________________
સૌભાગ્યવિજયજીને સોંપ્યા હતા.) પાસે યોગોદ્ધહનપૂર્વક નૂતન દીક્ષિતોની વડી દીક્ષા થઇ. પ્રથમ ચાતુર્માસ અમદાવાદ રૂપા સુરચંદની પોળમાં કર્યું.
વિ.સં. ૧૯૪૦નું ચાતુર્માસ પણ અમદાવાદમાં થયું. આ વખતે દાદી ગુણી સા. રળીયાતશ્રીજીનું સ્વાથ્ય બગડ્યું. સા. આણંદશ્રીજી વગેરેએ તેમની અદભુત સેવા કરી. એ જ ચાતુર્માસમાં તેઓશ્રી સમાધિપૂર્વક કાળધર્મ પામ્યાં. તે નિમિત્તે એક મહિનાનો મહોત્સવ થયો હતો. સા. રળીયાતશ્રીજીનો કેટલો પ્રભાવ હશે ! તે વિચારતા કરી મૂકે તેમ છે.
આ ચાતુર્માસ પછી બીજાપુરમાં ચાર મહિના રહી પંડિતજી પાસે અભ્યાસ કર્યો. વિ.સં. ૧૯૪૧ અમદાવાદના ચાતુર્માસમાં પૂ.પં. શ્રી રત્નવિજયજી મ.ની પાસે ઉત્તરાધ્યયન તથા આચારાંગના યોગોદ્ધહન કર્યા.
જ્યાં સાધ્વીજી જતા ત્યાં તેમના ચારિત્ર ધર્મની આરાધનાનો શ્રાવક-શ્રાવિકાઓ ઉપર ખૂબ જ ઊંડો પ્રભાવ પડતો. ગમે તેવા પ્રશ્નો શ્રાવક કે શ્રાવિકાઓ પૂછે તેનો શાસ્ત્રીય જવાબ સાધ્વીજી તરફથી અપાતો જોઇ સૌ સ્તબ્ધ બની જતા.
દીક્ષા પછી સ્વજન્મભૂમિ પલાંસવામાં પ્રથમ ચાતુર્માસ વિ.સં. ૧૯૪૬, ઇ.સ. ૧૮૯૦માં કરતાં શ્રીસંઘમાં અપાર હર્ષ છવાયો હતો. પૂ. દાદા શ્રી જીતવિ.મ.ની નિશ્રામાં એ ચાતુર્માસ થયેલું.
વિ.સં. ૧૯૪૭-૪૮, ઇ.સ. ૧૮૯૧-૯૨ માં બે ચાતુર્માસ કચ્છભુજમાં કર્યા હતા. આગમજ્ઞ મુનિ શ્રી ખાન્તિવિજયજી (જેઓ પૂ. બુટ્ટરાયજી મ.ના શિષ્ય હતા) પાસે આ બે ચાતુર્માસ દરમ્યાન આગમની વાચના લીધી હતી તથા સૌરાષ્ટ્રમાં સાયલામાં પણ એમની જ નિશ્રામાં આગમની વાચના લીધી હતી. સાધ્વીજીના વિનય તથા ઉદ્યમ વગેરે જોઇ મુનિ શ્રી ખાગ્નિવિજયજી પણ વાચના માટે પૂરતો સમય આપતા હતા.
હવે ગુરુવર્યા સા. નિધાનશ્રીજીને ટી.બી. થતાં તેના ઉપચાર માટે અમદાવાદ આવ્યાં. બે ચાતુર્માસ (વિ.સં. ૧૯૪૯-૫૦, ઇ.સ. ૧૮૯૩૯૪) અમદાવાદ કર્યા. ખૂબ જ ઇલાજ કર્યા, પણ તૂટીની બુટી શું હોય ? આખરે સં. ૧૯૫૦, ચૈ.વ.૧ ના અમદાવાદ રૂપ સુરચંદની પોળમાં
પૂ. સાધ્વીજી આણંદશ્રીજી + ૩૦૮
તેઓશ્રી સમાધિપૂર્વક કાળધર્મ પામ્યાં ! સા. આણંદશ્રીજી પર તો જાણે દુઃખના ડુંગરા તૂટી પડ્યા. ગૃહસ્થપણામાં બચપણથી લઈને આજ સુધી જેમનો ઉપકાર હતો, જેમની છત્રછાયામાં જ સા. આણંદશ્રીજી ઘડાયા હતાં, એમનો વિયોગ અત્યંત આઘાતજનક બને, એ સહજ હતું. પણ આવા આઘાતો પચાવવા જ જાણે આણંદશ્રીજી જન્મ્યા હતાં. કદાચ કુદરત આવા આઘાતો આપીને અત્યંત ઉત્કૃષ્ટ ઘડતર કરવા માંગતી હતી. પરીક્ષા સોનાની થાય, કથીરની નહિ. કુદરત ક્યારેય રણમાં ગુલાબ નથી ઊગાડતી. સહન ન કરી શકે તેવાને ક્યારેય કુદરત તેટલા કષ્ટ નથી આપતી ! શાસ્ત્ર-તત્ત્વોને પચાવીને બેઠેલા, વૈરાગ્યનું અમૃત પી ચૂકેલાં આ સાધ્વીજી આ વિયોગને પચાવી ગયાં ! અખંડ ગુરુ-સેવા કરવાનો, તેમની આજ્ઞા ઝીલવાનો અવસર મળ્યો, કંઇક કૃપા મેળવી શકાઇ, તેનાથી તેમણે સંતોષ માન્યો.
ગુણી સ્વર્ગવાસી થયાં ત્યારે માત્ર ૧૩ વર્ષની દીક્ષા પર્યાય હતો અને માત્ર ૩૩ વર્ષની ઉંમર હતી !
વિ.સં. ૧૯૫૨માં વિહાર કરતા માણસા પધાર્યા. ત્યાં બનેલો પ્રસંગ જાણવા જેવો છે ;
સાધ્વીજી આણંદશ્રીજી પાસે એક ભાઇ આવી પહોંચ્યા અને કહેવા લાગ્યા :
હું ચોટીલાનો છું. મારું નામ લલ્લુભાઇ કપાસી. બચપણથી જ મારી દીક્ષા લેવાની ભાવના હતી, પણ સફળ થઇ શકી નહિ, સ્વજનોએ મને પરાણે લગ્નગ્રંથિથી બાંધી દીધો. આજે મને વિચાર આવે છે કે ભલે હું દીક્ષા ન લઇ શક્યો, પણ મારા સંતાનોમાંથી કોઇ દીક્ષા લે તો સારું ! મારી ૧૫ વર્ષની મણિ નામની પુત્રી છે. આપના ચારિત્રની સુવાસ કેટલાયના મુખેથી સાંભળી એટલે વિચાર આવ્યો કે આવા ગુણીયલ ગુરુણીના ચરણે મારે મારી બાળા સોંપવી છે. મણિને હું મારી સાથે જ લાવ્યો છું. એને મેં મારી રીતે દીક્ષા લેવા માટે તૈયાર કરી છે. એનામાં પણ મને પાત્રતા જણાય છે. એટલે આપની પાસે મૂકવાની મારી ઇચ્છા છે, એની માતા જડાવને જરાય ખબર ન પડવી જોઇએ. એને તો હું
કચ્છ વાગડના કર્ણધારો + ૩૦૯