________________
કલાપૂર્ણવિજયજી મ. પ૨ આચાર્ય-પદવી સ્વીકારવા દબાણ કર્યું. વાગડ શ્રીસંઘે પણ ખૂબ આગ્રહ કર્યો.
આખરે ભદ્રેશ્વર તીર્થમાં માગ .સુ.૩ ના આચાર્ય પદવી થઇ. પૂજ્યશ્રીએ નૂતન આચાર્ય શ્રી વિજયકલાપૂર્ણસૂરીશ્વરજી મ.સા.ને પોતાના ઉત્તરાધિકારી તરીકે ઘોષિત કર્યા.
અત્યંત વૃદ્ધાવસ્થા હોવાથી પૂજયશ્રી વિહાર કરીને ક્યાંય જઇ શકે એવું શક્ય જ નહોતું. લાકડીયા, આધોઇ વગેરે સ્થળે પૂજયશ્રીએ સ્થિરતા કરી. ચાતુર્માસ માટે મનફરાની જય બોલાઇ ગઇ હતી.
લાકડીયામાં પૂ. નૂતન આચાર્ય શ્રી વિજય કલાપૂર્ણસૂરીશ્વરજી મ. ફતેહગઢ દીક્ષા પ્રસંગે જતા હતા ત્યારે આશીર્વાદ આપતાં કહ્યું : “ફતેહગઢ જાવ છો તો ફતેહ કરીને આવજો.”
એ આશીર્વચનોથી પૂ. આચાર્યશ્રી વિજયકલાપૂર્ણસૂરીશ્વરજી મ.નો સર્વત્ર ફતેહ-વિજય થતો જ રહ્યો.
પૂ. નૂતન આચાર્યદેવશ્રીને રાધનપુર દીક્ષા પ્રસંગે જવાનું થયેલું પણ કાર્ય પતાવીને વળતાં ખબર પડી કે પૂજ્યશ્રીની તબિયત અત્યંત નાજુક છે. એટલે રસ્તામાં ચૈત્રી ઓળી માટે અનેક સંઘોની વિનંતી હોવા છતાં જલ્દી-જલ્દી ચૈત્ર સુદ-૬ ના દિવસે આધોઇ આવી પહોંચ્યા. ત્યારે પૂજયશ્રી લાકડીયાથી આધોઇ આવી પહોંચ્યા હતા. સેવા માટે પૂ. કીર્તિચન્દ્રવિ, તથા પૂ. મુક્તિચન્દ્રવિ. આદિને ત્યાં જ રોક્યા હતા.
આવતાં જ જોવા મળ્યું કે પગે સોજા આવ્યા છે ને તેમાંથી પાણી નીકળી રહ્યું છે. આ સમાચાર જો કે અગાઉ મળી ચૂક્યા હતા એટલે જ જલ્દી આવવાનું થયું હતું.
આવી તબિયતમાં પણ અમે સૌએ ના કહી હોવા છતાં ચૈત્ર સુ.૭૮-૯ ના ત્રણ આયંબિલ પૂજ્યશ્રીએ કર્યા જ કર્યા. જીવનના છેલ્લા દિવસોમાં પણ તપ પ્રત્યે કેટલો અનુરાગ !
ચૈત્ર સુદ-૧૩ ના દિવસે મેં (મુનિચન્દ્રવિ.) પૂછેલું : ‘પૂજયશ્રી ! અત્યારે આપ શું કરો છો ?'
પૂ.આ. શ્રી વિ. દેવેન્દ્રસૂરીશ્વરજી મ. * ૯૦
‘સ્વાધ્યાય.’ ‘શાનો ?' ‘ચઉસરણ પયજ્ઞાનો.’ ‘કેટલામી ગાથા ?' અમુક નંબર પૂજયશ્રી બોલેલા.
આવી અવસ્થામાં પણ પૂજ્યશ્રીનો સ્વાધ્યાય તો ચાલુ હતો જ, પણ ઉપયોગ પણ તીવ્ર હતો.
સાંજે નૂતન પૂજય આચાર્યશ્રીએ કહેલું કે ‘સાહેબજી ! આવતી કાલે ચૌદસ છે. આપે ઉપવાસ નથી કરવાનો. આવી તબિયતમાં ઉપવાસ નહિ થઇ શકે.'
‘વિચારીશું. સવાર તો થવા દો.” પૂજયશ્રીએ જવાબ આપ્યો. બીજે દિવસે (ચં.સુ.૧૪) સવારે અમે સૌ પૂજયશ્રીને વંદન કરવા ગયા. પચ્ચકખાણ લઇને પૂછ્યું : “સાહેબજી ! આજે આપે ઉપવાસ નથી કરવાનો, તે ખ્યાલ છે ને !'
મેં તો સવારે પ્રતિક્રમણમાં જ ઉપવાસ ધારી લીધો છે. પૂજ્યશ્રીએ ટૂંકો જ જવાબ આપ્યો.
પતી ગયું. અમે બધા ચૂપ થઇ ગયા. પૂજયશ્રી પોતાના નિર્ધારમાં મક્કમ હતા.
આજે સવારથી જ પૂજ્યશ્રીની આંખો સ્થિર હતી. મટકું નહોતી મારતી. સવારથી જ પૂજ્ય શ્રી વારંવાર એક વાક્ય બોલતા હતા : “પહોંચી ગયા ? પહોંચી ગયા ?”
અમે સમજ્યા કે ઉપધિ વિષે પૂજ્યશ્રી કંઇક કહેવા માંગે છે. એટલે અમે પગ પાસે વીંટિયા (તકિયા) ગોઠવ્યા.
પણ, પૂજ્યશ્રીના આ શબ્દો કંઇક સાંકેતિક હતા, તે તો પછીથી ખબર પડી.
સાંજે પાંચ વાગ્યે પૂજયશ્રીને પાટ પરથી નીચે લાવી, ઊભા કરી મેં (મુક્તિચન્દ્રવિ.) પકડી રાખેલા હતા. પૂ. કીર્તિચન્દ્રવિ. દવા લગાડતા
કચ્છ વાગડના કર્ણધારો + ૯૧