________________
આ ચાતુર્માસથી પૂજ્યશ્રીને અમે સવારે સામુદાયિક રૂપે દ્વાદશાવર્ત વંદન કરવાનું શરૂ કર્યું. (એ પહેલાં સાદું વંદન જ કરતા.)
પર્યુષણ પછી નવકાર મહામંત્રનો સવા ક્રોડનો અખંડ સામુદાયિક જાપ થયેલો.
આ ચાતુર્માસમાં અજમેરથી ડૉ. જયચંદજીએ આવીને પૂજ્યશ્રીનું મસાનું ઓપરેશન આધુનિક પદ્ધતિથી કર્યું હતું. વિ.સં. ૨૦૩૩થી પૂજ્યશ્રીને મસાની તકલીફ શરૂ થઇ હતી. સિદ્ધાચલની યાત્રા કરીને ગરમીના દિવસોમાં ખૂબ મોડેથી પૂજ્યશ્રી ઊતરતા હતા. અત્યંત ગરમી લાગવાથી ત્યારથી આ તકલીફ શરૂ થઇ હતી.
વિ.સં. ૨૦૪૧, ઇ.સ. ૧૯૮૪-૮૫, ડીસા, ચાતુર્માસ પછી ડીસામાં જ કા.વદ-૬ ના પૂજ્યશ્રીની નિશ્રામાં કેટલીક દીક્ષાઓ થઇ : સા. પરંયોતિશ્રીજી (પ્રેરણાબેન, રાધનપુર-મુંબઇ), સા. પ્રશાન્તદર્શનાશ્રીજી (ગુણીબેન, મનફરા), સા. પ્રસન્નહૃદયાશ્રીજી (હરખુબેન, ભચાઉ), સા. પ્રસન્નવદનાશ્રીજી વિમલાબેન, ભચાઉ), સા. પ્રસન્નલોચનાશ્રીજી (કમળાબેન, ભચાઉ), સા. લલિતગુણાશ્રીજી (લીલાબેન, જેગોલ), સા. રક્ષિતગુણાશ્રીજી (રમીલાબેન, જેગોલ), સા. વિરતિયશાશ્રીજી (ઝવેરબેન, આધોઇ).
માગ.સુદ-૬ ના ડીસામાં જ પૂ. મુનિ શ્રી પ્રીતિવિજયજીને પૂજ્યશ્રી દ્વારા ગણિ-પંન્યાસ પદવી અપાઇ હતી. તે દિવસે દીક્ષાઓ પણ થઇ હતી : સા. શ્રુતદર્શનાશ્રીજી (ચંપાબેન, મનફરા), સા. કલ્પજ્ઞાશ્રીજી (ઉર્મિબેન, મનફરા), સા. કલ્પદર્શિતાશ્રીજી (નિર્મળાબેન, મનફરા), સા. કલ્પનંદિતાશ્રીજી (ભારતીબેન, મનફરા).
આ જ અરસામાં ડીસા, હાઇવે પર રહેલા શ્રીપાળનગર સોસાયટીના ચતુર્મુખી જિનાલયની પ્રતિષ્ઠા થઇ હતી.
માગ સુદ-૭ થી માગ સુદ-૧૪ નો ડીસાથી શંખેશ્વરનો છ’રી પાલક સંઘ નીકળ્યો હતો. મોતીલાલભાઇ મોહનલાલભાઇ સંઘપતિ હતા. ચારૂપ, પાટણ, કંબોઇ, હારિજ થઇને એ સંઘ શંખેશ્વર પહોંચ્યો હતો. પૂ.આ. શ્રી વિ. કલાપૂર્ણસૂરીશ્વરજી મ. ૨ ૨૦૪
શંખેશ્વરમાં થોડા દિવસ રોકાઇને પૂજ્યશ્રીએ રાજસ્થાન-જયપુર તરફ વિહાર કર્યો હતો. પં. પ્રીતિવિજયજી આદિએ મનફરા (કચ્છ) તરફ વિહાર કર્યો હતો.
મુનિ શ્રી મુક્તિચવિ. મુનિચન્દ્રવિ. એ પાછળથી રાજસ્થાન તરફ વિહાર કર્યો હતો.
માલપુરા (જયપુરથી ૯૫ કિ.મી. દૂર)માં પૂજ્યશ્રીની નિશ્રામાં ફા.સુદ-૩ ના નૂતન જિનાલયમાં પ્રતિષ્ઠા થઇ હતી. જયપુરના હીરાચંદજી વૈદે ખાસ આમાં રસ લીધો હતો.
ચૈત્ર સુદ-૩ થી ચૈત્ર વદ-૩, મેડતા રોડ (ફળવૃદ્ધિ તીર્થ), અહીં પૂજ્યશ્રીની નિશ્રામાં દાનવીર શ્રેષ્ઠી શ્રી માણેકચંદજી બેતાલા તરફથી સામુદાયિક ચૈત્રી ઓળીની આરાધના થઇ હતી. અહીં ફલવૃદ્ધિ પાર્શ્વનાથની પૂજ્યશ્રીએ ખૂબ જ ભક્તિ કરી.
ચૈત્ર વદ-૧૦ થી વૈ.સુદ-૫, નાગોર, કોઇ બહેનોના વર્ષીતપના પારણા પ્રસંગે પૂજ્યશ્રી અહીં પધાર્યા હતા. અહીં વૈ.સુદ-૨ ના (પોતાના ૬૨મા જન્મદિવસે) અમારા આગ્રહથી પૂજ્યશ્રીએ પોતાનું ગૃહસ્થજીવન કહેલું હતું, જે ‘કહે કલાપૂર્ણસૂરિ-૧’ (ગુજરાતી) આવૃત્તિ ત્રીજીમાં પ્રગટ થયેલું છે તથા આ ગ્રંથમાં (। કલાપૂર્ણમ્-૧ ||, સ્મૃતિગ્રંથ) પણ અન્યત્ર પ્રકાશિત થયેલું છે.
વૈ.સુદ-૯, કુચેરા, પૂજ્યશ્રી અહીં પધારવાના હતા એટલે અહીંના મદ્રાસ રહેતા શ્રેષ્ઠીઓ આવ્યા હતા.
સાંજ પડતાં અહીં એક સ્થાનેથી બહારની ગેલેરીમાં બલ્બની લાઇટ આવતી હતી. ગરમીથી અકળાયેલા એક મહાત્માએ ઇશારો કરી કોઇ
ગૃહસ્થ પાસેથી બલ્બ ફોડાવી નાખ્યો હતો. આ વાતની ખબર પડતાં પૂજ્યશ્રીએ ઘણા જ કડક શબ્દોમાં એ મહાત્માને ઠપકો આપ્યો હતો : કોઇને પણ નુકસાન થાય એવી પ્રવૃત્તિ આપણાથી થઇ જ શી રીતે શકે ? લાઇટના દોષથી બચવાનો વિચાર તમને આવ્યો, પણ બલ્બ ફોડાવવાથી થતું નુકસાન
કચ્છ વાગડના કર્ણધારો ૨ ૨૦૫