________________
માતાના પાલનમાં અતિજાગરૂક હતા. પૂજ્યશ્રી ઇર્યાસમિતિના પાલનમાં એટલા સાવધ રહેતા કે ચાલે ત્યારે ડોક ઝુકેલી જ હોય. આના કારણે એમની ડોક સહેજ નમી ગઇ હતી. જાણે કે શરીરે પણ ઝૂકી જઇને ઇર્યાસમિતિના પાલનમાં સાથ આપ્યો હતો. પૂજય જીતવિજયજી મ. પાસેથી સાંભળેલો દૂહો પોતે પણ બીજાને કહેતા :
નીચી નજરે ચાલતાં, ત્રણ ગુણ મોટા થાય; દયા પળે, કાંટો ટળે, પગ પણ નવિ ખરડાય.”
ભાષાસમિતિનું પાલન તો ડગલે ને પગલે હિત, મિત, પથ્ય રૂપ એમની વાણીમાં સહજ રીતે જ દેખાતુંબોલતાં મોઢે મુહપત્તિ હોય જ. આ પણ ગુરુ ભગવંતો તરફથી વારસામાં મળ્યું હતું. એમના મુખમાંથી ‘ભાગ્યશાળી ! પુણ્યશાળી ! ભલા માણસ, મહાનુભાવ’ આવા જ શબ્દો સંબોધનરૂપે સાંભળવા મળતા. નિંદાનું તો નામ જ નહિ.
એષણા સમિતિનું પાલન નિર્દોષ આહાર માટેની તેમની સાવધાનીમાં દેખાતું હતું. ક્યારેક દોષિત વાપરવું પડે તો પશ્ચાત્તાપની લાગણી દેખાતી હતી. છેવટે, માંડલીના પાંચ દોષ તો ટાળવાના જ.
આદાન સમિતિ : કોઇ પણ વસ્તુને લેતાં-મૂકતાં પૂજયશ્રી મુંજવાપ્રમાર્જવાનું જરાય ભૂલતા નહિ. ‘જયણા'ના આ સંસ્કારો એટલા દેઢ પડેલા કે છેલ્લી માંદગી વખતે પણ એ સંસ્કારો જળવાઇ રહેલા.
પારિષ્ઠાપનિકા સમિતિમાં પણ પૂજ્યશ્રી ઘણા જ ઉપયોગવંત હતા. ત્રણ ગુપ્તિનું પાલન પણ જોરદાર. નિરર્થક હાથ-પગ હલાવવા કે નિરર્થક બોલબોલ કરવી કે આડા-અવળા વિચારો કરવા પૂજ્યશ્રીની પ્રકૃતિમાં જ નહોતું.
કલાકો સુધી પૂજ્યશ્રી સ્વાધ્યાયમાં રમમાણ રહેતા. રોજ ઓછામાં ઓછો પ00 ગાથાઓનો સ્વાધ્યાય તો કરતા જ. વર્ષે અઢી લાખનો સ્વાધ્યાય હોય જ. એ સિવાય સ્તવન, સજઝાય વગેરેનું પુનરાવર્તન તો જુદું. સ્વાધ્યાય કરવાના સંસ્કાર એટલા ઊંડા ઊતરી ગયેલા કે છેલ્લી અવસ્થા વખતે જયારે સંપૂર્ણ હાલવા-ચાલવાનું બંધ હતું ત્યારે પણ રોજ ત્રણથી ચાર હજારનો સ્વાધ્યાય કરતા રહેતા. આ અમે પ્રત્યક્ષ જોયું છે.
પૂ.આ. શ્રી વિ. દેવેન્દ્રસૂરીશ્વરજી મ. ૧ ૮૪
પૂજ્યશ્રી અત્યંત સરળ હતા. દરેક બાબતમાં પૂજ્યશ્રીની નિખાલસતા ઊડીને આંખે વળગે તેવી હતી. ખટપટ કરવી, એકને આમ કહેવું ને બીજાને તેમ કહેવું- એવી કોઇ વાત જ નહિ. લોકો તેમનામાં ચોથા આરાની વાનગી જોતા.
ક્રિયા ચુસ્તતા તો એટલી બધી જોરદાર કે બધી જ ક્રિયાઓ ઊભાઊભા જ કરવાની, અવિધિ પોતે કરે નહિ ને કોઇ કરતું હોય તો ચાલવા દે નહિ. પ્રતિક્રમણમાં પૂજયશ્રી સૂત્ર – શુદ્ધિ માટે ખૂબ જ આગ્રહ રાખતા. કોઇ બોલનાર અશુદ્ધ સૂત્ર બોલે તો શુદ્ધિ માટે ખાસ ટકોર કરતા.
પૂજયશ્રીએ ગુરુ નિશ્રામાં રહીને દશવૈકાલિક વગેરે આગમો, પ્રશમરતિ, તત્ત્વાર્થ વગેરે પ્રકરણ ગ્રંથો, પૂ.ઉપા. યશોવિ.મ.ના ૧૨૫૧૫૦-૩૫૦ ગાથાનાં સ્તવનો, પુણ્ય પ્રકાશ સ્તવન, નિગોદ વર્ણન ગર્ભિત સ્તવન, જીવવિચારાદિનાં સ્તવનો, સિદ્ધ-દંડિકા સ્તવન વગેરે સુવિશાળ સંસ્કૃત-પ્રાકૃત તેમજ ગુજરાતી સાહિત્ય કંઠસ્થ કરેલું હતું.
આ વિપુલ જ્ઞાન-રાશિના કારણે પૂજયશ્રીનું વ્યાખ્યાન અત્યંત રોચક અને બોધક રહેતું. કોઇ પણ ગામમાં પૂજ્યશ્રીના પાવન પગલા પડે, પ્રવચન કરે ત્યારે હોલ ભરાયેલો જ હોય. અરે... અમદાવાદ વિદ્યાશાળામાં પણ જ્યારે પૂજયશ્રીનું પ્રવચન હોય ત્યારે આખો હોલ ખીચોખીચ ભરાઇ જાય, એમનું વ્યાખ્યાન સાંભળવા લોકો દૂર-દૂર સોસાયટીથી પણ આવી જતા.
પૂજયશ્રીમાં પરોપકારનો ગુણ સહજરૂપે જ હતો. એમાં પણ કચ્છવાગડની ઓસવાળ પ્રજા પર એમનો ઉપકાર અનન્ય કોટિનો હતો. ભરૂડીયા, મનફરા, ઘાણીથર, થોરીઆવી, સામખીયાળી જેવા ઓસવાળના ગામોમાં પૂજ્યશ્રી મહિના જેટલું રોકાણ કરતા. ખેતીનું કામ કરનારી એ પ્રજા સવારે રોટલા બનાવીને ઠેઠ સાંજે ઘેર આવે. સવારે વહોરેલા એ રોટલા વગેરે પૂજ્યશ્રી ઠેઠ બપોરે વાપરે. દિવસના વ્યાખ્યાન સાંભળવાનો ટાઇમ ન હોય એટલે રાત્રે પ્રતિક્રમણ પછી વ્યાખ્યાન ગોઠવે.
કચ્છ વાગડના કર્ણધારો ૮૫