________________
ફા.વદ-૨ થી ફા.વદ-૫, ગારિયાધાર, અહીં પૂજયશ્રીની નિશ્રામાં જિન-ભક્તિ મહોત્સવ હતો.
અહીંના વિહારોમાં પૂજ્યશ્રીએ મુનિઓને રાયપસણીય સૂત્રવંચાવેલું.
ચૈિત્ર સુદ-૫ થી ચૈત્ર વદ-૭, જૂનાગઢ, અહીં પરમ તપસ્વી પૂ.આ.શ્રી વિ. હિમાંશુસૂરિજી, પૂ.આ. શ્રી વિ. હેમચન્દ્રસૂરિજી વગેરે મળ્યા. અહીં સહસાવનમાં તૈયાર થયેલા જિનાલયમાં અંજનશલાકા - પ્રતિષ્ઠા મહોત્સવ હતો.
| ગિરનારની યાત્રા કરતાં, સહસાવન (સહસ્રામવન)માં ભક્તિધ્યાન કરતાં પૂજ્યશ્રીને ખૂબ જ આનંદ આવ્યો.
આઈ ‘મિલે મન ભીતર ભગવાન' પુસ્તકનું વિમોચન થયું. પૂજયશ્રી ત્યાર પછી ગિરનાર ક્યારેય નથી આવ્યા.
અહીં થયેલી દીક્ષાઓ : સા. શરપૂર્ણાશ્રીજી (લક્ષ્મીબેન, આધોઈ). સા. સ્નેહપૂર્ણાશ્રીજી (લોદરાબેન, ફલોદી).
અહીં એક મહાત્મા કૂતરા માટે બનાવાતા રોટલા, એમ સમજીને વહોરી આવ્યા કે આ તો નિર્દોષ છે. પૂજ્યશ્રીએ આમ નહિ કરવા જણાવેલું : કૂતરા વગેરે માટે બનાવેલું હોય તે આપણાથી બિલકુલ ન લેવાય. આનાથી અજૈનોમાં ગેરસમજ ફેલાય, કૂતરાઓને અંતરાય પડે, શાસનની અપભ્રાજનાનો પણ સંભવ રહે.
જૂનાગઢથી જેતપુર, વીરપુર, ગોંડલ થઇને પૂજ્યશ્રી રાજકોટ પધાર્યા.
રસ્તામાં પથ્થરના બનાવેલા થાકલા (ચોસલા) ગોંડલનરેશ મહારાજા ભગવતસિંહજીના પ્રજા પ્રેમને કહેતા હતા. રસ્તાનો કોઇ મજૂર ભારો ઉપાડીને થાકી જાય તો આ થાકલા પર ભાર મૂકી આરામ કરી કોઇની મદદ વિના એ ભારો ઊંચકી શકે માટે ભગવતસિંહજીએ આ થાકલા બનાવ્યા હતા. પૂજ્યશ્રીએ પરોપકારી મહારાજાની આ પરોપકારભાવનાની વાત જાણીને પ્રસન્નતા વ્યક્ત કરેલી.
પૂ.આ. શ્રી વિ. કલાપૂર્ણસૂરીશ્વરજી મ. ૧ ૨૦૨
અહીં રસ્તામાં મોટા ભાઇ (મુક્તિચન્દ્રવિ.) ને પગમાં અચાનક તકલીફ થઇ ગઇ. સહેજ પણ ચલાય નહિ. ચાલુ વિહારમાં શું કરવું ? પૂજયશ્રીના આદેશથી તરત જ સહવર્તી ચાર મુનિઓએ બે દાંડામાં સંથારો બાંધ્યો અને મુનિશ્રીને ઊંચકીને મુકામ સુધી લઇ ગયા. રાજકોટથી વાંકાનેર ત્રણ દિવસ સુધી (વૈ.સુદ-૪-પ-૬) ભક્તિવંતા મુનિઓએ મુનિશ્રીને ઊંચક્યા હતા.
વૈિ.સુદ-૩, નવાગામ - રાજકોટથી વિહાર કરીને સાંજે અહીં શશિકાંતભાઇની સૌરાષ્ટ્ર પેપર મિલમાં પૂજ્યશ્રી પધાર્યા. અહીં પૂજ્યશ્રીએ શશિકાંતભાઇને “આપણા નિમિત્તે આરંભ-સમારંભ જયાં સુધી ચાલુ હોય છે ત્યાં સુધી ધ્યાનમાં નિશ્ચલતા આવતી નથી”, વગેરે સમજાવ્યું હતું.
અહીં વિહારના કોઇ ગામડામાં મોટા ભાઇ (મુક્તિચન્દ્રવિ.) વહોરવા ગયેલા. કોઇ અજૈનને ત્યાંથી કંદમૂળનું શાક ભૂલથી આવી ગયેલું. હવે શું કરવું ? પૂજ્યશ્રીએ કહ્યું : અકલ્પનીય વસ્તુનો ધર્મલાભ ન હોય. જ્યાંથી લાવ્યા હો તેના ઘરે પાછું આપી શકાય.
એ મહાત્મા એ અજૈનના ઘરે શાક પાછું આપવા ગયા, પણ પેલાં બહેન તો એવાં ગભરાયાં એવાં ગભરાયાં કે લેવા જ તૈયાર નહિ. પછી તો ઘરનો દરવાજો જ બંધ કરી દીધો. એના મનમાં કદાચ એમ હશે : આ બાવાજી કંઇક મંતર-જંતર કરવા માંગતા હશે.
મહાત્માએ પૂજયશ્રીને બધી વાત કરતાં પૂજ્યશ્રીએ કહ્યું : હવે એ શાક પરઠવી દો.
પૂજયશ્રીની આજ્ઞા પ્રમાણે એ શાક પરઠવી દેવામાં આવ્યું. આવા હતા પૂજયશ્રી, જિનાજ્ઞાના પાલન કરનાર અને કરાવનાર.
ડીસા, ચાતુર્માસ, જેઠ વદમાં ચાતુર્માસ પ્રવેશ થયો. આ ચાતુર્માસમાં મુનિઓને કલ્પસૂત્ર, નંદી, મહાનિશીથ આદિના યોગોવહન કરાવ્યાં. પૂ. મુનિ શ્રી પ્રીતિવિજયજીને ભગવતીના જોગમાં પ્રવેશ કરાવ્યો.
કચ્છ વાગડના કર્ણધારો ૨ ૨૦૩