________________
ભુજ), મુનિ શ્રી ભદ્રયશવિજયજી (ભદ્રેશ, ભુજ) તથા તેમનાં બે બહેનોની પણ આ સાથે જ દીક્ષા થઇ હતી. કુલ ૧૧ દીક્ષાઓ ભુજમાં થઇ હતી.
આ પ્રસંગે પૂજયશ્રી દ્વારા અનૂદિત ‘અધ્યાત્મગીતા' (પૂ. દેવચન્દ્રજી મ.ની ૪૯ ગાથાની અદ્ભુત કૃતિ)નું વિમોચન થયું હતું.
મુમુક્ષુ મણિલાલ (ઉંમર ૧૨ વર્ષ) વર્ષીદાનનો વરઘોડાના આગલા દિવસે (મહા સુ.૧૨) ઠેઠ ઉપરના દાદરા પરથી પડી જતાં જમણા પગે તેમને ફ્રેકચર થયું હતું, છતાં પૂજયશ્રીના પ્રભાવે નિર્વિઘ્ન દીક્ષા થઈ હતી. દોઢથી બે મહિના સુધી પગે પ્લાસ્ટર રહ્યું હતું અને વિહારો પણ ચાલુ રહ્યા હતા.
સા. અનુપમા શ્રીજીની ૧૧OO આયંબિલ તથા ૧૧ દીક્ષા નિમિત્તે થયેલા ત્રિદિવસીય અર્થપૂજનમાં સોનાનો વરસાદ વરસ્યો હતો. વિધિકારશ્રી ચીનુભાઇની પ્રેરણાથી લોકોએ ઉતારી-ઉતારીને ઘરેણાંનો ઢગલો કર્યો હતો.
માધાપર, અંજાર, ગાંધીધામ, ભચાઉ થઇને પલાંસવા તરફ.
ફા.સુ.૨ (કે ૪ ?) પલાંસવામાં પૂ. કનકસૂરિજીની મૂર્તિની પ્રતિષ્ઠા. નૂતન ત્રણ મુનિઓનો જોગમાં પ્રવેશ.
રાપર, ભરૂડી થઇને મનફરા.
ફા.સુ. ૧૨, મનફરા, ભુજમાં દીક્ષિત થયેલા તમામ મહાત્માઓ (મુનિશ્રી મુક્તિચન્દ્ર-પૂર્ણચન્દ્ર-મુનિચન્દ્રવિ, આદિ)ની વડી દીક્ષા.
ફા.વ.૩, મનફરા, ચાર દીક્ષાઓ-સા. સૌમ્યજ્યોતિશ્રીજી (દેવકાબેન, મનફરા), સા. સૌમ્યકીર્તિશ્રીજી (પાર્વતીબેન, મનફરા), સા. અનંતજયોતિશ્રીજી (ઇન્દુબેન, અમદાવાદ), સા. દિવ્યકિરણાશ્રીજી (ભદ્રાબેન, અમદાવાદ)
વૈશાખ મહિને મનફરામાં અનેક સાધ્વીજીઓની વડી દીક્ષા પછી જિન ભક્તિ મહોત્સવાર્થે હલરા તરફ પ્રયાણ.
હલરા ખાતે પૂ. દેવેન્દ્રસૂરિજી આદિનું એક મહિના સુધીનું રોકાણ . એ સમયે પૂજયશ્રી માધાપર સુવિધિનાથ જિનાલયની પ્રતિષ્ઠાર્થે ગયેલા. માધાપરમાં મૂળનાયક શ્રી સુવિધિનાથ ભગવાનની બોલી ડૉ. યુ. પી.
પૂ.આ. શ્રી વિ. કલાપૂર્ણસૂરીશ્વરજી મ. ૧ ૧૩૪
દેઢિયાએ લીધેલી. માધાપરથી માત્ર ૪ દિવસમાં પૂજ્યશ્રી મનફરા આવેલા. એક રાત બસ-સ્ટોપમાં ગાળેલી.
જે.સુ.૪, ખારોઇમાં સંભવનાથ જિનાલયની પ્રતિષ્ઠા.
લાકડીઆ ચાતુર્માસ પહેલા ભુજ ચાતુર્માસાર્થે જઈ રહેલા મુનિ શ્રી ચન્દ્રશેખરવિજયજી (હાલ પંન્યાસજી) મળેલા. સાથે બે બાલમુનિઓ (ઇન્દ્રજિત-ચન્દ્રજિતવિજયજી) પણ હતા. પૂજ્યશ્રીને મુનિશ્રીએ વંદન કર્યા હતાં; સ્વયં દીક્ષા-પર્યાયમાં મોટા હોવા છતાંય. ત્યારે અમે ચાર બાલ મુનિઓ સાથે મળ્યા હતા.
લાકડીઆ ચાતુર્માસમાં ૧૦ પયગ્રા પર વાચનાઓ રહી. બાલ મુનિઓ વગેરેને ભણાવવા ચંપકભાઇ આવેલા.
આ ચાતુર્માસમાં સંસ્કૃતની પહેલી બુકની પરીક્ષા હતી. પરીક્ષાથી ગભરાયેલા બે બાલમુનિઓએ (પૂર્ણચન્દ્ર-મુનિચન્દ્રવિ.) પ્રશ્ન-પેપરની ચોરી કરવા પ્રયત્ન કર્યો. રૂમમાં જઇ છુપાવેલું પ્રશ્ન-પેપર શોધી કાઢયું, પણ વાંચવાની શરૂઆત કરે એ પહેલાં જ રંગે હાથે પકડાઇ ગયા. બંનેને પૂજ્યશ્રી પાસે લઇ જવામાં આવ્યા. બંને ભયથી ધ્રુજી રહ્યા હતા, પણ વાત્સલ્યમૂર્તિ પૂજ્યશ્રીએ થોડોક મીઠો ઠપકો આપી બીજી વખત આવું નહિ કરવાની સૂચના આપી હતી.
પર્યુષણ પછી ગુરુભક્ત માલશી મેઘજી ચરલા મુંબઇથી પૂરી ટ્રેન લઇને દર્શનાર્થે આવેલા.
પર્યુષણ પછીના આઠ દિવસના મહોત્સવમાં એકીસાથે આવેલા બે સંગીતકારો (ગજાનનભાઇ તથા નટવરભાઇ)એ ભક્તિની ધૂમ મચાવી હતી.
વિ.સં. ૨૦૨૯, ઇ.સ. ૧૯૭૨-૭૩, રસિકલાલ બાપુલાલ પરીખ (પાટણ-મુંબઇ) તરફથી કટારીઆથી ભદ્રેશ્વર તીર્થનો છ'રી પાલક સંઘ.
કટારીઆમાં અનેક અગ્રણી શ્રાવકોએ પૂજ્યશ્રી (પૂ.પં. કલાપૂર્ણવિજયજી)ને આચાર્ય પદવી આપવા પૂ. દેવેન્દ્રસૂરિજીને વિનંતી કરી. પૂ. દેવેન્દ્રસૂરિજીને ‘તેઓ પદવી લેતા નથી, મને ઊંઠા ભણાવે છે' કહ્યું ત્યારે પૂજયશ્રીએ પદવીનું સ્વીકાર્યું.
કચ્છ વાગડના કર્ણધારો + ૧૩૫