________________
| દીક્ષા-ભૂમિ |
af
|_P>e-alp
alg] I←*t éeJelp & veet h
ગામ ।
સંસારીનું નામ
નામ
*]21F1)* _JR
૧૯૬૧
SL กษ
ભીમાસર
૧૯૬૨, મા.સુ.૧૫, મુનિ શ્રી હીરવિ.
પલાસવા
31u4+15 ele
|| ૧. | મુનિ શ્રી બુદ્ધિવિજયજી
કનકસૂરીશ્વરજી . | આ. શ્રી વિજય
*]>IA #JE
૯૬૭
20000
@b]FPP] ]] ^h | ^£ //
પૂ. દાદા શ્રી જીતવિજયજી મહારાજ • ૩૦
વાત્સલ્યમૂર્તિ પૂજ્ય આચાર્ય શ્રી વિજયકનકસૂરીશ્વરજી મહારાજ
“બેટા કાનજી ! તું ભણવામાં હોંશિયાર છે. સમજદાર છે. નમ્ર અને શાંત છે. તો મારા મનમાં એક વિચાર આવે છે કે તને વિલાયતઇંગ્લેન્ડ મોકલું. ત્યાં તું બેરિસ્ટર બની આવ. આજ-કાલ રાજામહારાજાઓના દીકરાઓ ને બીજા ઘણા હોંશિયાર વિદ્યાર્થીઓ બેરિસ્ટર બનવા જાય છે. તું બેરિસ્ટર બની આવ, એ માટેની બધી જ યોગ્યતા તારામાં છે. બોલ, તૈયાર છે તું ?’
ના... જી. મારે બેરિસ્ટર નથી બનવું.’
‘કાનજી ! કદાચ તને ખર્ચ માટે વિચાર આવતો હશે ! પણ એનીયે ચિંતા તારે કરવાની નથી. હું બેઠો છું ને ! વિલાયત જવાનો, ભણવાનો વગેરે તમામ ખર્ચની જવાબદારી મારી ! પછી તને શો વાંધો ?’
‘પણ, મારે બેરિસ્ટર બનવું જ નથી ને ! સો વાતની એક વાત !’ ‘તું બેરિસ્ટર બને તો માત્ર પલાંસવા કે કચ્છમાં નહિ, આખા ભારતમાં તારું નામ થઇ જશે.’
“મારે એવું નામ નથી કરવું, મારે તો મનુષ્ય ભવ સફળ થાય એવું કામ કરવું છે.’
‘તું જે આ જવાબ આપે છે, તે કોની સામે આપે છે, તેની તને ખબર છે ?’ ‘હા જી ! એ પલાંસવાના ઠાકોર છે.'
‘ઠાકોર નારાજ થશે, તેની તને ચિંતા નથી ?”
‘મારા ભગવાન નારાજ ન થવા જોઇએ. એની જ મને ચિંતા છે.’ કાનજી નામના આકિશોરના આવા હિંમતભર્યા અને નિઃસ્પૃહતાભર્યા જવાબથી ઠાકોર ખુશ થઇ ગયા અને તેને છાતી સરસો ચાંપ્યો.
આ પલાંસવાનો કાનજી તે બીજો કોઇ નહિ, પણ આપણા મહાન ઉપકારી કચ્છ-વાગડ દેશોદ્ધારક પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજયકનકસૂરીશ્વરજી મહારાજ.
કચ્છ વાગડના કર્ણધારો ૨ ૩૧