________________
૨૦૨૫, મહા સુદ-૧૩ ના પૂજય મુનિ શ્રી કલાપૂર્ણવિજયજી મ.સા.ને ગણિ પંન્યાસ પદથી વિભૂષિત કર્યા. ત્યારે ફલોદીવાસી હેમચંદભાઈની દીક્ષા થઇ. નામ પડ્યું : કીર્તિચન્દ્રવિજયજી.
ઉંમર થવાના કારણે વ્યાખ્યાન વગેરેની જવાબદારી પણ નૂતન પૂ.પં.મ.ને પદવીથી અગાઉ જ સોંપી દીધેલી હતી.
ત્યાંથી પૂજયશ્રી અમદાવાદ પધાર્યા. ત્યાં શાહપુર, ચુનારાના ખાંચામાં પરમ ગુરુ ભક્ત મોંઘીબેને ભરાવેલી પૂ.આ. શ્રી વિ. કનકસૂરીશ્વરજી મ.ની ગુરુમૂર્તિની પ્રતિષ્ઠા કરાવી. એ ચાતુર્માસ અમદાવાદ વિદ્યાશાળામાં કર્યું.
ચાતુર્માસ પછી વિ.સં. ૨૦૨૬, પૂજ્યશ્રી કચ્છ-સાંતલપુર તરફ પધાર્યા. ત્યાં વૈ.સુ. ૧૧ ના શ્રી સુમતિનાથજી જિનાલયની પ્રતિષ્ઠા કરાવી. પૂજ્ય પં. શ્રી કલાપૂર્ણવિજયજી મ.ને નવસારી દીક્ષા પ્રસંગે મોકલ્યા. પછીથી ચાતુર્માસાર્થે પૂજયશ્રી પણ નવસારી પધાર્યા. આ ચાતુર્માસમાં રાત્રે પાટ પરથી પડી જવાના કારણે પૂજ્યશ્રીને સાથળમાં ફ્રેકચર થયું ને હંમેશ માટે ચાલવાનું બંધ થયું. હંમેશ માટે સંથારાવશ રહેવું પડ્યું.
નવસારી ચાતુર્માસ પછી ખંભાતમાં વિ.સં. ૨૦૨૭, વૈ.સુ.૬ ના મનફરાવાસી રતનશીભાઇને દીક્ષા આપી. નામ પડ્યું : કુમુદચન્દ્રવિજયજી.
વિ.સં. ૨૦૧૭નું ચાતુર્માસ આધોઇ કર્યું. ત્યાં ૭૦ જેટલા સાધ્વીજીઓને મોટા જોગ કરાવ્યા. ચાતુર્માસ પછી વિ.સં. ૨૦૨૮ ના માગ.સુ.૬ થી ઉપધાન કરાવ્યા.
મહા સુ. ૧૪, ભુજમાં પાંચ ભાઇઓ તથા છ બહેનો (મનફરાવાસી મેઘજીભાઇ તથા મણિલાલભાઇ, ભુજવાસી અરુણભાઇ તથા ભૂપેન્દ્રભાઈ તેમજ પ્રકાશ. બહેનોમાં ઇન્દુબેન, નિર્મળાબેન, ચાંદુબેન, ધર્મિષ્ઠાબેન, પ્રભાબેન, ભાનુબેન) કુલ ૧૧ દીક્ષા હતી.
દીક્ષાનું મુહૂર્ત નીકળ્યા પછી ડિસેમ્બર (ઇ.સ. ૧૯૭૧) મહિનામાં ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધ ફાટી નીકળેલું. સંપૂર્ણ કચ્છમાં અંધકારપટ છવાયેલો રહેતો. ફાઇટર વિમાનોની ઊંડા-ઊડ સૌ લોક જોઇ રહેતા હતા.
