________________
ખ્યાલમાં ન આવ્યું ? કોઇ જૈન કે અજ્જૈનને ખબર પડે તો શું થાય ? આવી પ્રવૃત્તિ કરો ભલે તમે, પણ બદનામી કોની થાય, તે જાણો છો ?
એ મહાત્માએ પોતાની ભૂલ કબૂલી પ્રાયશ્ચિત્ત લીધું હતું.
જેઠ સુદ-૧ થી જેઠ સુદ-૪, બલાડ (બ્યાવરથી ૩ કિ.મી. દૂર) અહીં જિનાલયનો જીર્ણોદ્ધાર કરતાં જૂનો શિલાલેખ (લગભગ ૪૦૦ વર્ષ જૂનો) નીકળ્યો હતો. અમારા જ પૂર્વજોએ આ જિનાલય બંધાવ્યું છે’ એમ જણાતાં અહીં રહેલા તેરાપંથીઓ પણ જિનાલયના નિર્માણમાં
જોડાયા હતા. તેરાપંથના આચાર્ય શ્રી તુલસી તરફથી આ અંગે મનાઇ આવવા છતાં તેમણે કાંઇ ગણકાર્યું ન હતું. પૂજ્યશ્રીની નિશ્રામાં થયેલા પ્રતિષ્ઠા મહોત્સવમાં પણ ઉલ્લાસભેર ભાગ લીધો હતો. અહીં મૂળનાયક શ્રી આદિનાથ ભગવાન આદિની જેઠ સુદ-૪ ના પ્રતિષ્ઠા થઇ હતી. ગુરુમંદિરની નાનકડી દેરીમાં પૂ.પં. શ્રી ભદ્રંકરવિજયજીની મૂર્તિની પ્રતિષ્ઠા થઇ હતી. આ જિનાલયના નિર્માણમાં તથા પ્રતિષ્ઠામાં શૌરીલાલજી નાહરે મુખ્ય ભૂમિકા ભજવી હતી.
જૂના બ્યાવરમાં એક સ્થળે જેઠ સુદ-૧૦ ના પ્રતિષ્ઠા થઇ હતી. જેઠ સુદ-૧૩, ખરવા, અહીં સિદ્ધાર્થ નામનો ૪-૫ વર્ષનો નાનકડો છોકરો પૂજ્યશ્રીના સંસર્ગમાં આવ્યો હતો. આગળ જતાં એ છોકરાએ પૂ. ગુણરત્નસૂરિજી પાસે દીક્ષા લીધી.
જેઠ સુદ-૧૫, અજમેર, પૂજ્યશ્રીની પ્રેરણાથી અહીં લોકાશા કોલોનીમાં જિનાલય નિર્માણની પ્રક્રિયા શરૂ થઇ. ત્યાંના ગણપત ભંડારીએ આમાં સક્રિય રસ લીધો.
પૂજ્યશ્રીના અંગત ડૉકટર જયચંદજી વૈદને ત્યાં પૂજ્યશ્રી પધાર્યા હતા. આ ડૉકટરના પિતાજી મંગલચંદજી પૂજ્યશ્રી સાથે ભણ્યા હતા. ડૉ. જયચંદજી પૂજ્યશ્રી પ્રત્યે અત્યંત સમર્પિત હતા. જ્યારે પણ જરૂર પડે ત્યારે તરત જ પૂજ્યશ્રી પાસે દોડી આવતા. પછી પૂજ્યશ્રી ભલે ગુજરાતમાં હોય કે મદ્રાસમાં હોય ! પૂજ્યશ્રીના સ્વર્ગગમનથી એક-બે દિવસ પહેલાં પણ પહોંચી આવેલા.
પૂ.આ. શ્રી વિ. કલાપૂર્ણસૂરીશ્વરજી મ. ૧ ૨૦૬
જયપુર ચાતુર્માસ (જેઠ વદ-૧૪ થી માગ.સુદ-૧) અહીં પૂજ્યશ્રીની નિશ્રામાં અનેક ધાર્મિક અનુષ્ઠાનો થયાં. એક દિવસમાં ૪૦૦ ઉપવાસપૂર્વક વીશસ્થાનક તપનું સામૂહિક આયોજન પ્રથમ જ વાર થતાં લોકોમાં ખૂબ જ આનંદ વ્યાપી ગયો હતો.
અહીંના ચાતુર્માસમાં પૂ.પં. ભદ્રંકરવિજયજીની “શ્રીસંઘમાં મૈત્રીભાવ અત્યંત જરૂરી છે” વગેરે વાતો લક્ષમાં લઇ સંઘ-કલ્યાણની ભાવનાથી વિ.સં. ૨૦૦૨ના પટ્ટકમાં સહી કરી હતી. શ્રીસંઘમાં મૈત્રીના મંડાણ થાય એવા આશયથી પૂ. રામચન્દ્રસૂરિજીને પણ સહી કરવા પત્ર દ્વારા વિનંતી કરી હતી. સહી કરતાં પહેલાં પૂજ્યશ્રીએ ત્યાં રહેલી શ્રી મહાવીરસ્વામીની જિનમુદ્રાસ્થિત પ્રાચીન પ્રતિમા સમક્ષ ભાવપૂર્વક પ્રાર્થના કરી હતી. ઘણું કરીને ભા.સુદ-૫ નો એ દિવસ હતો. હિંમતભાઇ બેડાવાળા વગેરે સહી લેવા માટે આવ્યા હતા.
૫૦-૫૦ વર્ષથી તિથિ વગેરેના મુદ્દા પર ચાલતા સંઘર્ષથી પૂ. ભદ્રંકરસૂરિજી, પૂ.પં. ભદ્રંકરવિ. વગેરે મહાત્માઓ મનથી ભારે વ્યાકુળ હતા. એમાં પણ અનેક સ્થળે સંઘમાં ટુકડા પડતા જોઇને તેઓ ભારે ગ્લાનિ અનુભવતા. “સંઘ-ભેદમાં નિમિત્ત બનવું એ તો ઉત્કૃષ્ટ મોહનીય કર્મના બંધનના ૩૦ કારણોમાંનું એક કારણ છે. જો આપણે આ અંગે કાંઇ નહિ કરીએ
તો ભાવિ પેઢી આવા સંઘર્ષમાં તણાયા કરવાની અથવા તો આવા સંઘર્ષો જોઇ ધર્મથી દૂર ભાગવાની. માટે ગમે તે ભોગે સંઘમાં મૈત્રીનાં ફૂલ ખીલવાં જોઇએ.” વડીલોની આવી ભાવના જોઇને જ પૂજ્યશ્રીએ સહી કરી હતી.
જગદ્ગુરુ શ્રી હીરવિજયસૂરિજી દ્વારા ફરમાવાયેલ બાર બોલના પટ્ટકનો મુખ્ય સૂર પણ મૈત્રીભાવ નીકળે છે, એમ પૂજ્યશ્રીને લાગતું. પૂજ્યશ્રીની વિ.સં. ૨૦૧૬ ની સાલમાં લખાયેલી એક પીળી નોટમાં બાર બોલનો પટ્ટક પણ લખેલો હતો. પૂજ્યશ્રી તે પર અવારનવાર ચિંતન કરતા.
સહી પછી પૂજ્યશ્રી પર ખૂબ જ દબાણો, નનામી પત્રિકા વગેરે આવતું, પણ પૂજ્યશ્રી એ અંગે કશી ટિપ્પણી કરતા નહિ. કોઇની સહેજ પણ નિંદા તો આટલાં વરસોમાં પણ અમે નથી સાંભળી. કચ્છ વાગડના કર્ણધારો ૨ ૨૦૭