________________
ચૈિત્ર વદ-૭ થી ચૈત્ર વદ-૧૨, સુરત, અહીં સા. અનંતદર્શનાશ્રીજીનું ૧OO ઓળીનું પારણું થયું.
અહીં કેન્દ્રીય કાપડમંત્રી શ્રી કાશીરામ રાણા પૂજયશ્રીને મળવા આવેલા.
ચૈત્ર વદ-૧૧ ના પૂ.આ.શ્રી વિજયભુવનભાનુસૂરિજીના સમુદાયના પૂ. મુનિ શ્રી અજિતશેખરવિજયજીને પૂજયશ્રી દ્વારા ગણિ-પંન્યાસ પદ અપાયા. પૂજ્યશ્રીની નિશ્રા પામવા આ જ્યોતિર્વિદ્ વિદ્વાન મુનિશ્રીએ મુહૂર્ત વગેરેને ગૌણ માન્યું હતું. આ પ્રસંગે પૂ.આ. રત્નસુંદરસૂરિજી, પૂ.આ. યશોવર્મસૂરિજી, પૂ.આ. અભયશેખરસૂરિજી આદિ ઉપસ્થિત રહ્યા હતા.
વૈ.સુદ-૨, ભરૂચ, અહીં પૂજયશ્રીના ૭૬મા વર્ષમાં પ્રવેશ નિમિત્તે ૭૬ રૂા.નું સંઘપૂજન થયેલું. પૂજયશ્રીના ભક્ત ભૂરાભાઇ પટેલના પુત્રોએ ઉત્સવ જેવું વાતાવરણ ઊભું કરેલું.
વૈ.સુદ-૧૩, અમદાવાદ (સાબરમતી), અહીં બે દીક્ષાઓ થઇ. સા.અભયરત્નાશ્રીજી (અર્ચનાબેન, અમદાવાદ), સા. અહંદૂત્નાશ્રીજી (ચેતનાબેન, અમદાવાદ)
વૈ.સુદ-૧૫, ઘાટલોડિયા (અમદાવાદ), મધુવંદ સોસાયટીમાં સા. હેમમાલાશ્રીજીની ૧૦૦ ઓળીનું પારણું થયું. વૈ.વદ-૧ ના પંકજ સોસાયટીમાં પૂ.આ. ભદ્રંકરસૂરિજી મળ્યા. આ છેલ્લું દર્શન-વંદન હતું.
વૈ.વદ-૭, કડી, અહીં કલ્યાણજી અબજી પરિવાર તરફથી મહોત્સવ હોવાથી અમને બે દિવસ અગાઉ મોકલેલા હતા. પૂજયશ્રી આજે પધાર્યા.
વૈ.વદ-૧૨ થી વૈ.વદ-૩૦, શંખેશ્વર.
વૈ.વદ-૧૩ ના અહીં ત્રણ દીક્ષાઓ થઇ. (પૂ.આ. રાજેન્દ્રસૂરિજી કલિકુંડવાળા સાથે હતા) : મુનિ શ્રી રાજવલ્લભવિજયજી (સાગર, પૂ. રાજેન્દ્રસૂરિજી-શિષ્ય), સા. વિનયનિધિશ્રીજી (અવનીબેન, ડીસા), સા. મૈત્રીકૃપાશ્રીજી (આશાબેન, ડીસા).
પ્ર. જેઠ સુદ-૧૦, સાંતલપુર, અહીં મહોત્સવ નિમિત્તે અમને આગળ મોકલેલા.
પૂ.આ. શ્રી વિ. કલાપૂર્ણસૂરીશ્વરજી મ. ૧ ૨ ૬૪
જેઠ સુદ-૧૨ ના કચ્છમાં લાકડીઆ ચિત્રોડ વચ્ચે પૂ. ઉપા. પ્રીતિવિ.નો એક્સીડેન્ટ થતાં અહીં થઇને મહેસાણા લઇ જવાયા ત્યારે બેહોશ અવસ્થામાં રહેલા પૂ. ઉપાધ્યાયશ્રી પર પૂજ્યશ્રીએ વાસક્ષેપ નાખ્યો હતો.
પ્ર.જેઠ સુદ-૧૩, પીપરાળા, ઉપા. પ્રીતિવિ. કાળધર્મ પામ્યા છે, એમ સમાચાર મળતાં અહીં અશ્રુભીની આંખે દેવવંદન તથા ગુણાનુવાદ થયાં હતાં. પૂજ્યશ્રીએ ઉપા. પ્રીતિવિ.ના સરળતા, ભદ્રિકતા વગેરે ગુણોને ખૂબ જ સુંદર રીતે વર્ણવ્યા હતા.
અહીં લવાયેલા ઉપાધ્યાયજીના મૃતદેહ પર પૂજયશ્રી સહિત અમે સૌએ વાસક્ષેપ કર્યો.
પ્ર.જેઠ સુદ-૧૫, વદ-૧, ઘાણીથર, પ્ર. જેઠ વદ-૧ ના અહીંથી કટારિયાનો ચાર દિવસનો સંઘ નીકળેલો. ગરમીની શક્યતા હોવા છતાં એક હજાર યાત્રિકો જોડાયેલા. જો કે અગાઉ વરસાદ પડી જતાં ઠંડક થઇ ગઇ હતી.
અહીં જીવદયાના ૨૫ લાખ રૂપિયા થયેલા.
પ્ર.જેઠ વદ-૪, કટારિયાજી તીર્થ, અહીં સંઘની તીર્થમાળના પ્રસંગે કચ્છના ત્રણેય જૈન રાજકીય મહાનુભાવો (ગુજરાત વિધાનસભા અધ્યક્ષ ધીરુભાઇ, ભૂતપૂર્વ નાણાંમંત્રી બાબુભાઇ તથા ધારાસભ્ય મુકેશ ઝવેરી) ઉપસ્થિત રહ્યા હતા. મુકેશ ઝવેરી દ્વારા સરકાર તરફથી સ્કૂલમાં ૧૫. લાખનો ચેક અપાયો હતો.
પ્ર.જેઠ વદ-૧૦ થી દ્વિ.જેઠ સુદ-૩, ભચાઉ, અહીં નવનિર્મિત શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ ભગવાનના જિનાલયનો અંજનશલાકા પ્રતિષ્ઠાનો પ્રસંગ હતો. જેઠ સુદ-૨ ના અંજનશલાકા તથા સુદ-૩ ના પ્રતિષ્ઠા થઇ હતી.
આ પ્રસંગે માત્ર જીવદયામાં જ સવા કોડની ટીપ થઈ હતી. દેવદ્રવ્યની આવક અલગ. સંગીતકાર અશોક ગેમાવતે ભક્તિરસની રમઝટ મચાવી હતી.
કચ્છ વાગડના કણધારો ૨૫