઊપજ ૭૫ લાખ થઈ.
ફા.વદ-૭, ડોમ્બીવલી, સ્વાગતમાં ભારી ભીડ હતી. અહીં પૂ. રાજેન્દ્રસૂરિજી તથા અચલગચ્છીય પૂ.આ.શ્રી કલાપ્રભસાગરસૂરિજી મળ્યા. ફા.વદ-૮, થાણા, અહીં પૂ.આ.શ્રી હેમરત્નસૂરિજી સાથે પ્રવચનો થયાં. પૂ.આ. શ્રી વિ. કલાપૂર્ણસૂરીશ્વરજી મ. • ૨૬૨
અહીં સર્વત્ર આખો દિવસ ભીડ રહેતી. અહીંથી બીજે દિવસે સાંજે
મુલુંડ (મુંબઇ) જવાનું થયું. કોઇ પણ આયોજન કે જાહેરાત વિના ઉપાશ્રયથી ૧-૨ કિ.મી. પહેલાં જ રસ્તાની બંને બાજુએ એટલી ભીડ થઇ ગયેલી કે જોતાં જ આશ્ચર્ય લાગે. કોઇ વડાપ્રધાન કે રાષ્ટ્રપતિની સવારી નીકળવાની હોય તેમ ચારેબાજુ માણસો કતારબંધ હાથ જોડીને ઊભા હતા. વિના કહ્યું ઢોલવાળા પણ હાજર થઇ ગયેલા.
ફા.વદ-૧૦, દહીંસર, અહીં પણ સ્વાગત આદિમાં સતત ભીડ રહી. પૂ. જયસુંદરવિ., પૂ. મુક્તિવલ્લભવિ. આદિ મળ્યા. અહીંથી ૯૦૦ યાત્રિકો સાથેનો ત્રણ દિવસનો સંઘ નીકળ્યો. ફા.વદ-૧૨ ના મહાવીરધામમાં પૂર્ણાહુતિ થઇ.
ફા.વદ-૧૩, આજે રસ્તામાં નિર્માણાધીન મહાવીરનગરી (જ્યાં મંદિરાદિ નિર્માણ થનાર છે, આજે તે ‘વાગડ ગુરુકુળ’ તરીકે ઓળખાય છે.)ની જમીન પર વાસક્ષેપ કર્યો. ભારોલમાં પૂ.આ. હેમચન્દ્રસૂરિજી મળ્યા.
ચૈત્ર સુદ-૪, અતુલ, આજે સાંજે અહીં પ્રવેશ કર્યો ત્યારે શ્રેણિકભાઇ હાજર હતા. અહીં ટિપોઇ પર બેસવા જતાં ટિપાઇ પડી જતાં પૂજ્યશ્રી પડી ગયા. જોરદાર ધડાકાનો અવાજ આવતાં અમે સૌ એકઠા થઇ ગયા. ખૂબ વાગ્યું હોવા છતાં અને ખૂબ પીડા હોવા છતાં પૂજ્યશ્રીએ કોઇને ખાસ વાત ન કરી. કારણ કે બીજે દિવસે ચૈત્રી ઓળી નિમિત્તે વલસાડમાં પ્રવેશ થવાનો હતો. કાર્યક્રમમાં વિક્ષેપ ન થાય માટે પૂજ્યશ્રી મૌન રહ્યા હતા. કમ્મરની વેદના ઘણા દિવસો સુધી રહી હતી.
ચૈત્ર સુદ-૫ થી ચૈત્ર વદ પ્ર.૧, વલસાડ, અહીં પ્રાગજી જાદવજી માઉં પરિવાર (ફતેગઢ) તરફથી સામુદાયિક ચૈત્રી ઓળીનું ભવ્ય આયોજન હતું, જેમાં એક હજારથી વધુ આરાધકો જોડાયા હતા.
ચૈત્ર વદ હિં.૧, બીલીમોરા, અહીં પૂ.આ.શ્રી વિ. જગવલ્લભસૂરિજી મળ્યા. ચૈત્ર વદ-૩, નવસારી, અહીં પૂ.આ. શ્રી વિજયરત્નસુંદરસૂરિજીએ પ્રવચનમાં પૂજ્યશ્રીમાં રહેલા વૈભવ (પુણ્યવૈભવ, પ્રજ્ઞાવૈભવ અને પવિત્રતાવૈભવ)નું સુંદર વર્ણન કર્યું. મધુમતીમાં પાઠશાળાનું ઉદ્ઘાટન થયું. કચ્છ વાગડના કર્ણધારો ૨૨૬૩