________________
(આ જિનાલય ભૂકંપમાં પૂર્ણરૂપે ધ્વસ્ત થયું. મૂળનાયક પણ પૂર્ણરૂપે ખંડિત થયાં. મૂળનાયકની અંજનશલાકા અગાઉ પૂ.આ. રામચન્દ્રસૂરિજી દ્વારા થયેલી.)
હિં. જેઠ સુદ-૫, ગાંધીધામ, કારગીલ યુદ્ધમાં મૃત્યુ પામેલા લશ્કરના જવાનોના નિરાધાર કુટુંબોને મદદરૂપ થવા સંઘના ભાઇઓને વિચાર આવ્યો અને તે પૂજ્યશ્રીને દર્શાવ્યો ત્યારે કહેલું કે અનુકંપાનો ક્યારેય નિષેધ નથી હોતો. પૂજ્યશ્રીની પ્રેરણા ઝીલીને ભક્તોએ તરત જ ૧૧ લાખ રૂપિયા કરી આપેલા.
પૂજ્યશ્રીની નિશ્રામાં થયેલા આ કાર્યના કારણે અન્યત્ર પણ પૂ.આ. ભગવંતોની નિશ્રામાં આ માટે ટીપ થયેલી.
દ્વિ. જેઠ સુદ-૮ થી જેઠ સુદ-૧૩, મોખા, અહીં ૪૦૦ વર્ષ જૂનું શ્રી ચન્દ્રપ્રભસ્વામીનું જિનાલય હતું. તેનો પાયાથી જીર્ણોદ્ધાર કરીને નવું જિનાલય બનાવવામાં આવ્યું. અહીં જૈનો સ્થાનકવાસી (આઠ કોટિ નાની પક્ષ) હોવા છતાં સૌએ જિનાલય નિર્માણમાં તથા પ્રતિષ્ઠામાં ભાગ લીધો.
વાંકી ચાતુર્માસ, પછી છસરા, કુંદરોડી, રતાડિયા, લાખાપર, પત્રી (સર્વત્ર મહોત્સવ હતા) થઇને પૂજ્યશ્રીએ દ્ધિ જેઠ વદ-૪ ના વાંકી તીર્થમાં ચાતુર્માસ પ્રવેશ કર્યો.
‘દાસોહં' પુસ્તકનું વિમોચન થયું. નાનકડું વાંકી પૂજયશ્રીના આગમનથી વિરાટ બની ગયું. ચાતુર્માસ પ્રવેશ વખતે સ્થાનકવાસી આઠ કોટિ મોટી પક્ષના નાયક શ્રી પ્રાણલાલજી મુનિ, રમેશ મુનિ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
અહીં પૂજ્યશ્રીની નિશ્રામાં અમે કુલ ૧૦૯ સાધુ-સાધ્વીજીઓ હતા. અહીં સાધુ-સાધ્વીજીઓના મોટા જો ગ થયા. ક્રિયાકારક તરીકે પૂજ્યશ્રીએ મોટા ભાઇ (મુક્તિચન્દ્રવિ.)ને નીમ્યા.
અષાઢ સુદ-૫ થી પંચવસ્તુક પર વાચના શરૂ થઇ. (તે પહેલાં અધ્યાત્મસારના આત્માનુભવ અધિકાર પર વાચના આપેલી.) આ વખતે
પૂ.આ. શ્રી વિ. કલાપૂર્ણસૂરીશ્વરજી મ. ૧ ૨૬૬
અનાયાસે લખાઇ ગયેલી એ વાચનાઓ “કહે કલાપૂર્ણસૂરિ-૧' નામના પુસ્તકરૂપે પછીથી પ્રગટ થઇ.
| મુનિઓને ભગવતીની વાચના શરૂ થઇ. આ ભગવતીસૂત્ર ઠેઠ ફલોદી (વિ.સં. ૨૦૫૭)ના છેલ્લા ચાતુર્માસમાં પૂરું થયું.
શ્રા.સુદ-૧૪, શંકરસિંહ વાઘેલા (ભૂતપૂર્વ મુખ્યમંત્રી, ગુજરાત), બાબુભાઇ વગેરે પૂજયશ્રીના દર્શનાર્થે આવ્યા. પૂજ્યશ્રીએ જીવદયાની વાત કરી.
ભા.સુદ-૧૦, પૂ. મુનિ શ્રી કલ્પતરુવિજયજી, મુનિ શ્રી પૂર્ણચન્દ્રવિજયજી તથા મુનિ શ્રી મુનિચન્દ્રવિજયજીનો ભગવતીના યોગોદ્રહનમાં પ્રવેશ.
ભા.વદ-૬ થી ભા.વદ-૧૪, કંચનલાલ ગભરૂચંદ (ચાણસ્મા) દ્વારા આયોજિત નવકાર જાપના અનુષ્ઠાનમાં ૪૦૦ આરાધકો જોડાયા.
આસો મહિનાની ઓળીનો લાભ રમાબેન હંસરાજ નીસર (ખારોઇ-કચ્છ) પરિવાર દ્વારા લેવાયો.
આસો વદ-૩ થી પન્નાબેન દિનેશભાઇ રવજીભાઇ મહેતા પરિવાર દ્વારા આયોજિત ઉપધાન તપમાં ૩૮૦ આરાધકો જોડાયા.
વિ.સં. ૨૦૫૬, ઇ.સ. ૧૯૯૯-૨૦૦૦, કા.વદ-૧૨-૧૩, ભુજ, અહીં નવનિર્મિત જિનાલયમાં મૂળનાયક શ્રી સંભવનાથ આદિ જિનબિંબોની અંજનશલાકાપૂર્વક પ્રતિષ્ઠા થઇ. કુલ ત્રણ કરોડની ઊપજ થઇ.
નીતાબેનની દીક્ષા થઇ. નામ પડ્યું : સા. ચાનિધિશ્રીજી (જિનાલય ભૂકંપગ્રસ્ત બન્યું, પણ જિનબિંબો બચી ગયાં છે.)
કા.વદ-૩૦, માધાપર, તા. અનંતકિરણાશ્રીજીનું ૧00મી ઓળીનું પારણું.
માગ.સુદ-૩, વાંકી, મુખ્ય જિનાલયની પાછળની દેરીમાં શંખેશ્વર પાર્શ્વનાથજીની પ્રતિષ્ઠા.
માગ.સુદ-૫, ઉપધાન તપની માળ. મા.સુદ, મુન્દ્રા, ઉપાશ્રય ઉદ્દઘાટન.
કચ્છ વાગડના કર્ણધારો ૨ ૨૬૭