પૂ.આ. શ્રી વિ. દેવેન્દ્રસૂરીશ્વરજી મ. ૧ ૮૮
ભુજમાં તો કુલ ૯૦ બોંબ ઝીંકાયા હતા. ભાગ્યે કોઇ જાન-હાનિ થઇ નહોતી. તે વખતે લગભગ બધા લોકો વિચારમાં પડી ગયા હતા કે હવે દીક્ષા શી રીતે થશે ? યુદ્ધ ક્યારે પુરું થશે ? યુદ્ધ પછી પરિસ્થિતિ શું હશે ? પણ પૂજ્યશ્રીના પુણ્ય પ્રભાવે યુદ્ધ ૧૨-૧૩ દિવસમાં જ પુરું થયું. ભારત જીત્યું.
દીક્ષા તેના સમય પ્રમાણે જ ગોઠવાઇ. મહા સુ.૮ ના પૂજ્યશ્રી દેવેન્દ્રસૂરિજી મ. આદિનો ભવ્ય પ્રવેશ થયો. પૂ. ભુવનભાનુસૂરિજી મ.ના શિષ્ય પૂ. તપસ્વી મણિપ્રભવિ. તથા પૂ. મુનિ શ્રી રાજેન્દ્રવિ.મ. (પછીથી આચાર્યશ્રી) આદિ પણ પધારેલા. કારણ કે ભુજના અરુણ અને ભૂપેન્દ્ર – આ બંને ભાઇઓ તેમના શિષ્યો થવાના હતા. પ્રભાબેન અને ભાનુબેન આ બંને તેમના બહેનોએ પૂ. બાપજી મ.ના સમુદાયમાં દીક્ષા લીધી હતી.
- પૂજય દેવેન્દ્રસૂરિજી મ.ના હાથે પુરુષોની આ છેલ્લી દીક્ષા હતી. મેઘજીભાઇનું મુક્તિચન્દ્રવિજયજી, મણિલાલભાઇનું મુનિચન્દ્રવિજયજી, પ્રકાશભાઇનું પૂર્ણચન્દ્રવિજયજી, અરુણભાઇનું ઇન્દ્રયશવિજયજી તથા ભૂપેન્દ્રભાઇનું ભદ્રયશવિજયજી નામ પડ્યું હતું.
ભુજથી પૂજ્યશ્રી ફાગણ મહિને પલાંસવા પધાર્યા. ત્યાં પૂ.કનકસૂરિજી મ.ની ગુરુમૂર્તિની પ્રતિષ્ઠા પછી મનફરા પધાર્યા.
મનફરામાં ફા.સુ. ૧૨ ના ભુજમાં દીક્ષિત બનેલ ૧૧ નૂતન દીક્ષિતોની વડી દીક્ષા થઇ. સા.વ. ૨ ના ચાર બેનોને દીક્ષા આપી.
જેઠ સુદ-૪ ના ખારોઇમાં પ્રતિષ્ઠા કરાવી. પૂજ્યશ્રીના હાથે આ છેલ્લી પ્રતિષ્ઠા હતી.
વિ.સં. ૨૦૨૮ નું છેલ્લું ચોમાસું પોતાની જન્મભૂમિ લાકડીયામાં થયું. પૂજ્યશ્રીનું છેલ્લું ચાતુર્માસ તે અમારા સંયમજીવનનું પહેલું ચાતુર્માસ હતું.
અનેક પ્રકારના ઉત્સવો-મહોત્સવોથી આ ચાતુર્માસ યાદગાર બની ગયું. ચાતુર્માસ પછી કટારીયાથી ભદ્રેશ્વરનો છ'રી પાલક સંઘ નીકળ્યો. સંઘપતિ હતા : પાટણવાળા રસિકભાઇ બાપુલાલ. આ સંઘના પ્રારંભમાં જ પૂજ્યશ્રીએ પોતાના ઉત્તરાધિકારી સુનિશ્ચિત કરવા પૂ.પં. શ્રી
કચ્છ વાગડના કર્ણધારો ૮૯